છેલ્લા દાયકા દરમ્યાન પરંપરાગત રૂપાંતરિત ઊર્જાક્ષેત્રે ભારે ટેકનીકલ આર્થિક વિકાસ સુધર્યો છે. પવન, સૌર, કુદરતી ખાતર-સેન્દ્રીય કચરો અને જળશીકત આધારિત સંખ્યાબંધ ઊર્જા એકમો (KV મેગાવોટ)ની રચના થઈ ચૂકી છે. આ રાહે કાર્યાન્વિત ગ્રીડ ઊર્જા ક્ષમતામાં પણ વૃધ્ધિ થઈ રહી છે. માત્ર ભારતની વાત કરીએ તો વર્ષ ૨૦૦૪-૦૫ સુધીમાં ભારતે ૬૧૦ મેગાવોટ જેટલી વીજળી રૂપાંતરીત ઊર્જાક્ષેત્ર આધાર પ્રાપ્ત કરી છે. ભારતની ગ્રીડ જોડાણ સુધારેલી વિદ્યુતનો આ પ.૫ ટકા હિસ્સો ગણી શકાય. વૉશ્વિક ઓઈલ પુરવઠાની ચિંતા કરાય તો વાતાવરણનું પરિવર્તન ગ્લોવલ વોર્મિંગની સમસ્યા વિચારીએ તો કાર્બનના સપ્રમાણ સ્ત્રોતોની માહિતી વધતી રહી છે. વીજ કટોકટીનો પ્રશ્ન ઉકેલવા જતાં વાતાવરણ દૂષિત ન બને તે જોવાની જવાબદારી રૂપાંતરીત દિશામાં ચોકકસ ધ્યાને લેવાય છે. સમાવાહી રીતે તો સમતુલિત ટેકનોલોજીની કટોકટી ઊભી થાય છે. આ માટે વધારે યોગ્ય સ્થિતીની શોધ ચાલુ રહેવી જોઈએ. સૂર્ય, પવન, વંટોળીયા, ભૌગોલિક વિટંબણાઓ વગેરે ફયુઅલ સેલ, ફોટોવોલ્ટેઈક, કૃત્રિમ ફોટોસીયથીસ અને હાયડ્રોજીન વગેરેની સમતુલા ઊભી કરાઈ રહી છે. દરેક તત્વને તેમને પોતાનું મહત્વ છે.
વિશ્વની દરેક પ્રક્રિયા એક યા બીજી રીતે ઉર્જા સાથે સતત સંકળાયેલી છે. સત્તરમી સદીમાં ઔદ્યોગિક–ક્રિાંતિ ને પગલે સ્ટીમ એન્જિનની શોધ થઈ અને તેના ઈધણ તરીકે સૌ પ્રથમ કોલસાને ઉપયોગ કરતાં અને થોડાક જ વર્ષોમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક બળતણ વાપરવાની શરૂઆત થઈ ત્યારપછી વિદ્યુત ઊર્જાની શોધ થઈ અને હાલમાં વિશ્વનાં બધા જ દેશો તેમની જરૂરિયાત જુદા જુદા પ્રકારનાં ઊર્જાના સ્ત્રોતો દ્વારા પૂરી કરે છે. વિશ્વમાં ઉર્જાની જરૂરિયાત છેલ્લા બે –ત્રણ દાયકામાં ખૂબ જ ઝડપી વધારો થયો છે. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રોમાં માથાદીઠ વીજ વપરાશ પણ વધ્યો છે.
ભારતમાં ઊર્જાની દષ્ટ્રિએ હજુ ઘણાં રાજયોમાં વિજળીની અછતની સમસ્યા જોવા મળે છે તેમજ દેશમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાની જરૂરિયાત પડે છે. વીજળી ઉત્પન્ન કરવામાં આવે તો ખર્ચ વધુ થાય છે તેથી ભારતમાં સૌરઊર્જા, પવનઊર્જા, ખનિજતેલ અને પ્રાકૃતિક ગેસ, જળઊર્જા, જૈવિક ઊર્જા, અણુઉર્જા જેવા ઊર્જાના સ્ત્રોતો છે જેનાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે તો થોડી સસ્તી પડે એમ છે. આમ દેશમાં ઘણી જગ્યા એ ઊર્જાના સ્ત્રોતો છે ઊર્જાના સ્ત્રોતો હોવા છતાં હજુ ઘણાં રાજયોમાં ઊર્જાની કટોકટી જોવા મળે છે. ઊર્જાનો વિકાસ થશે તો જ દેશનો આર્થિક વિકાસ શકય બની શકે તેમ છે. આમ ભારતના આર્થિક વિકાસના દરને જો ઊંચે લઈ જવો હોય તો ઊર્જાનો પણ વિકાસ થવો જરૂરી છે. માથાદીઠ વીજ વપરાશમાં સતત વધારો જોવા મળે છે. દેશમાં ઉપલબ્ધ વીજ પૂરવઠા કરતાં વીજની માંગમાં તીવ્ર વધારો થયો છે. એ માથાદીઠ વપરાશમાં જે વધારો થયો તે આજે સરેરાશ માથાદીઠ વીજ વપરાશ ૪૦૪ યુનિટ થવા પામ્યો છે. આમ દિવસે દિવસે ઊર્જાની સમસ્યા વધવા લાગશે.
સ્ત્રોત:
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020