સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસ થવાનાં ઘણાં કારણો છે. કસરત કરવામાં આળસ કરનારા, મેદસ્વી શરીર ધરાવનારા, સતત વજન ઊંચકવાનું કામ કરનારને, કોમ્પ્યુટર પર સતત કામ કરનારા એમાં પણ બેસવાની ખોટી રીતના કારણે (Wrong Posture) સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસની તકલીફ થઈ શકે છે. કરોડરજ્જુની અન્ય તકલીફો જેમ કે સ્લીપડિસ્ક, આર્થ્રાઈટિસ પછી પણ સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસ જોવા મળે છે.
ખભાથી માંડીને હાથના ઘણા હિસ્સાઓમાં દુ:ખાવો થાય અને એ પણ ખાસ રાતના સમયે અથવા વહેલી સવારે.
એક લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠ નાંખીને ત્રણ-ચાર ઊભરા આવે ત્યાં સુધી ઉકાળવું આખા દિવસ દરમિયાન થોડું થોડું કરીને આ સૂંઠનું પાણી પીવું. આ સૂંઠના પાણીથી ચરબી કપાય છે અને સોજો ઉતરે છે. પરિણામે નસ પરનું દબાણ ઓછું થાય છે અને દુ:ખાવામાં રાહત થાય છે.
અશ્વગંધા, કામદુઘા, જેઠીમધ, સિંહનાદ ગુગળ, આરોગ્યવર્ધિની વગેરે ઔષધો સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસ માટે અકસીર છે. પરંતુ તમારા નજીકના વૈદ્યરાજનો સંપર્ક કરી તમારી પ્રકૃતિ અને દોષનું નિદાન કરાવીને એમના માર્ગદર્શન હેઠળ સારવાર કરવી હિતાવહ છે.
કસરત : ગરદનને ક્લોકવાઈસ અને એન્ટિ ક્લોકવાઈસ ધીમે ધીમે ગોળ ગોળ ઘુમાવવી. એનાથી ધીરે ધીરે દુ:ખાવો ઘટવા માંડે છે.
તાજો રાંધેલો ખોરાક ખાવાનો આગ્રહ રાખો. ગાયનું દૂધ, છાશ, ગાયનું ઘી, તલનું તેલ, સીઝન પ્રમાણોનાં ફળો અને શાકભાજીનું સેવન કરવું. જળ, મેથી આમ(કાચો રસ), મેદ, ચરબી, સોજા માટે ખૂબ અસરકારક છે, માટે ખોરાકમાં એને ઉમેરી દેવા. વાસી ખોરાક ક્યારેય ન ખાવો. ઉજાગરા ના કરવા. બપોરે ના ઊંઘવું. નિયમિત ૪૦થી ૪૫ મિનિટ ચાલવું.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.comફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020