অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજ્ના -કાંકરના મુવાડા

સ્વૈચ્છિક સંસ્થા તથા ગામ/તાલુકાનો પરિચય

પ્રતિકાર ટ્રસ્ટ કાલોલની સ્વચ્છિક સંસ્થા પ્રતિકાર ટ્રસ્ટ ગ્રામ વિકાસનાં જુદાં જુદાં કામમાં સક્રિય છે. સંસ્થાએ પ્રવાહના સહયોગમાં ગુજરાતમાં અતિ પછાત ગણાતા જિલ્લાઓમાં એક પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ડેરોલ ગ્રામ પંચાયતના પેટા પરા કાંકરના મુવાડા ગામમાં નિદર્શનની પ્રવૃત્તિ કરી છે.

કાંકરના મુવાડા ગામ

આ ગામમાં કુલ પ૦૦ લોકોની વસ્તી છે. જેમાં દરબાર જ્ઞાતિના રાઠોડ, સોલંકી અને પરમાર લોકો વસે છે. ગામ કાલોલથી ત્રણ કી.મી. દૂર જી.આઇ.ડી.સી.માં આવેલું છે. પ્રતિકાર ટ્રસ્ટ વર્ષ ર૦૦૧થી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર સંચાલિત, સ્વશકિત પ્રોજેકટના અમલીકરણ માટે આ ગામ સાથે સંકળાયેલ છે. એ સમયે, ટ્રસ્ટે કાલોલ ગામમાં બે સ્વસહાય જૂથોની રચના કરી હતી. આ સ્વસહાય જૂથોમાં ગરીબ કુટુંબોની બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્વસહાય જૂથોને સક્રિય કરવા માટે જુદી જુદી તાલીમો આપવામાં આવી હતી અને એ રીતે મહિલાઓને આગળ લાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. એ પ્રોજેક્ટ દરમિયાન આ ગામના સ્થાનિક પ્રશ્નો અને પીવાના પાણીની મુશ્કેલી ટ્રસ્ટના ધ્યાનમાં આવી હતી. અહીં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો, પરંતુ ઔધોગિક એકમો સ્થપાવાના કારણે ખેતીલાયક જમીન ઔધોગિક એકમોમાં ગઈ. જમીનના બદલામાં દરેક કુટુંબમાંથી એક વ્યકિતને નોકરીમાં લેવામાં આવ્યો, પરંતુ વસ્તી વધારો અને ઔધોગિક એકમોના વિકાસ પછીના સમયમાં અહીં બેરોજગારી વધી ગઈ છે. જેથી ગામના લોકો ખેતમજૂરી અને પશુપાલન તરફ વળ્યા. ટ્રસ્ટના માર્ગદર્શનથી ચાલતાં સ્વસહાય જૂથોના સભ્યોને અગરબત્તી, મીણબત્તી, રાખડી, સાવરણી વગેરે ચીજવસ્તુઓ બનાવવી, હેન્ડપંપનું સમારકામ કરવું વગેરે આર્થિક પ્રવૃત્તિઓની તાલીમ આપી તેમને પગભર કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. કાંકરના મુવાડાની પ્રાથમિક જરૂરિયાત પાણી હતી. પાણી માટે શરૂઆતમાં બે હેન્ડપંપમાંથી પીવાલાયક થોડું પાણી મળી શકતું, પરંતુ ઔધોગિક એકમોના વિકાસને પરિણામે આ હેન્ડ પંપમાં ખારું તેમ જ રસાયણયુકત પાણી આવવા લાગ્યું. બાજુના ગામ ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતમાંથી પાણી મળતું. પરંતુ બંને ગામ વચ્ચે એક ઔદ્યોગિક એકમ ઊભું થતાં તેના પાયામાં પાઈપલાઈન તૂટી ગઈ. આમ આ ગામ માટે પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ હતી. ગામના લોકો નજીકના જી.આઇ.ડી.સી.માં કાલોલ નગરપાલિકાનું જે પાણી આવતું તે સાયકલ પર કેરબા ભરી લઇ આવતા. ત્યાં ન મળે તો દૂર ખેતી માટેના કૂવા પર પાણી ભરવા જતા. આ અંગે સંસ્થા અને સ્વસહાય જૂથના સભ્યોએ અનેક રજૂઆતો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સુધી કરી પણ તેનો યોગ્ય ઉકેલ મળતો નહોતો. આવી વિકટ પરિસ્થિતિનો સામનો ગામના લોકોને સહન કરવો પડતો. અનેક પાણીજન્ય રોગોનું ભોગ બનવું પડતું. આ પરિસ્થિતિમાં સંસ્થાએ પ્રવાહ સંસ્થા સાથે આ સમસ્યા કેવી રીતે હલ કરી શકાય તેની ચર્ચા કરી પ્રવાહના તજજ્ઞોની એક ટુકડીએ ગામની મુલાકાત લીધી.

