વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રદૂષણની સમસ્યા

પ્રદૂષણની સમસ્યા : શું આપણે ફલેશ અને ફરગેટ વલણથી પીડાઈએ છીએ

પ્રદૂષણની સમસ્યા : શું આપણે ફલેશ અને ફરગેટ વલણથી પીડાઈએ છીએ

હા, હવે આ વાત સત્તાવાર રીતે કહેવાય છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સી.બી.સી.)ના અધ્યક્ષ૧ના જણાવ્યા મુજબ ભારતની નદીઓના જળની ગુણવત્તાનું સ્તર નીચું લઈ જવા પાછળનું કારણ, પ્રક્રિયામાંથી પસાર થયા વિનાનો (અનટ્રીટેડ) કે અડધીપડધી પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવતો કચરો છે. આમ તો આમ વ્યાપકપણે કહેવાતું આવ્યું છે, પરંતુ હવે સી.પી.સી.બી.૨ના સત્તાવાર પત્રે દેશની નદી વ્યવસ્થા અંગેનો આ વાસ્તવિકતાને પુનઃ ઉદ્ઘોષ કર્યો છે. આ સત્તાવાર સમાચાર યાદીમાં જણાવ્યા મુજબ પ્રતિદિન ૩,૩૦૦ કરોડ લિટર કચરો પેદા થાય છે. તેની સામે આપણને ૨૧ ટકા અર્થાત ૭૦૦ કરોડ લિટર કચરાની ટ્રીટમેન્ટની જ ક્ષમતા ધરાવીએ છીએ. વિવિધ રાષ્ટ્રીય નદી પગલાં યોજનાઓ દ્વારા ઊભી થયેલી ક્ષમતાઓનો પણ તેમાં સમાવેશ થાય છે.

અંતહીન પ્રદૂષણથી નદીઓને બચાવવા સત્તાધારીઓ પાસે એક જ ઉપાય પડેલો છે. તે ઉપાય એટલે પ્રદૂષિત નદીઓને ટ્રીટમેન્ટ આપવા કરોડોનું રોકાણ કરવું. આ મુદ્દાને ધ્યાને રાખીને જ ગંગા અને યમુના એક્શન પ્લાન જેવી યોજનાઓ ઘડાઈ. પરંતુ કડવું સત્ય એ છે કે દાયકાઓની પહેલ પછી પણ આપણે આ સીધાસટ ઉપાયોની દિશામાં હજી ખાસ કાંઈ નથી કરી શક્યા. ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાનની ઉપલબ્ધિ આ વાતના પુરાવા છે. સી.પી.સી.બી.ના જણાવ્યા મુજબ અત્યંત પવિત્ર મનાતી ગંગા નદીનો પણ હજી ભારતની અતિપ્રદૂષિત નદીઓની યાદીમાં જ સમાવેશ થાય છે. તો યમુના તો ગટરલાઈનથી વધી જઈને કાંઈ દેખાતી જ નથી. પ્રાસંગિકપણે માધ્યમોમાં અને નાગરિક મંચો પર ઉછળતા રહેતા મુદ્દાને બાદ કરતાં આ સમગ્ર કવાયતમાં માત્ર એ જ બાબતો વૃદ્ધિ પામતી રહી છે. ૧. નાણાકીય ફાળવણી અને ૨. નદીઓમાં કચરાનો વધુ નિકાલ.

ફ્લશ ટોઈલેટ સાથે સંકળાયેલા આરોગ્ય અંગેના વિચારોને બદલવાની જરૂર છે. વાસ્તવિક હકીકતો તરફ લક્ષ્ય આપવાનો અભિગમ કેળવવાની ખાસ જરૂર છે. પાણી કિંમતી અને ખૂબ મુશ્કેલીથી મળે છે, બને એટલા નજીકના અંતરોની પાણી મેળવવા પ્રયાસ થવો જોઈએ. માનવમળનું પણ સંસાધનીય મૂલ્ય છે. આટલું સમજ્યા પછી જ જળપ્રદૂષણ ગંદાપાણીના શુદ્ધિકરણ પાછળ થતા ખર્ચ અને પાણીજન્ય રોગોથી બચી શકાશે. આ સમસ્યાના ઉકેલ માટે એક ઉપાય સૂચવી શકાય. ગંદા પાણીના શુદ્ધિકરણ માટે વિકેન્દ્રિત વ્યવસ્થા ઇમારત કે વસાહતને એકમ બનાવીને ગંદાપાણીના શુદ્ધિકરણની યોજનાનો વિચાર કરી શકાય.

આ દુષ્કાળના મૂળમાં જવા ખૂબ લાંબે જવાની જરૂર નથી. નદી કિનારે વસેલા આપણા નગરો અને શહેરો તેમના નિવાસી વિસ્તારો દ્વારા સર્જાતા શહેરી કચરાના નિકાલ અંગે ગંભીરતાથી વિચારવાનો દૃષ્ટિકોણ જ ધરાવતા નથી. તેમના માટે નદીનું પાણી તે આવા કચરાને ઠાલવવાનું સારું સાધન છે. આમ કરીને તેઓ ગંદા પાણીની ટ્રીટમેન્ટના કામના બોજથી મુક્તિ મેળવી લે છે. આપણો દેશ જ્યારે શહેરીકરણની દિશામાં ડગ માંડી રહ્યો હતો ત્યારે શહેરી વિકાસની શરૂઆત હતી. તે સમયે કચરાની ટ્રીટમેન્ટ માટેનું જે નેટવર્ક ઊભું થયું અને જે યોજનાઓ આકાર પામી તે વસ્તીના ઉપલક અંદાજો આધારે ઊભા થયા તેના પરિણામે ગણતરીના ભારતીય નગરો અને શહેરો કચરાની ટ્રીટમેન્ટ ઊભા થયેલા નાના નગરો અને શહેરો તો ગટર વ્યવસ્થા કે કચરાની ટ્રીટમેન્ટ માટેના પ્લાન્ટ વિહોણા જ છે. આજે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આપણી નદીઓની સ્થિતિ આ આ બધાનું પરિણામ નરી આંખે બતાવે છે. આ વિસ્તારોમાં કચરાના ઢગ, ઔદ્યોગિક પ્રદૂષણ સહિતના કારણોસર નદીના પાણી મોટા પાયે પ્રદૂષિત દેખાય છે. દેશની સર્વોચ્ચ અદાલતે પંદરેક વર્ષ પહેલાં સુઓ મોટો રીતે યમુનાના જળની ગુણવત્તા પર નજર રાખવાનું શરૂ કર્યું ત્યાર પછીના સમયગાળામાં૩ લઘુત્તમ માપદંડ મુજબની કામગીરી પુરી કરવા સત્તાવાળાઓને ત્રણવાર મુદ્દત વધારી આપી છે. આજે નદીની સ્થિતિ પર નજર નાખવામાં આવે તો જોઈ શકાય તેમ છે કે સ્વચ્છતા કામગીરી નિમ્નમાં નિમ્ન માપદંડના સ્તરે પણ પહોંચી નથી, પરંતુ અભિયાન પાછળ જંગી ૧,૮૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચની વ્યવસ્થા થઈ શકી છે. છેલ્લા ૨૫ વર્ષથી ગંગા વિશે પણ આવી વાર્તાઓ ચાલતી રહે છે.

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (સી.એસ.ઈ.)ના નિયામક સુનિતા નારાયણે૪ના જણાવ્યા મુજબ ગંગા નદી પગલાં યોજનાઓ અને કચરા ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પાછળ જંગી રોકાણો કરવાના વર્તમાન વ્યૂહો ટૂંકાગાળાના ઈજનેરી દૃષ્ટિકોણવાળા છે. આપણે પહેલા જે ગતિએ વૃદ્ધિ પામી રહ્યા હતા તે જોતાં સમગ્ર શહેરને એક જ ગટર લાઈનથી સાંકળીને ગંદાપાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ઊભા કરવા તે સત્તાવાળાઓ માટે અસંભવ વાત છે. વાસ્તવમાં આવી વ્યવસ્થા ઊભી કરવાની સરકારની ક્ષમતાઓથી આગળ વધી જઈને શહેર પોતાની સંખ્યા અને વિસ્તારમાં વૃદ્ધિ પામી રહ્યા છે. નદી કિનારે આવેલા નાના મોટા એમ કોઈ પણ શહેર કે નગરની આ નક્કર હકીકત છે.

દિલ્હીની જ વાત કરીએ તો છેલ્લા ૪૦ વર્ષમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટેના પ્લાન્ટની ક્ષમતામાં ૧૨ ગણો વધારો કરવામાં આવ્યો છે. ૧૯૬૦માં જે ક્ષમતા ૩૦ કરોડ લિટરની હતી તે ૨૦૦૮માં વધીને ૨૩૩ કરોડ લિટરની થઈ છે.

યમુનાના પટ સાથે આગળ વધો તો દિલ્હીમાં તે વઝીરાબાદ ખાતે પ્રવેશ કરે છે. આ સ્થળેથી જ દિલ્હીનો ૧.૪ કરોડ (૨૦૦૧ની વસ્તી ગણતરી) લોકોને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવા પૂરતંુ પાણી મળે છે. અને એ જ યમુનામાં પ્રતિદિન ૪૩૦ કરોડ લિટર જેટલું જ ગંદુ પાણી ઠલવાય છે. આમાં ૬૫ ટકા તો ટ્રીટમેન્ટ થયા વિનાનું ગંદું પાણી હોય છે. વાસ્તવમાં દિલ્હી તો દેશભરમાં સૌથી શક્તિશાળી ‘સ્યુએજ ટ્રીટમેન્ટ’ વ્યવસ્થા ધરાવતું શહેર છે. દિલ્હી ૬,૦૦૦ કિ.મી.ની ગટરલાઈન્સ અને ૨૩૩ કરોડ લિટર ગંદા પાણીના ટ્રીટમેન્ટની વ્યવસ્થા ધરાવે છે. ૧,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આટલું નેટવર્ક હોવા છતાં માત્ર ૫૦ ટકા શહેર જ ગટરલાઈનથી જોડાયેલું છે. આવા ટ્રીટમેન્ટ પ્લાન્ટસ મોટી જગ્યા પણ માગી લેતા હોય છે. વાત આટલેથી અટકતી નથી. દિલ્હી જળ બોર્ડ હવે દિલ્હી ઉપરના ૨૨ કિ.મી. યમુના તટ પ્રદેશને સ્વચ્છ કરવા વધારાના ઇન્ટર સેપ્ટર પ્રોજેક્ટ પાછળ રૂપિયા ૨૪૫૪ કરોડ ખર્ચવાની યોજના ધરાવે છે.

જોકે ‘ઇન્ટર સેપ્ટર પ્લાન ફોર યમુના’ની સમીક્ષા કરતાં ‘સી.એસ.ઈ.’ એ ૨૦૦૯માં પોતાના અહેવાલમાં આવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટસની વ્યવહારિકતા સામે ગંભીર ક્ષમતા વ્યક્ત કરી છે. દિલ્હી પોતાની તમામ એસ.ટી.પી. યોજનાઓ અમલી બનાવી દે પછી પણ વ્યવસ્થા ઓછી પડે તેમ છે. ગટરલાઈન જામ થઈ જતી હોય છે. લાઈન જામ થતાં પ્રવાહો કાર્યરત લાઈન તરફ વાળવા જતાં તે ઓવરલોડ થઈ જતાં વળી ટ્રીટમેન્ટ વગરનું ગંદું પાણી યમુના પ્રવાહમાં ભળવા લાગે છે. કેટલીક વખત ગટર લાઈનની રચના ખામીવાળી હોવાથી ટ્રીટમેન્ટ આપ્યા પછીનું પાણી ફરી ગંદા પાણી સાથે ભળી જતાં ટ્રીટમેન્ટનો ફાયદો જ નથી મળતો.

આ સંજોગોમાં પ્રદૂષિત નદીના શુદ્ધિકરણ યોજનાની તાર્કિક ફળશ્રુતિ શી મળે ? સી.એસ.ઈ.ના સ્થાપક અનિલ અગરવાલના વિધાનોમાં આ બાબતના સત્યની કદાચ ચાવી છુપાયેલી છે. અગરવાલ આ બાબતને રાજકીય અર્થતંત્રનું નામ આપતાં કહે છે કે, ‘આપણે પાણીનો જેટલો વધુ વપરાશ કરીશું, એટલું જ રોકાણ તેને ચોખ્ખું કરવા કરવું પડશે.’

આ સ્થિતિ જોતાં માનવસર્જિત કચરાના નિકાલ માટે કરકસરયુક્ત ખર્ચે તેના નિકાલની પદ્ધતિ અમલી બને તે તાકીદની જરૂરિયાત છે. એવી ટેકનોલોજી કે વ્યવસ્થાની જરૂર છે કે જેમાં પાણીનો સૌથી ઓછો વપરાશ થતો હોય આધુનિક. ‘ફ્લશ ટોઈલેટ’ અને ‘ગટર વ્યવસ્થા’ વ્યક્તિગત સ્વચ્છતા અને પર્યાવરણની સ્વચ્છતાનું પ્રતીક બની રહે છે. પરંતુ વાસ્તવમાં પર્યાવરણની સમસ્યાનાં એ જ મૂળ છે. પર્યાવરણ સુધારવાનો ઉપાય નથી જ. દેશભરના ઘરોમાં ઊભા થયેલા શૌચાલય દીઠ નગણ્ય કહી શકાય તેટલી માત્રાના ગંદા કચરાના નિકાલ પાછળ ૧૦-૧૨ લિટર જેટલું શુદ્ધ કેટલું પાણી વપરાય છે. આપણામાંથી પેદા થયેલા કચરાને માત્ર નગરથી દૂર કરવા આપણને જે પાણીની જરૂરિયાત રહે છે. તેના સંગ્રહ માટે કરોડોના ખર્ચ બંધો, નહેરો ને પાઈપલાઈનો નખાય છે. આટલું કર્યા તે અંતે એ પાણી તમારા ઘર સુધી પહોંચે છે. કે જેનો ઉપયોગ ટોઈલેટમાં થાય છે. અને વળી તેમાંથી પેદા થતાં કચરાંને ફેલાતો અટકાવવા અને તેનો નિકાલ કરવા માટે ફરી ગટરલાઈનો બંધાય છે. એ તાજું  પાણી પૂૂરુ પાડતી નદીઓને જ પ્રદૂષિત થતી રોકવા ફરી કચરાના પ્લાન પાછળ રોકાણો થાય છે.

આ ગંદા પાણીની ટ્રીટમેન્ટ માટે વળી વધારાનું પાણી ભેળવીને ટ્રીટમેન્ટ આપીને તેને નદી કે દરિયામાં જતું કરવામાં આવે છે. પરંતુ ગટરલાઈનો અને અપૂરતા શુદ્ધિકરણયુકત પ્લાન્ટને કારણે આ વ્યવસ્થા તો જળવાતી જ નથી. પરિણામે ટ્રીટમેન્ટ અપાયા વિનાનું ગંદું પાણી જ નદીમાં ઠલવાય છે. અને તે શહેર નદી પ્રદૂષિત થતાં પર્યાવરણ અને આરોગ્ય સામે મસમોટી સમસ્યાઓ સર્જે છે. આ નદીઓના પ્રદૂષિત પાણીને પીને પ્રતિવર્ષ લાખો લોકો અને ખાસ કરીને બાળકો માંદા પડે છે કે પછી મોતને ભેટે છે. સ્થિતિની કરુણતા એ છે કે પ્રદૂષિત નદીઓ પીને બિમાર પડતાં કે મરતાં લોકો ગરીબ છે કે જેમને સલામત શુદ્ધ જળ કે સ્વચ્છતા સૂચક સુવિચારો મળતાં જ નથી.

તેથી કરીને ફ્લશ ટોઈલેટ સાથે સંકળાયેલા આરોગ્ય અંગેના વિચારોને બદલવાની જરૂર છે. ત્રણ હકીકતો તરફ લક્ષ્ય આપવાનો અભિગમ કેળવવાની ખાસ જરૂર છે. પાણી કિંમતી અને ખૂબ મુશ્કેલીથી મળે છે, બને એટલા નજીકના અંતરોની પાણી મેળવવા પ્રયાસ થવો જોઈએ. માનવમળનું પણ સંસાધનીય મૂલ્ય છે. આટલું સમજ્યા પછી જ જળપ્રદૂષણ ગંદાપાણીના શુદ્ધિકરણ પાછળ થતા ખર્ચ અને પાણીજન્ય રોગોથી બચી શકાશે. આ સમસ્યાના ઉકેલ માટે એક ઉપાય સૂચવી શકાય. ગંદા પાણીના શુદ્ધિકરણ માટે વિકેન્દ્રિત વ્યવસ્થા ઇમારત કે વસાતને એકમ બનાવીને ગંદાપાણીના શુદ્ધિકરણની યોજનાનો વિચાર કરી શકાય. એ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ઓછા ખર્ચ અને ઓછા તાજાં પાણીના વપરાશે રીસાઈકલ વ્યવસ્થા થઈ શકે. તેમાં પરંપરાગતથી માંડીને યાંત્રિક વ્યવસ્થાઓ સુધીના વિકલ્પ ઉપલબ્ધ છે. પરંપરાગત વિકેન્દ્રિત ટેકનોલોજી સેસપુલ, સેપ્ટિક ટેન્ક, સ્ટેબિલાઈઝેશન ટેન્ક, રૂટઝોન ટ્રીટમેન્ટ, ટ્રિકિંગ ફિલ્ટર સહિતની ડેવાસ સિસ્ટમનો ઉપયોગ કરી શકે. ડેવાસ સિસ્ટમ ઓછી ઉર્જાની મદદથી ૧૦૦ કે.એલ.ડી. કચરાને માવજત આપી શકે છે. બીજી તરફ યાંત્રિક ટેકનોલોજી અપફલ્લ સ્લજ રીએક્ટર સહિતના ઉપકરણની મદદથી ઓછી ઉર્જા વપરાશની મદદથી ૫૦૦ થી ૧,૦૦૦ કે.એલ.ડી. કચરાનું શુદ્ધિકરણ કરી શકે.

વપરાશકર્તાને પક્ષે પણ એટલું થઈ શકે કે ૪૦ થી ૬૦ ટકા ઓછા પાણીનો વપરાશ કરતા અસરકારક ફ્લશ શૌચાલય ઊભા કરી શકાય. નવી ટેકનોલોજીએ વેક્યુમ બેઝડ કે પ્રેશર આસીસ્ટેડ ફ્લશની પણ રચના કરી છે. ભારતીય બજારમાં પાણીનો વપરાશ ન કરવો પડે તેવા યુરીનલ્સ પણ મળતા થયા છે. બેઝિનમાં વપરાતા પાણીનો વપરાશ ઘટાડવા પણ લો ફ્લો વ્યવસ્થા બજારમાં ઉપલબ્ધ છે. પાણીનો બચાવ કરતી આ ટેકનોલોજીથી સજ્જ ઉપકરણોનો વપરાશ કિંમતી પાણીનો બચાવ કરવામાં મદદ કરશે. માત્ર ગટરમાં ખોટી રીતે વહી જતું પાણી આ રીતે બશે. માનવીના મૂત્રનો રાસાયણિક ખાતર તરીકે સીધો ઉપયોગ થઈ શકે તેમ છે. તે માટેની સમૃદ્ધ બનાવવા માનવમળને પ્રક્રિયામાંથી પસાર કરીને ઉપયોગ કરી શકાય. આ રાહે આપણે વનસ્પતિમાંથી જે તત્ત્વો શરીરમાં લીધા હોય છે તે તત્ત્વો પાછા જમીનને આપી શકીએ. અન્યથા તે વ્યર્થ જાય છે.

અર્થાત્ નદી પ્રદૂષણની સમસ્યાનો ઉપાય માત્ર મોટા રોકાણોથી હાથ ધરાતી નદી યોજનાઓ અને શુદ્ધિકરણ પ્લાન્ટમાં જ નથી છુપાયો. આ સમસ્યા આપણા ફ્લશ શૌચાલય સાથે સંકળાયેલ છે. તેથી હવે આગળ માત્ર ફ્લશ એન્ડ ફર્ગેટ જેવી ભૂલ ન કરતા.

ફૂટનોટ

  • જે. એમ. મૌસ્કર, અધ્યક્ષ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ : જાન્યુ-માર્ચ ૨૦૦૮માં પર્યાવરણ ન્યુઝલેટર ગ્રંથ- ૧, અંક-૧, બહાર પડ્યો ત્યારે તેઓ અધ્યક્ષ હતા. ૨. વોટર ક્વોલિટી મેનેજમેન્ટ ઈન ઇન્ડિયા દ્વારા પર્યાવરણ ન્યૂઝલેટર ગ્રંથ-૧, અંક-૧ જાન્યુ-માર્ચ ૨૦૦૮માં પ્રસારિત ન્યુઝલેટર ૩. મહાપાત્ર ડી. એ કહ્યું હતું કે કાયદેસર રીતે કહેવામાં આવે તો ગંગાનું આગામી ત્રણ વર્ષમાં શુદ્ધિકરણ થઈ જશે. ૭ ડિસેમ્બર, ૨૦૦૯, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ૪. નારાયણ સુનિતાએ કહ્યું હતું કે, ‘ફ્લશ ટોઈલેટસ’ પર્યાવરણની દૃષ્ટિએ વિચારહીન છે. ૨૮ ફેબ્રુ-૨,ડાઉન ટુ અર્થ સી.એસ.ઈ. પ્રકાશન ૫. રીવ્યૂ ઓફ ધ ઇન્ટર સેપ્ટર પ્લાન ફોર ધ યમુના રીવર પોલ્યુશન યુનિટ, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ, મેં,૨૦૦૯.

સાક્ષી દાસગુપ્તા ( લેખક જળ કાર્યક્રમ વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર, દિલ્હીમાં, નાયબ સંકલક છે.)

સંકલનઃ કંચન કુંભારાણા

 

3.15217391304
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top