অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉજાલા કાર્યક્રમ

અજવાળું મેળવવા માટે હાલ ઉપયોગમાં લેવાના વીજળીના ગોળા ઉર્જા વપરાશની દ્રષ્ટિએ અતિશય ઓછા કાર્યક્ષમ છે. વપરાતી વીજળીમાંથી માટે ૫% ઉર્જાનું જ પ્રકાશમાં રૂપાંતર થાય છે. આટલો જ પ્રકાશ મેળવવા જો એલ.ઈ. ડી. બલ્બ વાપરીએ તો એ વધારે કાર્યક્ષમ હોઈ સંન્ય બલ્બ કરતાં માત્ર દસમાં ભાગની વીજળી વાપરે છે. સામાન્ય બલ્બ કરતાં એલ.ઈ.ડી. બલ્બની કિંમત ઘણી વધારે હોઈ લોકો એના તરફ બહુ આકર્ષાયા નથી. ભારત સરકારે વધુ કિંમતવાળા એલ.ઈ.ડી બલ્બને લોકપ્રિય બનાવવા માટે ‘ઉન્નત જ્યોતિ બાય એફોર્ટેબલ એલ.ઈ.ડી.ઝ ફોર ઓલ’ નામની યોજન- આ શબ્દોના પહેલાં અક્ષરોથી બનતો ઉજાલા યોજના અમલમાં મૂકી છે. ઉજાલા યોજના અંતર્ગત ૨૦ વૉટની એલ.ઈ.ડી ટ્યુબલાઈટ તેમજ ૫ સ્ટાર માનક ધરાવતા ઉર્જા વપરાશ ઘટાડનાર પાંખોનું વિચાર શરુ કર્યું છે. ૨૦ વૉટની એલ.ઈ.ડી ટ્યુબલાઈટ સામાન્ય ટ્યુબલાઈટ કરતાં અડધીજ વીજળી વાપરે છે અને ઉર્જા બચાવતી આ નવી ટ્યુબલાઈટની બજાર કિંમત ૪૦૦થી ૬૦૦ રૂપિયા છે, જે ગ્રાહકોને ૨૨૦ રૂપિયામાં આપવામાં આવે છે. ઉજાલા યોજના હેઠળ પંખા સંન્ય પંખા કરતાં ૩૦% વધુ કાર્યક્ષમ છે અને એ માટે ૧૨૦૦ રૂપિયાની કિંમતે ગ્રાહકોને પૂરા પડાય છે.

હેતુઓ:

લોકો ઓછી વીજળી વાપરતા સાધનોનો ઉપયોગ કરતાં થાય, એ રીતે એમનું વીજળીનું બીલ ઓછું થાય, સાથેસાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય, એ ઉજાલા યોજનાનો મુખ્ય હેતુ છે.

લક્ષ્યાંકો:

 • યોજનાના ત્રણ વર્ષના અમલથી ૭૭ કરોડ એલ.ઈ.ડી બલ્બ ઉપયોગમાં લેવાશે.
 • ઉજાલા યોજનાથી વાર્ષિક ૧૦૫ બિલિયન યુનિટ વીજળી બચશે.
 • વીજળીની માંગમાં ૨૦ હજાર મૅગાવૉટનો ઘટાડો થશે.
 • ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે વાર્ષિક ૭ કરોડ ૯૦ લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ ઘટાડશે.

અમલીકરણ માટેની સંસ્થાઓ:

વિદ્યુત શક્તિનું વિતરણ કરતી કંપનીઓ તેમજ ભારત સરકારની એનર્જી એફિસિયન્ટ સર્વિસીઝ ઈ.ઈ.એસ.એલ દ્વારા ઉજાલા યોજનનો અમલ થશે.

એલ.ઈ.ડી બલ્બ મેળવવા માટેની પાત્રતા :

વિદ્યુત પુરવઠાનું વિતરણ કરનારી કોઈપણ કંપનીનું મીટરવાળું કનેક્શન મેળવેલું હોય તેવા કોઈપણ ગ્રાહકને બજાર કિંમત કરતાં ૪૦%ના રાહત ડરે એલ.ઈ.ડી.બલ્બ આપવામાં આવશે. બલ્બની કિંમતના નાણાં માસિક હપ્તેથી ચૂકવવાની પણ સગવડ ઉજાલા યોજનામાં આપવામાં આવી છે.

ઉજાલા યોજના અમલમાં હોય, તેવા રાજ્યો:

ઉજાલા યોજના આખાયે ભારત દેશમાં લાગુ કરવામાં આવી છે. એલ.ઈ.ડી બલ્બનું રાહત દરે વેચાણ કરતાં શહેરો અને આખીયે વેચાણ વ્યવસ્થા વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે.

એલ.ઈ.ડી બલ્બનું વેચાણ:

પસંદ કરેલા શહેરોમાં જુદા-જુદા સ્થળે એલ.ઈ.ડી બલ્બના વેચાણ કેન્દ્રો શરુ કરવામાં આવશે. બીજી બાજુ કોઈ દુકાનોમાં કે સ્ટોરમાં આ બલ્બ વેચાશે નહીં. વેચાણના જુદા-જુદા તબક્કાઓ રખાશે. ગ્રાહકોને નવા પ્રકારના બલ્બ ક્યાંથી મેળવવા એનું માર્ગદર્શન આપતું સાહિત્ય તૈયાર કરવામાં આવશે અને એનો એનો પ્રચાર કરાશે.

ઉજાલા યોજના હેઠળ રાહત દરે વેચાતા બલ્બ ખરીદતી વેળાએ આ પુરાવા રજૂ કરવા પડશે-

 • છેલ્લે ભરેલું વીજળી બીલ અને એની ફોટોકોપી.
 • પોતાનું ફોટો ઓળખપત્ર
 • રહેઠાણનો પૂરાવો આપતું પ્રમાણપત્ર-જે વીજબિલમાં દર્શાવેલું સરનામું જ હોવું જોઈએ.
 • બલ્બની કિંમત જેટલા નાણાં ખરીદતી વખતે ન આપી શકાય તેમ હોય તો અપાયેલ નાણાં અને બાકી ચૂકવવાના નાણાં- જે વીજબિલમાં હપ્તાવાર ઉમેરાઈને આવશે, એની વિગત.

એલ.ઈ.ડી બલ્બ જો રોકડેથી ખરીદવાનો હોય તો રહેઠાણનો પૂરાવો આપવો જરૂરી નથી.

ખામીવાળા કે ઊડી ગયેલા એલ.ઈ.ડી બલ્બ અંગે:

દરરોજ ચાર-પાંચ કલાક ચાલુ રાખતો હોય, તેવા એલ.ઈ.ડી બલ્બનું આયુષ્ય ૧૫ વર્ષ કરતાં પણ વધારે હોય છે અને બલ્બ ઊડી જવાની શક્યતા નથી. આમ છતાં પણ ખરીદીના ત્રણ વર્ષથી ઓછા સમયમાં બલ્બ ઊડી જાય, તો ઈ.ઈ.એસ.એલ. દ્વારા ઉડેલો બલ્બ વિનામૂલ્યે બદલાવી શકાશે, એની વિગતો બલ્બનું વિતરણ પૂરું થયે જાહેર કરવામાં આવશે.

બલ્બનું વેચાણ ચાલુ હોય, એ દરમિયાનમાં ખામીવાળા એલ.ઈ.ડી બલ્બ શહેરમાં આવેલા કોઈપણ વેચાણકેન્દ્ર પર બદલી શકાશે. કોઈપણ બીત્ર્ણ કેન્દ્ર પરથી ખરીદેલો ઉજાલા બલ્બ બીજા કોઈપણ કેન્દ્ર પરથી બદલાવી આપવામાં આવશે.

ફરીયાદોની નોંધણી:

યોજનાની વેબસાઈટ પર ગ્રાહકો પોતાની ફરિયાદો કે અભિપ્રાયો મોકલી શકશે.

કુટુંબદીઠ અપાતા બલ્બની સંખ્યા:

ગ્રાહક ઓછામાં ઓછા ૨ અને વધુમાં વધુ ૧૦ ઉજાલા બલ્બ ખરીદી શકશે. અભ્યાદમાં એવું જાણવા મળે છે કે એક કુટુંબને પાંચથી છ બલ્બની જરૂર રહેતી હોય છે.

ઉજાલા યોજના કેવી રીતે કામ કરે છે:

 • એનર્જી એફિસિયન્સી સર્વિસીઝ લિમિટેડ બજાર કિંમતના ૪૦% ના ભાવે ઉજાલા બલ્બનું ગ્રાહકોને વિતરણ કરશે.
 • યોજના માટે જરૂરી મૂડી રોકાણ ઈ.ઈ.એસ.એલ. કરશે.
 • પાંચ વર્ષમાં ખરેખર બચેલી ઉર્જાનું વિનામૂલ્યે ડિસ્કોમ દ્વારા ઈ.ઈ.એસ.એલ.ને ચુકવવામાં આવશે.
 • આ યોજનામાં ભારત સરકારની કોઈ જ સબસીડીની જરૂર પડશે નહીં.
 • યોજનાની કોઈ જ અસર વીજદર પર પડશે નહીં.

સ્ત્રોત : એનર્જી એફિસિઅન્સી સર્વિસ લિમિટેડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate