ગાજરમાં રહેલાં બીટા- કેરોટીન નામનું તત્વ ખૂબ અગત્ય નું છે. જે તમારી આંખ અને ત્વચાની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. આ બીટા-કેરોટીન એ વીટામીન-Aનું મૂળતત્વ છે. તેથી એ વીટામીનA તરીકે પણ ઓળખાય છે . આંખનું દ્ષ્ટિનું સ્વાસ્થ તંદુરસ્તી, જયુકસ મેમ્બેન (કોમળ આંતર ત્વચા) રોગ પ્રતિકારક શક્તિ માટે શરીરમાં વીટામીન ‘A’ જરૂરી છે.
આંખના નેત્રપટલમાં રંગોની ઝાંયનું નિર્માણ કરવાનું કામ પણ વિટામીન ‘A’ કરે છે. તેથી રેટિનોલ તરીકે પણ ઓળખાય છે. તેનાથી ઓછા પ્રકાશમાં સારી રીતે જોઈ શકાય છે. આ વિટામીનની ઊણપથી રતાંધળાપણું એટલે કે રાત્રે દેખાવાનું ઓછું અથવા તો બંધ થઈ જાય છે. આંખ સામે વાદળાં હોય એવું ધૂંધળું દેખાય. એને કારણે દૂરની વસ્તુઓ સાફ ના દેખાય. આ પ્રકારની તકલીફો ખાસ કરીને ગરીબ દેશોમાં જોવા મળે છે.
વિટામીન ‘A’ ચરબીમાં ઓગળી જાય તેવું એક વિટામીન છે. અને લીવરમાં રહે છે, માંસાહાર અને શાકાહાર બંનેમાંથી તે ઉપલબ્ધ છે.
સશક્ત એન્ટિઓક્સિડન્ટ ગણાય છે. કેન્સર, ALS (એન્યોટ્રોફિક લેટરલ સ્કેલરોસિસ), વાર્ધક્ય (Aging), સ્ટ્રોક વગેરે રોગો થવામાં જવાબદાર ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે. આ ફ્રી રેડિકલ-ટોક્સિનને આયુર્વેદ ‘આમ’ ગણે છે, જે ખોરાકના પાચનની ગરબડને કારણે પેદા થઈને શરીરમાં ફરે છે.
માંસાહારીઓને એ ઈંડા, મટન, કોડ લીવર ઓઇલ માંથી પણ મળી શકે છે, શાકાહારીઓને દૂધ, ચીઝ, શાકભાજી, અનાજ વગેરેમાંથી પ્રાપ્ત થઈ શકે છે. ગાજર તેમાં મુખ્ય છે, ગાજરમાં બીટા કેરોટીન ઉપરાંત વિટામીન-B, B2, B3, B5, B6, B9, B12, ફોલિક એસિડ, વિટામીન ‘C’, કેલ્શિયમ વગેરે તત્વો ભરપૂર પ્રમાણમાં છે.
પિત્તપ્રકૃતિવાળા લોકોએ શિયાળામાં ગાજરનો હલવો ખાવો હિતાવહ છે. કાચાં ગાજર સલાડરૂપે, ફ્રેશ જયુસ, સૂપ બનાવીને, સંભારો બનાવીને, શાક તરીકે – એમ અનેક પ્રકારે ગૃહિણીઓ ગાજરનો ઉપયોગ કરે છે. બારેય માસ ખાવા માટે ગાજરમાંથી અથાણું બનાવી શકાય છે.
શક્કરીયાં: શક્કરીયાંમાં વિટામીન ‘A’ પ્રચૂર માત્રામાં હોય છે. વિટામીન, મિનરલ્સ, જરૂરી એમિનો એસિડ, ફેટી એસિડના કારણે શક્કરીયાં સુપાચ્ય છે.
પાલક: જૈન લોકો કંદમૂળ નથી ખાતાં, માટે એમના માટે વિટામીન ‘A’નું સ્રોત પાલક છે. પાલકનો સૂપ, શાક, સલાડ, પુલાવ, પરોઠા અનેક પ્રકારે રસોઈમાં વાપરવાથી વિટામીન ‘A’ મળી રહે છે. આ ઉપરાંત કોબિજ, લાલ મરચાં, ટામેટાંમાંથી પણ વિટામીન ‘A’ પ્રાપ્ત થાય છે.
જરદાલુ: સૂકામેવામાં કાજુ, બદામ,પીસ્તા જેટલું સ્થાન જરદાલુને હજુ મળ્યું નથી, પણ જરદાલુનું નિયમિત સેવન કરનારને પૂછશો તો એમનો પ્રિય સૂકો મેવો જરદાલુ હશે. એની ખાસિયતો વિષે અજાણ, પણ પરિણામથી Good Feelings આવે છે, માટે જરદાલુમાં વિટામીન ‘A’ ઉપરાંત વિટામીન B, C, E, K છે. ઉપરાંત આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, સોડિયમ, ઝિન્ક વગેરે મિનરલ્સ પણ છે, જે તેને ખાસ બનાવે છે.
ફળો: પાકી કેરી, નારંગી, પપૈયું, સક્કર ટેટી, તડબૂચ, દ્રાક્ષ વગેરે ફળોમાંથી વિટામીન ‘A’ પ્રાપ્ત થાય છે.
અનાજ: ચણા, મસૂર, બાજરી, સોયાબીન (સફેદ) વગેરેમાં પ્રચુર માત્રામાં વિટામીન ‘A’ રહેલું છે. ઘઉં, મગ, મકાઈ, તાજા વટાણા વગેરેમાં પણ છે.
જીવંતી (ડોડી) : આ એક પ્રકારની ભાજી છે, જે ગામડાઓમાં સરળતાથી પ્રાપ્ત છે, તેનો પાવડર બજારમાં મળે છે. એક ચમચી પાવડર એક કપ દૂધમાં એક પાણી નાખીને દોઢથી બે ચમચી સાકર નાખીને ઉકળવા દેવું. બે-ત્રણ ઊભરા આવે તે પછી ઠડું કરીને પીવું. આને ડોડીનો ક્ષીરપાક કહે છે, જે આંખોનું તેજ જાળવી રાખે છે અને શરીરની અને ગર્ભાશયની ગરમી ઓછી કરીને Habitual abortion વારંવાર કસુવાવડ માટેનો અકસીર ઉપાય છે.
ત્રિફલા ઘૃત: હરડે, બહેડાં અને આમળાં, તે ત્રિફલા આ મિશ્રણને ગાયના ઘીમાં પકવવામાં આવે છે. આ ત્રિફલા ઘૃત રોજ સવારે એક ચમચી ગરમ દૂધ સાથે લેવાથી આંખની તકલીફો દૂર થઈ ‘નજર’ દૃષ્ટિ તંદુરસ્ત બને છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020