অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણીનો સંગ્રહ

જાતને ટકાવી રાખવાનું આયોજન: કઇ રીતે શીખવે છે, નારાયણપુરની સ્ત્રીઓ

આપણે અત્યારે નારાયણપુરના જોહાદની સરહદે ઉભા છીએ, જે સંપૂર્ણપણે પાણીથી ભરાયેલું છે. એપ્રિલ માસમાં ખૂબ જ ગરમી બાદ લાંબા સમય બાદ ચોમાસાની ઋતુ, જ્યારે ઘણા નાના-નાના પાણી ભેગું કરવા માટે બનાવવામાં આવેલા માળખાઓ ખાલી થઇ જશે. પરંતુ આ જોહાદ નારાયણપુર વિસ્તારમાં સમગ્ર વર્ષ દરમિયાન મીઠા પાણીનો પૂરવઠો પૂરો પાડે છે. નારાયણપુરા એ હરિયાણાના રેવારી જિલ્લાનું એક ગામડું છે, જ્યાં જમીનનું પાણી ક્ષારવાળું અને પીવા લાયક નથી. એગ્રીકલ્ચર મેનેજમેન્ટ ટેકનોલોજી એજન્સી દ્વારા પાણીની ગુણવત્તા ચકાસવાનો સર્વે હાથ ધરવામાં આવ્યો, રેવારીના પાતાળ કુવામાંથી ફક્ત 24 ટકામાં જ સારી ગુણવત્તા ધરાવતું પાણી હતું અને અન્ય પાણીમાં ખૂબ જ ક્ષાર અને સોડિસિટી (સોડિયમ)ની માત્રા જોવા મળી હતી.

નારાયણપુરમાં ખંડેર બની ગયેલા જોહાદને ફરીથી સુધારવા, નારાયણપુર વિસ્તારની થોડી સ્ત્રીઓ દ્વારા પોતાની જાતને તૈયાર કરવા, એક સ્લોગન તૈયાર કરવામાં આવ્યું, જોહાદ હૈ તો ગાઁવ હૈ. જૂના દિવસોને યાદ કરતા લલિતા જણાવે છે કે, “સામાન્ય રીતે પાણીનું એક ટીપું મેળવવા માટે અમારે એક કલાક માટે રાહ જોવી પડતી હતી, અને ઉનાળાના દિવસોમાં મીઠા પાણીના એક ઘડા માટે અમારે થોડા દિવસો સુધી રાહ જોવી પડતી હતી અને અંતે જ્યારે રાહ જોવાની હદ્દ થાય ત્યારે અનિવાર્ય પણે અમારે ડંકીનો ઉપયોગ કરીને ક્ષારવાળા પાણીનો ઉપયોગ કરવો પડતો હતો.

ગામમાં પૂરતા પ્રમાણમાં મીઠું પાણી ન હોવાને લીધે ગામના લોકોને બહારથી લાવવામાં આવતા પાણી પર આધાર રાખવામાં આવતો હતો. સ્ત્રીઓએ પાણી માટે ખૂબ જ રાહ જોવી પડતી હતી અને ક્યારેક તો પાણી માંગીને મેળવવું પડતું હતું. ત્યારબાદ કિરણ અને અન્ય થોડી સ્ત્રીઓએ આ કામ શરૂ કર્યું, ત્યારે તે એકલી હતી. અવિરતપણે, તેમણે જાતે જોહાદને ખોદીને તેને યોગ્ય સ્તર કરવાની જવાબદારી સ્વિકારી. અંતે, ગામની અન્ય સ્ત્રીઓ પણ તેમની સાથે જોડાય. આ કામ પુરું કરતા તેમને લગભગ પૂરાં પાંચ વર્ષનો સમય લાગ્યો.

નારાયણપુર, હરિયાણાના રેવારી જિલ્લામાં લગભગ 225 પરિવાર ધરાવતું ગામડું છે, જે છેલ્લા કેટલાક સમયથી વરસાદમાં અને જમીનના પાણીના સ્તરમાં ઝડપી ઘટાડો જોઇ રહ્યું છે. મોટાભાગનો રેવારી જિલ્લો કેન્દ્રિય જમીન પાણી અધિકાર દ્વારા વધારે શોષિત થયેલા જિલ્લા તરીકે જાણીતો છે.

હરિયાણાના, પેયજલ અપૂર્તિ વિભાગ દ્વારા, નારાયણપુર વિસ્તારમાં અન્ય નજીકના ગામડાં પુન્સિકામાંથી પીવાના પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવતો હતો. પરંતુ 2007માં પાણીની મોટે પાયે અછત હોવાને કારણે પુન્સિકાના લોકો દ્વારા તેનું પાણી નારાયણપુરના લોકોને વહેંચવા માટે ના કહેવામાં આવી. થોડા વર્ષો માટે પાણી પૂરવઠા વિભાગે ટેન્કર દ્વારા પાણીનો પૂરવઠો પૂરો પાડ્યો. જો કે, પાણીનો પૂરવઠો નિયમિત કે જરૂર પૂરતો ન હતો. ઘણા પરિવારોએ પીવા માટે પાણી ખરીદવાનું ચાલુ કર્યું. 1990માં ગામમાં પાઇપ દ્વારા પાણીનો પૂરવઠો પૂરો પાડવાનો શરૂ થયો, એ પહેલા પીવાના પાણીના સ્ત્રોત તરીકે એક જૂનું તળાવ કે જોહાદ દ્વારા પાણી પુરું પાડવામાં આવતું તે બંધ થયું. પરંતુ આ પરિસ્થિતિને પગલે, થોડી સ્ત્રીઓએ આ તળાવને ફરીથી જીવંત કરવાનું નક્કી કર્યું.

આ પ્રોજેકટ માટે માર્ગદર્શન અને નાણાકિય સહાય મેળવવા માટે સ્ત્રીઓએ સોશિયલ સેન્ટર ફોર રૂરલ ઇનિશિયેટિવ એન્ડ એડવાન્સમેન્ટ (એસસીઆરઆઇએ)નો સંપર્ક કર્યો. એસસીઆરઆઇએ દ્વારા સહમતી આપવામાં આવી અને સ્ત્રીઓને કહેવામાં આવ્યું કે, નાણાકિય ફંડનો થોડો હિસ્સો તેઓ ગામમાંથી એકત્ર કરે. જોહાદને ફરીથી બનાવવા માટે ગામમાંથી રૂ. 31,950 એકત્ર કરવામાં આવ્યા જ્યારે બાકીનો ખર્ચ એસસીઆરઆઇએ દ્વારા આપવામાં આવ્યો. પ્રોજેક્ટના વિસ્તરણ માટે સ્ત્રીઓ જાતે હાર્ડવેરની દુકાને જઇને તે માટે જરૂરી સામાન લઇ આવી ને જરૂર પડ્યે ભાવને વ્યાજબી પણ કરાવ્યા. આ ઉપરાંત શ્રમદાન દ્વારા પણ તેઓએ ચૂકવણી કરી. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 73,950 થયો અને એસસીઆરઆઇએ દ્વારા બાકી રહેલો રૂ. 42,000નો ખર્ચ કરવામાં આવ્યો, પ્રોજેક્ટનું કામ માર્ચ-2009માં પૂરું કરવામાં આવ્યું.

જૂના ખંડેર જેવા જોહાદમાંથી નવું મીઠું પાણી ભરેલા તળાવની મુસાફરી સરળ તો ન હતી. શરૂઆતના દિવસોમાં, સ્ત્રીઓનું નાનું જૂથ દરરોજ વહેલી સવારે તેનું ઘર છોડીને બહાર આવી જતું હતું, અને પૈસા એકત્ર કરીને ગામના વ્યવસાયિક લોકો પાસેથી ઓછી કિંમતે બાંધકામનો સામાન મેળવતી હતી. ગામના પુરૂષો તેમની મજાક કરતા હતા અને ઉપહાસ કરતા હતા. સ્ત્રીઓ સમગ્ર દિવસ દરમિયાન ઉત્સાહપૂર્વક અને ખૂબ જ મહેતનથી તળાવને નવું બનાવવાની કામગીરી કરતી હતી. તેમનો આ દ્દઢ નિશ્ચય જોઇને, ગામની અન્ય સ્ત્રીઓ પણ તેમની સાથે જોડાઇ.

જોહાદના પાણીને બે પાતાળ કુવા દ્વારા સમગ્ર ગામમાં પહોંચાડવામાં આવે છે. એક ક્ષારવાળું પાણી પુરું પાડે છે, જેને પહેલાની પાઇપલાઇન સાથે જોડીને પાઇપલાઇન દ્વારા ઘરમાં વપરાશમાં લેવા માટે આ પાણીનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે મીઠાં પાણીના કુવામાંથી પાણી પાઇપલાઇન દ્વારા વિતરણ કરવામાં આવતું નથી. પરંતુ લોકોએ પાતાળ કુવા સુધી આવી અને પ્રતિઘર બે કે ત્રણ ઘડા પાણી પીવા અને રસોઇમાં વપરાશ માટે મેળવવું પડે છે. ગામના સરપંચ, અનિતાના જણાવ્યા અનુસાર, મીઠા પાણીના સ્ત્રોતમાં એક સ્થિરતા જાળવવા માટે આ નક્કી કરવામાં આવ્યું છે. જેને કારણે, નક્કી કરેલા કલાકો દરમિયાન ગામની સ્ત્રીઓ સાથે મળીને પાણી ભરવા આવે તો કોઇ વધુ પાણી ન લઇ જઇ શકે. વધુમાં, જોહાદ લગભગ 800 મીટરના અંતરે છે, અને પાણીને માથા પર મૂકીને લઇ જવાનું હોવાથી કોઇપણ વ્યક્તિ માટે 2-3 ઘડાથી વધુ પાણી ઉંચકીને લઇ જવું સરલ નથી. આ નિર્ણય ગામની સ્ત્રીઓ દ્વારા જ લેવામાં આવ્યો છે અને 2 વર્ષ બાદ પણ આ નિયમનો અમલ કરવા માં આવે છે. ગામની એક વૃદ્ધાના જણાવ્યા અનુસાર, “આ ગામમાં મીઠું પાણી એ ઇશ્વરના આશીર્વાદ છે. અમે તેનો અમારા મંદિર જેટલો જ આદર કરીએ છીએ.”

જોહાદમાં સમગ્ર વર્ષ દરમિયાન પાણી રહે છે અને ગામમાં તેની જરૂરિયાત અનુસાર પાણી પૂરું પણ પાડે છે. ત્યારબાદ ગામ જોહાદથી નજીક શાળામાં વરસાદના પાણીના સંગ્રહ કરવાની સિસ્ટમનું બાંધકામ કરવાનું શરૂ કર્યું. શાળાની છત પર એકત્ર કરવામાં આવેલું પાણી અને ખૂલ્લા વિસ્તારોનું પાણી નીતારીને જળ સ્ત્રોતને ફરીથી રિચાર્જ કરવા આયોજન કરવામાં આવ્યું છે. આ જોહાદથી ખૂબ જ નજીકમાં છે તો જોહાદના પાણીના સ્તરને પણ જાળવવામાં મદદ કરશે. આ ઉપરાંત ગામના લોકોએ ડાંગર જેવા પાણીનો વપરાશ કરતા પાક નહીં લેવાનું નક્કી કર્યું છે.

આસપાસના ગામડાંઓ માટે આ ગામ એક મોડેલ ગામ તરીકે સાબિત થયું છે. ધીમે પરંતુ સ્થિરતાથી કરવામાં આવેલા બદલાવની નોંધ આસપાસના ગામોએ પણ ધ્યાને લીધું છે.

પર્યાવરણની કાળજી સાથે આર્થિક લાભ

વોટરશેડ કાર્યક્રમોને કારણે જૈવિક વાતાવરણ પુનઃસ્થાપિત થયું છે એટલું જ નહીં, તેને કારણે સમુદાય માટે આર્થિક લાભ પણ થયો છે. ભોપાલ જિલ્લાના બગરોડા ગામમાં જળસંચય અભિયાનનો 2006માં આરંભ થયો હતો જે અંતર્ગત 65.03 લાખ રૂપિયાના ખર્ચે 1275 હેક્ટર વિસ્તારને આવરી લેવાયો હતો. પ્રોજેક્ટના ચાર વર્ષમાં જમીનમાં 6 મોટી ટાંકી, પાંચ તળાવ, 10 ચેક ડેમ, 6000 ઊંડા ખાડા, 57,000 રોપાનું વાવેતર અને 10 હેક્ટરમાં ઘાસચારો ઊગાડવાની કામગીરી પાછળ રૂ. 43 લાખનો ખર્ચ કરાયો છે.

જળસંગ્રહના પગલાં લેવાથી પાણીનું તળ(લેવલ) ઊંચું આવ્યું છે. 2005માં આ તળ 65 મીટર હતું, જે 2010માં 43 મીટર પર આવી ગયું છે. 12 સભ્યો(જેમાં ત્રણ મહિલા સભ્યોનો સમાવેશ છે)ની બનેલી વોટરશેડ કમિટી પંચાયતો સાથે મળીને આ અસ્કયામતોની જાળવણી કરે છે અને કામ તથા ભવિષ્યની યોજનાની સમીક્ષા માટે સમયાંતરે મળતા રહે છે. બાગરોડામાં 13 હેન્ડપંપ છે, જે તમામ આખું વર્ષ પાણી લાવવામાં મદદરૂપ થાય છે. અગાઉના વર્ષોમાં માર્ચ પછી 4-5 હેન્ડપંપ સૂકા પડ્યા રહેતા હતા. પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે. ગામની મહિલાઓ ખુશી સાથે કહે છે કે આ વિસ્તારમાં વોટરશેડ કામગીરીને કારણે ખુલ્લા કૂવામાંથી પાણી સિંચવાનું થકવી દે તેવું કામ ઘટી ગયું છે. વળી, આ કૂવા પણ બે કિલોમીટર દૂર છે જ્યાં માર્ચથી જૂનમાં ગરમીના દિવસોમાં ચાલીને પાણી સિંચવું પડતું હતું, જે હવે નથી કરવું પડતું.

ગામવાસીઓએ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગરેન્ટી યોજના(નરેગા)નો ઉપયોગ પરંપરાગત મોટી ટાંકીઓમાં સુધારો કરવામાં કર્યો જેને કારણે જળસંગ્રહ અભિયાનના પ્રયાસને બળ મળ્યું છે. બાગરોડિયાની નજીક આવેલા સેમરીખુર્દ ગામમાં એક જ મોટી ટાંકી હતી જે મુંગીયાબાઈ નામના એક ગામવાસીએ જળસંગ્રહ માટે તૈયાર કરી હતી. અનેક વર્ષોથી તેની યોગ્ય કાળજી લેવાતી ન હતી જને કારણે કાદવ-કાંપને કારણે આ તળાવનો કોઈ જ ઉપયોગ થતો ન હતો. આ વર્ષની શરૂઆતમાં પંચાયતે આ તળાવને ફરી પાણીથી ભરી દેવાનો નિર્ણય કર્યો કે જેથી તેનું પાણી કમ સે કમ ઢોરઢાંખરને માટે ઉપયોગી થાય અને ભૂમિગત પાણીને સંગ્રહી રાખે. નરેગા અંતર્ગત ગામવાસીઓએ પરિશ્રમ કર્યો અને પંચાયતે તળાવની આસપાસ જમીન સંરક્ષણ માટે છોડા વાવવાની પ્રવૃત્તિ માટે ફંડ પૂરું પાડ્યું.

ખેડૂત તરીકે કામ કરતા અને વોટરશેડ કમિટીના સેક્રેટરી બ્રિજેશ પટેલ હવે તેના ખેતરમાં ડાંગરની ખેતી કરી રહ્યા છે. તે દાવો કરે છે કે “પાણી મળતું ન હોવાથી ખરીફ પાકમાં હું મારા ખેતરમાં સોયાબીન ઊગાડતો હતો અને રવિ પાક તરીકે માત્તર કઠોળ ઊગાડતો હતો. પરંતુ વિશાળ ટાંકીનું નિર્માણ થઈ ગયા પછીથી ડેમનું પાણી અટકાવાતા મારા બોરવેલમાં આખું વર્ષ સતત પાણી મળવા લાગ્યું છે. હવે હું રવિ સિઝનમાં ઘઉં ઊગાડુંછું અને આ વર્ષે રવિ સિઝનમાં મેં મારા ખેતરમાં અડધો એકર જમીનમાં ડાંગર પણ વાવી દીધો છે.” બ્રિજેશને તેની અડધો એકર જમીનમાંથી 15 ક્વીન્ટલ ઉષા બાસમતીનું ઉત્પાદન થયું છે જેના મારફતે તેને ક્વીન્ટલદીઠ રૂ. 2000ના ભાવદીઠ રૂ. 30,000ની આવક થઈ ગઈ છે. હવે તે વધુ આવક મેળવવા માટે વધુ જમીનમાં ડાંગરનું વાવેતર કરવા વિચારી રહ્યો છે.

છત ઉપર પાણીની ઊપજનો ઈશ્વરીયા ગામનો કેસ

ઇશ્વરિયા ગામ અમરેલીથી 8 કીલોમીટરના અંતરે આવેલું છે. આ વિસ્તાર ઢોળાવ વાળો અને અવ્યવસ્થિત છે. ગામની વસ્તી 1957 છે. ગામનો સાક્ષરતા દર 80.7 ટકા છે. ભૂગર્ભ જળ સ્તર લગભગ 80 ફીટથી 90 ફીટ છે. ભૂગર્ભજળની ગુણવત્તા પણ નીચી કક્ષાની હતી. ગામમાં પીવાના પાણીનો કોઈ આધારભૂત સ્ત્રોત ન હતો. વોટરશેડ યોજના પહેલા સરકાર દ્વારા પાણીના ટેન્કરો પૂરા પડાતા હતા.વોટરશેડ યોજના અમલમાં આવી તે પહેલા ટેન્કરોમાંથી પાણી મેળવવા બાબતે સમુદાયમાં ઘણા ઝઘડા થતા હતા અને પીવાના પાણીની સમસ્યા ઘણી ગંભીર હતી. આ વાત ખ્યાલમાં રાખીને વોટરશેડના વિકાસમાં પીવાના પાણીને અગ્રીમતા અપાઈ હતી. વોટરશેડ વિકાસ સમિતિ, PIA અને ગ્રામસભાએ પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે છત ઉપર પાણીની ઉપજ કરવાના માળખાને અપનાવવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં આ યોજના અંતર્ગત 7.91 લાખના ખર્ચે 125 છત પર પાણીની ઉપજના માળખા ઊભા કરાયા. માળખા વ્યક્તિગત ઘરના સ્તરે ઊભા કરાયા હતા જેમાં જે તે ઘરના રહેવાસીઓએ ફાળો આપ્યો હતો. ત્યાર બાદ ગામના લગભગ બધાં જ ઘરોએ વરસાદના પાણીની ઉપજની આ પધ્ધતિ અપનાવી લીધી હતી.

 

 

 

જો પાણીને સૂર્યનો તડકો ન લાગે તો તે ઘણાં વર્ષો સુધી પીવાલાયક રહી શકે છે. આથી સૂર્યનો તડકો ન પહોંચી શકે તે રીતે ઘરોમાં ભૂગર્ભમાં એક ટાંકો બનાવવામાં આવે છે. આ ટાંકાની લઘુત્તમ ક્ષમતા 1000 લીટર છે અને મહત્તમ આ ટાંકો 7 ફીટ પહોળો, 7 ફિટ લાંબો અને 8 ફીટ ઊંડો બનાવી શકાય. ગામના લોકોએ પોતાની જરૂરીયાત પ્રમાણે આ ટાંકો બનાવડાવ્યો હતો. ધીરે ધીરે વરસાદના પાણીની ઉપજ ગામમાં એક પ્રથા બની ગઈ અને નવા બનતા ઘરોમાં પહેલીથીજ વરસાદના પાણીની ઉપજ લઇ શકાય તેવા જ માળખા બનાવાય છે.

વરસાદના પાણીની ઉપજ લેવાના ફાયદા

  • આખા વર્ષને માટે વરસાદનું પાણી એકઠું કરાતું હોવાને કારણે આ સમાજ હવે પીવાના પાણીની બાબતમાં સ્વ-નિર્ભર બન્યો છે.

  • પીવાલાયક પાણી મળતું હોવાને કારણે પાણીજન્ય રોગોનો ભય ઓછો થયો છે.

  • તેઓ ટાંકામાંથી પાણી ખેંચવા માટે એક નાના હેન્ડપમ્પનો ઉપયોગ કરે છે. આમ વીજળીની પણ બચત થાય છે.

  • ગામમાં શાંતિ, એકતા અને સમૃદ્ધિનું વાતાવરણ ઊભું થયું છે. ઉપરાંત લોકોની જીવનશૈલીમાં પણ સુધારો નોંધાયો છે.

  • તેઓ પાઇપલાઇન વડે આ પાણીનો ઉપયોગ સિંચાઈમાં પણ કરે છે.

સ્ત્રોત: Center for Science and Environment

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate