હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / આમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન

રુમેટોઇડ આર્થરાઇટીસ વિશેની માહિતી છે

(માત્ર ઔષધોથી જ રોગ મટતો નથી તેની સાથે પરેજીનું પાલન કરવાથી જ રોગ મૂળમાંથી મટી શકે છે.)

આહાર

 • વાસી ખોરાક ન લેવો
 • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી.
 • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી.
 • દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ બંધ કરવી
 • દિવસે ન સૂવું.
 • પંખાના પવનથી દૂર સૂવું.

પાણી ઊકાળવાની રીત

 • સવારથી સાંજ સુધી જેટલુ પાણી જોઇએ તેનાથી બમણું (double) પાણી લેવું અને અડધું બળે ત્યાં સુધી
 • વાસણ ખુલ્લું રાખીને ઉકાળવું. અડધું પાણી બળી જાય પછી તેને ઠારીને ઉપયોગમાં લેવું, પાણી ઉકાળતી વખતે એક નાનો ટુકડૉ સૂઠનો નાંખવો. અને સાંજ થી સવાર સુધી જેટલું પાણી જોઇએ તેટલું પાણી સાંજે ફરીથી ઉકાળવું, વાસી પાણી ઉપયોગમાં ન લેવું.

મધ નો પ્રયોગ :

 • શુદ્ધ મધ બે મોટી ચમચી ભરીને અડધા ગ્લાસ સાદા પાણીમાં ભેળવીને સાંજે મૂકી દેવું. (ગરમ પાણીમાં મધ ન નંખાય અને લીબુ વજન ઘટાડતું નથી ઊલ્ટાનું સાંધાના દુખાવાની તકલીફ વધારશે).

વિરુદ્ધ આહાર:

 • વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું.
 • દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે.

વિહારઃ

 • દહીં વજન વધારનારૂ અને શરીરની તમામ નળીઓમાં અવરોધ કરનારું છે. તેથી રોગી માણસે તેનું સેવન ન કરવું.
 • દિવસે સૂવું નહિં તેમજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જવું.
 • કોઇપણ જાતનું માલિશ ન કરવું કે કોઇપણ ટ્યુબ ન લગાવવી. પણ સવાર સાંજ બે વાર નિયમિત રીતે કપડાંથી, પાણીની થેલીથી, ગરમ રેતીની પોટલીથી કે ઇલેક્ટ્રીક પેડથી શેક કરવો.
 • અહિંથી આપવામાં આવતી તમામ દવા તે કોઇપણ બીજી દવાની સાથે લેવામાં વાંધો ન આવે તેથી બીજી કોઇ સારવાર લેવાની જરૂર પડે ત્યારે આ દવા બંધ રાખવાની જરૂર નથી
 • એકપણ દિવસ પાડ્યા વિના નિયમિત દવા લેવી.
 • જમ્યા પછી તરત જ આડા ન પડતાં સો ડગલાં ચાલવું અન શક્ય હોય તો પાંચ મિનિટ સુધી વજ્રાસન માં બેસવું.
 • આપેલ દવાઓમાં કોઇપણ દવા ગરમ ન હોવાથી જમ્યા પહેલાં કે જમ્યા પછી ગમે ત્યારે લઇ શકાય. માત્ર પાચન માટે ની દવા જેમાં લખ્યું હોય તે જ જમ્યા પછી લેવી.
 • તમામ ફળો બંધ. • ગોળ ન લેવો. • ચોકલેટ, બિસ્કીટ, મિઠાઇ વગેરે ન લેવાં
 • રીંગણ, મેથી, સરગવો, લસણ વધારે લેવા.
 • મગ સિવાય ના તમામ કઠોળ બંધ રાખવા.
આમવાત - રુમેટૉઇડ આર્થરાઇટીસ, સાંધાનો વા, ગઠીયો વા, ગાઉટ, સાઇટિકા તમામ પ્રકારના સાંધાના દર્દો માટેની સારવાર માટે સંપર્ક કરો.

વધુ માહિતી માટે સંપર્ક કરો.

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

 

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

2.925
Laxmi Bhavesh Chauhan May 15, 2020 07:14 PM

વા હંમેશાં માટે મટી જાય છે?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top