હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / આયુર્વેદ ની દ્રષ્ટિએ કેન્સર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આયુર્વેદ ની દ્રષ્ટિએ કેન્સર

આયુર્વેદ ની દ્રષ્ટિએ કેન્સર વિશેની માહિતી આપવામાં આવી છે

આયુર્વેદ માં કેન્સર રોગને અર્બુંદ કહ્યો છે… અર્બુંદ એટલે પહાડ. એનો બીજો અર્થ ‘ઘાતક' થાય છે. નાની એવી ગાંઠ હોય પણ પહાડની જેમ વધતી રહે છે અને રોગી નો ઘાત ( નાશ) કરે છે એટલે બને અર્થો સાચા છે. સોજા, ગ્રંથિ, ચાંદા તો ઘણાને ઘણી વાર થતાં હોય છે. એ બધાં કેન્સર હોતા નથી. એની ખરાબી ઉપરછલ્લી હોય છે. મૃદુ-પોચી હોય છે. અંદર પાણી હોય છે, પાક હોય અથવા ફક્ત મેદની રસોળી જેવી ગાંઠ હોય તો એ નિર્દોષ છે. એમાં અંતઃપુરણ હોતું નથી… અર્બુંદમાં અંતઃપુરણ હોય છે… એની અંદર નવી નવી પુરવણી થતી રહે છે… આયુવેંદે આવા અંતઃપુરણવાળા અર્બુંદોને અલગ પાડ્યા છે. અને એને ઘાતક કહ્યા છે.

 

એ અંતઃપુરણ અંદર ઉત્પન્ન થતા નવા નવા અંકુરો નું હોય છે. સામાન્ય રીતે શરીરમાં જ્યાં કયાંય જખમ થયો હોય તે પૂરવા માટે અંકુરો વધે છે. બાલ્યાવસ્થામાં શરીર જ્યાં સુધી વિકસતુ હોય છે ત્યાં સુધી નવા નવા અંફુરો પણ વધતા રહે છે… પરંતુ એ વૃદ્ધિ સમગ્ર શરીરની હકૂમતમાં રહે છે. એની જરૂરત પ્રમાણે અને આંતરિક સૂચન પ્રમાણે વધે છે. પરંતુ જ્યારે એ વૃદ્ધિ શરીરના અંકુશમુક્ત થઇ સ્વતંત્રપણે બળવાખોર રીતે થવા માંડે છે ત્યારે એ વૃદ્ધિ ; ઘાતક અર્બુંદનુ સ્વરૂપ લે છે.

આધુનિક વિજ્ઞાને નવાં સાધનો શોધ્યાં. નવી પ્રક્રિયાઓ શોધી એટલે શરીરમાં ઉત્પન્ન થતા રહેતા સૂક્ષ્મ અંફુરો - સૂક્ષ્મ જીવકોષોનો વિસ્તારથી અભ્યાસ શક્ય બન્યો. એમાંથી સૂક્ષ્મ જીવકોષો નું શાસ્ત્ર ઊભું થયું છે. જીવમાત્રનાં શરીર આવા એક અથવા અનેક જીવ કોષોનાં બનેલાં છે. સૂક્ષ્મ જંતુ-બેકટેરીયા નું શરીર એક કોષનુ બનેલું હોય છે. વનસ્પતિ, પશુપંખી, પ્રાણીઓ, મનુષ્યો બધાં શરીરો અનેક જીવકોષોનાં બન્યાં છે. આ જીવકોષો પોતે જ જરૂર પડે ત્યારે પોતે પોતાની વૃદ્ધિ કરી લે છે… એક્ના, બે, બેના ચાર એમ નવા કોષો પેદા થતા રહે છે અને જીવનપ્રક્રિયા ચાલુ રહે છે…

સામાન્ય રીતે જીવકોષો જે અંગનો ભાગ હોય છે એ અંગના બીજા જીવકોષો જેવો જ આકાર ધરાવે છે. એનાં વર્તન અને વૃદ્ધિ પણ એ રૂપે જ રહે છે; પરંતુ કોઈ કારણે આમાંથી કોઈ એક જીવ કોષ. શરીરના અંકુશથી મુક્ત થઈ જાય અને સ્વતંત્ર રીતે વર્તવા અને વધવા માંડે છે અને કેન્સર કહે છે. બાજુ બાજુ ગોઠવાયેલા તંદુરસ્ત કોષો એક બીજાના સહાયક હોય છે… પરસ્પરોપગ્રહથી રહેતા હોય છે. 
પણઆ કેન્સર કોષ ઉપકારક થવાને બદલે બહારવટિયાની જેમ મારક બને છે.… કેન્સર કોષનું વર્તન આજૂબાજુના કોષથી જુદું જ હોય છે… શરીરમાંથી મળતો રાસાયણિક કે જ્ઞાનતંતુઓની સૂચના કેન્સર ના કોષ સ્વીકારતા નથી… શરીરના તંદુરસ્ત કોષો વધે તો એને પોષણ આપવા માટે લોહી પહોંચાડતી રક્તવાહિની ઓ, શરીર ; એ તંદુરસ્ત કોષને પહોંચે એટલી લંબાવી દે છે. જ્ઞાનતંતુઓ પણ એની સાથે… જ વધે છે, પરંતુ કેન્સરના કોષો વધે એની સાથે લોહી પહોંચાડનારી નસો કે જ્ઞાનતંતુઓ લંબાતાં નથી. દરેક જીવકોષને જીવવા માટે પ્રાણવાયુ-ઓક્સિજનની જરૂર રહે છે. માણસના ફેફસાં દ્વારા શ્વાસમાં પ્રાણવાયુ શુદ્ધ લોહીમાં ભળીને હૃદયમાં જાય છે અને ત્યાંથી રક્તવાહિની વાટે આખા શરીરને પહોંચી વળે છે. પરંતુ કેન્સરના કોષને લોહી મળતું નથી, પ્રાણવાયુ પણ મળતો નથી આ સ્થિતિમાં એ કોષ વધારે વખત જીવી ન શકે; પરંતુ શરીરમાં નસો સિવાય પણ નજીકના કોષોને પોષણ મળી શકે એવું છે. જેમ પાણી એક ઠેકાણે પડે તો આજુબાજુ પ્રસરી જાય છે, શબ્દ કે અવાજ થયો તે પણ બધે ફેલાઈ જાય છે, પ્રકાશ થયો તો એ પણ ફેલાય છે, એમ નજીકની રકતવાહીની માં જે પોષણ આવ્યું, તે પણ આજુબાજુના થોડાક વિસ્તારોમાં ફેલાતું હોય છે. આનો લાભ કેન્સરના કોષોને પણ મળે છે. આ પોષણમાંથી મળતી શક્તિ કેન્સરના વધતા જતા કોષોને એક પિંડરૂપ ભેગા રાખવામાં ઉપયોગી થાય છે. કોષોની વૃદ્ધિ માટે જરૂરી શક્તિ અને દ્રવ્ય પણ એમાંથી જ મળી … રહે છે.

પરંતુ એ પોષણ કેન્સરના બધા કોષોને ટેકો આપી શકતું નથી. જેમ જેમ કેન્સરની પિંડ મોટો મોટો થતો જાય તેમ તેમ પિંડની કિંનારી ઉપરના કોષોને પોષણ મળે પણ પિંડ ની અંદરના કોષો ને તો કંઈ ન મળે પ્રાણવાયુ પણ ન મળે એથી એ કોષો મરવા અને પછી સડવા માંડે છે.

અનુભવે દેખાયું છે કે તંદુરસ્ત શરીરમાં અન્ય શરીરનો કોષ મૂકીએ તો એ કોષને વિજાતીય ગણીને શરીર બહાર ધકેલી દે છે. પરંતુ કેન્સરના કોષ ભલે બળવાખોર થયો પણ એ પોતાનો છે એટલે શરીર ઉતાવળું થઈને એને વિજાતીય કોષની જેમ એકદમ બહાર ધકેલી કાઢતું નથી. ઊલટુ પોષણના અભાવે મરીને સડવા માંડેલા કોષની ગંધ અને એમાંથી છૂટતા ખરાબ રસથી ઉત્તેજિત થઈને શરીર એની મદદે દોડે છે, એને લોહી અને પ્રાણવાયુ પહોંચાડવા માટે નસો લાંબી કરીને કેન્સરના પિંડ માં દાખલ કરવા પણ પ્રયાસ કરે છે. પુત્ર ફુપુત્ર થાય પણ માતા કુમાતા થતી નથી… પરંતુ શરીરના આ પ્રયાસ છતાં કેન્સર ઘટતું નથી એ તો વધતો રહે છે. પોતે મરે છે અને માને પણ મારતી જાય છે

સૂક્ષ્મ જીવકોષ વિજ્ઞાન વિકસ્યું એટલે જાણવા મળ્યું કે જે… અંતઃપુરણ કેન્સરનો પિંડ રચે છે તે શરીરના બળવાખોર જીવકોષોનો જ પરિવાર છે… એ કેન્સરકોષની રચના પણ તંદુરસ્ત કોષો કરતાં જુદી જ છે. સૂક્ષાદર્શક યંત્ર વડે જોઈએ તો પહેલું એ દેખાય છે કે જે અંગનો એ કોષ હતો. એ અંગના તંદુરસ્ત કોષોની જાતિ કેન્સરના કોષમાં ઊતરી નથી… એનો પ્રકાર બદલાઈ ગયો છે… વળી દરેક કોષમાં નિશ્ચિત પ્રમાણમાં, રંગસૂત્રો-ક્રોમોસોમ્સ હોય છે.. માનવશરીરના પ્રત્યેક કોષમાં ૪૬, રંગસૂત્રો હોય છે, પરંતુ કેન્સરકોષમાં એ રંગસૂત્રો ઓછાં હોય છે અથવા વધારે હોય છે. કોઈમાં બમણા પણ હોય છે. કોઈકમાં પૂરાં ૪૬ હોય છે તો તેના આકાર અને એની વ્યવસ્થા બદલાઈ ગયાં હોય છે. આ રીતે કેન્સરકોષનું મૂળમાંથી જ પરિવર્તન થઈ ગયું હોય છે.

આ રીતે કેન્સરના કોષને શરીર ના અન્ય તંદુરસ્ત કોષથી અલગ રીતે ઓળખવાની ચાવી મળી ગઈ. 
એ ચાવી આયુર્વેદ પાસે જ નહિ, કે કોઈ જૂના વૈદકશાસ્ત્ર પાસે આવી ન હતી ફકત લક્ષણો ઉપરથી દવા થતી હતી. કેન્સરનું યથાર્થ નિદાન થઇ ન શકતું… હવે જયાં ક્યાંય ગાંઠ કે ચાંદું હોય ત્યાંથી નાની કટકી કાપીને પ્રયોગશાળામાં વિધિપૂર્વક એને તપાસીને નિર્ણય કરવામાં આવે છે કે આ કોષ તંદુરસ્ત છે કે કેન્સરનો છે આ વિધિને બાયોપ્સી કહે છે.

શરીર ઘણીવાર આવા બળવાખોર, સ્વતંત્ર કેન્સરના પિંડને વધારે વખત સહી લેતું નથી અને કોઈ એક તબક્કે એને બહાર ધકેલી કાઢે છે આવા દાખલા બને છે. ..
અર્બુંદમાં કફ અને મેદની દુષ્ટિ મુખ્ય હોય છે, એથી કેન્સરમાં પાક થતો નથી. કફ અને મેદથી થયેલ એક રોગ- અપચીમાં કોઈ વાર પાક થાય છે પણ કેન્સરમાં પાક થતો નથી. એનુ , કારણ એનો વિશિષ્ટ સ્વભાવ છે કેન્સરના કોષ મરે છે અને સડે છે ત્યારે દુર્ગંધવાળુ પરૂ , જેવું પ્રવાહી બહાર આવે છે પણ એનું કારણ પાક નથી કેન્સરમાં લોહી પડે છે પણ કેન્સરના પિંડનું નહિ પરંતુ એના દબાણથી
આજુબાજુના સાજા ભાગમાં રહેલી લોહીની નસો તૂટવાથી લોહી પડે છે, કેન્સરના પિંડમાં જે રકતવાહીની ઓ લંબાઈ હોય છે એ પણ પિંડની અંદર યતા સડા ને લીધે આગળ, જઈ શકતી નથી… એ તુટીને એમાંથી પણ લોહી પડે છે.
કેન્સરના પિંડમાં જ્ઞાનતંતુઓ હોતા નથી. રાસાયણિક સંપર્ક પણ રહેતો નથી એથી એ પિંડમાં વેદના અનુભવાતી નથી; પરંતુ પિંડમાં થતા સડાનું ઝેર લોહીમાં ભળીને શરીરમાં ફેલાય છે અને સાજા ભાગ પર એનું દબાણ થવાથી અને મર્મ ભાગોના જ્ઞાનતંતુઓ ઉત્તેજિત થવાથી, તેમ જ માર્ગમાં એનાથી અવરોધ થવાથી જે વેદના થાય છે એ બહુ વસમી હોય છે .
કેન્સરના કોષો શરીરના બધા નિયમોથી સ્વતંત્ર હોય છે એટલે એ કોષોમાંથી કોઈ કોઈ કોષ છૂટો પડીને શરીરના બીજા ભાગોમાં પણ થાણાં નાખે છે અને ત્યાં કેન્સરના નવા પિંડ ઊભા કરે છે. એક જ ભાગમાં રહે તો એને સર્જનો ઓપરેશન કરીને કાઢી નાખે… એનો કોઈ વારસદાર કોષ રહી ન જાય એ માટે રૅડિયમ કે કોબાલ્ટ ના કિરણોનો શેક આપીને એનો પણ નાશ કરી નાખે છે. પણ જો બીજે એનાં થાણા સ્થપાઈ ગયાં તો પછી એના ઉપાયની શક્યતા રહેતી નથી. 
હજી સુધી કેન્સર માટે કોઈ દવા વિજ્ઞાનમાં શોધાઈ નથી… દુનિયાભરમાં એનાં સંશોધન પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. કોષોની વિકૃતિ અને વૃદ્ધિ અટકાવવા માટે અનેક ઔષધો પર પ્રયોગો ચાલે છે અત્યારે તો મરતાં કેન્સર કોષોનું ઝેર શરીરમાં ફેલાતું અટકાવવા,
શરીરની શક્તિ જાળવી રાખવા અને વેદનાને અંકુશમાં રાખવા માટે દવાઓ અપાય છે. બીજા કોઈ રોગના જંતુઓ ભેળાં ભળી જઈને નવો રોગ ઉભો ન કરે એ માટે દવાઓ અપાય છે, આ બધા ઉપાયોથી રાહત મળતી હોય છે…

આયુર્વેદમાં આ રોગનું વિશિષ્ટ સ્વરૂપ જોઈને ઔષધો સૂચવાયાં છે શરીરમાં ઓજસ વધારે વિષને દૂર કરે અને જીવનશક્તિ વધારીને તમામ કોષો પર જીવનનો અંકુશ પુનઃસ્થાપિત થાય એ માટે ઉપચારો અપાય છે શિલાજીત, સ્વર્ણપર્પટી, ચંદ્રોદય, અભ્રક, લોહ, હીરા-મોતી અને અકીકની પિષ્ટિ વગેરે રસાયન દ્રવ્યો વપરાય છે. ઉપરાંત ગળો, શતાવરી, જેઠીમધ, ઉપલસરી, ઉંબરાની છાલ, વરણાની છાલ, રક્ત રોહિડાનાં મૂળ. સાટોડીનાં મૂળ, સરગવો. ગોખરૂ, આંબળાં, ભાંગરો, દેવદાર, ખેર, દારૂ હળદર, અર્જુન. ગોરખમુડી, બલદાણા, અનંતમૂળ કાંચનાર, ગરમાળો વગેરે દ્રવ્યો ઉકાળો પણ અપાય છે. 
આ ઔષધો દ્વારા સ્વ. પ્રજ્ઞાચક્ષુ વૈદ્યરાજ શ્રી શિવજીભાઈએ ફેફસાં અને ગળાનાં કેન્સર મટાડયાં હતાં…
રોગી ને પ્રથમ નિરામ કરીને પછી દોષાનુસારી રીતે આ ચિકિત્સા કરવાથી સરસ પરિણામો આવતાં જોયા છે. અસહ્ય પીડા અને અસાધ્ય સ્થિતિમાં પણ દરદીને રાહત મળી છે. રોગ નવો હોય, ફેલાયો ન હોય અને દરદી પથ્ય પાળે એવો હોય… તો ઘાતક અર્બુંદ ના હોય તો મટાડી પણ શકાય છે. …

કોઈ ને કોઈ પ્રકારનું અજીર્ણ …આહારરસને વિકૃત કરે છે અને એ આહારરસથી પોષાયેલા ધાતુઓ પણ વિકૃત બને છે. વિકૃત આહાર રસથી થયેલા આમવિષ નુ નિવારણ પહેલું કરવું જોઈએ. ઓજક્ષય કરનારાં કારણો અતિ ચિંતા અજંપો , ઉજાગરા, ચિત્ત ઉપરના આઘાતો અને અશ્રદ્ધાથી બચવું જોઈએ. ખાટા ખારા, તીખા,’ તળેલા, વાસી અને ફરી રાંધેલા, બગડેલા પદાર્થો ખાવાથી પણ આહારરસ અને રક્ત દૂષિત થાય છે. ફ્રીજનાં પાણી અને ઠારેલા પદાર્થોનું અતિ સેવન, ઠંડા અને ગરમનું ક્રમરહિત સેવન, મળ, મૂત્ર, વાયુ, આર્તવ વગેરે સ્વાભાવિક વેગોનો અવરોધ વગ

લેખક  :વૈદ્ય શ્રી બાલુભાઇ દવે.
2.67857142857
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top