અમ્લપિત્ત (ઍસિડિટી), કબજિયાત, શૂળ તથા અજીર્ણ માટે શ્રેષ્ઠ
યોજના – સૂંઠ, મરી, લીંડીપીપર, ત્રિફળા, નાગરમોથ, વાવડિંગ, અલચીદોંડા, અને તમાલપત્ર, સમાનભાગે લઈ સાફ કરી ચૂર્ણ કરવું. તે ચૂર્ણમાં તેટલા જ માપે લવિંગનું ચૂર્ણ મેળવવું, પછી તેમાં લવિંગના ચૂર્ણથી બમણું નસોતરનું ચૂર્ણ મેળવવું બધું જ ચૂર્ણ એકઠું મળીને થાય તેટલા માપે તેમાં છેલ્લે સાકરનું ચૂર્ણ મેળવવું.
સેવનવિધિ – ઢાંકીને કાચની બાટલીમાં રાખી મૂકેલું આ ચૂર્ણ છ એક માસ સુધી પૂરા ગુણ આપે છે. જમ્યા પહેલાં બંને વખત ૧- ૧ ચમચી ઠંડા પાણીમાં કે દૂધમાં લેવું અથવા રોજ રાત્રે ૧ ચમચી પાણીમાં કે દૂધમાં લેવું.
ઉપયોગ –
(૧) અમ્લપિત્ત – સવારે – રાત્રે ૧-૧ ચમચી પાણીમાં અથવા દૂધમાં લેવું.
(૨) કબજિયાત – હળવા જુલાબ માટે રાત્રે કે સવારે અનુકૂળ માત્રામાં પાણી સાથે લેવું.
(૩) શૂળ – પેટમાં બળતરા અને દુખાવો થતો હોય તેમજ ગરમીનું અજીર્ણ (વિદગ્ધાજીર્ણ) રહેતું હોયતો દિવસમાં ત્રણ વખત ૧-૧ ચમચી ઠંડા પાણીમાં લેવું.
(૪) પેશાબના રોગો - મૂત્રાવરોધ ઊનવા વગેરેમાં રોજ સવારે –સાંજે ૧-૧ ચમચી પાણી સાથે લેવું.
(૫) અજીર્ણ - અરુચિ – ખાસ કરીને ઉનાળામાં અજીર્ણ – અરુચિ હોય તેમાં જમતી વખતે ૧-૧ ચમચી દૂધમાં કે પાણીમાં લેવું.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020