অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળશક્તિ અને ઉર્જાશક્તિનો અનોખો સમન્વય

જળશક્તિ અને ઉર્જાશક્તિનો અનોખો સમન્વય

આપણે દેશનો સર્વ પ્રથમ કેનાલ-ટોપ સોલાર પાવર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરીશું. આજ સુધી આ સ્વપ્નને સિધ્ધ કરવું અશક્ય માનવામાંઆવતું હતું. પણ આજે એ વાસ્તવિકતા બની ચૂક્યું છે. ગુજરાતે અશક્ય લાગતી વાત સિધ્ધ કરી બતાવી છે. એક મેગાવોટનાં આ સૌરઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ સરદાર સરોવર પ્રોજેક્ટની સાણંદ બ્રાંચ કેનાલ ઉપર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એક મેગાવોટ વીજઉત્પાદન થશે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તે વાર્ષિક પ્રતિ કિલોમીટર 1 કરોડ લિટર પાણી ને બાષ્પીભવન થતું અટકાવીને બચાવી શકે છે. વીજસુરક્ષા અને જળસુરક્ષા બંને પ્રદાન કરવાનું સામર્થ્યઆ પ્રોજેક્ટમાં છે. પરિણામેઆવનારી પેઢીઓ માટે એક સ્વચ્છ વિશ્વનું નિર્માણ કરવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ બની રહેશે.

હજી થોડા દિવસ પહેલા જ આપણે ગુજરાત માટે એક ગૌરવરૂપ સિધ્ધી સમાન સિમા ચિન્હરૂપ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. ૧૯ મી એપ્રિલ ૨૦૧૨ નાં રોજ એક બાજુ જ્યારે વૈજ્ઞાનિકોએ અગ્નિ-૫ લોન્ચ કરીને દેશને ગૌરવ અપાવ્યું, ત્યારે આ જ દિવસે ગુજરાતે ૬૦૦ મેગા વોટ ની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતારાષ્ટ્રને અર્પણ કરીને પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કર્યો. જ્યારે એશિયાનાં આ સૌથી મોટા સોલાર પાર્કનાં ઉદઘાટન માટે હું ચારણકા જઈ રહ્યો હતો ત્યારે મને એક વર્ષ પહેલાનાં એ દિવસનું સ્મરણ થઈ આવ્યું જ્યારે આ પાર્કનાં શિલાન્યાસ માટે અહીં આવ્યા હતા. અને પછી તો કેટલાકપરિબળો દ્વારાઆ પ્રોજેક્ટનાં વિકાસને અટકાવવા માટે યોજનાબધ્ધ પ્રયત્નો કરવામાં આવ્યા. આ માટે સાવ જક્ષુલ્લક કહી શકાય એવા કારણો રજુ કરવામાં આવ્યા.આજે એક વર્ષ બાદ આ જ જગ્યાપર ઉભો રહીને હું જોઈ શકું છું કે ગુજરાતનાં લોકોએ આસ્થાપિત હિતોને જડબા તોડ જવાબ આપી દીધો છે. આજે પરિસ્થિતી એ છે કે દેશની કુલ સૌર ઊર્જાનાં ઉત્પાદનમાં ગુજરાત ૬૬ % ફાળો આપી રહ્યું છે. ગુજરાત અને તેના લોકો માટે આ ખરેખર ગૌરવની ક્ષણ છે.

મિત્રો, મોટાભાગનાં પશ્ચિમી દેશોથી વિપરિત સૂર્યદેવની આપણારાજ્યઉપર ભરપુરકૃપાવરસી રહી છે. સૂર્યદેવનાં આ કિરણોમાં જ વિકાસનીવિપુલતકો રહેલી છે જે આપણને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જશે. આ અગાઉ, ૨૦૦૯ માં ગુજરાતે એકસાહસિકકદમભરીને પોતાની સૌરઊર્જાનીતિજાહેરકરી. ૫૦૦ મેગાવોટનીસ્થાપિતક્ષમતામાટેની આ સૌરઊર્જા નીતિનીસામે૮૫ જેટલા ડેવલપરસાથે૯૬૮.૫ મેગાવોટની ખરીદવ્યવસ્થા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સાથે-સાથેજમીનનોપ્રશ્નપણ ઉભો થયો. ચારણકા ખાતેનો ગુજરાત સોલારપાર્કસૌરઊર્જા ક્ષેત્રનાંવિકાસમાટે એકપૂર્ણકક્ષાનુંવાતાવરણપૂરુંપાડે છે. ૫૦૦૦એકરમાં પથરાયેલો આ સોલાર પાર્ક એશિયાનો સૌથીવિશાળસોલાર પાર્ક છે અને આંતરરાષ્ટ્રિય કક્ષાનાંઅત્યાધુનિક આંતરમાળખાથી સુસજ્જ છે.ઉચ્ચ સોલાર રેડિયેશન ધરાવતી આ જગ્યામાં પડતર જમીનનો ઉપયોગ પણ સમજદારીપૂર્વક કરવામાં આવ્યો છે. ૨૦૧૧ નો ભારે વરસાદ પણ સરકાર કે ડેવલપર્સ નો ઉત્સાહ ઠંડો પાડી શક્યો નહિ. પ્રોજેક્ટ ૨૮ જાન્યુઆરીની નિર્ધારિત તારીખમાં પૂર્ણ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતનાં લોકોનાં જીવનની કેવી કાયા પલટ થઈ છે એ તો જે જોવે એ જ જાણે.

આ પ્રકારની પહેલને રાજવિત્તીય દૂરદર્શિતાની ખાતરીમાં ફેરવી શકાય છે. 25 વર્ષના ગાળામાં, આ 600 મે.વો. ની યોજના વીજળીના સરેરાશ 24,000 મિલિયન યુનિટનું ઉત્પાદન કરશે. આટલી જ માત્રા, જો કોલસા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે તોન ફક્ત 12,000 મિલિયન કિલોગ્રામ જેટલી પ્રચંડ માત્રામાં કોલસાની જરૂર પડે, પરંતુ આપણા ભંડોળમાંથી રૂ. 90,000 મિલિયન જેટલી કિંમતની વિદેશી નિધિનો વ્યય થાય. આ રીતે, આ પ્રકારની યોજના દ્વારા મેળવાયેલ સૌર ઊર્જાસાચા અર્થમાં એક ‘વિન-વિન’ (બધી રીતે લાભદાયી) સ્થિતિ છે.

ઘણાં લોકો અમને પ્રશ્ન કરતાં હોય છે કે ગુજરાત પાસે જરૂર કરતાંવધુ વીજળીનો પુરવઠો હોવા છતાં પુનઃપ્રાપ્ય ઊર્જા પાછળ રૂ. ૨૦૦૦ કરોડનો જંગીખર્ચ કેમ કરવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ ખુબ જ સરળ છે.આજે ગુજરાતમાં આપણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ સામેની લડાઇને વિસ્તારવા પ્રતિબદ્ધ છીએ. પૂર, દુકાળથી માંડીને ભુકંપ સુધી ની સંખ્યા બંધ કુદરતી આપત્તિ ઓનો ભોગ બન્યાં બાદ અમે ક્લાયમેટ ચેન્જની ગંભીર અસરોથી વાકેફ છીએ.

અમે રાજ્યનાં બાળકોના ઉજ્જવળ અને તંદુરસ્ત ભાવિને સુરક્ષિત કરવા માટે અમારા વર્તમાનનું રોકાણ કરીએ છીએ. અમે અમારી પાછળ એવી ઐતહાસિક સિધ્ધીઓની છાપ છોડી રહ્યાં છીએ, જેને કોઈ ઇતિહાસકાર ભુસી નહી શકે. તમને જાણીને આનંદ થશે કે ગુજરાત સરકાર વિશ્વની ચાર એવી સરકારો પૈકીની એક છે જેણે ક્લાયમેટ ચેન્જ અંગે એક અલાયદો વિભાગ શરૂ કર્યો છે. મારા માટે ક્લાઇમેટ ચેન્જને બદલે ‘ક્લાઇમેટ જસ્ટીસ’નો મુદ્દો મોટો છે. વિશ્વના ગરીબ લોકોને સાંકળી લેતો આ ચિંતાનો મુદ્દો છે, જેઓ ક્લાઇમેટ ચેન્જની અસરથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. ભાવિ પેઢીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને વૃદ્ધિ સાધવા માટે ગુજરાત પ્રતિબધ્ધ છે.

આપણે આપણા ઘર ભાડે આપતાં હોઈએ છીએ, પરંતુ શું આપણે વિચારી શકીએ કે એક દિવસ એવો આવશે જ્યારે આપણે ઘરની છત પણ ભાડે આપીશું? પીપીપી મોડલ ધ્વારા ગુજરાત સરકારે ગાંધીનગર ફોટોવોલ્ટીક રુફ-ટોપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. હવે શહેરના રહેવાસીઓને પોતાના ઘરની છત પર જ સૌર ઊર્જાનું ઉત્પાદન કરવાની તક મળશે અને તેમાંથી વધારાની આવક પણ ઉભી કરી શકશે. ગાંધીનગરને મોડલ સોલર સીટી તરીકે વિકસાવવાનું અમારું સપનું છે. અમે ગુજરાતના અન્ય શહેરોમાં પણ રુફ-ટોપ નીતિને વિસ્તારવાનો આશય રાખીએ છીએ.

જ્યારે કોઇપણ સ્થળે મોટાપાયે વિકાસ થઇ રહ્યો હોય ત્યારે સંશોધન અને કૌશલ્ય નિર્માણને કેવી રીતે બાકી રાખી શકાય? ગુજરાતને સોલાર હબ બનાવવા સાથે ભાવિ પેઢીને ઊર્જાના મહત્વનાં ઉકેલ પુરાં પાડવા માટે અમારા યુવાનો નવા સંશોધનો સાથે આગળ આવે એવું અમે ઇચ્છીએ છીએ. વર્ષ, ૨૦૦૮માં પી.ડી.પી.યુએ સ્કૂલ ઓફ સોલાર એનર્જીની શરૂઆત કરી હતી, જે સૌપ્રથમ આ પ્રકારની સૌપ્રથમ સંસ્થા હતી. અમે જી.ઇ.આર.એમ.આઇ સંશોધન અને સોલાર ઊર્જાક્ષેત્રે અન્ય સંશોધનોને સક્રિય ટેકો આપી રહ્યાં છીએ.

આજે આપણને OPEC જેવા ઓઇલ ઉત્પાદન કરતાં દેશોનાં સંગઠનો જોવા મળે છે. ભવિષ્યમાં સૌર ઊર્જાક્ષેત્રે તમામ દેશોની આગેવાની લેતા ભારતને કાંઈ રોકી શકે એમ નથી. ભારત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની આગેવાની સાથે સૌર ઉર્જાક્ષેત્રે મહત્વપુર્ણ ભુમિકા ભજવી શકે છે. આ પ્રકારના પગલાથી લાંબાગાળે વૈશ્વિક સ્તરે ઊર્જાની જરૂરિયાતોની પૂર્તિ કરી શકાશે.

આના નિષ્કર્ષ રૂપે મને ચીફ સીએટલ્સના પ્રખ્યાત શબ્દો યાદ આવે છે. “આપણે આપણા પુર્વજો પાસેથી ધરતીને વારસામાં નથી મેળવી, આપણે આપણા બાળકો પાસેથી તેને ઉછીની લીધી છે.” મહાત્મા ગાંધીએ પણ સમાન વાત કરી હતી. આ પ્રકારનાં પ્રોજેકટ્સથી રૂપિયા ૯૦૦૦ કરોડનું રોકાણ આવશે અને ૩૦,૦૦૦ લોકોને રોજગારી મળશે. પણ આ પ્રોજેકટ્સનું મહત્વ એથીય ઘણું વિશેષ છે. આપણી પાસે સંખ્યાબંધ ફેક્ટરીઓ છે, પરંતુ જો કોલસો અથવા ગેસ જ નહીં હોય તો તેનો ઉપયોગ શું? જ્યારે આ પરંપરાગત ઊર્જાની અછત સર્જાશે ત્યારે આપણે સુર્ય શક્તિ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના અન્ય સ્રોત તરફ વળીશું. એ સમયે પર્યાવરણને વિપરિત અસર ન થાય અને આપણા બાળકો સ્વસ્થ જીવન વિતાવે તે સુનિશ્ચિત કરવાનાં ગુજરાતનાં પ્રયાસોને સમગ્ર વિશ્વ યાદ કરશે.

સ્ત્રોત: જળશક્તિ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate