રાગીને ‘સુપર ફૂડ' માનવામાં આવે છે. તે ફિંગર મિલેટ, આફ્રિકન બાજરી અથવા નાચણી તરીકે પણ ઓળખાય છે. આફ્રિકા અને એશિયાના વિસ્તારોમાં વ્યાપક રીતે રાગીને ઉગાડવામાં આવે છે. રાગી કિંમતમાં સસ્તી છે છતાં પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે. તે બહુ જ ઓછી ચરબી અને ભરપૂર કેલ્શિયમ ધરાવે છે. તે અેવું અનન્ય ઘાન્ય છે જે કુદરતી રીતે જ વિટામીન ડી ધરાવે છે. વળી તે¬ ફાઈબરનું પણ ઊંચું પ્રમાણ ધરાવે છે જેથી તેમાંથી ઊર્જા ધીમે ધીમે રીલિઝ થાય છે અને તેથી બ્લડસુગરને નિયંત્રિત માત્રામાં રાખે છે. આથી ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તે ખૂબ લાભદાયી છે. રાગીમાં આવેલ એમિનો એસિડ સ્કીનને યુથફૂલ અને રિંકલ ફ્રી રાખે છે. ડાયેટરી ફાઇબરની ઊંચી માત્રા લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે, તેથી ભૂખ ઓછી લાગે છે. આથી વેઈટલોસ માટે તે આદર્શ છે. રાગીનો લોટ ગ્લુટન ફ્રી છે તેથી ગ્લુટનની એલર્જી ધરાવતા લોકો માટે તે ખૂબ યોગ્ય અને ઉપયોગી આહાર છે..
સ્ત્રોત: ફેમિના નવગુજરાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020