હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / યોજના / સાગરખેડુ સર્વાગી વિકાસ યોજના
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાગરખેડુ સર્વાગી વિકાસ યોજના

સાગરખેડુ સર્વાગી વિકાસ યોજના

ગુજરાત સરકારે રાજ્યના દરીયા કિનારાના વિસ્તારોમાં આવેલ તાલુકાઓના વિકાસ માટે રાજ્યના ૧૩ જિલ્લાઓના કુલ ૩૮ તાલુકાઓમાં સાગરખેડુ સર્વાગી વિકાસ યોજના સને ૨૦૦૭-૦૮થી અમલમાં મૂકી છે.

જળસંપતિ પ્રભાગ દ્વારા આ યોજના હેઠળ વિવિધ કામોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબના કામોનો સમાવેશ થાય છે.

 • બંધારા
 • ભરતી નિયત્રંક
 • રીચાર્જ તળાવો
 • સ્પ્રેડીંગ ચેનલ
 • દરીયાઈ ધોવાણ અટકાવતી યોજના
 • સિંચાઈ યોજનાઓ
 • ચેકડેમ તથા તળવો ઊંડા કરવાની કામગીરી

આ યોજના હેઠળ કરવામાં આવનાર કામોથી દરીયા કિનારાના વિસ્તારોમાં નીચે મુજબના ફાયદાઓ મળશે.

 • સિંચાઈનો લાભ વધશે.
 • ક્ષાર આગળ વધતો અને ફળદ્રુપ જમીન બંજર થતી અટકશે.
 • દરીયા નજીક પિવાના પાણીનો સંગ્રહ થશે અને ભુગર્ભ જળ રીચાર્જ થશે.
 • દરીયા કિનારાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર અટકશે.

સાગરખેડુ સર્વાગી વિકાસ યોજના હેઠળ આવરી લેવાયેલ તાલુકાઓ તથા જિલ્લાઓની યાદી નીચે મુજબ છે

અનું.નં.

જિલ્લો

તાલુકાનું નામ

૧.

કચ્છ

૧. લખપત ૨. અબડાસા ૩. ભચાઊ ૪. અંજાર ૫. મુંદ્રા ૬. માંડવી ૭. ગાંધીધામ

૨.

અમદાવાદ

૧.ધંધુકા

૩.

જામનગર

૧.કલ્યાણપુર ૨.ઓખા મંડળ ૩.ખંભાળીયા ૪.જોડીયા ૫.જામનગર

૪.

પોરબંદર

૧.પોરબંદર

૫.

જુનાગઢ

૧.ઉના ૨.સુત્રાપાડા ૩.માંગરોળ ૪.માળીયા(હા) ૫.કોડીનાર ૬.પાટણ-વેરાવળ

૬.

અમરેલી

૧.જાફરાબાદ ૨.રાજુલા

૭.

ભાવનગર

૧.તળાજા ૨.ઘોઘા ૩.મહુવા

૮.

આણંદ

૧.ખંભાત

૯.

ભરૂચ

૧.વાગરા ૨.જંબૂસર ૩.હાંસોટ

૧૦.

સુરત

૧.ચોર્યાસી ૨.ઓલપાડ

૧૧.

નવસારી

૧.જલાલપોર ૨.ગણદેવી

૧૨.

વલસાડ

૧.ઊમરગામ ૨.પારડી(ગ્રામ્ય) ૩.વલસાડ

૧૩.

રાજકોટ

૧.માળીયા(મીયાણાં)

સ્ત્રોત : નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

2.91304347826
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top