অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાળા, ખરબચડા નખનાં દર્દોનું નિવારણ

નખની આજુબાજુ પાક થાય ત્યારે વાયુ અને પિત્ત દોષ ન વધે તેવા આહાર-વિહાર અને જીવનશૈલીનું અનુસરણ કરવું જોઇએ સલોનીબેન ગાડીમાંથી ઉતર્યાં, દરવાજો જોરથી બંધ કરવા ગયાં, ત્યાં જ ગાડીમાં બેઠેલી સંજનાની ચીસ સંભળાઇ. ગાડીનો દરવાજો બંધ કર્યો ત્યારે મમ્મીને ખયાલ નહોતો કે દીકરીનો હાથ ગાડીના દરવાજામાં આવી જશે. હાથની સૌથી મોટી આંગળી નખના મૂળ પાસેથી કચડાઇ ગઇ હતી. નખમાં પણ સામાન્ય તિરાડ જેવું થઇ ગયું હતું. આંગળી લોહીલુહાણ થઇ ગઇ હતી. તેને તરત જ નજીકના ડોકટર પાસે લઇ જવામાં આવી. ડ્રેસિંગ કરાવ્યું. દુ:ખાવો ના થાય અને પાકે નહીં એ માટે જરૂરી દવાઓ આપી. નખની આજુબાજુ પાક થાય ત્યારે વાયુ અને પિત્ત દોષ ન વધે તેવા આહાર-વિહાર અને જીવનશૈલીનું અનુસરણ કરવું જોઇએ સલોનીબેન ગાડીમાંથી ઉતર્યાં, દરવાજો જોરથી બંધ કરવા ગયાં, ત્યાં જ ગાડીમાં બેઠેલી સંજનાની ચીસ સંભળાઇ. ગાડીનો દરવાજો બંધ કર્યો ત્યારે મમ્મીને ખયાલ નહોતો કે દીકરીનો હાથ ગાડીના દરવાજામાં આવી જશે. હાથની સૌથી મોટી આંગળી નખના મૂળ પાસેથી કચડાઇ ગઇ હતી. નખમાં પણ સામાન્ય તિરાડ જેવું થઇ ગયું હતું. આંગળી લોહીલુહાણ થઇ ગઇ હતી. તેને તરત જ નજીકના ડોકટર પાસે લઇ જવામાં આવી. ડ્રેસિંગ કરાવ્યું. દુ:ખાવો ના થાય અને પાકે નહીં એ માટે જરૂરી દવાઓ આપી.

નખનાં સૌંદર્ય કેવી રીતે વધારશો?

નખની આજુબાજુ પાક થાય ત્યારે વાયુ અને પિત્ત દોષ ન વધે તેવા આહાર-વિહાર અને જીવનશૈલીનું અનુસરણ કરવું જોઇએ

સલોનીબેન ગાડીમાંથી ઉતર્યાં, દરવાજો જોરથી બંધ કરવા ગયાં, ત્યાં જ ગાડીમાં બેઠેલી સંજનાની ચીસ સંભળાઇ. ગાડીનો દરવાજો બંધ કર્યો ત્યારે મમ્મીને ખયાલ નહોતો કે દીકરીનો હાથ ગાડીના દરવાજામાં આવી જશે. હાથની સૌથી મોટી આંગળી નખના મૂળ પાસેથી કચડાઇ ગઇ હતી. નખમાં પણ સામાન્ય તિરાડ જેવું થઇ ગયું હતું. આંગળી લોહીલુહાણ થઇ ગઇ હતી. તેને તરત જ નજીકના ડોકટર પાસે લઇ જવામાં આવી. ડ્રેસિંગ કરાવ્યું. દુ:ખાવો ના થાય અને પાકે નહીં એ માટે જરૂરી દવાઓ આપી.

ખરબચડો નખ

આ વાતને લગભગ દોઢ. બે મહિના વીતી ગયા. સંજનાનો જૂનો નખ નીકળી ગયો. ઘા પણ સારી રીતે રુઝાઇ ગયો. પરંતુ જે નવો નખ આવ્યો. તે તદન ખરબચડો અને રુક્ષ લાગતો હતો. આ નખે લીસ્સાપણું ગુમાવી દીધું હતું. બીજા નખોમાં દેખાતી ચમક, આ નખમાં રહી નહોતી.

દસ-વર્ષની સાંજનાનો હાથ ફરી ડોકટરને બતાવ્યો. ત્યારે આવો ખરબચડો નખ જોઇને કહ્યું, જેમ જેમ સમય જશે તેમ તેની અંદરથી સારો નખ આવશે. ડોકટરના આશ્વાસન પછી બે-ત્રણ મહિના રાહ જોઇ, પરંતુ નખની કુરૂપતામાં કોઇ ફેરફાર જણાયો નહીં.

શાસ્ત્રીય મત

‘અભિઘાતાત્ પ્રદુષ્ટો’ એટલે કે વાગવાથી, કચડાવાથી ખરાબ થઇ ગયેલો નખ લુખ્ખો, ફીક્કો અને ખરબચડો થઇ જાય છે. તેને ફુલિર કે કુનખના નામથી ઓળખવામાં આવે છે ફુલિર એટલે કરચલો. કરચલા જેવો બરછટ થઇ જવાથી ફુલિર કહેવાય છે.

ઉપાય શું?

આયુર્વેદમાં નખની ગણના તરુણ અસ્થિમાં કરવામાં આવેલી છે. તરુણ અસ્થિમાં આવેલી વિકૃતિને દૂર કરવા માટે શાસ્ત્રીય મત પ્રમાણે કરડા રસવાળા ઓષધો દૂધ કે ઘીમાં સિદ્ધ કરીને આપવા જોઇએ.

પંચતિક્ત ઘૃત: પંચતિક્ત ઘૃતમાં આવતાં તમામ ઓષધો કડવા રસવાળા છે. રોજ સવારે નરણા કોઠે એકથી બે ચમચી પંચતિક્ત ઘૃત ગરમ દૂઘમાં નાખી પી જવું. તેનાથી નખના રોગો દૂર થાય છે અને નખનું સૌંદર્ય વધે છે.

ટંકણખાર : ખરબચડા થયેલા નખને કાનસ જેવા નેઇલ શેપરથી ઘસવો. પછી તેના પર ઘીમાં મિશ્રિત કરેલો ટંકણખાર લગાડી રાખવો. આ પ્રકિયા દિવસમાં બે વાર કરવી.

આચાર્ય ભાવપ્રકાશ- આચાર્ય ભાવપ્રકાશ કહે છે કે નખની તિરાડમાં ટંકણખાર ભરવાથી કુનખ મટે છે. શૌલ સલિલે ભવતે પિવા અર્થાત જો કુનખ ના માટે તો પર્વત પણ પાણીમાં તરે.

સંજનાનો ગાડીના બારણામાં કચડાઇ ગયેલો નખ પણ ત્રણ-ચાર મહિનાની આ સારવારથી સારો થઇ ગયો. નખમાં ફરી પાછી નજાકત અને ચમક આવી ગઇ હતી.

ચિપ્ય

નખમાં થતો આ એક રોગ છે. નખ નીચેના માંસમાં વાયુ અને પિત્ત દોષ આશ્રય કરી ત્યાં પાક-પસ પેદા કરી અને દુ:ખાવો પેદા કરે છે. તેને કારણે નખનું સ્વાસ્થ્ય જોખમાય છે. ગુજરાતીમાં આ દર્દને નૈયું પાક્યું પણ કહે છે.

નખની આજુબાજુ પાક થાય ત્યારે વાયુ અને પિત્ત દોષ ન વધે તેવા આહાર-વિહાર અને જીવનશૈલીનું અનુસરણ કરવું જોઇએ.

ખોરાકમાં મરચું, લસણ, ડુગંળી, ટામેટાં, દહીં, રીંગણ. મેંદો બંધ રાખવાં.

કાળા નખ

નખમાં થતો આ એક વિચિત્ર પ્રકારનો રોગ છે. તેનાથી નખ કાળા-જાંબલી રંગના થઇ જાય છે. મોટી ઉંમરની વ્યકિતઓને હૃદય સંબંઘિત તકલીફ હોય તો કાળા નખ, શરીરમાં ઓકિસજન લેવલ ઓછું છે એમ બતાવે છે. આ માટે પ્રાણાયમ સર્વશ્રેષ્ઠ ઉપાય છે.

નાની ઉંમરમાં કાળા નખ થવાનું કારણ નખ નીચે રહેલી રક્તવાહિનીઓમાં ક્ષત પડતાં તેમાંથી કેટલુંક રક્ત બહાર નીકળી નખ નીચે પ્રસરી જાય છે. જેને કારણે નખ કાળા- જાંબલી રંગના થઇ જાય છે. રક્તવાહિનીઓમાં ક્ષત પડવાનું-તૂટવાનું કારણ લોહીમાં પિત્તદોષ વધી જતાં આવી સમસ્યાઓ પેદા થાય છે.

આમાં પણ તીખો-તળેલો- ગરમ- આથાવાળો ખોરાક છોડવો જોઇએ.

ઉપાય શું ?

બકરીનું દૂધ- કોઇપણ પ્રકારના બ્લિડિંગ, ઇન્ટરલ બ્લિડિંગમાં બકરીનું દૂઘ શ્રેષ્ઠ દવા છે. તેનાથી રક્તવાહિનીઓની દીવાલ મજબૂત બને છે. રક્તમાંથી પિત્તની માત્રા ઘટે છે. દિવસમાં બે વાર સાકર અને ઇલાયચી નાખીને પીવું.

આમળાં- આમળાં અને સાકર સરખા ભાગે ભેગા કરી રોજ સવારે અને સાંજે અડધી-અડધી ચમચી પાણી સાથે લેવું.  આમળાં પિત્તશામક છે. તેનાથી રક્તમાંની પિત્તની માત્રા ઘટતાં નખની કાળાશ ધીમે ધીમે ઘટવા માંડે છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate