હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / યોજના / બંધો અને તેની સુરક્ષા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બંધો અને તેની સુરક્ષા

આ વિભાગમાં બંધો અને તેની સુરક્ષા વિશેની માહિતી આપેલ છે

પાણી અને હાઇડ્રોપાવર (જળવિદ્યુત) વિશ્વ્સનીય અને કાર્યક્ષમ રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે બંધ સુરક્ષા પ્રવૃત્તિઓને વિભાગ અગ્રતા આપે છે. બંધ સુરક્ષા કાર્યક્રમના ઉદ્દેશો નીચે મુજબ છેઃ

  • વિભાગ દ્વારા આપવામાં આવતી સવલતો જાન, માલ અથવા પર્યાવરણ માટે અનુચિત જોખમો ઉભાં કરતી નથી તે સુનિશ્ચિત કરવું.
  • કાર્યક્ષમ અને બિનખર્ચાળ પધ્ધતિઓથી જોખમો ઘટાડવા અને તેને અંકુશમાં રાખવા યોગ્યચ પગલાં લેવાં.

રાજયના જળસંપત્તિ લક્ષી આધાર માળખાના મહત્વ નો ભાગ બનતા ૨૦૨ બંધોની જવાબદારી વિભાગના શીરે છે. આ માળખાં જૂના થાય તેમ તેમ તેમની સંતોષકારક કામગીરી માટેની ચિંતા કરવાની રહે છે

વિભાગે તમામ બંધોના સુરક્ષા મૂલ્યાંઅકન કરવા માટેનો એક વિસ્તૃોત કાર્યક્રમ હાથ ધર્યો છે અને આ તમામ બંધોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી સુધારાત્મસક પગલાંઓ લીધા છે. માટી, ચણતર અને કોન્ક્રી ટના બંધો અને દરવાજા તેમજ બંધના અન્યા વિદ્યુત અને યાંત્રિક ભાગોનું સુરક્ષા નિરીક્ષણ હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શક સૂચનો અને નિયમસંગ્રહો બહાર પાડવામાં આવ્યાષ છે. તપાસ યાદીઓ (ચેકલીસ્ટૂ) પણ નિયત કરવામાં આવી છે અને જુદી જુદી કક્ષાના અધિકારીઓને ચોમાસા પછી તરત અને ચોમાસા અગાઉ એમ બે વખત બંધોનું નિરીક્ષણ કરવાની ફરજ સોંપવામાં આવી છે. આ અધિકારીઓને નિરીક્ષણ કેવી રીતે કરવું, શેનું નિરીક્ષણ કરવું, તારણોની નોંધ કેવી રીતે કરવી અને બંધનું નિરીક્ષણ કર્યા પછી અનુવર્તી કાર્યવાહી શી કરવી તે અંગે તાલીમ આપવામાં આવી હતી. વધુમાં બંધો માટે સંકટકાલીન તૈયારી, આયોજન, ઇમરજન્સી. પ્રિપેર્ડનેસ પ્લાપન (ઇપીપી) પણ હાથ ધરવામાં આવ્યાત છે. વર્ષ દરમ્યાીન બંધોની સુધારણા માટે જરૂરી કામગીરી પણ કરવામાં આવી હતી.

આ બધું કર્યું હોવા છતાં, હજુ પણ તમામ અધિકારીઓને વર્ષમાં બે વખત સતત તાલીમ આપીને અને સતત દેખરેખ/નિયંત્રણ દ્વારા આ કામગીરી વધુ સંગીન બનાવવામાં આવી રહી છે, જેથી સુરક્ષા નિરીક્ષણના વિચારને આત્મમસાત કરી શકાય અને ચોમાસુ ઘણું સારૂં હતું કે ખરાબ તે બાબતને લક્ષમાં લીધા વિના અનુવર્ત કાર્યવાહી કરી શકાય.

પૂર દરમ્યાનની કામગીરીઓ

ફલડ મેમોરન્ડમ / અપાત્કાલીન પરિસ્થિતિ આયોજન

જળસંપત્તિ વિભાગ દર વર્ષે જૂન મહિનામાં પૂર દરમ્યાનની કામગીરી માટેના માર્ગદર્શક સૂચનો, જુદા જુદા પૂર આગાહી મથકોની યાદી, વરસાદ અને નદીના પાણી માપક મથકો અને બચાવ કામગીરી માટે જવાબદાર અધિકારીઓ તેમજ સંસ્થાચઓ અને તેમના ફોન નંબરો, જુદા જુદા તબક્કે પૂરની અસર વગેરે ધરાવતી પૂર યાદી (ફલડ મેમોરેન્ડરમ) તૈયાર કરે છે. સંબંધિત અધિકારીઓ તેમજ જીલ્લા પ્રશાસન પાસેથી અગાઉના ચોમાસામાં થયેલ અનુભવના આધારે કોઈ સૂચનો ફલડ મેમોરન્ડમ માં સામેલ કરવાના થતા હોય તો તે મંગાવવામાં આવે છે. અને તેને સામેલ કરી ફલડ મેમોરન્ડમ બહાર પાડવામાં આવે છે.

નિયંત્રણ કક્ષ/ બંધ સ્થળના નિયંત્રણ કક્ષ(ફલડ સેલ)

૧૫ જૂનથી ૧૫ ઓકટોબર સુધી સંપર્ક માટે ૧3 પ્રાદેશિક પૂરનિયંત્રણ કક્ષ (અમદાવાદ, ભાવનગર, વલસાડ, હિમ્મતનગર, ભુજ, નડિયાદ, ગોધરા, રાજકોટ(૩), મહેસાણા, ઉકાઇ, વડોદરા મુકામે) અને એક કેન્દ્રિય પૂરનિયંત્રણ કક્ષ ગાંધીનગર ખાતે ૨૪ x ૭ કાર્યકરત કરવામાં આવે છે. આ તમામ પુર નિયંત્રણ કક્ષમાં કોમ્પ્યુટર, ફોન અને ફેક્ષની સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગાંધીનગર પૂરનિયંત્રણ કક્ષ દરરોજ જળસ્તધર, બંધમાંથી છોડાયેલું પાણી, સંગ્રહ સ્થિનતિ અને તે અંગેની ચેતવણીનો ડેટા સંકલિત કરે છે અને તમામ સંબંધિતોને પરિપત્રિત કરે છે. સ્થાનિક પૂરનિયંત્રણ કક્ષ અને મધ્યસ્થ પૂરનિયંત્રણ કક્ષના અધિકારીઓ જીલ્લા વહીવટી તંત્ર અને અન્યને આવનાર પૂર અંગે, બંધના જળસ્તર અંગે અને તેમાંથી છોડવામાં આવનાર પાણી અને તે અંગેની ચેતવણીઓ બાબતે માહિતગાર કરે છે.

રાજ્યના તમામ બંધ સ્થળોએ જળસપાટીનું વ્યવસ્થાપન

ફલડ મેમોરેન્ડમ માં વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવેલ છે. પ્રત્યેક જળાશયના રુલ લેવલ નિશ્ચિત કરવામાં આવેલ છે. બંધની સલામતી જોખમમાં ન હોય તે પરિસ્થિતિમાં આ સપાટીને ચુસ્તપણે અનુસરવાની રહે છે.
રોજ સવારે ૮ વાગ્યે તમામ બંધસ્થળોએથી વિગતો એકત્ર કરી ૧૦.૩૦ વાગ્યે તમામ સંબંધિતોને અહેવાલ પરિપત્રિત કરવામાં આવે છે. આ તમામ વિગતો એટલા ટૂંકા સમયમાં એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય તે માટે વિભાગે ઇન હાઉસ વિકસાવેલ સોફ્ટવેર તથા એસએમએસ દ્વારા પર પાડવામાં આવે છે. આમ છતાં, કોઈ કચાશ ન રહે તે માટે ફોનથી પણ વિગતો સરખાવવામાં આવે છે.
પૂરના સમયે, જળાશયમાં સમાવી શકાય તેટલો પાણીનો જથ્થો લક્ષમાં લઈને રુલ સપાટી જાળવવા દરવાજાવાળા બંધોમાંથી પાણી છોડવાનું રહે છે.

સંચાર વ્યવસ્થા

સમગ્ર રાજ્યમાં કુલ ૩૩૦ વાયરલેસ પુર ચેતવણી મથકો (૨૯૮ રાજ્ય સરકારના અને ૩૨ કેન્દ્રીય જળ યોગના) ૧૫ મી જુનથી કાર્યરત હોય છે.
દમણગંગા, તાપી, મહી, નર્મદા જેવી આંતરરાજય નદીઓની બાબતમાં જે તે ફલડ સેલના અધિકારીઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તેમના જેવી જ કામગીરી કરતાં અધિકારીઓ સાથે તેમજ કેન્દ્રિ ય જળ આયોગ સાથે સતત સંપર્કમાં રહે છે, જેથી આગોતરાં પગલાં લઇ શકાય. ચોમાસું બેસતા પૂર્વે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્ય ઇજનેરો તેમજ કેન્દ્રીય જળ યોગના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક પણ યોજવામાં આવે છે અને તેમના ઘનિષ્ઠ સંકલનમાં ચોમાસા દરમ્યાન કામગીરી હાથ ધરવામાં આવે છે.
કોઈ પણ બંધમાંથી પાણી છોડતા પહેલા જીલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવે છે.
તમામ મોટા બંધો ઉપર હોટ લાઈન સુવિધા ઉપલબ્ધ છે. આ બંધો માટે સેટેલાઈટ ફોન મેળવવામાં આવી રહેલ છે. બંધ સ્થળે તેમજ ઝોનલ પુરનિયંત્રણ કક્ષનું સંચાલન કરતા અધિકારીઓને મોબિલ ફોન આપવામાં આવે છે.

પાણી ઉલેચવા માટેના પમ્પો વિષે

૫૦ હોર્સ પાવરના ૧૦ ટ્રક ઉપર બેસાડેલ પમ્પો તેના સંચાલન માટે જરૂરી માણસો, પાઇપ લાઈન વગેરે સાથે તૈય્યાર રાખવામાં આવે છે. આ સાધનોને અગલા વર્ષોના અનુભવને આધારે રાજ્યભરમાં અગત્યના સ્થળોએ મુકવામાં આવે છે જેથી ટૂંકા સમય ગાળામાં જરુરતવાળી જગ્યા ઓએ પહોચી જાય.

નહેર સુધારણા

 

ભૂતકાળમાં બાંધવામાં આવેલ પરિયોજનાઓની નહેર પધ્ધતિના સંપુર્ણ નવિનીકરણની જરૂર છે, જેથી છેવાડાના વપરાશકર્તાને લાભ મળે તે રીતે સક્ષમ પધ્ધતિથી ચાલી શકે. આ પદ્ધતિ ૩૩,૦૦૦ કી.મી. લાંબી છે અને ફકત ૭૩૫૯ કી.મી.ની લંબાઇમાં સેન્ડથવીચ પ્રકારની ઇંટના અથવા કોન્ક્રી ટના અસ્ત રકામ થયેલાં છે. બાકીની લંબાઇમાં અસ્ત રકામ થયું નથી જેનાથી વારંવાર કાંપને દૂર કરવાની જરૂર પડે છે. નહેરના ભાગોને પુનઃવિભાજિત કરવાની જરૂર છે, જેથી નિકાલ કરવાની કામગીરી ક્ષમતાપૂર્વક થઇ શકે.

સરકારે દરેક પરિયોજનાની નહેર પદ્ધતિના માપદંડ નક્કી કરવાની વ્યા પક કવાયત હાથ ધરી હતી. પાકની પદ્ધતિ તેમજ જમીન વપરાશ પધ્ધતિમાં સુધારાના પરિપ્રેક્ષ્યોમાં સિંચાઇની સંભાવનાઓના પુર્નમૂલ્યાંકનને પણ હાથ ધરવામાં આવ્યું હતું. પાંચ વર્ષના સમયગાળામાં રાજયની સમગ્ર નહેર પદ્ધતિના નવિનીકરણ, વિતરણ અને પુનઃરચનાને પૂર્ણ કરવાનું વિચારાયંજ છે. દરેક પરિયોજના માટે દર વર્ષે સાથોસાથ વોટર ઓડિટીંગ પણ હાથ ધરવામાં આવશે. નીચેના કામગીરી સૂચકાંકોની સમીક્ષા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

  • પાણીના પ્રત્યેક એકમ દીઠ પિયત જમીનના હેકટર
  • પાણીના પ્રત્યેક એકમ દીઠ પાકની ઉપજ
  • પાણીના પ્રત્યેક એકમ દીઠ સંચાલન અને નિભાવ ખર્ચ
  • પાણીના પ્રત્યેક એકમ દીઠ સિંચાઇ આકારણી અને વસૂલાત

ઉપરોકત દરેક પરિયોજના માટે કવાયતના પરિણામો તૈયાર કરવામાં આવેલ છે અને તેના આધારે જરૂરી સુધારાત્મસક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે.

સંચાલન, નિભાવ અને મરામત

વિભાગે તેની પોતાની કેડર મારફતે બંધ, આડબંધ, નહેર અને પાણી નિકાલ સહિતની લગભગ તમામ સવલતોના સંચાલન, નિભાવ અને મરામત કરે છે. જેથી આ સવલતોના રાજયના મૂડીરોકાણને રક્ષણ આપે તે રીતે સંચાલન અને નિભાવ સુનિશ્ચિત થાય. તેમાં તમામ માળખાંઓની ચકાસણી અને જરૂર હોય તો તેના મરામત/સુધારણાનો સમાવેશ થાય છે. જે નાની નહેરો પર પાણી પિયત મંડળીઓને કબજો આપેલ છે તેના પર તેઓ દ્વારા આવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અન્ય તમામ નહેરોની બાબતમાં સંબંધિત વિભાગનો કર્મચારી વર્ગ આ કાર્યક્રમ હેઠળ પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

તમામ નહેરોના માળખાંના નિરીક્ષણ અને તપાસણી માટેનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ઇજનેરોએ પગપાળા નિરીક્ષણ કર્યું હતું અને ખામીઓ નોંધી હતી અને આવા માળખાઓની સુધારાણા/પુનઃસજાવટ માટે સમય બધ્ધ કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો, જે અમલ હેઠળ છે. સંબંધિત સિંચાઇ યોજનાઓ માટે કૃષિ નિષ્ણાતો અને સલાહકાર સમિતિઓ સાથે પરામર્શ કરીને રોટેશન પધ્ધતિથી સિંચાઇ માટેનું પાણી આપવાનું નક્કી કરાયું છે.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

2.88888888889
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top