অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પૃથ્વીની જળ સંપત્તિ

પૃથ્વીની જળ સંપત્તિ
પૃથ્વી ઉપર વિશાળ માત્રામાં જળસંપત્તિ આવેલી છે. આ જળસંપત્તિ ઉપર નજર કરીએ તો પીવાનું શુદ્ઘ પાણી ૩% જેટલું જ છે. બાકીના ૯૭% પાણીમાં ૩૦.૧% ભૂગર્ભજળ, બરફ અર્થાત ગ્લેશિયર, બરફરૂપી પાણીનો ભાગ ૬૮.૭% છે. ૨% તળાવ છે, તળાવ-સરોવરમાં ૮૭% પાણી રહેલું છે તેમજ ૨૨% પાણી અલગ-અલગ નાના નાના જૈવિક, દૈહિક, ભૌગોલીકરૂપે પર્યાવરણાં રહેલું છે.
અત્રે એક વાત સ્વીકારવી જ પડે છે કે તાજું પાણી ખરેખર પ્રમાણમાં ઓછું છે જેની સરખામણીમાં ભૂગર્ભજળ વધારે છે પણ ઔધોગીક ક્ષેત્રે આ ભૂગર્ભજળનો બિનજરૂરી ઉપયોગ તાજા-મીઠા પાણીનો ભોગ લઇ લે છે. આ નીતિ લાંબાગાળે નુકશાનકારક છે. આજે લગભગ ૪૦% થી ૫૦% ભૂગર્ભજળનો જથ્થો નીચે ઉતરી ગયો છે. જમીનમાં જેને ઉપલા સ્તરમાં લાવવો જરૂરી છે. નહીંતર મીઠા પાણીની, તાજા પાણીની અછત થઇ શકે છે.
આ ઉપરાંત પાણીનું રક્ષણ કરવું દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. તેથી જ દરેક દેશોએ પોતાની રીતે જળસંપત્તિની કઇ રીતે વહેચણી કરવી તેના માટેના પાણીના અધિકારો પોતાની નગરપાલીકા, તાલુકા પંચાયત કે સરપંચ, ગ્રામ દરબારોને આપેલા છે. દિલ્હી જેવા મોટા શહેરોમાં પાણી માટે પ્રાઇવેટ કંપનીઓની મીટર ઉપર પાણીનો વપરાશ જેવી શરતો આધારિત જળ સંપત્તિનું રક્ષણ કરવામાં આવે છે. આમાં કેટલાક અપવાદ રૂપી સ્વછંદી લોકો પાણીનું રક્ષણ નહી પણ બગાડરૂપી ભક્ષણ ખૂબ જ કરે છે જે એક ચિંતાનો વિષય છે.
પાણીએ જ્વાળામુખીરૂપી સપાટી ઉપર નદી રૂપે પણ રહે છે ઉપરાંત તળાવ, સરોવર, નાની નદી-નાળામાં રહેલું હોય છે. આ ઉપરાંત પાણીનો બીજો સ્ત્રોત જોઇએ તો વરસાદ, બાષ્પ, ભેજના રૂપે પાણી જળસંપત્તિ તરીકે રહેલું છે. જળસંપત્તિનો વધારો-ઘટાડો હવામાન તેમજ તળાવો, નદી, નાળા, દરિયાની ભીની માટી, ભેજ, દબાણ, તાપમાન, હવાની સાંદ્રતાની વધ-ઘટ ઉપર આધારિત છે. આ ઉપરાંત આપણી જમીનના ઘોવણ, જમીનનો બગાડ, જમીનની ફળદ્રુપતા તેમજ જમીન ઉપર રહેલી બાષ્પીભવનની સક્રિયતા પણ જળ સંપત્તિના વધારા-ઘટાડા માટે જવાબદાર છે. પણ, માનવો ક્યારેક મોટા અને લાંબાગાળાના આયોજન માટે યોગ્ય માપના જળાશયોનું નિર્માણ કરે છે ત્યારે, બિનજરૂરી જમીનનું ધોવાણ એ તેની ભીની ભેજવાળી જમીનની હકીકતોને ધ્યાનમાં રાખતા નથી. પરિણામે જમીનના ધોવાણ અને પાણીના પ્રવાહ દ્વારા ધોવાણ થાય છે. પરિણામે જળાશયમાં પાણીનો જથ્થો સતત ઘટી જાય છે.
આમ છતા એક સર્વે પ્રમાણે ઉનાળામાં જેટલી જરૂરિયાત પાણીની હોય છે તેના કરતાં શિયાળામાં માણસો પાણી વધારે બગાડે છે. આમ જળ સંપત્તિનો મોટો હિસ્સો બિનજરૂરી રીતે બગડે છે. આ ઉપરાંત ચોમાસાના પાણીનો સંગ્રહ વોટરશેડ અને ભૂગર્ભ ટાકા બનાવીને સંગ્રહ કરવો જોઇએ. પણ, યોગ્ય પ્રમાણમાં અને કઇ રીતે પાણીનો સંગ્રહ કરવો જોઇએ તેના યોગ્ય જ્ઞાનનો અભાવ હોય તો પાણીનો વિનાશ થાય છે. પણ, આપણે વિવિધ સ્ત્રોતો દ્વારા જળ સંપત્તિમાં વધારો કરી શકીએ છીએ. જેમ કે, કુદરતી વેટલેન્ડનો ઉપયોગ, ભૂગર્ભજળનો યોગ્ય વપરાશ, નદી, નાળા, ઝરણા, સરોવરો, તળાવોની યોગ્ય જમીન માવજત તેમજ પાણીનું ઓછું પ્રદૂષણ...! એક સર્વે પ્રમાણે ૭૦% પાણીનો ઉપયોગ સિંચાઇ માટે થાય છે. તેમજ એક વ્યક્તિ દીઠ દૈનિક આહારની જરૂરિયાત સંતોષવા માટે પૂરતાં પ્રમાણમાં અનાજ પેદા કરવા માટે લીટર દીઠ ૩૦૦૦ લીટર પાણી જોઇએ. જો બીજી રીતે વિચારીએ તો એક ઘરના વસવાટ માટે-લગભગ ૭ બિલીયન લોકો માટે પૃથ્વી ઉપર ખોરાક બનાવવા માટે દસ મીટર ઊંડા ૧૦૦ મીટર પહોળા અને ૨૧૦૦ કિલોમીટર લાંબી કેનાલ ભરી શકાય તેટલું પાણી જરૂરી છે.
આજથી ૨૦૦ વર્ષો પહેલા પાણીના અનેક સ્ત્રોતો હતો અને વસતી પ્રમાણમાં ઓછી હતી અને લોકો આવક પણ મર્યાદીત ધરાવતા હતા અને પાણીનો ઉપયોગ કરકસરપૂર્ણ થતો હતો. પણ, જેમ-જેમ વસતી વધતી ગઇ તેમ- તેમ પાણીનો ઉપયોગ, બગાડ તેમજ પાણીના સ્ત્રોતો ઘટતા ગયા અને જળ સંપત્તિના રક્ષણ માટે જળવ્યવસ્થાપનની જરૂરિયાત ઊભી થઇ તે પણ એક નિર્વીત બાબત છે.
આજે નદીમાંથી, તળાવમાંથી, સરોવરમાંથી પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે તેનો ઉપયોગ થાય છે. જે લાંબાગાળે નુકશાનકારક છે. ઉપરાંત પૃથ્વી ઉપર શાકભાજી, ફળો વગેરેનો ઉપયોગ ખાવા પીવામાં વધતો જાય છે. પરિણામે, સાત અબજ જેટલા લોકો માટે પીવાંનુ પાણી એક સાથે પૂરું પાડવું એક કઠિન સમસ્યા છે. જે લાબાંગાળા માટે જળ સંપત્તિના વ્યવસ્થાના ભાગ રૂપે પૂરું પાડવામાં આવી રહ્યુ છે. એક સર્વે પ્રમાણે શહેરી લોકોના પીવાના પાણી પૂરું પાડવા માટે ગામના લોકોને તરસ્યા રાખવા પડે છે. જે ભારત દેશની વિટંબણા છે. કૃષિ, અનાજ, સિંચાઇ માટે દેશમાં કૃષિ વ્યવસ્થાપનની ખૂબ જ જરૂર છે.
ભૂગર્ભજળનો ઉપયોગ પણ ઓછો કરવાની જરૂર છે કારણ કે, તેના કારણે મીઠા પાણીમાં ખારાશ વધતી જાય છે. ખાવડા, બન્ની, નારાયણ સરોવર, ભચાઉ વગેરે સ્થળોએ ખારાશવાળું પાણી શરૂ થઇ ગયું છે. જે એક ચિંતાનો વિષય છે. આ માટે જળ વ્યવસ્થાપનની નવી ટેકનીકો, ટેકનોલોજિ, પાકના પ્રકારો, પાણીનું સતત મોનીટરીંગ-નિરીક્ષણ કરવું એગ્રકલ્ચર પિરામીડ લેક, એરલ સમુદ્ર જેવી પદ્ઘતિઓ વાપરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્વો જોઇએ. પર્યાવરણવાદીઓ ઓઝોન બચાવો, પ્રાણી બચાવો અભિયાનની સાથે પાણી બચાવો અભિયાન પણ શરું કરે તે જરૂરી છે.
સ્ત્રોત: વિનીત કુંભારાણા


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate