આ સ્કાય યોજના નો લાભ લેવા ખેડૂતો જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળી નું વેચાણ કરી 8 તો 18 મહિના મા જ પરત મળી જશે તથા આ ઉર્જા પ્રદુષણ મુકત રીતે ઉત્પન કરી શકાય છે.
ખેડૂતો ને પોતાના ખેતર મા વીજળી ઉત્પન કરવા માટે સોલર પેનલ આપવામાં આવશે. આ યોજના અંતરગત ખેડૂતોએ સૌર પેનલ માટે થતા કુલ ખર્ચ ની ઓછામાં ઓછા 5% રકમ ભરવાની રહેશે અથવા 5% થી વધારે રકમ ભરી શકશે. ખેડૂત જેટલી વધારે રકમ ભરશે તેટલો વધારે ફાયદો થશે.
આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર 60 % રકમ સબસિડી પેટે ચુકવશે તથા બાકીની 35 % રકમ નિયા સસ્તા વ્યાજ ની લોન કરી આપવામાં આવશે, તે લોન નો સમયગાળો 7 વર્ષ નો રહેશે.
જો કોઈ ખેડૂત વધારે કિલોવોટ નો પેનલ લગાવવા ઈચ્છતા હોય તો નિયમોને આધીન રહી મંજુરી અપવવામાં આવશે. આ વધારા ની પેનલ દ્વારા ઉત્પન થતી વીજળી 3.50 રૂપિયા પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવશે. તેના પર રાજ્ય સરકાર ની સબસિડી મળવવા પાત્ર રહેશે નહિ.
સ્કાય ફીડર દીઠ યોજનામા જોડતા ખેડૂત મિત્રો ની સમિતિ બનાવવાની રહેશે. સ્કાય ફીડર પર દિવસે 12 કલાક વીજળી મેળવી શકશે તેમજ જે ખેડૂતો આ યોજનામા જોડાયા નહિ હોય તે લોકોને 8 કલાક વીજળી મળવા પાત્ર છે.
વીજળી નું ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જેટલા યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલા 7 વર્ષ મા 7 રૂપિયા પ્રતિ યુનિટ લેખે ખેડૂતો ને ચુકવવામાં આવશે. જે પૈકી 3.50 રૂ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચુકવશે અને બાકીના 3.50 રૂ પ્રતિ યુનિટ (1000 યુનિટ પ્રતિ કિલોવોટ પ્રતિ વર્ષની મર્યાદામા) ખેડૂતને સબસિડી રૂપે ચૂકવાશે. તેમજ આવી કુલ રકમમાંથી ખેડૂતની લોન ના હપ્તા ભરાઈ જાય ત્યાર બાદ જે રકમ વધશે તે સીધી ખેડૂતો ના બેંક એકાઉન્ટ મા જમા કરવામાં આવશે.
7 વર્ષ ની લોન પૂરી થયા બાદ બાકીના 18 વર્ષ સુધી ગ્રીડ મા આપેલ વીજળીના 3.50 રૂ લેખે વીજ વિતરણ કંપની દ્વારા ખેડૂતોને ચૂકવામાં આવશે.
સ્ત્રોત: જરૂરી જ્ઞાન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020