હોમ પેજ / ઊર્જા / શ્રેષ્ઠ પ્રણાલીઓ / ઈરેડાથી કરાવો રેટિંગ, સોલર પ્લાન્ટ માટે મળશે ...
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઈરેડાથી કરાવો રેટિંગ, સોલર પ્લાન્ટ માટે મળશે ...

ઈરેડાથી કરાવો રેટિંગ, સોલર પ્લાન્ટ ની માહિતી

ઈરેડાથી કરાવો રેટિંગ, સોલર પ્લાન્ટ માટે મળશે સસ્તી લોન

સોલર પાવર પ્લાન્ટ લગાવવા માટે ઈરેડા (ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેલવપમેન્ટ એજનસી) પાસેથી સસ્તી લોન જોઈએ તો પ્રોજેક્ટ રેટિંગ કરાવવું પજડશે. આ રેટિંગ ઈરેડાની સત્તાવાર એજન્સીઓ કરશે.ઈરેડા દ્વારા સોલર પ્લાન્ટ માટે 9.90 ટકાથી લઈને 10.75 ટકાના દરે વ્યાજલોન આપવામાં આવશે. જેનું રેટિંગ જેટલું સારું હશે તેને એટલી જ સસ્તી લોન આપવામાં આવશે.

રિસ્ક ઓછું હશે તો મળશે સસ્તી લોન

ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમાં સરકારે જાહેરાત કરી હતી કે વર્ષ 2022 સુધી એક લાખ મેગાવોટ સોલર પાવર ઉત્પાદનનું લક્ષ્ય મેળવવા માટે પ્રાઈવેટ સેક્ટરને પ્લાન્ટ લગાવવા પ્રેરિત કરવામાં આવશે અને તેમને સસ્તી લોન આપવામાં આવશે. સરકારના આદેશ બાદ ઈરેડાએ લોન સ્કીમની ફાયનાન્સિયલ એન્ડ ઓપરેશનલ ગાઈડલાન્સ જાહેર કરી દીધી છે.

9 વર્ષ માટે મળશે લોન

ગાઈડલાઈન્સ મુજબ ઈરેડા દ્વારા નવ વર્ષ માટે લોન આપવામાં આવશે. તેમાં એક વર્ષ સુધી કોઈ ઈએમઆઈ નહીં આપવામાં આવે. વેપારીને લોનનો પ્રથમ મુદત પૂરી થયાં બાદ એક વર્ષની અંદર પ્રોજેક્ટ નિર્માણ કાર્ય પૂરું કરવું પડશે. તે બાદ જ ઈએમઆઈ આપવામાં આવશે.

લોનની કોઈ લિમિટ નહીં

ઈરેડા દ્વારા સોલર પ્રોડજેક્ટ માટે આપવામાં આવતી લોનમાં કોઈ લિમિટ નહીં હોય. જોકે લોન સાથે અરજી અને રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે એક કરોડ રૂપિયા સુધીની લોન માટે 10 હજાર રૂપિયા, 20 કરોડ રૂપિયા સુધીની લોન માટે 30 હજાર રૂપિયા, 20થી 40 કરોડ રૂપિયાની લોન માટે 50 હજાર રૂપિયા અને 40 કરોડથી વધુ રકમની લોન માટે 60 રૂપિયા રજિસ્ટ્રેશન ફી જમા કરાવવી પડશે.

ગ્રુપમાં લઈ શકાશે લોન

ઈરેડાએ જે રીતે લોન આપવાની કોશિશ કરી છે તેમાં કારોબારી ઈરેડાને ડાયરેક્ટ કેટેગરી ઉપરાંત એગ્રીગેટર કેટેગરીમાં પણ લોન આપી શકે છે. જોકે આ લોન એવા જ લોકોને આપવામાં આવશે જેઓ ઓછામાં ઓછું 1000 કિલોવોટના રૂફોટપ સોલર પ્લાન્ટ લગાવવા માટે અરજી કરશે. એગ્રીગેટર કેટેગરીમાં સબ પ્રોજેકટની ઉત્પાદન ક્ષમતા 20 કિલોવોટથી ઓછી ન હોવી જોઈએ.

પ્રોજેક્ટની 70 ટકા લોન મળશે

ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ઈરેડા દ્વારા કુલ પ્રોજેક્ટ ખર્ચના 70 ટકા લોન આપવામાં આવસે અને પ્રમોટરનો હિસ્સો 30 ટકા રહેશે. જોકે સારું રેટિંગ હશે તો ઈરેડા પ્રમોટરને કુલ લોનની 75 ટકા લોન આપવા અંગે વિચાર કરી શકે છે.

ધાબા પર લગાવી શકાશે પ્રોજેક્ટ

વેપારીઓ અનેક ધાબા જોડીને પ્રોજેક્ટ બનાવી સોલર પ્લાન્ટ સ્થાપવા માટે પણ પ્રોજેક્ટ લોન આપવામાં આવી શકે છે. ઈરેડાની ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે, ધાબાઓને જોડીને પ્રોજેક્ટની ડીપીઆર તૈયાર કરી શકાય છે, પરંતુ તેમાં તમામ ધાબા માલિકોની મંજૂરી હોવી જરૂરી છે અને પ્રોજેક્ટમાં સંકળાયેલા તમામ ધાબા એક જ ડિસ્કોમ અંતર્ગત હોવા જોઈએ.

સ્ત્રોત: દિવ્યભાસ્કર

3.0
Ambabhai k. Dabhi Sep 01, 2019 10:38 PM

પ્લાન બનાવવા માટે માહિતી
આપો

પ્રશાંત તંબોલી Jul 02, 2019 01:22 PM

બાયો ફ્લોક માછલી પાલન હેતુ સર

અમારા ખેતરે કોઈપણ ઈલેંટ્રી સીટી ની વ્યવસ્થા નથી તેથી સૌલાર સીસ્ટમ જેમકે ૬૦૦ વોટ ની પેનલ ૧૨૦Ah ની ૨ બેટરી અને સોલાર ચાજઁર આબધીજ સીસ્ટમ ની કીંમત ૫૦૦૦૦ ની થાય છે આ સીસ્ટમ ની ખરીદી માટે લોન ની જરુરીયાત છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top