હોમ પેજ / ઊર્જા / ગ્રામીણ ઉર્જા / ઊર્જા / ઉદ્યોગોને સસ્તી વીજળી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉદ્યોગોને સસ્તી વીજળી

ઉદ્યોગોને સસ્તી વીજળી

આર્થિક વિકાસ માટે ઉદ્યોગોને સસ્તી વીજળી પૂરી પાડવામાં સરકારે અબજો રૂપિયાની ખોટ ખમવી પડે છે. તેમાં ઘણી બધી વ્યવસ્થા વધારવાથી ઘણા બધા પ્રશ્નો ઉકેલવામાં મદદથશે. અમેરિકામાં ઊર્જાનો વપરાશ વધી રહ્યો છે પણ તેનો આર્થિક વિકાસનો વેગ ક્રમશઃ ધીમો પડી રહ્યો છે. ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડનો પણ આવો જ અનુભવ છે. ઈ.સ. ૧૯૮૦ અને ૧૯૯૦ વચે ચીનનો અનુભવ એવો છે કે પ્રતિવ્યકિત ૧0000 યુઆનની આવક વધી હતી. પણ ઊર્જા વપરાશમાં ૩૦૩ ઘટાડો થયો હતો. એટલો જ માનવબળ અને પશુબળનો ઉપયોગ કરવામાં આવે તો ઉર્જાનો વપરાશ ઘટે છે. વળી ઊર્જાથી ચાલતાં યંત્રો જેવાં કે ટ્રક, ટ્રેકટર, બસો બનાવવાના કારખાનાઓમાં પણ ઊર્જા વપરાય છે અને તેના ઉપયોગમાં પણ ઊર્જા વપરાય છે. આમ માળખાકીય સવલતોનું મહત્વ ઘણું બધુ છે. આર્થિક વિકાસમાં વીજળીક્ષેત્રનો વિકાસ પણ ખૂબ જ મહત્વનો છે. ભારતના વિકસિત રાજયોમાં ગુજરાતનું સ્થાન ચોથા ક્રમનું છે. ગુજરાત રાજયમાં પણ બે દાયકાથી આર્થિક વિકાસનો દર ઝડપી બન્યો છે. તેમાં કૃષિ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે. જે રાજયમાં થયેલ માળખાકીય સુવિધાઓનો વિકાસ થયો છે. અને તેમાં ગુજરાત રાજયની ભરૂચ જિલ્લાના વિકાસની ગતિ ખૂબ જ ઝડપી જોવા મળી રહી છે. જે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી.એ એશિયામાં મોટામાં મોટી ઔદ્યોગિક વસાહત તરીકે ઉભરી આવી છે. તે આજે પણ પશ્ચિમ ભારતના સૌથી અગત્યના ઔદ્યોગિક કેન્દ્રમાં એક છે. તેમજ વિશ્વમાં પણ વિવિધ ક્ષેત્રમાં ખૂબ જ ખ્યાતિ પામી છે. ભરૂચ જિલ્લાની આજુબાજુના વિસ્તારોમાં ખનિજતેલના ભંડારો પણ મળી આવેલ છે. એમ ઔદ્યોગિક વિકાસની સાથે માળખાકીય સવલતોની માંગમાં પણ વધારો થઈ રહયો છે. જેમાં ઊર્જાની માંગમાં વધુ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આજના આધુનિક યુગમાં અદ્યતન ટેકનોલોજી તેમજ સાધનોના ઉપયોગ માટે વીજળી ક્ષેત્રનો વિકાસ ખૂબ મહત્વનો બન્યો છે.

આમ અભ્યાસમાં વીજળીનો વિકાસ વીજળીની માંગ અને વીજના ઉપલબ્ધ પૂરવઠા વચ્ચે અસમતુલા જોવા મળે છે. જેથી વીજળીની માંગ-પુરવઠા વચ્ચેની ખાદ્ય, ઊર્જાથી થતા આર્થિક – સામાજિક લાભોને ધ્યાનમાં રાખીને ઊર્જાનો તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે.

2.71428571429
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top