অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેસરવાળું દૂધથી મુડમાં ચડાવ-ઉતાર નહીં આવે

કેસરવાળું દૂધથી મુડમાં ચડાવ-ઉતાર નહીં આવે

શું તમને આવું થાય છે? આ શિયાળામાં ઠંડી વધારે લાગે છે? ગેસ થાય છે? મૂડ સ્વિંગ્ઝના ભોગ બન્યા છો? ચામડી લૂખી પડી ગઈ છે?

હા, તો આ રહ્યો ઉપચાર- કેસર કઢેલ દૂધ:લગ્નોની સીઝનમાં તમે અવારનવાર ગરમા-ગરમ કેસર કઢેલું દૂધ પીધું હશે. ઉજવણાં, સ્નેહીઓનું મિલન વગેરે કારણોને લીધે તમે કેસરના કારણે મળેલી પ્રસન્નતાનું અનુમાન નહીં થતું હોય, હા કેસરમાં ઘણા બધા ગુણો છે, જે તેમને પ્રસન્નતા આપે છે, માટે જે તે Depression માં પણ ઉપયોગી પુરવાર થયેલી છે.

ડિપ્રેશનઃ ડિપ્રેશનના કારણે નિરાશાજનક વિચારો જ આવે. આ બધા mood swings માટે તમારા મગજના અગત્યના બે સ્રાવો જવાબદાર છે. કેસરવાળું દૂધ નિયમિત સવારે લેવાથી ફાયદો થાય છે.

કામશક્તિઃ કેસરનો એક ગુણ Aphrodisiac છે સહશયન માણ્યા પછી કે પહેલાં ઘણા લોકો દૂધ પીતા હોય છે. સહશયન પછી વીર્યનો હ્રાસ થાય છે. તેની ઉણપ પૂરવાનું કામ દૂધ કરે છે અને જો કેસર દૂધ પીવાથી તે સદ્ય એટલે કે ઝડપથી કરે છે શરીરમાં જે ઓજ છે તેના અને દૂધનાં તત્વો સમાન સમાન છે, એટલે ઓજનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાનું કામ દૂધ બહુ સારી રીતે કરે એમાં કેસર અને સાકર ઉમેરાતાં શરીરમાં બલવૃદ્ધિની સાથે કામશક્તિનો પણ વધારો થાય છે.

તાજગીઃ તરવરાટ- શારીરિક શ્રમ કરીને થાક્યા-પાક્યા ઘરે આવ્યા હો, ત્યારે ગરમ પાણીથી હાથ-પગ ધોવાના તમારા નિત્યક્રમ સાથે એક ગ્લાસ કેસરવાળું દૂધ પીવાનો ક્રમ ગોઠવી દેજો. પછી જુઓ તમારી તાજગી અને તરવરાટ!

રસાયન- યુવાનીને ટકાવનાર વય-સ્થાપક રસાયનની સાથે ત્રણેય દોષોનું શમન કરનાર કેસરનો સંયોગ થાય તો સોનામાં સુંગર ભળ્યા બરાબર છે. કેસરમાં Vitanin A,E,B1,B2,B6, કેલ્શિયમ, આયર્ન, ઝીંક, મેગ્નેશ્યમ પોટેશ્યમ વગેરે હોવાથી એની અલ્પમાત્રા પણ અસરકારકની વડે છે.

અલ્ઝાઈમર્સ- ઘડપણની નિશાની રૂપે આવતાં અલ્ઝાઈ મર્સ ડીસીઝના સંશોધન એટલે જ કેસર ખૂબ અસરકારક છે.

Diaphoretic- ડાયાફોરેટીક એટલે પસીનો કરાવનાર કેસરનો આ એક ગુણ એવો જે જેને કારણે તે ઠંડા પ્રદેશોમાં ખૂબ આવકારદાયક બની રહ્યું છે કેસર ઉષ્ણ છે. ઉપરાંત સ્નિગ્ધ પણ છે. પરસેવો કરાવીને Dry Skin ને સુંવાળી બનાવે છે.

તેજસ્વી ચહેરો- યુવક-યુવતીઓના ચહેરા પરના ખીલ અને કાળાશનો સત્વરે નાશ કરીને નજાકત અને લાવણ્ય વધારવાનો ગુણ ધરાવનાર આ

કેસરનું એક નામ કુમકુમ પણ છે કુમકુમાદે તેલ પણ પ્રચલિત છે. ચહેરાની ત્વચાને નિર્મળ કરીને રક્તવર્ણી ગોરી બનાવતાં કેસરનું યોગનું નામ તે આ કુમકુમાહિતેલ. ચહેરા પર હળવા હાથે મસાજ કરવાથી ચહેરો તેજસ્વી બને છે.

PMS- Premenstrual syndrome સ્ત્રીઓના માસિક આવવા પહેલાંના દિવસોમાં જે શારીરિક અને માનસિક ફેરફારો થાય છે, તેને PMS તરીકે ઓળખવામાં આવે છે દા.ત- ખીલ થવા, ગેસ, એસિડીટીઝ સ્તનમાં દુખાવો, ચીડ, ગુસ્સો જેવા લક્ષણો જોવા મળે છે કેસર ઉકાળેલું દૂધ નિયમિત લેનાથી આ PMS માં ક્રમશ ઘટાડો થાય છે કેસરનો Carmintive ગુણ પાચક સ્ત્રાવો પર અસર કરીને ગેસ (Flatalence)ને દૂર કરે છે. મગજના ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનીન ઉપર કામ કરીને તે ચીડ, ગુસ્સો, એસિડીટીને કંટ્રોલ કરવામા કેસર સફળ પુરવાર થયેલું છે.

માસિક- કેસર હોર્મોન્સનું બેલેન્સીંગ (વાયુનું અનુલોમન) કરવાની ક્ષમતા ધરાવે અનિયમિત માસિક, માસિક વખતનો દુખાવો અધિક માસિક વગેરે ફરિયાદોમાં કેસર વાળું દૂધ સુંદર પરિણામ આપે છે .

બાળકો- કેસરનો એક ગુણ કૃમિદન છે. બાળકોને થતાં કરમિયા અને એને કારણે ફાયદો થતાં શરદી, ખાંસી, ઉબકા, લોહીની ઉણપથી બાળક બચી જાય છે. કેસરવાળું દુધ બાળકોને આપવાથી તેમના ગાલ રતુંમડા રહે છે રોગ પ્રતિકારક શક્તિ ખીલે છે.

સ્ત્રોત:લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate