વીજળીની આયાત-નિકાસ કરતા ટોચના દસ દેશો ને ધ્યાન માં લઈને દર્શાવેલ છે. વીજળીના નિકાસમાં રશિયા ૮૮ Twh સાથે પ્રથમ નંબરે આવે છે. બીજા નંબરે નેધરલેન્ડ અને ત્રીજા નંબરે અમેરિકાની ક્રમ આવે છે. ભારત દેશ દ્રારા પણ વીજળીની નિકાસ કરવામાં આવે છે જે કુલ ૩૨ Twh વીજની નિકાસ ભારતમાંથી કરવામાં આવે છે. જે વિશ્વની કુલ વીજ નિકાસના ૩.% જેટલું રહેવા પામ્યું છે વિશ્વમાં કુલ ૯૯૮ Twh વીજળીની નિકાસ કરવામાં આવે છે. હવે વીજળીની કુલ આયાતમાં સૌથી વધારે આયાત કરનાર દેશ અમેરિકા જે ૧૧૦ Twh સાથે પ્રથમ ક્રમે છે. જે બીજા નંબરે નેધર લેન્ડ જે ૯૨૬ Twh વીજળીની આયાત કરતો દેશ છે. આમ કહી શકાય કે વીજળીની આયાત કરવાનું કામ છે. ઉતરોતર વીજળીની માગમાં સતત વધારો થઈ રહયો છે. આમ ભવિષ્યમાં પણ વીજળીની માંગ વધશે એવી સંભાવના છે. પરંતુ એની સામે વીજ પૂરવઠાનું પ્રમાણ ઓછું છે. એવું કહી શકાય ભારતે પણ વીજળીની આયાત કરવી પડશે એમ કહેવું મુશકેલ નથી.
ઊર્જાના સ્તોત્રોના કુલ પુરવઠાના પ્રમાણને ટકાવારીમાં જોઈએ તો :
ઉપરોકત ટેબલ ૧.૪ મુબજ વિશ્વમાં ઊર્જાના સ્ત્રોતોના પુરવઠામાં સૌથી વધુ ખનીજ તેલ ૩૪.૪૦% કોલસાનું ૨૬.00% પાકૃતિક ગેસ ૨૦.૫૦% અણઊર્જા દ.૨૦% હાઈડ્રો ૨.૨૦ અને પુનઃ પ્રાપ્ય સ્ત્રોતોનું પ્રમાણ ફકત ૧૦.૧૦% છે. જયારે અન્ય સ્ત્રોતોનું પ્રમાણ ૦.૬૦% જેટલું જ રહયું છે. જે દર્શાવે છે કે વિશ્વમાં કોલસો, ખનીજતેલ અને ગેસના વપરાશનું પ્રમાણ વધારે છે. જયારે પુનઃ પ્રાપ્ય સ્ત્રોતોના પુરવઠાનું પ્રમાણ બહુ ઓછુ જોવા મળેલ છે.
ટેબલ ૧.૫ મુજબ વિશ્વના કેટલાક રાષ્ટ્રોમાં જોવા મળતી વીજ વહન અને વિતરણ ખોટની પરિસ્થિતિ દર્શાવેલ છે. જેમાં નાઈજીરીયામાં સૌથી વધુ ખોટનું પ્રમાણ ૩૮% સાથે પ્રથમ ક્રમે છે. જયારે ભારતમાં વીજ વહન–વિતરણ ખોટનું પ્રમાણ ૩૩% જેટલું છે. જે અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં બીજા ક્રમે વીજ વહન-વિતરણની ખોટ ધરાવતું રાષ્ટ્ર છે. જયારે અમેરિકા, જાપાન, જર્મની જેવા વિકસીત રાષ્ટ્રોમાં વીજ વહન-વિતરણ ખોટનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળેલ છે. તેમજ ભારત પાડોશમાં આવેલ દેશ પાકિસ્તાન પણ વીજ વહન વિતરણ ખોટનું પ્રમાણ વધારે ધરાવે છે. સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર ચીનમાં પણ ફકત ૭ % વીજ વહન - વિતરણની ખોટ જોવા મળેલ છે જે અન્ય રાષ્ટ્ર કરતાં ઓછી જોવા મળેલ છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020