હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / અર્જુન ચૂર્ણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અર્જુન ચૂર્ણ

હ્રદયરોગ, અસ્થિભંગ, અને મેદવૃધ્ધિ માટે શ્રેષ્ઠ

યોજના – અર્જુનના વૃક્ષ ઉપરથી કે ગાંધીને ત્યાંથી ખરીદી લાવી અર્જુન (સાજડ કે સાદડ) ની છાલ બારીક ખાંડવી.

સેવનવિધિ – ૧ થી ૧૦ ગ્રામ સુધી દિવસમાં બેત્રણ વખત દૂધ સાથે લઈ શકાય તે લેવાની સૌથી સારી રીત તો તેની ખીર અથવા દૂધપાક (ક્ષીરપાક) રૂપે લેવું તે છે. ૧ કપ દૂધમાં તેટલું પાણી મેળવી જરૂરી ખાંડ નાખી, ચમચીથી હલાવતા રહી પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ગાળી લઈ પી જવું. તેને અર્જુન ક્ષીરપાક કહેવામાં આવે છે. તે ન ભાવે તો શીરો - રાબ પકવાન કે કોઈ પણ વાનગીમાં નાખીને લઈ શકાય.આમાં વપરાતાં ઘી –દૂધ ગાયના કે બકરીનાં હોય તો સારું. ખાંડને બદલે સાકરનું ચૂર્ણ પણ વાપરવું હિતાવહ ખરું.

ઉપયોગ –

(૧) હ્રદયરોગ – કોઈ પણ પ્રકારના હ્રદયરોગમાં અર્જુનને ઉત્તમ ઔષધ માનવામાં આવેલ છે. તેનું કાયમ સેવન કરતા રહેવાથી હ્રદયરોગ થતો નથી. કોઈ પણ વ્યકિત કોઈ પણ ઋતુમાં તેનું સેવન કરી શકે છે.

(૨) મેદવૃધ્ધિ – ચરબી ઘટાડવા માટે રોજ ૧-૧ ચમચી સવારે –રાત્રે પાણીમાં લાંબા સમય સુધી લેતા રહેવું.

(૩) અસ્થિભંગ – હાડકું ભાંગ્યુ હોય ફેકચર થયુ હોય તેના ઉપર આ ચૂર્ણાનો તલના તેલ સાથે લેપ કરવો.

નોંધ – અર્જુન લોહીને સુધારનારું અને વધારનારું પણ છે.

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
3.12
રમેશ માછી Dec 23, 2018 12:45 PM

મને કોલેસ્ટ્રોલ છે ડોકટર સાહેબ ની સુચના મુજબ રોઝુસન, ૫ મી. લી ની ગોળી પીવુ છુ. શુ અર્જન ચૂર્ણ લેવાથી કાયમ માટે કોલોસ્ટ્રોલ મટી જાય ખરૂ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top