অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના, શાંતિગ્રામ નિર્માણ મંડળ

નવી નગરી વસાહત, તણછા ગામ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ અમલીકરણઃ પીવાના પાણીની સ્વાવલંબન મંડળી, નવી નગરી, તણછા માર્ગદર્શક. શાંતિગ્રામ નિર્માણ મંડળ, તણછા

સ્થાનિક સ્થિતિ અને સ્વૈચ્છિક સંસ્થા પરિચય

શાંતિગ્રામ નિર્માણ મંડળ: શાંતિગ્રામ નિર્માણ મંડળ, તણછા એક સ્વચ્છિક સંસ્થા છે અને તે ખાસ કરીને જળ, જમીન અને પર્યાવરણનું જતન અને સવર્ધન પ્રદૂષણ નિવારણ, સજીવ ખેતી તેમ જ સમાજના છેવાડાના માણસના ઉત્થાન માટે કામ કરતું રહ્યું છે.

નવી નગરી વસાહત : તણછા ગામની પશ્ચિમે આવેલ નવી નગરી વસાહતમાં ૧૯૭રની સાલમાં ર૦ કુટુંબો રહેતાં હતાં. અત્યારે વર્ષ ૨૦૦૬માં ૬૦ કુટુંબોની વસ્તી છે. તે સમયે પીવાનું પાણી વસાહતથી થોડે દૂર ગ્રામ પંચાયતે બનાવેલ સ્ટેન્ડ પોસ્ટમાંથી મળતું હતું. ત્યાર પછી ઘેર ઘેર નળ દ્વારા પીવાનું પાણી મળી રહે એ માટે પાઇપલાઇન નાખવામાં આવી. સમય જતાં પાણીની જરૂરિયાત વધી તેની સામે વોટર વર્કસની પાંત્રીસ વર્ષ જેટલી જૂની પાઇપલાઇનોમાં રેતીનો ભરાવો તેમ જ ભંગાણ જેવાં કારણોસર પાણીની આવક ઘટી તેમ જ ગુણવત્તા પણ બગડતી ગઈ. આ કારણે નવી નગરીનાં બહેનોને પાણી માટે બેડું લઈને ગામના બીજા છેડા સુધી જવું પડતું હતું.

નિદર્શનનો હેતુ અને સમજ

નિદર્શનનો મુખ્ય હેતુ સ્વાવલંબનનો છે, જેથી આ પ્રમાણેનાં નિદર્શનો સ્થાનિક સોતમાંથી ઊભાં કરવામાં આવે, આ કામમાં પીવાના પાણીથી વંચિત એવા લોકોનો સહયોગ પ્રાપ્ત થાય અને પીવાનું શુદ્ધ પાણી તેમને મળે. લોકફાળા દ્વારા યોજનામાં પોતીકાપણાનો ઊભો થાય એ પણ તેનો એક હેતુ છે.

નિદર્શનની પ્રક્રિયા

નવી નગરીને પીવાના પાણીની સ્વાવલંબન પરિયોજના માટેનું નિદર્શન બનાવવાની દરખાસ્ત તૈયાર કરી નિદર્શન માટેની જમીનની માગણી તા.૧૦-૮-૦૪ના રોજ તણછા ગ્રામ પંચાયત પાસે કરવામાં આવી. નવીનગરી વસાહતની બાજુમાં બિનઉપયોગી ખાડા-ટેકરા- ઝાંખરાવાળી રરપ૦ ચો.મી. જમીન પંચાયતે તા.ર૦-૮-૦૪ ના રોજ નિદર્શન માટે ફાળવી. ત્યાર બાદ નવી નગરી વસાહતના લોકોની તા.૨૩-૮- ૦૪ની બેઠકમાં, સર્વસંમતિથી પાણી સમિતિની રચના કરવામાં આવી. કુલ ૧૧ સભ્યોની પાણી સમિતિનું નામ પીવાના પાણીની સ્વાવલંબન મંડળી’ રાખવામાં આવ્યું. આ યોજનાના ખર્ચમાં જરૂરી ૧૦ ટકા લોકફાળો આપવાની સહમતી લેવાઈ.

