હોમ પેજ / ઊર્જા / શ્રેષ્ઠ પ્રણાલીઓ / પ્રથમ સોલાર પાવર સંચાલિત એરપોર્ટ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રથમ સોલાર પાવર સંચાલિત એરપોર્ટ

સોલાર ઊર્જાની વાતો કરવાને બદલે કેરળની નક્કર સિદ્ધિ

કેરળના કોચી શહેરના એરપોર્ટે જગતના પ્રથમ સોલાર પાવર સંચાલિત એરપોર્ટ બનવાનો વિક્રમ નોંધાવ્યો છે. ૧૮મી તારીખે સંપૂર્ણપણે સોલાર સંચાલિત એરપોર્ટ મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ ખુલ્લું મૂક્યુ હતું. એરપોર્ટ માટે ૧૨ મેગાવોટનો સોલાર પ્લાન્ટ સરકારે મંગળવારથી કાર્યરત કરી દીધો છે. આખુ એરપોર્ટ સંચાલિત કરવા માટે રોજની ૫૦ હજાર યુનિટ વિજળીની જરૃર પડે છે. એ બધી જરૃરિયાત હવે એરપોર્ટની બાજુમાં જ ગોઠવાયેલો સોલાર પ્લાન્ટ પુરી પાડશે. ૨૫ વર્ષમાં હવામાં ૩ લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ ભળતો  અટકશેઃ એરપોર્ટની બાજુમાં ૪૬,૧૫૦ સોલાર પેનલનો પ્લાન્ટ છે.

પરંપરાગત ઊર્જા સ્રોત ખતમ થઈ રહ્યાં છે. માટે હવે સોલાર, થર્મલ, વિન્ડ, ટાઈડ એનર્જીનો સહારો લીધા વગર છૂટકો નથી. કેરળ રાજ્યએ સોલાર ઊર્જાની મોટી વાતો કરવા કે પ્રોજેક્ટો જાહેર કરવાને બદલે માત્ર ૬ મહિનામાં આખા એરપોર્ટને સુર્યશક્તિથી ધમધમતુ કરી બતાવ્યુ છે. આખા જગતમાં ૪૪ હજાર એરપોર્ટ છે અને ભારતમાં ૩૫૨ છે. એ બધામાં કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ અનોખુ સાબિત થયું છે.


આ એરપોર્ટને કારણે આગામી ૨૫ વર્ષમાં હવામાં ૩ લાખ ટન જેટલો કાર્બન ડાયોક્સાઈડ ભળતો અટકશે. એરપોર્ટની પાસેની જમીનમાં સરકારે ૪૫ એકર જમીનમાં ૪૬,૧૫૦ સોલાર પેનલો લગાવીને પ્લાન્ટ તૈયાર કર્યો છે. જોકે કોચી એરપોર્ટે આ ચમત્કાર રાતોરાત નથી કર્યો. માર્ચ ૨૦૧૩થી જ અહીં સોલાર પાવરનો વપરાશ શરૃ થયો હતો. પરંતુ એ વખતે માત્ર છત પર કેટલીક સોલાર પેનલ લગાવીને ૧૦૦ કિલોવોટ ઊર્જા ઉત્પન્ન કરવામાં આવતી હતી. હવે આખા એરપોર્ટ જેટલી ઊર્જા સોલાર સેલથી મળે છે. આગામી દિવસોમાં કેરળ વધુ કેટલાક સોલાર સંચાલિત પ્રોજેક્ટ લોન્ચ કરશે.
કેરળનું પાટનગર તો દક્ષિણે આવેલું શહેર ત્રિવેન્દ્રમ છે. પરંતુ કેરળનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત એરપોર્ટ કોચીનું ઔએરપોર્ટ છે.

3.09433962264
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top