অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઔષધો

ઔષધો

ઔષધો((ગુજરાતી બારાક્ષરી પ્રમાણે)

સુચના: કોઈ અનુભવી ડૉક્ટરોની સલાહ વગર જાતે દેશી દવાઓ લેવામાં જોખમો રહેલાં છે.

અક્કલકટી

એની આયાત અલજીરિયાથી કરવામાં આવે છે. એનાં મૂળ બજારમાં મળે છે. તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આાંગળી જેટલાં જાડાં હોય છે. આ મૂળ બહારથી ભૂરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મૂળને ચાખવાથી જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રિય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફૂલી જવાં જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે. (૧) એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચૂર્ણ મિશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે. (૨) બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ યાય છે.

અખરોટ

અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નિયમિત સેવનથી

આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પિસ્તાં પણ પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે. અખરોટને સલાડમાં, દળીને નાસ્તામાં ખાઈ શકાય.

અગત્સ્ય હરીતકી અવલેહ

ઉત્તમ પ્રકારનું આ ચાટણ એકથી બે ચમચીસવાર-સાંજ ખાલી પેટે લેવાથી ક્ષયરોગ, દમ, ઉધરસ, શરદી, એલજી જેવા કફના રોગો અને સંગ્રહણી જેવા રોગોમાં લાભ થાય છે. આ ઔષધ ઉત્તમ રસાયણ પણ હોવાથી ચામડીની કરચલીઓ પડવી, અકાળે વાળ સફેદ થવા, વાળ ખરવા વગેરે વિકૃતિઓમાં પણ હિતાવહ છે. એ બળસ્થ, વીર્યવર્ધક તથા શરીરના વર્ણને સુધારનાર છે. દૂધ કે ઘી સાથે તેનું સેવન કરવાથી ઉત્તમ પ્રકારની પુષ્ટતા પ્રાપ્ત થાય છે. લગભગ દરેક ફાર્મસીમાં એ મળે છે.

અગ્નિતુંડી વટી મોટા ભાગના રોગોનું મૂળ કારણ અગ્નિમાંધ હોય છે. એનું શ્રેષ્ઠ ઔષધ

અગ્નિતુંડી વટી  જે બજારમાં મળે છે તે છે. સવાર-સાંજ એક એક ગોળી નવશેકા દૂધ સાથે લેવી. પંદર દિવસ પછી એક અઠવાડિયું બંધ કરવી. સતત એકધારું અને પિત્તના રોગોમાં સેવન ન કરવું. એનાથી જઠરાગિન પ્રદીપ્ત થાય છે, આમનું પાચન થાય છે, સંધિવા, આમવાત, અર્દિત(અડદિયો) વા, કંપવા, પક્ષાઘાત, અરુચી, અજીર્ણ, આફરો, ગેસ, પેટની ચૂંક વગેરે મટે છે.

અગ્નિમુખ ચૂર્ણ હિંગ ૧૦ ગ્રામ, વજ ૨૦ ગ્રામ, પીપર 30 ગ્રામ, સુંઠ ૪૦ ગ્રામ, અજમો પ0 ગ્રામ, હરડે 90 ગ્રામ, ચિત્રકમળ ૭૦ ગ્રામ અને કુક ૮0 ગ્રામ લઈ બધાંને ભેગાં ખાંડી બનાવેલા ચુર્ણને અગિનમુખ ચૂર્ણ કહે છે. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી અજીર્ણ, શૂળ, બરોળવદ્ધિ, મળાવોધ, ઉદરરોગ, ગેસ, ખાંસી અને દમ મટે છે. પાચનની ગરબડમાં આ ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે. એ જઠરાગિન પ્રદીપ્ત કરે છે. રોગ અનુસાર આ ચૂર્ણ મધ, દહીં કે છાસ સાથે લઈ શકાય.

અજમો અજમો આહારનું પાચન કરાવનાર, ગરમ, વાયુનાશક, ફેફસાની સંકોચ

વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને અટકાવનાર, દુર્ગધનાશક, વ્રણ-ચાંદાં-ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજિત કરનાર, કૃમિનાશક છે. અજમાનું પાથી અડધી ચમચી ચૂર્ણ અને તેનાથી અડધો સંચળ કે સિંધવ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની તકલીફ મટે છે.

અજમોદાદી ચૂર્ણ

અજમો, વાવર્ડિંગ, સિંધવ, ચિત્રકમળ, પીપરીમૂળ, દેવદાર, લીડીપીપર, વરિયાળી અને કાળાં મરી દરેક ૧૦-૧૦ ગ્રામ, હરડે પO ગ્રામ અને વરધારો ૧૦૦ ગ્રામને ભેગાં ખાંડી બનાવેલા ચુર્ણને અજમોદાદિ ચૂર્ણ કહે છે. અડધીથી એક ચમચી આ ચૂર્ણ સહેજ ગરમ પાણી સાથે લેવાથી સોજા, આમવાત, સંધિવા, સાયટીકા-રાંઝણ, નિતંબ, કમર, સાથળ, પડખા, પીઠ, ઢીંચણ, પંીઠંડી, પગના તળિયામાં થતો દુ:ખાવો મટે છે. કંપવામાં પણ ખૂબ જ ફાયદો થાય છે. સર્વ પ્રકારના વાયુના દર્દીનું આ ઉત્તમ ઔષધ છે.

અડદ

અડદ પરમ પૌષ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે, જે શરીરના સ્નાયુઓને સુદૃઢ કરે છે. અડદ પચવામાં ભારે, મળમૂત્રને સાફ લાવનાર, સ્નિગધચીકણા, પચ્યા પછી મધુર, આહાર પર રુચિ ઉત્પન્ન કરાવનાર, વાયુનાશક, બળપ્રદ, શુક્રવર્ધક, વાજીકર એટલે મૈથુન શક્તિ વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હૃષ્ટપુષ્ટ કરનાર, તથા હરસ, અર્દિત-મોંઢાનો લકવા, શ્વાસ, પાર્શ્વશુળ અને વાયુનો નાશ કરનાર છે. અડદનો ઉપયોગ કરવાથી સેક્સ વધે છે. આથી જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખવાય છે. અડદ બળ આપનાર અને વાયુનાશક છે. આયુર્વેદમાં અડદને શુક્રલ કહ્યા છે. અડદથી શુક્રની-વીર્યની વૃદ્ધિ થાય છે. અડદ પુરુષાતનને ઝડપથી વધારે છે. વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધિ થાય છે. અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તિમૈથુનશક્તિ વધારે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતાં હોય તેમણે અડદ અને અડદિયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. જેમને સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે તો અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે. આવી તકલીફવાળાએ તો લાંબા સમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદનાં વડાં અને અડદિયો પાક નિયમિત ખાવાં જોઈએ.

અતિવિષની કળી

અતિવિષની કળી કંઈક ગરમ, તીક્ષણ, અગ્નિદીપક, ગ્રાહી

મળને બાંધનાર, ત્રિદોષશામક, આમાતિસાર, કફપિત્તજવર, ઉધરસ, વિષ, ઊલટી, તુષા, કૃમિ, મસા, સળેખમ, અતિસાર અને સર્વ વ્યાધિહર ગણાય છે. અતિવિષ સર્વદોષહર, દીપનીય-પાચનીય અને સંગ્રાહક ઔષધ તરીકે સર્વોત્તમ છે. જે રોગમાં જઠરાગિનને પ્રદીપ્ત કરવાની, આહારને પચાવવાની તથા મળને બાધવાની ક્રિયા કરવાની હોય તથા પ્રકોપ પામેલા વાયુ, પિત્તાદિ દોષોને શાંત કરવાની જરૂર હોય તેમાં અતિવિષ સર્વોત્તમ છે. આ ઉપરાંત અતિવિષ લેખનીય -ચોંટલા મળને ખોતરીને ઉખાડવાનો- ગુણ પણ ધરાવે છે. અતિવિષની કળી ધોળી, કાળી અને પીળી એમ ત્રણ પ્રકારની મળે છે. પણ ઔષધમાં ધોળીનો જ ઉપયોગ થાય છે. કળી ભાંગીને સફેદ હોય તે જ લાવીને વાપરવી. અતિવિષ અતિસાર-ઝાડાનું ઉત્તમ ઔષધ છે. કોઈ પણ પ્રકારના ઝાડામાં દીપન, પાચન અને સંગ્રાહી ઔષધની જરૂર હોય છે. અતિસારમાં આ ત્રણે ગુણ છે અને તે આમનાશક પણ છે. આથી અતિસારમાં સુંઠ અને અતિવિષા બંનેનું પ-પ ગ્રામ ચૂર્ણ ૧ કિલો પાણીમાં નાખી મંદ તાપે ઉકાળવું. અડધું પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી લીંબુનો કે દાડમનો રસ ઉમેરી પી જવું. એનાથી આમનું પાચન થાય છે, જઠરાગિન પ્રદીપ્ત થાય છે અને પાતળા ઝાડા બંધ થાય છે. કોઈ પણ પ્રકારના પાતળા ઝાડામાં આ ઉપચાર કરી શકાય. અતિવિષ દીપન, પાચન અને સંગ્રાહી છે. તેથી તે ઝાડાનું ઉત્તમ ઔષધ છે. તે આમનાશક હોવાથી આમાતિસારમાં સુંઠ અને અતિવિષા અડધી-અડધી ચમચી બે ગલાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ગાળીને ઠંડુ પાડી એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી જઠરાગિન પ્રદીપ્ત થઈ આમનો નાશ થાય છે, તેમ જ મળ બંધાઈ જવાથી અતિસાર મટે છે. રક્તાતિસાર અને પિત્તાતિસાર સિવાયના ઝાડામાં આ ઉપચારથી ફાયદો થાય છે. અતિવિષા એ નામ પ્રમાણે બિલકુલ ઝેરી નથી.

અનનાસ

પાકુ અનનાસ મૂત્રલ, કૃમિનાશક અને પિત્તશામક છે. તે ગરમીના

વિકારો, પેટના રોગો, બરોળવુદ્ધિ, કમળો, પાંડુરોગ વગેરે મટાડે છે. સગર્ભાને તથા ભૂખ્યા પેટે અનનાસ નુકશાનકારક છે. પાકા અનાનસના રસમાં બમણી સાકર ઉમેરી જરૂરી પાણી નાખી શરબત બનાવી પીવાથી હૃદયને બળ મળે છે તથા ગરમી, બળતરા શાંત થાય છે.

અભયાદિ ક્વાથ

અભયા એટલે હરડે. એની સાથે નાગરમોથ, ધાણા, રતાંજળી, પદ્મકાષ્ઠ, અરડૂસો, ઈન્દ્રજવ, વાળો, ગળો, ગરમાળાનો ગોળ, કાળીપાટ, સુંઠ અને કડુ સમાન વજને લઈ ભેગાં ખાંડી અધકચરો ભૂકો કરવો. બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં નાખી એક કપ જેટલું બાકી રહે ત્યાં સુધી ઉકાળી થોડું પીપરનું ચૂર્ણ મેળવી સવાર-સાંજ તાજો બનાવી પીવાથી દાહ-બળતરા, ઉધરસ, દમ, આળસ, સુસ્તી, ત્રિદોષજ તાવ વગેરે તકલીફો મટે છે. એ ભૂખ લગાડનાર, ખોરાકનું પાચન કરાવનાર તથા મળમૂત્ર સાફ લાવનાર ઉત્તમ ઔષધ છે.

અમૃતપ્રભા ચૂર્ણ

આમળાં, અક્કલકરો, સિંધવ, ચિત્રક, મરી, અજમો, લીડીપીપર અને હરડે દરેક દસ-દસ ગ્રામ અને સુંઠ વીસ ગ્રામ બધાંનું ચૂર્ણ બનાવી એ ચૂર્ણ પલળે એટલો બીજોરાનો રસ તેમાં મેળવવો. પછી ચૂર્ણ સૂકાઈ જાય ત્યાં સુધી એને ખૂબ જ લસોટવું. એને અક્કલકરાદિ .િ પણ કહે છે. આ ચૂર્ણ અડધીથી એક ચમચી દરરોજ સવાર-સાંજ લેવાથી મંદાગ્નિ, અરુચિ, ઉધરસ, ગળાના રોગ, દમ-શ્વાસ, શરદી-સળેખમ, ફેફરું, સન્નિપાત, વગેરેમાં ખૂબ જ ફાયદો થાય છે.

અમૃતરસ ગળોનું વસ્ત્રગાળ પૂર્ણ પ૦૦ ગ્રામ, ગોળ ૮૦ ગ્રામ અને ધી ૧૦૦ ગ્રામના મિશ્રણને અમૃતરસ કહે છે. પુખ્તવયના માણસોને એક ચમચી અને બાળકોને અડધી ચમચી આ ઔષધ સવાર-સાંજ આપવાથી તેમ જ પથય અને પરિમિત આહાર લેવાથી વાળની ધોળાશ, વૃદ્ધાવસ્થા, જવર, વિષમજવર, પ્રમેહ, વાતરક્ત અને નેત્રરોગ થતા અટકે છે. આ રસાયન પ્રયોગ કરનારને કોઈ રોગ જલદી થતો નથી. જે ઔષધ તંદુરસ્તી જાળવી રાખે, જલદી ઘડપણ આવવા ન દે, વાળ સફેદ થતા અટકાવે અને દીર્ધ જીવન આપે તેને રસાયન ઔષધ કહેવાય છે. રસાયન ઔષધ ત્રિદોષનાશક હોવાથી તે વાયુ, પિત્ત અને કફના રોગોમાં પણ આપવામાં આવે છે, જે સહાયક ઔષધ બને છે.

અરડૂસી

અરડૂસી ક્ષયમાં ખૂબ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની

સાથે પણ અરડૂસીનો ઉપયોગ થઈ શકે. સૂકી અને કફવાળી બંને ઉધરસમાં અરડૂસી ખૂબ હિતાવહ છે. કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસી સારું કામ કરે છે. (૧) અરડૂસીનાં તાજાં પાનને ખૂબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટો પડે છે. (૨) નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે. (3) અરડૂસીના અવલેહને વાસાવલેહ કહે છે. તે ખાંસી, દમ અને સસણીમાં સારું પરિણામ આપે છે. (૪) પરસેવો ખૂબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીનાં સૂકાં પાનનું ચૂર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે. (પ) અરડુસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રકતપિત્ત, કફજવર, ફ્લ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.

અરણી

અરણીનાં વૃક્ષ ૧૦થી ૧૨ ફૂટ ઊંચાં થાય છે. એને અતિ સુગંધિત ફૂલ આવે છે. અરણી તીખી, મધુર, કડવી, તુરી, ગરમ અને અગ્નિદીપક છે. વાયુ, સળેખમ, કફ, સોજો, હરસ, આમવાત, મેદ, કબજિયાત અને પાંડુરોગનો નાશ કરે છે. (૧) અરણીનાં પાન વાટી તેનો લેપ કરવાથી સોજા મટે છે. (૨) અરણીનાં મૂળ પાણીમાં વાટી મોંઢા પર લગાડતાં મુખ પરના કાળા ડાઘા મટે છે. (એને વ્યાંગ કહે છે.) (3) અરણીનાં પાન લસોટી લેપ કરવાથી અંડકોષનો સોજો મટે છે. (૪) સવાર-સાંજ અરણીના મૂળના ચૂર્ણ અથવા ઉકાળામાં ચણા જેટલું શિલાજીત નાખી પીવાથી મેદ ઓછો થાય છે. (પ) બકરીના તાજા દૂધમાં અરણીનાં મૂળ વાટી લેપ કરવાથી ચામડીના ઘણા નવાજૂના રોગ મટી જાય છે. (૬) ગડગમડ કે ગાંઠ ઉપર અરણીના મૂળને દૂધમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે, ઓગળી જાય છે.

અરીઠાં

અરીઠાં અતિ ઉત્તમ ઔષધ છે. સંસ્કૃતમાં એને અરિષ્ટ(જેના ઉપયોગથી કોઈ અનિષ્ટ થતુછુ નથી) કહે છે. અરીઠાં સ્વાદમાં તીખાં, કડવાં, લઘુ, સ્નિગધ, તીક્ષણ, પચ્યા પછી પણ તીખાં, ગરમ, મળને ખોતરનાર, ગર્ભપાત કરાવનાર તથા વાયુ, કુષ્ઠ, ખંજવાળ, વિષ અને વિસ્ફોટકનો નાશ કરનાર છે. (૧) અરીઠાંનું પાણી પીવડાવવાથી ઊલટી થતાં વિષ નીકળી જાય છે. (૨) અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધિ થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મિનિટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મિનિટ માથા પર રહેવા દેવું. (3) બાળકને પેટમાં ચુંક આવતી હોય, આફરો ચડયો હોય, પેટમાં કૃમિ થયા હોય તો પેટ પર અરીઠાનું ફીણ લગાડવાથી થોડી વારમાં શાંતિ થાય છે અને કરમિયા હોય તો નીકળી જાય છે.

અર્જુન

અર્જુન વૃક્ષની છાલ સફેદ હોય છે. એ હૃદયરોગનું ઉત્તમ ઔષધ છે. જો લોહીનું દબાણ વધારે ઉચું રહેતું હોય તો અર્જુન-સાદડનો ઉપયોગ કરવો નહિ, કેમ કે એ લોહીનું દબાણ વધારે છે. એની છાલમાં કેલ્શિયમનું પ્રમાણ સારું એવું છે, જેથી એ રક્તસાવને જલદી બંધ કરે છે, ભાંગેલું હાડકું જલદી સંધાઈ જાય છે. રક્તસાવમાં અર્જુન અને અરડુસી ખૂબ ઉપયોગી છે. અર્જુનની છાલનું અડધીથી એક ચમચી ચૂર્ણ, ત્રણ ચમચી અરડૂસીનો રસ અને એક એક ચમચી ઘી, મધ અને સાકર મિશ્ર કરી દૂધ સાથે લેવાથી ઉર:ક્ષત-ટીબીની કેવિટી ધીમે ધીમે મટી જાય છે. ખાંસી સાથે કફમાં લોહી પડતું બંધ થાય છે. આ સિવાય એક એક ચમચી અર્જુન, ઘી, સાકર, ચાર ચમચી ઘઉંનો લોટ અને જરૂર પૂરતું દૂધ લઈ શીરો બનાવી ખાવાથી પણ ઉપરોક્ત લાભ થાય છે. એક ચમચી અર્જુનનું ચૂર્ણ ગોળના પાણી સાથે કે મલાઈ વગરના દૂધ સાથે લેવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે અને આયુષ્ય લંબાય છે. એ ઉપરાંત ક્ષય, જીર્ણજવર, રક્તપિત્ત, હરસ, રક્તસાવ, મૂત્રાવરોધ વગેરે મટે છે. અર્જુન રસાયન ગુણ ધરાવતું હોવાથી બળપ્રદ અને આયુષ્યપ્રદ છે. પેશાબ સાફ લાવે છે. આથી સોજા આવ્યા હોય તો સવાર-સાંજ લેવાથી ઊતરી જાય છે. ચણ લેવું ન ફાવે તો ઉકાળો બનાવીને લઈ શકાય, બજારમાં મળતાં અર્જુનારિષ્ટ કે અર્જુનાસવ લઈ શકાય. ગુજરાતમાં જેને સાજડ કે સાદડ કહે છે તેને સંસ્કૃતમાં ‘અર્જુન’ કહે છે. એની બહારની છાલ એકદમ લીસી અને સફેદ હોય છે. અંદરની છાલ લાલાશ પડતી, જાડી અને નરમ હોય છે. અર્જુન શીતળ, હૃદય માટે હિતાવહ, ક્ષતિક્ષય, વિષ, રક્તવિકાર, મેદ, પ્રમેહ તથા ચાંદાં મટાડનાર છે. અર્જુનની છાલનો ક્ષીરપાક હૃદયના રોગોમાં આપવાથી ઉત્તમ લાભ થાય છે. અર્જુનની છાલની ક્રિયા કષાયામલ તથા ચૂના જેવી થાય છે, જે રક્તવાહિનીઓનું સંકોચન કરાવતી હોવાથી રક્તભ્રમણ વધે છે તેથી હૃદયની પોષણક્રિયા સારી થાય છે.

અશોક

આસોપાલવ એ અશોક નથી. અશોકનાં વૃક્ષો આંબાનાં જેવાં ઘેઘુર-વિશાળ થાય છે. એનાં પાન પણ આંબાનાં જેવાં જ હોય છે. એનાં ફળ ગ્રીષ્મમમાં જાંબુ જેવાં થાય છે, જે ખાઈ ન શકાય તેવાં અત્યંત કડવાં હોય છે. અશોક શીતળ, કડવું, ગ્રાહી, વર્ણપ્રદ, તૂરું હોય છે. તે શોષ, અપચો (ગળા પર થતી ગાંઠ), દાહ, કૃમિ, સોજો, વિષ અને રક્તના વિકારો મટાડે છે. અશોકની છાલ રક્તપ્રદર-લોહીવા મટાડે છે. એની છાલમાંથી બનાવાતું દ્રવ અશોકારિષ્ટ અનેક સ્ત્રીરોગોમાં વપરાય છે. અશોકની છાલ સ્ત્રીરોગોમાં ખૂબ ઉપયોગી ઔષધ છે. (૧) એક ગલાસ ગાય કે બકરીના દૂધમાં એટલું જ પાણી ઉમેરી એક ચમચી અશોક વૃક્ષની છાલનું ચૂર્ણ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠંડુ કરી. સવાર-સાંજ પીવાથી અને આહારમાં ગરમ પિત્તવર્ધક દ્રવ્યોનો ત્યાગ કરી, સંપૂર્ણ આરામ કરવાથી રક્તપ્રદર-લોહીવા મટે છે. એમાં બજારમાં તૈયાર મળતું અશોકારિષ્ટ પણ ઉત્તમ છે. (૨) સવાર-સાંજ જમ્યા પછી બે ચમચી અશોકારિષ્ટમાં થોડું પાણી ઉમેરી પીવાથી વધુ પડતા માસિક-લોહીવાની તકલીફ તથા ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે.

અશ્વગંધા

એક ગ્લાસ બકરીના દૂધમાં એટલું જ પાણી ઉમેરી, એક ચમચી

અશ્વગંધાનું ચૂર્ણ અને સાકર નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ ક્ષયના મુખ્ય ઔષધો સાથે પીવાથી જલદી ફાયદો થાય છે. જેમનું શરીર ખૂબ જ પાતળું-કૃશ પડી ગયું હોય તથા વજન વધતું જ ન હોય તેઓ પણ આ ઉપચાર કરી શકે.

અષ્ટમંગલ ઘૃત

બજારમાં એ તૈયાર પણ મળે છે. વજ, કઠ, બ્રાહી, સફેદ સરસવ, અનંતમૂળ, સિંધવ અને લીડીપીપર આ આઠ ઔષધ સરખા વજને લઈ પાણીમાં વાટી ચટણી જેવું બનાવી એમાં ચારગણું ગાયનું ધી અને સોળગણું પાણી મેળવી ધીમા તાપે ઉકાળી ફક્ત ધી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને બાટલી ભરી લેવી. આ ધી બાળકોને થોડું થોડું ચટાડવાથી બુદ્ધિ વધે છે, યાદશક્તિ તીવ્ર બને છે તથા શરીરિક અને માનસિક વિકાસ ઝડપી બને છે. ત્રણ વર્ષથી મોટાં બાળકોને અડધી ચમચી ઘી સવાર-સાંજ આપવું.

અંકોલ

અંકોલનાં ઝાડવાં પંચમહાલ તરફ ખૂબ થાય છે. અષાઢ માસમાં એનાં ફળ

પાકે છે, જેને ગામડાના લોકો ખાય છે. ફળનો રંગ રતાશ પડતો ઘેરો જાંબુડી હોય છે. ઉપરનું છોડું ઉખેડતાં અંદરથી લીચી જેવો ઘેરો સફેદ ગર્ભ નીકળે છે, જે બાળકો હોંશે હોંશે ખાય છે. અંકોલનાં ફળ કફને હરનાર છે, પચવામાં ભારે છે, મળરોધક(કબજિયાત કરનાર) છે અને જઠરાગિનને મંદ કરે છે. એ કફના રોગોમાં ઉત્તમ છે. શરીરને પુષ્ટ કરે છે તથા બળ આપે છે. એ વાયુ અને પિત્તના રોગોમાં ઉપયોગી છે. દાહ-શરીરની આંતરિક બળતરાને શાંત કરે છે.

અંધેડો

એનાથી ઘણા રોગોનો નાશ થાય છે, આથી એને સંસ્કૃતમાં અપામાર્ગ કહે

છે. અંધેડો તીખો કડવો અને ગરમ છે. એ વાયુ અને કફના રોગોમાં ઉપયોગી છે. અંધેડો ચોમાસામાં બધે થાય છે. પાણીવાળી વાડી-ખેતરોમાં બારે માસ થાય છે. એનાં પાન લંબગોળ અને છેડે અણીયાળાં હોય છે. એને લાંબી સળી ઉપર માંજર આવે છે. તેનાં ફૂલનાં મોં નીચેની તરફ અને બીજ અણીવાળાં નાનાં હોય છે. અંધેડાનાં મૂળ, બીજ, પંચાંગક્ષાર અને પાન ઔષધમાં વપરાય છે. (૧) અડધી ચમચી અંધેડાનાં બીજનું ચૂર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. (૨) એના બીજનું ચૂર્ણ સહેજ સુંઘવાથી પુશ્કળ છીંકો આવે છે અને માથાનો દુ:ખાવો મટી જાય છે. (3) અંધેડાના બીજની રાબ બે ચમચી ખાવાથી ભષ્મક (પુશ્કળ ભૂખ લાગવાનો) રોગ મટે છે.

અંજીર

લીલાં અંજીરમાં લોહ, તાંબુ, કેલ્શિયમ, વિટામીન વગેરે પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલાં છે. સુલભ હોય તો લીલાં, પાકાં, તાજાં અંજીર ખાવાં જોઈએ. સૂકાં અને લીલાં બંને અંજીર રેચક-મળ સાફ લાવનાર, મૂત્રપ્રવૃત્તિ વધારનાર, પૌષ્ટિક અને રક્તવર્ધક છે. પાંડુરોગમાં તથા દુર્બળ વ્યક્તિ, ગર્ભિણી, બાળકો, વૃદ્ધો સહુને હિતકારી છે. રોજ સવાર-સાંજ બેથી ત્રણ અંજીર ખૂબ ચાવીને ખાઈ ઉપર એક ગલાસ દૂધ પીવું.

આદુ

આદુ ચોંટી ગયેલા મળને તોડનાર, ભારે, તીક્ષણ, ઉષ્ણ, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, તીખું, પચ્યા પછી મધુર, રુક્ષ, વાયુ અને કફ મટાડનાર, હૃદય માટે હિતાવહ અને આમવાતમાં પથય છે. રસ તથા પાકમાં શીતળ છે. (૧) કાંજી અને સિંધવ કે મીઠા સાથે લેવાથી પાચક, અનિદીપક, કબજિયાત તથા આમવાતનો નાશ કરનાર છે. (૨) બે ચમચી આદુનો રસ, બે ચમચી લીંબુનો રસ અને ૧/૪ ચમચી સિંધવ જમતાં પહેલાં લેવાથી જઠરાગિન પ્રદીપ્ત થાય છે, મુખ અને હૃદયની શુદ્ધિ થાય છે, સ્વરભેદ (અવાજ બેસી જવો), ઉધરસ, દમ, અપચો, અરુચિ, મળાવરોધ, સોજા, કફ, વાયુ અને મંદાગિન મટાડે છે. (3) ભોજનની પહેલાં નમક અને અ:ાદુ સર્વ કાળે પથ્ય છે. એ જઠરાગિન પ્રદીપ્ત કરનાર, રુચિ ઉપજાવનાર અને જીભ તથા કંઠને સાફ કરે છે. (૪) તેમ છતાં કોઢ, પાંડુરોગ, મૂત્રકૃચ્છ-અટકી અટકીને પેશાબ થવો, રક્તપિત્ત, વ્રણ-ચાંદાં, જવર અને દાહ હોય ત્યારે અને ગ્રીષ્મ તથા શરદ ઋતુમાં અ:ાદુ હિતકારી નથી. (૫) ચણા જેવડા આદુના પાંચ-છ ટૂકડા એક ગ્લાસ પાણીમાં નાખી. ઉકાળવા. અડધો કપ પાણી બાકી રહે ત્યારે ઉતારી, ગાળીને એટલું જ દૂધ અને એક ચમચી સાકર નાખી સામાન્ય ચાની જેમ ધીમે ધીમે સવાર-સાંજ પીવાથી કફ, શરદી, ઉધરસ, માથાનો દુ:ખાવો તેમ જ કમર અને છાતીની પીડા મટે છે. આદુ તીક્ષણ અને ઉષ્ણ હોવાથી આ ઉપચારથી શરીરના સૂક્ષ્મ માર્ગોના અવરોધો દૂર થાય છે. આહારનું યોગ્ય પાચન થાય છે અને રસ, રક્તાદિ ધાતુઓની વૃદ્ધિ થતાં શરીર સ્વસ્થ, સુંદર બને છે. પિત્તના રોગોમાં અને પિત્ત પ્રકૃતિવાળાએ આ ઉપચાર ન કરવો. (૬) તત્વચાના રોગોમાં, કંઈ વાગ્યું હોય ત્યારે, લોહીની ઉણપ હોય, ગરમીની પ્રકૃતિ હોય, મૂત્રજનન તંત્ર વિષયક રોગ હોય કે એસિડિટી રહેતી હોય તો આદુનો પ્રયોગ કરવાથી હાનિ થાય છે. એમાં આદુ ન લેવું.

આદુ નું ચાટણ

પ૦૦ ગ્રામ આદુ છીણી પેસ્ટ બનાવી પ00 ગ્રામ ઘીમાં ધીમા તાપે

હલાવતાં હલાવતાં શેકવું. શેકતાં લાલ રંગનું થાય ત્યારે તેમાં પOO ગ્રામ ગોળની ચાસણી મિશ્ર કરી ખૂબ હલાવી બાટલીમાં ભરી લેવું. આ ચાટણથી ભૂખ લાગે છે, ભોજન પર રુચિ પેદા થાય છે, વજન વધે છે તથા કફ દૂર થાય છે. ગર્ભાશયના દોષ અને અનિયમિત માસિકમાં પણ ખૂબ હિતકર છે. પ્રસુતાએ આ ચાટણ એક-દોઢ માસ સુધી લેવું જોઈએ, જેથી ગર્ભાશયમાં બગાડ રહી જતો નથી.

આમલી

સંગ્રહણી થયો હોય એટલે આહાર પચ્યા વગર બહાર નીકળી જાય તો આમલીનાં ૧૦ ગ્રામ પાન ધોઈને અડધા કપ ચોખાના ધોવાણમાં લસોટી પેસ્ટ જેવું બનાવી સવાર-સાંજ પીવાથી અને યોગ્ય પરેજી પાળવાથી આઠ-દસ દિવસમાં મટી જાય છે. અરુચિ અને ભૂખ લાગતી ન હોય તો રાત્રે ૧૦-૧૫ ગ્રામ આમલી એક ગલાસ પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી, સોપારી જેટલો ગોળ ઓગાળી પીવાથી અરૂચિ દૂર થશે અને સારી ભૂખ લાગશે.

ટ(મoll આમળાં મૂત્રલ, ઠંડાં અને રસાયન છે. (૧) મૂત્રમાર્ગની ગરમીમાં, અનિયમિત અને ખૂબ આવતા માસિકમાં, કોઠે ગરમી-રતવા હોય અને વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભસ્થ બાળકનો વિકાસ અટકી જતો હોય તો ૧-૧ ચમચી આમળાનું ચૂર્ણ, સાકર અને શતાવરીનું ચૂર્ણ મિશ્ર કરી રોજ રાત્રે જમ્યા પછી ફાકી જવું. ઉપર દૂધ પીવું. તીખી, ગરમ, તીક્ષણ ચીજો, ગરમ મસાલો, અથાણાં, પાપડ બંધ કરવાં. (૨) આમળાં રસાયન છે, અને એનાથી કોઈપણ રોગ મટાડી શકાય છે. નવા રોગોમાં તાજાં આમળાં અને જૂના રોગોમાં સૂકાં આમળાં અસરકારક હોય છે.

આવળ

આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ

તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારક છે. (૧) એક ચમચી આવળના ફૂલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી-ઊબકા બંધ થાય છે. (૨) આવળના ફૂલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે. (૩) પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. (૪) આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળના પંચાંગનું ચૂર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે. (પ) આવળના ફૂલોને સૂકવીને બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું ગરમ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ મટે છે.

આસોતરી

આસોતરીનાં ઝાડ કાંચનારના ઝાડને મળતાં આવે છે. તે ૮ થી ૧૦ ફૂટ

જેવડાં હોય છે. તેનાં પાન કાંચનારનાં પાન જેમ મૂત્રપિંડ આકારનાં જાડાં અને મોટાં હોય છે. જેનો બીડી બનાવવામાં ઉપયોગ થાય છે. આસોતરીને ચપટી અને લાંબી શીંગો થાય છે. એની છાલ દોરડાં બનાવવામાં કામ લાગે છે. (a) આસોતરીની શીંગનું ચૂર્ણ ૧-૧ ચમચી લેવાથી મરડો અને ઝાડા મટે છે. (૨) પેશાબના રોગ, પેશાબની ગરમી અને પરમિયામાં આસોતરીના પાનનો રસ સાકર સાથે લેવો. (૩) શરીર પર સોજા ચડયા હોય તો આસોતરીના પાનને પાણીમાં વાટી, ચટણી જેવું કરી લેપ કરવો. કંઠમાળ ઉપર પણ આ લેપ કામ કરે છે. (૪) મોં આવી ગયું હોય, ગળું બેસી ગયું હોય, અવાજ બરાબર ન આવતો હોય કે ગળાના બીજા રોગોમાં આસોતરીના પાનનો ઉકાળો મોંમાં ભરી રાખી કોગળા કરવા.

આંકડો

આંકડો ગરમ છે તેથી કફ અને વાયુના રોગોમાં બહુ સારું કામ આપે છે. પરંતુ એ ઝેરી છે, તેથી તેનો સાવચેતીથી ઉપયોગ કરવો જોઈએ. (૧) નાનાં પતાસાંમાં કાણું પાડી તેમાં આંકડાના દૂધનાં બેચાર ટીપાં નાખી રાખી મૂકવાં. જ્યારે શ્વાસના રોગીને એકદમ દમનો હુમલો થાય ત્યારે આ પતાસું ખાઈ જવાથી કફ ઢીલો થઈ બહાર નીકળી જશે અને શ્વાસનો હુમલો હળવો પડશે. (૨) તલ કે સરસવના તેલમાં આંકડાનાં મોટાં, પાકાં, ભરાવદાર પાન એક એક નાખી તળવાં. પાન સાવ બળી જાય એટલે તેને કાઢી બીજું પાન તળવું. આ રીતે તૈયાર કરેલું તેલ શીશીમાં ભરી લેવું વાના દરેક જાતના દુઃખાવામાં આ તેલની માલિશ કરવાથી ફાયદો થાય છે. (3) પેટમાં દુ:ખતું હોય તો આંકડાના પાકા પાનને ગરમ કરી પેટ ઉપર બાંધવાથી પેટનો દુ:ખાવો મટે છે. (૪) આંકડો એક રસાયન ઔષધ છે. જેનાથી શરીરની સાતેય ધાતુઓનું પોષણ થાય તેને રસાયન કહે છે. એનાથી યકૃતની ક્રિયા સુધરે છે. વાયુ, પિત્ત અને કફ ત્રણે દોષોમાં આંકડાથી લાભ થાય છે. (પ) ખૂજલીખંજવાળમાં આંકડાના પાનના રસમાં હળદર મેળવી લગાડવાથી તે મટે છે. (૬) ખસનો ફોલ્લો ફોડી આંકડાનું દૂધ લગાડવાથી ખસ જલદી મટે છે. (૭) હળદરના ચૂર્ણમાં આંકડાનું દૂધ અથવા ગૌમૂત્ર મેળવી લેપ કરવાથી અથવા પેસ્ટ બનાવી શરીરે ઘસવાથી ખંજવાળ-ખૂજલી તરત જ મટી જાય છે. (૮) મોઢા પર કે શરીરના કોઈ પણ ભાગ પર કાળાશ હોય તો આંકડાના દૂધનાં થોડાં ટીપાં ગૌમૂત્રમાં મેળવી ઘસવાથી થોડા જ દિવસોમાં સુંવાળપ અને સુંદરતા આવે છે. (૯) કફ કેમે કરી છૂટો પડતો ન હોય અને કબજિયાત રહેતી હોય તો આંકડાના દૂધનાં ચારથી પાંચ ટીપાં પતાસામાં પાડી રોજ એક પતાસું સવાર-સાંજ ખાવાથી ખૂબ જ રાહત થાય છે.

ઈસપગોલ

બહુમૂત્રતામાં સાદા પાણી સાથે કાયમ સવાર બપોર સાંજ ૧-૧ ચમચો ઈસપગોલ ફાકવું.

ઉકાળો (૧) સૂકી વનસ્પતિઓનું જવકૂટ મિશ્રણ ભેગું કરી ડબ્બામાં ભરી રાખી શકાય. (૨) લીલી વનસ્પતિ જેટલી તાજી તેટલી સારી. તેને ઉકાળો બનાવતી વખતે જ ફૂટીને મેળવવી જોઈએ. (૩) ઉકાળો પલાળવા કે ઉકાળવા સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. (૪) ઉકાળો પલાળો ત્યારે ઢાંકો અને ઉકાળો ત્યારે ન ઢાંકો. (પ) ધીમા તાપે ઉકાળવાથી ઉકાળો વધુ ગુણકારી બને છે. (૬) ઉકાળાના દ્રવ્યોનો

વધુમાં વધુ બે જ વખત ઉકાળો બનાવવામાં ઉપયોગ કરવો. (૭) ઉકાળો તાજો અને ગરમ ગરમ જ પીવો, આગલા દિવસનો વાસી ઉકાળો પીવો નહિ કે તેનું તૈયાર પ્રવાહી પીવું નહિ. (૮) ઉકાળો દિવસમાં એક કે બે વાર પીવો. તે ખાલી પેટે વધુ લાભ આપે છે. એટલે સવારે નરણે કોઠે કંઈ પણ ખાધા વગર તેને લેવાનો સમય ઉત્તમ છે. (૯) ઉકાળામાં મધ મેળવવાનું હોય તો તે ઠરે પછી જ મધ ઉમેરવું. (૧૦) એમાં તજ, લવિંગ, એલચી જેવાં સુગંધી દ્રવ્યો મેળવવાનાં હોય તો ઉકાળો બનાવ્યા પછી પીતી વખતે ચૂર્ણના રૂપમાં મેળવીને લેવાં. અગાઉથી ન નાખવાં. (૧૧) ઉકાળામાં સાકર નાખવી હોય તો વાયુમાં ચોથા ભાગે, પિત્તમાં અડધા ભાગે અને કફમાં સોળમા ભાગે નાખવી. (૧૨) ઉકાળામાં મધ નાખવાનું હોય તો વાયુમાં સોળમા ભાગે, પિત્તમાં આઠમા ભાગે અને કફમાં ચોથા ભાગે નાખવું. (૧૩) ઉકાળામાં દૂધ, ઘી, તેલ, ગોમૂત્ર, ગોળ જેવા પ્રવાહી લેવાનાં હોય તો ૨૦ મિ.લી. જેટલાં લેવાં. બીજાં સુગંધી દ્રવ્ય મેળવવાનાં હોય તો 3 થી ૪ ગ્રામ લેવાં.

ઉત્તમ રસાયન

શંખપુષ્પી, બ્રાહી, ગળો. ગોખરું, આમળાં, જેઠીમધ અને શતાવરી દરેકનું ૧૦૦ ગ્રામ બારીક ચૂર્ણ, લોહ ભસ્મ અને યશદ (જસત) ભસ્મ ૧૨-૧૨ ગ્રામને સારી રીતે મેળવી ૨ થી ૪ ગ્રામ બપોરે અને સાંજે જમ્યા પછી લેવું પંદર દિવસ પછી બંધ કરવું. ફરીથી પંદર દિવસ પછી લેવું. આ રીતે નિયમિત પ્રયોગ ચાલુ રાખવાથી શરીરની ધાતુઓ અને બળ વધે છે. યાદશક્તિ સારી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ એક ઉત્તમ રસાયન છે. મધુપ્રમેહના દર્દીઓ મધુપ્રમેહની દવા સાથે આ યોગ લે તો શક્તિમાં વધારો થાય છે.

ઉમરો

ઉમરી, પીપળો, પીપર, જાંબુ અને વડ એક જ વર્ગનાં વૃક્ષો છે. એને

પંચવલકલ કહે છે. આ પાંચે વૃક્ષોની છાલ દવામાં વપરાય છે. એના ઉકાળાથી મોં પાકવું, જીભ આડી થવી, પેઢાં પાકી જવાં વગેરે મટે છે. એના ઉકાળાની બસ્તી લેવાથી આંતરડામાં પડેલાં ચાંદાં-ઘારાં, રક્ત અને પરુ સાથેના ઝાડા, અલ્સરેટીવ કોલાયસીસ વગેરે મટે છે. શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી જતું હોય તો ઉમરાનો ઉપયોગ કરી શકાય. તેની છાલ, પાન, ફળ, મૂળ બધાં જ ઉપયોગી છે.

એરંડો

એરંડો વાયુ દૂર કરે છે. તે મધુર, ઉષ્ણ અને તીક્ષણ છે. શરીરના આંતરિક

શ્રોતો-માર્ગોમાં પ્રવેશી સર્વત્ર વ્યાપી જાય છે. તે શરીરના માર્ગોની શુદ્ધિ કરે છે, વયસ્થાપન કરનાર-ઉમર જણાવા દેતો નથી, અને આરોગ્યદાયક છે. ઉપરાંત બુદ્ધિવર્ધક, બળ વધારનાર, કાંતિ અને સ્મૃતિવર્ધક છે. ગર્ભાશયના અનેક રોગોમાં, પેટના-આંતરડાના રોગોમાં, શુક્રના રોગોમાં વાયુ અને કફના રોગોમાં ઉપયોગી ઔષધ છે. (૧) જૂના વાયુના રોગમાં એરંડાના મૂળની છાલનો બે ચમચી ભૂકો બે ગલાસ પાણીમાં એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ઠંડુ પાડી બે ચમચી મધ નાખી સવાર-સાજ પીવું. એનાથી કટીશળ, કમર કે સાંધા જકડાઈ જવાં, સાંધા દુ:ખવા, પીડીઓ અને સ્નાયુઓનું કળતર, રાંઝણ વગેરેમાં ખૂબ ફાયદો થાય છે. વાયુના ઉગ્ર રોગમાં આ ઉકાળામાં એક ચમચી દિવેલ અને બે ચમચી સંઠનો પાઉડર નાખી પીવામાં આવે તો વધુ લાભ થાય છે. (૨) દિવેલ એક તદ્દન નિર્દોષ વિરેચન દ્રવ્ય છે. એ ઘણા રોગો મટાડે છે. જૂની કબજિયાત, કોઠામાં ગરમી, દૂઝતા હરસ, મળમાર્ગમાં ચીરા, વારંવાર ચૂંક આવી ઝાડા થવા, આંતરડામાં કે મળમાર્ગમાં બળતરા થવી વગેરેમાં દિવેલ ઉત્તમ ઔષધ છે. એક ગલાસ ગરમ દૂધમાં બેથી ત્રણ ચમચી કે પોતાની પ્રકૃતિ મુજબ દિવેલ નાખી રાત્ર સૂતી વખતે પીવાથી એક-બે પાતળા ઝાડા થઈ કફ પિત્તાદિ દોષો નીકળી જાય છે અને આંતરડાની શક્તિ વધે છે. (3) દરરોજ સવારે એક કપ સુંઠના ઉકાળામાં એકથી દોઢ ચમચી દિવેલ નાખી પીવાથી આમવાત મટે છે. (૪) વાયુના રોગીએ એરંડાના પાનને બાફી વાના દુ:ખાવાની જગ્યાએ બાંધવાં. (પ) પેશાબ બંધ થયો હોય કે અટકીને આવતો હોય તો એરંડાના પાનને બાફીને પેઢા ઉપર ગરમ ગરમ બાધવાથી પેશાબની છૂટ થાય છે. (૬) એરંડાના મૂળની છાલ પરમ વાતહર છે. તેને અધકચરી ખાંડી, ઉકાળો બનાવી પીવાથી તમામ પ્રકારના વાના રોગ મટે છે. (૭) એરંડાનાં બી-દિવેલાનાં ફોતરાં કાઢી ચાર-છ બીજ દૂધમાં ઉકાળી પીવાથી વાના રોગો મટે છે તથા પેટ અને પાચન તંત્રના રોગોમાં ફાયદો થાય છે.

એરંડાના પાનને બાફીને પેઢા ઉપર ગરમ ગરમ બાધવાથી પેશાબની છૂટ થાય છે. (૬) એરંડાના મૂળની છાલ પરમ વાતહર છે. તેને અધકચરી ખાંડી, ઉકાળો બનાવી પીવાથી તમામ પ્રકારના વાના રોગ મટે છે. (૭) એરંડાનાં બી-દિવેલાનાં ફોતરાં કાઢી ચાર-છ બીજ દૂધમાં ઉકાળી પીવાથી વાના રોગો મટે છે તથા પેટ અને પાચન તંત્રના રોગોમાં ફાયદો થાય છે.

એરંડાના પાનને બાફીને પેઢા ઉપર ગરમ ગરમ બાધવાથી પેશાબની છૂટ થાય છે. (૬) એરંડાના મૂળની છાલ પરમ વાતહર છે. તેને અધકચરી ખાંડી, ઉકાળો બનાવી પીવાથી તમામ પ્રકારના વાના રોગ મટે છે. (૭) એરંડાનાં બી-દિવેલાનાં ફોતરાં કાઢી ચાર-છ બીજ દૂધમાં ઉકાળી પીવાથી વાના રોગો મટે છે તથા પેટ અને પાચન તંત્રના રોગોમાં ફાયદો થાય છે.

એલચી

એલચી મોની દુર્ગધ દૂર કરે છે. એ સુગંધી, રૂચિકારક, ભૂખ લગાડનાર,

આહારનું પાચન કરાવનાર, કફ અને વાયુનો નાશ કરનાર અને ઉત્તેજક છે. હૃદયને બળ આપનાર, શ્વાસ, અંગોનો ત્રોડ, મૂત્રકૃચ્છ, ખાંસી અને ક્ષયમાં ઉપયોગી છે. અન્નનળીની શિથિલતા અને દાહ-બળતરાવાળા રોગોમાં બહુ ઉપયોગી મનાય છે. પાચકરસોની ઉત્પત્તિ ઓછી થતી હોય, પિત્તનો ઉચિત રીતે સાવ થતો ન હોય તો એલચી અમૂલય ઔષધ છે. નાની એલચી રસમાં તીખી, સુગંધિત, શીતળ, પચવામાં હલકી, કફનાશક, વાયુનાશક, દમ-શ્વાસ, ઉધરસ, હરસ અને મૂત્રકૃચ્છ મટાડે છે. નાની એલચીના દાણાનું ચૂર્ણ ઉO ગ્રામ અને શેકેલી હિંગ ૧૦ ગ્રામ મિશ્રણનું પા (૧/૪) ચમચી જેટલું ચર્ણ સવાર-સાંજ લીંબુના રસ સાથે લેવાથી પેટનો શૂળ મટે છે.

અલેચો

ખાટખટુંબો એને સંસ્કૃતમાં પર્ણબીજ કહે છે, કેમ કે એના પાનમાંથી નવો છોડ ઊગે છે. અને એના પાનથી ઘા રુઝાતો હોવાથી હિંદીમાં ઘાવપત્તા કે જખમહયાત કહે છે. આના નાના છોડ બહુવર્ષાયુ હોય છે અને કુંડામાં પણ ઉછેરી શકાય. એનાં પાન જાડાં, રસદાર અને કાંગરીવાળાં હોય છે. પાન સહેજ ખાટાં હોવાથી ગુજરાતીમાં એને ખાટખટુંબો પણ કહે છે. એના પાનનાં ભજિયાં અને ચટણી બને છે. (૧) ગમે તેવો રક્તસાવ થતો હોય તો પાન ધોઈ લસોટી તેની લુગદી ઘા પર બાંધવાથી લોહી નીકળતું બંધ થાય છે અને ઘા જલદી મટે છે. (૨) મધુપ્રમેહમાં કેટલીક વખત પાઠાં (કાર્બનકલ) પડે છે અને મોટા ગુમડાની જેમ પાકે છે. આની ઉપર એલચાનાં પાન બાંધવાથી પાઠું જલદી રુઝાઈ જાય છે. (3) એલચાના પાનના રસનાં ચાર-પાંચ ટીપાં નાકમાં પાડવાથી નસકોરીમાં નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. (૪) ચોટ વાગવી, મૂઢમાર, ગાંઠ, વ્રણ વગેરે ઉપર એલચાનાં પાન સહેજ ગરમ કરી બાંધવાથી સોજો ઊતરી જાય છે. (પ) ઘા પડયો હોય તો પાનની લુગદી કરી ઘા પર મૂકી ઉપર બીજું પાન મૂકી પાટી બાંધવાથી ઘા જલદી મટી જાય છે.

કયરીયું

ગોળથી ત્રણ ગણા કાળા તલ લઈ બંનેને ખૂબ ખાંડી-ફૂટી અથવા

મશીનમાં પીલી સુંઠ, ગંઠોડા જેવાં ઔષધીય દ્રવ્યો થોડી માત્રામાં મેળવવાં. કચરીયું સ્નિગધ, ઉષ્ણ, મધુર, થોડું તૂરું, ત્વચા અને વાળ માટે હિતકારી, વાયુનો નાશ કરનાર અને ભોજન પરની અરુચિ દૂર કરનાર છે. વજન વધારવા શિયાળામાં કચરીયું ખાસ ખાવું. ૩-૪ ચમચી અથવા પાચનશક્તિ મુજબ સવાર-સાંજ ખૂબ ચાવીને ખાવું.

કઠોળ

(૧) કઠોળમાં પ્રોટિન ઉપરાંત કેલ્સિયમ સારા પ્રમાણમાં છે. આપણે કેલ્સિયમ માટે દૂધનો ઉપયોગ કરીએ છીએ. દૂધ કરતાં કઠોળમાં અડધા પ્રમાણમાં કેલ્સિયમ છે. તે જ રીતે તેમાં ફોસ્ફરસ અને લોહ તત્વ પણ છે. લિસિથિન પણ કઠોળમાં સારા પ્રમાણમાં છે. કઠોળમાં ગંધકનું પ્રમાણ સારું હોય છે. તેને લઇને જે ગેસ ઉત્પન્ન થાય છે, તેથી દુર્ગધ આવે છે. શાકાહારી માટે કઠોળ દૂધ-માંસની ગરજ સારે છે. (૨) કઠોળને ખૂબ સારી રીતે પકવવાં જોઈએ, તો જ તે પચી શકે છે. આખાં કઠોળને ફાટીને ફૂટી જાય ત્યાં સુધી અને દાળને પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી ચેડવવી. દાળ કે કઠોળને જેમ વધુ ઉકાળો તેમ તે વધુ સુપાચ્ય બને છે.

કડવો રસ

કડવો રસ જીભ પર મૂકતાં જ બીજા રસોની ગ્રહણ શક્તિનો નાશ કરે છે. મોંઢાનો સ્વાદ બગાડી દે છે. એ મુખ સાફ કરે છે. મોં જો કડવું રહેતું હોય તો કડવાશ મટાડી મોંનો સ્વાદ-રસ સુધારે છે. મોંમાં શોષ જગાવે છે. કડવો રસ પોતે અરોચક હોવા છતાં તે અરુચિને હરનાર છે. વિષને દૂર કરનાર, કૃમિધ્યન, મૂચ, દાહબળતરા, ખંજવાળ, કુષ્ઠ, તરસ વગેરેનું શમન કરનાર છે. માંસ અને ચામડીને દૃઢ કરનાર, તાવ મટાડનાર, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, ધાવણની શુદ્ધિ કરનાર, મળને ખોતરનાર, ઢીલાપણું ઉત્પન્ન કરનાર, મેદ, ચરબી, લસીકા, પરું, પરસેવો, મળ, મૂત્ર, પિત્ત અને કફનું શોષણ કરનાર છે. એ સ્વભાવે શીતળ, રુક્ષલુખો અને પચવામાં હલકો છે. એ કંઠની શુદ્ધિ કરે છે અને બુદ્ધિશક્તિ વધારે છે.

કડવા રસનું વધુ પડતું સેવન કરવાથી એના સ્વચ્છ, લખા અને કર્કશ ગણને લીધે રસ, રક્ત, માંસ વગેરે સાતેય ધાતુઓ સૂકય છે, ઢિયં-શુક્રનો ક્ષય થાય છે, આથી નપુસંકતા પણ આવી શકે. આ કારણે જ શુક્રદોષની ખામીવાળા પુરુષના આહારમાં કડવી ચીજ બંધ કરાવવામાં આવે છે. કડવો રસ વધુ ખાવાથી શરીરના આંતરિક સોતો-માર્ગો જેમ કે પરસેવાના માર્ગો, મૂત્રવાહી, શુક્રવાહી માર્ગો વગેરે સાંકડા થાય છે. એનાથી બળક્ષય, કૃશતા-પાતળાપણું, ગલાનિ, ચક્કર, મુચર્ગ, મુખશોષ થાય છે અને સ્તબ્ધતા, સર્વાગળિ, લકવો, શિર:શૂળ, જડતા અને વેદના ઉત્પન્ન થાય છે.

કડાછાલ

કડો કે કડુ વૃક્ષને આયુર્વેદમાં કુટજ કે ઈન્દ્રજવનું વૃક્ષ કહે છે. (૧) એક ચમચી કડછાલનું ચૂર્ણ એક કપ દહીંમાં બરાબર મેળવી સવારે અને બપોરે લેવાથી જૂનો મરડો, સંગ્રહણી, ચીકણા-પચ્યા વગરના ઝાડા, આંતરડાની નબળાઈ વગેરે મટે છે. (૨) ૧૦૦ ગ્રામ કડુના ચૂર્ણમાં એટલો જ ગોળ મેળવી ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી. સવાર, બપોર, સાંજ બબ્બો ગોળી પાણી સાથે લેવાથી પિત્તની અધિકતાને લીધે ખાટા ઓડકાર-ઊલટી, પેટમાં બળતરા, મોંની કડવાશ, પૈતિક શિર:શૂળ, જેવી તકલીફો મટે છે. વળી પાચનક્રિયામાં સુધારો થતાં શરીરની નિર્બળતા પણ મટે છે.

કમળ

કમળ અ:ાયુર્વેદનું એક ઉત્તમ ઔષધ છે. એ શીતળ, મધુર, કફ અને પિત્તનો નાશ કરનાર, શરીરનો વર્ણ સુધારનાર, તરસ શાંત કરનાર, બળતરા તેમજ ઝેરની અસર મટાડનાર, પિત્તથી થનારી ચામડીની અને લોહીની વિકૃતિઓ અને અમલપિત્ત

વગેરેમાં ઉપયોગી છે. સફેદ કમળમાં શીતળતા અને મધુર રસ અધિક હોવાથી પિત્તના રોગોની શાંતિ માટે અતિ ઉત્તમ છે. લાલ કમળમાં રક્તના દોષોને દૂર કરવાનો અને મૈથુનશક્તિ વધારવાનો વિશેષ ગુણ છે. કમળની પાંખડીઓ રસાયનમાં શ્રેષ્ઠ, શરીરને સુદૃઢ કરનાર તથા વાળને કાળા કરનાર છે. અ:ાધુનિક મત મુજબ કમળની પાંખડીઓ હૃદયને બળ અ:ાપનાર, રક્તસાવને રોકનાર, પેશાબ વધારનાર તથા પેશાબનો સ્વાભાવિક રંગ અ:ાપનાર છે.

કરંજ

કરંજનો સ્વાદ તીખો, કડુચી, સહેજ કડવો, તુરો હોય છે. એનું દાતણ કરવાથી

દાંત બગડતા નથી, મોંની દુર્ગધ મટે છે, ચીકાશ દૂર થાય છે અને આહાર પર રૂચિ ઉત્પન્ન થાય છે. પેટમાં ગેસ થતો હોય, વાનો ગોળો થતો હોય, ભૂખ ન લાગતી હોય અપચા જેવું રહેતું હોય તો કરંજના પાનનું પાથી અડધી ચમચી ચૂર્ણ એક ગલાસ મોળી છાસમાં નાખી પીવાથી લાભ થાય છે. હરસમાં પણ આ ઉપચાર ખૂબ સારો છે. શરીરના કોઈ પણ ભાગમાં દુ:ખાવો થતો હોય તો સહેજ ગરમ કરેલાં કરંજનાં પાન બાંધવાથી શીઘ ફાયદો થાય છે. કરંજના બીજનું તેલ ત્વાચાના અનેક રોગોમાં ઉપયોગી છે. ગુજરાતમાં કણઝા નામે એક મોટું વૃક્ષ થાય છે, જેનો ઔષધમાં ઉપયોગ કરી શકાતો નથી, કેમ કે એ બહુ જ ગરમ છે. કેટલીક જગ્યાએ એને પાપડી, સૌરાષ્ટ્રમાં ચરેલ અને હિન્દીમાં ચિરબિલ કહે છે.

કરિયાતુ

કરિયાતુ ભૂખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, બળતરાની શાંતિ કરનાર, કટુ-પૌષ્ટિક, જવરદન, મળને સરકાવનાર, લોહીબગાડ, હરસ, ખાંસી, સોજો અને કોઈપણ પ્રકારના તાવમાં ઉપયોગી છે. કરિયાતુ, કડુ, કાંચકા, કાળી જીરી અને કાળી દ્રાક્ષ દરેક અડધી અડધી ચમચી લઈ બધાંનો અધકચરો ભૂકો કરી એક ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. એને કપડાથી ગાળી ઠંડુ પડે પી જવું. આ ઉકાળો સવાર-સાંજ તાજો બનાવી પીવાથી જૂનો તાવ મટે છે. મળ સાફ ઊતરે છે તેમ જ કૃમિ હોય તો નીકળી જાય છે. લીવરના રોગોમાં પણ આ ઉકાળો સારું કામ આપે છે. એકલા કરિયાતાનો ઉકાળો પણ લઈ શકાય. ગુજરાતમાં કરિયાતાના બેથી ચાર ફૂટના નાના છોડ થાય છે. એનાં પાન મરચી જેવાં અને ફૂલ સફેદ હોય છે. પાન અતિ કડવાં હોય છે, પરંતુ આ સાચું કરિયાતુ નથી. સાચું કરિયાતુ હિમાલયમાં થાય છે. એને કાલમેઘ કહે છે. એ દીપન, પાચન, કડવું અને પૌષ્ટિક છે. નાનાં બાળકો માટે એ સારી દવા છે. યકૃતવૃદ્ધિની દવા માટે પણ એ ઘણું પ્રખ્યાત છે. એમાંથી બનતી “કાલમેઘ નવાયસ” નામની દવા બાળકોને થતા પાંડુરોગ, જીર્ણજવર અને યકૃતના રોગોમાં વપરાય છે. આ દવા બેથી ત્રણ ચોખાભાર મધમાં ચટાડવી. બાળકોનું એ ઉત્તમ ઔષધ છે.

કંકોડાં

કંકોડાનો રસ ચોપડવાથી અને તેનું શાક ખાવાથી સફેદ કોઢનો મટે છે. એનાથી ચામડીના બધા જ રોગો, મોળ-ફીક આવવી, અરુચિ, શ્વાસ, મધુપ્રમેહ, કફના

રોગો, ઉધરસ તથા તાવ મટે છે. એ જઠરાગિન પ્રદીપ્ત કરે છે. કંકોડીના પાનનો રસ સોજા પર લગાડવાથી સોજા ઊતરી જાય છે.

કંઠસુધlરક વટી

જેઠીમધનો શીરો ૭૦ ગ્રામ, કપુર, એલચી અને લવિંગ દરેક ૧૦-૧૦ ગ્રામ, જાવંત્રી ૨૦ ગ્રામ અને અજમાનાં ફૂલ અઢી ગ્રામ એક સાથે ખૂબ ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણને એક કલાક સુધી કાથાના પાણીમાં લસોટી મગ જેવડી ગોળીઓ વાળી છાંયડામાં સૂકવવી. બબ્બો ગોળી દિવસમાં ત્રણ-ચાર વાર મોંમાં રાખી ચૂસવાથી અવાજ બેસી જવો, ગળાની બળતરા, કાકડા, ઉધરસ, વગેરે ગળાના રોગો તથા અરુચિ, ઉબકા, અજીર્ણ, ઉદરસ્થ વાયુ, કફ, શરદી વગેરેમાં લાભ થાય છે.

કાકડી

કાકડી ઠંડી, રૂક્ષ, ગ્રાહી, મધુર, ભારે, રૂચિકારક અને પિત્તનાશક કે કોઈકને પિત્તકારક પણ છે. પાકી કાકડી તરસ, અગિન અને પિત્ત વધારનારી છે. (૧) મૂત્રમાર્ગની પથરી, પેશાબમાં શર્કરા અને કષ્ટ સાથે ટીપે ટીપે પેશાબ થતો હોય તો કાકડીના બીનું ૩-૪ ગ્રામ ચૂર્ણ ૧ કપ દ્રાક્ષના રસ સાથે લેવાથી મટે છે. (૨) કાકડી મૂત્રલ છે. પેશાબ બંધ થઈ ગયો હોય તો એક ચમચી કાકડીનાં બી બારીક લસોટી એક ગલાસ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી પીવાથી અથવા કાકડીના બીનું પાંચ ગ્રામ ચૂર્ણ, પાંચ ગ્રામ જીરુ અને પાંચ ગ્રામ સાકર પાણીમાં ખૂબ હલાવી કપડાથી ગાળી સવાર, બપોર, સાંજ પીવાથી પેશાબ છૂટે છે. (૩) શરીરની આંતરિક ગરમી દૂર કરવા કૂણી કાકડીમાં ચીરો પાડી સાકરનું બારીક ચૂર્ણ ભરી એકાદ કલાક પછી કાકડી ખાઈ જવી.

કક્દાશીન્ગી

(૧) કાકડાશિંગીના સેવનથી નવો કે જૂનો શ્વાસનલિકાનો સોજો મટે છે. જૂનો કફ બહાર કાઢે છે. અને નવો થતો નથી. (૨) બાળકોના શ્વાસ, ઉધરસ, સસણી, એલર્જામાં કાકડાશિંગી અને અતિવિષની કળી બંને એકથી બે રતિ મેળવી મધ સાથે દિવસમાં બેથી ત્રણ વખત આપવું. બાળકની ઉમર પ્રમાણે માત્રા આપવી. (3) કાકડા(ટોન્સિલસ)માં કાકડાશિંગી હળદર સાથે આપવી. કાકડાશિંગીનો ૧ ગ્રામનો ફાંટ બનાવી દિવસમાં ત્રણ વખત પાવાથી પણ સારું પરિણામ આવે છે. (૪) કાકડાશિંગી, ગળો, જેઠીમધ, વિડંગ, હરિતકી, ભારંગમળ અને રોહિતક સમાન ભાગે લઈ બનાવેલા કવાથને શ્રગયાદિ કવાથ કહે છે. એ શ્વાસ, ઉધરસ, અજીર્ણમાં અત્યંત ઉપયોગી છે. ૧૦ થી ૨૦ ગ્રામનો ઉકાળો બનાવી ઠંડો કરી મધ ઉમેરી ત્રણ વખત ՆԱ dl.

કાચકા

કાચકાને થોડા શેકી તેની મીજનું ચૂર્ણ ઔષધ તરીકે વપરાય છે. મીજનું ચૂર્ણ પા ચમચી સવાર-સાંજ લેવું અથવા અજમો, સંચળ અને કાચકાની મીજનું સમાન ભાગે બનાવેલું વસ્ત્રગાળ ચર્ણ પા ચમચી રોજ સવારે સાત-આઠ દિવસ સુધી લેવાથી પેટના બધા પ્રકારના કૃમિ મટી જાય છે, ભૂખ સારી લાગે છે, ગેસ મટે છે, મળ સાફ ઉતરે છે, પેટનું શૂળ, આંકડી મટે છે, તથા જીર્ણજ્યવર-ઝીણો તાવ દૂર થાય છે. બે મહિના પછી નવું ચૂર્ણ બનાવી લેવું જોઈએ.

કાચીકેરીને છાલ છોલી કાઢી તડકામાં ખૂબ જ સુકવેલ હોય તો તે સુકવણી

(આમચુર) ખાટી, મધુર, તુરી અને મળને તોડનાર અને કફ તથા વાયુને મટાડનાર થાય છે.

કlટકot કાયફળ કડવું, તીખું, ત્રું અને ગરમ છે. એ વાયુ અને કફના રોગોમાં હિતાવહ છે. વળી એ વીર્યની શુદ્ધિ કરનાર, વેદના સ્થાપન કરનાર, રુચિકારક, ખાંસી, દમ, તાવ, શરદી અને મુખરોગોનો નાશ કરે છે. અતિસાર અને ગળું સૂજી જાય એમાં પણ ઉપયોગી છે. ઔષધમાં કાયફળની છાલનું ચૂર્ણ વપરાય છે, જે અડધીથી પોણી ચમચી જેટલું મધ સાથે ચાટવામાં આવે છે. અથવા એક ચમચી છાલનો ભૂકો કરી તેનો ઉકાળો સવાર-સાંજ પીવો. (૧) કાયફળ, કાળા તલ અને કેસર સમાન ભાગે લઈ ગોળમાં ગોળી બનાવી લેવાથી માસિકનો દુ:ખાવો મટે છે તથા માસિક સાફ આવે છે. (૨) મધ સાથે કાયફળ લેવાથી દમમાં રાહત થાય છે. (3) દહીં સાથે કાયફળ લેવાથી અતિસાર મટે છે.

કરેલા

કારેલાં ગરમ નથી, ઠંડાં છે. મળને સાફ લાવનાર અને પચવામાં હલકાં છે.

કડવાં દ્રવ્યો મોટે ભાગે વાયુ કરનારાં હોય છે, પરંતુ કારેલાં વાયુ કરતાં નથી. ઉત્તમ સ્વાસ્થય જાળવવા થોડો કડવો રસ જરૂરી છે. આ માટે કારેલાં, કંકોડાં, મેથીમાંથી કોઈની પસંદગી કરી શકાય. કારેલામાં ઘણા ખનીજ ક્ષારો છે, જેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ મુખ્ય છે. ઉપરાંત એમાં થિયામીન, નિકોટીન, વિટામીન 'એ' અને ‘સી’ તથા રિબોફલેવીન રહેલાં છે. સંધિવા, બરોળની વૃદ્ધિ અને ડાયાબીટીસમાં કારેલાં ઉત્તમ છે. કારેલાંનો કડવો રસ યકૃતને શુદ્ધ કરી કાર્યક્ષમ બનાવીને અગિનઓને પ્રદીપ્ત કરે છે. યકૃતની શુદ્ધિથી તાવ, અ:ામ વગેરેથી ઉત્પન્ન થતાં વિષોના શોધનની ક્રિયા બળવાન બને છે. કડવા રસનું સપ્રમાણ સેવન કરવાથી રોગોને સરળતાથી દૂર રાખી અ:ારોગ્ય જાળવી શકાય. કારેલાં કડવાં છે પણ અરુચિ મટાડે છે. તે કફ અને પિત્તનું શમન કરનાર, લોહીના વિકાર મટાડનાર, રક્તકણોની ઓછપ, ઘા, કરમિયાં, શ્વાસ (દમ), ખાંસી, ડાયાબિટીસ, ચામડીના રોગો અને તાવમાં ગુણકારક છે. કડવો રસ ઉત્તમ ગુણ ધરાવે છે. રસ, રક્ત, માંસ વગેરે ધાતુઓને રચવાની શક્તિ વધારે છે. કારેલાંમાં રહેલું તત્વ રક્તશર્કરા(બ્લડ સુગર) ઘટાડે છે. સંધિવાના રોગીઓએ કારેલાંનું શાક અવશ્ય ખાવું. એકલા કારેલાંનું બાફેલં શાક સાત-આઠ દિવસ ખાવાથી સંધિવા સારો થાય છે.

કસુન્દ્રો

ચોમાસામાં કાસુન્દ્રો અને કુવાડિયો સાથે જ ઊગી નીકળે છે. કાસુન્દ્રાને સંસ્કૃતમાં કાસમર્દ-ખાંસીનો નાશ કરનાર કહ્યો છે. કાસુન્દ્રો કડવો, ગરમ, પચ્યા પછી મધુર, કફ અને વાયુને હણનાર, આહાર પચાવનાર, કંઠશોધક, પચવામાં હલકો અને પિત્તનાશક છે. (૧) દમ અને ઉધરસ હોય તો કાસુન્દ્રાની ભાજી ખાવી જોઈએ. (૨) કાસુન્દ્રાના બીજને શેકીને કૉફી તરીકે વાપરી શકાય. આ કૉફી પીવાથી પરસેવો વળી તાવ ઉતરી જાય છે. (3) કાસુન્દ્રાના પાનનો ઉકાળો પીવાથી દમ અને હેડકીમાં અત્યંત લાભ થાય છે. (૪) કાસુન્દ્રાનું મૂળ છાસ કે સરકા સાથે લસોટી સવાર-સાંજ લગાડવાથી જૂની દાદર અને ખરજવું મટે છે. (પ) કાસુન્દ્રો, સરગવો અને મૂળાના સૂકાં કે લીલાં પાનનો સૂપ દમ, ઉધરસ અને હેડકીમાં લાભ કરે છે. સરગવાના પાનમાં વિટામિન ‘એ’નું પ્રમાણ સારું છે. મૂળાના પાનની સૂકવણી કરી એનું સૂપ બનાવી શકાય.

કાળા મરી

કાળાં મરી તીખાં, તીક્ષણ, ગરમ, પચવામાં હલકાં, રૂચિ ઉત્પન્ન કરનાર, શોષક, ભૂખ લગાડનાર, શિરોવિરેચનીય, કૃમિનાશક, કફ, વાયુ તથા હૃદયના રોગોનો નાશ કરનાર છે. યુનાની મત મુજબ મરી નાડીને બળ આપનાર, જઠરાગિનને પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરાવનાર, યકૃતનું બળ વધારનાર, વાયુને નીચેના માર્ગેથી બહાર કાઢનાર, મૂત્ર અને માસિકને પ્રવૃત્ત કરનાર અને કફને બહાર કાઢનાર છે. (૧) ૧/૨ ચમચી કાળા મરીનું ચૂર્ણ, ૧/૨ ચમચી ઘી, ૧ ચમચી મધ અને ૧ ચમચી સાકર મિશ્ર કરી ચાટવાથી બધા પ્રકારની ખાંસી મટે છે. દમ-શ્વાસમાં પણ આ પ્રયોગ ખૂબ હિતાવહ છે. (૨) કાળા મરી અને લીડીપીપરનું ચૂર્ણ બે-બે ચમચી, દાડમની છાલનું ચૂર્ણ ચાર ચમચી અને જવખાર એક ચમચીને ૧૫૦ ગ્રામ ગોળમાં મેળવી અડદના દાણા જેવડી ગોળી બનાવવી. એને મરીચયાદિવટી કહે છે. આ ર-ર ગોળી સવાર, બપોર અને રાત્રે ચૂસવાથી કફના રોગો મટે છે. (૩) મરી, ચિત્રક અને સંચળના સમભાગે બનાવેલા ચુર્ણને મરીચયાદિ .િ કહે છે. ૧/૨ ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ લેવાથી અજીર્ણ, અપચો, મંદાગિન મટે છે. ગાયના દહીંની છાસ સાથે લેવાથી સંગ્રહણી અને અતિસારમાં પણ એ ખૂબ લાભકારક છે. (૪) સોપારી જેટલા ગોળ સાથે ૧/૪ ચમચી કાળા મરીનું ચૂર્ણ સવાર-સાંજ લેવાથી જૂની શરદી અને સળેખમ મટે છે. (પ) સંઠ, મરી અને પીપરનું ચૂર્ણ નાખી બનાવેલો દૂધનો ઊકાળો સવાર-સાંજ પીવાથી શરદી-સળેખમ મટે છે.

કીડામારી

કીડામારીના છોડ ખેતરોમાં અને ખેતરના શેઢે થાય છે. પાન ગોળ,ધૂમાડા જેવાં ધૂસર રંગનાં, ફૂલ કીરમજી રંગનાં, ફળના ડોડવા નાના બોર જેવડા, ફળ ઉપર ઊભા આંકડા પડેલા હોય છે. ડોડવામાંથી કાળાં બીજ નીકળે છે. આખા છોડની વાસ ખૂબ જ ઉગ્ર હોય છે. જમીન ઉપર આ છોડ પથરાતો હોય છે. કીડામારી કડવી, ગરમ, સોજાનો અને કૃમિનો નાશ કરનાર, ખાંસી, મટાડનાર, રુચિ ઉત્પન્ન કરનાર ( પણ સ્વયં અરોચક) છે. વાત, કફ અને જવરને હરનાર છે. સોજા ઉપર તેનો રસ ચોપડવાથી સોજો ઉતરી જાય છે. ઢોરને જીવાત પડી હોય તો તેનાં પાન લસોટી લેપ કરવાથી બધી જીવાત નીકળી જાય છે. કીડામારી ગર્ભાશયને ઉત્તેજિત કરે છે, આથી સગર્ભા સ્ત્રીએ કીડામારીનો ઉપયોગ કરવો નહિ. એના ઉપયોગથી ગર્ભપાત થઈ જવાનો ભય રહે છે. માસિક બરાબર ખુલાસે આવતું ન હોય અને દુ:ખાવા સાથે આવતું હોય, કબજિયાત રહેતી હોય તો અડધી ચમચી કીડામારીના પંચાંગનો ઉકાળો કરી પીવાથી ફાયદો થાય છે. નાના બાળકને કબજિયાત રહેતી હોય અને આ કારણથી જ રડયા કરતું હોય તો કીડામારીના પાન પર દિવેલ લગાડી સહેજ ગરમ કરી બાળકની નાભિ પર બાંધવાથી ઝાડો સાફ ઉતરે છે. પેટમાં કૃમિ થયા હોય તો કીડામારીના પાનનો રસ અડધી ચમચી રોજ રાત્રે ચાર-પાંચ દિવસ લેવાથી કૃમિ નીકળી જાય છે અને શરીરનું વજન વધે છે. ચામડીના રોગ સોરાયસીસને આયુર્વેદમાં વિચર્ચિકા કહે છે. કીડામારીને દિવેલમાં સારી રીતે કાલવી લગાડવાથી આ બહુ જીદ્દી રોગ કયાં તો પૈસાની દવાથી કયાં તો સેંકડો રૂપિયા ખર્ચવા છતાં ન મટે એવો છે. એક વખત મટી ગયા પછી ફરીથી ઉથલો મારે એવો રોગ છે. કોઈ દવા આ રોગ પર સચોટ પુરવાર થઈ નથી. આ રોગમાં એકને લાગુ પડતી દવા બીજાને લાગુ પડતી નથી. કીડામારી આમાં વાપરી જોવા જેવી છે. તાજાં લીલાં પાનનો રસ અથવા પાન લસોટીને બનાવેલી પેસ્ટ ચામડીના રોગમાં સવાર-સાંજ લગાવવી જોઈએ. પેટના કૃમિ, ચામડીના રોગ, અનિયમિત માસિક વગેરેમાં ચિકિત્સકની સલાહ મુજબ ઉપયોગ કરવો.

કુવાડીયો

(૧) કુવાડિયાના બી શેકી ચૂર્ણ બનાવી ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી તથા ચૂર્ણને લીંબુના રસમાં ઘૂંટી દાદર પર ઘસીને લગાવવાથી દાદર મટે છે. આ ચૂર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરી શકાય. એનાથી ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગમડ વગેરે પણ મટે છે. (૨) કુંવાડિયાનાં બીજને ખાટી છાસમાં લસોટી દાદર-દરાજ પર સવાર સાંજ લગાડવામાં આવે તો દસ-બાર દિવસમાં જ દાદરનો નાશ થઈ જાય છે. જુની કે નવી કોઈ પણ દરાજ પર કુંવાડિયો જ વાપરવો જોઈએ. (3) કુવાડિયાનાં મૂળને પાણીમાં વાટી લેપ કરવાથી કંઠમાળ, થોડા દિવસોમાં મટી જાય છે. (૪) કુવાડિયાની ભાજી ખાવાથી થોડા દિવસોમાં કફના રોગો નાશ પામે છે.

કુવારપાઠું

કુવારપાઠાને અંગ્રેજીમાં યલો પ્લાન્ટ કહે છે. એને બહુ પાણીની જરૂર નથી. રેતીમાં એ બહુ સારી રીતે થાય છે. દરિયા કિનારે વધુ ફૂલે ફાલે છે. ભારતમાં બધે જ થાય છે, પણ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વધુ થાય છે. જમીનમાં કે કુંડામાં જામી ગયા પછી તેનાં જાડાં દળદાર રસભર્યા પાન ચોતરફ કાઢે છે. એનાં પાન કાંટાવાળી ધારવાળાં, ભરાવદાર, લાંબાં અને અંદરથી ધી જેવી લુવાબથી ભરેલાં હોય છે. આ પાનમાં ખૂબ ગર્ભ-ઘાટો રસ ભર્યો હોય છે. તેના ગર્ભને કાઢી. થોડી વાર રાખવાથી રસ થઈ જાય છે. ચોમાસમાં આ છોડની વચ્ચેથી એક દાંડી નીકળે છે, જેના પર ફૂલ આવે છે. ફૂલ બહારથી નારંગી રંગનાં, અંદરથી પીળાશ પડતાં અને ઉગ્ર ગંધવાળાં હોય છે. આ ફૂલ સાકર જેવાં મીઠાં હોય છે. ફૂલની દાંડી અને પાન બંનેનાં અથાણાં થાય છે. આ અથાણાં યકૃત-લીવરના રોગોનું ઉત્તમ ઔષધ છે. કુવારપાઠાના રસમાંથી એળિયો બનાવવામાં આવે છે. એળિયો મળને ખસેડનાર અને રેચક છે, તથા માસિકની શુદ્ધિ કરે છે અને નિયમિત લાવે છે. યકૃત અને બરોળનું એ ઉત્તમ ઔષધ છે. કુવારપાઠું ત્રિદોષહર છે. લાબુ- કુવારપાઠું મળને ભેદનાર, શીતળ, ડવું, નેત્રને હિતકર, રસાયન, મધુર, બંહણ, બળકારક, વીર્યવર્ધક તથા વાયુ, વિષ, ગુલમ, પ્લીહા, યકૃત, વમન, કફ, જવર, ગ્રંથિ, અગ્નિદગધ વ્રણ, વિસ્ફોટ, રકતપિત્ત અને ચામડીના રોગો દૂર કરનાર છે. લાબુના પાન વચ્ચેનો ગર-માવો અડધી ચમચી જેટલો સવાર-સાંજ લેવો. કુમાયસિવમાં મુખ્ય ઔષધ કુંવારપાઠું છે. એનાથી લીવરના રોગો, બરોળ વધી જવી, સ્ત્રીઓની માસિક સંબંધી વિકૃતિઓ, અકાળે માસિક બંધ થઈ જવું વગેરે મટે છે. પાંડુરોગ તથા રક્તાલ્પતામાં એ સારું પરિણામ આપે છે. કુંવારના પાનને છરી વડે ચીરી ગર્ભ કાઢી તેમાં હળદર મેળવીને કમળાના રોગીને આપવાથી લાભ થાય છે. આ ગર્ભને ચોળી નાખવાથી રસ બને છે. આ રસ પણ એકથી બે ચમચી પીવાથી કમળો મટે છે. આર્તવના દોષો, હરસ, આફરો, ગોળો અને કબજિયાતમાં પણ એનાથી ફાયદો થાય છે. (૧) કુવારપાઠાના લાબાને દાઝેલા ભાગ પર લગાડવાથી ગમે તેવી બળતરા શાંત થાય છે, પાક થતો નથી અને પાક થયો હોય તો રુઝાઈ જાય છે. (૨) આંખ આવી હોય તો લાબાને આંખમાં આંજવાથી આંખનો સોજો, ચીપડા, દુ:ખાવો, બળતરા, રતાશ વગેરે ખૂબ ઝડપથી મટે છે. (3) તેનું ઘી જેવું લાબુ ૧-૧ ચમચી સવાર-સાંજ ખાવાથી લીવર અને બરોળના રોગો મટે છે. લોહીની ઓછપ ઘટે છે. શક્તિ વધે છે. થાક અને દુર્બળતા દૂર થાય છે. (૪) માસિક સાફ આવતું ન હોય, ઓછું આવતું હોય, દુઃખાવા સાથે આવતું હોય કે માસિકની બીજી કોઈ પણ ફરિયાદ હોય તો કુવારપાઠાના નિયમિત સેવનથી તે જરૂર મટે છે. (પ) હાલતા-દુ:ખતા દાંત પર તેનો રસ ઘસવાથી અને તેનો ટૂકડો ચાવવાથી રાહત થાય છે. (૬) આંખમાં તેનો રસ આંજવાથી આંખની તકલીફમાં રાહત થાય છે. (૭) ડાયાબીટીસમાં અકસીર છે. (૮) કાયમી ગેસ, લીવર કે બરોળની તકલીફ, ભૂખ ન લાગવી, અજીર્ણ, શૂળ, અપચો, વગેરેમાં ઘઉના લોટમાં કુવારપાઠાનો રસ નાખી રોટલી-ભાખરી બનાવી ખાવાથી લાભ થાય છે. (૯) કુવારપાઠાનો એકથી દોઢ ઈંચ લાંબો ટૂકડો સવાર-સાંજ ખાવાથી કબજિયાત દૂર થાય છે. (૧૦) કુવારપાઠાનો એક ચમચો રસ દિવસમાં ત્રણ વાર લેવાથી તેમ જ પેટ પર તેનો લેપ કરવાથી જલંધરમાં રાહત થાય છે. (૧૧) તેના પાનના કાંટા કાઢી, વાટીને હળદર-મીઠું ભેળવી થોડું ગરમ કરી ગાંઠ કે સોજા પર લગાડવાથી રાહત થાય છે. (૧ર) મોં આવ્યું હોય તો કુંવારનો રસ સાકર સાથે લેવો. (૧૩) એસિડિટીમાં કુવારનો રસ થોડી સાકર નાખીને લેવાથી રાહત થાય છે. (૧૪) રસમાં અડધી ચમચી હળદર નાખી દિવસમાં બે વાર પીવાથી તાવમાં રાહત થાય છે. કપાળ અને પગના તળિયે તેનો રસ ઘસવાથી તાવ તરત ઉતરી જાય છે. (૧૫) થાઈરોઈડમાં કુવારનો દોઢથી બે ઈચનો ટૂકડો ખાવાથી ફાયદો થાય છે. હળદર-મીઠું નાખેલો કુવારનો રસ ગરમ કરી ગળા પર લેપન કરવાથી રાહત રહે છે. (૧૬) કુવારરસના સેવનથી યુવાની લાંબો સમય ટકી રહે છે. (૧૭) શરીરના ખુલ્લા અંગો પર કુવારપાઠું ઘસવાથી વાતાવરણની અશુદ્ધિઓની અસર થતી નથી. ચામડીનો વાન ઉજળો થાય છે. (૧૮) માથાના વાળના રક્ષણ માટે તેની છાલ ઉતારી અંદરના ગર્ભને માથામાં ઘસી, વાળ સૂકવી દેવા. થોડા સમય બાદ માલિસ કરી માથું ધોઈ નાખવાથી વાળ ચમકદાર, કાળા બને છે, તથા વાળની વૃદ્ધિ પણ થાય છે.

કેરડા

કેરડાનાં નાનાં ઝાડવાં થાય છે. એ મરુભૂમિનું વૃક્ષ ગણાય છે. એ કાંટાવાળું ઝાડ છે. એને પાંદડાં હોતાં નથી. એનાં ફૂલ રાતાં હોય છે અને ચણી બોર જેવડાં ફળ આવે છે. ફળ પાકે ત્યારે લાલ થાય છે. લીલા રંગના કાચાં ફળોનું અથાણું અને શાક થાય છે. એનાં ફળને પણ કેરડાં કહે છે. એ કડવા, તીખા, તુરા, ગરમ, મળ રોકનારા, રુચિકારક, આફરો કરનાર, સ્વાદિષ્ટ પણ કડ઼ચા, કફ, વાયુ, આમ-ચિકાશ, સોજો, મળ-વાછુટની દુર્ગધ મટાડનાર છે. હૃદય માટે સારાં, પ્રમેહ, હરસ-મસામાં ખૂબ જ ઉપયોગી છે. (૧) કેરડાને સૂકવીને બનાવેલું એક ચમચી ચૂર્ણ દહીંમાં મેળવી ખાવાથી હરસ મટે છે. (૨) એકલું ચણ ફાકવાથી સોજા અને ખંજવાળ મટે છે. (3) જઠરાગિન વધારનાર અને ગરમ હોવાથી વાતનાશક છે. કેરડાનું અથાણું બનાવી ઉપયોગ કરવો.

કેસર

એનું એક નાનું તણખલું જીભ પર મૂકતાં આખી જીભ અડધી મિનિટમાં લાલ થઈ જાય અને ત્રણ કલાક સુધી સુગંધ આવે. એ જ રીતે એક જ નાનું તણખલું દૂધમાં નાખો તો તરત જ દૂધ કેસરી કે લાલ થઈ જવું જોઈએ. આવું ન થાય તો એ બનાવટી કેસર હોવું જોઈએ. કાશ્મીરમાં કેસર-ચંદન વાટીને અડધી ચમચી લેપ દરરોજ ખાવામાં આવે છે. જેનાથી કોઈ દિવસ કેન્સર નથી થતું નાનાં બાળકોને પણ રોજ ખવડાવવામાં આવે છે, જેથી તેમને તાવ નથી આવતો કે શરદી થતી નથી.

કેળાં

પાકાં કેળાં મધુર, ઠંડો, પાકમાં પણ મધુર, વીર્ય તથા માંસ વધારનાર, પુષ્ટિ આપનાર, રુચિ ઉત્પન્ન કરનાર તેમજ ભૂખ, તરસ, નેત્રના રોગ અને પ્રમેહ મટાડનાર છે. તેમાં રહેલું લોહ એવા રાસાયણિક પદાર્થો સાથે જોડાયેલું છે કે જેનું લોહીના તત્વમાં જલદી રૂપાંતર થાય છે. પાકાં કેળાંને છાંયડે સૂકવી, ખાંડી, વસ્ત્રગાળ કરેલો ભૂકો મેળવેલું દૂધ નાનું બાળક પણ સરળતાથી પી શકે છે. છ દિવસના નાના બાળકને પણ તે નિર્ભયતાથી આપી શકાય છે. કાચાં કેળાં પચવામાં ભારે છે. કાચાં કેળાં ખાવાથી પેટમાં ભાર લાગે છે. તે પેટમાં દુ:ખાવો કરે છે. પાકાં કેળાં પણ પચવામાં ભારે હોઈ ખૂબ ચાવીને જ ખાવાં. વધુ પડતાં કેળાં કદી ન ખાવાં. કેળાં ખાધા પછી થોડી એલાયચી ખાવી જોઈએ. જેની છાલ પર કાળી ટીપકી પડેલી હોય અને લમિને પકડવાથી જે કેળ:ા પડી જાય તે બરાબર પાકેલાં ગણાય, અને એવાં કેળાં જલદી પચી જાય છે. નિયમિત રીતે કેળાં ખાવાથી માંસ અને લોહીની વૃદ્ધિ થાય છે. શરીર સશક્ત બને છે. નિયમિત કસરત કરનાર માટે કેળાં સારાં છે.

કોકમ

આમલી અને આમચુર કરતાં કોકમ ચડિયાતાં છે. પાકું કોકમ પચવામાં ભારે, ઝાડાને સૂકવનાર, તીખું, તૂરું, હલકું, ખાટું, ગરમ, ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર, અગિનને પ્રદીપ્ત કરનાર તથા કફ અને વાયુ વધારનાર છે. તે હરસ, સંગ્રહણી અને હૃદયરોગ મટાડે છે. એનાથી મળનો સડો અટકે છે અને આંતરડાં કાર્યક્ષમ રહે છે. કોકમને ચટણી જેમ પીસી, પાણીમાં મિશ્ર કરી સાકર નાખી શરબત બનાવી પીવાથી પિત્તની બળતરા, અનિદ્રા અને તરસ મટે છે. આ શરબત થોડું થોડું પીવાથી પિત્તનું શમન થાય છે. દહીંની મલાઈમાં મેળવીને સવાર-સાંજ લેવાથી દૂઝતા હરસ મટે છે

કોકો

(૧) એક કપ કોકો પીવાથી મગજમાં 33 % જેટલો રક્તપ્રવાહ વધે છે. (૨)કોકો એન્ટિઓક્સિડન્ટ હોવાથી પીણા તરીકે લાભદાયક છે. બીજાં ચોકલેટ પીણાં કરતાં લો-ફેટ પણ છે. એક કપ કોકોમાં ૧ ગ્રામ કરતાં પણ ઓછી ફેટ હોય છે.

કોઠું

કોઠાને સંસ્કૃતમાં ‘કપિત્થ’ કહે છે. કપિ એટલે વાંદર. એને કોઠાં બહુ ભાવે છે. આથી એનું નામ કપિત્ય. કોઠું મધુર, ખાટું, તુરુ, સહેજ કડવું, ઠંડું છતાં કામશક્તિ વધારનાર, મળને રોકનાર તથા પિત્ત, વાયુ અને વ્રણનો નાશ કરનાર છે. કાચું કોઠું કંઠ માટે હિતકર છે. ગ્રાહી, કફ તથા વિષનાશક અને વાયુકારક છે. પાકું કોઠું મધુર, ખાટું તથા સુગંધી હોવાથી રૂચિકરાક, દોષનાશક, વિષનાશક, ગ્રાહી, ભારે, કંઠને સાફ કરનાર તથા કફ, વાયુ શ્વાસ, ખાંસી, અરુચિ અને તૃષા-તરસને મટાડે છે. કોઠાના ગર્ભમાં સાઈટ્રીક એસિડ અને રાખમાં જવખાર, કેલ્શિયમ અને લોહનો ક્ષાર (૧) કોઠામાં આદુ, મરચું, કોથમીર, ફુદીનો, ગોળ વગેરે નાખી બનાવેલી ચટણી જમવાના એકાદ કલાક પહેલાં જરા જરા ચાટીને ખાવાથી ખોરાક પરની અરુચિ દૂર થાય છે, અને જઠરાગિન પ્રદીપ્ત થાય છે. (૨) કોઠીનાં પાન હાથમાં ખૂબ જ મસળી સંધ્યા કરવાથી હેડકી બંધ થાય છે. (3) કોઠાના ગર્ભમાં ત્રિકટુ ચૂર્ણ જરા જરા ચાટયા કરવાથી કફથી ઉત્પન્ન થયેલ ઊલટી બંધ થાય છે. આવા દર્દીએ ત્યાર પછી દર ચાર-પાંચ દિવસે દિવેલનો હળવો રેચ લેવો, સૂંઠ નાખી ઉકાળેલું પાણી જ પીવું અને કફકારક ગળ્યા, ઠંડા અને ભારે આહારદ્રવ્યો બંધ કરવાં. (૪) કોઠીનાં પાનની પાંચ ગ્રામ ચટણી દહીંમાં મેળવી સવાર-બપોર-સાંજ લેવાથી નવો કે જૂનો મરડો મટે છે.

કોપરું

કોપરું અને નાળિયેરનું પાણી કામવર્ધક છે. હંમેશાં જરૂરી પ્રમાણમાં કોપરું ખાવાથી કામશક્તિમાં વધારો થાય છે, અને વ્યક્તિને રતિક્રીડા માટે સક્ષમ રાખે છે. કોપરા પાકના સેવનથી પુરુષોની કેટલીક પ્રજનન સંબંધી ફરિયાદોમાં ફાયદો થાય છે.

કોપરેલ

કોપરેલ ઠંડુ, મધુર, પિત્તશામક, કફ કરનાર, હૃદય અને વાળ વધારનાર, ચામડીને ચમકાવનાર અને ઘા-જોખમ રુઝાવનાર છે.

કોળું

કોળાની ઘણી જાતો થાય છે. એમાં રાતું કોળું આપણે ત્યાં ઉપયોગમાં લેવાય છે. એને સાકર કોળું પણ કહે છે, કેમ કે એમાં દ્રાક્ષ શર્કરા ચાર ટકા અને ઈક્ષ શર્કરા દોઢથી બે ટકા જેટલી હોય છે. આ રાતું કોળું રુચિવર્ધક, ઠંડું, શુક્રની વૃદ્ધિ કરનાર તથા પુષ્ટિદાતા છે. આ ઉપરાંત ફોસ્ફરસ, સોડિયમ, કેલ્શિયમ તથા પ્રોટીન કોળાની જાત પ્રમાણે વધતા-ઓછા પ્રમાણમાં હોય છે. તે શીતળ હોવાથી જેમના શરીરમાં હોય છે. આંતરિક ગરમી રહેતી હોય, તાવ રહેતો હોય તેમને માટે કોળાનું શાક ઉત્તમ પથ્થ આહાર છે. આપણે ત્યાં પૈઠા નામની મીઠાઈ મળે છે જે કોળામાંથી બને છે. કોળાને હિન્દીમાં-આગ્રા તરફ પૈઠા કહે છે. પાકું કોળું વિશેષ પિત્તશામક હોવાથી પિત્તવિકારોમાં અને ખાસ કરીને એસિડિટીવાળા માટે અકસીર છે. કોળું ભૂખ લગાડનાર, બળ આપનાર, વજન વધારનાર, હૃદય માટે હિતકર, માનસિક અને જાતીય શક્તિ વધારનાર તેમ જ બધી ધાતુઓને વધારનાર છે. કોળાનો વધારેમાં વધારે ઉપયોગ શાક બનાવીને કરી શકાય, પણ આ ઉપરાંત તેમાંથી પાક, મુરબ્બો અને મીઠાઈ પણ બનાવી શકાય. કોળું પરમ સ્મૃતિવર્ધક છે, આથી માનસિક રોગોથી પીડાતા દર્દીઓ માટે તો દરરોજ શાક કે મીઠાઈ બનાવી ખાવા લાયક છે, જે ઘણું જ લાભપ્રદ નીવડે છે. કાચું કોળું કફકારક છે. શરદી-ઉધરસ, ડાયાબીટીસ, કફ પ્રકૃતિવાળા તેમ જ મેદસ્વી વ્યક્તિએ એ ન ખાવું. પાકું કોળું દરેક માટે પથય અને ત્રિદોષહર છે.

કોળાની અવલોહ કોળું છોલી બી અને પોચો ભાગ કાઢી નાખી દોઢ કિલો જેટલું લઈ બે કિલો પાણીમાં પકાવવું. પાકે ત્યારે કપડામાં નાખી રસ નિચોવી લેવો. રસ જુદી રાખવો. પકાવેલ કોળાને ગાયના ૧૭૦ ગ્રામ ઘીમાં તાંબાના વાસણમાં મધ જેવો રંગ થાય ત્યાં સુધી શેકી, તેમાં કોળાનો જુદી રાખેલ રસ મેળવી તેમાં દોઢ કિલો ખાંડ નાખી અવલેહ તૈયાર કરવો. તેમાં પીપર, સૂંઠ, જીરાનું ચૂર્ણ ૪૦-૪૦ ગ્રામ તેમ જ ધાણા, તમાલપત્ર, એલચી, મરી અને તજનું ચૂર્ણ ૧૦-૧૦ ગ્રામ નાખી ૧૫-૨૦ મિનિટ સુધી હલાવી એકત્ર કરવું ઠંડું થાય ત્યારે તેમાં ૧૬૦ ગ્રામ મધ મેળવવું. એને કોળાનો અવલેહ કહે છે. એ પૌષ્ટિક અને બળદાયક છે. શિયાળામાં એનું સેવન વૃદ્ધો અને બાળકોને બહુ લાભકર્તા છે. એનાથી ઊલટી, ઉધરસ, શ્વાસ, હૃદયરોગ, રક્તપિત્ત, પિત્તજવર, તરસ, દાહ, પ્રદર, દુર્બળતા, ક્ષય અને આંત્રવૃદ્ધિ મટે છે.

કોળા નો મુરબ્બો મોટા ભૂરા કોળાની છાલ ઉતારી, બી તથા અંદરનો પોચો ભાગ કાઢી નાખી, બબ્બ રૂપિયા ભારનાં પતીકાં પાડી પાણીમાં બાફવાં. જરા નરમ પડે એટલે કપડામાં નાખી પાણી નિતારી કાઢવું. બાફેલાં પતીકાં બમણી સાકરની ચાસણીમાં નાખવાં. કેસર અને એલચી ઈચ્છા પ્રમાણે નાખી શકાય. એને કોળાનો મુરબ્બો કહે છે.

કૌંચા

કવચના વેલા ખેતરની વાડો પર ખૂબ થાય છે, જેની શીંગો પર ઝીણી રુંવાટી હોય છે. આ રુંવાટી શરીરના સંપર્કમાં આવતાં ખંજવાળ આવે છે. આ શીંગની અંદરનાં બીજ તે કૌચાં. આ બીજની અંદરનું પડ - ફાડા ખુલ્લા કરી તેની વચ્ચેનો અંકુર કાઢી લેવો, જે ઝેરી હોય છે. કૌચાંના આ ફાડાનો ખાંડીને ઔષધ તરીકે ઊપયોગ થાય છે. કોચાનું ચૂર્ણ ચાટણ અને પાક રૂપે વપરાય છે. એ મૈથુન શક્તિ વધારનાર, વાયુના રોગો મટાડનાર, પિત્તને શાંત કરનાર, રક્ત વિકારો મટાડનાર, જ્ઞાનતંતુઓને બળ આપનાર, માસિક નિયમિત કરનાર, કષ્ટાર્તવ મટાડનાર, શ્વેતપ્રદર અને રક્તપ્રદરમાં હિતાવહ છે. કીંચા પુશકળ કામશક્તિ વધારે છે. તે સ્વાદે મધુર અને કડવાં, પચવામાં ભારે, શરીરને પુષ્ટ કરનાર વાયુનાશક, બળ આપનાર, વાયુ, પિત્ત અને રક્તના રોગોનો નાશ કરનાર છે. કીંચા અને અડદના ગુણોમાં ઘણી સમાનતા છે. (૧) અડધી ચમચી કૌચાનાં બીજનું ચૂર્ણ એક ગ્લાસ દૂધમાં એટલું જ પાણી મેળવી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. એને ગાળી ઠંડુ પાડી બે ચમચી સાકર ઉમેરી પીવાથી શુક્રવદ્ધિ તથા કામશક્તિની વૃદ્ધિ થાય છે. (૨) કૌંચાનાં બીજના ૧૦ ગ્રામ ચૂર્ણને બસો ગ્રામ દૂધમાં ધીમા તાપે પાણીનો ભાગ ઊડી જાય ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી પીવાથી થોડા દિવસમાં કામશક્તિ વધે છે. શરીર હૃષ્ટપુષ્ટ કરવા માટે આ પ્રયોગ દિવસમાં બે વખત કરવો. જેમને સ્વપ્નદોષ થતો હોય કે શીઘસખલન થતું હોય તેમણે આ ક્ષીરપાક સવાર-સાંજ લેવો, આહારમાં મધુર, સ્નિગધ અને પૌષ્ટિક દ્રવ્યો લેવાં. ચોખા, દૂધ, દહીં, ઘી, માખણ, સાકર, મધ, અડદ, કઠોળ, સલાડ અને ફળો લેવાં.

ખજૂર

ખજૂર ક્ષય, વાયુ, ઊલટી વગેરે રોગો મટાડે છે. ખજૂર ઠંડું, રક્તવર્ધક,

વજન વધારનાર, વીર્યવર્ધક, શરીરની આંતરિક ગરમી ઘટાડનાર તથા વાયુ અને પિત્તદોષમાં ઉપયોગી છે. ખજૂર ગરમ નથી પણ ઠંડું છે. એ અતિ પૌષ્ટિક, વીર્યવર્ધક, બળવર્ધક, મધુર, હૃદય માટે હિતકારી, રુચિ ઉત્પન્ન કરનાર, પચવામાં ભારે, પુષ્ટિ કરનાર ઝાડાને રોકનાર તથા બળ વધારનાર છે. ખજૂર રેચક પણ છે. રોજ રાત્રે પાંચ-સાત પેશી ખજૂર પલાળી સવારે બરાબર મસળીને તેને પીવાથી ઝાડો સાફ આવે છે. શિયાળા દરમિયાન રોજ દસેક પેશી ખજૂર ખૂબ ચાવીને ખાઈ ઉપર એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્કૂર્તિ આવે છે અને નવું લોહી પેદા થાય છે. ખજૂર શરીરને હૃષ્ટપુષ્ટ કરે છે. એ કામશક્તિ વધારનાર અને હૃદયને હિતકારી છે. વજન વધારવા માટે રોજ સવારે આઠ-દસ પેશી ખજૂર એક ગલાસ દૂધમાં ઉકાળી ઠંડુ પાડી દૂધ પી જવું અને ખજૂર ખૂબ ચાવીને ખાઈ જવું. ક(gj ખજૂર ઉત્તમ 2(e(ટ છે. ફેફસામાં પડેલાં ચાંદાંમાં ખજુર ઉપયોગી સહાયક ઔષધ છે. એ હૃદય માટે પણ હિતાવહ છે. ખજુર ઠંડુ, તૃપ્તિ કરનાર, પચવામાં ભારે, રસમાં અને પચી ગયા પછી પણ મધુર અને રક્તપિત્તને જીતનાર છે. ખજુરમાં લોહતત્વ સારા પ્રમાણમાં છે, આથી લોહીની ઉણપમાં બહુ સારું છે. રોજ પાંચ ખજુર, પાંચ અંજીર અને વીસ મુનક્કા દ્રાક્ષ ખાવામાં આવે તો શરીર પુષ્ટ થાય છે. ખજુર, મુનક્કા દ્રાક્ષ, સાકર, મધ અને ઘી સરખા વજને લઈ ખૂબ ખાંડી સોપારી જેવડી લાડુડી બનાવી રોજ બેથી ત્રણ ખૂબ ચાવીને ખાવી. એનાથી શરીર પુષ્ટ થાય છે. એ ખાંસી, દમ, ક્ષય, એનેમિયા, સુકારો વગેરેમાં ઉપપયોગી છે. ખજુરનો આસવ ખજુરાસવ સંગ્રહણીમાં ખૂબ ઉપયોગી છે. ખજુર અને મધ ખાવાથી રક્તપિત્ત મટે છે.

ખદીરાદિ  કવI

ખેરછાલ અને ત્રિફળાને ભેગાં ખાંડી અધકચરો ભૂકો બનાવવો. બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં ઉકાળી એક કપ જેટલું બાકી રહે ત્યારે ઠંડુ પાડી એક ચમચી વાવડીંગનું ચૂર્ણ અને એક ચમચી ભંડોસનું ધી ઉમેરી બેથી ત્રણ અઠવાડિયાં સવાર-સાંજ તાજો બનાવી પીવાથી કષ્ટદાયી ભગદર તથા આમણ મટે છે. એને ખદિરાદિ કવાથ કહે છે, કેમ કે ખેરની છાલ એમાં મુખ્ય ઔષધ છે.

ખપાટ(કાંસકી)

આયુર્વેદમાં એને અતિબલા કહે છે. ખપાટનાં ફૂલ કાંસકીના દાંતા

જેવાં હોવાથી એને કાંસકી પણ કહે છે. ખપાટના છોડ આખા ગુજરાતમાં થાય છે. એનાં ફૂલ પીળા રંગનાં અને બપોર પછી ઊઘડે છે. તેનાં બીજ કાળાં-ભૂરાં હોય છે, જે બજારમાં બળબીજના નામે મળે છે. ખપાટની છાલ પેશાબ વધારનારી છે. મૂત્રમાર્ગના ઘણા રોગોમાં તે વપરાય છે. મૂત્રદાહ, મૂત્રકષ્ટ, મૂત્રાવરોધ, અલ્પમ્ત્રતા, બહુમૂત્રતા, પથરી, પરમિયો વગેરેમાં ઉપયોગી છે. ખપાટનાં બીજ ધાતુપુષ્ટિકર છે. લોહિવા, ધાતુ જવી, અશક્તિ-નબળાઈ જવી વગેરેમાં ખપાટ વપરાય છે. એ ખૂબ જ તાકાતવાળું ઔષધ છે.

ખાખરો

બે ચમચી ખાખરાના બીજનો ભૂકો એક ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી અડધું પાણી બળી જાય ત્યારે ઉતારી ઠંડુ પાડી ચાર-પાંચ દિવસ રોજ રાત્રે પીવાથી ગોળ કૃમિ મરી જાય છે.

ખેર

એને સંસ્કૃતમાં ખદીર કહે છે. મધ્યમ કદના, ખરબચડી છાલવાળા કાંટાદાર

ખેરના વૃક્ષને આછા પીળા રંગનાં ફૂલો થયા પછી ૨ થી ૪ ઈંચ લાંબી, પાતળી, ચપટી અને ભૂરા રંગની શીંગ થાય છે. પાનમાં વપરાતો કાથો ખેરના લાકડામાંથી બને છે. ખેર શીતળ, દાંત માટે હિતકર, ખંજવાળ, ખાંસી-ઉધરસ, ગળું બેસી જવું, ગળાનો સોજો અને અરુચિનો નાશ કરે છે. એ કડવું, તૂરું, મેદનાશક, કૃમિનાશક, પ્રમેહનો નાશ કરનાર, મોઢાનાં ચાંદાં, સોજો, કોઢ, આમ, પિત્ત અને રક્તના રોગો, પાંડુ તથા ત્વચા રોગો મટાડે છે. ચામડીના રોગોનું ખેર સર્વોત્તમ ઔષધ છે. (૧) ખેરની છાલનું ચૂર્ણ ત્રણથી ચાર ગ્રામ સવાર, બપોર, સાંજ પાણી સાથે ફાકવાથી ચામડીના રોગો મટે છે. આખા શરીરે ચામડીનો રોગ પ્રસરી ગયો હોય તો ખેરની છાલનો ઉકાળો પાણીમાં નાખી સ્નાન કરવું. (૨) ચામડીમાંથી પાણી, પરુ, લોહી કે કફ ઝમતાં હોય તો ખેરની છાલના ઉકાળાથી ખરાબ ચામડી-વ્રણ ધોવા. (3) કોઢવાળી કોઈ પણ વ્યક્તિ નાહવામાં, પીવામાં અને આહારમાં ખેરનો જ ઉપયોગ કરે તો તે રોગમુક્ત બને છે. સફેદ કોઢના દર્દીએ લાંબા સમય સુધી સવાર-સાંજ ખેરની છાલનો ઉકાળો પીવો અને ખેરની છાલનો ઉકાળો નાખેલા પાણીથી સ્નાન કરવું. (૪) શનૈમેંહ નામના પ્રમેહમાં મૂત્ર ધીરે ધીરે અને થોડું થોડું આવે છે. એ કફથી થાય છે. તથા ક્ષૌદ્રમેહ વાયુથી થાય છે. આ બંને પ્રમેહમાં ૧૦ ગ્રામ ખેરની છાલનો ભુકો બે કપ પાણીમાં ધીમા તાપે અડધાથી પોણા ભાગનું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી રોજ સવાર-સાંજ તાજુ બનાવી પીવાથી લાભ થાય છે. (પ) ખેરની છાલનો ઉકાળો મોંમાં ભરી રાખવાથી દાંતના રોગો, દાંતનો દુ:ખાવો, રક્તસાવ, મોંમાંથી વાસ આવવી વગેરે મટે છે. (૬) ખેરના વૃક્ષની જીવિત સ્થિતિમાં ઝાડની વચમાં કુદરતી રીતે જે કાથો તૈયાર થાય છે તેને ‘ખેરસાર’ કહે છે. દરરોજ સવાર, બપોર, સાંજ છ ચોખાભાર ખેરસાર અડધી ચમચી મધમાં ચાટવાથી હાથીપગુ મટે છે. (૭) ખેરસાર તૂરું હોવાથી ગર્ભાશય ઢીલું થઈ ગયું હોય તો તેને સ્વચ્છ કરી શિથિલતા દૂર કરે છે. કસૂવાવડ, અતિ સંભોગ કે પ્રદર જેવી વ્યાધિને લીધે ગર્ભાશય ઢીલું પડી જાય છે. એમાં ખેરસારનો ઉપયોગ આશીર્વાદ સમાન છે, કેમકે એનાથી ગર્ભાશય મજબૂત થાય છે. ખlદel(2ષ્ટ એમાં ખેર મુખ્ય ઔષધ છે. એની માત્રા ચારથી છ ચમચી સવાર-સાંજ. એ મહાકુષઠ-લેપ્રસી, અબુંદ, પાંડુરોગ, કાસ-ઉધરસ, શ્વાસ, કૃમિ, ગાંઠ, સર્વ પ્રકારના કોઢ અને રક્ત બગાડમાં હિતાવહ છે. ખ(ટel(દવટી ૧૦૦ ગ્રામ ખેરસાર તથા કપૂર, સોપારી, જાયફળ, ચણકબાબ અને એલચી દરેક ૨૦-૨૦ ગ્રામના મિશ્રણના બારીક ચૂર્ણમાં પાણી મેળવી ચણાના દાણા જેવડી બનાવેલી ગોળીને ખદિરાદિવટી કહે છે. આ ત્રણચાર ગોળી સવાર, બપોર, સાંજ મોંમાં રાખી ધીમે ધીમે ચૂસવાથી સૂકી ઉધરસ, અવાજ બેસી જવો, મોંમાં ચાદાં, જીભ, દાંત, દાંતનાં પેઢાંની તકલીફ મોળ આવવી વગેરેમાં ફાયદો થાય છે. ખદિરાદિવટી બજારમાં તૈયાર પણ મળે છે.

ગજપીપર

ચવકના ફળને ગજપીપર કહે છે. તે તીખી, વાયુ તથા કફ હરનારી,

જઠરાગિનને પ્રદીપ્ત કરનાર, તેમ જ ઉષ્ણ હોવાથી અતિસાર, શ્વાસ, કંઠના રોગો અને પેટના કૃમિઓને મટાડે છે. લીડીપીપર કરતાં ગજપીપર થોડી મોટી હોય છે અને બંનેના ગુણોમાં પણ બહુ થોડું અંતર રહેલું છે.

ગરમાળો

૧૦થી ૨૫ ફૂટનું ઝાડ છે. તેને જાંબુ જેવાં પણ તેનાથી મોટાં અણીવાળાં, એક બાજુ સુંવાળાં અને બીજી બાજુ ખરબચડાં પાન થાય છે. ઉનાળામાં પીળા રંગનાં પુશ્કળ ગુચ્છાદાર ફૂલ આવે છે. ફૂલ ખરી પડી લાંબી લીલા રંગની શીંગો આવે છે, જે અંગુઠાથી પણ વધુ જાદી અને દોઢથી બે ફૂટ લાંબી હોય છે. તે પાકી જતાં સૂકાઈને કાળી પડી જાય છે. તેની અંદરનો માવો સૂકાઈ જઈને બી છૂટાં પડી જતાં ઘૂઘરાની જેમ આ શીંગો ખખડે છે. આ માવો મીઠો હોય છે. એને ગરમાળાનો ગોળ કહે છે. આ ગોળ મળશોધક છે. તે પેટમાં ગડગડાટ કરતો નથી.

ગળો

ગળોના સેવનથી રિબાઈ રિબાઈને મરવાનું બનતું નથી. એનાં પાન મધુર હોય છે. આથી એનાં પાનનું શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, જે તાવમાં ઉત્તમ છે. ગળો તીખી, કડવી, પચી ગયા પછી મધુર, રસાયન, મળને રોકનાર, તુરી, ઉષ્ણ, પચવામાં હલકી, બળ આપનાર, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, ત્રિદોષદન તથા આમ, તરસ, બળતરા, પ્રમેહ, કોઢ, ઉધરસ, રક્તાલ્પતા-પાંડુ, કમળો, કુષ્ઠ, વાતરક્ત, કૃમિ, જવર, ઊલટી, ઉબકા, દમ, હરસ, મૂત્રકષ્ટ અને હૃદયરોગને મટાડનાર છે. ગળોનો રસ ત્રણ ચમચી અને ગળોનું ચૂર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું કોઈ પણ વૃક્ષ પર ચડેલી ગળો ઔષધમાં વાપરી શકાય, પરંતુ લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. તાજી લીલી ગળો મળે તો તેનો ઉપયોગ કરવો, નહિતર સૂકી ગળોનું ચૂર્ણ વાપરી શકાય. બજારમાં ગળોની ગોળી ‘સંશમની વટી’ નામે મળે છે. સંશમની એટલે જે વધેલા દોષોને ઓછા કરે અને ઓછા હોય તો સમાન કરે. એની એક એક ગોળી સવાર, બપોર અને સાંજે લેવી જોઈએ. લીમડા, બાવળ કે આંબા પર ચડેલી ગળોની વેલ વધારે ગુણકારી ગણાય છે, તેમાં પણ લીમડા પરની શ્રેષ્ઠ. ગળોનું ચૂર્ણ એક ચમચી અને રસ બેથી ત્રણ ચમચી સવારસાંજ લઈ શકાય. (૧) ગળો, ધાણા, લીમડાની અંતરછાલ અને રતાંજળી(રક્તચંદન)નો ઉકાળો સવાર-સાંજ પીવાથી જઠરાગિન પ્રદીપ્ત થઈ સર્વ પ્રકારના તાવ મટે છે. (ર) ગળોનો રસ સાકર નાખી પીવાથી અમલપિત્ત તરત જ મટે છે અને પિત્તથી થતી ઊલટી તત્કાળ શાંત થાય છે. (3) ગળોના બે ચમચી રસમાં બે

ચમચી મધ નાખી પીવાથી ત્રણે દોષોથી થતી ઊલટી મટે છે. (૪) ગળોનો રસ અથવા ગળોનો ઉકાળો અડધો કપ સવાર-સાંજ પીવાથી અને માત્ર મગના સૂપ અને ભાત પર રહેવાથી કોઢમાં એકદમ ફાયદો થાય છે. (પ) ગળોના રસમાં મધ અથવા સાકર નાખી પીવાથી કમળો જલદી મટે છે. (૬) ગળો અને ત્રિફળાના ઉકાળામાં મધ અને પીપરનું ચૂર્ણ નાખી સવાર-સાંજ પીવાથી સર્વ પ્રકારના નેત્રરોગ મટે છે.

ગંઠોડા

ગંઠોડા જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, લઘુ, તીખા, ઉષ્ણ, રુક્ષ, પિત્ત કરનાર અને મળને ભેદનાર-તોડીને કાઢનાર છે. તે કફ, વાયુ, ઉદરરોગ, બરોળની વિકૃતિ, ગેસ, આફરો, કૃમિ, શ્વાસ અને ક્ષયમાં હિતાવહ છે. મગજની નિર્બળતા, ઉન્માદ, વાત પ્રકોપ, પ્રસૂતાના રોગો, માસિક ઓછું આવવું, નિદ્રાનાશ, ઉધરસ, શ્વાસ વગેરેમાં વિભિન્ન રીતે પ્રયોજાય છે. અનેક આયુર્વેદિક દવાઓમાં તે વપરાય છે. અજીર્ણ, આફરો, અરુચિ, પેટમાં વાયુનો ગોળો ચડવો વગેરે પેટની-પાચનની તકલીફોમાં તેમ જ ઉપરોક્ત રોગોમાં ગંઠોડાનું પા ચમચી ચૂર્ણ બે ચમચી મધમાં મિશ્ર કરી સવાર-સાંજ ચાટી જવું. આ બધી તકલીફો શાંત થઈ જશે. લો બી.પી. અને હૃદયરોગમાં પણ આ ઔષધ ઉપચાર ફાયદો કરે છે.

ગાજર

ગાજરમાંથી વિટામિન 'એ' મળે છે, જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે

છે. દરરોજ એક કપ રાંધેલાં ગાજર ખાવાં જોઈએ. રાંધવાથી ગાજરના કડક કોષો નરમ અને સુંવાળા બને છે. તેથી ગાજરમાંથી મળતાં પૌષ્ટિક તત્વો શરીરમાં બરાબર શોષાય જાય છે અને તેનો પુરેપૂરો લાભ આપણે મેળવી શકીએ છીએ. ગાજર મધુર, સહેજ કડવાં, તુરાં, તીક્ષણ, ઉષ્ણ, અગિનને પ્રદીપ્ત કરનાર અને પચવામાં હલકાં છે. એ ઝાડાને રોકનાર, રક્તપિત્ત, હરસ, સંગ્રહણી, વાયુ, કફ, રક્તાલ્પતા અને રતાંધણાપણાને મટાડે છે. સોજા આવ્યા હોય તો નમક અને ખટાશ વગરનું ગાજરનું શાક દરરોજ ખાવાથી લાભ થાય છે. શ્વાસ અને હેડકીમાં ગાજરના રસનાં પાંચ-સાત ટીપાં નાકમાં નાખવાથી લાભ થાય છે. ધી કે તલના તેલમાં ગાજરનું શાક દાડમનો રસ નાખી દહીં સાથે ખાવાથી હરસ મટે છે.

ગાય નું ધી

એ સ્મરણ શક્તિ, બુદ્ધિ, જઠરાગ્નિ, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પિત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે. પચી ગયા પછી મધુર અને આંખ માટે હિતકારી છે. એ માટે એને પગના તળિયે ઘસવું જોઈએ. જો આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી લાંબા સમય સુધી ૧૫ મિનિટ ઘસવું. આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે. એનો અખંડ દિવો જ્યાં ચાલુ હોય ત્યાં કોઇ ઝેરી જનાવર રહેતું નથી. ૧૦ ગ્રામ ઘીના દીવાથી ૧ ટન ઓક્સિજન મળે છે. ઘીનાં ટીપાં સવારે નાકમાં મૂકવાથી કફ નહિ થાય, બપોરે મૂકવાથી પિત્ત અને સાંજે મૂકવાથી વાયુ થશે નહિ. શરદી માથાનો દુખાવો અને અનિદ્રા મટાડવા ગાયનું ધી ઉત્તમ છે. પગના તળિયે ધી ઘસવાથી ઊઘ સારી આવે છે. આપણા આહારમાં જો ઘી, તેલ, માખણ જેવાં સ્નેહદ્રવ્યો તદ્દન બંધ કરી દેવામાં આવે તો શરીરમાં વાયુની વૃદ્ધિ, મંદાગ્નિ, કૃશતા, શુષ્કતા તથા વાયુની વૃદ્ધિના કારણે થતા આવેશ, ઉતાવળાપણું, કંપ અને ઉન્માદ જેવી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. વાયુ પ્રકૃતિવાળા માટે એટલે જ ઘીનું સેવન અત્યંત જરૂરી છે. ધી મનુષ્યની જ્ઞાનશક્તિ, સ્મતિ, બુદ્ધિ, હિંમત અને બળ વધારે છે તેમ જ શરીરને પોષણ આપનાર શ્રેષ્ઠ તત્વ છે. તે પ્રકુપિત થયેલા વાયુનું શમન કરે છે. ક્ષીણ થયેલા કફને વધારે છે તથા જઠરાગિનને પ્રદીપ્ત કરી પિત્તનું પ્રમાણ જાળવે છે. આમ શરીરનાં વાત, પિત્ત અને કફ ત્રણે દોષ માટે ધી પોષણરૂપ હોવાથી શ્રેષ્ઠ ટોનિક છે. એક વર્ષ જૂનું ધી ત્રણે દોષો મટાડે છે. તે મૂચ9, કોઢ, ઝેર, ઉન્માદ, અપસ્માર-વાઈ તથા તિમિર(આંખનો એક રોગ)નો નાશ કરે છે. આવું જૂનું ધી ધીમે ધીમે જઠરાગિન પ્રદીપ્ત કરે છે અને આમનો નાશ કરે છે. તેમ જ કોઢ, નેત્રશૂળ, કર્ણશળ, મૂચછી, સોજા, હરસ, ઉન્માદરોગ અને યોનિદોષમાં ફાયદાકારક છે. આયુર્વેદમાં મુખ્ય આઠ પ્રકારનાં ઘીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરેક ધી જેમ જેમ વધારે જૂનાં થાય તેમ તેમ તે વધારે ગુણકારી બને છે, પરંતુ રોજિંદા આહારમાં, તર્પણમાં, પરિશ્રમ કર્યા બાદ બળના ક્ષયમાં, પાંડુરોગ, કમળો, નેત્રરોગ તથા સામાન્ય સ્વસ્થ મનુષ્ય માટે તો તાજુ ધી જ સર્વશ્રેષ્ઠ ગણાય છે. ઔષધોપચારની દૃષ્ટિએ જ જૂનું ધી વધારે હિતકારી છે. રોજિંદા ઉપયોગમાં નવું ધી ગુણકારી છે.

ગાય નું છાણ

૧૦૦ ગ્રામ ગોબર રસ અને 300 ગ્રામ તલનું તેલ માત્ર તેલ બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. એ તેલનાં રાત્રે આંખમાં ટીપાં મૂકવાથી ચશમા દૂર થાય છે.

ગાય નું દૂધ હળદર નાખી પીવાથી સ્વરપેટીના રોગ મટે છે. એમાં ગાયનું ધી

નાખી સાંજે પીવાથી કમજોરી અને કબજિયાત દૂર થાય છે. ગાયના દૂધનું દહીં બનાવી એની છાસમાં મીઠો લીમડો નાખી પીવાથી કૉલેસ્ટરોલ અને જાડાપણું મટે છે.

ગુંદા

પાકાં ગુંદાં મધુર, ચીકણાં, પચવામાં ભારે અને ઠંડાં છે. પાકાં ગુંદાનું ધીમાં વઘારેલું શાક ખાવાથી પિત્તને લીધે શરીરના ઉપરના કે નીચેના માર્ગે કે છિદ્રોથી લોહી નીકળતું હોય, નસકોરી ફૂટતી હોય તો તે મટે છે. આવા દર્દીએ તીખા- ગરમ પદાર્થો ન ખાવા. મોટાં ગુંદાં શુક્રવર્ધક અને કામવર્ધક છે. ગુંદાની સીઝનમાં રોજ બેથી ત્રણ પાકાં ગુદાં ખાવાં.

ગૂગળ

બહુ મોંઘો મળતો હોવાથી એમાં ભેળસેળની શકયતા રહે છે. રોગ મટાડવામાં ગગળ સાવ નિષ્ફળ જાય તો એ બનાવટી હોવાની શકયતા છે. વળી ગગળસેવન વખતે પરહેજ અત્યંત જરૂરી છે. એમાં ખાટા, તીખા પદાર્થો, પચે નહિ તેવા ભારે પદાર્થો, થાકી જવાય તેવી પ્રવૃત્તિઓ, તડકો, ગુસ્સો, મૈથુન અને શરાબના ત્યાગનો સમાવેશ થાય છે. 2(2tonની કસોટી ગૂગળ એક વનસ્પતિનો સુગંધી ગુંદર છે. સાચો ગગળ અગિનમાં નાખતાં વેત બળી જાય છે, તથા ગરમ પાણીમાં તરત જ ઓગળી જાય છે. નકલી ગગળમાં આમ બનતું નથી.

ગોખરું

ચોમાસામાં ગોખરુના વેલા જમીન પર પથરાયેલા જોવા મળે છે. તેનાં પાન નાનાં નાનાં હોય છે. તેને ચણા જેવડાં કે તેથી નાનાં ફળ બેસે છે, જેના ઉપર કાંટા હોય છે. ફળ તાજાં હોય ત્યારે લીલા રંગનાં અને સૂકાતાં કઠણ અને સફેદ બને છે. ગોખરું ઠંડુ છે, આથી પેશાબના દરેક જાતના રોગોમાં ખૂબ સારું કામ આપે છે. પેશાબ ઓછો આવવો, પેશાબ ન આવવો, પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, પેશાબ દુર્ગધવાળો કે ડહોળો આવવો વગેરેમાં ગોખરું ઉપયોગી છે. તે મૂત્રપિંડ અને મૂત્રાશયને કાર્યશીલ રાખે છે. આથી પથરીના રોગીને તથા કિડની બગડી હોય તેવા રોગીઓ પણ તેનું સેવન કરી લાભ મેળવી શકે. ગોખરુંને સૂકવી, ખાંડી, ચૂર્ણનો ઉપયોગ કરવો. ગોખરું ગાંધીની દુકાને મળે છે. તૈયાર ચૂર્ણ દવાવાળા વેચે છે. 3-3 ગ્રામ એટલે કે એક નાની ચમચી જેટલું દિવસમાં બેથી ત્રણ વાર પાણી, સાકર, દૂધ, ઘી કે મધ સાથે લઈ શકાય. ગોખરું કામશક્તિ વધારનાર, હૃદયરોગનો નાશ કરનાર, વાયુનાશક, અને વધુ પ્રમાણમાં લેવાથી રેચક છે. (૧) સર્વ પ્રકારના પ્રમેહમાં અને પ્રોસ્ટેટના સોજામાં ગોખરું આપવું. (૨) મૂત્ર અમલતાવાળું હોય ત્યારે ગોખરું સાથે જવખાર અપાય છે. (3) કિડનીના સોજામાં મૂત્ર ક્ષારવાળું, દુર્ગધવાળું તથા ડહોળું હોય ત્યારે ગોખરુના ઉકાળામાં શીલાજીત મેળવીને આપવું. (૪) એક ચમચી સરખા ભાગે બનાવેલ ગોખરું અને તલનું ચૂર્ણ અને એક ચમચી મધને બકરીના દૂધ સાથે લેવાથી હસ્તમૈથુનથી આવેલી નબળાઈ-નપુંસકતા દૂર થાય છે. (પ) અડધી ચમચી ગોખરુંનું ચૂર્ણ એક ચમચી મધ સાથે દિવસમાં ત્રણ વાર ચાટી ઉપર એક ગલાસ ઘેટીનું દૂધ પીવાથી પથરી ત્ટી જઈ મૂત્ર માર્ગે બહાર નીકળી જાય છે. આ પ્રયોગ માત્ર સાતથી દશ દિવસ જ કરવો. (૬) બસો ગ્રામ દૂધમાં એટલું જ પાણી અને એક ચમચી ગોખરુંનું ચૂર્ણ નાખી ધીમા તાપે ઉકાળી પાણીનો ભાગ ઊડી જાય એટલે ઉતારી ઠંડુ પડયે પીવાથી મૈથુનશક્તિ વધે છે. સવાર-સાંજ તાજું બનાવીને પીવું સાકર પણ નાખી શકાય. (૭) ગોખરું અને અશ્વગંધાનું પથી ૭ ગ્રામ ચૂર્ણ એનાથી બમણી સાકર સાથે કે બે ચમચી મધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે, શારીરિક શક્તિ તથા કામશક્તિ વધે છે. (૮) ગોખરુંના પંચાંગનો ૧૦ ગ્રામ ભૂકો નાખી અડધું પાણી બાળીને બનાવેલો ઉકાળો સવાર-સાંજ પીવાથી મૂત્રમાર્ગના રોગો મટે છે. (૯) ગળો, ગોખરું અને આમળાના સમાન ભાગે બનાવેલા ચુર્ણને રસાયન ચૂર્ણ કહે છે. શરીરમાં ગમે ત્યાં દાહ, બળતરા, અશક્તિ રહેતી હોય તો સવાર, બપોર, સાંજ અડધી ચમચી ચૂર્ણ ફાકી ગાયનું તાજું દૂધ પીવું આહારમાં તીખી, ગરમ ચીજો બંધ કરવી. (૧૦) ઊદરી જેમાં માથા, દાઢી, મૂછ, આંખ વગેરે પરના વાળ ખરી જાય છે, તેમાં ગોખરું અને તલનાં ફૂલ સરખા ભાગે લસોટી મધ, ઘીમાં મેળવી લેપ કરવો.


ગોરખમુડી

(૧) ગોરખમુડીનો અડધીથી એક ચમચી રસ જરાક ગરમ કરી

બેથી ત્રણ કાળાં મરીનું ચૂર્ણ નાખી પીવાથી માથું દુ:ખવાનો સૂર્યાવર્તનો રોગ મટે છે. સૂર્યાવર્તના રોગમાં સવારે જેમ જેમ સૂર્ય ચડે તેમ આખા માથાનો દુ:ખાવો વધતો જાય અને બપોર પછી જેમ જેમ સૂર્ય નમતો જાય તેમ તેમ દુ:ખાવો ઘટતો જાય છે.

ગોળ

આહારમાં મીઠાશ માટે ખાંડને બદલે ગોળનો જ વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. ગોળ પચવામાં હલકો, સ્વાદમાં મીઠો હોવાથી પિત્તનાશક, સ્નિગધ હોવાથી વાયુનાશક તથા ગરમ હોવાથી કફનાશક છે. આમ ગોળનું નિયમિત સેવન કરવાથી કોઈ દોષ ઉત્પન્ન થતો નથી. ગોળ જઠરાગિન પ્રદીપ્ત કરનાર, વજન વધારનાર, રક્તદોષનો નાશ કરનાર, વીર્યવર્ધક, વાયુ, પિત્ત અને કફ એમ ત્રણે દોષ દૂર કરનાર, થાક દૂર કરનાર, રક્ત, માંસ, મેદ અને મજજાની વૃદ્ધિ કરનાર છે. ગોળમાં કેલ્શયમ અને ફોસ્ફરસ સારા પ્રમાણમાં હોવાથી હાડકાની પુષ્ટિ અને વૃદ્ધિમાં સારી ફાળો આપે છે. એ શરીરની સાતે ધાતુઓ-રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક્રની વૃદ્ધિ કરે છે. ગોળને જુદાં જુદાં અનુપાનો સાથે લેવાથી જુદી જુદી ગુણ આપે છે. આદુ સાથે કફ, હરડે સાથે પિત્ત અને સુંઠ સાથે લેવાથી સઘળા પ્રકારના વાયુ મટાડે છે. ફળ, અડદ, દૂધ કે તલ સાથે ગોળ ખાવો ન જોઈએ. એક વર્ષ જૂનો ગોળ પચવામાં હલકો, વજન વધારનાર, પુષ્ટિકારક, મધુર, જઠરાગિને વર્ધક, જમવામાં રુચિ ઉત્પન્ન કરાવનાર, રક્તદોષનો નાશ કરનાર, હૃદય માટે હિતકારી, ત્રિદોષનાશક, શ્રમનાશક અને પથય ઔષધ તેમ જ આહાર છે. પ્રવાસ, ઉજાગરો કે પરિશ્રમ જેવા કોઈપણ કારણથી શરીર એકદમ થાકી ગયું હોય તો ગોળનું શરબત પીવું શરબતમાં બીજા પૌષ્ટિક દ્રવ્યો પણ ઉમેરી શકાય. દુર્બળ શરીર હોય, શ્વાસ તથા મૂચછી રોગ હોય, ખૂબ જ મહેનતનું કામ કર્યું હોય, પથરીનો રોગ હોય, જીર્ણ જવર રહેતો હોય તથા રક્તપિત્ત, બળતરા, તરસ કે ક્ષયરોગ થયો હોય તો તેમાં ગોળનું સેવન હિતકારી છે.

ઘઉં ના જવારા

ઘઉંના જવારાનો તાજો રસ નિયમિત લેવાથી શરીરમાં નવચેતન

આવે છે, નવા કોષ આવે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કેન્સર મટાડવામાં ઉપયોગી થાય છે.

ધ22/ટg ઉપ(ટો (૧) ઘરમાં પડી રહેલી વધારાની દવાની ગોળી વાસણ માંજવાના પાઉડરમાં ભેળવવાથી વાસણ ચકચકિત થાય છે. (૨) અઠવાડિયામાં એક વખત ખાટી છાસથી માથું ધોવાથી શેમપુની જરૂર પડતી નથી. (3) તાજી દ્રાક્ષનો રસ મશીનથી કાઢવા કરતાં સહેજ પાણી નાખી મિક્ષચરમાં વાટી નિચોવી કે ગળણીથી ગાળી લેવાથી વધુ રસ નીકળે છે. (૪) બપોરે જમીને પંદર મિનિટ વામકુક્ષી કરવાથી ખાવાનું પચી જાય છે. (૫) બારીમાં તુલસીનાં કુંડાં મૂકાવાથી ઘરમાં મચ્છર આવતા નથી.

ધd ઘી પરમ પિત્તશામક છે. એ અનેક રોગોમાં લાભકારક છે. ગાયનું ઘી સૌથી

ઉત્તમ છે. એ સ્મરણશક્તિ, બુદ્ધિ, જઠરાગિન, વીર્ય-શુક્ર, ઓજ, મેદ અને કફ વધારનાર છે. તે પિત્ત, વાયુ, વિષ-ઝેર, શોષ, ઉન્માદ, આંતરિક ગરમી-દાહ, ઊલટી, ઊબકા, અરુચિ, તાવ, આંખના રોગો, અપચો વગેરે મટાડે છે. તે ચાર પ્રકારના સ્નેહો(ધી, તેલ, વસા અને મજજા)માં સર્વોત્તમ છે. ધી શીતળ-ઠંડુ, સ્વાદમાં મધુર, પચી ગયા પછી પણ મધુર છે. તે સહસવીર્ય(હજારો શક્તિઓથી યુક્ત) અને કર્મસહસકૃત(હજારો કર્મ કરનાર) કહેવાયું છે. વળી તે ઉત્તમ ચક્ષુષ્ય-આંખને માટે અત્યંત હિતાવહ છે. (૧) પિત્તથી પેટમાં, આંખોમાં, પગના તળિયે, હાથમાં મોંમાં, મૂત્રમાર્ગે કે મળમાર્ગે બળતરા થતી હોય તો પગના તળિયે ગાયનું ધી ઘસવાથી મટે છે. (૨) પેટમાં, છાતીમાં, ગળામાં, પેશાબમાં, મળમાર્ગે કે યોનિમાં પિત્તપ્રકોપથી બળતરા થતી હોય તો એક ચમચી સાકર અને એક ચમચી શતાવરીને ગાયના ધીમાં મિશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી થોડા દિવસમાં આરામ થાય છે. આ ઉપચાર વખતે એક એક ગલાસ ગાયનું દૂધ સવાર-સાંજ પીવું. તીખી, તળેલી, ખાટી અને ખારી ચીજો ખાવી નહિ. શતાવરી ન મળે તો એકલાં ઘી-સાકર ચાટવાં અને એક ગલાસ નાળિયેર-ત્રોફાનું પાણી પીવું

ચણા

ચણા ખૂબ પૌષ્ટિક છે. તે મીઠા, વાતકર, રોચક, લખા, હલકા, ઠંડા, ગડગડાટ કરનાર રંગ સુધારનાર અને બળવર્ધક છે. તે કમળો, માથાનો દુ:ખાવો, રક્તપિત્ત, કફરોગ, પિત્તરોગ વાત વગેરેમાં ફાયદાકારક છે. (૧) રાત્રે પO ગ્રામ ચણા કે ચણાની દાળ પલાળી સવારે નરણા કોઠે ખૂબ ચાવીને ખાવા. માત્ર એક મહિનાના પ્રયોગથી જ ખૂબ લાભ થશે. આ પ્રયોગ દરમિયાન બહુ ખાવું નહિ. વારંવાર કે આચરકુચર ખાવું નહિ. નહિતર ચણા પચશે નહિ અને ગેસ કરશે. (૨) કમળાના રોગમાં શેકેલા, બાફેલા કે પલાળેલા ચણા ખૂબ ચાવીને ખાવાથી તે દવાનું કામ કરે છે. (3) કફવાળી ઉધરસમાં રાત્રે શેકેલા ચણા ખાઈ પાણી પીધા વગર સૂઈ જવાથી લાભ થાય છે. (૪) માથું દુ:ખતું હોય તો શેકેલા ચણા ખાઈ ઉપર પાણી ન પીવું (પ) રાત્રે પલાળેલા કે ફણગાવેલા ચણા કે ચણાની દાળ માત્ર દૂધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે, નબળાઇ દૂર થાય છે. (૬) રાત્રે શેકેલા ચણા ખાઇ ઉપર દૂધ પીવાથી કફ દૂર થાય છે. (૭) ચણા ખાઇ ગરમ પાણી પીવાથી અવાજ ઊઘડે છે. (૮) ગોળ-ચણા ખાવાથી અવાજ ઊઘડે છે. (૯) ગરમા ગરમ ચણા ખાવાથી દૂઝતા હરસનો રક્તસાવ મટે છે. (૧૦) ચણાને રાત્રે સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમિ, પેટનાં દર્દ તથા ઉદરશૂળ મટે છે. (૧૧) ચણાનો લોટ ચોળીને નાહવાથી પરસસવાની ગંધ તથા ખુજલી મટે છે. (૧૨) ચણાનો લોટ પાણીમાં પીસી મધ મેળવી લગાડવાથી અંડકોષનો સોજો મટે છે.

ચંદનાદી ચૂર્ણ

ચંદન, વાળો, કઠ, નાગરમોથ, કાળી દ્રાક્ષ, ખારેક, આમળાં, પીપરીમ્ળના ગંઠોડા, નીલકમળ, જેઠીમધ અને મહૂડાનાં ફૂલ એ દરેક ૧૦-૧૦ ગ્રામ અને ખડી સાકર ૬૦ ગ્રામ લઈ ચૂર્ણ બનાવવું. એને ચંદનાદિ રીિ કહે છે. ૧ ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી રક્તપિત્ત, શ્વાસ, પિત્તના રોગો, અંગદાહ, મસ્તિષ્ક દાહ, ભ્રમ, કમળો, પ્રમેહ અને પિત્તનો તાવ વગેરે મટે છે.

ચંદનાદીવટી

એલચીદાણા, વાંસકપુર અને ચણકબાબ સરખા ભાગે લઈ તેમાં સુખડનું તેલ નાખી ખૂબ લસોટી ચણા જેવડી ગોળી બનાવવી. એને ચંદનાદિવટી કહે છે. ૧-૧ ગોળી સવાર, બપોર અને રાત્રે ખડી સાકર નાખેલા ઠંડા પાણીમાં લેવાથી ઉનવા, પ્રમેહ, મૂત્રકૃચ્છ, પ્રદર તેમજ આંતરિક ગરમીમાં ફાયદો થાય છે. આ ગોળીઓ ઠંડી-શીતળ છે. ડાયાબિટીસવાળાએ પાણીમાં સાકર નાખવી નહિ.

ચારોળી

ચારોળી વાયુનાશક, બળવર્ધક, વીર્યવર્ધક, મધુર, પૌષ્ટિક, કામશક્તિ વધારનાર તથા વાયુ અને પિત્તનો નાશ કરનાર છે. (૧) રક્તપિત્તમાં ચારોળી અને જેઠીમધથી પકવેલું દૂધ પીવું. (૨) પાંચ પાંચ ગ્રામ ચારોળી. જેઠી મધ અને સાકર નાખી પકાવેલું દૂધ પીવાથી શરીરના ઉપરના કે નીચેના ભાગમાંથી થતો રક્તસાવ મટે છે. (3) સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી અશક્તિ દૂર થાય છે અને વજન વધે છે. (૪) ચામડી પર એલર્જીંનાં થયેલાં ચકામા પર ચારોળીના દાણા પાણીમાં લસોટી લેપ કરવાથી તે શમી જાય છે. (પ) ચારોળી પિત્ત, કફ તથા લોહીના બગાડને મટાડે છે. (૬) કામ કરીને થાકયા હો તો અડધાથી એક ચમચી ચારોળીનો ભૂકો એટલી જ સાકર એક ગ્લાસ દૂધમાં નાખી ઉકાળીને પીવાથી થાક દૂર થાય છે.

ચોખા

ચોખા મધુર, સ્નિગધ, બળ આપનાર, તૂરા, પચવામાં હળવા, રુચિ ઉપજાવનાર, સ્વરને સારો કરનાર, વીર્યવર્ધક, શરીરને પુષ્ટ કરનાર, થોડા પ્રમાણમાં વાયુ તથા કફ કરનાર, ઠંડા, પિત્તશામક, મૂત્રને વધારનાર, મળને બાંધનાર તથા સરકાવનાર, પ્રમેહ અને કૃમિ મટાડનાર છે. પૌઆ પચવામાં ભારે તથા વાયુનો નાશ કરનાર છે. દૂધ સાથે ખવાતા પૌઆ મૈથુનશક્તિ વધારનાર, પુષ્ટિકારક, બળ આપનાર અને ધી અને સાકર ઉમેરી લેવાય તો પરમ પિત્તશામક છે. ચોખા ખાવાથી ગેસ, કબજિયાત, અપચો કે આાફરા જેવું લાગતું હોય તો ચોખા ખાઈ ઉપર એક-બે ટુકડા કોપરું ખૂબ ચાવીને ખાવું. થોડા દિવસ આ મુજબ નિયમિત કરવાથી ચોખાનું પાચન બરાબર થવા લાગે છે.

ચોપચીન્યાદી ચૂર્ણ

ચોપચિની ૧૬૦ ગ્રામ, સૂંઠ, કાળાં મરી, લીડીપીપર, પીપરીમળ કે ગંઠોડા, અક્કલકરો, લવિંગ, ખુરાસાની અજમો, વાવડીંગ અને તજ દરેક ૧૦-૧૦ ગ્રામ અને ખડી સાકર પO ગ્રામ ખાંડીને બારીક ચૂર્ણ બનાવવું. (બજારમાં તૈયાર પણ મળે છે.) અડધીથી પોણી ચમચી આ ચૂર્ણ ઉકાળેલા પાણી, મધ અથવા ધી સાથે સવાર-સાંજ થોડા દિવસ નિયમિત લેવાથી બહુમૂત્રતા-પ્રમેહ, કોઢ, ફીરંગ, ચાંદી, પરમિયો, નબળાઈ તથા ગરમીને લીધે જકડાઈ ગયેલા સાંધા જેવી તકલીફો મટે છે. બે મહિના પછી ચૂર્ણ નવું બનાવવું

છ રસો

ગળ્યો, ખાટો, ખારો, તીખો, તુરો અને કડવો. દોષો શમાવનાર - વાત.ગળ્યો, ખાટો, ખારો. પિત્ત...ગળ્યો, તુરો, કડવો. કફ....તુરો, તીખો, કડવો. દોષો કોપાવનાર - વાત...તુરો, તીખો, કડવો. પિત્ત... તીખો, ખાટો, ખારો. કફ....ગળ્યો, ખાટો, ખારો.

મધુર રસ

ગળ્યો રસ સાતેય ધાતુઓને-રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજજા, શુક્રઅને ઓજસને વધારી, બળ આપી, શરીર પુષ્ટ કરી આયુષ્ય લંબાવે છે. મન સહિત બધી ઈંદ્રીઓને પ્રસન્ન રાખે છે. એ વર્ણ સુધારે છે, પિત્ત, વિષ અને વાયુનાશક, તરસ અને દાહશામક, વાળ વધારનાર, કંઠ સુધારનાર, મૂચ9ાં દૂર કરનાર, તૃપ્તિકર, વજન વધારનાર, શરીરને સ્થિરતા આપનાર, ઉર:ક્ષત તથા ભાંગેલાં હાડકાને સાંધનાર, આંતરિક દાહ-બળતરાની શાંતિ કરનાર, શરીરને સ્નિગધ રાખનાર, ઠંડો, પચવામાં ભારે, ધાવણ વધારનાર, આંખોને હિતકર, સાતે ધાતુઓને શુદ્ધ કરનાર તથા બાળક વૃદ્ધ સહુને હિતકર છે.

છતાં ગુણસમૃદ્ધ ગળ્યા રસનો જો અતિ ઉપયોગ થાય તો શરીરમાં સ્થળતા વધી શરીર ઢીલુંઢસ રહે, આળસ, અતિ ઊઘ, ભારેપણું, અરુચિ, જઠરાગિનની દુર્બળતા, શ્વાસ, ઉધરસ, શરદી-સળેખમ, આફરો, ઉબકા, મોળ આવવી, લાળ પડવી, અવાજ બેસી જવો, ગલગડ, ગંડમાલા, ગળાનો સોજો, મૂત્રાશયનો સોજો, હાથીપગુ, ધમની અને ગળામાં ચીકાશ, આંખના રોગો, નાક-ગળામાં શરદી, ખંજવાળ જેવા કફપ્રિધાન રોગો ઉત્પન્ન કરે છે તથા વધારે છે. મધુર રસના અધિક ઉપયોગથી કૃમિ, ગાંઠો, ગુદામાં ચીકાશ થાય છે. મધુપ્રમેહ-ડાયાબીટીસ, માથાનો દુ:ખાવો અને ઉદરરોગ થાય છે.

ખાટો રસ

એ મધુર રસ પછી બીજા નંબરનો રસ છે. ખાટો રસ આહાર પર રુચિ ઉત્પન્ન કરે છે. જઠરાનિને પ્રદીપ્ત કરે છે. એ શરીરને પુષ્ટ કરનાર, ઉત્સાહ-સ્કૃતિ વધારનાર, મનને આનંદ આપનાર, ઈન્દ્રિયોનું અનુલોપન કરનાર, હૃદય માટે હિતાવહ, મુખમાં લાળ વધારનાર, ખાધેલા આહારને આંતરડામાં નીચે તરફ લઈ જનાર, તેને પોચો કરનાર તથા પચાવનાર છે. ખાટો રસ પચવામાં હલકો, ઉષણ અને સ્નિગધ છે. એ દાંતને અંબાવી દે છે. પરસેવો વધારે છે, આંખનાં ભવાં-પાંપણ સંકોચાવનાર, રુંવાડાં ખડાં કરાવનાર તથા હૃદયને પ્રિય છે. એ વાયુ હરનાર, પેટના વિકારો કરનાર, અડવાથી ઠંડો પણ સ્વભાવે ગરમ છે.

ખાટો રસ જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો દાંત અંબાઈ જાય, તરસ લાગે, કફ પીગળે, પિત્ત પ્રકોપ થઈ પિત્તના રોગો થાય, રક્તબગાડ, માંસમાં બળતરા, શરીરમાં ઢીલાપણું, ચાંદાં, વ્રણ-ઘા, દાઝવું વાગવું વગેરેમાં સોજો, બળતરા અને પાક-પરુ થાય છે. પેટ, છાતી, તાળવું, આંખો, હથેળી, પગના તળિયામાં બળતરા થાય છે. અતિ પિત્તથી રક્તસાવ પણ થાય છે. અચાનક થતો રક્તસાવ ખાટા રસના અતિ સેવનથી થતા પિત્તપ્રકોપથી થાય છે. આ ઉપરાંત ખંજવાળ, શીળસ, દાહ, દૃષ્ટિની મંદતા, વિસર્પ(ગડગમડ), અમલપિત્ત થાય, ચક્કર અને તાવ પણ આવે છે.

ખરો રસ

ખારો રસ આહારને પચાવનાર, આહારને ભીંજવનાર, જઠરાનિ પ્રદીપ્ત કરનાર, અવયવોને શિથિલ કરનાર, મળને તોડનાર-છેદનાર, મળને નીચે લઈ જનાર, તીક્ષણ, શરીરના આંતરિક માર્ગોનો અવરોધ દૂર કરનાર-અવકાશકર, ગળ્યા, ખાટા બધા રસોનો વિરોધી, મોંઢામાં લાળનો સાવ વધારનાર, કફને પીગળાવનાર, શરીરના આંતરિક માર્ગોની શુદ્ધિ કરનાર (પાચનમાર્ગ, રક્તવાહી માર્ગ, મૂત્રવાહી માર્ગો, શ્વાસવાહી માર્ગ), શરીરના તમામ અવયવોને મૃદુ-કોમળ રાખનાર, આહાર પર રુચિ જન્માવનાર, દરેક પ્રકારના આહારમાં ભળી જનાર અને ઉપયોગી, પચવામાં થોડો ભારે, સ્નિગધ અને ઉષ્ણ છે. મળનું શોધન-શુદ્ધિ કરનાર, છેદન ગુણને લીધે અવયવોને પૃથક કરનાર અને શરીરમાં શિથિલપણું જન્માવનાર છે.

ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો પિત્તનો પ્રકોપ થાય છે. તરસ વધારે લાગે છે. લોહીનો બગાડ થાય છે. મૂઅછાં આવી જાય છે.શરીરની અંદર આંતરિક ગરમી લાગે છે. આ ઉપરાંત હાથ, પગ વગેરે અંગોમાં ચીરા પડે, માંસસ્નાયુઓમાં શિથિલતા ઉત્પન્ન થાય અને ત્વચા રોગોમાં સાવ વધે છે. વધારે ખારું ખાનારના શરીરમાં ઝેરી દ્રવ્યો જલદી પ્રસરે છે. આંખ, કાન, નાક જેવી ઈન્દ્રિયોને પોતાના કાર્યમાં અશક્તિ લાગે છે, તથા વાળ ખરે, વાળ ધોળા થાય તથા ટાલ જલદી પડે છે. અસિડિટી, વિસર્પ, વાતરક્ત, વિચર્ચિકા, ઈન્દ્રભુપ્ત (ઉદરી) વગેરે થાય છે. ખંજવાળ, ખરજવું, કોઢ, ચકરડાં, મુખપાક, ખાટા-ખારા ઓડકાર-ઉલટી થાય છે. ઓજક્ષય, ચક્ષપાક, પુંસત્વધાત વગેરે થાય છે.

તીખો રસ

તીખો રસ મોંમાં બળતરા ઉત્પન્ન કરે છે. નાક અને આંખોમાંથી પાણીનો સાવ કરે છે. એ મુખશ્રુદ્ધિ કરનાર, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરાવનાર, ઈન્દ્રિયોનું ચાતુર્ય વધારનાર, અલસક, થક પેદા કરનાર, શરીરની રસ, રક્તાદિ ધાતુઓમાં ભિનાશ જન્માવનાર, શરીરમાં ચિકાશ જન્માવનાર, પરસેવો, ભીનાશ અને મળને કરનાર, ખંજવાળ હરનાર, ચાંદાં રુઝવનાર, કૃમિનાશક, ચામડી પર ચિરા પાડનાર, રક્તના જમાવને વિખેરનાર, સાંધાઓના બંધનને ઢીલા કરી સોતો ખોલી નાખનાર, કફના પ્રકોપને શમાવનાર, શરીરની સ્થળતા, આળસ, કફ, વિષ અને કુષ્ઠને દૂર કરનાર, મોંના રોગો દુર કરનાર તથા ધાવણ, શુક્ર અને મેદનાશક છે.

તીખા રસનું વધુ પડતું સેવન કરવાથી પરુષત્વનો નાશ થાય, મોહ, ગલાનિ, અવસાદ-વિષાદ, કૃશતા, મૂચ9 વગેરે થાય છે. કમરથી વળી જવાય, અંધારાં-ચક્કર આવે, ગળામાં બળતરા થાય, શરીરમાં દાહ થાય, કમજોરી વર્તાય, તરસ વધુ લાગે. તીખો રસ વાયુકારક હોવાથી હાથ-પગ, પીઠમાં તથા પડખામાં વાયુના વિકારો જન્માવે. ગળું, તાળવું અને હોઠ સૂકાય છે. અત્યંત તીખા રસના ઉપયોગથી ઊબકા, ઊલટી, હેડકી વગેરે ઉત્પન્ન થાય છે.

કડવો રસ

કડવો રસ જીભ પર મૂકતાં જ બીજા રસોની ગ્રહણ શક્તિનો નાશ કરે છે. મોંઢાનો સ્વાદ બગાડી દે છે. એ મુખ સાફ કરે છે. મોં જો કડવું રહેતું હોય તો કડવાશ મટાડી મોંનો સ્વાદ-રસ સુધારે છે. મોંમાં શોષ જગાવે છે. કડવો રસ પોતે અરોચક હોવા છતાં તે અરુચિને હરનાર છે. વિષને દૂર કરનાર, કૃમિધ્યન, મૂચ9, દાહ-બળતરા, ખંજવાળ, કુષ્ઠ, તરસ વગેરેનું શમન કરનાર છે. માંસ અને ચામડીને દૃઢ કરનાર, તાવ મટાડનાર, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, ધાવણની શુદ્ધિ કરનાર, મળને ખોતરનાર, ઢીલાપણું ઉત્પન્ન કરનાર, મેદ, ચરબી, લસીકા, પરું, પરસેવો, મળ, મૂત્ર, પિત્ત અને કફનું શોષણ કરનાર છે. એ સ્વભાવે શીતળ, રુક્ષ-લુખો અને પચવામાં હલકો છે. એ કંઠની શુદ્ધિ કરે છે અને બુદ્ધિશક્તિ વધારે છે.

કડવા રસનું વધુ પડતું સેવન કરવાથી એના સ્વચ્છ, લખા અને કર્કશ ગણને લીધે રસ, રક્ત, માંસ વગેરે સાતેય ધાતુઓ સૂકાય છે, વિર્ય-શુક્રનો ક્ષય થાય છે, આથી નપુસંકતા પણ આવી શકે. આ કારણે જ શુક્ર દોષની ખામીવાળા પુરુષના આહારમાં કડવી ચીજ બંધ કરાવવામાં આવે છે. કડવો રસ વધુ ખાવાથી શરીરના આંતરિક સોતો-માર્ગો જેમ કે પરસેવાના માર્ગો, મૂત્રવાહી, શુક્રવાહી માર્ગો વગેરે સાંકડા થાય છે. એનાથી બળક્ષય, કૃશતા-પાતળાપણું, ગલાનિ, ચક્કર, મુરછાં, મુખશોષ થાય છે અને સ્તબ્ધતા, સર્વાગળિ, લકવો, શિરશૂળ, જડતા અને વેદના ઉત્પન્ન થાય છે.

તુરો રસ

કષાય એટલે તુરો રસ મોંને સૂકવી દે છે. જીભમાં વિશદતા, સ્તબ્ધતા અને જડતા જન્માવે છે. કંઠને કોઈ ભીંસતું હોય, બંધ કરી દેતું હોય એવું થાય છે. હૃદયમાં ખેંચાવા જેવી પીડા થાય છે, હૃદય પર દબાણ આવે છે, અને કંઠમાર્ગ-સોતોનો અવરોધ કરે છે. તુરો રસ મળને બાંધનાર, ઘાને રુઝવનાર, ચીરાને સાંધનાર, જખમની પીડા દૂર કરનાર, દ્રવને શોધનાર-ચૂસનાર અને મળને રોકનાર છે. ઝાડા બંધ કરનાર બધાં દ્રવ્યો મોટે ભાગે ત્રાં હોય છે. ત્રી રસ કફ, પિત્ત અને રક્તનું શમન કરનાર, શરીરની ભીનાશ સૂકવનાર, રુક્ષ-લખો, ઠંડો, ભારે, ખોતરનાર, વિકૃત ત્વચાને નિર્મળ કરનાર, રક્ત અને મેદની શુદ્ધિ કરનાર અને કાચા આમ-ચીકાશને રોકે છે. બધા રસોમાં સૌથી ઓછી શક્તિવાળો છે.

વધુ પ્રમાણમાં તુરો રસ ખાવામાં આવે તો મોં સૂકાય, હૃદયમાં પીડા થાય, પેટમાં આફરો-ગેસ થાય, વાણી અટકી જાય, શરીરના આંતરિક સોતો-માર્ગોમાં અવરોધ થાય, શરીર કાળું પડી જાય અને નપુસંકતા આવે છે. વધુ પડતો તુરો રસ વાયુ, પેશાબ, મળ અને શુક્રને રોકે છે. શરીરને પાતળું કરે છે. ગલાનિ, સ્તબ્ધતા અને તરસ ઉત્પન્ન કરે છે. એનાથી લકવા, અર્દિત વાયુ(મોઢાનો લકવા), મન્યાસ્તભ, ગાત્રસ્ટ્રરણ, શરીરનાં અંગોમાં ચમચમાટ(રાઈ લગાડવાથી થતો ઝમઝમાટ) વગેરે વાયુના રોગો થાય છે.

જમતી વખતે પlણી આયુર્વેદમાં જમતી વખતે પાણી પીવા બાબત એક શલોક છે:

भुतस्यादों जल पीतं काश्र्यमंदाग्नि दोषकृत |

मध्ये अग्निदीपन श्रेष्ठ अंते स्थोल्यकफप्रदम् || જમ્યા પહેલાં જો પાણી પીવામાં આવે તો તેનાથી જઠરાગિન મંદ થાય છે અને શરીર દૂબળું પડવા લાગે છે. જમતાં જમતાં વચ્ચે (થોડું થોડું) પાણી પીવાય

તે અગિન પ્રદીપ્ત કરનાર હોવાથી શ્રેષ્ઠ છે અને જમી રહ્યા પછી પાણી પીવાય તો શરીર જાડું થઈ કફ વધે છે. (માટે ભોજનમધ્ય પાણી પીવું જોઈએ.)

જલેબી

જલેબી પુષ્ટિ, કાંતિ અને બળ આપે છે. તે રસ, રક્ત વગેરે સાતે ધાતુઓની વૃદ્ધિ કરે છે. તે કામેચ્છા વધારે છે, રુચિકારક છે અને તરત જ તૂપ્તિ-સંતોષ આપે છે. શરીરે સ્વસ્થ હોય, કોઈ રોગ(જેમ કે ડાયાબીટીસ) ન હોય, રોજ વ્યાયામ કરતા હોય અને જેની પાચનશક્તિ સારી હોય તેમને માપસર આવી મધુર વાનગી ખાવાથી લાભ થાય છે. બેઠાડુ જીવન કે કોઈ રોગથી ઘેરાયેલા માટે આવી વાનગી હાનિકારક નીવડે.

જવ

જવ તુરા, મધુર, ઠંડા, મળને ઉખેડી બહાર કાઢનાર, ચાંદા પર તલ જેવા હિતકર, રુક્ષ, બુદ્ધિ તથા અગિનને પ્રદીપ્ત કરનાર, વિપાકે(પચી ગયા પછી) તીખા, સ્વર-અવાજ માટે હિતકર, બળ આપનાર, પચવામાં ભારે, વાયુ તથા મળને વધારનાર, શરીરના વર્ણની સ્થિરતા કરનાર, સ્નિગધ હોવા છતાં મેદ-ચરબીને ઘટાડનાર, ડાયાબીટીસ અને કબજિયાતમાં ખૂબ હિતકર છે. જવ કફ કરતા નથી. એ કંઠના રોગો, ચામડીના રોગો કફ, પિત્ત, મેદ, શરદી-સળેખમ, શ્વાસ, સાથળ, સાંધાનું જકડાઈ જવું, રક્તવિકાર અને અત્યાધિક તૃષામાં હિતાવહ છે.

જવIસી

જવાસાનો એકથી ત્રણ ફૂટ ઊંચો છોડ ખેતરોમાં, વગડામાં અને ખાડાઓમાં ઊગી નીકળે છે. આખો છોડ પીળાશ પડતા લીલા રંગનો હોવા છતાં ઉનાળામાં લીલોછમ હોય છે. તેને ફાગણમાં ફૂલ આવે છે અને ઉનાળામાં તેની શીંગો પાકે છે. જવાસો મધુર, કડવો, તુરો, શીતળ, હલકો અને મળને સરકાવનાર છે. એ કફ, મેદ, મદ, ભ્રમ, પિત્તવિકાર, લોહીવિકાર, ચામડીના રોગો, વાતરક્ત, વમન અને તાવ મટાડે છે. તથા એ પરસેવો લાવનાર, મૂત્ર વધારનાર અને મળ તથા વાયુનું અનુલોમન કરનાર છે. જવાસાનું બારીક ચર્ણ દૂધમાં લસોટી નાકમાં ટીપાં પાડવાથી થોડી વારમાં જ નસકોરી બંધ થાય છે. બે ગ્લાસ પાણીમાં જવાસાના પંચાગનો ભુકો નાખી બનાવેલો ઉકાળો પીવાથી દારૂનો નશો ઉતરી જાય છે.

જાતીફલાદી ચૂર્ણ બે પ્રકારનાં છે : (૧) જાયફળ, અફીણ, સૂંઠ અને ખારેક સરખા ભાગે લઈ ખૂબ ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. એકથી બે ગ્રામ જેટલું આ ચૂર્ણ સવારસાંજ લેવાથી મરડી, પરુ સાથેનો મરડો, અતિસાર(પાતળા ઝાડા) તેમ જ રક્તાતિસાર મટે છે. (2) જાયફળ, લવિંગ, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, સુંઠ, મરી, કપુર, આમળાં, તાલીસપત્ર, હરડે, તલ, ચંદન, વાવડીંગ, વાંસકપુર, તગર, શાહજીરુ અને ચિત્રક દરેક દસ-દસ ગ્રામ, ભાંગ ૨૦૦ ગ્રામ અને સાકર ૪૦૦ ગ્રામ બધાંને ખૂબ ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. પાંચથી છ ગ્રામ જેટલું આ ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ ચાટવાથી જૂની શરદી, ઉધરસ, શ્વાસ અને કફજ જવર મટે છે.

જાત્યllદિ તેલ બજારમાં એ તૈયાર મળે છે. ચમેલીનાં પાન, લીમડાનાં પાન, પરવળનાં પાન, કરંજનાં પાન, જેઠીમધ, મીણ, કઠ, હળદર, દારૂહળદર, કડુ, મજીઠ, પદ્મકાષ્ઠ, લોધિર, હરડે, નીલકમળ, મોરથુથુ, ઉપલસરી અને કરંજનાં બીજ બધાં સરખા વજને લઈ વાટીને કલક-પેસ્ટ જેવું બનાવી એનાથી ચારગણું તેલ અને તેલથી ચારગણું પાણી ભેગું કરી ઉકાળીને તેલ સિદ્ધ કરવું. આ તેલના બાહ્ય ઉપયોગથી નાડીવ્રણ, ફોડલા, ગડગુમડ, ન રુઝાતા ભયંકર ઘા વગેરે મટે છે. આ ઉપરાંત દાઝી જવાથી કે શસ્ત્ર પ્રહારથી થયેલા ઘા પણ મટે છે.

જામફળ

(૧) પેટના વિકારમાં જામફળનાં કુમળાં પાનની ભાજી વાટીને પીવી. (૨) જામફળની ભાજી ખાવાથી ભાંગનો નશો ઉતરે છે. (3) અ:ાખનાં ફૂલાં, સોજા અથવા દુ:ખાવામાં જામફળના પાનમાં થોડી ફટકડી મેળવી, ચટણી બનાવી અંતરપટ કરી અ:ાખે બાંધવાથી ફાયદો થાય છે. (3) હરસ-મસાના દર્દીને પાકા જામફળમાં નાગકેસરનું ચૂર્ણ મેળવી અ:ાખી રાત ચાંદનીમાં રહેવા દઈ સવારે ખવડાવવું. અ:ા પ્રમાણે ૧૫ દિવસ કરવાથી ઘણો લાભ થાય છે.

જાયફળ અને જાવંત્રી

જાયફળ કડવું, તીક્ષણ, ઉષ્ણ, ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી, સ્વર માટે હિતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે. એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગધ, કૃમિ, ઉધરસ, ઊલટી-ઊબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હૃદયનાં દર્દી મટાડે છે. જાયફળ ઊઘ લાવનાર, વીર્યના શીઘ સખલનને મટાડનાર તથા મૈથુનશક્તિ વધારનાર છે. જાવંત્રી હલકી, મધુર, તીખી, ગરમ, રુચિકારક અને વર્ણકારક છે. એ કફ, ખાંસી, ઊલટી, દમ, નૃષ્ણા, કૃમિ અને વિષનો નાશ કરે છે. (૧) માથાના ઉગ્ર દુ:ખાવામાં કે કમરના દુ:ખાવામાં જાયફળ પાણીમાં કે દારૂમાં ઘસી ચોપડવાથી લાભ થાય છે. (૨) અનિદ્રામાં બેથી ચાર રતિ જાયફળ અને એટલું જ પીપરીમ્ળ દૂધ સાથે સૂવાના અર્ધા કલાક પહેલાં લેવું. (૩) બાળકોની શરદીમાં જાયફળ ચૂર્ણ એક રતિ અને સુંઠનું ચૂર્ણ એક રતિ મધ સાથે સવાર-સાંજ આપવું. (૪) પેટમાં ગેસ ભરાય, ઝાડો થાય નહિ ત્યારે લીંબુના રસમાં થોડું જાયફળ ઘસી, એક ચમચી પાણી ઉમેરી પીવાથી ગેસ છૂટે છે તથા ઝાડો થાય છે. (પ) ખીલ, જાંબલી અને ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા જાયફળ દૂધમાં ઘસી લગાવવું. (ઉ) ઝાડા મટાડવા ૪થી 9 રતિ જાયફળનું ચૂર્ણ લીંબુના શરબત સાથે સવાર-સાંજ લેવું, (૭) ઝાડા સાથે પેટના દુ:ખાવામાં જાયફળ, લવીંગ, જીરુ, શુદ્ધ ટંકણ દરેકનું સમભાગે ચૂર્ણમાંથી એકથી દોઢ ગ્રામ મધ-સાકર સાથે સવાર-સાંજ લેવું. પથ્ય ખોરાક લેવો. ગર્ભિણી અને રક્તસાવજન્ય રોગવાળાએ લેવું નહિ. (૮) પેટનો દુ:ખાવો, ઊબકા તથા અતિસારમાં જાયફળ શેકીને આપવામાં આવે છે. (૯) સાંધાના દુઃખાવા પર જાવંત્રીના તેલનું હળવું માલિશ કરવું (૧૦) પાતળા ઝાડા થતા 76

હોય તો શેકેલા જાયફળ, સુંઠ, અને કડાછાલ દરેકનું ૧/૪, ૧/૪ ચમચી ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ લેવાથી અને ઉપર તાજી છાસ પીવાથી મટે છે. (૧૧) મોં બેસ્તવાદ થઈ ગયું હોય, ખોરાક પર અરુચિ હોય અને આહાર પચતો ન હોય તો શેકેલા જાયફળનું ચૂર્ણ પા ચમચી, કાળા મરીનું ચૂર્ણ ૧ ગ્રામ અને સિતોપલાદિ ચૂર્ણ ૧ ગ્રામ આદુના રસ સાથે અથવા મધ સાથે સવાર-સાંજ લેવાથી ફાયદો થાય છે. (૧૨) ઊધ આવતી ન હોય તો શેકેલા જાયફળનું ચૂર્ણ છ ચોખા ભાર, જટામાસીનું ચૂર્ણ ૧ ગ્રામ, અશ્વગંધાનું ચૂર્ણ 3 ગ્રામ, ગંઠોડાનું ચૂર્ણ ૨ ગ્રામ, સર્પગધાનું ચૂર્ણ ૧ ચોખા ભાર મધ કે ઘીમાં ચાટવાથી સરસ ઊઘ આવે છે.

જાસૂદ

એને સંસ્કૃતમાં જપા કહે છે. જપાકુસુમ એટલે જાસૂદનું ફૂલ. જાસૂદ મળને રોકનાર, વાળ માટે હિતકર, રક્તપ્રદરનો નાશ કરનાર, તીખું, ગરમ, ઉદરી મટાડનાર, કફ અને વાયુનો નાશ કરનાર, ધાતુસાવ મટાડનાર, સ્નિગધ, પુષ્ટિપ્રદ, ગર્ભની વૃદ્ધિ કરનાર, પ્રમેહ અને હરસનો નાશ કરનાર તથા હૃદય માટે હિતકર છે. જાસૂદની કળી રક્ત સંગ્રાહક, વેદનાસ્થાપન તથા મૂત્ર લાવનાર છે. પ્રમેહ અને પ્રદરમાં તે ઉપયોગી છે. જાસુદનાં ફૂલ હૃદય તથા મગજને બળ આપનાર, ઉન્માદ મટાડનાર, કામશક્તિ વધારનાર, રક્તની શુદ્ધિ કરનાર તથા પેશાબના પરુનો નાશ કરનાર છે. (૧) જાસૂદનાં ફૂલ કાળી ગાયના મૂત્રમાં લસોટી જ્યાં ઊદરીથી વાળ ખરી ગયા હોય ત્યાં સવાર-સાંજ લગાવવાથી ઊદરી મટે છે અને વાળ ફરીથી ઊગે છે. (૨) જાસૂદની ચાર-પાંચ કળી દૂધમાં લસોટી પીવાથી સ્ત્રીઓનો પ્રદર મટે છે. મોંમાં ચાંદાં પડયાં હોય, લાળ ખૂબ જ ટપકતી હોય, મૂત્રમાર્ગે ચીકાશ જતી હોય તેમાં પણ આ ઉપચારથી લાભ થાય છે. (3) બાળકને લાળ ટપકતી હોય તો એકથી બે કળી દૂધમાં લસોટી પાવી અથવા જાસૂદનું એક તાજુ ફૂલ ચાવીને ખાવાનું કહેવું. (૪) સ્વપ્નદોષમાં જાસૂદની આઠથી દસ કળી ચાવીને ખાવી. (૫) ગુલકંદની જેમ જપાકંદ બનાવી શકાય. કાચની બરણીમાં જાસૂદનાં તાજા ફૂલની છૂટી કરેલી પાંદડી અને દળેલી સાકરના થર પર થર કરવા. બન્ને સરખા વજને લેવાં. બરણીનું મોં સફેદ સુતરાઉ કાપડથી બાંધી રપ થી ૩૦ દિવસ તડકામાં રાખવાથી જપાકંદ તૈયાર થાય છે. એનાથી લોહીવા-રતવા, મગજની તથા યાદશક્તિની નબળાઈ, અપસ્માર,

ઉન્માદ, હતાશા, ભય વગેરે મટે છે. કામશક્તિ વધારવા અને શુક્રજતુઓની વૃદ્ધિ માટે પણ ઉપયોગી છે. એની માત્રા પુખ્ત વયના માટે એક ચમચી અને બે વરસથી મોટાં બાળકો માટે અડધી ચમચી છે.

જાંબુ

જાંબુ પરમ વાતલ એટલે વાયુ કરનાર છે, તેમ છતાં ઉત્તમ ઔષધ છે. મોટાં રસદાર મીઠાં જાંબુ સારાં. નાનાં જાંબુ પણ મીઠાં હોય તો ખાઈ શકાય, પરંતુ ખાટાં ન ખાવાં. જાંબુ કફ અને પિત્ત મટાડે છે. એ મળને બાંધનાર હોવાથી પાતળા ઝાડાઅતિસાર, સંગ્રહણી, અપચો વગેરેમાં ઉપયોગી છે. જો કોઈ પણ કારણથી બરોળ મોટી થઈ ગઈ હોય, અજીર્ણ થયું હોય, તેમણે જમ્યા પછી જાંબુ ખાવાં. બરોળની તકલીફમાં સવાર-સાંજ જમ્યા પછી એક કપ જાંબુનો રસ પીવો. ડાયાબીટીસમાં જમ્યા પછી જમ્યા પછી જાંબુના બે-ત્રણ ઠળિયા ખાવા હિતાવહ છે. સ્વાદિષ્ટ, મળને રોકનાર, પચવામાં ભારે અને ભોજન પરની અરુચિ દૂર કરનાર છે.

જીરું તીખું, પચ્યા પછી પણ તીખું, ગરમ, તીક્ષણ, રુચિકારક, જઠરાગ્નિ પ્રદીપ્ત

કરનાર, પિત્ત તથા અગિન વધારનાર, ઉદરશૂળ-આંકડી-મરોડનું શમન કરનાર, સુગંધી, કફ, વાયુ, દુર્ગધ, ગોળો, ઝાડા, સંગ્રહણી તથા કરમિયાનો નાશ કરનાર છે. જીરુ ગેસનો નાશ કરે છે. જીરુ દુર્ગધનાશક અને વાયુનાશક છે. (૧) જીરુ અને હરડેનું સમભાગે ચૂર્ણ બાળકોને અડધી ચમચી અને મોટા માણસોને એક ચમચી ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે રાત્રે જમ્યા પછી એક કલાકે લેવાથી મળની અને વાયુની શુદ્ધિ થવાથી ઉદરશૂળ, ગેસ, આફરો અને મળની દુર્ગધ મટે છે. (૨) પ્રસુતિ પછી અડધી ચમચી જીરાનું ચૂર્ણ, બે ચપટી સુંઠ અને એક ચમચી સાકર મિશ્ર કરી સવારે અને સાંજે લેવાથી ગર્ભાશય શુદ્ધ થાય છે અને ધાવણ વધે છે. અનિયમિત માસિકવાળી સ્ત્રીઓ પણ આ ઉપચાર કરી શકે. (3) અતિશય એસિડિટી રહેતી હોયતો સવાર-સાંજ ધાણા-જીરુનું ચૂર્ણ સમભાગે સાકર સાથે લેવાથી મટે છે.

ટામેટા

ટામેટામાં પોષક તત્વો પુશ્કળ હોવાથી શાકભાજી તેમજ ફળ તરીકે શ્રેષ્ઠ ગણાય છે. ટામેટાં ખાટાં, ભૂખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર છે. તે અનિમાંદા, ઉદરશૂળ, મેદવૃદ્ધિ, રક્તવિકાર, હરસ, પાંડુરોગ અને જીર્ણજવરને દૂર કરે છે. ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફિક્કાશ દૂર થાય છે. ટામેટાં સારક હોવાથી કબજિયાત દૂર થાય છે. (૧) પાકા ટામેટાનો એક કપ રસ અથવા સૂપ રોજ એકાદવાર લેવાથી અંતરડામાં જામેલો-સૂકાયેલો મળ છૂટો પડી જૂની કબજિયાત મટે છે. (૨) ટામેટામાં રહેલું લાયકોપેન નામનું પિગમેન્ટ ફ્રી રેડીકલ્સ દ્વારા થતા જોખમને ઓછું કરી અમુક કેન્સરને વધતું અટકાવે છે. ખાસ કરીને સ્ત્રીઓને થતા બ્રેસ્ટ કેન્સર સામે વધુમાં વધુ ફાયદો મળે છે. લાયકોપેન ચરબીમાં દ્રાવ્ય છે આથી સલાડમાં (કાચાં) ખાવા કરતાં થોડા તેલ કે ઘીમાં રાંધેલાં ટામેટાં રોગ સામે વધુ રક્ષણ આપે છે. (3) ટામેટામાં બહુ જ ઓછી કેલેરી હોવાથી વજન ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે. (3) વાત-કફ પ્રકૃતિવાળા માટે ટામેટાં ખૂબ ફાયદાકારક છે. (૪) ઉલટી થવાથી શરીરમાં પોટેશિયમ, કેલ્શિયમ અને સોડિયમની માત્રા ઘટી જાય છે અને આથી થાક લાગે છે. ટામેટાનો રસ આ તત્વોની ઉણપ પૂરી કરે છે. (પ) રાત્રે વધુ પડતો દારૂ પીવાયો હોય તો ટામેટાનો રસ પીવાથી હેંગઓવર દૂર થાય છે.

ટીંબરુ

એનાં પાકાં ફળ ખૂબ જ સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થ છે. એનો સ્વાદ ચીકુ જેવો જ હોય છે. ટિંબરુનું પાકું ફળ પિત્તના રોગો, કફના રોગો, પ્રમેહ, રક્તપિત્ત અને ખંજવાળ દૂર કરે છે. એ સ્વાદે મધુર, રુક્ષટિંબરુની છાલને ગૌમૂત્રમાં લસોટીમાથામાં લેપ કરવાથી જૂ તરત જ મરી જાય છે અને ખોડાનો નાશ થાય છે. ટિમરુનાં ફળની છાલ સૂકવી તેનો ધૂમાડો કરીને સુંઘવાથી દમનો હુમલો શાંત થઈ જાય છે. તેને ચલમમાં નાખીને પણ પી શકાય.

ટેટુ

સંસ્કૃતમાં ટંટુક ઉપરથી ગુજરાતીમાં ટેટુ શબ્દ થયો છે. ટંટુ એ દશમ્ળમાંની એક વનસ્પતિ છે. એ સંધિવાનું સારું ઔષધ છે. એની છાલ ઉત્તમ ઔષધ ગુણ ધરાવે છે. એ સ્વદલ(પરસેવો લાવનાર) છે. એની છાલ પરસેવા દ્વારા શરીરમાંથી આમવિષને બહાર કાઢે છે. એ બસ્તિ (મૂત્રાશય)ના રોગોનું ઉત્તમ ઔષધ છે. એની છાલમાં સોડિયમ સેલિસિલેટ્સ સારા પ્રમાણમાં છે. આથી એ સંધિવામાં ઘણું સારું ઔષધ છે. (૧) એક ચમચી છાલનું ચૂર્ણ એક ગલાસ પાણીમાં ઉકાળી અડધા કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી કપડાથી ગાળીને સવાર-સાંજ તાજુ બનાવી પીવાથી સંધિવા મટે છે. ટંટુની છાલ મળને રોકનારી હોવાથી કબજિયાતવાળાએ એનો ઉપયોગ કરવો નહિ. અતિસારવાળા માટે તેનો ઉપયોગ સારો.

ડુંગળી પરમ ગુણકારક છે એ લોહીની ગાંઠોને ઓગાળે છે, આથી હૃદય અને મગજની ગાંઠોમાં થતા થોમ્બોસિસના હુમલા સામે રક્ષણ આપે છે. આ ગુણ કાચી ડુંગળીના છે. ડુંગળી જઠરાગિન પ્રદીપ્ત કરી પાચનશક્તિ વધારે છે. તે કફનાશક છે, પૌષ્ટિક, શક્તિપ્રદ, સ્નિગધ, ગુરુ, તીખી, અને મધુર છે. ડુંગળી યકૃતને ઉત્તેજિત કરે છે, હૃદયની ગતિ સમ્યક કરે છે, શરીરની સાતેય ધાતુઓને બળ આપે છે. થાક દૂર કરે છે. ડુંગળી શુક્રવર્ધક, બળવર્ધક, વાયુનાશક તથા યકૃત અને હૃદયની ક્રિયાશક્તિ વધારનાર છે. વળી એ આંતરડાનું કેન્સર અટકાવવાનો ગુણ ધરાવે છે. ડુંગળી ઉષ્ણ અને તીક્ષણ હોઈ પિત્તવર્ધક છે આથી પ્રકૃતિને અનુકૂળ હોય તેઓએ જ એનું સેવન કરવું. એનાથી આળસ, ઊંઘ અને કામેચ્છા વધે છે. એ સ્વાદે મધુર, પચ્યા પછી પણ મધુર, પચવામાં ભારે, વાયુનાશક પણ કફકારક, ગરમ, બલ્ય, દીપક અને ભૂખ વધારનારી છે. તે મેદસ્વી, આળસુ, ક્રોધી, કામુક અને ઊઘણસી માટે વજ્ય છે. ડુંગળી સાથે દૂધ કે ગોળ ન લેવાં જોઈએ. એનાથી મેલેરિયા સામેની પ્રતિકાર શક્તિ વધે છે. આથી યુરોપ-અમેરિકામાં ગરમ ગરમ ઓનિયન સૂપ પ્રચલિત છે. અનુકૂળ હોય તેમણે પરમ ગુણકારક ડુંગળીને આહારમાં સ્થાન આપવું. (૧) તીક્ષણ હોવાથી શરદી, મૂચ9ાં કે ગરમીના કારણે માથું દુ:ખતું હોય તો તે મટે છે. (ર) વાઈના રોગમાં ડુંગળીના રસનાં ટીપાં નાકમાં નાખવાથી સારું પરિણામ મળે છે. (3) કૉલેરામાં ૧ કપ રસમાં ચપટી હીંગ, વરિયાળી અને ધાણા. ૧-૧ ગ્રામ મેળવી પીવાનું ચાલુ રાખવું જોઈએ. (૪) બન્ને સમય ભોજનમાં ડુંગળીનું કચુંબર ખાવાથી ભૂખ ઊઘડે છે, તથા અશક્તિ દૂર થાય છે. (પ) કાચી ડુંગળી વાયુ કરતી નથી. ડુંગળીમાં ઓજસકાંતિવર્ધક ગુણ રહેલો છે. (૬) કામશક્તિ અને શુક્રવૃદ્ધિ માટે ડુંગળીના અડધા કપ જેટલા તાજા રસમાં બે ચમચી ઘી નાખી સવાર-સાંજ પીવું અથવા ધીમાં સાંતળેલું ડુંગળીનું તાજું અને કાચું શાક ખાવું, (૭) ડુંગળીના રસનાં ચાર-પાંચ ટીપાં નાકમાં નાખવાથી હેડકી અને શ્વાસમાં તરત જ ફાયદો થાય છે.

ડોડી-જીવંતી

જીવનને નિરોગી રાખનાર અને પ્રાણશક્તિ આપે તે જીવંતી. શાકમાત્રમાં એ શ્રેષઠ છે. એને ગુજરાતીમાં દીદી, ડીડી, ખરખોડી, ચડારૂડી વગેરે પણ કહે છે. એના વેલા વાડો પર ચડેલા હોય છે. બારે માસ લીલીછમ રહે છે. તેની ડુંખો, કોમળ પાન, ફૂલ, બધું જ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. પાન તોડીને સીધાં ખાઈ શકાય છે. ડોડી મધુર, બળ આપનાર, શીતળ, લોહીના અને પિત્તના વિકારો શાંત કરનાર અને કોઠાનો લોહીવા અથવા રતવા મટાડનાર છે. એ બળ આપનાર, મૈથુનશક્તિ વધારનાર, શરીરની સર્વ ધાતુઓને સમાન કરનાર છે. (૧) ડોડીના સૂકા મૂળનું અડધી ચમચી ચૂર્ણ સવાર-સાંજ તાજા દૂધ સાથે ફાકવાથી મૈથુનશક્તિ વધે છે. (૨) આ ચૂર્ણથી ઝીણો તાવ, દાહ, અશક્તિ, ઉધરસ વગેરે પણ મટે છે. (3) આ ચૂર્ણથી વજન પણ વધે છે. ત્રણેક મહિના આ ચૂર્ણનો ઉપયોગ કરવો. (૪) ડોડીમાં વિટામિન 'એ' રહેલું હોવાથી રતાંધણાપણું મટાડે છે.

તજ

પાતળી તજ ઉત્તમ ગણાય છે. તે તીખી, મધુર, કડવી, સુગંધીદાર, વીર્યને વધારનાર, શરીરનો રંગ સુધારનાર તેમ જ વાયુ, પિત્ત, મુખણુષ્કતા અને તરસ મટાડનાર છે. તેની અતિશય વધારે માત્રા નપુસંકતા લાવે છે. પા ચમચી તજનું ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી અજીર્ણ, ઊલટી, પેટની ચૂંક, આફરો વગેરે પેટનાં દર્દી મટે છે. ગર્ભાશયનું સંકોચન કરનાર હોવાથી પ્રસૂતિ પછી હિતકારી છે.

તડબૂચ ના બી તડબૂચનાં બીની મીજને મગજતરી કહે છે, કેમ કે એ મીજ ખાવાથી બુદ્ધિ વધે છે.

તમાલપત્ર એ મધુર, ગરમ, તીક્ષણ, ઉત્તેજક, વાતહર અને પચવામાં હલકાં છે. તમાલપત્ર કફ, વાયુ, હરસ, ઊલટી-ઊબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુ:ખાવો અવાર-નવાર થતા ઝાડા વગેરે પાચનતંત્રના રોગો દૂર કરે છે. પ્રસૂતિ પછી ગર્ભાશયમાં કોઈ દોષ રહી ગયો હોય તો તમાલપત્ર અને એલચીદાણાનું સમભાગે બનાવેલ ચૂર્ણ અડધી અડધી ચમચી સવાર-સાંજ લેવાથી મટે છે.

તલ

તલ કાળા, સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારના થાય છે. એમાં કાળા તલ શ્રેષ્ઠ ગણાય છે. બધા જ પ્રકારના તલ મધુર, તીખા, કડવા, તુરા, સ્વાદિષ્ટ, ચીકણા, ગરમ, કફ અને પિત્ત કરનારા, બળ આપનારા, વાળ માટે હિતકર, ધાવણ વધારનારા, બુદ્ધિપ્રદ, દાંત માટે હિતકારી તેમ જ મળને બાંધનારા છે. વહેલી સવારે એકાદ મુઠ્ઠી તલ ચાવીને ખાવાથી દાંત એવા મજબૂત બને છે કે લાંબા સમય સુધી હલતા, દુ:ખતા કે પડતા નથી.

તલના તેલનો કોગળો મોંમાં તલનું તેલ ભરી થાકી જવાય ત્યાં સુધી મોં ફૂલાવી રાખવાથી જડબાં બળવાન બને છે, સ્વર ગંભીર-દૂર સુધી સાંભળી શકાય તેવો સુસ્પષ્ટ તથા મુખપ્રદેશ ભરાવદાર થાય છે. આહાર-રસોના સ્વાદની યોગ્ય અનુભૂતિ અને આહાર પર અભિરુચિ ઉત્પન્ન થાય છે. તલના તેલનો કોગળો કરનારને કયારેય મુખશોષ(મોં સૂકાવું તે) થતો નથી કે હોઠ ફાટવાનો ભય રહેતો નથી. ખાટા આહાર દ્રવ્યો ખાધા પછી દાંત અંબાઈ જતા નથી કે દાંતની જડમાં દર્દ થતું નથી. તેના દાંત અત્યંત કઠીન-સખત ખોરાક પણ ચાવીને ખાવાને સમર્થ બને છે.

તુલસી

તુલસીમાં રહેલું એક વિશિષ્ટ તેલ હવાને જતુમુક્ત કરી શુદ્ધ કરે છે. સવારે નરણે કોઠે તુલસીનો રસ પાણી સાથે લેવાથી બળ, તેજ અને સ્મરણ શક્તિ વધે છે. મોંમાંથી દુર્ગધ આવતી હોય તો તુલસીનાં થોડાં પાન દરરોજ ચાવવાથી તે દૂર થાય છે અને સ્વાસ્થયની વૃદ્ધિ થાય છે. તુલસી શરીરની વિધુત જાળવી રાખે છે. તુલસીની માળા ધારણ કરનાર ઘણા રોગોથી મુક્ત રહે છે. તુલસી ગરમ હોવાથી કફના તમામ રોગોમાં અતિ ઉપયોગી છે. શરદી, સળેખમ, સસણી, ઉધરસ, શ્વાસ જેવા કફના રોગો તે મટાડે છે. આ ઉપરાંત પાચનતંત્રના રોગોમાં પણ તે ઉપયોગી છે. ભૂખ મરી જવી, ખાવામાં રુચિ ન રહેવી, પેટ ડબ રહેવું, મોં વાસ મારવું વગેરે રોગોમાં તેનો ઉપયોગ થઈ શકે. તુલસીનાં પાન એમ ને એમ કાચાં ખાઈ શકાય. તેનાં પાનનો રસ કાઢી પી શકાય. તુલસીનાં પાનની સુકવણી કરી જરૂર પડયે ઉપયોગમાં લઈ શકાય. ગરમ પ્રકૃતિવાળાએ અને પિત્તજન્ય રોગોમાં તેનો ઓછો ઉપયોગ કરવો. તુલસીનાં પાન ખાઈને દૂધ પીવું નહિ. એના નિત્ય સેવનથી એસિડિટી, મરડો, કોલાઈટીસ મટે છે. સ્નાયુનો દુ:ખાવો, શરદી, સળેખમ, મેદવૃદ્ધિ, માસિક સંબંધી રોગો અને દુ:ખાવો બાળકોના રોગો- ખાસ કરીને શરદી, કફ, ઝાડાઉલટીમાં ફાયદો કરે છે. તુલસી હૃદયરોગમાં આશ્ચર્યજનક ફાયદો કરે છે. આંતરડાના રોગોની તુલસી અકસીર દવા છે. એક ફ્રેન્ચ ડૉક્ટરે કહ્યું છે કે તુલસી એક અદ્રુત ઔષધિ છે. તુલસી પર કરવામાં આવેલા પ્રયોગોથી સાબિત થયું છે કે બ્લડપ્રેશરના અને પાચનતંત્રના નિયમનમાં, રક્તકણો વધારવામાં, તેમ જ માનસિક રોગોમાં તુલસી અત્યંત લાભદાયી છે. ઉપરાંત એ બ્રહ્મચર્યના રક્ષણમાં અને યાદશક્તિ વધારવામાં અનુપમ સહાયક છે. (૧) ફ્લો અને મેલેરિયાના તાવમાં તુલસીનાં પાન મરીના ભૂકા સાથે ચાવીને ખાવાથી તાવ હળવો પડે છે. (ર) વાત, ખાંસી, શ્વાસના રોગોમાં તુલસીનો રસ 3 ગ્રામ, આદુનો રસ 3 ગ્રામ અને એક ચમચી મધ લેવાથી ફાયદો થાય છે. (3) તુલસીના રસમાં મીઠું મેળવી નાકમાં ટીપાં નાખવાથી મૂછ મટે છે. (૪) તુલસી કીડનીની કાર્યશક્તિ વધારે છે. (પ) તુલસીની માળા બનાવી ગળામાં પહેરી રાખવાથી અનેક રોગોથી રક્ષણ મળે છે.

તુવેરનીદાળ

તુવેરની દાળમાં સારી રીતે ધી મેળવીને ખાવાથી એ વાયડી પડતી નથી. તુવેરની દાળ ત્રિદોષહર હોવાથી એ સૌને અનુકૂળ પડે છે. તુવેર ત્રી, રુક્ષ, મધુર, શીતળ, પચવામાં હલકી, ઝાડો રોકનાર, વાયુ કરનાર તેમજ પિત્ત, કફ અને લોહીના બગાડને મટાડનાર છે.

તેલ

માત્ર તલ અને સરસવનું તેલ જ તેલ કહેવાય, શિંગ, સૂર્યમુખી, કપાસિયા, પામોલીન વગેરેના તેલને તેલ કહેવાય નહિ. તલનું તેલ ગરમ છે, આથી તે જઠરાગિનને પ્રદીપ્ત કરે છે, અને વાયુનાશક છે. તે એક ઉત્તમ ટોનિક છે. તે ઝાડા અને પેશાબને બાંધે છે. તલના તેલથી ચામડી મુલાયમ બને છે. તલના તેલથી કૉલેસ્ટરોલનો નાશ થાય છે.

ત્રિકટુ

સુંઠ, લીડીપીપર અને કાળા મરીના સમાન ભાગે બનાવેલા ચૂર્ણને ત્રિકટુ કહે છે. આ ત્રિકટુ અગિનને પ્રદીપ્ત કરનાર, દમ, ઉધરસ, ચામડીના વિવિધ રોગો ગોળોગેસ, પ્રમેહ, કફ પ્રકોપ, સ્થળતા-મેદ, હાથીપગુ અને પીનસ-સળેખમ મટાડે છે. અડધીથી એક ચમચી ત્રિકટુ સવાર-સાંજ પાણી સાથે લેવું. પિત્તપ્રકૃતિ કે પિત્તના રોગોમાં ન લેવું.

ત્ત્રિફળા ગૂગળ હરડે, બહેડાં, આમળાં અને લીડીપીપર દરેક ૪૦ ગ્રામ અને શુદ્ધ કરેલો ગૂગળ ર00 ગ્રામ.. ગૂગળ ધીમાં મેળવી બાકીના ચારે ઔષધોનું ચૂર્ણ મિશ્ર કરી જરૂર પૂરતું પાણી મેળવી વટાણા જેવડી ગોળીઓ વાળવી. બબ્બો ગોળી ભૂકો કરી સહેજ ગરમ પાણી સાથે સવારે, બપોરે અને રાત્રે લેવાથી ભગદર, નાડીવ્રણ, ગેસ, મસા, ફીશર વગેરે રોગો મટે છે. વજન ઘટાડવા માટે પણ ત્રિફળ ગગળ ઉત્તમ છે. ત્રિફળા ગ્રગળ બજારમાં મળે છે.

ત્રિફળા ચૂર્ણ

ત્રિફળા ચૂર્ણ કફ અને પિત્ત હણે છે. પ્રમેહ તથા કોઢ મટાડનાર, મળને સરકાવનાર, નેત્રને હિતકારી, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, અરુચિ દૂર કરનાર તથા વિષમજવરનો નાશ કરનાર છે. ત્રિફળાથી સિદ્ધ કરેલું ધી સવાર-સાંજ બબ્બી ચમચી લેવાથી રતાંધળાપણું દૂર થાય છે. આંખોનું તેજ વધે છે. આંખની આસપાસ ખંજવાળ, ઝાંખપ, આંજણી, આંખોની બળતરા-ગરમી તથા કબજિયાત દૂર થાય છે.

થોર

સંસ્કૃતમાં થોરને સમન્તદૂધા કહે છે. સમન્તાત ટુ ઘમસ્થ ફંતિ સમન્તવુ ઘા. જેમાં બધે જ દૂધ છે તે સમન્ત દૂગધા. થોરનો પ્રત્યેક ભાગ દૂધથી ભરેલો છે. એનું દૂધ તીવ્ર વિરેચક છે. આથી ચિકિત્સકની સલાહ વિના એનો ઉપયોગ કરવો નહિ. જળોદરનું એ ઉત્તમ ઔષધ છે. (૧) પગમાં ચીરા પડતા હોય તો આઠ ચમચી થોરના દૂધમાં બે ચમચી તલનું તેલ અને સહેજ સિંધવ મેળવી ગરમ કરવું. થોરનું દૂધ બધું જ બળી જાય અને તેલ બાકી રહે ત્યારે તેલ ગાળીને બાટલીમાં ભરી લેવું આ તેલ પગના ચીરામાં સવાર-સાંજ લગાડવાથી થોડા દિવસમાં જ ચીરા મટી જાય છે. (૨) ગમે તેવાં કઠણ ગડગમડ કે ગાંઠ હોય તે ઉપર થોરનાં પાન ગરમ કરીને બાંધવાથી ગાંઠ વિખેરાઈ જાય છે કે ફૂટીને મટી જાય છે.

દહીં

(1) મગની દાળ, આમળાં, મધ તથા સપ્રમાણ ઘી, સાકર પૈકી કોઈની સાથે જો દહીં ખાવામાં આવે તો દહીં ખાવાથી નુકસાન થતું નથી. (૨) મોળા તાજા દહીંમાં રહેલા બેકટેરિયા આંતરડામાં જામી ગયેલાં વિષાક્ત કીટાણુઓ તથા મળને બહાર ફેંકવાનું કામ કરે છે. (3) આહાર સાથે દહીં લેવાથી આહારનું પાચન ઝડપભેર થાય છે. પાચનાંગોની શુષ્કતા તથા ગરમી દૂર થાય છે તેમ જ અનિદ્રા મટે છે. (૪) દહીં ખાવાથી દવા દ્વારા વધુ પડતી એન્ટીબાયોટીકની થયેલી અસર જલદીથી નાબૂદ થાય છે.

દાડમ

દાડમ ઊલટી, વાયુ, મૂત્રદોષ અને તૃષાનો નાશ કરનાર તથા રુચિકર છે. તે આમપાચક, રક્તસ્તભક અને શક્તિવર્ધક છે. દાડમ ભૂખ લગાડે છે અને આહારનું પાચન પણ કરે છે. વાયુ, પિત્ત અને કફ ત્રણે દોષોનો નાશ કરે છે. તૃષા, દાહબળતરા, તથા હૃદય, કંઠ અને મુખના રોગોનો નાશ કરે છે. એ વીર્ય અને બુદ્ધિ વધારનાર, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, તૃપ્તિકારક, પરમ રુચિકર, શ્રમહર, શીતળ અને બળ વધારનાર છે. દાડમનો રસ મધુર, ખાટો અને તુરો હોય છે. તે ઝાડાને બાંધનાર હોવાથી ઝાડા થયા હોય તો દાડમનો રસ પીવાથી મટે છે. મધુર દાડમ પિત્તનો નાશ કરે છે, જ્યારે ખાટું પિત્તકારક છે અને કફ તથા વાયુનો નાશ કરે છે. જે દાડમ ખાટું, તુરું અને મધુર હોય તે વાયુનાશક, મળ સુકવનાર અને જઠરાગિન પ્રદીપ્ત કરનાર હોય છે. વળી તે સ્નિગધ તથા ઉષ્ણ હોઈ હૃદયને હિતકારી અને પિત્ત તથા કફમાં વિરુદ્ધ નથી. જે દાડમ માત્ર ખાટું હોય તે રૂક્ષ હોઈ પિત્ત અને વાયુને કોપાવે છે. દાડમ મળને રોકે છે. એ શીતળ છે, આથી ગરમી અને પિત્તના રોગોમાં ઉપયોગી છે. દાડમના મૂળની છાલ, આખા ફળ, ફળની છાલ, એનાં ફૂલ, પાન બધું જ દવાના કામમાં આવે છે. (૧) દાડમનો રસ ઉલટી મટાડે છે. (૨) ઝાડા રોકવા માટે ઈંદ્રજવ અને દાડમની છાલનો પાઉડર પાણી સાથે લેવો. (3) નાના બાળકને ૧/૨ વાલ છાલ, ૧ રતિ જાયફળ અને થોડું કેસર મેળવી થોડા દિવસ આપવાથી ઝાડા મટી જશે અને ભૂખ લાગશે. (૪) પાકા મોટા દાડમ પર ચીકણી માટીનો બે આંગળ જેટલો જાડો થર કરી અગિનમાં શેકવું. માટી લાલચોળ થઈ જાય ત્યારે તેને ઉતારી, માટી દૂર કરી દાડમનો રસ કાઢવો. આ રસ પચવામાં ખૂબ જ સુપાચ્ય, જઠરાગિનને પ્રદીપ્ત કરનાર અને અતિસારના પાતળા ઝાડાને રોકે છે. દાડમનો મધુર રસ બળપ્રદ, ત્રણે દોષોને દૂર કરનાર, શુક્રવર્ધક, મેધા પ્રદ અને હૃદય માટે હિતકર છે. (પ) જેમને રોજ પાતળા ઝાડા થતા હોય તેમણે ફળની છાલનો ભૂકો પાણી સાથે લેવો. (૬) દાડમની છાલ મોંમાં રાખવાથી મોંનાં ચાંદાં મટે છે. ઉધરસમાં પણ છાલ મોંમાં રાખી શકાય. (૭) દાડમના રસમાં મરી અને સિંધવ નાખી પીવાથી અગિન પ્રદીપ્ત થાય છે, અને ભૂખ ઊઘડે છે. (૮) દાડમના રસમાં સાકર કે ગલ્યુકોઝ નાખી પીવાથી પિત્તનું શમન થાય છે. (૯) તાવમાં મોં બગડી જાય તો દાડમના દાણા ખાવા કે તેનો રસ કાઢી પીવો, (૧૦) દાડમ પિત્તનું શમન કરે છે; હૃદયનું રક્ષણ કરે છે. છાતીમાં દુ:ખતું હોય તો રોજ સાકર નાખી દાડમનો રસ પીવો. કફમાં પણ દાડમનો રસ ગુણકારી છે. (૧૧) નાકમાંથી લોહી પડતું હોય તો દાડમના રસનો છૂટથી ઉપયોગ કરવો. (૧૨) ૧ તોલો દાડમની છાલ અને ૧ તોલો કડાની છાલનો ઉકાળો કરી પીવાથી મસામાં કે ઝાડામાં પડતું લોહી તરત જ બંધ થાય છે. (૧૩) છાલ સહિત કાઢેલો દાડમનો રસ ઉત્તમ એન્ટી ઓક્સીડંટ છે. આથી એ ઓક્સીડેશનની અસર ઓછી કરે છે, કૉલેસ્ટરોલ ઘટાડે છે અને ધમનીઓને બરડ થતી અટકાવે છે. દરરોજ પ૦-૮૦ મિ.લિ. રસ લેવો જોઈએ. (૧૪) દાડમની છાલ ૨૦ ગ્રામ અને અતિવિષ પાંચ ગ્રામનો અધકચરો ભૂકો એક ગ્લાસ પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે ગાળીને ઠંડુ પાડી. સવાર-સાંજ પીવાથી પાતળા ઝાડા, નવો મરડો અને આમ-ચીકાશયુક્ત ઝાડા મટે છે. આ ઉપચારથી આંતરડાંને નવું બળ મળે છે. (૧૫) એક કપ દાડમના રસમાં એક ચમચી જીરાનું ચૂર્ણ મેળવી સવાર-સાંજ પીવાથી ગમે તેવો આમાતિસાર મટી જાય છે. (૧૬) દાડમની છાલનું ચૂર્ણ એક ચમચી જેટલું દિવસમાં ત્રણ વાર લેવાથી ઝાડા મટે છે. બાળકને પાથી અડધી ચમચી આપવું. (૧૭) ગરમીના દિવસોમાં નસકોરી ફૂટતી હોય, માસિક વધારે આવતું હોય, હરસમાં લોહી પડતું હોય તો સાકર નાખી દાડમનો રસ પીવાથી લાભ થાય છે.

દારૂ શરાબમાં રહેલું ભારોભાર અગિનતત્વ શરીરની સપ્ત ધાતુઓને બાળી નાખે છે. આ જ તેની સૌથી મોટી ખરાબ અસર છે.

દૂધ –ગાયનું

જીર્ણજવર, માનસિક રોગ, બેહોશી, ભ્રમ, સંગ્રહણી, પાંડુરોગ, દાહ, તૃષા, હૃદયરોગ, શૂળ, વાયુરોગ, રક્તપિત્ત, યોનિરોગ વગેરેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ છે. દરરોજ ગાયનું દૂધ લેવાથી તમામ પ્રકારના રોગ અને વૃદ્ધાવસ્થા નષ્ટ થાય છે. એનાથી શરીરમાં તત્કાળ વીર્ય પેદા થાય છે. એલોપથીની દવાઓ, રાસાયણિક ખાતરો, પ્રદુષણ વગેરેને કારણે શરીરમાં જે વિષ એકત્રિત થાય છે તેનો નાશ કરવાની શક્તિ ગાયના દૂધમાં છે. ગાયનાં દૂધ-ઘી અણુવિકિરણોનાં પ્રતિરોધક છે. મગજ અને બુદ્ધિના વિકાસમાં સહાયક છે. એમાં રાસાયણિક તત્વ નહીંવત હોવાથી વધુ પ્રમાણમાં પીવાથી કોઈ આડઅસર કે નુકસાન થતું નથી. ગાયના દૂધમાંથી મળતા પ્રોટીનને લીધે શરીરના કોષો કેન્સરથી ગ્રસ્ત થતા બચી જાય છે. આ દૂધથી કૉલેસ્ટરોલ વધતું નથી. બલકે હૃદય અને ધમનીઓના સંકોચનું નિવારણ થાય છે. દૂધમાં એનાથી અડધું પાણી નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળીને પીવાથી કાચા દૂધ કરતાં પચવામાં વધુ હલકું થાય છે. ગાયના દૂધમાં એજ ગાયનું ધી મેળવી પીવાથી અને ગાયના ધીમાંથી બનેલા શીરાના સહન કરી શકાય એટલા ગરમ ગરમ ચાબકા જીભ પર મારવાથી કેન્સર મટે છે એવું સાભળ્યું છે. ગાયનું દૂધ સ્વાદિષ્ટ, સ્નિગધ, મુલાયમ, મધુર, શીતલ, રુચિકર, બુદ્ધિવર્ધક, બળવર્ધક, સ્મતિવર્ધક, જીવનદાયક, રક્તવર્ધક, વાજીકારક, આયુષ્યવર્ધક, અને સર્વ રોગોને હરનાર છે. નિયમિત દૂધ લેવાથી શરીરને કેલ્શિયમ અને પ્રોટીન બંને મળે છે.

દૂધના પાચન માટે સવારે એક પાકા લીંબુનો રસ પાણી સાથે પીવાથી દૂધ ન પચતું હોય અને દૂધ પીવાથી પેટમાં ગડગડાટ થતો હોય તો તે મટે છે.

દુધી

દૂધી ઠંડી, પૌષ્ટિક, ધાતુવર્ધક, બળવર્ધક, વૃષ્ય, ગરમીને કારણે વજન ઘટતું હોય તો વજન વધારનારી અને ગર્ભને પોષણ આપનારી છે. દૂધી ગરમીવાળાને, ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે. દૂધીનું તેલ પણ ગરમ પ્રકૃતિવાળા માટે ઉપયોગી છે. દૂધીના તેલની માલિશથી બુદ્ધિ વધે છે. વળી દૂધી મધુર, સ્નિગધ, ધાતુપુષ્ટદાયી, પાચનમાં હલકી (પરંતુ વધુ ખાવાથી ભારે), હૃદય માટે હિતકારી, રુચિ તથા મૂત્ર ઉત્પન્ન કરનારી, ગ્રાહી(ઝાડો બાંધનાર), બેચેની, પિત્ત (ગરમી), વિષ, શ્રમ, તાવ તથા દાહનો નાશ કરનારી, બુદ્ધિવર્ધક, ઊઘ લાવનારી, તરસ દૂર કરનાર, રક્તસાવ અટકાવનાર, વાત-પિત્તનાશક તથા કફવર્ધક છે. બંગાળમાં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. દૂધીનાં બીજ મૂત્રલ છે. આથી તે સોજા ઉતારે છે (૧) શરીરમાં દાહ-બળતરા થતી હોય, રક્તવિકાર, ગામડાં, શીળસ, ગરમી વધી હોય તથા નાક કે ગળામાંથી લોહી પડતું હોય તો દૂધીના રસમાં મધ, સાકર કે ઘી નાખી પીવાથી મટે છે. (૨) ખૂબ તાવ હોય અને મગજે ગરમી ચડી ગઈ હોય તો દૂધી છીણી અથવા બે ફાડિયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠંડક થઈ રાહત થાય છે. (3) દૂધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાનો દુ:ખાવો તેમ જ ગાંડપણમાં લાભ થાય છે. (૪) ઘી અને જીરુ, વડે બનાવેલું દૂધીનું શાક ખાવાથી અને દૂધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસ મટે છે. (પ) દાઝી જવાથી થયેલા વ્રણ પર દૂધીના ગર્ભની લુગદી લગાડવાથી ફાયદો થાય છે. (૬) ૧૦ થી ૨૦ ગ્રામ દૂધીના બીના ચૂર્ણને સાકર સાથે વાટી સવારે નરણા કોઠે ખાઈ બે કલાક પછી બે ચમચી દિવેલ પીવાથી પેટમાંના ચપટા કૃમિ નીકળી જાય છે. (૭) ૧૦ થી ૨૦ ગ્રામ દૂધીનાં બીના ચૂર્ણમાં સાકર અથવા મધ મેળવી દરરોજ સવાર, બપોર, સાંજે લેવાથી પેશાબનાં દર્દી મટે છે. (૮) મધમાખી, કાનખજૂરી જેવાં ઝેરી જતુના ડંખ પર દૂધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વિષનો નાશ થાય છે. (૯) ગરમીમાં દૂધીના રસમાં સાકર નાખી શરબત બનાવી પીવાથી રાહત થાય છે. (૧૦) દૂધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે. (૧૧) એક ચમચી દૂધીનાં બીજ પાણી સાથે સવાર-સાંજ ફાકી જવાથી મૂત્રપ્રવૃત્તિ વધી સોજા ઉતરે છે. (દૂધીનાં બીજની અવેજીમાં સક્કરટેટી, કાકડી કે તડબૂચનાં બીજ પણ ચાલી શકે.) (૧૨) દૂધીનો મુરબ્બો મગજને ઠંડક આપે છે. (૧૩) દૂધીનો હલવો ધાતુ પુષ્ટિકર છે. (૧૪) દૂધીનાં બીજનું તેલ માથાના દર્દીમાં સારું પરિણામ આપે છે. વાળ ખરતા હોય તો દૂધીનાં બીજથી પકવેલું તેલ વાપરવાથી વાળ ખરતા તથા સફેદ થતા અટકે છે.

દ્રાક્ષ

દ્રાક્ષ તરસ, બળતરા, તાવ, દમ, રકતપિત્ત, છાતીમાં વ્રણ-ચાંદું, ક્ષય, વાયુ, પિત્તના રોગ, મોં કડવું થવું, મોં સુકાવું, ઉધરસ વગેરે મટાડે છે. એ શરીરને પુષ્ટ કરે છે તથા કામશક્તિ વધારે છે. એ શીતળ અને સ્નિગધ છે. લીલા રંગ કરતાં કાળી કે જાંબલી દ્રાક્ષમાં શરીરને લાભકારક તત્વો વધુ હોય છે. દ્રાક્ષમાં વિટામીન A B C અને થોડા પ્રમાણમાં લોહ હોય છે. એમાં રહેલું રેઝવોંટેલ નામનું તત્વ 'Free Radi cal s’નો નાશ કરે છે. દ્રાક્ષમાં સાકર હોવા છતાં એનાથી ડાયાબીટીસ વધતો નથી. ડાયાબીટીસવાળા દર્દી પણ રોજની ૧૦૦ ગ્રામ જેટલી દ્રાક્ષ ખાઈ શકે. રોજ દ્રાક્ષ ખાવાથી લોહીનું પરિભ્રમણ વધે છે, રીઝવીંટેલને કારણે અકાળે આવતું વૃદ્ધત્વ અટકી જાય છે. લોહીની નળીઓ તૂટતી નથી. રોગપ્રતિકારક શક્તિ વધે છે. એલર્જામાં રાહત મળે છે. એમાં રહેલું પોટેસિયમ લોહીનું દબાણ તથા કૉલેસ્ટરોલ ઘટાડે છે. લોહી શુદ્ધ થાય છે, ઝાડા મટે છે, શરીરમાં બળ, તાજગી વધે છે. કબજિયાત અને હરસમાં ફાયદો થાય છે. દરરોજ એક ચમચી દ્રાક્ષનાં બીનો પાઉડર લેવાથી સોજા, ઘા, ઘસરકો મટે છે અને આંખના નંબર ઘટે છે.

દ્રાક્ષાદિ કવાથ દ્રાક્ષ, હરડે, કડુ, નાગરમોથ, ગરમાળાનો ગોળ અને પિત્તપાપડો સો-સો ગ્રામ લઈ ખૂબ ખાંડી ભૂકો કરી બાટલીમાં ભરી લેવું એક ચમચી ભૂકાનો ઉકાળો સવાર, બપોર, સાંજ ૧૦થી ૧૫ દિવસ પીવાથી પિત્તજવર, તરસ, મૂચ9, લવારી. શોષભમ, દાહ અને રક્તપિત્ત મટે છે. આ ઉકાળાથી કબજિયાત પણ મટે છે.

દ્રાક્ષાદિ ચાટણ બી કાઢેલી કાળી સૂકી દ્રાક્ષ પOO ગ્રામ, સોનામુખી-મીંઢીઆવળ, હરડેની છાલ, અને સાકર દરેક ૧00 ગ્રામ, જાવંત્રી ૧૦ ગ્રામ અને કેસર પ ગ્રામ બધાં મિશ્ર કરી લસોટી બારીક ચાટણ કરવું. આ ચાટણ અડધીથી એક ચમચી ચાટીને ઉપર પાણી પીવાથી મળ એકદમ સરળતાથી ઉતરશે અને કબજિયાત, અપચો, અમલપિત્ત મટે છે. ૧૦૦ ગ્રામ ઠળિયા કાઢેલી કાળી સૂકી દ્રાક્ષ અને એટલું જ હરડેનું ચૂર્ણ મિશ્ર કરી ખૂબ ખાંડી, લસોટી નાની સોપારી જેવડી ગોળીઓ બનાવી રોજ એકથી બે ગોળી પાણી સાથે રાત્રે લઈ ઉપર નવશેકું એક ગ્લાસ દૂધ પીવાથી અમલપિત્ત, ગેસ, ખાટા ઘચરકા, ઓડકાર, કબજિયાત અરુચિ વગેરે મટે છે.

દ્રાક્ષા વલેહ ૮00 ગ્રામ કાળી સૂકી દ્રાક્ષ બરાબર ધોઈને દૂધમાં વાટીને જાડી પેસ્ટ જેવું બનાવવું. તેમાં ૮૦૦ ગ્રામ સાકરની ચાસણી મેળવી જાયફળ, જાવંત્રી, લવિંગ, એલચી, વાંસકપુર, તજ, તમાલપત્ર, નાગકેસર અને કમળકાકડીની મીજ દરેકનું દસ-દસ ગ્રામ ચૂર્ણ નાખી અવલેહ-ચાટણ તૈયાર કરવું. આ અવલેહ ૧ થી ૨ ચમચી સવાર સાંજ લેવાથી અમલપિત્ત-એસિડીટી, રકતપિત્ત, ક્ષય, પાંડુ, કમળો, લીવરના રોગો, અરુચિ, ઉબકા, અને અશક્તિ મટાડે છે. અવલેહ લીધા પછી ભૂખ લાગે ત્યારે જ જમવું એક ચમચી દ્રાક્ષાવલેહ સવારે, બપોરે અને રાત્રે લેવાથી રક્તસાવ સંબંધી વિભિન્ન રોગો, નાકનો રક્તસાવ, શરીરના કોઈ પણ ભાગમાં થતી બળતરા, અમલપિત્ત તથા તૃષ્ણા રોગમાં લાભ થાય છે. એનો મુખ્ય ફાયદો મળશુદ્ધિ થઈ જઠરાગિન પ્રદીપ્ત થાય, ભૂખ લાગે અને વજન વધે તે છે.

દ્રાક્ષાસવ ભૂખ લગાડનાર, સ્કૃતિદાયક, શ્રમહર અને ક્ષયરોગમાં હિતકારી છે. શરીરના સૂક્ષ્મ માર્ગોને ચોખા કરી ધાતુપુષ્ટિમાં સહાય કરે છે. એ ખાંસી, શ્વાસ-દમ, ઉર:ક્ષત, મંદાગિન અર્શ-મસા, ગોળો, કૃમિ, કુષ્ઠ, વ્રણ, નેત્રરોગ, જીર્ણજવર અને અજીર્ણમાં અપાય છે. એની માત્રા નાનો અડધો કપ અથવા ૬-૮ ચમચી એટલા જ પાણી સાથે સવાર-સાંજ પીવો. અડધો કપ દ્રાક્ષાસવ અને અડધો કપ પાણી મિશ્ર કરી જમતાં પહેલાં બપોરે અને રાત્રે પીવાથી બળ અને શરીરની કાંતિમાં વૃદ્ધિ થાય છે, વજન વધે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમ જ હરસ, અરુચિ, મંદાગિન, પાંડુરોગ, હૃદયરોગ, યકૃતના રોગો, કબજિયાત વગેરેમાં ઘણો ફાયદો થાય છે.

દ્રીરુતર ચૂર્ણ હિંગ-૧, ઘોડાવજ-૨, ચિત્રક મૂળની છાલનું ચૂર્ણ-૪, ઉપલેટ અથવા કઠ-૮, સંચળ-૧૬ અને વાવડીંગ-3ર ગ્રામ લઈ ચૂર્ણ બનાવવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી પાચનતંત્રની તકલીફો જેવી કે ગેસ, કબજિયાત, આફરો, અરુચિ, મંદાગિન, ઓડકાર, ચૂક, આંકડી, પેટનો દુ:ખાવો, મોળ, ઉબકા, આંતરડાના કૃમિ-જતુ વગેરે મટે છે.

ધતુરો

ધતુરો ગરમ અને ઝેરી છે, આથી બાહ્ય ઉપચારમાં વપરાય છે. (૧) ધતુરાનાં પાન પીસી ગરમ કરી દુ:ખાવા કે સોજા પર બાંધવાં. (૨) તલના તેલ કે કોપરેલમાં ધતુરાનાં પાનનો ચાર ગણો રસ નાખી ગરમ કરી પાણી ઉડાડી દેવું. આ રીતે પકવેલું તેલ માથામાં નાખવાથી ખોડો, જૂ, લીખ, ખંજવાળ અને બીજા રોગો મટે છે. (3) ધતુરાને ફળ આવે ત્યારે કાપ પાડી થોડાં બી કાઢી તેમાં લવીંગ ભરી ફરી ફળ બંધ કરી દેવg. ફળ ઝાડ પર પાકીને સૂકાઈ જાય ત્યારે લવીંગ કાઢી લેવાં. જ્યારે દમનો હુમલો આવે ત્યારે આ લવીંગ અગ્નિ પર ફૂલાવી ખાઈ જવાં. તરત જ દમનો હુમલો હળવો પડશે.

ધાણા

ધાણા તુરા, સહેજ તીખા, કડવા, મધુર, સ્વાદિષ્ટ, સુગંધિત, પચ્યા પછી મધુર, ઠંડા, પચવામાં હલકા, સ્નિગધ, હૃદય માટે હિતકર, આંતરિક માર્ગોની શુદ્ધિ કરનાર, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, આહાર પર રુચિ ઉત્પન્ન કરનાર, પાચન કરનાર, મળને બાંધનાર, મૂત્ર પ્રવૃત્તિ વધારનાર, વીર્ય માટે અહિતકારી, તરસ શમાવનાર, ત્રણે દોષો શમાવનાર, આંખો માટે સારા, તરસ, બળતરા, દમ, ઉધરસ, ઊલટી, ઉબકાનું શમન કરનાર છે. તાવ મટાડનાર, મળને રોકનાર અને ત્રિદોષનાશક છે. ધાણા અને સાકર પેટની બળતરા-એસિડિટીનું ઉત્તમ ઔષધ છે.

ધાન્ય પંચક

ધાણા, સૂંઠ, નાગરમોથ, સુગંધી વાળો અને બીલાનો ગર આ પાંચ ઔષધોના સમભાગે બનાવેલા ચુર્ણનો અથવા ઉકાળાનો સવાર-સાંજ નિયમિત ઉપયોગ કરવાથી આમદોષ, શૂળ, કબજિયાત વગેરે મટે છે અને જઠરાનેિ પ્રદીપ્ત થાય છે.

ધાવણ સ્તન ઉપર વડનું દૂધ અને વડવાઈની કૂણી કુંપણને પીસીને લેપ કરવાથી ધાવણ વધે છે.

નગોડ

નગોડ બે જાતની થાય છે. ધોળાં ફૂલવાળી અને કાળાં ફૂલવાળી. બંને જાતની નગોડ બુદ્ધિ તથા સ્મૃતિ વધારનાર, કડવી, ત્રી, તીખી, હલકી તેમજ કેશ અને નેત્ર માટે હિતકર છે. તે શૂળ, સોજા, અ:ામવાત, કૃમિ, કોઢ, અરુચિ, કફ અને તાવને મટાડે છે. મુખ્યત્વે આદિમાં વાતનાશક ગુણ હોવાથી સાંધાના વામાં ખૂબ ઉપયોગી છે. નગોડનાં તાજાં મૂળ અને લીલાં પાનનો રસ કાઢી તેમાં ચોથા ભાગે તલનું તેલ મેળવી પકાવવું. જ્યારે ફક્ત તેલ બાકી રહે ત્યારે ઉતારી લેવું. સવારસાંજ નિયમિત અ:ા તેલથી માલિશ કરતા રહેવાથી કંપવા, સાંધાના વાની પીડા અને વાયુથી થતા દુ:ખાવામાં રાહત થાય છે. (૧) ગમે તેવું ભરનિંગળ ગુમડંડુ થયું હોય તેના પર નગોડનાં પાન વાટીને લગાડવામાં આવે તો પાકીને ફૂટી જાય છે. (૨) નગોડના તેલ(નિર્ણડી તેલ)ની માલિશ કરવાથી સાયટીકા, કમરનો દુ:ખાવો, સ્નાયુનો દુ:ખાવો વગેરે મટે છે. સુવાવડી સ્ત્રીના તાવમાં મોટા ભાગે ગર્ભાશયનો સોજો હોય છે. નગોડના પાનનો સ્વરસ અથવા પાનનો ઉકાળો સવાર-સાંજ પીવાથી સોજો ઊતરી જાય છે અને તાવ મટે છે. (3) સંધિવામાં નગોડનો ઉકાળો લાભ કરે છે. (૪) નગોડ ઉત્તમ વ્રણશોધક, વ્રણરોપક. મૂત્રજનન, આર્તવજનન કૃમિધ્યન અને વેદનાહર છે. (પ) કોઈ પણ દુ:ખાવામાં આ તેલની હળવા હાથે માલિશ કરવાથી ફાયદો થાય છે. સાયટિકા-રાંઝણનું તે શ્રેષ્ઠ ઔષધ છે. (૬) શરદી હોય અને નાક બંધ થઈ જતું હોય તો નિર્ગડી તેલનાં બે-ત્રણ ટીપાં નાકમાં નાખવાથી તરત જ ફાયદો થાય છે. (૭) કાનમાં પાક થઈ દુ:ખાવો થતો હોય, પરું નીકળતું હોય તો કાનમાં આ તેલનાં બેત્રણ ટીપાં મૂકવાથી દુ:ખાવો તથા પાક મટે છે.

નાગ કેસર

જૂનો મરડો, આંતરડામાં સોજો કે ચાંદાં(અલ્સરેટિવ કોલાયટીસ), મંદ જઠરાગિન કે આમ હોય તો પા(૧/૪) ચમચી જેટલું સાચું શુદ્ધ નાગકેસર(મોંઘું નથી) અને ઈન્દ્રિયજવનાં બીજ સવાર-સાંજ જમ્યા પછી નવશેકા ગરમ પાણી સાથે લેવાથી મટે છે.

નાગલા દુધોલી એના નાના છોડ ચોમાસામાં બધે ઊગી નીકળે છે. બારે માસ પણ આ છોડ મળી શકે છે. આખો છોડ રતાશ પડતો એક ફૂટ જેટલો ઊંચો થાય છે. પાન લાંબાં લંબગોળ, ટેરવે અણીવાળાં, ભાલાકાર, ઉપલી સપાટીનો રંગ લીલો અને નીચેની સપાટી લાલાશ પડતી હોય છે. છોડ તોડવાથી અંદરથી દૂધ નીકળે છે, જે એક સારું ઔષધ છે. આ નાગલા-દૂધેલી દમમાં ઉપયોગી ઔષધ છે. કેટલાક કેસમાં તો ચમત્કાર જેવો ગુણ જણાય છે. એનાં પાચથી સાત પાન કે છોડનો એટલો ભાગ લઈ રસ કાઢી સહેજ મધ સાથે મેળવી સવાર-સાંજ પીવાથી શ્વાસનળી ખૂલે છે અને કફ છૂટો પડે છે. કફ ન છૂટવાના કારણે દમના દર્દીનું કષ્ટ વધે છે. આ દવાથી કફ છૂટો પડતો હોવાથી દમમાં રાહત જણાય છે. એનો રસ-દૂધ ચોપડવાથી દાદર મટે છે.

નાગરવેલનાં પાન નાગરવેલનું પાન તીખું, કડવું, તૂરું, તીક્ષણ, ગરમ, રુચિ ઉપજાવનાર, ઝાડો સાફ લાવનાર, પિત્ત કરનાર, બળ આપનાર, કફનાશક, મોંની દુર્ગધ દૂર કરનાર તથા થાક દૂર કરે છે. એમાં એક જાતનું સુગંધિત તૈલી દ્રવ્ય રહેલું છે, જે મોંને ચોખમું કરે છે, દાંતમાં સડો થતો અટકાવે છે અને ખોરાકના પાચન માટે જરૂરી પાચક રસોનો સાવ કરે છે. નાગરવેલના પાનમાં અડધી ચમચી મધ અને હળદર અને આદુનો એક એક ટૂકડો મૂકી ખૂબ ચાવીને દિવસમાં ત્રણ-ચાર વાર ખાવાથી શરદી, સળેખમ, ઉધરસ જેવા કફના રોગો મટે છે.

નાગરદી ક્વાથ

સુંઠનું એક નામ નાગર પણ છે. સુંઠ, ધાણા, નાગરમોથ, બીલું, ઈન્દ્રજવ, વાળો અને અતિવિષની કળીદરેક પO-પO ગ્રામને ભેગાં ખાંડી અધકચરો ભૂકો કરવો. બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં ઉકાળી એક કપ જેટલું બાકી રહે ત્યારે ગાળીને સહેજ ગરમ ગરમ સવાર-સાંજ તાજો બનાવી પીવાથી રક્તમિશ્રિત અને દુ:ખાવાવાળા તીવ્ર ઝાડા મટે છે. આ ઉકાળો જૂના કે નવા મરડાનું અકસીર ઔષધ 9.

નારંગી

નારંગી હૃદયને બળ આપનાર, પચવામાં હલકી, અગ્નિ પ્રદીપક બળપ્રદ,ભોજન પચાવનાર, બળતરા દૂર કરનાર, શ્રમહર, વાયુનાશક, રુચિપ્રદ, પૌષ્ટિક તેમજ ઉદરકૃમિ અને ઉદરશૂળ દૂર કરનાર છે. એમાં વિટામિન 'સી' પ્રચુર માત્રામાં અને વિટામિન 'એ' ‘બી’ અને ‘ડી' પણ અલ્પ માત્રામાં રહેલાં છે. સવાર-સાંજ એક એક નારંગીનો રસ લેવાથી પિત્તનું શમન થાય છે. જઠર, આંતરડાં, મૂત્રપિંડ વગેરે અવયવો શુદ્ધ થાય છે. નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દૂર થાય છે. (૨) નારંગી ખાવાથી લોહીનું ઊચું દબાણ ઘટે છે. (3) નારંગી ખાવાથી શરીરની ખોટી ગરમી દૂર થાય છે. (૪) નારંગી ખાવાથી ગુમડાં દૂર થાય છે. (પ) નારંગી ખાવાથી ચામડીનાં દર્દી દૂર થાય છે. (૬) નારંગી ખાવાથી કૃમિનો નાશ થાય છે. (૭) રાત્રે સૂતી વખતે એક-બે નારંગી ખાવાથી કબજિયાત મટે છે. નારંગીનો રસ જૂની કબજિયાતને પણ દૂર કરી શકે છે. (૭) નારંગીની છાલ ચહેરા પર ઘસવાથી ખીલમાં ફાયદો થાય છે.

નાગીકેલ લવણ

છોડાં કાઢી નાખેલ નાળિયેરની એક આંખમાં કાણું પાડી પાણી કાઢી નાખવું. પછી તેમાં સમાય એટલું બારીક વાટલું સિંધવ ભરવું. કાણું પાડેલી આંખ ઘઉંના લોટની પોટીસ બનાવી લીપીને બંધ કરવી. પછી આ નાળિયેર પર માટીનો જાડો થર કરી તડકે સૂકવવું. સૂકાયા પછી ૧૦-૧૨ અડાયા છાણા વચ્ચે મૂકી સળગાવવું. જો નાળિયેર ત્ટે તો તરત લઈ લેવું, અને જો ન તૂટે તો આપમેળે ઠંડું થવા દેવું. પછી ઉપરની માટી વગેરે દૂર કરી અંદરથી કાળા રંગનું ચૂર્ણ-લવણ બહાર કાઢી, વાટી બાટલીમાં ભરી લેવું. એને નારિકેલ લવણ કહે છે. એ બજારમાં તૈયાર પણ મળે છે. એસિડીટી, પેટનો દુ:ખાવો, અરુચિ, મંદાગિન, ગેસ અને અપચામાં અધીઅધી ચમચી સવાર-સાંજ લેવું.

નાળિયેર

કુમળું નાળિયેર પિત્તજવર અને પિત્ત મટાડનાર છે. એ પચવામાં ભારે,ઉપજાવનાર અને ઝાડાને રોકનાર છે. નાળિયેરનું પાણી ઠંડુ, હિતકારી, અગિનને પ્રદીપ્ત કરનાર, વીર્ય વધારનાર, પચવામાં હલકું, તરસ મટાડનાર અને નવા કોષોની ઉત્પત્તિને વેગ આપનાર મનાય છે. નાળિયેર હૃદય માટે હિતકારી, પચવામાં હલકું, વીર્ય તેમ જ કામશક્તિ વધારનાર, તરસ તથા પિત્તને મટાડનાર અને મૂત્રમાર્ગને સ્વચ્છ કરનાર છે. મોટા લીલા દસ નાળિયેરનું પાણી કાઢી ઉકાળવું મધ જેવું ઘટ્ટ થાય ત્યારે ઉતારી તેમાં સુંઠ, મરી, પીપર, જાયફળ અને જાવંત્રીનું ચૂર્ણ બરાબર ભેળવી બાટલીમાં ભરી લેવું. આ ઔષધ સવાર-સાંજ અધીંથી એક ચમચી જેટલું લેવાથી અમલપિત્ત-એસિડીટી, પિત્તના રોગો ઉદરશૂળ અને બરોળવુદ્ધિ મટે છે. નાળિયેર ગુરુ, સ્નિગધ, પિત્તશામક, મધુર, શીતળ, બળપ્રદ, માંસપ્રદ, પોષક, શરીરનું વજન વધારનાર, મૂત્રશોધક અને હૃદય માટે પોષક છે. નાળિયેરનું પાણી શીતળ, હૃદયને પ્રિય, જઠરાગિનને પ્રદીપ્ત કરનાર, શુક્રવર્ધક, તરસ અને પિત્તને શાંત કરનાર, મધુર અને મૂત્રાશયને સારી રીતે શુદ્ધ કરનાર છે. નાળિયેર માંસ અને કફની પુષ્ટિ કરે છે. ટ્રીપ્ટોફેન અને લાઈસીન એ બે એમિનો એસીડ નાળિયેરમાં છે. શરીરમાં નવા કોષોના નિર્માણ માટે નાળિયેર ઉપયોગી છે. તાજા કોપરાને છીણી કપડા વડે નીચોવી જે પ્રવાહી નીકળે તે નાળિયેરનું દૂધ ક્ષયહર છે. એ કોડલીવર ઑઈલ જેવું પૌષ્ટિક છે. એમેરીકા જેવો દેશ પણ ટી.બી.માં શરીરની પુષ્ટિ માટે એનો ઉપયોગ કરે છે. ક્ષયરોગમાં માથું દુ:ખતું હોય તો નાળિયેરનું પાણી અથવા દૂધ સાકર નાખી પીવાથી લાભ થાય છે. હાઈપર એસિડીટીમાં આ પાણી અત્યંત પથય અને સુપાચ્ય છે. જવરની તરસમાં પણ તે હિતકર છે. આહાર પચવાના સમયે એટલે કે જમ્યા પછી અઢી-ત્રણ કલાકે પેટમાં થતા દુ:ખાવાને પરિણામશળ કહે છે. પાણીવાળા નાળિયેરની આંખ ફોડી આંખેથી તેમાં ઠાંસોઠાંસ મીઠું (બને તો સિંધવ) ભરી દેવું. પછી તેને કાપડમાં વીંટાળી માટીનો લેપ કરી સૂકવવું. સૂકાયા પછી અડાયા છાણાની ભઠ્ઠીમાં શેકવું. શેકાયા પછી અંદરનો ભાગ કાઢી તેને બારીક લસોટી ચૂર્ણ બનાવવું આ ચૂર્ણ ૧૦ ચોખાભાર અને લીડીપીપરનું ચૂર્ણ ચારથી છ ચોખાભાર મિશ્ર કરી સવાર-સાંજ લેવાથી ત્રણે દોષથી થયેલ પરિણામશળ મટે છે.

નીરો

તાજો નીરો ઠંડો, પેશાબ સાફ લાવનાર, રક્તશુદ્ધિકર તથા પૌષ્ટિક છે. એમાંથી બનતી તાડી ભૂખ લગાડનાર, પાચન સુધારનાર, ઉત્તેજક અને પૌષ્ટિક છે. ખૂબ નીરો પીવાથી પરમિયો મટે છે.

પપૈયું

પપૈયાના દૂધને સૂકવીને બનાવેલું પેપન આહાર પચાવવમાં ખૂબ જ ઉપયોગી છે. પપૈયાનું દૂધ ઉત્તમ પાચક કૃમિધ્યન અને વેદનાશામક છે. પપૈયું વૃદ્ધો માટે ઉત્તમ ફળ છે. એમાં વિટામીન એ, બી, સી અને ડી છે. વળી એમાં રહેલું પેપટોન પ્રોટીનને પચાવવામાં ખૂબ જ સહાયક થાય છે. ઘડપણમાં પાચનશક્તિ નબળી હોય છે, આંખોનું તેજ તથા હૃદયનું બળ ઘટે છે, તથા નાડીતંત્રનું નિયમન ખોરવાય છે. આ બધી સમસ્યામાં પપૈયું આશિષરૂપ છે. પપૈયું ખાવાથી વૃદ્ધોને પૂરતી શક્તિ મળી રહે છે. પપૈયું પૌષ્ટિક છે. (૧) તાજા પપૈયાનું દૂધ દાદર કે દરાજ પર લગાડવાથી તે મટે છે. (૨) પપૈયાનું દૂધ ઉત્તમ પાચક, કૃમિધ્વન, વેદનાશામક અને ભૂખ લગાડનાર છે. મોં પર એ લગાડવાથી ખીલ અને તેના ડાઘા દૂર થાય છે. (૩) કાચું પપૈયું ચામડીના રોગોમાં અને પાકું પપૈયું પાચનતંત્રના રોગોમાં ઉપયોગી છે. (૪) કાચા પપૈયાના દૂધનાં ૧૦-૧પ ટીપાં સવાર-સાંજ પાણી સાથે પીવાથી યકૃતવૃદ્ધિ, બરોળવુદ્ધિ, અરુચિ અને અપચો મટે છે.

પાણી ક્યારે થોડું પીવું ? અરુચિ, સળેખમ, મંદાગ્નિ, સોજા, ક્ષય, મોંઢામાંથી પાણી કે લાડ પડવી, બાળક પથારીમાં પેશાબ કરે, બહુમૂત્ર, ઉદરરોગ, કોઢ, તીક્ષણ નેત્ર રોગ, નવો તાવ, વ્રણ(ગમડાં) અને મધુપ્રમેહમાં વધુ પડતું પાણી ન પીવું. આ રોગમાં જરૂરત મુજબ થોડું થોડું પાણી પીવું ક્યારે વધુ પીવું? ઝાડા કે ઉલટી અથવા કૉલેરા જેવી સ્થિતિમાં જ્યારે શરીરમાંથી જલીય અંશ વધુ પડતો બહાર નીકળી ગયો હોય ત્યારે દર્દીને મધ, લીંબુ, ગલ્યુકોઝ, ખાંડ વગરેમાં પાણી મેળવીને વારંવાર વધુ પ્રમાણમાં આપવું પથરીના દર્દમાં કે પેશાબની અટકાયતમાં તથા પેશાબ ઓછો બનવાની તકલીફમાં, વારંવાર તરસ લાગતી હોય તેમ જ શરીરમાં દાહ-બળતરા (અંદરની ગરમીથી) થતી હોય, ઝેરી પદાર્થ ખવાઈ ગયો હોય ત્યારે પાણી ખાસ વધુ પીવું. પાણી ગરમ કરવાની રીત પાણી અર્ધ બળી જાય ત્યારે બરાબર ઉકાળેલું અને પાકું કહેવાય. આવું ઉષ્ણોદક તાવ, ઉધરસ, કફ, શ્વાસ, પિત્તદોષ, વાયુ, અ:ામદોષ તથા મેદરોગનો નાશ કરવા ઉત્તમ છે. પાણી ઉકાળીને અર્ધ કરવાનો અ:ા નિયમ હેમંત, શિશિર, વર્ષા તથા વસંત ઋતુ માટે છે. પાણી કોને અહિતકર? પિત્તરોગ, રક્તવિકાર, રક્તસાવ, મૂછાં, વધુ તૃષા, દાહ, બળતરા જેવાં દર્દમાં ગરમ પાણી હિતકર નથી. ગરમ પાણી કોને હિતકારી (૧) જેમને ઠંડુ પાણી માફક આવતું ન હોય તે લોકોએ ગરમ કરી ઠારેલું અથવા જરાક નવશેકું પાણી પીવું હિતકર છે. (૨) દાહ, ઝાડા, રક્તપિત્ત, મૂચછી, દારૂનું ઘેન, વિષ, મૂત્રની અટકાયત, પાંડુરોગ, તૃષા, ઉલટી, શ્રમ, મદાત્યય, પિત્તનો રોગ અને સન્નિપાત, તાવ જેવા તમામ દર્દીઓને ગરમ પાણી લાભપ્રદ બને છે.ઠંડુ પાણી કોને ન પીવું ? જે લોકોને કફ, શરદી તથા વાયુનાં દર્દી હોય જેવાં કે જળોદર, સળેખમ, જૂની શરદી, છાતી કે પડખામાં શૂળ, વાયુનું દર્દ, ગળાના કાકડા, કંઠમાં સોજો, આફરો, શરદી કે વાયુ દોષથી થયેલી ઝાડાની કબજિયાત, તાવ, અરુચિ, સંગ્રહણી, પેટનો ગોળો, કફનો શ્વાસ, શરદીની ખાંસી, ગડ-ગુમડાં, હેડકી વગેરે રોગ થયા હોય તેમ જ જેમણે રેચ લઈ શુદ્ધિ કરી હોય, નવો તાવ હોય, તથા જેમણે ધીતેલ જેવાં સ્નેહ પીધાં હોય તે બધાએ ઠંડુ પાણી પીવું નહિ. વળી હડકવા અને સનેપાતના દર્દીને ઠંડુ પાણી આપવું નહિ. શારીરિક સંભોગ, ભોજન, વ્યાયામ, ચા, કોફી, ગરમ દૂધનું સેવન, શરીર પર કંઈક વાગ્યું હોય ફળાહાર વગેરે બાદ તરત જ કાચું પાણી પીવું બહુ નુકસાન કરે છે. આવા સંજોગોમાં તરસ લાગે તો હૂંફાળું પાણી પીવું. ઉકાળેલI પાણી ના ગુણો પાણી ઉકાળી ચોથા ભાગે બળી ત્રણ ભાગ બાકી રહેલું હોય તે પિત્તદોષ (ગરમી)નો નાશ કરે છે. અધોં ભાગ બાકી રહેલું પાણી વાયુદોષનાશક છે. જ્યારે ત્રણ ભાગ બળી ગયેલું અને એક ભાગ બાકી રહેલું પાણી એકદમ હળવું, ભૂખવર્ધક અને કફનાશક છે. અ:ાવા ચોથા ભાગે રહેલા પાણીને અ:રોગ્યજળ કહે છે. અ:ાવું પાણી કફદોષથી થયેલ ઉધરસ, શ્વાસ(દમ) તથા તાવનો નાશ કરે છે. વળી તે પેઢાનો અ:ાફરો, પાંડુ, શૂળ, હરસ, ગોળો(ગુલ્મ), સોજો તથા પેટનાં દર્દી મટાડે છે. જે ઉકાળેલું પાણી ઉકાળવાના વાસણમાં જ ઢાંકણું ઢાંકીને ઠંડુ કર્યું હોય તે પાણી ગુણમાં વાયુ, પિત્ત, કફ ત્રણે દોષોનો નાશ કરે છે. તે રસવાહી નાડીઓમાં જલદી પ્રસરે છે, પચવામાં હલકું થાય છે અને કૃમિ, તરસ તથા તાવને મટાડે છે. જે ગરમ પાણીને પવન નાખી ઠંડુ કર્યું હોય તે પચવામાં ભારે બને છે. રાત્રિના સમયે પીધેલું કોકરવરણ(જરાક ગરમ) પાણી કફના જથ્થાને વિખેરી નાખે છે, વાયુને દૂર કરે છે અને અપાચયને તરત પચાવી દે છે. સવારે ઉકાળેલું પાણી સાંજે ન પીવું કેમ કે તે પચવામાં ભારે પડે છે. રાતે પીવા માટેનું પાણી સાંજે બનાવી લેવું. તેવી જ રીતે સાંજે ઉકાળેલું પાણી સવારે ન પીવું.ઔષધો નાખી ઉકાળેલું પાણી મોથ, પિત્ત પાપડી, સુગંધી વાળો, અ:ાખા જુના ધાણા અને સુખડ અ:ા બધાં દ્રવ્યો કે કોઈ પણ બે-ત્રણ નાખી પાણી ઉકાળીને ઠંડુ કરવું. અ:ાવું પાણી પીવાથી તરસ, દાહ અને તાવ જલદી શાંત થાય છે અને દર્દીને રાહત થાય છે. અજમIવlgi uted ૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી

જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. અ:ા પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દીમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શૂળ, પેટમાં વાયુપીડા, અ:ાફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગિન, બરલનું દર્દ, પેટનાં કરમિયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમૂત્ર, ડાયાબીટીસ જેવાં અનેક દર્દીમાં ખાસ લાભપ્રદ છે. અ:ા પાણી ગરમ ગુણો ધરાવે છે. જીરા-જળ ૧ લીટર પાણીમાં ૧ થી ૧૬:ા:ા ચમચી જીરુ નાખી ઉકાળવું. ચોથા ભાગનું (એક ચતુર્થાશ) પાણી બાળીને ઠંડુ પાડી ગાળી લેવું. અ:ા પાણી ધાણા જળની જેમ ઠંડા ગુણ ધરાવે છે. જીરા જળથી અતિરિયો મેલેરિયા તાવ, અ:િાખોની ગરમી, રતાશ, હાથ-પગનો દાહ, વાયુ કે પિત્તની ઉલટી, ગરમી કે વાયુના ઝાડા, લોહીવિકાર, બહેનોને સફેદ પાણી પડવું કે બહુ ટૂંકા ગાળે (૨૦-૨૨ દિવસે) માસિક અ:ાવવું, ગર્ભાશયનો સોજો, વધુ પડતું માસિક અ:ાવવું, કૃમિ, પેશાબની અલ્પતા વગેરે દર્દીમાં લાભ કરે છ. ધાણા જળ ૧ લીટર પાણીમાં ૧ થી ૧૬:ા:ા ચમચી સૂકા (જૂના) ધાણા નાખી ઉકાળી ૧ ભાગ બાળી 3 ભાગ બાકી રહે ત્યારે ઠારી, નિતારી ગાળી લો. અ:િા પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પિત્તદોષ કે ગરમીથી પિડાતા કે પિત્તની તાસીરવાળા લોકોને માફક અ:ાવે છે. અ:ાવું પાણી ગરમી-પિત્તનો તાવ, દાહ-બળતરા, પિત્તની ઉલટી, ખાટા ઓડકાર, અમલપિત્ત, હોજરીનાં ચાંદાં, લોહી દૂઝતા કે દાહ-સોજાવાળા હરસ, નેત્રદાહ, નસકોરી ફૂટવી, રક્તસાવ, મરડો, ગરમીના પીળા પાતળા ઝાડા, ગરમીનો સૂકો દમ, ખૂબ વધુ પડતી તરસ જેવાં દર્દીમાં લાભપ્રદ છે. વધુ લાભ માટે અ:ા પાણીમાં સાકર નાખીને પીવું જે લોકો કેફી-માદક ચીજોના વ્યસનથી શરીરને વિષમય બનાવે છે તેમને માટે પણ આવું જળ વિષનાશક હોઈ લાભપ્રદ છે. સુંઠ પાણી (૧) એક લીટર પાણીમાં અડધી ચમચી સંઠનું ચૂર્ણ નાખી ઉકાળવું ઉકળે એટલે ઉતારીને ઠંડુ પાડી ગાળી લેવું. આખા દિવસમાં ત્રણથી ચાર ગ્લાસ આ પાણી પીવું. એનાથી કાયમી શરદી, ઉધરસ, સળેખમ, દમ, એલજી, જુનો તાવ, અપચો, ગેસ, આફરો, અજીર્ણ અને ભૂખનો અભાવ વગેરે મટે છે. સુંઠ વાયુ અને કફનો નાશ કરે છે, પરંતુ પિત્ત પ્રકૃતિવાળાને તે માફક આવતી નથી. તેથી એસિડીટી, અલ્સર જેવા પિત્તના રોગોમાં આ પાણી ન પીવું. (૨) સુંઠની એક ગાંગડી મૂકી અર્ધા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી લેવું પાણીમાં નીચેના તળિયાના ક્ષારો ન આવે તેમ બીજા વાસણમાં લઈ લેવું. અ:ા સુંઠી જળ પીવાથી કાયમી શરદી, સળેખમ, નાક બંધ થવું, દમ, શ્વાસ, હાંફ, વરાધ, સસણી, ફેફસામાં પાણી ભરાવું, અજીર્ણ-અપચો, કૃમિ, ચીકણો ઝાડીઆમદોષ, જળસ, વાળો, બહુમૂત્ર(વારંવાર ખૂબ જ પેશાબ કરવા જવું), ડાયાબીટીસ, લો બ્લડપ્રેશર, શરીર કાયમ ઠંડુ રહેવું, મસ્તક પીડા જેવાં કફ દોષજન્ય તમામ દર્દીમાં ખાતરી પૂર્વક લાભ થાય છે.

પાલખ

વિટામિન 'એ' અને વિટામિન 'સી'નું ઉચ્ચ પ્રમાણ ધરાવતી પાલખ કેન્સરને અટકાવવામાં મદદરૂપ થાય છે. બ્લડપ્રેશર અને એનિમિયા માટે આહારમાં પાલખ લેવી જોઈએ. પાલખમાં રહેલ પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ બ્લડપ્રેશરને નિયમિત અને કાબુમાં રાખે છે. પાલખનાં કુમળાં પાન સલાડમાં કે પાલખને સૂપ કે શાકના રૂપમાં લઈ શકાય. પાલખ સ્નિગધ, ભારે, મધુર, વિષ્ઠભી-મળ રોકનાર, કબજિયાત કરનાર, લોહતત્વથી ભરપુર અને મૂત્ર વધારનાર છે, આથી તે સોજા પણ ઉતારે છે. એ માંસ વધારે છે. શ્વાસ, પિત્ત અને રક્તપિત્તમાં ફાયદો કરે છે. એનિમિયાના દર્દીને હિતકર છે. સરળતાથી પચી જનાર પાલખ ગર્ભવતી સ્ત્રી, અલ્પપોષિત બાળકો તથા વૃદ્ધોની નબળાઈ દૂર કરી નવું જીવન બક્ષે છે. પાલખની ભાજી બહુ ગુણકારી હોવા છતાં તે કફ અને વાયુ કરે છે, આથી કફ કે વાયુ રોગોથી પીડિત વ્યક્તિએ એનું સેવન કરવું હિતાવહ નથી. તેણે આહારમાં પાલખનો ઉપયોગ બંધ કરવો. (૧) રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તથા બહુમૂત્ર જેવી તકલીફમાં પાલખના શાકમાં શેકેલા તલ નાખી બનાવેલું શાક રાત્રિ ભોજનમાં લેવાથી લાભદાયી સિદ્ધ થાય છે. (૨) રક્તાતિસારના રોગીઓ માટે પાલખનો રસ તથા શાક લાભદાયી છે. પાલખનું લોહ તત્વ શરીરમાં રક્તનું પ્રમાણ વધારી હિમોગ્લોબીનના સ્તરમાં વધારો કરે છે. અ:ાથી એનિમિયાના રોગીઓ માટે અ:ાશીવાંદ સમાન છે. ૧ કપ પાલખના રસમાં ૧ ચમચી મધ નાખી બેથી અઢી મહિના સેવન કરવાથી રક્તની માત્રા ઝડપથી વધવા લાગે છે. રક્તક્ષય સંબંધી વિકારોમાં અડધો કપ પાલખનો રસ દિવસમાં ત્રણ વાર લેવાથી સમસ્ત વિકાર દૂર થઈ શરીરમાં સ્કૂર્તિ, ચહેરા પર લાલાશ, શક્તિનો સંચાર તથા ઝડપથી રક્ત ભ્રમણ થવા લાગે છે. (3) કબજિયાત હોય તો પાલખ અને બથવાનું શાક ખાવું તથા પાલખનો રસ પીવો લાભદાયક છે. રેસાપ્રધાન પાલખ આંતરડામાં જમા થયેલ મળનું નિષ્કાસન કરી કબજિયાતથી મુક્તિ અપાવે છે. આંતરડાના સોજામાં પણ પાલખનું શાક લાભદાયી છે. (૪) ઉદરરોગ જેવા કે અ:ામાશય, અહિંતરડાંની નિબળતા, ગેસ-વાયુ વિકાર, અપચો વગેરેમાં ટામેટાં અને પાલખના ૧ ગ્લાસ રસમાં લીંબુ નીચોવી નિત્ય સાંજે ૪-૫ વાગ્ય સેવન કરવાથી અ:ાતરડાં અને અ:ામાશય સ્વચ્છ અને સ્વસ્થ બને છે. (પ) પાલખમાં રહેલું વિટામિન ‘એ’ નેત્રજ્યોતિવર્ધક છે, જે અ:ાખની તંદુરસ્તી માટે જરૂરી છે. (૬) લોહીને વહેતું અટકાવવા માટે વિટામિન કે’ પણ પાલખમાંથી મળી રહે છે. (૭) મોંમાં ચાંદાં પડયાં હોય તો પાલખના ઉકાળાને ગાળીને કોગળા કરવાથી ફાયદો થાય છે. (૮) ખીલ, ફોડકા, ફોડકીમાં પણ પાલખનું સેવન બહુ જ અસરકારક છે. પાલખને પાણીમાં ઉકાળીને ફોડકી-ફોલ્લા વગેરેને ધોવાથી ઠંડક સાથે લાભ થાય છે. (૯) ચામડી પર કરચલી પડી હોય ત્યારે પાલખ તથા લીંબુનો રસ પ-પ ગ્રામ લઈ તેમાં રિફાઈન્ડ ગ્લિસરીન મેળવી ચામડી પર લગાડવાથી કરચલી દૂર થાય છે.

પીપર

જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, વીર્ય વધારનાર, પચ્યા પછી મધુર, રસાયન, અનુષણ-ગરમ નહિ, તીખી, સ્નિગધ-ચીકણી, વાયુ તથા કફ હરનારી, રેચક, શ્વાસ-દમ, ઉધરસ, પેટના રોગો, તાવ, કોઢ, પ્રમેહ, ગોળો, મસા, બરોળ, શૂળ અને આમવાતને મટાડનારી છે. આ સર્વ ગુણોને લીધે પીપરને સર્વોત્તમ ઔષધ ગણવામાં આવે છે. પીપર રસાયન ગુણ ધરાવે છે. રસ, રક્ત, માંસ, મેદાદિ શરીરની સાતે ધાતુઓની વૃદ્ધિ કરનાર, વૃદ્ધાવસ્થાને દૂર રાખનાર, રોગો થવા ન દેનાર, અને જીવનને લંબાવનાર ગુણને રસાયન કહેવાય. બે લીડીપીપરનું ચૂર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવું. કફપ્રિધાન અને વાયુના રોગોમાં પીપરની અસર અદ્રુત છે. પ્રસુતિ પછીના તાવમાં, સાંધાના રોગોમાં, કફજ જવરમાં, સાઈટીકામાં ચાર લીડીપીપરનું ચૂર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવું વજન ઘટાડવા માટે પણ આ ઉપચાર હિતાવહ છે.

પીપળો

મૂળ, પાન, છાલ, ફળ, લાખ(ગુંદર) એ પાંચેય ઔષધોમાં વપરાય છે. ભારતીય ઉપખંડ સિવાય કોઈ દેશમાં આ વૃક્ષ થતું નથી. પીપળો કડવો, તુરો, સહેજ મધુર, શીતળ, દુર્જર, ગુરુ, રુક્ષ, રંગ સુધારનાર, યોનિ શુદ્ધ કરનાર, કફ, પિત્ત, દાહ તથા વ્રણનો નાશ કરનાર છે. પીપળાનાં પાકાં ફળ શીતળ તથા હૃદય માટે હિતાવહ છે. તે કફના અને પિત્તના રોગો, રક્તદોષ, પિત્તદોષ, વિષદોષ, બળતરા, ઊલટી, શોષ, તુષા અને અરુચિનો નાશ કરે છે. (૧) પીપળાનાં પાકાં ફળ ખાવાથી બાળકોની બોબડી ભાષા શુદ્ધ થાય છે. (૨) પીપળાની કોમળ ટીશીઓનો એક ચમચી તાજો રસ રોજ રાત્ર આપવાથી બાળકોનો અપસ્માર મટે છે. (3) પીપળાની વડવાઈનો રસ રોજ રાત્રે આપવાથી સ્ત્રીઓને થતો હિસ્ટીરિયા મટે છે. (૪) પીપળાના પાનની નવી કળીઓનો રસ અને મધ બે બે ચમચી મિશ્ર કરી સવાર-સાંજ પીવાથી જામી ગયેલું-ગંઠાયેલું લોહી ઓગળી જાય છે. (પ) પીપળાનાં કોમળ પાન દૂધમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પરમિયો-ગોનોરિયા મટે છે. એનાથી મૂત્રની બળતરા મટે છે અને સરળ મળશુદ્ધિ થાય છે, તથા પરુનો નાશ થાય છે. પાનની જેમ પીપળાના થડની તાજી છાલનો ઉકાળો સવાર-સાંજ પીવાથી પણ એવો જ ફાયદો થાય છે. (૬) પીપળાની લાખ અડધી ચમચી અને કોમળ પાનનો રસ મિશ્ર કરી એક ચમચી જેટલું આ ચાટણ સવાર-સાંજ લેવાથી રક્તસાવ બંધ થાય છે. (૭) પીપળાની લાખ, માખણ અને મધ સમાન ભાગે મિશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી ઉગ્ર અમલપિત્ત અને તીવ્ર હેડકી તરત જ શાંત થાય છે. (૮) પીપળાનાં સૂકાં ફળનું એક ચમચી ચૂર્ણ બે ચમચી મધ સાથે ચાટવાથી દમનો હુમલો શાંત થાય છે. (૯) પીપળાની લાખનું ચણા જેટલું ચર્ણ મધ અથવા માખણ સાથે બાળકોને દિવસમાં ત્રણ વાર ચટાડવાથી ઉંટાટિયું-કુકડિયા ખાંસી-હુપીંગ કફ મટે છે. (૧૦) પીપળાના સૂકાં ફળનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી કફના રોગો મટે છે.

પીલુ

પીલુની ખારી અને મીઠી એમ બે જાત હોય છે. મીઠી જાતનાં પીલુ નાનાં હોય છે જે ૧૫ ફૂટ જેટલાં ઊચાં થાય છે. આ વૃક્ષો વાંકાચૂકાં અને અનેક નમતી ડાળોવાળાં હોય છે. પાન જાડાં, સામસામાં અને લીલા રંગનાં હોય છે. સ્વાદે તીક્ષણ, તીખાં હોય છે. ફૂલ પીળાશ પડતા લીલા રંગનાં મહા મહિનામાં બેસે છે. ફળ ચણા જેવાં નાનાં રાતાં, કાળાં, સફેદ રંગનાં થાય છે. ખાવામાં તીક્ષણ તીખાં, સહેજ ગળ્યાં અને સ્વાદિષ્ટ લાગે છે. એના રસનો સ્વાદિષ્ટ આસવ બને છે. પીલુના બીજના તેલને ખાખણ કહે છે. એ કોકમના તેલની જેમ જામી ગયેલું હોય છે. એમાં પણ પીલુની જેમ ઉષ્ણતા અને તીક્ષણતા હોય છે. વાયુના રોગોમાં ખાખણ લગાડવાથી લાભ થાય છે. સંધિવાના સોજા પર, પગની પીંડલીમાં ગોટલા ચડી જવા વગેરેમાં ખાખણ લગાડવામાં આવે છે. ગ્રહણી, અર્શ, અતિસાર, સંધિવામાં પીલુ ઉત્તમ ઔષધ છે. પીલુનો આસવ અશક્તિ, અર્શ અને અજીર્ણમાં ઉપયોગી છે.

પીલુડી

કાગડાઓને એ પ્રિય હોવાથી એને કાકમાચી પણ કહે છે. એના છોડવા ચોમાસામાં ઊગી નીકળે છે. અને બારે માસ જોવા મળે છે. છોડ ચાર-પાંચ ફૂટ ઊંચા થાય છે. એની ડાળીઓ રીંગણી, મરચીની જેમ આડી અવળી નીકળેલી હોય છે. પાન મરચીના પાનને મળતાં, ફૂલ ધોળાં, ફળ ગોળ વટાણા જેવડા-કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે લાલ, કથ્થાઈ અને કાળા રંગનાં થાય છે. પીલુડીનાં પાનની ભાજી ખવાય છે. સોજાવાળા દર્દી માટે આ ભાજી ખૂબ સારી છે. પીલુડી વાયુ, પિત્ત અને કફ ત્રણે દોષો દૂર કરે છે. એ રસાયન છે. સોજા પર પાનનો રસ ચોપડવો તથા પાનની ભાજી ખાવી. એ શોથદન છે, આથી સર્વાગ સંધિવા-આખા શરીરના સાંધાનો દુ:ખાવોવા- સોજો હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખૂબ રાહત થાય છે. સોજો અને દુ:ખાવો બંને મટી જાય છે. ચેપી રોગ સિફિલિસમાં પણ આ ઉપચાર કરવાથી તે મટી જાય છે. સોરાયસીસ (ચામડીનો હઠીલો રોગ)માં પણ આની સારી અસર થાય છે. પીલુડીના આખા છોડનો એટલે કે તેનાં પંચાંગનો ઉકાળો સવાર-સાંજ પીવાથી રક્તશુદ્ધિ થાય છે અને ત્વચારોગો મટે છે, શરીર નિરોગી બને છે. લીવરના રોગોમાં તેનો રસ ઉપયોગી છે.

પુનર્નવાદ્યરિષ્ટ પુનર્નવા એટલે સાટોડી. સાટોડી સાથે બીજાં ઔષધો મેળવી બનાવવામાં આવતું દ્રવ ઔષધ એટલે પુનર્નવાદ્યરિષ્ટ. અડધો કપ પુનર્નવાદ્યરિષ્ટ એટલા જ પાણી સાથે મેળવી સવાર-સાંજ પીવું તે સોજા, પાંડુરોગ(રક્તાલ્પતા), ભગદર, ઉધરસ, પ્લીહા, અરોચક, ભ્રમ, મોહ, ગુલ્મ, શ્વાસ, સંગ્રહણી, કુષ્ઠરોગ, ખંજવાળ વગેરેમાં હિતાવહ છે.

ફટકડી ફટકડીના ગાંગડાનો ભૂકો કરી માટીની કલાડીમાં ધીમા તાપે ગરમ કરવું.પીગળીને પાણીનો ભાગ ઉડી જાય એટલે ફૂલીને પતાસા જેવી થશે. એનો પાઉડર બનાવી શીશી ભરી લેવી. (૧) વાગવાથી રક્તસાવ બંધ થતો ન હોય તો ફટકડીનો પાઉડર મૂકી પાટી બાંધી લેવાથી રક્તસાવ તરત જ બંધ થાય છે. (૨) હરસમાં લોહી પડતું હોય તો બકરીના દૂધમાં ૧/૪ ચમચી ફટકડીનો પાઉડર સવાર-સાંજ લેવાથી રક્તસાવ બંધ થાય છે. (3) માસિક વધારે આવતું હોય તો સવાર-સાંજ ૧/૪ ચમચી ફટકડીનો પાઉડર લેવાથી ઉત્તમ ફાથદો થાય છે.

ફણસ ફણસમાં ખાંડનો ભાગ ઘણો હોવાથી એની પૌષ્ટિક આહારદ્રવ્યોમાં ગણતરી થાય છે. એ મધુર, સ્વાદિષ્ટ, ચીકણું અને પચવામાં ભારે છે. હૃદય-મનને પ્રિય, બળ અને વીર્ય વધારનાર, દાહ, બળતરા અને વિષનો નાશ કરનાર અને આહાર પર રુચિ ઉત્પન્ન કરનાર છે. ફણસની ગોટલીનું શાક સરસ થાય છે અને તે શેકીને પણ ખવાય છે. મધુપ્રમેહમાં આ ગોટલી સહાયક ઔષધ તરીકે વાપરી શકાય.

ફણસી રોજ ૨૫૦થી ૩૦૦ મિ.લિ. ફણસીનો રસ પીવાથી જ્ઞાનતંતુઓને શક્તિ મળે છે, તથા પેનક્રિયાસ વધારે ઈન્સલ્યુલિન ઉત્પન્ન કરે છે.

ફ્રિઝમાંથી બહાર કાઢી. થોડોક ભાગ વાપરી ફરી ફ્રિઝમાં મૂકેલો ખોરાક ખાવા યોગ્ય નથી હોતો.

ફૂદીનો

ફૂદીનો સ્વાદુ, રુચિકર, હૃદ્ય, ઉષ્ણ, દીપન, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમૂત્રને અટકાવનાર છે. એ ઉધરસ, અજીર્ણ, અગિનમાંદા, સંગ્રહણી, અતિસાર, કૉલેરા, જીર્ણજવર અને કૃમિનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે, પાચનશક્તિ વધારે છે, તથા પિત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વિટામીન 'એ' સારા પ્રમાણમાં છે. વિટામીનની દૃષ્ટીએ ફૂદીનાનું સેવન દુનિયાના તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે. (૧) ફૂદીનો અને આદુનો રસ અથવા ફૂદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢિયો તાવ મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે. (ર) વાયુ અને શરદીમાં પણ એ ઉકાળો ફાયદો કરે છે. (૩) ફુદીનાનો રસ મધ સાથે મેળવી દર બે કલાકે આપવાથી ન્યુમોનિયાથી થતા અનેક વિકારો અટકી જઈ ન્યુમોનિયા ઘણી ઝડપથી મટી જાય છે. (૪) ફુદીના નો રસ મધ સાથે લેવાથી આંતરડાણી ખરાબી અને પેટ ના રોગો માટી જાય છે આંતરડા ના લાંબા સમયની ફરિયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે. (પ) કૂદીનાનું શરબત પીવાથી કૉલેરા મટે છે. (૬) કૂદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે. (૭) ફુદીનાનો રસ દાદર પર વારંવાર ચોપડવાથી ફાયદો કરે છે. (૮) વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.

બટાટા

બધી જાતના બટાટા ઠંડા, ઝાડાને રોકનાર, મધુર, ભારે, મળ તથા મૂત્રને ઉત્પન્ન કરનાર, રુક્ષ, માંડ પચે તેવા, રક્તપિત્ત મટાડનાર, કફ તથા વાયુ કરનાર, બળ આપનાર, પિત્તશામક, કબજિયાત કરનાર, કામોત્તેજક, વીર્યને વધારનાર અને અલ્પ પ્રમાણમાં અગિનને વધારનાર છે. બટાટા પરિશ્રમી, પરિશ્રમથી નિર્બળ બનેલા, રક્તપિત્તથી પીડાતા, શરાબી અને તેજ જઠરાગિનવાળાઓ માટે અતિ પોષક છે. જેને ગેસ થતો હોય તેણે બટાટા ન ખાવા. બટાટા સ્વાદે મધુર અને વિપાકે પણ મધુર છે. આથી બટાટા પિત્તશામક છે. બટાટા કફકારક, પચવામાં ભારે અને કાર્બોહાઈડ્રેટથી ભરપુર હોવાથી મેદની તકલીફવાળાએ, ડાયાબીટીસવાળાએ તથા જેની પાચનક્રિયા નબળી હોય તેમણે બટાટા કદી ખાવા જ નહિ જોઈએ. વાયુના રોગોમાં પણ બટાટા ત્યાજ્ય છે. (૧) શરીરના ઉપરના કે નીચેના માર્ગેથી રક્તસાવ થતો હોય તો બટાટાનો સાકરમાં બનાવેલો શીરો ખાવો. (૨) બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મૂકી પાટી બાંધી દેવાથી ભીનું કે સૂકું-જૂનું ખરજવું નિર્મળ થઈ જાય છે.

બાદમ

બદામ ગરમ, સ્નિગધ, વાયુને હરનાર, વીર્ય વધારનાર અને ભારે છે.બદામનો ગર્ભ મધુર, વીર્ય વધારનાર, પિત્ત તથા વાયુને મટાડનાર, સ્નિગધ અને ગરમ છે. એ કફ કરનાર છે.

બાજરી

બાજરીમાં ઘઉં જેટલાં જ પોષક તત્વો છે, પરંતુ ચરબીનું પ્રમાણ ઘઉં કરતાં વધારે છે. આથી અતિશય પરિશ્રમ કરનાર માટે બાજરી છે. પરંતુ મેદસ્વી માટે સારી નથી. બાજરી હૃદય માટે હિતકર, બળ આપનાર, પચવામાં ભારે, ગરમ, જઠરાનિ પ્રદીપ્ત કરનાર, પિત્તપ્રકોપક, રુક્ષ, પૌષ્ટિક, ભૂખ લગાડનાર, પિત્ત વધારનાર, થોડા પ્રમાણમાં મળને બાંધનાર, કફનાશક છે. સ્ત્રીઓમાં કામવેગ ઉત્પન્ન કરનાર છે. ભેંસના દૂધ સાથે બાજરીનો રોટલો ખૂબ જ પૌષ્ટિક અને પથ્ય આહાર છે. ધી કે માખણ ચોપડેલો બાજરીનો રોટલો ખૂબ મીઠો લાગે છે. થોડા અંશે કબજિયાત કરતી હોવાથી કબજિયાત અને હરસના દર્દીએ સાવધાનીથી એનો ઉપયોગ કરવો જોઈએ

બાર્લીવોટર જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણ ચાર ઉભરા આવે ત્યારે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું જવના આ પાણીને બાલીવૉટર કહે છે. એ તરસ, ઉલટી, અતિસાર, મૂત્રકૃચ્છ (પેશાબની અટકાયત અને બળતરા કરે તેવો રોગ), મૂત્રદાહ, વૃક્કળિ(કીડનીનો દુ:ખાવો), મૂત્રાશયશળ વગેરેમાં ફાયદો કરે છે. એકાદ ગ્લાસ જેટલું બાલીવૉટર સવાર-સાંજ પીવાથી ઊલટી, ઊબકા, અતિસારપાતળા ઝાડા, સોજો, દુ:ખાવો, મૂડૂત્રકષ્ટતા મૂત્રમાર્ગની બળતરા, પથરી, કીડનીનો સોજો તેમ જ દુ:ખાવો વગેરેમાં ફાયદો થાય છે, તેમ જ મળ પણ સાફ ઊતરે છે. જેમને વારંવાર પથરી થયા કરતી હોય તેમને માટે બાલવિૉટર ખૂબ જ ઉત્તમ છે.

બાવળ

બાવળની પત્તી ઝીણી અને સ્વાદમાં તૂરી હોય છે. ફૂલ નાની દડી જેવાં, લાંબી રૂંવાટીવાળાં, પીળાં અને સહેજ સુગંધીવાળાં હોય છે. તેની શીંગને બાવળના પડિયા કે પૈડા કહે છે. તેના વૃક્ષમાંથી સફેદ કે સહેજ રતાશવાળો ગુંદર નીકળે છે, જે કમરના દુ:ખાવામાં અને વસાણામાં વપરાય છે. (૧) સગર્ભા મહિલા બાવળનાં સૂકાં કે લીલાં પાન ચાવીને ખાય તો માબાપ બંને શ્યામ હોય તો પણ બાળક ગોરું અને રૂપાળું આવે છે. (૨) બાવળનો ગુંદર વાનો રોગ મટાડે છે, મહિલાઓને શક્તિ આપે છે અને પ્રદરનો રોગ મટાડે છે. (3) બાવળના પડીયાનું ચૂર્ણ ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર ખાવાથી કે ઘા, ચાંદા કે દૂઝતા હરસ પર લગાડવાથી વહેતું લોહી અટકે છે. (૪) મોંઢામાં અવાર નવાર ચાંદાં પડતાં હોય, દાંતના મસૂડાં ફૂલી જતાં હોય, મોંમાંથી વાસ આવતી હોય, દાંત હાલતા હોય અને લોહી નીકળતું હોય, ગળું લાલ રહેતું હોય, મોંમાં ચીકાશ રહેતી હોય, ઊઘમાં મોંમાંથી લાળ પડતી હોય તો સવાર-સાંજ બાવળનાં પાન અને છાલનો ઉકાળો કરી કોગળા કરવા.

બીલી

બીલીને સંસ્કૃતમાં બીલ્વ, શ્રીફળ, શાંડિલ્ય અને શલૂષ પણ કહે છે. તેનાં મૂળ, પાન તથા કાચાં અને પાકાં ફળ દવામાં વપરાય છે. ઔષધ અને શરબત માટે સારાં પાકાં ફળ લેવાં. કુમળાં કાચાં બીલાં મરડા-ઝાડાની રામબાણ દવા છે. બીલીનાં ઝાડ ૨૦-૨૫ ફૂટ ઊંચાં થાય છે. એની શાખાઓ ઉપર કાંટા હોય છે. પાન ત્રિપણી અને એકાંતરે આવેલાં હોય છે. પાન મસળતાં એક જાતની સુગંધ આવે છે. ફૂલ આછા લીલાશ પડતાં સફેદ હોય છે. ફળ કોઠા કે મોસંબી જેવડાં અને કઠણ છાલવાળાં હોય છે. ઔષધમાં નાનાં કુમળાં ફળ વપરાય છે. પાકાં મોટાં ફળો શરબત બનાવી પીવામાં વપરાય છે. બીલી સંગ્રાહી એટલે મળને રોકનાર, દીપનીય એટલે જઠરાગિન પ્રબળ કરનાર તથા વાયુ અને કફનું શમન કરનાર છે. એનાં કાચાં ફળનું શાક તથા અથાણું થાય છે. કાચા બિલાના સૂકા ગર્ભને બેલકાચરી કહે છે. બિલું ઘણું પૌષ્ટિક, દીપન પાચક અને ગ્રાહી છે. અ:ાવી દીપન, પાચક અને ગ્રાહી વનસ્પતિ ભાગ્ય જ મળે છે. (૧) હરસમાં લોહી પડતું હોય તો બીલાનો ગર ખાવાથી મટી જાય છે. (૨) પાકાં બિલાં ગળ્યાં હોય છે. તેમાં ખાંડ નાખી શરબત બનાવી પીવાથી ઝાડા મટે છે તથા ઠંડક મળે છે. ખાસ કરી મરડામાં તે ઘણું કામ અ:ાપે છે. (3) બિલીના ઝાડથી હવા શુદ્ધ થાય છે. (૪) અ:ાખના રોગોમાં તેનાં પાન વાટી એનો રસ અ:ાખમાં અ:ાજવો. (૫) ગૌમૂત્રમાં બિલું વાટી તેલ મેળવી પકવીને કાનમાં મૂકવાથી કાનની બહેરાશ મટે છે. (૬) બિલીના કાચા કોમળ ફળના ગર્ભને સૂકવીને બનાવેલું ચૂર્ણ અતિસાર, ઝાડા, મરડો, સંગ્રહણી, કોલાયટીસ, રક્તાતિસારમાં ખૂબ જ રાહત કરે છે. એક ચમચી આ ચૂર્ણ દિવસમાં ત્રણ વાર મોળી છાસ સાથે લેવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે. ઉપરોક્ત બધી વિકૃતિઓમાં પણ ફાયદો થાય છે. એનાથી જઠરાનેિ પ્રદીપ્ત થાય છે, વાયુ અને કફ મટે છે. (૭) જો મરડો ખૂબ જ જૂનો હોય તો બિલીના ફળનો ગર્ભ અને એટલા જ વજનના તલનું ચૂર્ણ તાજા મોળા દહીંની તર સાથે સવાર-સાંજ લેવાથી મટે છે. જો મળ સાથે રક્તસાવ થતો હોય તો આમાં એક ચમચી સાકર મિશ્ર કરી પીવું, (૮) બિલાનો ગર્ભ, ઘોડાવજ અને વરિયાળીનું સરખા વજને મેળવેલ ચૂર્ણ મરડામાં અકસીર છે. (૯) કાચા બીલાના ગર્ભને સૂકવી બનાવેલ એક ચમચી ચૂર્ણ એટલી જ સાકર સાથે સવાર-સાંજ લેવાથી ઝાડા મટે છે. (૧O) બીલીપત્રનો રસ બેથી ત્રણ ચમચી જેટલો સાકર નાખી પીવાથી કોઈપણ પ્રકારનો રક્તસાવ મટે છે. (૧૧) બીલીપત્રનો રસ ડાયાબીટીસમાં લાભ કરે છે તથા સોજા મટાડે છે. (૧૨) ન રુઝાતા ગંધાતા ચાંદા પર બીલીપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે. (૧૩) ઉનાળામાં દરરોજ બીલાનું શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચન શક્તિ સુધરે છે. પાચનશક્તિ સારી રાખવા માટે એ આશીર્વાદ સમાન છે.

બીલ્વાદી ક્વાથ

બીલી, અરણી, અરડૂસી, સીવણ અને પાડળ આ પાંચ વનસ્પતિનાં મૂળને બૂહત પંચમળ કહે છે. એ પાંચે સરખા ભાગે મિશ્ર કરી ખાંડી, એક ચમચી પાઉડરનો ઉકાળો કરી સવાર-સાંજ નિયમિત પીવાથી થોડા દિવસમાં અધિક મેદ એકત્ર થવાથી જે પીડા થાય છે તેનો નાશ થાય છે.

બીજોરું

બીજોરું લીંબુની જાતનું જ છે. એનાં પાન લીંબી કરતાં લાંબાં અને મોટાં હોય છે. તેને આઠથી દસ ઈંચ જેટલાં લાંબાં ફળો આવે છે. ઔષધમાં આ ફળ વપરાય છે. બિજોરાનો રસ અત્યંત ખાટો, પથ્યકર, રુચિકારક અને પિત્તશામક છે. ફળ પીળું થયા પછી જ ઉપયોગમાં લેવું જોઈએ. અંક, ઉલટી, કફ, ગોળો, અરુચિ, મંદાગિન વગેરે મટાડે છે. અરુચિ, ઊબકા, ઊલટી, મોળ આવવી વગેરેમાં બિજોરાના ફળની કળીઓ પર સિંધવ છાંટીને ખાવામાં આવે છે. એનું શરબત જીભ અને કંઠની શુદ્ધિ કરે છે. એનો મુરબ્બો સમગ્ર પાચનતંત્ર અને હૃદય માટે હિતાવહ છે. બિજોરાના રસનો કોગળો ધારણ કરી રાખવાથી દાંતના જીવાણુઓ નાશ પામે છે. આથી પયોરિયા મટે છે અને મોંની વાસ દૂર થાય છે. બિજોરાનો રસ બરોળના અને લીવરના રોગોમાં ખૂબ ફાયદાકરાક છે. કમળામાં એનું શરબત પીવાથી લાભ થાય છે. બીજોરું સ્વાદિષ્ટ, ખાટું, ગરમ, અગિનને પ્રદીપ્ત કરનાર, પચવામાં હળવું, રક્તપિત્ત નાશક, હૃદય માટે હિતકારી તથા ખાંસી, ચૂક, ઊલટી, કફ, ગોળો, હરસ, અરુચિ અને તરસનો નાશ કરનાર છે. એ બરોળ અને અપચામાં ઉપયોગી છે. એની છાલ ખૂબ જ મીઠી હોય છે અને ગર્ભ ખૂબ જ ખાટી હોય છે. શ્રેષ્ઠ ખાટાં ફળોમાં એનો સમાવેશ થાય છે. (૧) ચૂંક, ઊલટી, કફ, અરુચિ, ગોળો, હરસ વગેરેમાં બીજોરાની કળીઓ સિંધવ છાંટીને ખાવી. (૨) બીજોરાની કળીઓ સહેજ મીઠું નાખી ખાવાથી સગર્ભાની ઊલટી, ઊબકા, અરુચિ જેવી તકલીફો દૂર થાય છે.

બોરસલી

બોરસલીને સંસ્કૃતમાં બકુલ કહે છે. (૧) દાંત હાલતા હોય, દાંતનાં પેઢાં કમજોર થઈ ગયાં હોય તો સવારે દાંત સાફ કર્યા પછી બોરસલીની છાલનો ઉકાળો ઠંડો કરી મોંમાં ૧૦થી ૧૫ મિનિટ ભરી રાખવો. તેમ જ બોરસલીના બીનું બારીક ચૂર્ણ રોજ રાત્રે ધીમે ધીમે દાંત અને પેઢા પર ઘસવું. (૨) ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં બોરસલીનાં ચાર ફૂલ અધકચરાં વાટી રાત્રે પલાળી રાખવાં. સવારે આ પાણી ગાળી બબ્બી ચમચી સવારે, બપોરે અને રાત્રે બાળકોને પીવડાવવાથી સૂકી ઉધરસ, વરાધ અને કફના રોગો મટે છે.

ભાંગરો અતિ ભીનાશવાળી જમીનમાં ઉગનાર ભાંગરો આપણા દેશમાં બધે જ થાય છે. આ અતિ ઉપયોગી ભાંગરાને નકામું ઘાસ ગણી ખેતરમાંથી કાઢી નાખવામાં આવે છે. ભાંગરી ચોમાસામાં ખાડા-ખાબોચિયામાં તેમ જ પાણીવાળી જમીનમાં બધે જ ઊગી નીકળે છે. અને પાણી મળતું રહે ત્યાં બારે માસ રહે છે. તેના છોડ અડધાથી એક ફૂટ ઊંચા, પાન સામસામાં, ખરછટ આછી છાંટવાળાં, ધાર પર દાંતાવાળાં અને લહેરિયાવાળાં હોય છે. તેનાં ફૂલ સફેદ અને ફળ કાળાં હોય છે. છોડ સૂકાયા પછી કાળા પડી જાય છે. એની ત્રણ જાત થાય છે. સફેદ, પીળો તથા કાળો. એનાં પાન કરકરીઆવાળાં, ભાલાના આકારનાં અને દાડમ જેવાં જ હોય છે. એનો છોડ બેથી અઢી ફૂટ ઊચો હોય છે. એ મોટે ભાગે ચોમાસામાં તળાવ, નહેર કે નદીનાળા આગળ ઊગી નીકળે છે. ઔષધ તરીકે ભાંગરાનો રસ વપરાય છે. એનો રંગ કાળા ભમરા જેવો હોવાથી તથા તે ભમરા જેમ સુંદર દેખાતો હોવાથી એને ભૂગરાજ કહેવામાં આવે છે. ભાંગરો સ્વાદમાં તીખો, તીક્ષણ, ગરમ, રુક્ષ, કફ અને વાયુને હરનાર, વાળ માટે ગુણકારી, રસાયણ અને બળ આપનાર છે. તે શ્વાસ, ઉધરસ, આમ, કૃમિ, સોજા, પાંડુરક્તાલ્પતા, કોઢ, ઉદરી, ખોડો તથા શિર:શળ મટાડે છે. એ કૃમિધ્યન, રસાયન, પૌષ્ટિક તથા પિત્તશામક છે. તે નેત્ર તથા કેશ માટે ઉત્તમ છે. ત્વચા, દાંત તથા શિરોરોગ મટાડે છે. ભાંગરાનો રસ યકૃત અને બરોળની તકલીફ, અજીર્ણ, હરસ, આમવાત, મસ્તકશ્રળ, વાળ સફેદ થવા, ચામડીનાં દર્દી વગેરે મટાડે છે. એનાં પાન તથા થડનું પાણી પીવાથી આંખનું તેજ વધે છે, વીર્યબળમાં વધારો થાય છે, ઉધરસ તથા સળેખમ મટે છે. કોઢ, આંચકી કે અપસ્માર, વધરાવળ, છાતીનાં દર્દી વગેરેમાં પણ ઉપયોગી છે. (૧) અજમા સાથે લેવાથી પિત્તનું જોર નરમ પડે છે. (ર) ભાગરાના કોગળા કરવાથી દાંતની તકલીફ મટે છે. (3) ભાગરાનાં પાન, જાયફળ, વાવડિંગ, ચિત્રક, તગર, ગંઠોડા , તલ, શંખાવલી, અસિંદરો, રક્તચંદન, સુંઠ, લવિંગ, કપુર, આંબળાં, મરી, પીપર, તજ, એલચી, નાગકેસર દરેક ૨૦-૨૦ ગ્રામનું બારીક ચૂરણ બનાવી તેને ભાંગરાના રસની ભાવના આપવી. આ ચૂર્ણ પેટના અનેક રોગો મટાડે છે. હરસ અને યકૃતના રોગો પણ મટાડે છે. (૪) ભાંગરો, શંખાવલી, બ્રાહી, અંધેડો, માલકાંગણી, ઉપલેટ, હરડે, આમળાં, ગુગળ, જીરુ, વજ અને ગરમાળાનો ગોળ દરેક ૧૦-૧૦ ગ્રામનું ચૂર્ણ બનાવી તેને ભાંગરાના, અંધેડાના અને બ્રાહ્મીના રસની ભાવના આપી નાની નાની ગોળી બનાવવી. એનાથી ઉન્માદ, અપસ્માર, બાળકોનું ઊઘમાંથી ઝબકીને જાગી જવું, વિચારવાયુ, મગજનું અસ્થિરપણું વગેરે વ્યાધિઓમાં રાહત થાય છે. આ ગોળી ગાયના તાજા દૂધ સાથે અથવા સહેજ ગરમ કરેલા ધી સાથે લેવી. દિવાળી વખતે ભાંગરાનો છોડ મૂળ સહિત ઉખેડી, છાંયડામાં સૂકવી, ખબ ખાંડી બારીક ર્શિ બનાવવું. (પ) ભાંગરાનો પા ચમચી રસ એક કપ જેટલા દૂધમાં નાખી સવાર-સાંજ પીવાથી કફના રોગો શાંત થાય છે અને મેલેરિયા પછી વધી ગયેલી બરોળ મૂળ સ્થિતિમાં આવી જાય છે, જીર્ણ જવર મટે છે. આ ઉપચાર-પ્રયોગ ૧૦થી ૧૫ દિવસ કરવો. (૬) પાથી અડધી ચમચી ભાંગરાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી લીવર અને બરોળના રોગો, કમળો, હરસ અને ઉદર રોગોમાં ફાયદો થાય છે. (૭) અડધી ચમચી ભાંગરાનો રસ એક ગલાસ દૂધમાં સવારે અને સાંજે ૧૫-૨૦ દિવસ પીવાથી કફના પ્રકોપથી થતા રોગો, જીર્ણ મેલેરિયા અને બરોળની વૃદ્ધિવાળો ઘણા સમયનો જીર્ણજવર મટે છે. (૮) અડધી ચમચી ભાંગરાનો રસ બે ચમચી ઘીમાં મિશ્ર કરી. સવાર-સાંજ ચાટવાથી બેસી ગયેલો અવાજ ખૂલી જાય છે. (૯) નિત્ય યુવાન રહેવા માટે રોજ રાત્રે અડધી ચમચી ભાંગરાનો રસ, એક ચમચી ઘી અને દોઢ ચમચી સાકર એક ગલાસ દૂધમાં નાખી પીવું (૧૦) ભાંગરાનો રસ મધ સાથે ચાટવાથી છાતીમાં ભરાયેલો કફ છૂટો પડે છે. (૧૧) ભાંગરાનું ચૂર્ણ અડધી ચમચી અને કાળા તલ બે ચમચી ભેગા વાટી ધી સાથે ચાટવાથી સારી શક્તિ આવે છે. લીવર કામ ન કરતું હોય, વારંવાર ઝાડા થઈ જતા હોય તો આ ઉપચાર કરવો. ભાંગરા નું તેલ ભાંગરાનો રસ અઢી લીટર, મેંદીનાં પાન ૨૫૦ ગ્રામ, ગળીનાં પાન ૨૫૦ ગ્રામ, આમળાં પOO ગ્રામ, જેઠી મધ ૧૨૫ ગ્રામ, જટામાંસી ૨૫૦ ગ્રામ.. બધાં ઔષધોને બારીક વાટી ભાંગરાના રસમાં મેળવવાં. મળી શકે તો વાટેલી બ્રાહ્મી ૨૫૦ ગ્રામ મેળવી એમાં તલનું તેલ દોઢ કિલો નાખી ધીમા તાપે પકાવવું. પાણીનો ભાગ ઊડી જાય અને તેલ બાકી રહે ત્યારે ઉતારી ઠંડુ પાડી ગાળી લેવું. તેમાં વાળો, સુખડઅંદન, કપુર પૈકી કોઈ પણ એકનો જરૂર પૂરતો પાઉડર નાખી થોડા દિવસ રાખી ગાળી લેવું, જેથી જરૂરી સુગંધ આવશે. એ માથામાં નાખવા વપપરાય છે.

ભોંયરીંગણીએનાં પાન, થડ, ડાળી એમ બધાં જ અંગો પર કાંટા હોવાથી સંસ્કૃતમાં એને કંટકારી કહે છે. ફૂલ જાંબુડિયા રંગનાં, ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળદવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે. તે ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ હૃદયરોગ, અરુચિ, પાર્શ્વશુળ વગેરે મટાડે છે. (૧) ભોંયરીંગણીનાં પાકાં, પીળાં ફળ નાના મટકામાં ભરી, તેના મોં પર કપડું બાંધી ઉપર માટીનો લેપ કરી ચૂલા પર ચડાવી તપાવવું. અંદરનાં ફળ કાળાં થઈ જાય ત્યારે ઊતારી વાટીને બાટલી ભરી લેવી. પાથી અડધી ચમચીની માત્રામાં એક ચમચી મધમાં મિશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી ખાંસી, શ્વાસ-દમ, વરાધ-સસણી અને અજીર્ણમાં ખૂબ જ ફાયદો થાય છે. (૨) ભોંયરીંગણીનાં મૂળ, ફૂલ, ફળ, પાન, છાલ સાથે આખો છોડ સૂકવી, ખબ ખાંડી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણથી અડધા ભાગની હીંગ મેળવી ચણાના બે દાણા જેટલું ચર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવું. આનાથી વાયુનું અનુલોમન થઈ ઉગ્ર શ્વાસ પણ બેસી જાય છે. (૩) ભોંયરીંગણીનો રસ બે ચમચી જેટલો દિવસમાં ત્રણ વખત મધ નાખી પીવાથી તમામ જાતના મૂત્રરોગ મટે છે. ભોંયરીંગણી મૂત્રલ છે. (૪) લીલાં કે સૂકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી શ્વાસ, સસણી, કફવાળી ઉધરસ, મોટી ઉધરસ, લોહીમાં કફનું વધવું વગેરે મટે છે. (પ) પાનના ઉકાળામાં મગ પકવી રોજ ખાવાથી દમ મટે છે. (૬) પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. (૭) દાંત દુ:ખતા હોય, દાંતમાં કૃમિ થયા હોય, દાંત હાલતા હોય કે સડી ગયા હોય, તેમાંથી પરુ નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરિયા થયો હોય તો ભોંયરીંગણીના બીનો પ્રયોગ કરવો. (૮) ભોંયરીંગણીનો પંચાંગ સાથેનો આખો છોડ સૂકવી, અધકચરો ખાંડી ૧૦ ગ્રામ ભૂકો બે ગલાસ પાણીમાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળીને પીવાથી કાયમી શરદી, કફ, ખાલી ખાંસી તેમ જ ધીમો તાવ રહેતો હોય તો તે મટે છે. વળી એનાથી દમ, સસણી-વરાધ, ખંજવાળ, કૃમિ અને હૃદયરોગમાં પણ ફાયદો થાય છે. (૯) માથામાં ટાલ પડતી હોય તો ભોંયરીંગણીનો રસ અને મધ સરખા ભાગે મિશ્ર કરી લગાવવાથી સારો ફાયદો થાય છે. (૧૦) ભારોઈયરીંગણીનું ચૂર્ણ મધમાં ચાટવાથી સૂકી ઉધરસ મટે છે. (૧૧) ભોંયરીંગણીનો આખો છોડ મૂળ સાથે ઉખેડી બરાબર ધોઈને છાંયડામાં સૂકવી તેના નાના નાના ટૂકડા ૧૦ ગ્રામ જેટલા કપડામાં બાંધી પોટલી મગ સાથે બાફવાથી ભોંયરીંગણીના પંચાંગના ગુણો મગમાં ઉતરશે, છતાં મગનો સ્વાદ બગડશે નહિ. એમાં આદુ, લસણ વગેરે નાખી ખાવાથી કફ છૂટો પડવાથી દમ મટે છે.

મગના લાડુ મગ શેકી, લોટ બનાવી, લોટ જેટલું ધી લઈ કડાઈમાં ધીમા તાપે તવેથાથી હલાવતા જવું. લોટ કંઈક લાલાશ પકડે એટલે તેના ઉપર દૂધ છાંટતા જવું. એમ કરતાં દાણો પડે એટલે ચૂલા પરથી ઉતારી લઈ, સાકર, બદામ, પિસ્તાં, એલચી, લવિંગ અને મરીનું ચૂર્ણ નાખી લાડુ બનાવવા. મગના આ લાડુ શીતળ, વીર્યવર્ધક અને વાતપિત્ત શામક છે. આ લાડુ શિયાળામાં પાકની ગરજ સારે છે.

મગફળી

મગફળી અને પીનટ બટરમાં વિટામીન 'એ', ‘ઈ, ફોલિક એસિડ, કેલ્શયમ, મેંગનેશયમ, ઝીંક, આયર્ન અને ફાયબરની ઊચી ગુણવત્તા છે. તેમાં ઓછા કૉલેસ્ટરોલ સાથે ચરબી પ્રાપ્ત થાય છે. નિયમિત મગફળી ખાનારની કૉલેસ્ટરોલની માત્રા ઓછી હોય છે. મગફળીથી ડાયાબીટીસની શકયતા પણ ઘટે છે. શેકવાથી મગફળીનાં તત્વોમાં વધારો થાય છે. શરીરના જે કોષોને નુકસાન થવાથી કેન્સર અને હૃદયરોગ થવાનો સંભવ રહે છે તે કોષો મગફળી ખાવાથી સુરક્ષિત રહે છે. મગફળીમાં પ્રોટીન અને સારી જાતની ચરબી પણ હોય છે. પરંતુ ખારી મગફળી ખાવી ન જોઈએ. મગફળી જ્યારે શેકવામાં આવે છે ત્યારે કેન્સર અને હૃદયરોગ સામે રક્ષણ આપનાર તત્વોમાં ૨૨% જેટલો વધારો થાય છે. કેટલાંક ફળોમાં આ તત્વો જેટલા પ્રમાણમાં હોય છે તેટલા જ પ્રમાણમાં મગફળીમાં પણ હોય છે. આથી જો તમે વજન ઘટાડવાના આશયથી મગફળી ખાવાનું છોડી દેશો તો તે યોગ્ય નથી. પરંતુ ખારી મગફળી તો ખાશો જ નહિ.

મધ

જેની સાથે મધ લેવામાં આવે તેના ગુણોનું મધ વહન કરે છે. તેથી જ ઘણા રોગોમાં અનુપાન રૂપે મધ લેવામાં આવે છે. મધ ઉત્તમ કફનાશક છે. એક વર્ષ જૂનું મધ મેદ-ચરબીનો નાશ કરે છે. વજન ઘટાડવા માટે એક ગલાસ ઠંડા પાણીમાં બે ચમચી મધ સવારમાં પીવું. સવારે બીજું કંઈ ખાવું નહિ. ખાંડ, ગોળ, બટાટા, ભાત, તળેલું, મીઠાઈ, ધી, તેલ, માખણ બંધ કરવાં. મધ આંખમાં આંજવાથી આંખ નિર્મળ બની દૃષ્ટિશક્તિ વધે છે. સ્વર માટે પણ મધ હિતકારી છે. હૃદયને પ્રિય અને લાભકારક છે. મધમાં કામશક્તિ વધારવાનો ગુણ છે. ઘા શુદ્ધ કરી રુઝ લાવે છે. મધમાં ભેજ શોષી લેવાનો ગુણ છે આથી એ જીવાણુનાશક છે. મધમાં ટાઈફોઈડના જીવાણુઓ ૪૮ કલાકમાં અને મરડાના જીવાણુઓ ૧૦ કલાકમાં નાશ પામે છે. મધ અરુચિ દૂર કરે છે. એ ત્રિદોષહર છે. એ હેડકી, શ્વાસ, ઉધરસ, ઝાડા, ઉલટી, તરસશોષ, રક્તપિત્ત, કૃમિ, પ્રમેહ, મૂછો, થાક, બળતરા તથા ક્ષતને દૂર કરે છે. નવું મધ સારક એટલે મળને સરકાવનાર તથા કંઈક અંશે કફકારક છે. જ્યારે જૂનું મધ કફનાશક, ગ્રાહી-મળને રોકનાર, રૂક્ષ, મેદ દૂર કરનાર તથા અતિ લેખન-દોષોને બહાર કાઢનાર છે. ધી અને મધ સરખા પ્રમાણમાં લેવાં નહિ. કફમાં મધ બમણું અને વાતમાં ઘી બમણું લેવું. તે જ પ્રમાણે મધ ગરમ કરીને લઈ શકાય નહિ. (૧) રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી સારી ઊંઘ આવે છે, પેટ સાફ આવે છે. (૨) નરણે કોઠે મધ-લીંબુનું શરબતથી ભૂખ ઉઘડે છે. (૩) મધ જીવાણુઓનો નાશ કરે છે. ક્ષય અને ટાઈફોઈડના દર્દીઓ માટે ઉત્તમ છે. (૪) હજારો વર્ષ સુધી મધ બગડતું નથી. બાળકોના વિકાસમાં મધ ઉપયોગી છે. જો બાળકને શરૂઆતના નવ માસ સુધી મધ આપવામાં આવે તો તેને છાતીના રોગ કયારેય નહિ થાય. (૫) મધથી આંતરડાને ઉપયોગી એવા એસિકોકલિસ જીવાણુઓની વૃદ્ધિ થાય છે. (ઉ) દુર્બળ અને સગર્ભા સ્ત્રી માટે મધ શ્રેષ્ઠ પોષક આહાર છે. (૭) મધ દીર્ધાયુ બક્ષે છે. મધથી વીર્યની તથા લોહીના રક્તકણોની વૃદ્ધિ થાય છે. ગર્ભવતી અને પ્રસુતાએ બાળકના હિતાર્થે મધ લેવું જોઈએ. (૮) મધ ઉત્તમ સ્વાસ્થયવર્ધક છે. તે શરીરના રંગને નિખારવાનું અને ચામડીને કોમળ બનાવવાનું કામ કરે છે. (૯) ચહેરા અને શરીર પર મધ ઘસવાથી સૌંદર્ય અક્ષય બને છે. સારા સાબુઓમાં મધનો ઉપયોગ થાય છે. (૧૦) મધ, લીંબુ અને ચણાનો લોટ પાણીમાં મિશ્ર કરી ચહેરા પર ઘસી સ્નાન કરવાથી ચહેરો આકર્ષક અને સુંદર બને છે. (૧૧) મધના સેવનથી કંઠ મધુર અને સુરીલો બને છે. (૧ર) મધ દુર્બળતા, દમ, અપચો, કબજિયાત, કફ, ખાંસી, વીર્યદોષ, અનિદ્રા, થાક, વાયુવિકાર તથા અન્ય ઘણા રોગોમાં અચૂક દવા છે. (૧૩) ધારોષણ દૂધ અને ફળોના રસમાં મધ લઈ શકાય. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશાં હિતાવહ છે. (૧૪) મધ ગરમ કરવું નહિ. કમળ-કાકડી, મૂળા, માંસ સાથે મધ લઈ ન શકાય. (૧૫) વરસાદનું પાણી તથા ઘી, તેલ વગેરે ચરબીયુક્ત પદાર્થો સાથે મધ સમ માત્રામાં લેવું વિષ સમાન છે. (૧૬) મધ સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવામાં આવે તો શરીરનો મેદ-સ્થળતા ઘટી વજન ઉતરે છે. જ્યારે મધને સવાર-સાંજ હૂંફાળા દૂધ સાથે લેવામં આવે તો શરીરનું વજન વધે છે.

મરચૂં

મરચાં પચવામાં હલકાં, અનિવર્ધક, કફદન અને વાતશામક છે. તે શરીરને લખું પાડી નાખે છે. (૧) કૂતરું કરડે તો મરચાની ભૂકી દબાવી દેવાથી રૂઝ સાથે જ ઉખડે છે. (૨) કૉલેરામાં મરચાની ભૂકી પાણીમાં ઉકાળી પીવાથી ખૂબ જ લાભ થાય છે. (3) કફના બધા રોગોમાં મરચાં સારાં છે. ખૂબ ઊંઘ આવતી હોય, ખંજવાળ આવતી હોય કે કફને લીધે ચામડીના રોગ થયા હોય તો તેને માટે મરચાં સારાં છે. (૪) શરદી, સળેખમ, પેટનાં જીવડાં અને દુ:ખાવામાં મરચાં ઉપયોગી છે. (પ) વધુ પડતાં મરચાં ખાવાથી વીર્ય પાતળું પડી જાય છે અને શરીરમાં બળતરા થાય છે. મરચાને બદલે કાળાં મરી વાપરવાં.

મરી પ્રાચીન સમયમાં મરચાં ન હતાં, એને સ્થાને મરી જ વપરાતાં. મરી જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, કૃમિધ્યન, વિષદન તથા ચૂક, ગેસ, વાયુ, આફરો, અરુચિ, અજીર્ણ, કફ, શરદી, દમ તથા હૃદયરોગમાં હિતકારી છે. લીડીપીપરને જેમ ફેફસાં અને કફના રોગમાં ઉત્તમ ગણવામાં આવી છે તેમ કાળાં મરી પાચન અને પાચનતંત્રના રોગોમાં અતિ ઉપયોગી છે. તોતે ગરમ, પિત્ત વધારનાર, કફનાશક અને વાયુને હરનાર છે. પાચનના રોગોમાં ધી સાથે, કફના રોગોમાં મધ અને વાયુના રોગોમાં દિવેલ સાથે ચારથી છ કાળાં મરીનું ચૂર્ણ સવાર-સાંજ લેવું.

મસૂર

મસૂર વાયડા છે. આથી એની સાથે તેલ લેવું જરૂરી છે. બહુ ઝાડા થતા હોય તેમાં મસૂર ઉત્તમ છે. મસૂરમાં લોહનું પ્રમાણ પણ સારું હોઈ મરડાવાળા માટે હિતકારી છે. દૂઝતા હરસમાં મસૂરની દાળ ગુણકારી છે. એ પાકમાં મધુર, ઝાડાને રોકનાર, શીતળ, હલકા, રુક્ષ અને વાયડા છે. એ કફ, પિત્ત કે રક્તપિત્તને મટાડનાર, તાવનો નાશ કરનાર, બલકર તથા બંહણ છે. મસૂરમાં લોહનું પ્રમાણ વધારે હોવાથી તેની દાળનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. મસૂરમાં ગંધકનું પ્રમાણ નહિ જેવું હોવાથી તે મગની જેમ સુપાચ્ય છે. મસૂરનાં છોતરાંમાં એક કડવા પદાર્થ સિવાયનો રેસાવાળો બીજો નકામો પદાર્થ ઘણો હોય છે. આથી છોતરાં કાઢી નાખ્યા પછી તેનો જે લોટ હોય છે તે બહુ સતત્વવાળો હોય છે. તેમાં વટાણા અને સોયાબીન કરતાં એલ્યુમિનૉઈડુસ વધારે હોય છે.

મહાયોગરાજ ગૂગળ ગુગળ સાથે બીજાં ઘણાં ઔષધો મેળવીને મહાયોગરાજ ગુગળ બનાવવામાં આવે છે, જે બજારમાં તૈયાર મળે છે. એની બબ્બો ગોળી ભુકો કરી સહેજ નવશેકા પાણી સાથે લેવાથી આમવાત-સાંધાનો વા, ગેસ, ઉદાવર્ત, બહુમૂત્રતા, ભગંદર, વાતરક્ત, કુષ્ઠ, સ્નાયુઓનો દુ:ખાવો, કોઈપણ અંગનો સોજો, કંપવા તથા સર્વ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો થાય છે. આ ઔષધોમાં એક ખાસ રસાયન ગુણ રહેલો હોવાથી તે વાયુ પિત્તાદિ દોષોને નિયંત્રણમાં રાખવાની સાથે સાથે સાતે ધાતુઓનું પ્રમાણ પણ જાળવી રાખે છે.

મહારાસ્નાદી ક્વાથ વાયુ, કુબજતત્વ, લકવો, સાયટીકા, આમવાત, હાથીપગ્યું, આફરો, આધ્યમાન, અપતાનક, સાંધાઓની પીડા, કમર જકડાઈ જવી, અડદિયો વા અને વાયુથી થતા વંધ્યત્વ આ બધા વાયુના રોગોમાં ફાર્મસીમાં મળતું દ્રવ ઔષધ ‘મહારાસ્નાદિ કવાથ’ ચારથી છ ચમચી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે. સાથે સાથે વાયુ કરનાર આહાર-વિહારનો ત્યાગ કરવો.

મહુડા ઔષધમાં મહુડાનાં ફૂલો જ કામ આવે છે. એનાં ફુલ મોટાં મોતી જેવાં, સફેદ કે પીળાશ પડતં સફેદ હોય છે. ઉનાળામાં એ પાકીને નીચે ખરી પડે છે. એને વીણીને તડકે સૂકવી લેવામાં આવે છે. સૂકાં મહૂડાંને શેકીને ખાવામાં આવે છે. તેના રોટલા પણ બનાવવામાં આવે છે. તાજા ફૂલોમાંથી પુંકસરી કાઢી નાખી એ ફૂલોનું ધી-જીરુનો વઘાર કરી શાક બનાવી શકાય, જે ઘણું સ્વાદીષ્ટ હોય છે. મહુડાનાં ફૂલ શીતળ, મીઠાં, વજન વધારનાર, બળપ્રદ, વીર્ય વધારનાર અને વાયુ તથા પિત્તનો નાશ કરનાર છે. ગુલાબના ફૂલના ગુલકંદની જેમ જ મહુડાનાં ફુલોનો પણ ગુલકંદ બનાવી શકાય, જે પ્રમેહ, મૂત્રદાહ, અશક્તિ, અપચો (અગિનમાંદા) અને રક્તપિત્તમાં ઉપયોગી છે. એની માત્રા બે ચમચી સવાર-સાંજ.

મામેજવો

ચોમાસામાં મામેજવાના છોડ પુશ્કળ ઊગી નીકળે છે. એનાં સાંકડાં લાંબાં પાન નાગની જીભ જેવાં હોવાથી તેને નાગજીહા કહે છે. એના છોડ ૪થી 9 ઈંચ ઊંચા, દાંડી ચોરસ, પાન ડીંટડી વગરનાં સામસામે હોય છે. ફૂલ રુક્ષ નાનાં સફેદ હોય છે. આખો છોડ પાનથી ભરેલો અને અતિ કડવો હોય છે. (૧) પાનનો રસ એક ચમચી જેટલો ૮થી ૧૦ કાળા મરી સાથે લેવાથી મેલેરિયા મટે છે. (૨) આખા છોડને છાયામાં સૂકવી, ખાંડીને બારીક ચૂરણ બનાવવું અડધી ચમચી આ ચૂર્ણ બપોરે અને રાત્રે લેવાથી લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે અને મધુપ્રમેહમાં ફાયદો થાય છે. જીર્ણજવર અને પેટનાં કરમિયા પણ મટે છે. (3) મામેજવાનો છોડ જઠરાગિન પ્રદિપ્ત કરનાર, મળ સાફ લાવનાર, રક્તની શુદ્ધિ કરનાર, આમને પચાવનાર, યકૃતને ઉત્તેજિત કરનાર, રક્તપિત્ત, કફ અને પિત્તનો નાશ કરનાર છે. (૪) અડધી ચમચી મામેજવાનું ચૂર્ણ અને ત્રણ કાળાં મરીનું ચૂર્ણ દિવસમાં ત્રણ વખત લેવાથી તાવમાં ફાયદો થાય છે. (૫) આ ચૂર્ણ છાસમાં લેવાથી મેલેરિયા અને અતિસારમાં ફાયદો થાય છે. તે કૃમિનો નાશ કરે છે, અને ડાયાબિટીસને શાંત કરે છે. બજારમાં મામેજવા ઘનવટી મળે છે. તેનો પણ ઉપયોગ કરી શકાય. બે-બે ગોળી દિવસમાં ત્રણ વખત લેવી. બાળકોને એક એક ગોળી ત્રણ વાર આપવી.

માલકાંગણી

એના મોટા વેલાઓ થાય છે. શાખાઓ લાંબી અને કોમળ હોય છે. ફૂલ પીળાશ પડતા લીલા રંગનાં અને મધુર સુગંધવાળાં હોય છે, જે વૈશાખ-જેઠ માસમાં આવે છે, અને ફળ અષાઢ-શ્રાવણ માસમાં પાકે છે. તે ફાટીને અંદરથી કેસરી રંગનાં સરસ બીજ બહાર આવે છે. મોટે ભાગે આ બીજ જ ઔષધમાં વપરાય છે. બીજમાંથી તેલ નીકળે છે. તેને માલકાંગણીનું તેલ કહે છે. આ તેલ માલીશમાં અને પીવામાં વપરાય છે. માલકાંગણીનું તેલ જલોદરમાં અને વાયુના રોગોમાં સારું પરિણામ આપે છે. માલકાંગણી વાયુના રોગો, ઉદરના રોગો, સોજો, મૂત્રાવરોધ, મંદબુદ્ધિમાં વપરાય છે. માલકાંગણીનાં બીજ બુદ્ધિવર્ધક તથા વાયુના રોગોનો નાશ કરનાર હોવાથી એને ચડતી માત્રામાં રોજ ગળવામાં આવે છે. ૧ બીજથી શરૂઆત કરી રોજ એક બીજ વધારતા જવું. 30મા દિવસે ૩૦ બીજ ગળ્યા પછી રોજ એક બીજ ઘટાડતા જવું. એનાથી મંદ બુદ્ધિ અને ઓછી યાદશક્તિવાળાને સારો એવો ફાયદો થાય છે. વાયુને લીધે ઉદ્દેગ, ચિત્તભ્રમ જેવું રહેતું હોય તેમાં, તથા વાયુના અન્ય રોગોમાં પણ ફાયદો થાય છે. જળોદરના દર્દીને ૨૫થી 30 ટીપાં માલકાંગણીનું તેલ આપવાથી મૂત્ર ખૂબ છૂટથી થાય છે અને સોજો ઉતરે છે-પેટમાં ભરાયેલું પાણી નીકળી જાય છે. આ તેલ પરસેવો વધારનાર છે. પથી ૧૫ ટીપાં દૂધમાં લેવાથી પરસેવો ખૂબ જ થાય છે અને સોજા ઉતરે છે.

મીઠું

મીઠું ખારું, મધુર, પચવામાં ભારે, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, ખોરાકનું યોગ્ય પાચન કરાવનાર, ઝાડો લાવનાર, ખારું છતાં દાહ-બળતરા ન કરનાર, કફને પ્રકુપિત કરનાર, વાયુ મટાડનાર, રુચિપ્રદ, હૃદય માટે (થોડા પ્રમાણમાં લેવાથી) હિતકારક, વાળને અકાળે સફેદ કરનાર, શૂળનાશક અને સ્વાદુ છે. તે વધારે પડતું ગરમ કે વધારે પડતું ઠંડુ નથી. મીઠું વધારે પડતું લેવાથી એટલું જ નુકસાનકર્તા છે. મીઠું હલકું, રોચક, ગરમ, અનિવર્ધક, વાતઘન, શ્રેષ્ઠ જતુ ન, શોથહર, વેદનાહર, સૂક્ષ્મ અને ગૂમડાં મટાડનાર છે. મીઠું અમલતાનાશક છે. (૧) મૂઢમારના દુ:ખાવામાં હળદર અને લસણ સાથે મીઠું મેળવી લેપ કરવામાં આવે છે. (૨) ખાટું ખાવાથી દાંત અંબાઈ ગયા હોય તો મીઠું ઘસવાથી સારું થાય છે. (3) સૂકી ખાંસીમાં મોંમાં મીઠામો કાંકરો મૂકી રાખવાથી ખાંસી નરમ પડે છે અને ઊઘ આવી જાય છે. (૪) મીઠાના પાણીમાં બોળીને શાકભાજી ધોવાથી એમાં રહેલ સૂક્ષ્મ જતુઓ મરી જાય છે. બાહ્ય પ્રયોગમાં મીઠું વધુ વાપરવું પરંતુ ખાવામાં વધુ પડતા મીઠાના ઉપયોગથી અંખોનું તેજ ઘટે, વાળ ધોળા થાય કે ખરી જાય અને ચામડીના રોગો થાય છે. મીઠા કરતાં સિંધવનો ઉપયોગ કરવો વધુ આરોગ્યપ્રદ છે.

મૂળા

(૧) દૂઝતા હરસમાં રોજ સવારે મૂળાનાં પાનનો એક કપ રસ પીવાથી લાભ થાય છે. (૨) હાથ-આંગળાં સડતાં હોય અને પરુ નીકળતું હોય તો મૂળાનાં તાજાં સ્વચ્છ પાન બે હાથમાં લઈ બરાબર ચોળયા પછી અર્ધાથી એક કલાક સુધી હાથ ધોવા નહિ. સાથે મૂળાનો એક કાંદી પાંદડાંથી શરૂ કરી ધીમે ધીમે ચાવીને ટોચ સુધી ખાઈ જવો. ખાંડ-ગળપણ, ખટાશ અને નમક થોડા દિવસ બંધ કરવાં. જરૂર લાગે તો ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રયોગ કરવો. (૩) મૂત્રની બરાબર શુદ્ધિ ન થતી હોય તો મૂળાના પાનનો રસ એક કપ જેટલો દરરોજ પીવો. (૪) ચામડી પર એલજીના ચકામા થતા હોય તો મૂળાના પાનનો રસ પીવો અને મૂળાનો કાંદી ખાવો. (૫) મૂળો ત્રણે દોષોનું શમન કરે છે.

મેથી

મેથી વાયુ, કફ, સંધિવા, કમરનો દુ:ખાવો, કળતર, પેટના કૃમિ, શૂળ, કબજિયાત, તાવ વગેરે મટાડે છે. એ કડવી, ગરમ, ભૂખ લગાડનાર અને પૌષ્ટિક છે.મેથી યકૃત અને બરોળને બળવાન બનાવે છે. (૧) ૧ ચમચી મેથીનું ચૂર્ણ, ૧ ચમચી ધી અને સોપારી જેટલો ગોળ સવારે અને સાજે ખૂબ ચાવીને ખાવાથી શ્વેતપ્રદર મટે છે. (૨) મેથી વાયુનાશક હોવાથી કમર, પીંડલી, ઢીંચણ અને સાંધાનો દુ:ખાવો મટાડે છે. (3) ૧૦૦ ગ્રામ મેથી અને ૧૦૦ ગ્રામ સુવાને મિશ્ર કરી તાવડી પર અધકચરા શેકી ખાંડીને ભૂક્કો કરી બોટલમાં ભરી લેવો. આ ભૂક્કો ૧ ચમચી સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઊબકા, અરુચિ, આફરો, વાયુ, મોળ, ખાટા ઓડકાર, બંધાયા વગરનો ફચા-પેસ્ટ જેવો મળ, પેટમાં આંકડી-ચૂંક વગેરે તકલીફ દૂર થાય છે. (૪) ગોળ અથવા પાણીમાં પા ચમચી મેથીનું ચૂર્ણ લેવાથી કબજિયાત મટે છે. મેથdનd G(જી મળી શકતી હોય તો મેથીની ભાજી દરરોજ ખાવી જોઈએ. મેથીની ભાજી કડવી, પિત્તહર, મળ સરકાવનાર અને ઉત્તમ વાતશામક છે. તેમાં લોહ, કેલ્શયમ તથા વિટામીનોનું પ્રમાણ ઘણું સારું છે. ડાયાબીટીસ, સાંધાનો વા, પક્ષાઘાત-લકવા, રાંઝણ-સાઈટીકા, કટીશળ, પગની પાનીનો દુ:ખાવો હોય તો મેથીની ભાજી એકલી કે મિશ્ર શાકમાં દરરોજ ખાવી જોઈએ. મેથીના દાણા અને દાણાનું બારીક ચૂર્ણ પણ એટલું જ ગુણકારી છે. લીલાં પાંદડાંવાળી ભાજી રોજ એક બખત તો ખાવી જ જોઈએ. પાંદડાંમાં સૂર્યનું તેજ ભરેલું છે. દરેક ભાજીમાં વિટામીનો, લોહ, યુનો આયોડીન વગેરે ખનીજ તત્વો હોય છે. ભાજીમાં સારક-મળને સરકાવવાનો ગુણ છે. સંધિવા, લકવા, અડદિયો વા કટિંગ્રહ જેવા વાયુના રોગોમાં મેથીની ભાજી ખૂબ જ ઉપયોગી છે. ડાયાબિટીસવાળાએ તો રોજ મેથીની ભાજી ખાવી. મેથીની ભાજી અને રીંગણનું શાક અતિ ઉત્તમ છે.

મેથી અને સુવા સમાન ભાગે મેથી અને સુવા લોઢી પર અધકચરા શેકી ભૂકો કરી મિશ્રણ કરવું. સવાર, બપોર અને સાંજે એક ચમચી જેટલો આ ભૂકો ચાવી જવાથી જઠરાગિન પ્રદીપ્ત થાય છે અને અપાન વાયુ નીચે ઉતરે છે. એનાથી ખોરાકની રુચિ ઊઘડે છે, અને મોળ, ચૂક, આફરો મટે છે. વાયુ દૂર થતાં ખાંસી પણ મટે છે.

મેંદી

મેંદીને ફારસીમાં હીના કહે છે. હીનાનું અત્તર એટલે મેંદીનાં ફૂલનું અત્તર. હથેળી અને પગના તળિયામાં દાહ થતો હોય તો મેંદીનાં પાનને બારીક વાટી લેપ કરવાથી અને ખાવામાં ગરમ ચીજો અને ગરમ મસાલા બંધ કરવાથી મટે છે. મેંદી દાહનાશક ઉપરાંત કફનાશક તથા ચામડીના રોગોનો નાશ કરનાર છે. પિત્તના ઉષ્ણ અને તીક્ષણ ગુણોને મેંદીની શીતળતા શાંત કરે છે. તેથી એ કફનાશક અને પિત્તનાશક છે. આ બંને દોષોથી રક્ત અને ચામડી દૂષિત થાય છે. મેંદીનાં પાન શીતળ અને કુષ્ઠનાશક છે. એનાં ફૂલ હૃદયને અને મગજને બળ આપે છે. સાંધાનો સોજો અને દુ:ખાવો મેંદીનાં પાન વાટી લેપ કરવાથી મટી જાય છે.

મોસંબી

લીંબુ કરતાં મોસંબી વધુ ગુણકારી છે. એ પચવામાં ભારે છે. શરીરની સાતેય ધાતુઓને વધારી લોહીના દોષો દૂર કરે છે. એ પૌષ્ટિક, હૃદય માટે ઉત્તેજક, અગ્નિને પ્રદીપ્ત કરનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, તરસ શાંત કરનાર અને ઠંડક આપનારી છે. તાવમાં મોસંબીનો રસ ઉત્તમ છે. એનાથી બાળકોની પાચનશક્તિ સુધરે છે, અને ચામડીનો રંગ પણ સુધરે છે. નિયમિત પણે મોસંબી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. મોસંબી એટલે અંગ્રેજીમાં ઓરેંજ કહે છે તે.

મૃદુ વિરેચક

સૂકી દ્રાક્ષ, હરડે, સૂકાં જરદાલુ વગેરે મૃદુ વિરેચક છે. જે કાચા દોષોને પકવી, વાયુના બંધને ભેદી નીચે લઈ જાય, મળોને નીચે પાડી નાખે તેને મૃદુ વિરેચક અથવા અનુલોમન દ્રવ્ય કહે છે. ૧૦-૧પ કાળી દ્રાક્ષ અને પ–૬ સૂકાં જરદાલુના ટુકડા એક ગલાસ પાણીમાં સવારે પલાળી, સાંજે એક વખત ઉકાળી, ઠંડુ પાડી સારી રીતે મસળી, શરબત જેવું બનાવી રાત્રે ગાળ્યા વિના પી જવું. નાનાં બાળકોને આનાથી અડધી માત્રા આપવી. જીર્ણ જવર અને લીવરના રોગોમાં આવાં મૃદુ વિરેચક દ્રવ્યો ખૂબ જ હિતકારી છે.

રગત રોહિડો એનાથી બરોળના રોગો મટે છે. એનાં પુષ્પો દાડમના પુષ્પ જેવાં લાલ હોય છે. એનાં ઝાડ મધ્યમ કદનાં ૧૦થી ૧૫ ફૂટ ઊંચાં થાય છે. રગતિરોહિડાની ડાળો નીચે નમેલી અને છેડે લાલ-કેસરી રંગનાં ફૂલો આવે છે. ફૂલ શિયાળામાં આવે છે અને ઊનાળામાં ફળ તૈયાર થાય છે. (૧) બરોળ મોટી થઈ ગઈ હોય તો રગતિરોહિડામાંથી બનાવવામાં આવતી દવા ‘રોહિતકાસવ’ બેથી ત્રણ ચમચી સવારસાંજ લેવાથી બરોળ સામાન્ય થાય છે. (૨) લોહી ગંઠાઈ ગયું હોય તો રગતિરોહિડાની છાલનો લેપ કરવાથી ગાંઠ ઓગળી જાય છે.

રસવંતી દારૂહળદરમાંથી બનાવવામાં આવતી રસવતી બજારમાં મળે છે.દારૂહળદરના છોડ ગુજરાતમાં થતા નથી પણ ઉત્તર ભારત, હિમાલય, દહેરાદૂન, મસુરી વગેરે સ્થળોએ ખૂબ થાય છે. દારૂહળદરના આખા છોડની રસક્રિયા અથવા ઘન એ જ રસવતી. બજારમાં મળતી રસવતીમાં ઘણી અશુદ્ધિ હોય છે. આથી તેનો ઉપયોગ કરતાં પહેલાં પાણીમાં ઉકાળી કપડાથી ગાળી ફરીથી બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. રસવતી તીખી, ઉષ્ણ, અત્યંત કડવી તથા રસયાન ગુણ ધરાવે છે. (૧) એ કફના રોગો, વિષ, નેત્રના રોગો તથા વ્રણ મટાડે છે. વિષમ જ્વવર, રક્તપિત્ત, રક્તાતિસાર, રક્તાર્શમાં પણ વપરાય છે. કાબૂલી ચણાના દાણા જેટલી માત્રા સવારસાંજ આપવી. (૨) રસવતી ચોખાના ધોવાણ સાથે આપવાથી અતિસાર, પ્રદર, લોહીવા વગેરે મટે છે. (3) હાથીદાંતના વહેરને એરિક મટકીમાં સંપુટ કરી કોલસો કરવો. આ કોલસા જેટલા વજનમાં રસવતી લેવી. બંનેને બકરીના દૂધમાં લસોટી સોપારી જેવડી સોગઠી બનાવી સૂકવી લેવી. આ સોગઠીને બકરીના જ દૂધમાં અથવા પાણીમાં લસોટી મલમ બનાવી માથા પર લગાડવાથી માથાની ઉદરી મટે છે અને ખરેલા વાળ ફરી ઊગે છે. (૪) રક્તસાવી મસા પર લગાડવાથી મસા મટે છે. મધ સાથે લગાડવાથી બાળકના મોં પરનાં ચાંદાં મટે છે.

રાઈ

રાઈના મુખ્ય ત્રણ પ્રકાર છે, કાળી, સફેદ અને લાલ. બધી રાઈ તીક્ષણ (પરંતુ કાળી અત્યંત તીક્ષણ), ગરમ, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, રક્તપિત્ત કરનાર, કંઈક રુક્ષ, કફ અને પિત્તનો નાશ કરનાર, પેટના કૃમિ, ખંજવાળ તથા કોઢ મટાડનાર છે. રાઈ ઘણી તીક્ષણ અને ગરમ હોવાથી તેનો યોગ્ય પ્રમાણમાં જ ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતી રાઈ જઠર, આંતરડાં વગેરે સમગ્ર પાચનતંત્રના અવયવો માટે હિતકારી નથી. યોગ્ય માત્રામાં લેવામાં આવે તો પાચનતંત્રને સક્રિય બનાવે છે.

રુદ્રાક્ષ

શરીરના ડાબા ભાગમાં રોગ હોય તો ડાબી ભૂજા પર અને જમણા ભાગમાં હોય તો જમણી ભૂજા પર રુદ્રાક્ષની માળા કાળા કે લાલ દોરામાં પરોવીને બાંધવી. એનાથી રોગો સામે ચમત્કારી બચાવ થાય છે.

રોહણ

લીમડાના વર્ગનું આ વૃક્ષ જંગલોમાં થાય છે. ઔષધમાં એની છાલ વપરાય છે. રોહણ બળકર, રકતપિત્ત પ્રસાદન, તૂરી, શીતળ, કંઠશુદ્ધિકર, રૂચિકારક, સારક, વાજીકર અને મધુર છે. એ વાયુ અને કૃમિનો નાશ કરે છે. એક ચમચી છાલનો ઉકાળો પીવાથી ચામડીના રોગો મટે છે. ઉકાળો તાજો બનાવી સવાર-સાંજ પીવો. રોહણ માંસને લાવનાર, ઘા રુઝવનાર અને જામેલા લોહીને વિખેરી કાઢવામાં રગતરોહીડા જેવી છે. છાલનો ઉકાળો, ચૂર્ણ અને લેપ ઓષધ તરીકે વપરાય છે.

લઘુ સુદર્શન ચૂર્ણ ગળો, લીડીપીપર, બહેડાં, હરડે, લીમડાની અંતરછાલ, ચાંદન, કડુ, સુંઠ અને દેવદાર દરેક ૧૦-૧૦ ગ્રામ અને કરિયાતુ પO ગ્રામનું બારીક ચૂર્ણ તે લધુ સુદર્શન ચૂર્ણ અડધીથી એક ચમચી આ ચૂર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના તાવ ઉતરે છે. એક-બે ઉપવાસ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. નાનાં બાળકોને ૧/૪ ચમચી આપવું

લવિંગ

(૧) લવિંગ તીખું, કડવું, હલકું, નેત્રને હિતકારી, ઠંડું, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરનાર, ભોજન પર રુચિ ઉપજાવનાર અને કફ, પિત્ત, લોહીના રોગો, તરસ, ઊલટી, આફરો, શૂળ, ઉધરસ, હેડકી, શ્વાસ અને ક્ષયને મટાડે છે. લવિંગ, એલચી, તજ, નાગકેસર, કપુર, જાયફળ, શાહજીરુ, વાળો, સુંઠ, કાળું અગર, વાંસકપુર, જટામાંસી, નીલકમળ, પીપર, ચંદન, ચણકબાબ, તગર આ દરેક ઔષધ વીસ-વીસ ગ્રામ અને સાકર બસો ગ્રામ લઈ બારીક ચૂર્ણ કરવું. એને લવિંગાદિ રીિ કહે છે. એક ચમચી ચૂર્ણ બે ચમચી મધમાં સવાર-સાંજ લેવાથી કફના રોગો, ખાંસી, હેડકી, ગળાના રોગો, શરદી, છીંકો વગેરે મટે છે. ધી સાથે

લેવાથી શરીર પુષ્ટ થાય છે. (૨) પાતળા ઝાડા થતા હોય તો લવિંગ નાખી ઉકાળી ઠંડુ કરેલ પાણી પીવાથી લાભ થાય છે. એકાદ-બે લવિંગ મોંમાં રાખવાથી મોંમાં લાળ અને હોજરીમાં પાચક રસોનો સાવ થવાથી પાચનક્રિયા સુધરે છે. મરડો, ઝાડા, આફરો, ઉદરશૂળ, દમ-શ્વાસનો હુમલો વગેરે પણ લવિંગથી મટે છે. ખાદ્યસામગ્રી સાથે તેના ઉપયોગથી ગેસ-વાહૂટ અને મળની દુર્ગધ દૂર થાય છે. લવિંગથી મંદાગિન, અરુચિ, ઉબકા, કફના રોગો, તરસ, ગેસ, આફરો વગેરે મટે છે.

લજામણી એને રિસામણી પણ કહે છે. એના છોડ બારે માસ ગુજરાતમાં થાય છે.પરંતું શિયાળામાં વધારે જોવામાં આવે છે. તે જમીન ઉપર પથરાતા વેલા જેવા છોડ છે. તેના પાનને સહેજ સ્પર્શ થતાં પાન બીડાઈ જાય છે. એના છોડ ઉપર બારીક કાંટા હોય છે. ફૂલ ગુલાબી રંગનાં, શિંગો ચપટી અને લાંબી હોય છે. એનાં મૂળ મોટાં હોય છે. ઔષધમાં મૂળ જ વાપરવા જેવાં હોય છે. તે રક્તવાહિનીનો સંકોચ કરાવીને રક્તસાવ બંધ કરે છે. લજામણી કડવી, શીતળ, તુરી, કફપિત્તહર, રક્ત અને પિત્ત બંને વિકારોમાં ઉપયોગી, પિત્તના અતિસારને મટાડનાર, રક્તાતિસાર-અલ્સરેટિવ કોલાયટીસ(મોટા આંતરડામાં ચાંદાં પડવાં)માં ખૂબ જ ઉપયોગી તથા યોનિરોગોને હરનાર છે. ગર્ભાશય ખસી ગયું હોય તો લજામણીનું મૂળ ઘસીને લગાડવાથી ફાયદો થાય છે. ઝાડામાં લોહી જતું હોય તો મૂળ પાણીમાં ઘસીને અથવા મૂળનું ચૂર્ણ વાલનાં દાણા જેટલું દૂધ અથવા છાસ સાથે પીવાથી રક્તસાવ બંધ થાય છે. લજામણીનો તુરો શીતળ રસ પિત્તનાશક હોવાથી આ રોગમાં ખૂબ જ પ્રશસ્ત છે. વ્રણ-ઘા પર તેનાં પાન વાટી ચોપડવાથી વ્રણ જલદી મટી જાય છે.

લસણ લસણ ઉત્તમ આહાર અને રસાયન છે. લસણ કૃમિ, ત્વચાના વિકારો, કોઢ,વાયુ, ગોળો, વગેરે મટાડે છે. એ સ્નિગધ, ગરમ અને બળ આપનાર છે. તે શરીરને પુષ્ટ કરનાર, વીર્યવર્ધક, આહારનું પાચન કરનાર, ઝાડો ઉતારનાર, મધુર તથા તીક્ષણ છે. તે જૂનો તાવ, હૃદયરોગ, પડખાનું શૂળ, કબજિયાત, અરુચિ, ઉધરસ, સોજા, હરસ, અગિનમાંદા, શ્વાસ, વાયુ અને કફ મટાડે છે. હૃદયના રોગોમાં લસણ ઉત્તમ છે. લસણમાં ફક્ત ખાટો રસ જ નથી, બાકીના પાંચ રસો વાયુ, પિત્ત અને કફથી થતા મોટા ભાગના રોગો મટાડે છે. વળી એ મૈથુનશક્તિ વધારનાર, બુદ્ધિ, અવાજ, વર્ણ અને આંખોનું તેજ વધારનાર તથા ભાંગેલા હાડકાને સાંધવામાં સહાયક, જીર્ણજવર, ઉદરશૂળ, અપચો, ગોળો, ખાંસી, મટાડનાર છે. લસણમાં તીવ્ર ગંધવાળું ઉડ્ડયનશીલ તેલ રહેલું છે, જે કીડનીને તેનું કાર્ય કરવામાં ઉત્તેજિત કરે છે. આથી મૂત્ર પ્રવૃત્તિ વધે છે. લસણના આ ઉત્તમ ગુણને લીધે સર્વાગ સોજા, કીડનીના રોગો, હૃદયના રોગો, પેટના રોગો, જળોદર વગેરે અનેક રોગોમાં ખૂબ જ હિતકારી છે. લસણ ઉદરસ્થ ગેસને ઓછો કરે છે, આથી હૃદય પરનું તીવ્ર દબાણ ઘટે છે. અરુચિ દૂર કરી ભૂખ લગાડે છે. લસણની ગોળી ૧૦૦ ગ્રામ લસણ, શેકેલી હીંગ, લીંડી પીપર, અજમો, કાળાં મરી, સુંઠ, સિંધવ, જીરુ, કલોંજી જીરુ અને દાડમનાં બી દરેક ૧૦-૧૦ ગ્રામ અને લોબાન ૨૦ ગ્રામ લઈ પ્રથમ લસણને લસોટી બાકીના દ્રવ્યોનું વસ્ત્રગાળ ચૂર્ણ મેળવી લીંબુના રસમાં ઘૂંટી ઘટ્ટ થાય ત્યારે વટાણા જેવદી ગોળી બનાવવી. જમ્યા પછી બેથી ત્રણ ગોળી ગળવાથી કે ચૂસવાથી અરુચિ, અગિનમાંદા, કબજિયાત, ગેસ, પેટનો દુ:ખાવો, આફરો, ગોળો, વધુ પડતા ઓડકાર, પેટમાં આંકડી આવવી, ઝાડા, મરડી, કૉલેરા, કૃમિ વગેરે મટે છે અને પાચન સુધરે છે.

લીમડો

(૧) લીમડાની આંતરછાલનો ઉકાળો તાવ મટાડે છે. (૨) ચામડીના તમામ પ્રકારના રોગો લીમડાના પાનના રસ કે તેની છાલના ઉકાળાથી મટે છે. (3) સફેદ કોઢ જેવા જટીલ રોગ પણ લીમડાનું લાંબો સમય સેવન કરવાથી મટે છે. (૪) ગમે તેવો ન રૂઝાતો ઘા કે પાક લીમડાના પાનની લુગદી મૂકવાથી રૂઝાઈ જાય છે. (પ) નિયમિત લીમડાનું દાતણ કરવાથી દાંતનો સડો, પેઢાનો સોજો, દુ:ખાવો, પેઢાનું પરું, મોઢાની દુર્ગધ, દાંત અને પેઢાના બીજા રોગો મટે છે. મહુડો, કરંજ અને ખેરનું દાતણ પણ કરી શકાય. (૬) લીમડાના પાનના રસમાં મરી તથા સિંધવ યોગ્ય પ્રમાણમાં મેળવી ૧૫ દિવસ સુધી પીવામાં અ:ાવે તો અ:ાખા ઉનાળાનો સંતાપ સતાવતો નથી. એનાથી સૂવારોગ પણ થતો નથી. (૭) ચામડીના રોગોમાં લીમડાનાં પાન પાણીમાં ઉકાળી નાહવાથી લાભ થાય છે. (૮) કફ, ઉધરસ, પેટમાં ગરબડ, એસિડિટી, પિત્તવિકાર અને ત્વચાનિખારમાં લીમડાનો રસ અકસીર ઔષધ છે. લીમડાનાં તાજાં કુમળાં પાન વાટી પાણી સાથે ગાળી લેવાં. લીમડાનો આ શુદ્ધ રસ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે. રોગ અનુસાર યોગ્ય માત્રામાં લેવાથી અવશ્ય ફાયદો થાય છે. (૯) ચૈત્ર મહિનામાં લીમડાના રસનું સેવન કરવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે. (૧૦) લીમડાની આંતરછાલનો ઉકાળો કે પાણીમાં છાલ પલાળી તે પાણી પીવાથી કરોળિયા એકદમ બેસી જાય છે. (૧૧) લીમડાના રસમાં જૂની આમલી મેળવી પીવાથી કૉલેરા મટે છે. (૧૨) લીમડાનાં કૂણાં પાનની ચટણી મીઠું નાખી ખાવાથી તાવ ઉતરે છે.

લીંબુ

લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી અમલતા દૂર કરે છે. એમાં રહેલું વિટામિન 'સી'શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયના રોગોમાં લીંબુ દ્રાક્ષ કરતાં વધુ ફાયદો કરે છે. લીંબુ અને એની છાલ બન્ને ઔષધીય ગુણોથી ભરપુર છે. લીંબુ તીક્ષણ, વાયુનાશક, આહાર પચાવનાર, ભૂખ લગાડનાર, પચવામાં હલકું, પેટનાં દર્દને મટાડનાર અને પેટના કૃમિ-જતુઓનો નાશ કરનાર છે.+તે ઊલટી, પિત્ત, આમવાત, અગિનમાંદા, વાયુ, વાયુના રોગો, કૉલેરા, ગળાના રોગો, ઉધરસ અને કફ દૂર કરે છે.

(૧) ભૂખ લાગતી ન હોય કે આહાર પર રુચિ થતી ન હોય તો બે ચમચી લીંબુનો રસ અને પાંચ ચમચી ખાંડની ચાસણી મિશ્ર કરી પાણી ઉમેરી શરબત બનાવી, મરી અને લવિંગનું થોડું ચૂર્ણ ઉમેરી સવાર-સાંજ પીવાથી ભૂખ ઉઘડે છે. (૨) ખોટા આહારવિહારને કારણે શરીરમાં યુરિક એસિડ બને છે. તેને દૂર કરવા સવારે નરણા કોઠે ગરમ પાણીમાં લીંબુનો રસ આદુના રસ સાથે લેવો જોઈએ. (3) લીંબુ પેશાબ વાટે યુરિક એસિડનો નિકાલ કરે છે. સાથે સાથે કબજિયાત, પેશાબની બળતરા, લોહીનો બગાડ, મંદાગિન અને ચામડીના રોગોમાં તે અકસીર છે. (૪) લીંબુના રસથી દાંત અને પેઢાં સ્વચ્છ થાય છે. પાયોરિયા અને મોંની દુર્ગધ દૂર થાય છે. (પ) યકૃતની શુદ્ધિ માટે લીંબુ અકસીર છે. (૬) અજીર્ણ, છાતીની બળતરા, સંગ્રહણી, કૉલેરા, કફ, શરદી, શ્વાસ વગેરેમાં લીંબુ ઔષધનું કામ કરે છે. (૭) લીંબુના રસમાં ટાઈફોઈડનાં જતુઓ તરત જ નાશ પામે છે. (૮) લીંબુનાં સેવનથી પિત્ત શાંત થાય છે. (૯) લીંબુથી લોહી શુદ્ધ થવાથી શરીરમાં તાજગી અનુભવાય છે. લોહીમાંથી ઝેરી તત્વ નાશ પામતાં માંસપેશીઓને વધુ બળ મળે છે. (૧૦) લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે. આંખોનું તેજ વધારે છે. રોજ એક લીંબુનો ઉપયોગ કરવાથી સ્વસ્થ અને પ્રસન્ન રહી શકાય. (૧૧) ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ લેવાથી શરદી, કફ, ઈન્ફલ્યુએન્ઝા વગેરેમાં પૂરી રાહત મળે છે. લીંબુ અને મધનું પાણી લઈ લાંબા સમય સુધી ઉપવાસ દ્વારા ચિકિત્સા થઈ શકે છે. એ વાયુનાશક,અગ્નિદીપક, પાચન વધારનાર, રુચિવર્ધક છે. (૧૨) લીંબુના ફાડિયા પર નમક, જીરું, કાળાં મરી, સૂંઠ અને અજમાનું બારીક ચૂર્ણ ભભરાવી જરાક ગરમ કરી ભોજન પૂર્વે ધીમે ધીમે ચૂસવું એનાથી રુચિ ઉઘડે છે અને વાયુ નીચે ઉતરે છે. હેડકી, ઉધરસ, આફરો જેવા વાયુના રોગોમાં પણ એનાથી લાભ થાય છે. (૧૩) સાંધામાં કાચો રસ જામી જવાથી થતા પીડાકારક આમવાત રોગમાં બે વખત નમક વગરના રાંધેલા મગ ખાવા, સવારે અને સાંજે એક ગ્લાસ સહેજ હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવી પી જવું. છ અઠવાડિયાં આ પ્રયોગ કરવાથી ઉત્તમ લાભ થાય છે. પછી ધીમે ધીમે ખોરાક પર ચડવું. (૧૪) ધીવાળો ભારે ખોરાક ખાવાથી અજીર્ણ થયું હોય તો બે વખત નવશેકા પાણીમાં લીંબુ નીચોવી પી જવું. (૧૫) લીંબુમાં વિટામિન સી હોવાથી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો નવશેકા પાણીમાં લીંબુ પીવાથી મટે છે. (૧૬) લીંબુ આલ્કલાઈન હોવાથી એસિડિટીમાં ઉત્તમ ગુણકારક છે. કફ, ઉધરસ, દમ અને શરીરના દુ:ખાવાના કાયમી દર્દીએ લીંબુ લેવું નહિ. લોહીનું નીચું દબાણ, માથું દુ:ખવું, પગમાં કળતર, તાવ વગેરેમાં લીંબુ નુકસાન કરે છે.

લુણી

એને સંસ્કૃતમાં લેણિકા કહે છે. એની નાની અને મોટી એવી બે જાતો થાય છે. મોટી લુણીનાં પાન જરા ગોળ રતાશ પડતાં લીલાં તથા જાડાં-દળદાર હોય છે. ફૂલ સફેદ તથા બીજ નાનાં અને પીળાશ પડતાં હોય છે. બંને જાતની ભાજીનાં મુઠિયાં બનાવવામાં આવે છે. લુણી ઠંડી અને સોજા ઉતારનાર છે. તે રક્તશુદ્ધિ કરનાર, મૂત્રપિંડ-કીડની અને મૂત્રાશયના રોગોમાં ભાજી અને બીજ બંને વપરાય છે. લુણી પેશાબ સાફ લાવનાર છે. હરસના દર્દીઓ લુણીની ભાજી ખાય તો હરસ શાંત રહે છે. પેશાબમાં લોહી પડતું હોય તો લુણીની ભાજી ખાવાથી રક્તસાવ બંધ થાય છે. તાવની ગરમી, પેશાબની બળતરા, દૂઝતા હરસ, માથાની ગરમી માટે લુણીની ભાજી અને બીજ બંને હિતકારી છે.

લોબીંબરાજ ચૂર્ણ પ૦ ગ્રામ સૂંઠ, ૪૦ ગ્રામ લીડીપીપર, 30 ગ્રામ અજમો, ૨૦ ગ્રામ અજમોદ અને ૧૫૦ ગ્રામ હરડે ખૂબ ખાંડી બારીક ચર્ણ બનાવવું. દરરોજ અડધીથી પા ચમચી આ ચૂર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી પેટમાં થતો ગડગડાટ, ચૂંક આવવી, આમ, વાયુ, મળાવરોધ, પેટનો દુ:ખાવો વગેરે બધી તકલીફો મટે છે. આ ચૂર્ણ ભૂખ લગાડનાર અને આહારનું યોગ્ય પાચન કરાવનાર છે.

વટાણા

વટાણા મધુર, પાકમાં પણ મધુર, રુક્ષ અને ઠંડા છે. એ ઝાડાને બાંધનાર તેમજ કફ અને પિત્તનો નાશ કરનાર છે. વટાણામાં ફૉસ્ફરસ, પોટેશિયમ, મેગનેશિયમ, કેલ્શિયમ, ગંધક, તાંબુ અને લોહ હોય છે. તેનામાં સુપાચ્ય પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધુ છે. સાથે સાથે કાર્બોહાઈડ્રેટ અને વિટામિન A તથા C નું પ્રમાણ ઊચું છે. બીજાં ખનીજ દ્રવ્યોનું પ્રમાણ પણ વધારે છે. વટાણાનું પોષણમૂલ્ય બહુ જ ઊચું છે.

વડ

વડનાં બધાં અંગો ઔષધરૂપે વપરાય છે. સંસ્કૃતમાં વડને વટ, ન્યગ્રોધ કે બહુપાદ કહે છે. વડ શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પિત્ત, વ્રણ-ઘા, રતવા, દાહ તથા ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે. વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દૂધ અને પાનના અંકુર ઔષધમાં ઉપયોગી છે. વડનું દૂધ વેદના-પીડા મટાડનાર અને વ્રણ રુઝવનાર છે. વડનાં કોમળ પાન કફનાશક અને છાલ મળને રોકનાર છે. (૧) અતિસાર-પાતળા ઝાડામાં વડની કોમળ વડવાઈઓ ચોખાના ઓસામણમાં સારી રીતે વાટી-લસોટી સાકર નાખી બે ચમચી માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લેવાથી અતિસાર મટી જાય છે. મળ સાથે ઝાડામાં લોહી પડતું હોય-રક્તાતિસાર હોય તો તે પણ મટી જાય છે. (૨) મૂત્રમાર્ગના રક્તસાવમાં પણ આ ઉપચાર સારું પરિણામ આપે છે. (3) વડનાં પાકાં લાલ ફળ(ટેટા) બીજ સહિત ખાવાથી સારી શક્તિ મળે છે. (૪) હાડકું વધ્યયું હોય, રસોળી વધી હોય તો વડનું દૂધ, કઠ(ઉપલેટ) અને સિંધવ ચોપડી ઉપર વડની છાલ મૂકી પાટી બાંધી રાખવો. ૧૦થી ૧૫ દિવસમાં વધેલું હાડકું બેસી જશે. ગાંઠ હશે તો ઓગળી જશે. (પ) વડની કોમળ ટીશીઓ-નવા અંકુર અને મસૂરની દાળ દૂધમાં ખૂબ લસોટી-વાટીને લગાવવાથી મોં પરના કાળા ડાઘ મટે છે. (૬) વડની ટીશીઓ રોજ ગાયના દૂધમાં લસોટી પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે. આ પ્રયોગ પુષ્ય નક્ષત્રમાં કરવો હિતાવહ છે. વડની ટીશીઓ ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભ સૂકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો. (૭) સડેલા દાંતોમાં વડનું દૂધ મૂકવાથી સખત દુ:ખાવો પણ શાંત થાય છે. (૮) કમરના અને ઘૂંટણના દુ:ખાવા ઉપર વડનું દૂધ લગાડવાથી ખૂબ રાહત થાય છે. (૯) વડના પાનનો રસ કાઢી પાણીમાં મેળવી પીવાથી ઊલટી મટે છે. ઊલટીમાં લોહી પડતું હોય તે પણ આ પ્રયોગથી મટે છે. (૧૦) વધુ પડતા ઝાડા થતા હોય, મરડો મટતો જ ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરૂર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચૂર્ણ નાખવું (૧૧) દરેક જાતનો પ્રમેહ વડની છાલના ઉકાળાથી મટે છે. (૧૨) ડાયાબીટીસના રોગીએ વડની છાલનું ૧ ચમચી બારીક ચૂર્ણ રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબમાં અને લોહીમાં ખાંડ ઓછી થાય છે. (૧૩) પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તો વડની કૂણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સૂકવી ચૂર્ણ બનાવી સેવન કરવાથી લાભ થાય છે. (૧૪) વડના તાજા અંકુરો પાણી સાથે પીસી ચટણી બનાવી ખાવાથી જે બહેનોને કોઠે રતવા હશે, વારંવાર ગર્ભપાત થઈ જતો હશે, શરીરની ગરમીને લઈ ગર્ભ ધારણ જ ન થઈ શકતો હશે તે દરેક અવસ્થામાં લાભ થશે અને ગર્ભધારણની શકયતા વધી જશે. પ્રસૂતા પણ જો વડાંકુરોની ચટણીનું નિયમિત સેવન કરે તો તેના ગર્ભને ઉત્તમ પોષણ મળે છે, અને ગર્ભની વૃદ્ધિ સારી રીતે થાય છે. (૧૫) વડના ટેટાનું ચૂર્ણ સ્ત્રી-પુરુષ બંને નિયમિત સેવન કરે તો ગર્ભધારણની શકયતા વધે છે. સ્ત્રીનાં પ્રજનનાંગોની ગરમી દૂર થઈ તે ગર્ભધારણ માટે સક્ષમ બને છે. (૧૬) પેટની અને આંતરડાંની ગરમી દૂર કરવા માટે વડની છાલનો ઉકાળો ઉપયોગી છે. (૧૭) શરીરમાં બળતરા થતી હોય તો વડના દૂધમાં સાકર મેળવી સેવન કરવું. તે પિત્તપ્રકોપ શાંત કરશે. આંખની બળતરા, હાથપગના તળિયાની બળતરા, પેશાબની બળતરા, પેટની બળતરા વગેરે બધામાં તે ઉપયોગી થશે. (૧૮) લોહીબગાડમાં, વારંવાર ચામડીના રોગો થતા હોય તેમાં વડના નાના કૂણા પાનનો ઉકાળો કરીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે. (૧૯) તમામ જાતની અશક્તિમાં વડનું દૂધ આપી શકાય. કામ કરતાં થાકી જવાય, સ્કૃતિનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વતતી હોય ત્યારે વડનું દૂધ પતાસામાં આપવું. (૨૦) હૃદય નબળું પડી ગયું હોય, મગજ બરાબર કામ કરતું ન હોય, શરીર નંખાઈ ગયું હોય ત્યારે પણ વડનું દૂધ પતાસામાં સેવન કરવાથી લાભ થાય છે. (૨૧) વડના લીલા પાનને પાણીમાં પીસી ચટણી બનાવી ખાવામાં આવે તો પેશાબમાં પડતું લોહી અટકે છે. (૨૨) પેશાબમાં ધાતુ જતી હોય તો વડના મૂળની છાલનો ઉકાળો બનાવી પીવો. (૨૩) ભેસના તાજા દૂધમાં વડનું થોડું દૂધ નાખી તેને બીજા પાત્રમાં રેડીને ઉકાળવું. આ દૂધના સેવનથી પ્રમેહ રોગ મટે છે. (૨૪) દાંત દુ:ખતા હોય, હલતા હોય, પેઢામાંથી પરુ નીકળતું હોય એટલે કે પાયોરિયા થયો હોય તો વડનું દાતણ કરવું. વડના દાતણનો કૂચો કરી દાંત અને પેઢા ઉપર ખૂબ ઘસવું લાંબો સમય વડનું દાતણ ચાવ્યા કરવું. આવી સ્થિતિમાં વડવાઈનું દાતણ પણ ખૂબ ચાવીને કરવું તથા પેઢા પર ઘસવું. વડના મૂળની છાલ, તેનાં પાન કે વડવાઈનો ઉકાળો બનાવીને મોંમાં ભરી રાખવો. (૨૫) ઝાડામાં લોહી પડતું હોય તો વડની છાલનો ઉકાળો લેવો. કૃણી વડવાઈઓ કે કૃણા પાનનો ઉકાળો કરીને પીવાથી પણ ફાયદો થાય છે. (૨૬) હરસમાં લોહી પડતું હોય, નસકોરી ફૂટતી હોય કે મોંમાંથી લોહી પડતું હોય તો વડની છાલ, કૂણાં પાન, કૂણી કૂંપણોનો ઊકાળો પીવાથી લાભ થાય છે. (૨૭) વડના ટેટાનું શાક કે અથાણું પૌષ્ટિક છે. (૨૮) પેટમાં કૃમિ હોય તો વડવાઈના કૂમળા અંકુરનો ઉકાળો કરીને પીવો. (૨૯) પેશાબ ઓછો આવતો હોય, બળતરા સાથે આવતો હોય, અટકી અટકીને આવતો હોય તો વડના સૂકાં પાદડાંનો ઉકાળો પીવો. (30) પરસેવો ઓછો આવતો હોય, વાસ મારતો આવતો હોય, પરસેવાના પીળા ડાઘા કપડા પર રહી જતા હોય તો વડના પાકેલાં પીળાં પાંદડાંનો ઉકાળો કરીને પીવો. (૩૧) તાવનો રોગી અસ્વસ્થ હોય, શરીર કળતું હોય, બળતું હોય, આંખો બળતી હોય, માથું દુ:ખતું હોય ત્યારે વડના પાનનો ઉકાળો કરીને પાવાથી રાહત થશે. (૩૨) વડની સૂકી છાલના ચૂર્ણમાં સમભાગે સાકર મેળવી સવાર-સાંજ દૂધ સાથે ૧-૧ ચમચી લેવાથી શક્તિ અને પોષણ મળે છે. (33) વધારે પડતી ઊંઘ આવતી હોય તો વડના પાનનો ઉકાળો પીવો. (૩૪) મોં આવી ગયું હોય, મોંમાં ચાંદાં પડયાં હોય, કાંઈ પણ ખાતાં મોંમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો મોંમાં ભરી રાખવો. મુખપાકની સ્થિતિમાં વડનું કે વડવાઈનું દાતણ કરવાથી પણ લાભ થાય છે. (૩૫) આંખમાં ફુલુ પડયું હોય તો વડના દૂધમાં મધ કે કપૂર ઘૂંટી આંજણ જેવું બનાવી આંખમાં આંજવું (39) ધા રુઝવવા, ઘાનો પાક રોકવા માટે ધાને વડની છાલના ઉકાળાથી ધોઈ, વડની છાલનું ચૂર્ણ ઘામાં ભરી પાટો બાંધવો. ઘામાં જીવાત પડી જાય, પરુ સાથે કૃમિ પણ થઈ જાય તો વડના દૂધને ઘામાં ભરી પાટી બાંધવો. દિવસમાં બેત્રણ વાર આ રીતે ઘા ધોઈ વડનું દૂધ ભરવું. (૩૭) ચામડીનો રોગ હોય, શરીરે ખંજવાળ આવતી હોય તો વડની છાલના ઉકાળાથી સ્નાન કરવું. (૩૮) હરસમાં લોહી પડતું હોય તો વડના સૂકાં પાનની રાખ માખણમાં કાલવી મળમાર્ગમાં લેપ કરવો. (૩૯) ખીલના કાળા ડાઘ વડના દૂધને મસૂરની દાળમાં પીસી લેપ કરવાથી મટે છે. (૪૦) પગના વાઢિયા-પગના ચીરામાં વડનું દૂધ ભરવાથી મટે છે. (૪૧) શ્વેતપ્રદરના રોગીને વડની છાલના ઉકાળાનો ડૂશ આપવો. (૪૨) લોહીવામાં વડની છાલના ચૂર્ણની સ્વચ્છ કપડામાં પોટલી બનાવી યોનિમાં મૂકવી. (૪૩) ગરમીના દિવસોમાં માથે ઠંડક રહે, લૂ ન લાગે, માથું તાપી ન જાય તે માટે વડનાં મોટાં પાન માથા પર મૂકી ટોપી, હેટ, સ્કાફ કે હેલમેટ મૂકવી. સૂર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે. (૪૪) આંખો સૂજી જાય, લાલ થઈ જાય, બળે, તેમાં ખટકો થાય તો વડની છાલના ઉકાળાથી આંખો ધોઈ આંખમાં વડના દૂધનાં ટીપાં મૂકવાં. (૪૫) સંધિવાનો સોજો હોય કે આમવાતનો સોજો હોય તેના ઉપર વડનું દૂધ લગાડવાથી આરામ થાય છે. (૪૬) ગરમીથી માથું દુ:ખતું હોય તો કપાળ ઉપર વડનું દૂધ લગાવવાથી માથાનો દુ:ખાવો મટે છે. (૪૭) સ્તન ઢીલા અને પોચા પડી ગયા હોય તો વડવાઈ પાણીમાં પીસી સ્તન ઉપર જાડો લેપ કરવો. (૪૮) પ્રસૂતા સ્ત્રીને સ્તનપાક થાય, સ્તનમાં ગાંઠો પડે તો વડના દૂધમાં કઠ(ઉપલેટ)નું ચૂર્ણ મેળવી લેપ કરવો. (૪૯) ધાવણ ઓછું આવતું હોય તો સ્તન ઉપર વડના દૂધ અને વડવાઈની કૂણી કુંપણ પીસી લેપ કરવો. (પO) કાનમાંથી પરુ વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દૂધનાં ટીપાં નાખવાં. (પ૧) વીંછી કરડે, ઉદર કરડે, મધમાખી કરડે, કોઈ જીવજતુ કરડે અને સોજો આવી જાય, બળતરા થાય, દુ:ખાવો થાય ત્યારે દંશસ્થાને વડનું દૂધ લગાવવું. (પર) ઝાડા સાથે લોહી પડતું હોય તો વડવાઈનો અગ્ર ભાગ અને તાજી કુંપળો પીસીને દૂધમાં ઉકાળી તેનું સેવન કરવું (૫૩) ઝાડામાં વધુ પડતું લોહી પડતું હોય તો વડની કૂણી વડવાઈને વાટીને પાણીમાં પલાળી રાખવી. બીજે દિવસે તેને ઉકાળવી. તેમાં ચોથા ભાગનું ધી અને આઠમા ભાગે સાકર ઉમેરી ધી પકવવું. ધી પાકી જાય ત્યારે મધ સાથે સેવન કરવું. (૫૪) ઊડાં ઘારાં પડયાં હોય, કેમે કરી રુઝાતાં ન હોય, તેમાંથી પરુ નીકળતું હોય તો ઘારાને સાફ કરી વડનાં કૂણાં પાનને લસોટી ખૂબ ઝીણી બનાવેલી ચટણી ઘારામાં ભરી પાટી બાંધવો. (૫૫) સગર્ભા સ્ત્રીનો ગર્ભ બહુ ફરતો હોય તો વડની છાલનો ઉકાળો દૂધ સાથે પીવો. (૫૬) વાતાવરણની શુદ્ધિ માટે એટલે કે ઘરમાંથી જીવજતુઓનો નાશ કરવા વડની છાલનો હોમ કરવો. (૫૭) વંધ્યા મહિલાને ગર્ભસ્થાપન માટે વડની કુંપળોનો ઉકાળો દૂધ સાથે પાવો. અથવા કૂણી કુંપળો કે વડવાઈની તાજી કૂંપળો દૂધમાં લસોટી નસ્ય આપવું. (૫૮) પુશકળ ઝાડા થતા હોય તો વડનાં કોમળ પાન ખૂબ લસોટી અડધો કપ રસ કાઢવો. રસથી બમણી છાસમાં સવાર-સાંજ પીવાથી ઝાડા મટી જાય છે. રસ તાજે તાજો જ વાપરવો. (૫૯) વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબૂત થાય છે. (૬૦) વડનું દૂધ લગાડવાથી ખરજવું મટી જાય છે.

વરણો

એને વાયવરણો પણ કહે છે. વરણાના સાધારણ કદનાં ઝાડ કોંકણમાં ખૂબ થાય છે. તેનાં પાન બીલી જેમ ત્રિદલ હોય છે. પાનની ગંધ ઉગ્ર હોય છે અને દાંડી એરંડાની જેમ લાંબી હોય છે. પાન ખૂબ કડવાં હોય છે, આથી એની ભાજીમાં ડુંગળી વધારે નાખવી પડે છે. એની છાલ ખૂબ ગરમ છે, આથી દુ:ખાવાના સ્થાન પર એનો લેપ કરવામાં આવે છે. (૧) શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થઈ હોય તો તેના પર વરણાની છાલનો લેપ કરવાથી થોડા દિવસોમાં ગાંઠ ઓગળીને બેસી જાય છે. (૨) બરોળ અને લીવરના સોજા પર વરણાની છાલનો ઉકાળો સવાર-સાંજ પીવાથી સોજો મટી જાય છે. એક ચમચી છાલના ભૂક્કાનો ઉકાળો કરી પીવો. વરણો અને સરગવો ગુણમાં લગભગ સરખા છે. (3) વરણો અને સરગવાની છાલનો ઉકાળો પીવાથી પેશાબના રોગો અને પથરી મટે છે. (૪) પેશાબ અટકી જતો હોય, જોર કરવાથી અટકી અટકીને આવતો હોય તો વરણો, સરગવો અને ગોખરુ સમાન ભાગે લઈ ઉકાળો કરીને પીવો. (પ) કાન નીચે મમપસ-ગાલપચોળીયા-લાપોટીયાનો સોજો આવ્યો હોય તો વરણાની છાલનું ચૂર્ણ અને હળદરનું સમાન ભાગે મિશ્રણ કરી લેપ કરવાથી લાપોટિયું મટે છે. (૬) આંતરડાનો અંદરનો સોજો, એપેન્ડીસાઈટીસ, ફેરીનજાયટીસ, પેરીકાઈટીસ વગેરે સવાર-સાંજ વરણો અને સાટોડીનો ઉકાળો પીવાથી મટે છે. (૭) વરણો ગરમ છે એટલે તે જઠરાગિન પ્રદીપ્ત કરે છે અને આહારનું પાચન કરાવે છે. ભૂખ ન લાગતી હોય તેને માટે વરણાનું સેવન આશીર્વાદ સમાન છે. (૮) વરણો પેટમાં આહારનો સડો અને વાછુટની દુર્ગધ મટાડે છે. જેને ઉર્ધ્વ વાયુથી ઓડકાર આવતા હોય, વાયુથી પેટ ફૂલી જતું હોય તેને વરણો સારી ફાયદો કરે છે. એ વાયુની ગતિ અધોગામી કરે છે. (૯) યકૃતની ક્રિયાને સુધારનાર હોવાથી તે પિત્તસારક ગણાય છે. આથી તે પિત્તની પથરી-ગોલ બ્લેડરમાં ખૂબ જ હિતાવહ છે. (૧૦) હરસ સૂકા હોય તો વરણાનો ઉકાળો સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે. (૧૧) પાકેલા ગુમડા પર વરણાના પાનનો લેપ કરવાથી ગૂમડું પાકીને ફૂટી જાય છે.

વરિયાળી

વરિયાળી મધુર, સહેજ તુરી, તીખી, કડવી, સ્નિગ્ધ, ઠંડી, પચવામાં હલકી, તીક્ષણ, પિત્ત કરનાર, જઠરાગિનવર્ધક અને ગરમ છે. આમ છતાં શિયાળામાં જેટલી ગુણકારી છે તેટલી જ ઉનાળામાં પણ છે. તે વાયુ, કફ, શૂળ, નેત્રરોગો, ઝાડા, ઊલટી, હરસ, દાહ, આમપ્રકોપ, બરોળના રોગ, કૃમિ, અગ્નિમાંદા, ખાંસી, યોનિળિ, ક્ષય તથા રક્તવિકાર દૂર કરે છે. એમાં 3% જેટલું સુગંધિત ઉડ્ડયનશીલ તેલ છે. આ તેલ પાચક, વાયુને દૂર કરનાર અને મૂત્રને સ્વાભાવિક રંગ આપનાર છે. પેશાબની બળતરા, એસિડિટીની બળતરા, આંખોની બળતરા તથા હથેળી અને પગના તળિયાની બળતરા દૂર કરવા વરિયાળીનું સાકરમાં બનાવેલું શરબત અપાય છે. અજીર્ણથી થતાં ઝાડા ઊલટીમાં વરિયાળીનું શરબત સારો ફાયદો કરે છે. વરિયાળી આમ એટલે આહારના કાચા રસને પચાવવાનું તથા અગિનને પ્રદીપ્ત કરવાનું કામ કરે છે. ભૂખ લાગતી ન હોય, પાચન બરાબર થતું ન હોય અને સુંઠ, આદુ, મરી પીપર જેવાં દ્રવ્યો સહન ન થતાં હોય, એટલે કે પિત્તપ્રકૃતિ હોય તેમને માટે વરિયાળી ખૂબ હિતાવહ છે. અગિનમાંદા, અપચો અને અમલપિત્તથી પીડાતા દર્દીએ એક ચમચી વરિયાળી અડધી ચમચી સાકર સાથે દિવસમાં ત્રણ વખત ખૂબ ચાવીને ખાવી. જો અમલપિત્તમાં ખાટી, કડવી ઊલટીઓ થતી હોય તો નાળિયેરના પાણીમાં વરિયાળી અને સાકર નાખી બનાવેલ શરબત પીવું ખૂબ ચાવીને ખાવાથી અને થોડો થોડો રસ પેટમાં ઉતારતા રહેવાથી વરિયાળી પેટનો આફરો અને ઉદરશૂળ શાંત કરે છે. અડધી ચમચી વરિયાળીનું ચૂર્ણ નવશેકા પાણી સાથે લેવાથી પણ પેટનો ગેસઆફરો દૂર થાય છે.

Iવડીંગ વાવડીંગ તીખાં, તીક્ષણ, ગરમ, રૂક્ષ, અગ્નિને પ્રદીપ્ત કરનાર અને હલકાં છે. અ:ાથી તે શૂળ, અ:ાફરો, પેટના વિભિનન રોગો, કફ, કૃમિ, વાયુ તથા કબજિયાત મટાડે છે. વાવડીંગ વાયુને નીચેની તરફ સરકાવે છે. એ મૂત્રનું પ્રમાણ વધારનાર, ઉત્તમ કૃમિનાશક, બળપ્રદ, વાયુનાશક, મગજ અને નાડીઓને બળ આપનાર, લોહીની શુદ્ધિ કરનાર અને રસાયન છે. એનાથી ભૂખ સારી લાગે છે, આહાર પચે છે, મળ સાફ ઉતરે છે, વજન વધે છે, ચામડીનો રંગ સુધરે છે. ગોળ અને ચપટા કૃમિના નાશ માટે વિરેચનથી મળશુદ્ધિ કરી, પુખ્ત વયનાને ૧૦ ગ્રામ અને બાળકોને ૩-૪ ગ્રામ વાવડીંગનું ચૂર્ણ પાણી સાથે સવાર-સાંજ દસેક દિવસ સુધી આપવું. ઉપર ફરીથી હરડેનો રેચ આપવો. કૃમિનાશક દ્રવ્યોમાં વાવડીંગ શ્રેષ્ઠ છે.

વિંડગારીષ્ટ

વાવડીંગ અને બીજી ઔષધિઓના મિશ્રણથી બનાવવામાં આવતું આ દ્રવ ઔષધ ચારથી છ ચમચી સવાર-સાંજ લેવામાં આવે તો પેટના કૃમિઓ, પથરી, ભગદર, મૂત્રકૃચ્છ, પેટનો ગેસ, સોજા, અતિસાર અને ગંડમાળ જેવા રોગો મટે છે.

વાંસકપુર

વાંસકપુર વજન વધારનાર, મૈથુનશક્તિ વધારનાર, બળ આપનાર, સ્વાદિષ્ટ-મધુર અને શીતળ છે. તરસ, ઉધરસ, જવર, ક્ષય, શ્વાસ-દમ, પિત્ત, રુધિરના રોગો, કમળો, કોઢ, વ્રણ, પાંડુ તથા વાયુના રોગો મટાડે છે. તે તુરા રસવાળું છે. આયુર્વેદના સિતોપલાદિ ચૂર્ણના ઔષધોમાં એક આ વાંસકપુર પણ છે.

વિટામિન

વિટામિન A ગાજરમાંથી પુશ્કળ મળે છે. એનાથી દૃષ્ટિનું તેજ જળવાઈ રહે છે, અને પર્યાવરણીય ભેળસેળથી રક્ષણ મળે છે. વિટામિન C આમળાં, લીંબુ અને ટામેટામાં સારું હોય છે. કોલીફલાવરમાં પણ વિટામિન C છે. વળી એમાં પોટેશ્યમ, ફોલેસિન અને ફાઈબર પણ સારા પ્રમાણમાં છે. જો વિટામિન A અને C સાથે લેવાં હોય તો તે બ્રોકલીમાંથી મળે છે. તે કેન્સર અટકાવે છે અને શરીરનું તાપમાન જાળવે છે. બ્રોકલી પોટેશયમ, ફોલેસીન, અને ફાઈબર પણ સારા પ્રમાણમાં ધરાવે છે. વિટામિન K લીલાં, લાલ કે પીળાં કેપસીકમ(ઝાલર મરચાં)માંથી મળે છે. રક્તસાવ બંધ કરવા લોહીના ગંઠાવા માટે એ જરૂરી છે તથા હાડકાની રચનામાં મદદરૂપ થાય છે.

વિટામિન c પૂરતા પ્રમાણમાં વિટામીન 'સી' ન લેવાથી શરીરમાં કૉલેસ્ટરોલ વધી જાય છે. વિટામીન 'સી'થી કેન્સર થવાની શકયતા ઘટે છે, કેમકે વિટામીન 'સી' આપણને રોગ સામે લડવાની તાકાત આપે છે. વિટામીન 'સી' શરદીમાં ઘણો ફાયદો કરે છે. ધુમ્રપાનથી વિટામીન 'સી' નષ્ટ થાય છે. વધારે પડતી દવા લેનારને વધુ વિટામીન 'સી'ની જરૂર પડે છે. ગર્ભનિરોધક ગોળી લેનાર સ્ત્રીના શરીરમાંથી વિટામીન “સી ઓછું થઈ જાય છે. માનસિક તણાવની સ્થિતિમાં વધુ વિટામીન ‘સી’ની જરૂર રહે છે. રોજના શાકભાજીમાંથી આપણને વિટામીન 'સી' મળી રહે છે, પરંતુ એ નાશ ન પામે એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. (૧) લીલી શાકભાજી ચપ્પથી કાપવા કરતાં હાથે તોડીને સમારવી. (૨) જમવાનું બનાવી વધુ સમય રાખી ન મૂકવું. (3) જમવાનું વારંવાર ગરમ ન કરવું. (૪) શાકભાજી બની શકે તો છાલ સાથે જ રાંધો, કારણ કે છાલમાં વિશેષ પ્રમાણમાં વિટામીન 'સી' હોય છે. બટાટા છોલ્યા વિના અને ગાજર પણ ઘસીને સાફ કરીને વાપરવી જોઈએ. (પ) બાફવાનાં શાકભાજી પણ પાણીમાં બહુ વાર ઉકાળવાં નહિ. (૬) ફ્રિજમાં શાકભાજી હંમેશાં પ્લાસ્ટીકની થેલીમાં જ રાખો, ખુલ્લાં નહિ. વિટામીન 'સી' ની જરૂરિયાત દરરોજ ૧૦૦ મિ.ગ્રા. જેટલી છે. (૧) ત્રણ કાચાં ટામેટામાંથી 30 થી પO મિ.ગ્રા. વિટામીન 'સી' મળે છે. (૨) ૨૫૦ ગ્રામ કોબીજમાં લગભગ ૫૦ મિ.ગ્રા. વિટામીન 'સી' હોય છે. (3) પાંચ મધ્યમ કદના બટાટામાં પO મિ.ગ્રા. વિટામીન 'સી' હોય છે. (૪) એક ગલાસ સંતરાના રસમાં પ0 મિ.ગ્રા. વિટામીન 'સી' હોય છે. વિટામિન B2 નાયાસીન એટલે વિટામીન બીર શેકેલી શીંગ, વટાણા, બટાટા, ચોખા, બ્રાઉન બ્રેડ, બદામ વગેરેમાંથી મળે છે. એનાથી સારી ઊંઘ આવે છે, ડાયાબીટીસમાં લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે, રક્તવાહિનીમાં લોહીના ગઠ્ઠા થતા નથી, કાનમાં અવાજ થવાનું બંધ થાય છે, ચક્કર આવતાં નથી અને માસિક વખતે સ્ત્રીઓનું માથું દુ:ખતું બંધ થાય છે.

વિટામિન B12 વિટામીન બી૧૨ માંસ, મચ્છી, ઈંડાં, દૂધ અને દૂધની બનાવટોમાંથી મળે છે. ખોરાકમાંના વિટામીન બી૧૨ને લોહીમાં લાવવા લોહીમાંનો ઈન્ટ્રિન્સિક ફેક્ટર મહત્વનો ભાગ ભજવે છે. આંતરડાની બીમારીને લીધે પણ વિટામીન બીવરની ઉણપ સર્જાય છે. અશક્તિ લાગવી, સામાન્ય પીળીયો થવો, વર્તણૂંક અને સ્વભાવમાં ફેરફાર થવો, હતાશા, હથેળી અને પગના તળિયાની નસો સૂકાઈ જવાથી બળતરા થવી, ખાલી ચડવી વગેરે બીવરની ઉણપનાં લક્ષણો છે. એના ઈલાજ માટે વિટામીન બીવરનાં ઈનજેક્શન લેવાં અને દૂધ પીવું

વેંગણ

વેંગણપથ્ય શાક છે તેથી રોજ ખાવામાં વાંધો નથી. એ મધુર, ગરમ, તીક્ષણ અને વિપાકમાં કટુ હોવાથી પિત્ત કરે છે. તે કફવાતનું શમન કરે છે તથા અગ્નિને પ્રદીપ્ત કરે છે. હૃદયને હિતકારી, ભૂખ લગાડનાર, શુક્ર ધાતુને વધારનાર, તાવ, ઉધરસ, અરુચિ મટાડનાર અને પચવામાં હલકાં છે. સફેદ વેગણ કાળાં વેગણ કરતાં ગુણમાં ઉતરતાં છે. જો કે સફેદ વેગણ હરસમાં ગુણ કરે છે. ગરમ હોવાથી માત્ર શિયાળામાં જ ખાવા લાયક છે. કુમળાં રીંગણાં ઉત્તમ, નિર્દોષ અને સર્વ દોષોને હરનારાં છે. જો કે વધારે પડતાં બીજવાળાં વેંગણ વિષ સમાન છે. શિયાળામાં વેંગણ પથય હોવા છતાં પિત્તપ્રકોપ, અમલપિત્ત તથા હરસના દર્દીને અને સગર્ભા સ્ત્રીને માફક આવતાં નથી. વેંગણ ઝીણો તાવ, કમળો, વાયુ, કફના રોગો અને પથરી મટાડે છે. (૧) રાંધેલા વેંગણના ટુકડા પર વાલના દાણા જેટલો નવસાર ભભરાવવો. નવસાર ઓગળી જાય ત્યારે બધું ચાવીને ખાઈ જવું. એનાથી કમળો જલદી મટી જાય છે. (૨) માસિક ઓછું, અનિયમિત કે નાની ઉમરે જતું રહ્યું હોય તો એકાંતરે દિવસે બાજરીનો રોટલો, રીંગણનું શાક અને ગોળ ખાવાં. (૩) બરોળ વધી ગઈ હોય તો સવાર-સાંજ એક કુમળ્યું વેગણ ચાવીને ખાઈ ઉપર ૧/૪ ચમચી શરપંખાના મૂળનું ચૂર્ણ લેવું.

શતાવરી

એક ઉત્તમ ઔષધ છે. એ બે જાતની થાય છે. (૧)મહાશતાવરી (૨) નાની શતાવરી. મહા શતાવરી ભીલાડથી મુંબઈ સુધીના દરિયાકિનારે વધુ થાય છે. તેનાં મૂળ અંગુઠા જેટલાં જાડાં, રસદાર અને આઠથી દસ ફૂટ લાંબાં થાય છે. દવામાં જાડાં અને રસદાર મૂળિયાં જ વાપરવાં જોઈએ. બજારમાં જે વેચાય છે તે નાની શતાવરીનાં જ મૂળિયાં હોય છે. નાની શતાવરી સર્વત્ર થાય છે. રેતાળ જમીનમાં ખૂબ થાય છે. નાની શતાવરીનાં મૂળ આઠથી બાર ઈંચ લાંબાં અને પાતળાં હોય છે. દવામાં ચૂર્ણ કરવું હોય તો નાની શતાવરીનાં મૂળનું કરવું અને રસ કાઢવો હોય તો મોટી શતાવરીના મૂળનો કાઢવો. જો મોટી શતાવરી મળે તો તેનું ચૂર્ણ વાપરવું વધુ સારું. શતાવરી મધુર અને કડવી છે. તે બળ વધારનાર, ધાવણ વધારનાર, શુક્રવર્ધક, રસાયન, મૈથુનશક્તિ વધારનાર-વાજીકરણ છે. આ ઉપરાંત રક્તવિકાર, વાયુ, અને પિત્તને હરનાર, રક્તમત્રતા, મૂત્રકૃચ્છ, મૂત્રકષ્ટ મટાડનાર છે. જ્યારે મહાશતાવરી હૃદય માટે હિતકારી, બુદ્ધિવર્ધક, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, પૌષ્ટિક, ગ્રહણી અને હરસને મટાડનાર છે. (૧) દૂઝતા હરસમાં રોજ શતાવરી અને સાકર નાખી ઉકાળીને ઠંડુ કરેલું દૂધ પીવું. (૨) જો મૂત્રમાર્ગે લોહી પડતું હોય તો ૧ ચમચી શતાવરી, ૧ ચમચી ગોખરું અને ૧ ચમચી સાકરને ૧ ગ્લાસ પાણીમાં નાખી, ઉકાળો બનાવી રોજ સવારે અને સાંજે પીવાથી મટે છે, કેમ કે મૂત્રાશયની શુદ્ધિ કરવામાં શતાવરી અને ગોખરું બન્ને ઉત્તમ છે. (3) કિડનીના સોજામાં પણ શતાવરી અને ગોખરું લેવાં. (૪) મહા શતાવરીનો તાજો રસ બે ચમચી સવાર-સાંજ પીવાથી અથવા મહા શતાવરીનું તાજું ચૂર્ણ સાકરવાળા દૂધમાં પીવાથી ધાવણ સાવ ઓછું આવતું હોય તો તેમાં લાભ થાય છે. શતાવરીનો તાજો દૂધપાક બનાવીને પણ લઈ શકાય. (પ) રક્તાતિસારમાં મળમાર્ગે પડતા લોહીમાં ૧ ગ્લાસ બકરીના તાજા દૂધમાં ૧ ચમચી શતાવરીનું ચૂર્ણ, ૧ ચમચી સાકર અને ૧ ચમચી ઘી નાખી ઉકાળી ઠંડુ પાડી. સવાર-સાંજ પીવાથી રક્તસાવ બંધ થાય છે. (૬) ફેફસાની નાની મોટી તકલીફોમાં શતાવરીનું ચૂર્ણ અને સાકર દૂધમાં ઉકાળી લાંબો સમય લેવાથી સારી ફાયદો થાય છે. (૭) રતાંધળાપણામાં શતાવરીનાં કુમળાં પાન ગાયના ધીમાં વઘારીને ખાવાથી રતાંધળાપણું દૂર થાય છે. (૮) મોઢામાં, હોજરીમાં, હોજરીના છેડે, આંતરડામાં જો ચાંદાં પડયાં હોય તો શતાવરીદ્યુત અત્યંત હિતાવહ છે. મળી શકે તો લીલી શતાવરીનો તાજો રસ કાઢી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. જો લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ધૃત પકાવી લેવું પ૦૦ ગ્રામ ગાયનું ઘી, ૨ કિલોગ્રામ શતાવરીનો રસ અને શતાવરીના મૂળિયાનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ મિશ્ર કરી ઉકાળવું પાણીનો ભાગ ઊડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું એક ચમચી આ શતાવરી ધૃત દિવસમાં ત્રણ વખત લેવાથી જીર્ણ જવર, મીરગી-વાયુ, આંતરિક ચાંદાં, ગાઉટ, ફેફસાના રોગો વગેરે મટે છે. (૯) શતાવરી રસાયન છે, આથી એના સેવનથી આયુષ્ય વધે છે, સ્વાથય સારું રહે છે, વજન વધે, શરીર હૃષ્ટ પૃષ્ટ થાય છે. એક ગલાસ દૂધમાં એક ચમચી શતાવરી અને એક ચમચી સાકર નાખી ઉકાળવું ઠંડુ પડે ત્યારે ધીમે ધીમે પી જવું. એનાથી શરીરમાં સારી શક્તિ આવે છે. સ્ત્રીઓનો પ્રદર રોગ મટે છે. શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલિશ કરવું. આ તેલની લધુ એનિમા લેવાથી વાયુના રોગો, કટીશળ, સાંધાનો દુ:ખાવો, સાંધા જકડાઈ જવા વગેરે મટે છે. શતાવરી ચાંદાં માટેનું અકસીર ઔષધ છે. ૨૦૦ ગ્રામ દૂધમાં એટલું જ પાણી નાખી ૧૦ ગ્રામ શતાવરીનું ચૂર્ણ અને પ ગ્રામ જેઠીમધનું ચૂર્ણ બે ચમચી ખડી સાકર નાખી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પાડી પીવાથી મોંનાં, ગળાનાં, હોજરીનાં, યોનિમાં, આંતરડાંમાં, ગર્ભાશયમાં પડેલાં ચાંદાં મટે છે. આહારમાં દૂધનું પ્રમાણ વધારવું. ગોળ, લસણ, ડુંગળી, કાળાં મરી, અથાણાં, પાપડ, મરચાં, બાજરી, રીંગણાં, મૂળા, મોગરી, રાઈ, હિંગ વગેરે છોડી દેવાં. મોળાં શાકભાજી, રોટલી જેવો સાદો આહાર લેવો. એનાથી કસુવાવડ થતી હોય કે પૂરા માસે જન્મેલું બાળક જીવી શકતું ન હોય તેમાં પણ ફેર પડે છે. તે જ પ્રમાણે જે પુરુષને ગરમી હોય અને તેને લીધે શુક્ર ક્ષીણ થઈ જાય, પાતળું પડી જાય, કામશક્તિ ઘટી જાય, ઉત્સાહનો અભાવ હોય શુક્રજંતુની ગતિ ઘટી જતી હોય તો શતાવરી, આમળાં, સાકર, ઘી અને અશ્વગંધાનું એક એક ચમચી ચૂર્ણ સવાર-સાંજ લેવું.

શરપાંખો

શરપંખો ગુજરાતમાં અને ભારતમાં બધે થાય છે. ચોમાસામાં અષાઢ મહિનામાં સર્વત્ર ઊગી નીકળતો શરપંખો બરોળનું અકસીર ઔષધ છે. આ છોડ ત્રણ-ચાર ફૂટ ઊંચા થાય છે. શિયાળામાં તલવાર આકારની વાંકી દોઢ-બે ઈચની શિંગો આવે છે. ખડકાળ, પહાડી જમીન તેને વધુ અનુકૂળ આવે છે. સફેદ અને લાલ ફૂલવાળા એમ બે પ્રકારના શરપંખા થાય છે. સફેદ ફૂલવાળા છોડ ખૂબ જ ઓછા જોવા મળે છે. શરપંખાનાં દાતણ કરવામાં આવે છે. તેના સાવરણા પણ બને છે. શરપંખો તીખો, કડવો, તુરો, ગરમ તથા લઘુ છે. તે કૃમિ, દમ, કફ અને પ્લીહા, બરોળના રોગો, આફરો, ગોળો, વ્રણ, વિષ, ઉધરસ, લોહીવિકાર, દમ અને તાવ મટાડે છે. શરપંખાનો આખો છોડ મૂળ સાથે ઊખેડી, ધોઈ, સૂકવી, ખાંડીને બારીક ચૂર્ણ કરવું. (૧) મેલેરિયા કે બીજા કોઈ પણ કારણથી બરોળ વધી જાય કે બરોળની કોઈ તકલીફ થાય તો શરપંખાના પંચાંગનું અડધી ચમચી ચૂર્ણ બે ચમચી મધ સાથે સવાર-સાંજ થોડા દિવસો લેવાથી બરોળના રોગો મટી જાય છે. શરપંખાને મૂળ સહિત ઉખેડી, સૂકવી, બારીક વસ્ત્રગાળ ચર્ણ કરવું. (૨) શરપંખાના મૂળનો ઉકાળો મરી નાખી પીવાથી પ્રમેહમાં ફાયદો થાય છે. (3) શરપંખાના મૂળને ચોખાના ધોવાણમાં વાટીને લેપ કરવાથી કંઠમાળ મટે છે. (૪) શરપંખાના પંચાંગનું અડધીથી એક ચમચી ચૂર્ણ કફમાં મધ સાથે, પિત્તમાં ઘી સાથે અને વાયુમાં છાસ સાથે લેવું

શંખાવલી

શંખાવલી ગુજરાતમાં બધે થાય છે. સમુદ્ર કિનારાની જમીન તેને વધુ અનુકૂળ આવે છે. તેનાં પાંદડાં સોનામુખી જેવાં અને ફૂલો શ્વેત ગુલાબી અને શંખના આકારનાં હોવાથી એને શંખાવલી કહે છે. શંખાવલી બારે માસ લીલી મળી રહે છે. એની ભાજી બનાવીને પણ ખાઈ શકાય. એ ઉત્તમ બુદ્ધિ વધારનાર હોઈ માનસિક રોગો, ગાંડપણ, હતાશા-ડિપ્રેશન, એપીલેપ્સી, વાઈ, ઉન્માદ વગેરેમાં હિતાવહ છે. (૧) બેથી ત્રણ ચમચી શંખાવલીનો તાજો રસ સવાર-સાંજ પીવાથી ગાંડપણ મટે છે. શંખાવલીના આખા છોડને મૂળ સહિત ઉખેડી સારી રીતે ધોઈ પથ્થર પર લસોટી રસ કાઢવો. (૨) શંખાવલીનું ચૂર્ણ અડધી ચમચી, પાંચ નંગ બદામ, બ્રાહ્મી ચૂર્ણ પા ચમચી, ગુલાબના ફૂલની પાંખડી નંગ ૧૦, ખસખસ પા ચમચી, વરિયાળી અડધી ચમચી, મરી નંગ ૧૦ અને એલચી નંગ ૧૦ને દૂધમાં લસોટી ચાટણ જેવું બનાવી એક ગલાસ દૂધમાં સાકર મેળવી શરબત બનાવી રોજ રાત્રે પીવાથી થોડા દિવસોમાં યાદશક્તિ વધે છે, ઊઘ સારી આવે છે, એપીલેપ્સી, ઉન્માદ અને ગાંડપણમાં ફાયદો થાય છે. (3) શંખાવલીનું મૂળ સાથે શરબત બનાવ્યું હોય તો દસ્ત સાફ ઉતરે છે. રોજ શરબત ન બનાવવું હોય તો શંખાવલી ઘૂત એક ચમચી રોજ રાત્રે ચાટી જવું.

શાક લગભગ બધાં જ શાક ભારે, વાયુ અને કબજિયાત કરનારાં હોય છે. આ

દુગુણો દૂર કરવા તેને તેલમાં જીરૂ અને હીંગ નાખી વધારીને જ ખાવાં જોઈએ. શાક ચડી રહ્યા પછી તેમાં મીઠું, ખટાશ અને હિંગનું પાણી નાખવું જોઈએ.

શિરીષ

એનાં પાન કુવાડિયા જેવાં અને ફૂલ એક કલગી જેવું અનેક પુંકેસરોનું બનેલું અત્યંત મૃદુ હોય છે. એ એટલું કોમળ હોય છે કે અડવાથી ખરી જાય છે. ફૂલ સફેદ, પીળાં, લાલ એમ વિભિન્ન રંગનાં અત્યંત સુગંધિત હોય છે. કોઈ પણ જાતના ઝેરમાં શિરિષની અને સાદડની છાલનું એક એક ચમચી ચૂર્ણ ઠંડા પાણી સાથે લેવું

શીમળો

શીમળાને તીક્ષણ લોખંડ જેવા કાંટા હોય છે, લાલચોળ ફૂલ હોય છે, અને ઘેરાં લીલાં પાન હોય છે. એની છાલમાંના ચીકણા રસમાંથી લાલ ગુદર થાય છે જેને મોયરસ કહે છે. શીમળાના ફૂલનું શાક સિંધવ અને ધીમાં વઘારીને ખાવાથી કષ્ટસાધ્ય પ્રદર, રક્તપિત્ત પ્રદર અને કફનો નાશ થાય છે. (૧) શીમળાનાં સૂકવેલાં મૂળને શેમર મૂસળી કહે છે. આ મૂસળીનું અડધી ચમચી ચૂર્ણ, એક ચમચી સાકર અને એક ચમચી ગાયનું ધી એક ગલાસ દૂધમાં નાખી ગરમ કરી દરરોજ રાત્રે પીવાથી શીધ્રુ સખલનની તકલીફ મટે છે. (૨) એક ચમચી શીમળાની છાલ છાસમાં લસોટી તાજેતાજી સવાર-સાંજ પીવાથી અતિસાર, સંગ્રહણી અને જૂનો મરડો મટે છે. (3) શીમળાની છાલનું ચૂર્ણ અડધી ચમચી, એક ચમચી મધ અને એક ચમચી સાકર રોજ રાત્રે લેવાથી શરીર બળવાન બને છે.

શેતુર એને સંસ્કૃતમાં નૂદ અને તૂદ કહે છે. શેતુર સારક હોવાથી શરીરના તમામ મળોને સાફ કરે છે. એ વાયુ અને પિત્તને હેરાન કરી ભગાડી મૂકે છે. શેતુરનાં ફળ ખટમધુરાં હોય છે. શીત હોવાથી બળતરા-દાહને રોકે છે. તે વાજીકર હોવાથી મૈથુનશક્તિ વધારે છે તથા બળપ્રદ છે. પાકાં શેતુરનું શરબત તાવમાં, ગરમીના દિવસોમાં અને ગરમીના વિકારોમાં ખૂબ જ ઉપયોગી છે. ચિત્તભ્રમ, ત્વચારોગો અને લોહીના બગાડમાં પણ ઉપયોગી છે. શેતુરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ, કેરોટીન થિયામીન, નિકોટેનિક, રિબોફલેવિન જેવાં તત્વો સારી માત્રામાં રહેલાં છે.

શેરડી શેરડી ચૂસીને કાયમ ખાવાથી કૃશકાયતા અને માંસક્ષય દૂર થાય છે.

સફરજન એ રસાયન ઔષધ છે. શરીરની અંદરનાં વિજાતીય દ્રવ્યોનો નાશ કરવાનો ખાસ ગુણ એમાં છે. રોજનું એક સફરજન ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. એમાં રહેલું તીવ્ર એન્ટીઓક્સિડેંટ શરીરના કોષોને નાશ પામતા અટકાવવામાં મદદરૂપ થાય છે. લાલ છાલવાળા સફરજનમાં લીલી છાલવાળા કરતાં એન્ટીઓક્સિડન્ટ વધારે હોય છે. સફરજન હૃદય, મગજ, લીવર અને હોજરીને બળ આપે છે, ભૂખ લગાડે છે, લોહી વધારે છે અને શરીરની કાંતિ વધારે છે. સફરજનને બાફીને કે સૂપ બનાવીને પણ ખાઈ શકાય. એ મરડો, સંગ્રહણી, અતિસાર, આંતરડાનાં ચાંદાં-અલસરેટીવ કોલાયટીસમાં સારો ફાયદો કરે છે.

સરગવો સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મૂળ, ગુંદર, પાન અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફૂલવાળો અને લાલ ફૂલવાળો. સફેદ ફૂલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સૂકવણી પણ વાપરી શકાય છે. સરગવાના ફાલ વરસમાં બે વખત આવે છે.

સાકાર

સાકર શીતળ, સ્નિગધ, ગુરુ, કામશક્તિ વધારનાર તથા તૃષા અને રક્તપિત્ત મટાડનાર છે. તેમ જ એ પૌષ્ટિક, સ્નેહન, મૂત્રને ઉત્પન્ન કરનાર, ઉત્તેજક, ઉધરસનો નાશ કરનાર, થાક દૂર કરનાર, કળતર મટાડનાર, તરત જ બળ આપનાર, સડાનો નાશ કરનાર, વ્રણ-ઘાને રુઝવનાર તથા કંઠ-ગળા માટે હિતકર છે. સાકર હૃદયને પુષ્ટિ આપનાર હોઈ ડાયાબિટીસ ન હોય તો એનો ઉપયોગ થઈ શકે. એરિક ચમચી સાકર અને અડધી ચમચી હળદર એક ગલાસ પાણીમાં શરબત બનાવી સવાર-સાંજપીવાથી ગળાનો સોજો, ગળાનાં ચાંદાં, અવાજ બેસી જવો, ઉધરસ, કાકડા વગેરે મટે છે.

lટોડી સાટોડીના વેલા ચોમાસામાં થાય છે. તે જમીન ઉપર પથરાયેલા હોય

સરર્સ્વતારીષ્ટ આ દ્રવ ઔષધ બજારમાં તૈયાર મળે છે. એના સેવનથી આયુ,સ્મતિ, વીર્ય, બળ, મેધા અને કાંતિ વધે છે. એ હૃદયને હિતકારી, જઠરાગિનવર્ધક, રસાયન અને બાળકો તથા વૃદ્ધોને ખૂબ જ હિતકારી છે. ઉન્માદ, અપસ્માર, અવસાદ, મનોરોગ, ડિપ્રેશનમાં લાભકારી છે. સારસ્વતારિષ્ટ મૂત્ર અને શુક્રનું વહન કરતા માર્ગોના રોગોમાં પણ એટલું જ લાભપ્રદ ઔષધ છે. સવાર-સાંજ ત્રણથી ચાર ચમચી જમ્યા પહેલાં પીવાથી ઉપરોક્ત રોગો મટે છે. રોગ પ્રમાણેની પરહેજી પણ રાખવી.

lરિવI

સારિવાને કપૂરમિધુરી, ઉપલસરી, કાબરી, હરિવો વગેરે કહે છે. એનાં પાન કાબરચીતરાં હોય છે. તેની સુગંધ મીઠી મનમોહક હોય છે. એને અનંતમૂળ પણ કહે છે. સારિવા મધુર, ગુરુ, સ્નિગધ, વર્ણ માટે હિતકારી, મળને બાંધનાર, ધાવણ શુદ્ધ કરનાર, દાહ શાંત કરનાર, ત્રિદોષનાશક, રક્તવિકાર, તાવ, ચળ, કુષ્ટ, પ્રમેહ, શરીરની દુર્ગધ, અરુચિ, અગિનમાંદા, દમ, ખાંસી, ત્વચાના રોગો, વિષ અને અતિસારને મટાડે છે. ઉપરાંત મૂત્રવિરચનીય, પરસેવો લાવનાર, સોજો મટાડનાર અને રસાયન છે. સારિવા-અનતમળની કપુર કાચલી અને ચંદન જેવી મિશ્ર સુગંધ મધુર, આહાદક, સંધ્યા જ કરીએ, ભૂલી ન શકાય તેવી હોય છે. જે સારિવાના મૂળિયામાં સુગંધ આવતી હોય તેનો જ ઔષધમાં ઉપયોગ કરવો. સારિવાનાં મૂળ બજારમાં મળે છે. એ રક્ત શુદ્ધિની અપ્રતિમ દવા છે. (૧) કોઠે રતવા હોય, વારંવાર કસુવાવડ થઈ જતી હોય, બાળક જન્મતાં જ મરી જતું હોય તો તેને માટે સારિવા ઉત્તમ ઔષધ છે. એમાં અડધી ચમચી સારિવા-મૂળનું ચૂર્ણ સવાર-સાંજ દૂધ સાથે લેવું. (૨) લોહી-બગાડ અને ત્વચાના રોગમાં અનંતમૂળ અને ગળોનું સમાન ભાગે બનાવેલું ર્ગિ અડધીથી એક ચમચી પાણી સાથે ફાકી જવું.

સિલેનિયમ

સિલેનિયમ બહુ જ શક્તિશાળી ખનીજ છે. જો કે શરીરને બહુ જનજીવા પ્રમાણમાં એની જરૂર પડે છે. શરીરમાં કેટલાક અસ્થિર અણુઓ હોય છે, જેને ફ્રી રેડીકલ કહે છે. એ શરીરના કોષો પર હુમલો કરી કેન્સર જન્માવે છે. આ ફ્રી રેડીકલને દૂર કરનાર એન્ડઝાઈમમાં કેન્દ્રીય સ્થાન સિલેનિયમનું છે. આમ સિલેનિયમ કેન્સર સામે રક્ષણ આપે છે. સિલેનિયમ મુખ્યત્વે બ્રાઝીલ નટ (30 ગ્રામમાં ૮૪૦ માઈક્રોગ્રામ), અનાજ, કઠોળ અને થોડા પ્રમાણમાં ફળ-શાકભાજીમાં હોય છે. સિલેનિયમની રોજની જરૂરિયાત માત્ર પપ માઈક્રોગ્રામની હોય છે. કેન્સર સામે રક્ષણ મેળવવા ૧૦૦થી 300 માઈક્રોગ્રામ લેવું જોઈએ. માત્ર એક બ્રાઝીલ નટમાંથી ૧૨૦ માઈક્રોગ્રામ જેટલું સિલેનિયમ મળી રહે છે. આહારમાં સિલેનિયમની ઉણપથી હૃદય ફૂલી જાય છે, અને એનું કાર્ય બરાબર થઈ શકતું નથી. વળી એની ઉણપથી થાઈરોઈડનું કાર્ય ખોરંભાય છે. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ માટે પણ સિલેનિયમ જરૂરી છે.

સીતાફળ

સીતાફળ ખૂબ જ ઠંડાં છે અને વધુ પડતાં ખાવામાં આવે તો શરદી કરે છે. તેના આ ગુણને લીધે જ એનું નામ શીતફળ પડયું હશે. પાછળથી સીતાફળ બની ગયું હશે. એ અતિ ઠંડુ, વૃષ્ય, વાતલ, પિત્તશામક, કફ કરનાર, તૃષાશામક અને ઊલટી બંધ કરનાર છે; તથા મીઠાં, પૌષ્ટિક, માંસદ્ધિ અને રક્તવૃદ્ધિ કરનાર, બળ વધારનાર અને હૃદયને હિતકર છે.

સિતોપલાદી ચૂર્ણ

સીતોપલા એટલે સાકર. ૧૬૦ ગ્રામ સાકર, ૮૦ ગ્રામ વાંસકપૂર, ૪૦ ગ્રામ લીડીપીપર, ૨૦ ગ્રામ એલચી અને ૨૦ ગ્રામ તજ. દરેકનું અલગ અલગ વસ્ત્રગાળ બારીક ચૂર્ણ કરવું. એમાંથી વાંસકપૂરનું ચૂર્ણ એક ખરલમાં છ કલાક લસોટનું. બાકીનાં દ્રવ્યો ભેગાં કરી છ કલાક લસોટવાં. એક ચમચી આ સીતોપલાદિ ચણ મધ સાથે સવાર-સાંજ ચાટવાથી દમ, કફજવર, ઉધરસ અને ક્ષય મટે છે. ક્ષયનું આ ઉત્તમ ઔષધ છે.

સુદર્શન ચૂર્ણ

સુદર્શન ચૂર્ણમાં મુખ્ય કરિયાતુ અને કડુ ઉપરાંત ગળો, લીમડાની અંતછલ, ભોંયરીંગણી, પિત્ત પાપડી, મોથ, કાળો વાળો, વાવડીંગ વગેરે કડવાં દ્રવ્યો હોય છે. તાવ આવવાનું કારણ પિત્તનો પ્રકોપ છે. કરિયાતુ તાવ માટેનું ઉત્તમ દ્રવ્ય છે. એની સાથે કડુ હોય તો ગમે તેવા તાવને મટાડી દે છે. કડુ આાંતરડામાં બાઝેલા કાચા મળને કારણે થયેલી કબજિયાત દૂર કરે છે. જેને કારણે તાવ ઉતારવામાં સહાયતા થાય છે. ત્રિફલા, હળદર, સુંઠ, મરી પીપર, ગંઠોડા, જેઠીમધ, અજમો, ઈંદ્રજવ, ચિત્રકમળ વગેરે દિપન પાચન અને પિતદન ઔષધો સુદર્શન ચૂર્ણમાં હોય છે. લધુસુદર્શન ચૂર્ણમાં ગળો, પીપર, હરડે, ગંઠોડા, સફેદ અંદન, કડુ, લીમડાની અંતરછાલ, સુંઠ અને લવિંગ સરખા પ્રમાણમાં અને એ બધાં કરતાં અડધું કરિયાતુ હોય છે. તાવમાં આ ચૂર્ણ બેથી ત્રણ ગ્રામ દિવસમાં ત્રણ વાર લેવું. જો એના અતિશય કડવા સ્વાદને લીધે લેવાનું ફાવતું ન હોય તો રાતે ૧૦૦ ગ્રામ પાણીમાં પ ગ્રામ ચૂર્ણ નાખી ઢાંકી રાખવું. સવારે ગાળીને પી જવું અથવા તરત જ ઉપયોગ કરવો હોય તો એક ગલાસમાં પ ગ્રામ ચૂર્ણ લઈ ૧૦૦ ગ્રામ ઉકળતું પાણી રેડી ઢાંકી દેવું પાણી સહેજ ઠંડું પડે એટલે ગાળીને પી જવું.

સુરણ

સઘળાં કંદશાકોમાં સુરણ શ્રેષ્ઠ છે. સુરણ, પચવામાં હલકું, ગરમ, તુરું, તીખું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનું શમન કરનાર, લીવર માટે ટોનીક સમાન અને હરસના દર્દી માટે ઔષધ સમાન છે. વળી સુરણ ગોળો, સોજા, કૃમિ, આમવાત, સંધિવાત, ઉદરશૂળ, ઉધરસ, શ્વાસ, મેદવૃદ્ધિ વગેરેમાં હિતાવહ છે. કૃeelવeક સૂરણ ૧૬૦ ગ્રામ, વરધારો ૧૬૦ ગ્રામ, મૂસળી ૮૦ ગ્રામ, ચિત્રક૮૦ ગ્રામ, હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, પીપર, પીપરીમળ(ગંઠોડા), વાવડીંગ, તાલીસપત્ર ૪૦-૪૦ ગ્રામ, તજ, એલચી, મરી ૨૦-૨૦ ગ્રામ લઈ બારીક ચૂર્ણ કરવું. આ ચૂર્ણથી બમણો ગોળ લઈ ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી. સવાર-સાંજ બબ ગોળીનું સેવન કરવાથી જઠરાગિન પ્રદીપ્ત થાય છે, તેમ જ હરસ, સંગ્રહણીદમ, ખાંસી, ક્ષય, બરોળનો સોજો, હેડકી, પ્રમેહ, ભગંદર વગેરે મટે છે. સૂકા અને દૂઝતા હરસમાં તે ખૂબ જ ઉપયોગી છે.

સુવા સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે, કેમ કે એને પીળા રંગનાં સેંકડો ફૂલ આવે છે. સુવાની ભાજી ખવાય છે. સુવા કડવા, તીખા, ગરમ, ભૂખ લગાડનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, સ્નિગધ, હૃદય માટે હિતકારી તેમ જ વાયુ અને કફનાશક છે. તે બળતરા, આંખના રોગો, તાવ, ઉલટી, ઉદરશૂળ, ઝાડા, આમ અને તરસનો નાશ કરે છે. સુવાવડ વખતે સુવાનો છૂટથી ઉપયોગ કરવાથી ધાવણ સારું આવે છે, અને બાળકને પચી જાય એવું આવે છે. કમર દુ:ખતી નથી, આહાર જલદી પચી જાય છે અને વાછુટ સારી થાય છે. સુવાદાણા ગર્ભાશયને ઉત્તેજિત કરે છે આથી પ્રસૂતિ પછી ગર્ભાશયમાં કોઈપણ બગાડ રહેતો નથી. સુવાનો અર્ક એટલે યંત્રથી બનાવેલા પાણીને ‘ડીલવોટર” કહે છે. નાનાં બાળકોના કાચા લીલા ઝાડા, ઉલટી, પેટ ફૂલવું, ચૂક-આંકડી આવવી વગેરેમાં આ પાણી અપાય છે. સુવા પરમ વાયુ હરનાર છે, જઠરાગિનને પ્રદીપ્ત કરે છે, ધાવણ વધારે છે અને પચવામાં હલકા છે. સુવા અને મેથીનું અડધી અડધી ચમચી ચૂર્ણ સવાર-સાંજ દહીંના મઠામાં થોડા દિવસ લેવાથી દુર્ગધયુક્ત પાતળા ઝાડા મટે છે. ઝાડા આમયુક્ત હોય તો પણ આ ઉપચાર હિતકારી છે.

સૂર્યકિરણો

સૂર્યકિરણોમાં જીવાણુઓનો નાશ કરવાની અદ્રુત શક્તિ રહેલી છે. એમાંથી મળતું વિટામીન ડી. હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. સૂર્ય અને માનવહૃદય વચ્ચે પણ અત્ટ સંબંધ છે. સૂર્યમંડળમાં તોફાન આવ્યા બાદ હૃદયરોગના હુમલામ ચારગણો વધારો યાય છે.

શરીરમાં લોહતત્વની ઉણપ, ચામડીના રોગ, સ્નાયુની અશક્તિ, થાક, કેન્સર, તાવ અને માંસપેશીઓની બિમારીનો ઈલાજ સૂર્યકિરણોના યોગ્ય ઉપયોગથી કરી શકાય. સૂર્યકિરણો બહારની ચામડી પર જ અસર કરે છે એમ નહિ, પરંતુ એ શરીરના આંતરિક અંગોમાં જઈને એને સ્વસ્થ બનાવવામાં સફળ કામગીરી કરે છે.

સૂર્યપ્રકાશનો લાભ લેતાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી. પરસેવો થયા પછી તાપમાં બેસવું નહિ. બપોર પછી સૂર્યકિરણોમાં બેસવાનું મહત્વ નથી. સૂર્યકિરણો આંખ અને માથા પર પડવાં ન જોઈએ. એ વખતે માથા પર ટૂવાલ રાખવો. સૂર્યકિરણોનું સેવન સ્નાન પહેલાં બહેતર બની રહે છે.

સુંઠ

જમવામાં રુચી ઉપજાવે છે. આમવાત નાશક છે. પાચક, તીખી અને પચવામાંહલકી છે. સ્નિગધ, ઉષ્ણ અને પચ્યા પછી મધુર વિપાક બને છે. ભૂખ લગાડનાર, હૃદયને બળ આપનાર તથા કફ અને વાયુના રોગો મટાડનાર છે. સુંઠથી પાચનક્રિયા બહુ સારી રીતે થાય છે. પેટમાં વાયુ-ગેસનો સંચય થતો નથી. બધી જાતની પીડામાં સુંઠ ઉપયોગી છે. (૧) બેથી ત્રણ ચપટી જેટલું સંઠનું ચૂર્ણ બે ચમચી દિવેલમાં મિશ્ર કરી. સવાર-સાંજ બે-ત્રણ અઠવાડિયાં લેવામાં આવે તો. કફ, વાયુ અને મળબંધ મટે છે, વીર્ય વધે છે, સ્વર સારો થાય છે અને ઉલટી, શ્વાસ, શૂળ, ઉધરસ, હૃદયરોગ, હાથીપગુ, સોજા, હરસ, આફરો અને પેટનો વાયુ મટે છે. (૨) હાડકાના સાંધાઓના જૂના સોજામાં સુંઠ અને દિવેલના ઉપયોગથી ફાયદો થાય છે. (3) સૂંઠ નાખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. ઊઘ નિયમિત થાય છે. શરદી, સળેખમ, દમ, ઉધરસ, નવો તાવ વગરેમાં સુંઠનું પાણી જ પીવું જોઈએ. એનાથી વાયુ અને કફનો નાશ થાય છે, કાચો રસ એટલે આમનું પાચન થાય છે અને જઠરાનિનું બળ વધે છે. (૪) અડધી ચમચી સંઠનું ચૂર્ણ, નાની સોપારી જેટલો ગોળ અને એક ચમચી ઘી મિશ્ર કરી લાડુડી બનાવી ખૂબ ચાવીને સવારે નરણા કોઠે ખાવાથી શરદી, સળેખમ, દમ, ઉધરસ અને એલજી મટે છે તથા સારી ભૂખ લાગે છે અને કફ છૂટો પડે છે.

સુંઠયાદિ ચૂર્ણ

સુંઠ ૬૦ ગ્રામ, લીડીપીપર ૬૦ ગ્રામ, મરી ૪૦ ગ્રામ, નાગરવેલનાં સૂકવેલાં પાન 30 ગ્રામ, તજ ૨૦ ગ્રામ, એલચી ૧૦ ગ્રામ અને ૨૨૦ ગ્રામ સાકરનું બારીક વસ્ત્રગાળ ર્ષિ સુંઠયાદિ .િ કહેવાય છે. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે સવાર-સાંજ લેવાથી મંદાગિન, અરુચિ, અપચો, દમ, ઉધરસ, શરદી, કંઠ-ગળાના રોગો અને હૃદયના રોગોમાં ફાયદો થાય છે. બે મહિના બાદ નવું ચૂર્ણ બનાવવું જોઈએ.

સોપારી ખાવામાં સોપારીની માત્રા ૧/૨ થી ૧ ગ્રામ જેટલી જ હોવી જોઈએ. કૃમિ રોગમાં થોડી વધુ લઈ શકાય.

સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ મીંઢી આવળ ૧૫ ગ્રામ, વરિયાળી પ ગ્રામ, અમલસારો ગંધક પ ગ્રામ, જેઠીમધ પ ગ્રામ અને સાકર ૩૦ ગ્રામનું બારીક ચૂર્ણને સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ કહે છે. રાત્ર અડધી ચમચી આ ચૂર્ણ સહેજ ગરમ પાણી કે દૂધ સાથે લેવાથી કબજિયાત મટે છે અને દોષો નીચેના માર્ગેથી દૂર થવાથી હરસ, મળાવરોધ, મરડો, ખોટી ગરમી, લોહીવિકાર, ખીલ, આફરો વગેરે મટે છે.

હરડે

(૧) હરડે ઘી સાથે વાત, લવણ-મીઠા સાથે કફ, અને મધ કે સાકર સાથે પિત્તનું નિવારણ કરે છે, અને ગોળ સાથે હરડે ખાવાથી સર્વ રોગોનો નાશ કરેછે. આમ એ ત્રિદોષનાશક છે. હરડેનો પાઉડર યોગ્ય પ્રમાણમાં લેવો.. (૨) ચાવીને ખાધેલી હરડે અગિનને પ્રદીપ્ત કરે છે, વાટેલી હરડે રેચ લગાડે છે, બાફેલી હરડે ઝાડો રોકે છે અને હરડેને શેકીને લેવામાં અ:ાવે તો તે ત્રણે દોષોનો નાશ કરે છે. હરડે ભોજનની સાથે ખાધી હોય તો બુદ્ધિ, બળ તથા ઈંદ્રિયનો પ્રકાશ કરે છે. વાયુ, પિત્ત તથા કફનો નાશ કરે છે. મૂત્ર તથા મળને વિખેરી નાખે છે. જમ્યા પછી હરડે ખાધી હોય તો તે અન્નપાનથી થયેલા અને વાત, પિત્ત તથા કફથી થયેલા દોષોને તરત દૂર કરે છે. હરડે વર્ષા ઋતુમાં સિંધવ સાથે, શરદમાં સાકર, હેમંતમાં સુંઠ, શિશિરમાં પીપર, વસંતમાં મધ અને ગ્રીષ્મ ઋતુમાં ગોળ સાથે ખાવી જોઈએ. મુસાફરી કે શ્રમ કરવાથી થાકેલાએ, બળ વગરનાએ, રૂક્ષ પડી ગયેલાએ, કૃશ-દુર્બળ પડી ગયેલાએ, ઉપવાસ કરેલા હોય તેણે, અધિક પિત્તવાળાએ, ગર્ભવતી સ્ત્રીઓએ અને જેમણે લોહી કઢાવ્યું હોય તેમણે હરડે ખાવી નહિ.આમવાત ,સાયટિકારાંઝણ એક ચમચો હરડેનું ચૂર્ણ બે ચમચી દિવેલમાં દરરોજ નિયમિત લેવાથી આમવાત, સાયટિકા-રાંઝણ, વૃદ્ધિરોગ અને અર્દિત વાયુ(મોં ફરી જવું) મટે છે.

હળદળ

તીખી, કડવી, સૂકી, ગરમ અને શરીરના વર્ણને સુધારનાર છે. હળદરમધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખૂબ જ હિતાવહ છે. એકથી બે ચમચી લીલી હળદરના ટૂકડા સવાર-સાંજ ખૂબ ચાવીને ખાવા. કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચૂર્ણ બે ચમચી મધ સાથે ચાટવું. તે કફ પ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વિષ, અપચો વગેરે મટાડે છે. (૧) શેકેલી હળદરનું ચૂર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે. આ મિશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે. (૨) મધ સાથે કે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

મુખ્યસ્ત્રોત : http://www.jainuniversity.org/ayrvedic-upchar-details.php?id=25

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.