ભારતમાં ઊર્જાનો સ્ત્રોતનો ઉપયોગ બળતણ માટે લાકડાનો ઉપયોગ સૌથી વધુ ૭૮.૨૦% જેટલો થાય છે. જયારે છાણાનો ઉપયોગ ૧૧.૫૦% જેટલો ઉપયોગ થાય છે. ત્યારબાદ કેરોસીન અને એલપીજી ગેસનો ઉપયોગ અનુક્રમે ૦૨.૯૦% અને ૦૧.૯૦% નો ઉપયોગ ભારતમાં ઊર્જાના સ્ત્રોત તરીકે થાય છે. જયારે કોલસાનો ઉપયોગ ૧.૪૦% અને ગામડાંઓમાં ગોબરગેસનો ઉપયોગ 00.૩૦ થાય છે. જયારે અન્ય ઊર્જાના સ્ત્રોતનો ઉપયોગ ૩.૮૦% જેટલો થાય છે. આમ ટેબલમાં જોઈએ તો ભારતમાં ઊર્જાના સ્ત્રોત તરીકે સૌથી વધુ ઉપયોગ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે.
આમ આંતરરાષ્ટ્રીય સ્તરે વીજળી ક્ષેત્રની તુલના વિવિધ દેશો સાથે કરવામાં આવી છે. જે મુજબ વિશ્વમાં ખનિજતેલનો પુરવઠો ઓછો છે. જયારે તેને વપરાશ વધી રહ્યો છે. જયારે તે ઊર્જાનો સ્ત્રોત ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે. ત્યારબાદ વીજ ઉત્પાદનમાં કોલસાથી વધુ પ્રમાણમાં વીજ – ઉત્પન્ન કરવામાં આવે છે. વિશ્વમાં વીજ-ઉત્પાદનમાં અમેરિકા મોખરે છે. તો વીજ વપરાશમાં આઈસલેન્ડ આગળ છે. વીજળીની નિકાસમાં રશિયા સૌથી દ્વારે વીજ નિકાસ કરે છે. જયારે આયાતમાં અમેરિકા આગળ છે. વીજ વહન અને વિતરણની ખોટનાં આંકડા જોતા વિશ્વમાં નાઈજીરિયા પછી ભારતનો ક્રમ આવે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા ક્ષેત્રની તુલના જોયા પછી ભારતમાં વીજળી—ઊર્જા ક્ષેત્રની વિગતે માહિતી મેળવીશું.
ભારત એ વિશ્વનું ઝડપી આર્થિક વિકાસ કરતું અર્થતંત્ર છે. અને વિશ્વના ટોચના દસ રાષ્ટ્રોમાં સ્થાન ધરાવે છે. રાષ્ટ્રમાં થયેલ આર્થિક વિકાસમાં પણ માળખાકીય સવલતોનો ફાળો ખૂબ મહત્વનો જોવા મળ્યો છે. ભારતના આર્થિક વિકાસમાં કૃષિ, ઉદ્યોગ તેમજ સેવા ક્ષેત્રના વિકાસમાં માળખાકીય સવલતોનું મહત્વ અનેરૂ છે. તેમાં પણ વિજળી ક્ષેત્રનો વિકાસ ખૂબ જ મહત્વનો છે. આમ આજે પણ ઊર્જાનો વપરાશ વધાર્યા વિના આર્થિક વિકાસ શક્ય નથી. આજે જોઈએ તો દુનિયામાં વિકસિત અને વિકાસશીલ દેશોમાં ઊર્જાના વધુ ઉપયોગોને લીધે "ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ અનેક મુસીબતો ઉભી કરી છે. કયાંક વરસાદ વધુ પડે છે તો કયાંક બરફની હિમશીલાઓ ઘસી પડે છે તો પર્યાવરણના પ્રશ્નો પણ ઉભા થયા છે. તેથી હવામાન, વરસાદ અને પર્યાવરણમાં ખલેલ પડે છે. આમ ઊર્જાના વધુ વપરાશથી આર્થિક વિકાસ થાય છે. ઊર્જાના વધુ વપરાશથી ઉદ્યોગો દ્વારા ઝડપી આર્થિક વિકાસ શકય બને છે. પરંતુ અમુક જોખમો અને મુશ્કેલીઓ સર્જાય છે તે હકીકત છે. પશુબળ અને માનવબળનો જેટલો વધુ ઉપયોગ કી શકાય તેટલો પર્યાવરણમાં ફાયદો થાય અને વધુ રોજી મળે તથા ગામડા છોડી શહેરના સ્થાળતરથી ઉદ્ભવતા પ્રશ્નો ઓછા થાય આ ઉપરાંત આર્થિક વહેંચણીની સમાનતાના પ્રશ્નો પણ ઓછા થાય મહાત્મા ગાંધીના ખાદી ગ્રામોદ્યોગની પ્રવૃતિ અને અન્ય રચનાત્મક કાર્યક્રમોને ફરીથી વધુ જીવંત કરવાના સંજોગો ઊભા થયા છે. આથી રાજકીય રીતે વર્ગમૂળ સાધવામાં અનુકૂળતા થશે અને મોંધવારી નાથવામાં અમુક અંશે મદદ મળશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020