હોમ પેજ / આરોગ્ય / અંગદાન / વિશ્વ અંગદાન દિવસ અંગદાનને લઈને ખોટી માન્યતાઓ અને તેની સચ્ચાઈ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિશ્વ અંગદાન દિવસ અંગદાનને લઈને ખોટી માન્યતાઓ અને તેની સચ્ચાઈ

અંગદાનને લઈને ખોટી માન્યતાઓ સેવતા લોકો માટે આ છે સચ્ચાઈ આપવામાં આવી છે

૧૩ ઓગસ્ટનાં દિવસને સમગ્ર વિશ્વમાં અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અંગદાનએ બહું મોટું કામ છે જે કોઈ વ્યક્તિને નવી જિંદગી આપી શકે છે. પરંતુ અંગદાનને લઈને લોકોનાં મનમાં ઘણી એવી માન્યતાઓ ઘર કરી જતી હોય છે કે તેઓ હકીકતને સ્વિકારી જ નથી શકતા હોતા. અહીં અમે આવી જ કેટલીક માન્યતાઓ અને તેની સ્ચ્ચાઈ તમને જણાવશું...

માન્યતા - જો ડૉક્ટર્સને ખબર પડી જશે કે હું અંગદાન કરવાનો/કરવાની છું તો તેઓ મને બચાવવાનો પ્રયત્ન નહીં કરે.

હકીકત - તમારી આ વિચારસરણી તદ્દન ખોટી છે. હકીકતમાં હંમેશા ડૉક્ટર્સ સૌથી પહેલા તમારો જીવ બચાવવાનો જ કરશે. કોઈ પણ ડૉક્ટર્સ તમને જાણી જોઈને કે તમે અંગદાન કરવાનાં છો તે હેતુથી મરવા માટે નહીં છોડી દે.

માન્યતા - જો મને કોઈ પ્રકારની સ્વાસ્થ્ય સબંધી સમસ્યા હોય તો હું અંગદાન ન કરી શકું.

હકીકત - આ વાત તમે નહીં પરંતુ ડૉક્ટર્સ નક્કી કરશે કે તમને જે પણ સમસ્યા છે તેમાં તમે અંગદાન કરી શકશો કે નહીં.

માન્યતા - મોટી ઉંમરનાં લોકો અંગદાન ન કરી શકે કે તેમનાં માટે અંગદાન કરવું જોખમી છે.

હકીકત - અંગદાન કરવાને અને ઉંમરને કોઈ જ લાગતું વળગતું નથી. કોઈ પણ ઉંમરની વ્યક્તિ જો તે સ્વસ્થ હોય તો અંગદાન કરી શકે છે.

માન્યતા - જો મારે અંગદાન કરવું હશે તો મારે પૈસા ચુકવવા પડશે.

હકીકત - અંગદાન કરનાર વ્યક્તિ કે તેના પરિવારે નાં કોઈ પણ સભ્ય પ્રકારના પૈસા ચુકવવા પડતા નથી.

માન્યતા - ગેરકાયદેસર રીતે કોઈ અંગોને વેચી દે તો?

હકીકત - મોટાભાગે આવી પ્રવૃત્તિ કોઈ હોસ્પિટલમાં નથી થતી હોતી પરંતુ જો કોઈ આવું કરતા પકડાઈ જાય તો તેની સામે કડક પગલા લેવાય છે.

માન્યતા - LGBT કમ્યૂનિટીનાં લોકો અંગદાન ન કરી શકે.

હકીકત - અંગદાન કરવા માટે વ્યક્તિનું સેક્સયુઅલ ઑરિયેન્ટેશન નહીં પરંતુ તેમનાં અંગો સ્વસ્થ હોવા જરૂરી છે. અંગદાન કરતી વ્યક્તિ કઈ જાતિની છે તેનાંથી કોઈ ફરક નથી પડતો અને એ‌વો કોઈ કાયદો પણ નથી બનાવવામાં આવ્યો કે LGBT કમ્યૂનિટીનાં લોકો અંગદાન ન કરી શકે.

સ્ત્રોત : નવગુજરાત સમય
3.75
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top