ત્યારબાદ ગામનાં જ સિવિલ એન્જિનીયરે ગામલોકોની સલાહમસલત અનુસાર નિદર્શનનો પ્લાન, નકશા વગેરે તૈયાર કર્યું. જેમાં ખાસ કરીને ભૂગર્ભના પાણીની ગુણવત્તા અને જથ્થો વધે એ માટે વહી જતા વરસાદી પાણીને બોર દ્વારા ભૂગર્ભમાં ઉતારવા પર ભાર મૂકવામાં આવ્યો. આ માટે પO x રર.પO મીટરની તલાવડી ૪.૫૦ મીટર ઊડી બનાવવી, તેમાં ૮ ઈંચ વ્યાસનો એક રિચાર્જ બોર બનાવવો અને તેની પાળ ઉપર સકશન બોર બનાવી પાણી લેવું તેવું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત, દસ હજાર લિટરની ઓવરહેડ ટાંકી, સ્ટેન્ડ પોસ્ટ, પંપસેટ, પંપહાઉસ તેમ જ ગાળણ ફંડીઓ અને તેનું નવીકરણ કરવું વગેરે કામની દરખાસ્ત તૈયાર કરવામાં આવી.

આ કામનો કુલ અંદાજિત ખર્ચ રૂ. ૪,૪૩,૬પO માંડવામાં આવ્યો હતો, જેમાં ૧૦ ટકાનો લોકફાળો ગામલોકો શ્રમદાન દ્વારા આપશે તેવું નક્કી કરવામાં આવ્યું. ગામના વંચિતોની આવકનું સાધન મજૂરી જ છે એ ધ્યાનમાં રાખીને લાભાર્થીઓને તેમનો લોકફાળો શ્રમદાન દ્વારા આપવાની સવલત આપવામાં આવી હતી. પ્રવાહના તજજ્ઞોની મુલાકાત પછી, આયોજન અનુસાર કામ શરૂ કરવામાં આવ્યું.

નિદર્શનનો ભૌતિક દૃષ્ટિકોણ

નિદર્શન અંતર્ગત તલાવડી, કાંસ, ગાળણકુંડી, રિચાર્જ બોર, સક્શાન બોર, ટાંકી, પંપહાઉસ, સ્ટેન્ડ પોસ્ટ, ઇલેક્ટ્રિક મોટર વગેરે મિલકત ઊભી થઈ છે. વરસાદનું પાણી રિચાર્જ બોર દ્વારા સંગ્રહ કરી સકશન બોર દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે તે આ સમગ્ર આયોજનની નવીનતા છે. નિદર્શન હેઠળનાં સ્ટ્રકચરો ઓછામાં ઓછા ૩૦ વર્ષ સુધી જળવાઈ રહે એ રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે ૧પથી ર૦ ઇંચ વરસાદ પડે તો પાણીની ગુણવત્તા અને જથ્થામાં કોઇ માઠી અસર થાય નહી તેવી શકયતા છે.

આ કામમાં શરૂઆતમાં થોડી અડચણો નડી તેમ, જુદી જુદી રીતે લોકોનો સહયોગ પણ સાંપડયો. શરૂઆતમાં બાંધકામ સમયે પાણીના સંગ્રહ માટે લાવવામાં આવેલી પાણીની ૨૦૦ લિટરની બે ટાંકીઓ ચોરાઈ જવાથી કામમાં થોડી અડચણ ઊભી થઈ. જોકે આ વિશે રાત્રિ સભામાં ચર્ચા થયા બાદ, વંચિતોનાં જૂથો સક્રિય બનીને દેખભાળ રાખવા લાગતાં સક્રિય બન્યા અને બાકીની સાધનસમગ્રીની કોઈ ચોરી થઈ નહીં.

ગામમાં નિદર્શન દરમિયાન પાણી સમિતિને ગામલોકો તથા ગ્રામ પંચાયતના પૂરા સહકાર ઉપરાંત, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વિસ્તારના ધારાસભ્ય તરફથી પણ સહયોગ સાંપડયો.

નિદર્શનનો આર્થિક દૃષ્ટિકોણ

આ નિદર્શનની જગ્યા ગ્રામ પંચાયતે રાજીખુશીથી આપી. પંચાયત કે ગામના અન્ય કોઇનો પણ વિરોધ નહોતો. ઉપરાંત, ગ્રામ પંચાયતે ફિલ્ટર ફંડીઓના ઉપયોગ માટે રૂ. પO૦૦નાં પO નંગ 3 ઇંચ જાડા પથ્થર આપ્યા તેમ જ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી નવાં વાવવામાં આવેલાં વૃક્ષોના રક્ષણ માટે ટ્રી ગાર્ડ તરીકે કાણાંવાળાં ૭૦ પીપ ભેટ આપવામાં આવ્યાં, જેની અંદાજિત કિમત રૂ. ૧૪૦૦૦ જેટલી હતી. તેમ જ વિસ્તારના ધારાસભ્ય તરફથી ર૦૦૬-૦૭ ના નાણાંકીય વર્ષમાં ફેન્સિંગ કામ માટે રૂ. ૭૦૦૦૦ આપવાની તૈયારી બતાવવામાં આવી છે. ધારાસભ્ય આ અંગે જિલ્લા આયોજન પંચના અધ્યક્ષને દરખાસ્ત મોકલી આપી છે.

આ રીતે ઊભી થયેલી સામુહિક મિલકતોની નિભાવણી અને જાળવણીની જવાબદારી સામુહિક રીતે વંચિત લાભાર્થીની રહેશે અને એનું સંચાલન પીવાના પાણીની સ્વાવલંબન મંડળી કારોબારી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. હાલ કુટુંબદીઠ માસિક રૂ. ૩૦નો પાણી વેરો  લેવામાં આવે છે.

નિદર્શન દરમિયાન, ૬૦ પરિવારોની 300ની વસ્તી સામે લોકફાળાનો માથાદીઠ ખર્ચ રૂ. રર૧.૮૬ અને સી.એફ.ડી.એ. નો માથાદીઠ ખર્ચ રૂ. ૧૫૦૮.૨૩ થયો છે. આમ માથાદીઠ કુલ રૂ. ૧૭૩૦.૦૯ના ખર્ચમાં 30 વર્ષ સુધી ટકે તેવી પીવાના પાણીની વ્યવસ્થા ઊભી થઈ શકી છે. એ રીતે જોતાં, એક વર્ષે, એક વ્યકિતદીઠ રૂ.૫૭.99 ખર્ચાયા છે. આ ઉપરાંત, નિભાવણીનો વાર્ષિક માથાદીઠ ખર્ચ રૂ. ૭3 ઉમેરતાં, કુલ માથાદીઠ વાર્ષિક

નિદર્શન હેઠળનાં કામ પૂર્ણ થયા પછી પહેલા ભારે વરસાદમાં ગાળણકુંડીઓને ઠીકઠીક નુકસાન પહોંચ્યું હતું. તેના સમારકામ માટે ખર્ચનો અંદાજ કાઢી મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્તને ૨૦ ટકા લોકફાળાની શરતે મંજૂરી મળી હતી અને પાણી સમિતિએ એ શરત સાથે સમારકામ હાથ ધર્યું હતું.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

નિદર્શનના લાભાર્થી વંચિતોમાં આદિવાસીઓ વધારે છે. તેમ જ મહિલાઓનો પણ સમાવેશ થયેલો છે. શરૂઆતમાં યુવાનો નિરુત્સાહી હતા પણ સ્ટેન્ડ પોસ્ટ દ્વારા મીઠું પાણી આવતાં અને વનીકરણ જોતાં તેઓ પણ હવે સક્રિય થયા છે અને વૃક્ષોને પાણી પાવાનું કામ તેમણે સંભાળી લીધું છે.

શરૂઆતમાં, લાભાર્થીઓમાંથી અમુક પરિવારો વધુ પડતો નશો કરીને કામમાં બાધા નાખતા હતા. નશો ઉતરતાં તેઓ ફરી કામમાં ભાગીદાર થવાની તૈયારી બતાવતા. છેવટે બાકીના પરિવારોએ તેમને નશો ન કરવાનું સમજાવતાં કામ સરળ બન્યું હતું. આમ, નિદર્શનનું કામ આડકતરી રીતે અન્ય સામાજિક સંદેશ ફેલાવવાનું માધ્યમ પણ બન્યું.

પ્રશાસન અને સંસ્થાકીય માળખું નિદર્શનની જગ્યાની પસંદગીથી શરૂ કરી તેની સાફસૂફી, જગ્યાની માપણી, દરેક સ્ટ્રકચરની વિગતની નોંધણી, સામાન ખરીદી, સામાનનો વપરાશ, શ્રમદાન, વ્યવસ્થા વગેરેમાં પાણી સમિતિની નિર્ણયાત્મક ભૂમિકા રહી છે. વંચિત વિસ્તારના લોકોની બેઠક કરી તેમાંથી પાણી સમિતિની રચના કરવામાં આવી. જેમ જેમ કામ થતું ગયું તેમ તેમ માહિતીનું આદાન પ્રદાન તેમ જ કામનું સંકલન વધુ ને વધુ વ્યવસ્થિત થતું ગયું. નિદર્શનમાં ઊભી થયેલી મિલકતોની યોગ્ય જાળવણી માટે પાણી સમિતિએ નીચે મુજબ નિયમો બનાવ્યા છે:

  • જળ સંગ્રહ એક પવિત્ર તીર્થ સ્થાન છે. કોઇએ એમાં કચરો , માટી, પથ્થર નાખવા નહીં.
  • નહાવા માટે કે માછલી પકડવા અંદર જવું નહીં.
  • કપડાં, વાસણ, કે બીજી કોઇ ચીજ વસ્તુ ધોવી નહીં.
  • આજુબાજુ પેશાબ કે સંડાસ કરવું નહી કે પશુઓને અંદર લઈ જવાં નહીં.
  • પીવા માટે માત્ર સ્ટેન્ડ પોસ્ટ દ્વારા પાણીનો ઉપયોગ કરવો.
  • સ્ટેન્ડ પોસ્ટની આસપાસ ગંદકી કરવી નહી.
  • આપમેળે નિયમોનું પાલન કરવું એ સૌની નૈતિક ફરજ છે.

નીતિવિષયક હિમાયત

કેન્દ્રિત યોજનાઓમાં પીવાના પાણીનો સમય, જથ્થો અને ગુણવત્તા જળવાતાં નથી, પરંતુ ગામમાં નિદર્શનની આ પ્રક્રિયાથી સ્પષ્ટ થયું કે લોકો પોતે જ પોતાના પીવાના પાણીની વ્યવસ્થા અને નિભાવણી કરે તે હિતાવહ છે.

આ નિદર્શન જોઈ બીજા લોકો આ પ્રમાણેની સ્વાવલંબન વ્યવસ્થા ઊભી કરવા માટે માટે હિમાયત કરી સરકાર પર દબાણ ઊભું કરે કે જેથી પીવાના પાણી માટેની નક્કર, લાંબા ગાળાની યોજના આકાર પામે તો આ પ્રયત્ન સાર્થક થશે.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય   Website: WWW.pravah-gujarat.org

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate