অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણી : હવે તો જાગવું જ પડશે

રોજ સવારે પાણી માટે દેશના ૩૦ કરોડ જેટલા લોકો વલખાં મારે છે પાણી પાણીના પોકાર કરતાં ક્યારેક મનુષ્ય જીવ ગુમાવી દે તેવા ઘણાં કિસ્સા આપણી સામે છે. માટે જ કહે છે કે જળ છે તો જ જીવન છે. પાણી એ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. વિશ્વના પર્યાવરણનો તે જરૂરી અને અભિન્ન અંગ છે. જીવનના અનિવાર્ય તત્ત્વ અને ઉદ્ગમ ઘટના અને અસ્તિત્વ ટકાવવા માટે પૂર્વશરત છે.

નિર્જીવ તેમ જ વનસ્પતિ તેમ જ પ્રાણીઓ માનવ અને અમાનવ અવ્યાખ્યાયિત પ્રકારો સહિત જીવનના તમામ સ્વરૂપો, તેની સક્રિય અને ગતિશીલતા માટે જળ આવશ્યક અને પ્રબળ ઘટક છે. આથી જ જીવનના તમામ સ્વરૂપો માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા અને તેને ધબકતું રાખવા માટે પાણી અનિવાર્ય છે.

એક અબજ જેટલી વસ્તી ધરાવતા ભારત વર્ષ માટે પાણીનો પોકાર સવારથી જ પડે છે. એક અંદાજ મુજબ રોજ સવારે ૩૦ કરોડ જેટલા લોકો પાણી માટે વલખાં મારે છે.

વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડના વર્ષ ૨૦૦૭નો જે અહેવાલ છે તેને ગંભીરતાથી લેવા જેવો છે. જેમાં નદીઓ સૂકાઈ જવાનું કારણ જળવાયુ પરિવર્તન અને પાણીનો વધુ પડતો વપરાશ તેમ જ તેનો દુર્વ્યયને જવાબદાર ગણવામાં આવ્યાં છે.

આ અહેવાલમાં જણાવ્યા અનુસાર વરસાદની વાર્ષિક સરેરાશ ૧૦૫ સેન્ટી મીટર છે. જોકે તેમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે નદીઓના જળપ્રવાહમાં ૨૦ ટકા જેટલો મોટા પાયે ઘટાડો થયો છે. બીજી તરફ વરસાદની અનિયમિતતાને કારણે વરસાદ ઉપર આધારિત ખેતી કરતો કૃષિકાર સિંચાઈ માટે પાણી નદીઓમાંથી ખેંચે છે જેનું પ્રમાણ ચાર ગણુ છે.

આધુનિક ઢબે થતી ખેતીમાં પાણીનો વપરાશ વધુ છે. કારણ કે આધુનિક બિયારણો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે પાકને વધારે પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડે છે. બીજી તરફ ગૃહવપરાશમાં પણ પાણીનો ઉપયોગ વધુ થાય છે. વપરાશ કરતાં તેને દુર્વ્યય વધુ થાય છે. છેલ્લા ત્રણ દાયકામાં પાણીનો જે બગાડ થયો છે તે આજની પરિસ્થિતિ માટે વધુ જવાબદાર છે.

ગંભીર બાબત તો એ છે કે અંતરિયાળ અને પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરનારા પ્રદેશોના લોકો જોખમી પાણી પીવા માટે મજબૂર બની ગયા છે. જેને કારણે તેમની તંદુરસ્તી પર પણ અસર થઈ છે.

આરોગ્ય ઉપર માઠી અસર પડવાને કારણે આવા વિસ્તારના લોકોનો દેશના વિકાસમાં જે સહયોગ હોવો જોઈએ તે ઘટ્યો છે. પાણીજન્ય રોગોનું પ્રમાણ વધવાને કારણે યુવાનો અને બાળકોના વિકાસમાં ગંભીર અસર પડી છે, ખતરાની ઘંટડી વગાડે છે.

પ્રદૂષિત ભૂગર્ભજળ અને વધુ નીચાં જઈ રહેલા ભૂગર્ભજળ

જ્યાં અગાઉ ૫૦-૬૦ ફૂટે પાણી પ્રાપ્ય હતા ત્યાં આજે ૫૦૦ ફૂટની ઉંડાઈએ પણ પ્રાપ્ય નથી.

આ પ્રશ્ન માટે બીજો પણ એક પરિબળછે અને તે ઔદ્યોગિકરણ. ઉદ્યોગોમાં સતત પાણીનો વપરાશ વધ્યો છે જેને કારણે પાણી સતત વધુને વધુ વપરાઈ રહ્યું છે. ૧૯૫૨ની સરખામણીએ આજે ત્રીજા ભાગનો જ જથ્થો બાકી રહ્યો છે.

કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તીને કારણે પણ આજે ૩૩ ટકા પાણીનો જથ્થો વપરાઈ ગયો છે. સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે દર વર્ષે એક ફૂટ પાણી નીચે જઈ રહ્યું છે. જેને બચાવવામાં નહી આવે તો આગામી વર્ષો વધુ ભયજનક બનીને આવશે. ભારતની વસ્તી ૧૧૫ કરોડ કરતાં પણ વધુ થઈ ગઈ છે જેને કારણ પાણી જે રીતે વપરાઈ રહ્યું છે.

તેથી ૫,૭૨૩ બ્લોકમાંથી ૮૩૯ તો ડાર્કઝોનમાં આવી ગયાં છે. સાથોસાથ આ સંખ્યા સતત વધી રહી છે. દેશનો એકપણ ભાગ આ સમસ્યામાંથી બાકાત નથી. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીનો વિસ્તાર આ સમસ્યામાંથી પર નથી.

દેશના શહેરોની પાણીની સમસ્યાની વાત કરીએ તો દસ લાખથી વધુ વસ્તી ધરાવતા ૩૫ જેટલા શહેરોમાં તો એક જ કલાક પાણી આપવામાં આવે છે. તે પણ માત્ર સવારના સમયે જ આપવામાં આવે છે. ઉનાળો તો કપરો બની જાય છે. સવારથી જ ગૃહિણીઓ પાણી માટે કાળો કકળાટ કરે છે.

કેટલાંય નગરો અને શહેરોમાં પાણી એટલે ટેન્કરો અને તેમાંય લાંબી લાંબી લાઈનો બની ગયો છે. જ્યારે ગામડાંની સ્થિતિ તો વધુ દયનીય બની ગઈ છે. બહેનોને પાણી માટે એક બે કિલોમીટર જેટલું જવું તે હવે દૈનિક બની ગયું છે.

પાણી આવવાની રાહ જોઈને બેસી રહેવું બહેનો માટે રોજીંદુ બની ગયું છે. સૂકા ભઠ્ઠ એવા રાજસ્થાન તેમ જ ગુજરાતમાં રણપ્રદેશ અને ડુંગરાળ વિસ્તારમાં આવી સ્થિતિ દર વર્ષે નિર્માણ પામે છે.

આપણે વર્ષોથી સાંભળતાં આવ્યા છે કે પૃથ્વી પર ૭૦ ટકા પાણી છે, પરંતુ તેમ છતાં પણ ગંભીર પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે કમનસીબી છે. પૃથ્વી પરના પાણીમાંથી ૦.૦૦૭ ટકા જ પાણી વપરાશ માટે લઈ શકાય તેમ છે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યું છે.

એટલે એક લાખ લિટરે સાત લિટર પાણીનો જ ઉપયોગ થઈ શકે તેમ છે. આપણા દેશની સ્થિતિ તો વધુ ભયંકર છે. કારણ કે ભારતમાં દુનિયાની વસ્તીના ૧૬ ટકા લોકો વસે છે તેની સામે પાણી ચાર ટકા જ છે. અગિયારમી પંચવર્ષીય યોજના સુધી લોકોને પૂરતું, શુદ્ધ પાણી પ્રાપ્ય નથી. જે પાણી મળે છે તેમાં ખારાશ અને ફ્લોરાઈડ હોય છે. આ પાણી મનુષ્યના આરોગ્ય માટે હાનિકારક છે.

પાણીની આ મહાભયંકર સમસ્યાને પહોંચી વળવા માટેનો ઉપાય પાણી પ્રત્યેની જાગૃતિ છે. તેના સિવાય અન્ય કોઈ કિલ્પ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કાર્યાનવિત કરવામાં આવી રહેલી જળસંચયની યોજનાઓનો અમલ વધુ ઉપકારક સાબિત થઈ શકે તેમ છે. ગુજરાતમાં જે જળ ક્ષેત્રે કામગીરી થઈ રહી છે તે અન્ય રાજ્યો માટે દીવાદાંડી સમાન છે.

સરકારી અને બિનસરકારી સંગઠનો જે રીતે જળક્રાંતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે અન્ય રાજ્યો માટે લેવા સમાન છે. ચેકડેમ અને વરસાદી પાણીનો સંગ્રહ જેવી હાથવગા ઉપાયો પાણીની સમસ્યામાંથી ઉગારી શકે તેમ છે. જોકે આ માટે જરૂરી છે નિર્ણય શક્તિની સમજશક્તિની.

અંતરિયાળ અને પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરનારા પ્રદેશોના લોકો જોખમી પાણી પીવા માટે મજબૂર બની ગયા છે. જેને કારણે તેમની તંદુરસ્તી પર પણ અસર થઈ છે. આરોગ્ય ઉપર માઠી અસર પડવાને કારણે આવા વિસ્તારના લોકોનો દેશના વિકાસમાં જે સહયોગ હોવો જોઈએ તે ઘટ્યો છે. પાણીજન્ય રોગોનું પ્રમાણ વધવાને કારણે યુવાનો અને બાળકોના વિકાસમાં ગંભીર અસર પડી છે. ખતરાની ઘંટડી વગાડે છે. પ્રદૂષિત ભૂગર્ભજળ અને વધુ નીચાં જઈ રહેલા ભૂગર્ભજળ. જ્યાં અગાઉ ૫૦-૬૦ ફૂટે પાણી પ્રાપ્ય હતા ત્યાં આજે ૫૦૦ ફૂટની ઉંડાઈએ પણ પ્રાપ્ય નથી.

જળસંકટ ફક્ત ગામડાંઓ પૂરતું જ મર્યાદિત નથી પરંતુ તેણે શહેરોને પણ ભરડામાં લીધું છે. સમસ્યાનું મૂળ ઊંડા જતાં ભૂગર્ભ જળ છે. પાણી પ્રત્યેની લાપરવાહી અને નિષ્કાળજી કેવું ભયાવહ સ્વરૂપ ધારણ કરે છે તે પાણી માટે વલખાં મારતાં લોકોની વધતી જતી સંખ્યા છે તે જ દર્શાવે છે. જોકે ઓછો વરસાદ અને ગ્લોબલ વોર્મિંગ પણ હવે આ સમસ્યા માટે કારણભૂત છે. તેમાંય ખળખળ વહેતી નદીઓ પણ હવે વરસાદના થોડા મહીના બાદ જ સૂકી ભઠ બની જાય છે. ગંગા, યમુના, કાવેરી જેવી નદીઓ એ પ્રદૂષણના રાક્ષશે ભરડામાં લીધી છે. જ્યારે નર્મદા નદી હજુ નિર્મળ રીતે વહી રહી છે. જોકે હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર એવી ગંગા નદીમાં મૃતદેહોને કારણે તેમ જ કેમિકલ વેસ્ટે તેનું જ ધનોતપનોત કાઢી નાખ્યું છે. જેથી તેનું પાણી પીવા લાયક રહ્યું નથી.

દેશના રાજ્યોમાં પાણી સ્થિતિ

 

 

 

 

 

 

 

 

 

 

નોંધ : દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થયેલા સર્વે અનુસાર

જ્યોત્સના પંડ્યા
સંકલનઃ કંચન કુંભારાણા


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate