অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિમોથેરાપી દરમિયાન લેવાની સાવચેતી અને સંભાળ

કિમોથેરાપી દરમિયાન લેવાની સાવચેતી અને સંભાળ

  1. મોમાં ચાંદા: કેમોથેરાપી દરમ્યાન મોંમાં દુખાવો, ચાંદા પડવા એ સામન્ય છે એ વખતે પોચી, નરમ વસ્તુઓ પ્રવાહિ વધારે લેવાથી સરળતાથી ગળી શકાય અને એને કારણે શરીરને પૂરતું પોષણ પણ મળતું રહે નમક અથવા મસાલાવાળા ખોરાકથી ચાંદા વધુ પીડાદાયક બને છે. એટલે વેફર્સ, ચિપ્સ, કાચા, સલાડ લેવાને બદલે દૂધમાંથી બનાવેલ ખીર, દૂધપાક, સાબુદાણાની ખીર, બીરંજ, રાબ, લસ્સી, છાશ, ફ્રેશ ફૂટ જયુસ વગેરે લેવા..
  2. Dry mouth: જો તમારું મોં વારવાર સુકાઈ જતું હોય તો એ chemotherayની સામાન્ય આડઅસર છે જે ગળવાનું મૂશ્કેલ બનાવી દે છે. વારવાર liguid અથવા લિક્વિડ-યુક્ત આહાર લેવા મોંમા ઇલાયચી અથવા જેઠીમધ રાખીને ચગળ્યા કરવાથી પણ મોં ભીનું રહે છે સાકરનું પાણી પીવાથી Dry mouthની સમસ્યા ઉદભવતી નથી. એક લીટર પાણીમાં ૧૫૦ ગ્રામ સાકર અને એક આખી ઈલાયસી નાખીને દસ મિનિટ ઉકાળવું ઠડું થયે આ સાકરનું પાણી દિવસ દરમ્યાન થોડું થોડું પીવું.
  3. ગાજર: ગાજર એ કિમોચિકિત્સાકમાં સુપર ફૂડ ગણાય છે એટલેકે કે કિમોને વધારે અસરકારક બનાવે છે ગાજરની અંદરનો પીળો ભાગ કાઢીને ગાજરનો જયુસ, ગાજરની છીણ, ગાજરનો હલવો, પરાઠા વગેરે વાપરી શકાય..
  4. કબજિયાત: Chemothrapyની તીવ્ર ગરમીના કારણે શરીરનું પ્રવાહી ઘટી જાય છે કબજિયાત થઈ શકે છે. આમાં પુષ્કળ પ્રવાહી પીવું.. રોઝનું શરબત વરિયાળીનું શરબત પીવું કાળી દ્રાક્ષ ખાવી. ફાઈબર્સ જેમકે શાકભાજીના સૂપ, પાલક, વટાણા વગેરે ખોરાકમાં લેવા.
  5. ઝાડા: ક્યારેક કીમોથેરાપી દરમ્યાન કે પછી દર્દીને ઝાડા થઈ જાય છે અતિશય ગરમીના કારણે આંતરડા ખોરાકને અથવા મળનો સંગ્રહ નથી કરી શકતા આમાં મળને બાંધનાર સફરજન જેવા ફળો લઈ શકાય. કેળ પણ ખૂબ ઉપયોગી છે. ચોખાની કણકીમાંથી સરખા ભાગે મિક્સ કરીને ઢીલી ખીચડી લેવી. ધાણાજીરૂ અને સાકર સરખા ભાગે મિક્સ કરીને દર કલાકે અડઢી થી એક ચમચી ફાકી જવી એનાથી ઝાડો બંધાય છે ઇસબગુલ પણ આજ રીતે મદદરૂપ થાય છે.
  6. ભૂખ ન લાગવી: એક તો ભય અને કીમોથેરાપી જેવી સારવાર ભલભલા માણસની હિંમત ઘટાડી નાંખે છે એની સીધી અસર ભૂખ ઉપર પડે છે. મોટા ભાગના દર્દી ભૂખ નથી ખાવું નથી ની ફરિયાદ કરે છે.. આમાં દર્દીને પરાણે ખવડાવવાને બદલે સુપાચ્ય પણ ષૌષ્ટિત આહાર, આપવો જેથી દર્દીનું સ્વાસ્થય જળવાઈ રહે. જેમકે પ્રોટિન, મગ, મગની દાળ, પનીર, ગળીરોટલીનો માવો (પૂરણ) ગાયના ધીમાંથી બનેલી સુખડી, મગસ વગેરે ઓછી માત્રામાં લેવાથી એ પોષણ પણ પૂરુ પાડે તેથી દર્દીને નબળાઈ ના લાગે.
  7. આદુ: કીમોં સારવાર પછી ઘણી વખત પેટમાં ગરબડ થઈ જાય છે. શરીરના પ્રવાહીનું imbalance થવાથી આવું થઈ શકે છે અને વાયુનો પ્રકોપ થાય અને તેથી ઉબકા પણ આવે છે. આમાં આદુની ઝીણી કતરણ ઉપર સંચળ અને લીબું નીચોવીને જમવાની શરૂઆતમાં આપવાથી ઉબકા બેસી જાય છે તથા ભૂખ અને રૂચિ પણ ઉઘડે છે.
  8. વીટામીન સી: તમારા આહારમાં ખાટા ફળો- ખોરાક લો. નમક વધારે લેવાથી મોંની શુષ્કતા તમારા માટે સમસ્યા બને તે પહેલાં નિરાકરણ લાવી દો. લીબુનું પાણી લીબુનો શરબત, નારંગી, મોસંબીનો રસ જેવા પ્રવાહી પીવાથી વધુ ભૂખ ઉત્પન્ન કરવામાં મદદ મળશે કારણેકે ખટાશ લાળગ્રંથીઓને ઉતજીત કરે છે. આમળાનું ચૂર્ણ, રસાયણ ચૂર્ણ, આમળાનો મુરબબો વધારે લાભદાયક છે.
  9. પ્રોટીનઃ કિમો દરમિયાન વધારે પ્રોટીન ખાવાથી તાકાત મળશે અને સારવાર દરમિયાન ક્મજોર થયેલા સ્નાયુને મજબૂત રાખશે. ચણા, ચણાની દાળના વ્યંજનો જેવા કે ખાંડવી, ખમણ, ખીચું  વગેરે ખાવાથી ભૂખ સંતોષાશે અને શરીરને તાકાત મળશે.

10. એન્ટિ ઓક્સિડન્ટ સેલેનિયમઃ સેલેનિયમ એ એન્ટિ ઓક્સિડન્ટ તરીકે કામ કરતું તત્વ છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને સાબૂત બનાવે છે. બ્રાઉન રાઈસ, લસણ, દહીં. બટાટા, પાલક, વટાણા, વગેરે દ્વારા સેલેનિયમ મળી શકે છે. જેના નિત્ય સેવનથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતા જાળવી તથા વધારી શકો છે.

11. ઔષધઃ કીમો થેરાપીમાં જતાં પહેલાં દર્દી તથા સગાવહાલાં કાયમ આર્યુવેદિક દવાઓ વિષે પૂછે જ છે. માર્ગદર્શન અને જટામાંસી, ગળો, જેઠીમધ, અશ્વગંધા, શતાવરી, કડુ વગેર ઔષધોમાંથી દર્દીની પ્રકૃતિ અને દર્દ પ્રમાણે આપી શકાય. પગના તળિયે ઘી ઘસવુઃ પગના તળિયે ગાયનું ઘી ઘસવાથી શરીરની ગરમી ક્રમશઃ ઘટે છે અને ચેતાતંત્ર સાબદુ રહે છે.

સ્ત્રોત લેખિકા  : વૈદ્ય સુષ્મા હીરપરા, આરોગ્યમ્

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate