অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંચાલન, નિભાવ અને મરામત

સંચાલન, નિભાવ અને મરામત

  • જળસંચય અને જળસંગ્રહ માટે તળાવો ઉંડા કરવા જળસંચય પહેલા અને પછી વિવિધ યોજના હેઠળ ની કામગીરી તળાવો ની સંખ્યા વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાનું કામ ચેક ડેમ ચેક ડેમ નોંધ ચેક ડેમ પત્રક-૧, ૩૩ જિલ્લા પ્રમાણે- તા. ૩૧/૦૩/૨૦૧૬ અંતિત (જળ સંપત્તિ વિભાગ દ્વારા પુરા થયેલ ચેક ડેમ) ચેક ડેમ પત્રક-૨ , ૩૩ જિલ્લા પ્રમાણે - તા. ૩૧/૦૩/૨૦૧૬ અંતિત (વિવિધ વિભાગ દ્વારા પુરા થયેલ ચેક ડેમ) ચેક ડેમ પ્રગતિ અહેવાલ ટેન્ડર દ્વારા નાની ચેક ડેમ - તા. ૩૧/૧૨/૨૦૧૬ અંતિત ટેન્ડર દ્વારા મોટા ચેક ડેમ - તા. ૩૧/૧૨/૨૦૧૬ અંતિત ચેક ડેમ ડીસીલ્‍ટીંગ - તા. ૩૧/૧૨/૨૦૧૬ અંતિત ચેક ડેમ રીપેરીંગ - તા. ૩૧/૧૨/૨૦૧૬ અંતિત
  • સામાન્‍ય રીતે ગુજરાતમાં વરસાદ અનિયમિત અને ઓછો પડતો હોય છે. ઘણી જગ્‍યાએ ખૂબ જ ઓછો વરસાદ થાય છે. જેથી પાણીની અછત સર્જાય છે. જેથી ખેતી માટે પીવાના પાણી માટે કૂવાઓ અને બોર ધ્‍વારા ઉદ્દવહન સિંચાઇ કરવી પડે છે. જેથી ભૂગર્ભ જળના તળ દર વર્ષે નીચા જતાં જાય છે. જે ઘણી ચિંતાજનક બાબત છે અને પાણીની અછતને લીધે સિંચાઇ તેમજ પીવાના પાણીની ઘણી જ મુશ્કેલીઓ ઉભી થાય છે. ભૂતકાળના અનુભવે જાણવા મળેલ છે કે દર ૩ થી ૪ વર્ષે એક વર્ષ ગુજરાતમાં દુષ્‍કાળનો સામનો કરવો પડે છે. જેથી ખેતીના પાક નિષ્‍ફળ જાય છે. અને પીવાના પાણીની અછતથી ભયંકર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ ઢોર – ઢાંખર માટે ઘાસચારાની પરિસ્‍થિતિ પણ ઘણી વિકટ જોવા મળે છે.
    ઉપરોકત સમગ્ર બાબતોને ધ્‍યાને લઇ, ભવિષ્‍યમાં પાણીની અછતની ઉભી થનાર સંભવિત પરિસ્‍થિતિનો સામનો કરવા, ગંભીરતાથી વિચારવા ગુજરાત સરકારે અસરકારક પગલાં લેવા માટે કટીબધ્‍ધ બની છે.
    જે બાબતના ભાગરૂપે જળસંપત્તિ વિભાગ ધ્‍વારા ઉચ્‍ચ કક્ષાએ અગ્રસચિવશ્રીની સુચનાઅનુસાર ચર્ચા વિચારણા કરવા મુખ્‍ય ઇજનેરશ્રી (મ.ગુ.) અને અધિક સચિવશ્રીની ચેમ્‍બરમાં તા. ૦૨-૦૫-૦૮ ના રોજ વિભાગના સર્વે મુખ્‍ય ઇજનેરશ્રીઓ સાથે વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ. મીટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ સરકારી મકાનો, કોલોનીઓ, ગોડાઉનો, વિશ્રામગૃહો તેમજ અન્‍ય સરકારી મકાનો કે જ્યાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય તેમ હોય તેવા મકાનોમાં આ યોજનાનું અમલીકરણ કરી, વધુમાં વધુ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય તે રીતે આયોજન કરી અમકલીકરણ કરવાનું નક્કી કરેલ છે.
    ઉપરોકત આયોજન મુજબ જળસંપત્તિ વિભાગ હસ્‍તકના સરકારી મકાનોના છતનો કુલ વિસ્‍તાર ભેગો કરવામાં આવેલ. તે મુજબ કુલ ૩,૬૬,૨૦૪ ચો.મી. વિસ્‍તારનું પાણી એકઠું કરી, ભૂગર્ભમાં ઉતારવાની યોજનાના કુલ ખર્ચ રૂ. ૨,૭૩,૩૧,૮૭૦-૦૦ ની નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગના પત્ર ક્રમાંક : પરચ/૧૦૨૦૦૮/બી-૭૩/ભાગ-૨/ક, તા. ૩૦-૦૮-૨૦૦૮ થી સમગ્ર વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. અને તે મુજબ સૂચવેલ અંદાજીત વિસ્‍તારમાં સદર યોજનાના કામનું આયોજન કરવામાં આવેલ. તે મુજબ ચાલુ વર્ષમાં ૨૪૧૦૩ ચો.મી. માં કામગીરી કરવામાં આવેલ. બાકી રહેતો ૩,૪૩,૦૯૧ ચો.મી. સને ૨૦૦૯-૧૦ ના વર્ષમાં આયોજન કરેલ છે. જે કામગીરી દર્શાવતું પત્રક આ સાથે સામેલ છે.
    સરકારી મકાનોના છત પરથી વરસાદી પાણી એકઠું કરી ભૂગર્ભમાં ઉતારવાના કામના અંદાજપત્રકમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રથમ છત પરથી વરસાદી પાણી એકઠું કરી, ડ્રેઇન પાઇપ ધ્‍વારા નીચે ઉતારી, જુદી જુદી જંકશન ચેમ્‍બરો ધ્‍વારા પાણી એકઠું કરી, ફિલ્‍ટર ચેમ્‍બરમાં ભેગું કરવામાં આવે છે. ફિલ્‍ટર ચેમ્‍બરમાં ૬૦ મી. ઉંડો બોર બનાવી સ્‍લોટેડ પાઇપો ઉતારી, ફિલ્‍ટર ચેમ્‍બર, ગ્રેવેલ અને રેતીથી ભરી લઇ ચેમ્‍બરને આર.સી.સી. ઢાંકણથી ઢાંકી દેવામાં આવે છે. જેથી ફિલ્‍ટર ચેમ્‍બરમાં એકઠું થયેલ પાણી જુદી જુદી ચેમ્‍બરમાંથી પસાર થઇ, ફિલ્‍ટર થયેલ પાણી સ્‍લોટેડ પાઇપ ધ્‍વારા સીધું જ ભૂગર્ભમાં ઉતારી દેવાનું આયોજન કરેલ છે. આ યોજના અંતર્ગત જુદા જુદા વર્તુળો ધ્‍વારા ચાલુ સાલે વર્ષ ૨૦૦૮-૦૯ માં કુલ ૨૪,૧૦૩ ચો.મી. વિસ્‍તારમાં પાણી એકઠું કરી, ભૂગર્ભમાં ઉતારવાનું કામ પૂર્ણ થયેલ છે, જેનું સારૂ પરિણામ જોવા મળેલ છે. અને તે વિસ્‍તારમાં ભૂગર્ભ જળના તળ ઉપર આવેલ જણાયેલ છે.
    સામાન્‍ય રીતે ગુજરાતમાં વરસાદ અનિયમિત અને ઓછો પડતો હોય છે. ઘણી જગ્‍યાએ ખૂબ જ ઓછો વરસાદ થાય છે. જેથી પાણીની અછત સર્જાય છે. જેથી ખેતી માટે પીવાના પાણી માટે કૂવાઓ અને બોર ધ્‍વારા ઉદ્દવહન સિંચાઇ કરવી પડે છે. જેથી ભૂગર્ભ જળના તળ દર વર્ષે નીચા જતાં જાય છે. જે ઘણી ચિંતાજનક બાબત છે અને પાણીની અછતને લીધે સિંચાઇ તેમજ પીવાના પાણીની ઘણી જ મુશ્કેલીઓ ઉભી થાય છે. ભૂતકાળના અનુભવે જાણવા મળેલ છે કે દર ૩ થી ૪ વર્ષે એક વર્ષ ગુજરાતમાં દુષ્‍કાળનો સામનો કરવો પડે છે. જેથી ખેતીના પાક નિષ્‍ફળ જાય છે. અને પીવાના પાણીની અછતથી ભયંકર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ ઢોર – ઢાંખર માટે ઘાસચારાની પરિસ્‍થિતિ પણ ઘણી વિકટ જોવા મળે છે. 
    ઉપરોકત સમગ્ર બાબતોને ધ્‍યાને લઇ, ભવિષ્‍યમાં પાણીની અછતની ઉભી થનાર સંભવિત પરિસ્‍થિતિનો સામનો કરવા, ગંભીરતાથી વિચારવા ગુજરાત સરકારે અસરકારક પગલાં લેવા માટે કટીબધ્‍ધ બની છે. 
    જે બાબતના ભાગરૂપે જળસંપત્તિ વિભાગ ધ્‍વારા ઉચ્‍ચ કક્ષાએ અગ્રસચિવશ્રીની સુચનાઅનુસાર ચર્ચા વિચારણા કરવા મુખ્‍ય ઇજનેરશ્રી (મ.ગુ.) અને અધિક સચિવશ્રીની ચેમ્‍બરમાં તા. ૦૨-૦૫-૦૮ ના રોજ વિભાગના સર્વે મુખ્‍ય ઇજનેરશ્રીઓ સાથે વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ. મીટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ સરકારી મકાનો, કોલોનીઓ, ગોડાઉનો, વિશ્રામગૃહો તેમજ અન્‍ય સરકારી મકાનો કે જ્યાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય તેમ હોય તેવા મકાનોમાં આ યોજનાનું અમલીકરણ કરી, વધુમાં વધુ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય તે રીતે આયોજન કરી અમકલીકરણ કરવાનું નક્કી કરેલ છે. 
    ઉપરોકત આયોજન મુજબ જળસંપત્તિ વિભાગ હસ્‍તકના સરકારી મકાનોના છતનો કુલ વિસ્‍તાર ભેગો કરવામાં આવેલ. તે મુજબ કુલ ૩,૬૬,૨૦૪ ચો.મી. વિસ્‍તારનું પાણી એકઠું કરી, ભૂગર્ભમાં ઉતારવાની યોજનાના કુલ ખર્ચ રૂ. ૨,૭૩,૩૧,૮૭૦-૦૦ ની નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગના પત્ર ક્રમાંક : પરચ/૧૦૨૦૦૮/બી-૭૩/ભાગ-૨/ક, તા. ૩૦-૦૮-૨૦૦૮ થી સમગ્ર વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. અને તે મુજબ સૂચવેલ અંદાજીત વિસ્‍તારમાં સદર યોજનાના કામનું આયોજન કરવામાં આવેલ. તે મુજબ ચાલુ વર્ષમાં ૨૪૧૦૩ ચો.મી. માં કામગીરી કરવામાં આવેલ. બાકી રહેતો ૩,૪૩,૦૯૧ ચો.મી. સને ૨૦૦૯-૧૦ ના વર્ષમાં આયોજન કરેલ છે. જે કામગીરી દર્શાવતું પત્રક આ સાથે સામેલ છે. 
    સરકારી મકાનોના છત પરથી વરસાદી પાણી એકઠું કરી ભૂગર્ભમાં ઉતારવાના કામના અંદાજપત્રકમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રથમ છત પરથી વરસાદી પાણી એકઠું કરી, ડ્રેઇન પાઇપ ધ્‍વારા નીચે ઉતારી, જુદી જુદી જંકશન ચેમ્‍બરો ધ્‍વારા પાણી એકઠું કરી, ફિલ્‍ટર ચેમ્‍બરમાં ભેગું કરવામાં આવે છે. ફિલ્‍ટર ચેમ્‍બરમાં ૬૦ મી. ઉંડો બોર બનાવી સ્‍લોટેડ પાઇપો ઉતારી, ફિલ્‍ટર ચેમ્‍બર, ગ્રેવેલ અને રેતીથી ભરી લઇ ચેમ્‍બરને આર.સી.સી. ઢાંકણથી ઢાંકી દેવામાં આવે છે. જેથી ફિલ્‍ટર ચેમ્‍બરમાં એકઠું થયેલ પાણી જુદી જુદી ચેમ્‍બરમાંથી પસાર થઇ, ફિલ્‍ટર થયેલ પાણી સ્‍લોટેડ પાઇપ ધ્‍વારા સીધું જ ભૂગર્ભમાં ઉતારી દેવાનું આયોજન કરેલ છે. આ યોજના અંતર્ગત જુદા જુદા વર્તુળો ધ્‍વારા ચાલુ સાલે વર્ષ ૨૦૦૮-૦૯ માં કુલ ૨૪,૧૦૩ ચો.મી. વિસ્‍તારમાં પાણી એકઠું કરી, ભૂગર્ભમાં ઉતારવાનું કામ પૂર્ણ થયેલ છે, જેનું સારૂ પરિણામ જોવા મળેલ છે. અને તે વિસ્‍તારમાં ભૂગર્ભ જળના તળ ઉપર આવેલ જણાયેલ છે.
  • ગુજરાત ગુજરાત રાજ્ય લગભગ ૧૬૦૦ કિ.મી. લાંબો દરીયાઇ કાંઠો ધરાવે છે. રાજ્યના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર અને જામનગર જીલ્લાઓની હદ અરબી સમુદ્રના કાંઠે આવેલ છે. રાજ્યના વલસાડ, નવસારી, સુરત , ભરૂચ અને જામનગર જીલ્લાઓના પશ્ચિમ ભાગે તેમજ ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર અને જામનગર જીલ્લાઓના પૂર્વ ભાગે દરીયાઇ ધોવાણ જોવા મળેલ છે. આ ધોવાણ દરિયામાંથી આવતા તીવ્ર મોજાના કારણે ખાસ કરીને ચોમાસા પૂર્વે તેમજ ચાલુ ચોમાસામાં આવતી ભરતીમાં મોજાના લીધે થવા પામેલ છે. વધુ માં ગ્લોબલ વૉર્મીંગ ના કારણે દરિયાઇ ભરતીના મોજામાં તીવ્ર વધારો જોવા મળેલછે. દરિયાઇ કાંઠાઓ પર પછાત લોકો ખાસ કરીને માછીમાર લોકો કે જેઓનો મુખ્ય ધંધો માછીમારીનો છે તેઓની વસ્તી વધુ હોય છે. આ લોકોનો કામધંધો દરીયા આધારીત હોઇ પોતાની મૂળ જગ્યા છોડી અન્ય ઠેકાણે વસવાટ કરવા તૈયાર થતા નથી. દરીયાઇ ધોવાણથી આ ગામોમાં આવેલ મકાનો, ખેતીની જમીન તેમજ અન્ય માલ મિલ્કતને થતુ ખૂબજ પ્રમાણમાં નુકશાન થવા પામેલછે. આ નુકશાન અટકાવવા માટે રજૂઆતો કરવામાં આવે છે.
  • ઉપરોક્ત રજૂઆતો તેમજ દરિયાઇ કીનારે થયેલ નુકશાનને ધ્યાનમાં રાખી અગ્રતા પ્રમાણે દરીયાઇ કાંઠાના ધોવાણ અટકાવવાના કામો હાથ ધરવામાં આવેલછે. જે અન્વયે કાંઠા ઉપર ગેબીયન્સ / મોટા પથ્થર ની સંરક્ષણ દિવાલનુ બાંધકામ કરવામાં આવે છે. આ સંરક્ષણ દિવાલ ના કામો કરવાથી દરીયાઇ મોજાથી થતુ નુકશાન અટકાવી શકાયેલ છે.
  • રાજ્ય ના આદિજાતી વિસ્તારના લોકોનો આર્થિક, સામાજીક તેમજ અન્ય તમામ સ્તરે વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦ મુદ્દા કાર્યક્રમ "વનબંધુ કલ્યાણ યોજના" એપ્રીલ-૨૦૦૭ થી શરૂ કરવામાં આવેલ છે.
  • આ અન્વયે રાજયના દસ મુદ્દા કાર્યક્રમ હેઠળ મુદ્દા નં.૭ માં "સિંચાઇ"ના મુદ્દાને આવરી લેવામાં આવે છે. આ અન્વયે રાજયના આદિજાતિ વિસ્તારમાં સુનિશ્વિત સિંચાઇ સુવિધા આપવી તેમજ વધુ વરસાદનો વિસ્તાર હોવાથી આધુનિક ઢબે નવી યોજનાઓ હાથ ધરવાની થાય છે. જે માટે વૈજ્ઞાનિક ધોરણે દરેક તાલુકાનું સર્વેક્ષણ કરી ચેકડેમના કામો કરવા તેમજ જળ સંચયના કામો હાથ ધરી જળ સ્રાવ વિસ્તારનો વિકાસ કરવા જેવી કામગીરી કરવાની થાય છે.
  • ગુજરાત રાજયમાં હાલમાં થઇ રહેલ વિકાસને ધ્યાને લેતાં આદિજાતિ વિસ્તારોમાં પણ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવાની થાય છે. જેથી અન્ય વિકાસશીલ વિસ્તારને સમકક્ષ આદિજાતિ વિસ્તારને પણ લાવી શકાય. રાજયના લાંબા ગાળાના સમતોલ વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે. આ વિસ્તારના વિકાસ માટે દરેક યોજનાનો હેતુ સિધ્ધ થાય તે માટે હાલની યોજનાઓ તેમજ આદિજાતિ ફંડનો યોગ્ય વપરાશ થાય તે માટે સમીક્ષા કરવી જરૂરી છે. જો આ માટે યોગ્ય આયોજન કરવામાં આવે અને આંતરરાષ્ટ્રીય ધોરણનું માળખું પૂરૂ પાડવામાં આવે તો આ વિસ્તાર રાજયના વિકાસમાં એન્જીન તરીકે પુરવાર થાય તેમ છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020

© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate