આક્રમણ : ભારતીય સંસ્કૃતિ પરનો વિદેશી આક્રમણ દરમિયાન પ્રાચીન તબીબશાસ્ત્ર આયુર્વેદને પણ બાકાત રાખવામાં આવ્યું નહોતું. ઓગણીસમી સદીની શરૂઆત સુધીમાં તો આયુર્વેદ લગભગ લુપ્ત થઈ ગયું હતું. ધીમે ધીમે આયુર્વેદ ફરી પ્રકાશિત થયું. આજે આયુર્વેદ પ્રગતિના પંથે છે જર્મની, જાપાન, અમેરિકા વગેરે દેશોમાં આયુર્વેદ પરનાં સંશોધનો એનું પ્રમાણ છે.
આસવ-અરિષ્ટ- આસવ
આરિષ્ટ એ આયુર્વેદ ઔષધનો પ્રકાર છે. દેશ- પરદેશમાં થયેલા યિસ્ટ પરનાં સંશોધનોનો આધાર લઈને આયુર્વેદના આ મહામૂલ્ય ઔષધો કેટલાં પ્રભાવક અને શક્તિશાળી છે તે આજે જાણીએ,.
યિસ્ટ- yeast શું છે
ઈટલી, ઢોંસા, જલેબી, ખમણ, ઢોકળાં વગેરે ખાદ્ય પદાર્થો આથો લાવીને (Fermentation) પ્રકિયાથી બનાવવામાં આવે છે. આ આથવણ એ એક બાયોકેમિક પ્રકિયા છે.આ આખીય પ્રકિયા પાછળ સૂક્ષ્મ જીવાણુંઓ (યિસ્ટ) છે. યિસ્ટ એ અપુષ્પ વનસ્પતિ સૃષ્ટિના ફૂગવર્ગની એ કોષીય, નરી આંખે ના દેખાય તેવી ફૂગ છે, જે બીયર, બ્રેડ વગેરેમાં આથો લાવવા માટે વપરાય છે. આપણે ઢોકળાં, ખમણ વગેરેમાં ચાશ કે દહૂં નાંખીને આતો લાવીએ છીએ એમાં લેકટોબેસિલસ વધારે પ્રકારની Yeast ફુગ છે.
આસવ-અરિષ્ટ અને પિસ્ટ
fermentation એ આખીય જૈવ રાસાયણિક પ્રકિયા આયુર્વેદમાં વપરાતાં આસવ- અરિષ્ટમાં પ્રયોજાય છે. અત્યાર સુધીનાં સંશોધનો માત્ર Food પર થયેલાં છે, પરંતુ ઔષધોમાં પ્રયોજાતી આ પદ્ધતિ ઉપર સંશોધનો થયાં નથી. કેટલાંક ઔષધો ગુણવત્તામાં ખૂબ શકિતશાળી હોય, પરંતુ બધા દર્દીઓની આંતરિક રચના તેનું અવશોષણ કરી શકતી નથી. પરંતુ ફર્મેન્ટેશનની તૈયાર કરાયેલાં ઔષધોનું ઝડપથી અવશોષણ થાય છે.
ધાન્યામ્લ
ચોખા વગેરે ધાન્યોને આથો લાવીને તૈયાર કરવામાં આવે તો એને આયુર્વેદમાં ધાન્યામ્લ કહે છે, જે પચવામાં તદ્દન હલકું છે. જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર તેમજ અરુચિનો નાશ કરનાર છે. વાયુદોષથી થતા રોગોમાં ઉત્તમ પરિણામ આપે છે.
અરિષ્ટ
એવી રીતે ઔષધિઓનો ઉકાળો બનાવી તેમાં સાકર, ગોળ અથવા મધ જેવા મધુર પદાર્થો મેળવીને મુકી રાખવામાં આવે છે, જેમાં હવામાંના કુદરતી સૂક્ષ્મ ફૂગથી પંદરેક દિવસમાં આથો આવીને બેસી જાય છે, જેને અરિષ્ટ નામની સંજ્ઞા અપાયેલી છે. એનો અર્થ થાય છે ન વિધતે રિષ્ટમ એટલે કે સર્વગુણસંપન્ન હોવાને કારણે તેના ઉપયોગથી રિષ્ટ- અશુભ કે રોગ શરીરમાં રહેતા નથી કુટભરિષ્ટા દશમૂલારિષ્ટ, વિડંગારિષ્ટ વગેરે પ્રસિધ્ધ ઓષધો આ શ્રેણીના છે.
આસવ
જ્યારે સૌમ્ય ઔષધો કે જે ઉડ્ડયનશીલ તેલયુક્ત હોય, સુગંધયુક્ત હોય તો ઉકાળવાળી તે ઊડી જાય છે. આવા ઔષધોમાં માત્ર ઠંડું પાણી, મધ અથવા ગોળ કે સાકર મેળવીને ૧૫થી ૨૦ દિવસ રાખી મૂકવામાં આવે છે. આમાં આથો આવીને જે તૈયાર થાય તેને આસવ કહેવાય છે. લોહાસવ, દ્રાક્ષાસવ, કુમાર્યાસવ વગેરે આ પંકિતનાં ઔષધો છે.
પોષણ મૂલ્ય
રશિયન વૈજ્ઞાનિક મેચિન્કાફ (Metchnikoff) કહે છે કે આથાવાળા ખાદ્ય પદાર્થો પોષણની દૃષ્ટિએ અદ્વિતીય તો છે જ, પરંતુ તે લાંબી ઉંમર પણ આપે છે.
યોગર્ટ
દૂધમાં આથો લાવીને તૈયાર કરાતાં યોગર્ટનું સેવન કરતાં બલ્ગેરિયાના રહેવાસીઓની તંદુરસ્તી અને લાંબી ઉંમરનું કારણ પણ આથાવાળા પદાર્થો છે. આંતરડામાં રહીને રોગો પેદા કરતાં જીવાણુઓનો યોગર્ટમાં રહેલો લેક્ટિક એસિડ નાશ કરે છે. યોગર્ટને આપણે દહીં, છાશ કહી શકીએ
રાસાયણિક પ્રકિયા
ફમેન્ટેશનની રાસાયણિક પ્રકિયામાં પૂરતા પ્રમાણાં પ્રાણવાયુન મળતો હોવાથી શર્કરાનું વિધટન થઈને કાર્બન ડાયોકસાઈડ અને પાણી બનવાને બદલે કાર્બન ડાયોકસાઈડ અને આલ્કોહોલ અથવા લેકિટક એસિડ જેવા એસિડ પેદા થાય છે આથો આવવાથી ખાધોની પાચનક્ષમતા અને પોષણમૂલ્ય સુધરે છે. આથો લાવનાર, પ્રોટેઝ (Proterse) અને સેલ્યુલોઝ (cellulose) નામના એન્ઝાઈમ્સનું સંશ્ર્લેષણ કરે છે પચનમાં મદદ કરે છે.
પ્રોબાયોટિક
પ્રોબાયોટિક એટલે સૂક્ષ્મ જીવાણુઓ વગેરે જેમાં યોગ્ય માત્રામાં હોય અને મનુષ્યના સ્વાસ્થ માટે હિતકારી હોય તે આયુર્વેદના આસવ અને અરિષ્ટ એ પ્રોબાયોટિક્સ જ છે.
ફર્મેન્ટેશનની પ્રકિયા દ્વારા વિટામીન B1, B2, અને વિટામીન (Vit. B3) નું પ્રમાણ વધે છે. લેક્ટિક એસિડ અને આલ્કોહોલ બીજા નુકશાનકર્તા જીવાણુઓનો નાશ કરે છે. એસિડ ચૂના સાથે ભળી કેલ્શિયમ લેકટેટ જીવાણુઓનો નાશ કરે છે. લેક્ટિક એસિડ ચૂના સાથે ભળી કેલ્શિયમ લેક્ટેટ બનાવે છે, તેથી કેલ્શિયમ શરીરમાં સારી રીતે શોષાઇ શકે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com