હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વાસ્તવિકતાઓ / ઓઝોન અને પર્યાવરણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઓઝોન અને પર્યાવરણ

ઓઝોન અને પર્યાવરણ વિશેની માહિતી

ઓઝોન એટલે શું?

ઓઝોન એ ઓક્સીજનનું એક રૂપ છે.પણ ઓક્સીજનથી ભિન્ન રીતે,ઓઝોન એ એક ઝેરી ગેસ છે.ઓઝોનનો પ્રત્યેક પરમાણું ત્રણ ઓક્સીજન અણુઓનો બનેલો છે,જેથી તેનું રાસાયણિક સૂત્ર 03 છે.જ્યારે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ વાતાવરણના ઉપલા સ્તરોમાંના ઓક્સીજન પરમાણુઓને (02) વિભાજીત કરે છે ત્યારે ઓઝોનનું નિર્માણ થાય છે.જો મુક્ત ઓક્સીજન અણુ (O) ઓક્સીજન પરમાણુ(02) સાથે ટકરાય છે,ત્યારે ત્રણ ઓક્સીજન અણુઓ ઓઝોન (03) તરીકે નવનિર્મિત થાય છે.

સારો અને ખરાબ ઓઝોન

સમોષ્ણતાવરણમાં (પૃથ્વીની સપાટીથી ઉપર લગભગ 15 - 50 કિ.મીનું સ્તર), જ્યાં ઓઝોન કુદરતીપણે વિદ્યમાન છે,તે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે અને તેથી જીવનનું સંરક્ષણ કરે છે.

પૃથ્વીની સપાટીથી સૌથી નજીકના વાતાવરણીય સ્તરમાં,વાહનો દ્વારા થતા પ્રદૂષણને કારણે,નાઈટ્રોજન ઓક્સાઈડ્સ અને હાયડ્રોકાર્બનનું સ્તર વધે છે.સૂર્યપ્રકાશની હાજરીમાં,આ રસાયણો ઓઝોન બનાવે છે.આ ઓઝોન ખાંસી,શ્વાસનળીમાં બળતરા,અસ્થમા,શ્વાસનળીમાંનો સોજો ઈત્યાદિમાં વધારો જેવી સ્વાસ્થય સમસ્યાઓ ઊભી કરે છે.તે પાકને પણ નુકસાન કરી શકે છે.

સમોષ્ણતાવરણમાંનુ ઓઝોન સૂર્યથી થતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણને રોકવા દ્વારા પૃથ્વી પરના જીવનને ફાયદાકારક છે,જ્યારે નીચલા વાતાવરણમાંનું ઓઝોન સ્વાસ્થય સમસ્યાઓ નિર્માણ કરે છે.

ઓઝોન અવક્ષય એટલે શું?

ક્લોરોફ્લોરોકાર્બન્સ (CFCs) એ ઓઝોનનો અવક્ષય કરનારા પ્રાથમિક રસાયણો છે.તેઓને રેફ્રિજરેટરો,એર કંડીશનરો ઈત્યાદિમાં તાપકો તરીકે વપરાય છે.તેઓમાં ક્લોરીન હોય છે.

ઓઝોન અવક્ષય પ્રક્રિયા Ozone depletion process

ચરણ 1 : માનવીય પ્રવૃતિઓના પરિણામે પેદા થયેલું CFCs વાતાવરણમાંના ઓઝોનના સ્તર સુધી પહોંચે છે

ચરણ 2 : સૂર્યમાંના UV વિકિરણો CFCs ને તોડે છે અને ક્લોરીન બહાર છોડે છે.

ચરણ 3 : ક્લોરીનના અણુઓ ઓઝોનના પરમાણુંઓનો નાશ કરે છે અને તેથી ઓઝોનનો અવક્ષય થાય છે

ઓઝોનનો અવક્ષય આપણને કેવી રીતે અસર કરે છે?

 

જ્યારે ઓઝોનના સ્તરનો અવક્ષય થાય છે,ત્યારે પૃથ્વી પર અથડાતા સૂર્યનું UV વિકિરણ વધે છે.આના પરીણામે જનનીય હાનિ,આંખને હાનિ કે દરિયાઈ જીવોને હાનિ થઈ શકે છે.

3.05128205128
ઉમેશભાઈ ચોહાણ Dec 16, 2019 08:47 PM

પયૉવરણમા ઓઝોનના સ્તરનુ મહત્વ કેટલુ છે. જવાબ આપો

શાહ ધુવ અજય ભાઇ Jul 11, 2019 04:18 PM

ઓઝોન સ્તરનું વિઘટન જણાવો.

Sankaliya jenil Jun 23, 2019 01:13 PM

This is very good information

Mit Nov 06, 2018 04:28 PM

ઓઝોન નું કેટલું પ્રમાણ નુકશાન કારક છે?કેવું નુકશાન કરે છે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top