નિદર્શનની પ્રક્રિયા

ત્યાર બાદ ગ્રામ પંચાયતની ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પાણીના પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવી. જેમાં લોકફાળા અંગે, મહિલાઓની ભાગીદારી અંગે, પીવાના પાણીનાં ઊભાં થનારાં સ્ટ્રકચરના નિભાવ અને દેખરેખ વગેરે બાબતો અંગે ચર્ચા કરવામાં આવી. ગામલોકો તેમની પીવાના પાણીની સમસ્યા ઉકેલવા માટે ર૦ ટકા રકમ લોકફાળા તરીકે આપવા સંમત થયા.

ત્યાર બાદ ગામના જૂના બે બોરનું સફાઈ કરવી, પપંહાઉસ બનાવવું પંપીગ મશીનરી બેસાડવી, સ્ટેન્ડ પોસ્ટ તથા પશુ માટેના આવેડા બનાવવા વગેરે કામનું આયોજન કરવામાં આવ્યું. દરેક કામગીરીમાં ગામની મહિલાઓની ભાગીદારી રહે તે રીતે પાણી સમિતિની રચના કરવામાં આવી. આમ પીવાના પાણી અને સ્વચ્છતા માટે એક નિદર્શન તૈયાર કરવાની દરખાસ્ત પ્રવાહને આપવામાં આવી.

આ દરખાસ્ત એપ્રિલ ૨૦૦૫માં મંજૂર થતાં, તા. ૧-પ-Oપથી કામનો આરંભ કરવામાં આવ્યો. દરખાસ્તમાં નકકી કર્યા અનુસાર સૌપ્રથમ બંને બોરનું ક્લીનિંગ અને વોશિંગ કરવામાં આવ્યું. પરંતુ બંને બોરમાંથી પાણી મળ્યું નહીં. આથી અગાઉની દરખાસ્ત રદ કરવામાં આવી.

ત્યાર બાદ પ્રવાહના તજજ્ઞોએ બે-ત્રણ વાર ગામની મુલાકાત લીધી અને ગામલોકો સાથે ચર્ચાવિચારણા કરી તેમની પાસેથી વિકલ્પોની જાણકારી મેળવી. જેના અંતે, ગામની પીવાના પાણીની મુશ્કેલી હળવી કરવા માટે વરસાદી પાણીના સંગ્રહ ટાંકા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

આ માટે ઉત્થાન સંસ્થાના માર્ગદર્શનમાં કરવામાં આવેલા પ્રયાસોની માહિતી મેળવવા માટે પાણી સમિતિ અને ગામલોકોને પ્રેરણા પ્રવાસે લઈ જવામાં આવ્યા. આ માટે સૌને ભાવનગર જિલ્લાના મીઠી વીરડી ગામે લઈ જવામાં આવ્યા. જેથી ભૂગર્ભ ટાંકા અને પાણીની જાળવણી, વરસાદના પાણીનો કઇ રીતે સંગ્રહ કરી જતુ મુકત રાખી શકાય વગેરેની પ્રત્યક્ષ માહિતી મળી શકી. આ વિસ્તારની જમીન આસપાસના ઔદ્યોગિક એકમને કારણે પ્રદૂષિત થઈ રહી હોવાથી અહીં વરસાદી પાણીના સંગ્રહ ટાંકા વધુ ઉપયોગી થાય તેમ હતા. આ પછી ગામમાં સભા ભરી ગામજનોએ ભૂગર્ભ ટાંકા અને વરસાદના પાણીનો સંગ્રહ કરી કઇ રીતે પીવાના પાણી તરીકે ઉપયોગ કરવો તે અંગે સૌને સમજ આપી. ગામ લોકો અને સમિતિના સભ્યો દ્વારા નકકી કરવામાં આવ્યું કે ત્રણથી ચાર ઘર વચ્ચે એક ટાંકો બનાવવો જેથી સામુહિક રીતે તેનો ઉપયોગ કરી શકાય. આમ કુલ નવ ભૂગર્ભ ટાંકાની મંજૂરી પ્રવાહ સંસ્થા દ્વારા આપવામાં આવી જેમાંથી કુલ છ ભૂગર્ભ ટાંકા હાલ બનાવવામાં આવ્યા. બાકીના લોકો માટે સરકારની અન્ય યોજનાઓની મદદ મેળવી ટાંકા બનાવવાનું પાણી સમિતિએ નક્કી કર્યું છે.

જાળવણીની વ્યવસ્થા

નિદર્શન દરમિયાન ઊભાં થયેલાં સ્ટ્રકચર્સની જાળવણી માટે સંસ્થાના કાર્યકરો અને સમિતિના સભ્યોએ ઠરાવ કરીને નીચે મુજબના કેટલાક નિયમો બનાવ્યા છે:

  • ટાંકાનું પાણી માત્ર પીવા માટે અને રસોઈ માટે જ વાપરવું.
  • જરૂરિયાત જેટલું જ પાણી લેવું અને પાણીનો બગાડ કરવો નહીં.
  • ટાંકા નજીક ગંદકી કરવી નહીં. જેના ઘર આંગણે ટાંકો હોય તેણે સ્વચ્છતા જાળવવાની રહેશે.
  • ટાંકો ખાલી થઈ જાય ત્યારે તેની બરાબર સફાઈ કરી લેવી.
  • ટાંકામાં ચૂનો નાખવા માટે જે ખર્ચ થાય તે સૌએ સરખા ભાગે વહેંચી લેવો.
  • આ રીતે કાંકરના મુવાડા ગામમાં ગામના લોકોનો પીવાના પાણીનો પ્રશ્ન ઘણે અંશે હલ થયો છે અને આ ગામ માટે શુદ્ધ અને પીવાલાયક પાણી મળી શકયું છે. સમિતિને જુદી જુદી તાલીમ દ્વારા સંગઠન શકિત ઊભી થઈ છે અને સ્વચ્છતા અંગે જાગૃતિ પણ આવી છે.
  • આ રીતે સહિયારી શક્તિથી કામ કરવાથી અને સફળતા મળવાથી ગામલોકોને ભવિષ્યમાં પણ આમ જ કામ કરવાનું પ્રોત્સાહન મળ્યું છે તે આ નિદર્શનનું નોંધપાત્ર જમાપાસું છે.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય

જી-૨, રક્ષા એપાર્ટમેન્ટ, ૨૦૦, આઝાદ સોસાયટી, પોલિટેકનિક રોડ, આંબાવાડી, અમદાવાદ - ૧૫ 3ot: Ose-eg,99 QueO, 29.99 3GCY E-mail: pravah Gigmail.com, Website: WWW.pravah-gujarat.org

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate