વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાતની વન સંપતિ

ગુજરાતની વન સંપતિ વિશેની વાત કરી છે

ગુજરાતનો વનવિસ્તાર ૧૮,૮૪,૬૦૦ હેકટરનો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો વનવિસ્તાર ઘણો ઓછો છે. ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં રાજ્યનો આશરે ૪૦ ટકા વનવિસ્તાર આવેલો છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાના ડુંગરાળ પ્રદેશમાં ગીચ જંગલો આવેલા છે.

ભેજવાળા પાનખર જંગલો (Moist deciduous forests):

૧૨૫ સેમી કરતા વધુ વરસાદ વાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે. આ જંગલો માં સાગ, સાલ, વાંસ, સીસમ, હળદરવો, શીરસ, ટીમરુ, શીમળો, રાયણ, આમળા, બહેડા, મહુડો, ખાખરો, ભાંગરો, ધાવડો, ઘમન, કેલઈ, કાકડા, ખેર વગેરે વૃક્ષો થાય છે.

સુકા પાનખર જંગલો (Dry deciduous forests):

મધ્યમ વરસાદવાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે. આ જંગલો માં સાગ, સાલ, વાંસ, હળદરવો, શીરસ, ટીમરુ, આમળા, બહેડા, મહુડો, બાવળ, કેસુડો, લીમડો વગેરે વૃક્ષો થાય છે. આ જંગલોમાં ઘાસ પણ થાય છે.

સુકા ઝાંખરા વાળા જંગલો (Dry forests with Thorns):

ઓછા વરસાદ વાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે. આ જંગલોમાં બાવળ, મોદળ, થોર, બોરડી, સાજડ, ધાવડો, ખાખરો, ટીમરુ, ઉમરડો, ગરમાળો, રાયણ, લીમડો વગેરે વૃક્ષો થાય છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવે છે.

વન ના પ્રકાર અને તેનો વિતરણ પ્રદેશ

ક્રમ

વન ના પ્રકાર

વિતરણ પ્રદેશ

1

ભેજવાળા પાનખર જંગલો

ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જીલ્લો

2

ઓછા ભેજવાળા સાગના જંગલો

સુરત, નર્મદા, તાપી અને ભરૂચ જીલ્લો

3

સુકા સાગના જંગલો

વડોદરા, છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જીલ્લો

4

ખુબ જ સુકા સાગના જંગલો

ગીર તથા ગીરનાર (જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લો)

5

સુકા અને કાંટાવાળા પાનખર જંગલો

અમરેલી, રાજકોટ, ભાવનગર, મોરબી, બોટાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર અને સાબરકાંઠા જીલ્લો

6

ઘાસવાળા જંગલો

સૌરાષ્ટ્રમાં આવેલા ઘાસના પ્રદેશો

7

દરિયાઈ ભરતી વાળા જંગલો

કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર જીલ્લો

સ્ત્રોત હિન્દી પાઠશાળા

2.90697674419
અજયતલપદા Dec 10, 2018 12:12 PM

ગુજરાતના તમામ જંગલોની પુરી માહીતી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top