આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ, તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે શ્રેષ્ઠ
યોજના - અજમોદ, મરી, લીંડીપીપર, વાવડિંગ, દેવદાર, ચિત્રક, સુવા, સિંધવ અને પીપરીમૂળના ૧-૧ ભાગ ચૂર્ણમાં ૫ ભાગ હરડેનું અને ૧૦-૧૦ ભાગ સૂંઠ અને વરધારાનું ચૂર્ણ મેળવવું.
· સેવનવિધિ – વસ્ત્રગાળ ચૂર્ણ કાચની સ્વચ્છ બાટલીમાં ત્રણ મહિના માટે સાચવી રાખવું (ત્રણ મહિના બાદ તેના ગુણ ઘટે છે.) ૧/૨ ગ્રામથી ૨ ગ્રામ સુધી સવારે, સાંજે અને રાત્રે પાણીમાં લેવું.
· ઉપયોગ –
(૧) આમવાત (રુમેટિઝમ) – સવારે સાંજે અને રાત્રે ૧-૧ ચમચી ચૂર્ણ ગરમ પાણીમાં.
(૨) સંધિવાત – દિવસમાં બે ત્રણ વખત ૨-૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં.
(૩) રાંઝણ – (સાયેટિકા) –ચમચી ચૂર્ણ દિવસમાં ત્રણ વખત પાણીમાં.
(૪) કટિશૂળ -૧ – ૧ ચમચી ચૂર્ણ સવારે –સાંજે ગરમ પાણી સાથે લેવું.
(૫) શૂળ – શરીરના કોઈ પણ અંગ પ્રત્યંગમાં શૂળ નીકળતુ હોય ત્યારે ગરમ પાણીમાં માપસર ચૂર્ણ ફકાવવું.
નોંધ – દેવદાર અને વરધારાના લાકડાં ખૂબ કઠણ હોવાથી ખાંડવાં ઘણા મુશ્કેલ બને તેમણે કોઈ સારી ફાર્મસીમાંથી તૈયાર તાજું ચૂર્ણ ખરીદીને ઉપયોગમાં લેવું.
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