હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વૃક્ષ / ગુજરાતના પર્યાવરણમાં જંગલોનું મહત્વ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાતના પર્યાવરણમાં જંગલોનું મહત્વ

ગુજરાતના પર્યાવરણમાં જંગલોનું મહત્વ

ભારતમાં પર્યાવરણને આદીકાળથી માનવ જીવનના તાણાવાણા સાથે વણી લેવામાં આવેલ છે. પર્યાવરણના તત્વોને અતિપવિત્ર ગણીને ભારતમાં પૂજા કરવામાં આવે છે. સૂર્ય, ચંદ્ર, નક્ષાત્રો, પૃથ્વી, પર્વતો, હવા, પાણી, અગ્નિ વગેરેને દેવ ગણીને પૂજા થાય છે. વૃક્ષો, નદીઓ, સમુદ્રોની પણ ભારતીય પરંપર મુજબ પૂજા કરવામાં આવે છે. સવારે ઉઠીને ધરતી પર પગ મુકતા પહેલા તેને વંદન કરે છે. સૂર્યને આધ્ય આપી સૂર્યવંદના થાય છે. ભારતની સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે વડલાની પૂજા કરે છે. પીપળામાં ભગવાનનો વાસ છે અને પિતૃઓનું તે માધ્યમ છે તેમ માનીને તેની પૂજા કરી પાણી અર્પણ કરવામાં આવે છે. તુલસીજીને ભગવાનની પત્ની માનીને દરેક આંગણામાં શોભા આપે તે માટે સૌ પ્રયાસો કરે છે. આમ, ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણને ભોગવાદી ભૌતિક દ્રષ્ટિકોણથી નહી પણ આધ્યાત્મિક અભિગમથી નિહાળવામાં આવે છે.

''તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન નિવાસ કરે છે.'' અને તંદુરસ્ત શરીર માટે શુધ્ધ હવા, શુધ્ધ ખોરાક અને શુધ્ધ પાણીની જરૂર પડે છે અને તે સમગ્ર પર્યાવરણ શુધ્ધ હોય તો જ પ્રાપ્ત થઈ શકે છે. આમ, માનવીના શારીરિક અને બૌધ્ધિક વિકાસનો આધાર શુધ્ધ પર્યાવરણ પર રહેલો છે. આ શુધ્ધ પર્યાવરણએ માનવીને કુદરતે આપેલી મહાન ભેટ છે. ભુતકાળમાં શુધ્ધ પર્યાવરણની મદદથી માનવીએ આર્થિક વિકાસ સાધવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને સંસ્કૃતિના સોપાનો સર કર્યા છે. આ રીતે પર્યાવરણ, આર્થિક વિકાસ અને સંસ્કૃતિએ એકબીજાથી જુદા ન પાડી શકાય તેવી રીતે પરસ્પર એકબીજા સાથે એક સીકકાની બન્ને બાજુએ જોડાયેલા ગણાવી શકાય છે.

પર્યાવરણ એટલે પૃથ્વીની આજુબાજુનું વાતાવરણ. આ વાતાવરણમાં હવા, વૃક્ષો, પર્વતો, જમીનો, ખીણો, આકાશ, હવામાન, સૂર્યનો પ્રકાશ, પાણી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એથી આગળ જઈએ તો પર્યાવરણ એટલે સજીવ સૃટના અસ્તિત્વને અસર કરતી પ્રક્રિયાઓનો સરવાળો. વિશાળ અર્થમાં જઈએ તો પર્યાવરણ એટલે હવા, પાણી, જમીન, વનવિસ્તાર તથા દરીયાઈ જંગલી તેમજ પાલતુ પ્રાણીઓ, પશુ, પક્ષીઓ અને માનવ જીવન વચ્ચેનો ઉચિત સમન્વય.

આબોહવા, ભૂભૌતિક તેમજ જૈવિક પરિબળો ઉપરાંત સામાજીક, સાંસ્કૃતિક પરિસ્થિતીઓને જે જૈવિક સૃષ્ટ પર અસર કરતા પરિબળો છે તેને પર્યાવરણ કહેવામાં આવે છે.

પૃથ્વી પર મુખ્યત્વે ત્રણ આવરણો આવેલા છે.

 • જૈવિક આવરણ (Biosphere)
 • જલાવરણ (Hydrosphre)
 • વાતાવરણ (Atmosphere)

આ ત્રણ પ્રકારના કુદરતી આવરણ વચ્ચે અનેક રીતે કુદરતે જ સંતુલન ઉભું કરેલ છે. ભુપૃષ્ઠ ઉપર જેવિક સંપતિમાં વનસ્પતિ, પ્રાણીઓ તેમજ સુક્ષમ જિવાણુઓનો સમાવેશ થાય છે અને આ બધા એકબીજા ઉપર આધારીત છે. પરંતુ મનુષ્ય બુધ્ધિશાળી પ્રાણી હોવાથી પોતાના સુખસગવડ ખાતર પૃથ્વી ઉપરના અન્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિ ઉપર પોતાના સ્વાર્થ માટે આક્રમણ શરૂ કર્યુ. જેના કારણે જ કુદરતી સંતુલન જોખમાયું છે અને અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેને આપણે પ્રદુષણના પ્રશ્નો તરીકે ઓળખીયે છીએ. આમ, પર્યાવરણના પ્રશ્નો માનવ સર્જિતત છે. બુધ્ધિશાળી મનુષ્ય પ્રશ્નો ઉભા જ ન થાય તેની દરકાર કરવાને બદલે પ્રશ્નો ઉભા કરીને પછી તેના ઉકેલ માટે આંધળી દોટ મૂકે છે.

જેના કારણે જંગલો અને વનરાજીઓનો નાશ થવાને લીધે કેટલું નુકસાન થયું છે તેને ખરો ખ્યાલ તો જ મળે જો વૃક્ષો તેમજ અન્ય વનરાજીના (જંગલોના) ફાયદા શું છે તે જાણવાથી થશે. વૃક્ષો આપણને નીચેની બાબતોની જરૂરીયાત પુરી પાડે છે.

 • બળતણની જરૂરીયાત પુરી પાડે છે.
 • માનવ તેમજ પશુપંખીઓ માટે જુદા જુદા સ્વરૂપે ખોરાક પુરો પાડે છે.
 • ઈમારતી લાકડું પુરૂ પાડે છે.
 • જમીનનું ધોવાણ અટકાવે છે.
 • સૂર્યની ગરમી, હવા, ભેજ વિગેરેનું નિયંત્રણ કરી આબોહવા સુધારે છે.
 • વરસાદ માટે ઉપયોગી છે.
 • ગરમ પવનો તેમજ તેની સાથે બારીક બારીક રેતી તેમજ ક્ષારતાના રજકણોથી પશુ-પંખી તેમજ પાકોનું રક્ષાણ કરે છે.
 • પૂર તેમજ દુષ્કાળની પરિસ્થિતીમાંથી બચાવે છે.
 • મોટા ડેમ તેમજ જળસ્ત્રાવ વિસ્તારોનું રક્ષાણ કરે છે.
 • પશુ પંખીઓને આશરો પુરો પાડે છે.
 • માનવો માટે રોજી પુરી પાડે છે.
 • ઉદ્યોગો માટે કાચો માલ પુરો પાડે છે.
 • વન્ય સંપતિમાં વધારો કરીને તેમાંથી થતી પેદાશોને લીધે લોકોની સમૃધ્ધિ વધારે છે.
 • કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.
 • અવાજનું પ્રદુષણ રોકવામાં મદદરૂપ છે.

આમ, વનસ્પતિ સૃષ્ટિ માનવજાતને માટે એટલી બધી રીતે ઉપકારક છે કે તેને નુકસાન કરવાથી માનવજાતને શું નુકસાન થઈ શકે તેમજ વિકાસમાં કેવો ઘટાડો થાય છે તેનો આપોઆપ ખ્યાલ આવશે. જંગલોના નાશથી થતા નુકશાન અંગેના દ્રષ્ટાંતોથી વિકાસમાં કેવા અવરોધો આવી શકશે જે ખ્યાલ આવી જશે.

વૈજ્ઞાનિક ગણતરી મુજબ જોઈએ તો પ૦ વર્ષનું એક મોટું વૃક્ષ તેના જીવનકાળ દરમ્યાન આશરે ૧પ.૭૦ લાખ રૂપિયા જેટલો ફાયદો આપે છે.

કોષ્ટક-૧

ક્રમ

વિગત

અંદાજીત રકમ રૂા.(રૂા.લાખમાં)

પ્રાણવાયુ

ર.પ૦

હવાના પ્રદુષણનું નિયંત્રણ

૫.૦૦

પાણીનું પુનરાવર્તન ભેજનું નિયંત્રણ

૩.૦૦

જમીનનું ધોવાણ અટકાવીને

ર.પ૦

પશુ પક્ષીઓને આશ્રય તેમજ ખોરાક પુરો પાડીને

ર.પ૦

ફળ, ફુલ, બળતણ વગેરે વધારાનું

૦.ર૦

કુલ

૧પ.૭૦

ઘાંસના બીડોનો આયોજન વગરનો ઉપયોગ કરવાથી જમીનનું ધોવાણ થાય છે. જેને લીધે ખુલ્લી પડેલી જમીનમાંથી દર વષ હેકટર દીઠ રર,૪૪ર કી.ગ્રા. ફળદ્રુપ માટી ધોવાઈ જાય છે. જયારે ઘાંસના આવરણવાળી જમીનમાં આ ધોવાણનું પ્રમાણ ફકત ૩૦૬ કી.ગ્રા. છે.

વનસ્પતિના બેફામ નાશને લીધે હવામાં રહેલા અંગારવાયુ (કાર્બન ડાયોકસાઈડ) નો વપરાશ ઘટવાથી વાતાવરણમાં તેનું પ્રમાણ વધતું જાય છે અને સાથે સાથે ઔદ્યોગીક પ્રદુષ્ાણને લીધે પણ વાતાવરણમાં ધૂમાડાનું પ્રમાણ વધે છે. જેને લીધે આપણે એમ કહી શકીયે છીએ કે, વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડનું અભેદ આવરણ છવાઈ જવાને લીધે સૂર્યના કિરણોનું પૃથ્વી ઉપર અસહય ઠંડુ વાતાવરણ ફેલાશે અને વિશ્વ હિમયુગમાં સપડાઈ જશે.


ગુજરાતમાં જંગલોની સ્થિતી

ભારતની કુલ જમીનનો ૬% ભાગ ગુજરાત રાજય ધરાવે છે. જે લગભગ ભૌગોલિક વિસ્તાર ૧,૯૬,૦રર કિ.મી.જેવો થવા પામેલ છે. જેમાંથી જંગલોમાં રોકાયેલ જગ્યા ૧૪,૯૪૬ કી.મી.જેવી છે. ગુજરાત રાજયમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના જંગલો(વન) જોવા મળે છે.

કોષ્ટક-ર

ક્રમ

વિગત

વિસ્તાર
(કી.મી.)

ટકાવારી

ખૂબ જ ગીચતાવાળા જંગલો

૧૧૪

૦.૭૬

મધ્યમ ગીચતાવાળા જંગલો

૬,ર૩૧

૪૧.૬૯

ખુલ્લા જંગલો

૮,૬૦૧

પ૭.પપ

કુલ

૧૪,૯૪૬

૧૦૦.૦૦

 

ઉપરોકત કોષ્ટક નં.ર પરથી કહી શકાય છે કે, ગુજરાત રાજયમાં કુલ જંગલ વિસ્તારના પ૭.પપ% ખુલ્લા પ્રકારના જંગલો, ૪૧.૬૯% મધ્યમ ગીચતાવાળા જંગલો તથા ૦.૭૬% ખૂબ જ ગીચતાવાળા જંગલો આવેલા છે.

કોષ્ટક-૩

જિલ્લાઓ

ભૌગોલીક
વિસ્તાર

જંગલોનો વિસ્તાર

કુલ જંગલોનો વિસ્તાર

ભૌગોલિક વિસ્તારમાં જંગલોની ટકાવારી

ખૂબજ
ગીચતા વાળા
જંગલો

મધ્યમ
ગીચતા વાળા
જંગલો

ઓછી
ગીચતા વાળા
જંગલો

અમદાવાદ

૮,૭૦૭

ર૮

૧૪૯

૧૭૭

ર.૦૩

અમરેલી

૬,૭૬૦

૬પ

૧પ૩

ર૧૮

૩.રર

આણંદ

૩,ર૧૪

ર૬

૩૪

૬૦

૧.૮૭

બનાસ કાંઠા

૯,૮પ૮

૪ર૯

૪૩ર

૮૬૧

૮.૭૩

ભરૂચ

૬,૪પ૮

૯૧

ર૪૯

૩૪૦

પ.ર૬

ભાવનગર

૧૧,૧પપ

૮ર

ર૩૮

૩ર૦

ર.૮૭

દાહોદ

૪,૪૦પ

૧૮ર

પર૪

૭૦૬

૧૬.૦૩

ગાંધીનગર

૬૪૯

૩પ

૪૪

૬.૭૮

જામનગર

૧૪,૧રપ

પ૯

૩૧૦

૩૬૯

ર.૬૧

જૂનાગઢ

૮,ર૮૧

૯ર૬

૬૭૩

૧,૬૦૮

૧૯.૪ર

કચ્છ

૪પ,૬પર

૪૦૮

૧,૮૭પ

ર,ર૮૩

પ.૦૦

ખેડા

૩,૯૮૦

ર૮

૭૪

૧૦ર

ર.પ૬

મહેસાણા

૮,પ૪૦

ર૪

ર૧૩

ર૩૭

ર.૭૮

ર્નમદા

ર,પ૮૦

પ૦૭

૪૯૮

૧,૦૦પ

૩૮.૯પ

નવસારી

ર,ર૧પ

૧૯૧

૧ર૩

૩૧૪

૧૪.૧૮

પંચમહાલ

૪,૪૬૧

૧૮૩

૩૯૩

પ૬૭

૧ર.૯૧

પાટણ

૩,૩૩ર

૧૦

૮૯

૯૯

ર.૯૭

પોરબંદર

ર,૩ર૬

રર

૯ર

૧૧૪

૪.૯૦

રાજકોટ

૧૧,ર૦૩

૧૩૯

૧૪૮

૧.૩ર

સાબરકાંઠા

૭,૩૯૦

૩ર૩

૪૭૬

૭૯૯

૧૦.૮૧

સુરત

૭,૬પ૭

ર૭

૮પ૬

૪૭૧

૧,૩પ૪

૧૭.૬૮

સુરેન્દ્રનગર

૧૦,૪૮૯

૧૩

૧પ૯

૧૭ર

૧.૬૪

ડાંગ

૧,૭૬ર

૭૮

૧,૦૧૩

૩ર૬

૧,૪૧૭

૮૦.૪ર

વડોદરા

૭,૭૯૪

૧૬૩

૪૬પ

૬ર૮

૮.૦૬

વલસાડ

૩,૦ર૯

પ૮૪

૪૧૧

૯૯પ

૩ર.૮પ

કુલ

૧,૯૬,૦રર

૧૧૪

૬,ર૩૧

૮,૬૦૧

૧૪,૯૪૬

૭.૬ર

ઉપરોકત કોષ્ટક નં.૩ પરથી આપણે ગુજરાતના વિવિધ જિલ્લામાં રહેલા જંગલોનો વિસ્તાર જાણી શકાય છે.ગુજરાત રાજયમાં સૌથી વધુ ભૌગોલીક વિસ્તારની દ્રષ્ટિએ સમૃધ્ધ કચ્છ જિલ્લો છે. જે ૪પ,૬પર કી.મી.નો વિસ્તાર ધરાવે છે. પરંતુ ત્યાં ફકત રણ પ્રદેશ હોવાના કારણે અન્ય જંગલોનું પ્રમાણ ઓછુ રહેલ છે. જયારે બીજા અને ત્રીજા ક્રમ પર ભૌગોલીક વિસ્તારની દ્રષ્ટિએ જુનાગઢ જિલ્લો અને રાજકોટ જિલ્લો આવે છે. જે અનુક્રમે ૧૪,૧રપ તથા ૧૧,ર૦૩ કી.મી.નો વિસ્તાર ધરાવે છે. જયારે સૌથી ઓછો ભૌગોલીક વિસ્તાર ગાંધીનગર જિલ્લો ૬૪૯ કી.મી.ધરાવે છે.

ખૂબ જ ગીચતાવાળા (ગાઢ) જંગલો ગુજરાત રાજયમાં ખૂબ જ ઓછા છે. જે ૧૧૪ કી.મી.ના વિસ્તારમાં છે. જે ફકત બે જ જિલ્લાઓમાં આવેલા છે. જેમાં ડાંગ જિલ્લામાં ૭૮ કી.મી. જયારે સુરત જિલ્લામાં રપ કી.મી.ના વિસ્તારમાં પથરાયેલા છે. જયારે બાકી બધા જિલ્લામાં તેનું પ્રમાણ નીલ જ રહેવા પામેલ છે.

મધ્યમ ગીચતા વાળા જંગલોમાં ડાંગ જિલ્લો ગુજરાત રાજયમાં ૧,૦૧૩ કી.મી.નો વિસ્તાર ધરાવે છે. જયારે જૂનાગઢ અને સુરત જિલ્લો અનુક્રમે ૯ર૬ તથા ૮પ૬ કી.મી.નો જંગલ વિસ્તાર ધરાવે છે. મધ્યમ ગીચતાવાળા જંગલો ગુજરાત રાજયના દરેક જિલ્લામાં આવેલા છે. પરંતુ તેનું પ્રમાણ ખૂબ જ ઓછુ થવા જાય છે.

ઓછી ગીચતાવાળા જંગલો તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેલા છે. જેમાં પ્રથમ ક્રમે કચ્છ જિલ્લો ર,ર૮૩ કી.મી.નો વિસ્તાર ધરાવે છે. જયારે બીજા અને ત્રીજા ક્રમ પર જૂનાગઢ અને ડાંગ જિલ્લો અનુક્રમે ૧,૬૦૮ કી.મી. તથા ૧,૪૧૭ કી.મી.નો વિસ્તાર ધરાવે છે. જયારે સૌથી ઓછો ગાંધીનગર જિલ્લો ઓછી ગીચતાવાળા જંગલો ધરાવે છે.

આમ, ઉપરોકત માહિતી પરથી ખ્યાલ આવે છે કે, ગુજરાત ખૂબ જ ઓછા જંગલો ધરાવે છે અને તેનો વિનાશ રોકવા માટેના પ્રયત્નો કરવા જોઈએ.

જંગલોના વિનાશને રોકવાના ઉપાયો

અત્યાર સુધીમાં જંગલોનો બહુ મોટા પ્રમાણમાં નાશ કરવામાં આવ્યો છે. પરંતુ જો આ પ્રકિ્રયાને રોકવામાં નહી આવે તો એક સમય એવો આવીને ઉભો રહેશે કે માનવ સ્વહિત પાછળ પૃથ્વી પર એક ઝાડને ઉભું નહી રહેવા દે અને તયાર બાદ જે પર્યાવણીય અસમતુલા પેદા થશે તે માનવજાતને ખતમ કરી નાખશે. તેથી જંગલોના વિનાશને રોકવા નીચેના ઉપાયો ધ્યાને રાખવા જોઈએ.

 • જંગલોના મહત્વનું જ્ઞાન બાળકોથી લઈ અને મોટેરા સુધી આપવું જોઈએ.
 • વૃક્ષોના વાવેતર માટે જનજાગૃતિ પેદા કરવી જોઈએ.
 • લાકડાના વિકલ્પમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ શોધવી જોઈએ.
 • પુન:પ્રક્રિયા  (રીસાયકલીંગ) ધ્વારા નવી વસ્તુનું નિર્માણ કરવું જોઈએ.

ભારતના લોકોમાં પર્યાવરણના રક્ષાણની જાગૃતિ પેદા કરવા માટે પર્યાવણીય મંત્રાલય ધ્વારા વર્ષમાં અમુક ચોકકસ દિવસોની પર્યાવરણ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્યાવણીય દિવસો નીચે મુજબ છે.

 

 • રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ:- ર૮ ફેબ્રુઆરી
 • વિશ્વ વન્ય દિવસ:-ર૧ માર્ચ
 • વિશ્વ જલ દિવસ:-રર માર્ચ
 • વિશ્વ વાયુ મંડલ દિવસ:- ર૩ માર્ચ
 • વિશ્વ સ્વાસ્થ્ય દિવસ:-૭ એપિ્રલ
 • પૃથ્વી દિવસ:-રર એપિ્રલ
 • ધુમ્રપાન અને તમાકુ રહિત દિન :-૩૧ મે
 • વિશ્વ પર્યાવરણ દિવસ :- પ જુન
 • વિશ્વ ઓઝોન દિવસ :-૧૬ ઓકટોબર
 • વિશ્વ પર્યટન દિવસ :-ર૭ સપ્ટેમ્બર
 • વિશ્વ પશુ કલ્યાણ દિવસ :-૪ ઓકટોબર
 • માનવ અધિકાર દિવસ :-૧૦ ડીસેમ્બર
 • કિસાન દિવસ :-ર૩ ડીસેમ્બર

ઉપરોકત માહિતી પરથી વિજ્ઞાન, શિક્ષાણ તાલીમ, વિસ્તરણ નિદર્શન વગેરે સંદર્ભમાં પણ પર્યાવરણનો વિકાસ કરવાની આવશ્યકતા છે. આ માટે જંગલોને કાપવાની પ્રવૃતિ બંધ કરવાની આવશ્યકતા છે. ચીન અને દક્ષિાણ કોરીયાએ ઘટતા જતા જંગલોના પ્રમાણને નિયંત્રીત કરવામાં સફળતા મેળવી છે. તેમાંથી બોધપાઠ લઈ ભારત-ગુજરાતને શિખવાની જરૂર છે. જેથી પર્યાવરણ આધારીત દેશનો તેમજ રાજયનો વિકાસ સાધી શકાય છે અને આવનાર સમયમાં ભારતને મહાસતા બનાવી શકાય.

લેખક : ડોડિયા દિલીપ ઉદેસંગભાઇ.સરકરી કોર્મસ કોલેજ, સૅક્ટર- ૧૫, ગાંધીનગર.

સ્ત્રોત : ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન , પોર્ટલ ઈ - જર્નલ

3.57142857143
Anonymous Jul 08, 2019 02:42 PM

સારો પયાવરણમાં જંગલો નિબંઘ લખીયો છે Vvvvvv good

ઠાકોર ભરતભાઈ Mar 08, 2018 10:50 PM

ઉપર મુજબ દિવસોમાં ઓનલાઇન તથા જાહેર મા મફત વૃક્ષો નુ વીતરણ કરો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top