હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / યોજના / અંબાજી-ઉમરગામ સિંચાઇ વિકાસ યોજના
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અંબાજી-ઉમરગામ સિંચાઇ વિકાસ યોજના

અંબાજી-ઉમરગામ સિંચાઇ વિકાસ યોજના

નર્મદા જળાશય/નહેર આધારીત ઉદવહન સિંચાઇ યોજનાઓ.

ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વમાં આવેલ ઉમરગામથી ઉત્તર પૂર્વમાં આવેલ અંબાજી સુધીના સમગ્ર પૂર્વ પટ્ટીમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા જળ સંચય તથા સિંચાઇ વિષયક કામગીરી કરવાનું આયોજન કરેલ છે. અંબાજીથી ઉમરગામ સુધીના આ પટ્ટીનો વિસ્તાર મુખ્યત્વે આદિજાતિ વિસ્તાર છે. તેમજ આ ભાગમાં જમીનની જંગલનો પણ મોટો હિસ્સો આવેલો છે. આ પટ્ટીમાં આવેલ કૂલ ૧૨ જિલ્લાઓમાં નવા પાણીનો સ્ત્રોત ઉભો કરી શકાય, જળસંચય થઇ શકે તેમજ હયાત સિંચાઇ યોજનાઓની ક્ષમતામાં વધારો કરી શકાય તે માટે જળસંપત્તિ વિભાગ દ્વારા અંબાજી-ઉમરગામ સિંચાઇ વિકાસ

યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે નીચે જણાવેલ કામગીરીનો સમાવેશ થાય છે.

જળસંચય ક્ષેત્રે થયેલ કામગીરી

 • ગુજરાત રાજ્યના પૂર્વ પટ્ટી વિસ્તારના આદિજાતિ વિસ્તારોમાં હયાત સિંચાઇ યોજનાઓ અને જળસંચયના વિવિધ સ્ટ્રક્યરો મારફતે સિંચાઇની કામગીરી કરવામાં આવે છે. ચોમાસામાં અપુરતા વરસાદ સમયે હયાત સિંચાઇ યોજનાઓ ના જળાશયોમાં મર્યાદીત જથ્થામાં જળ સંગ્રહ થઇ શકતો હોવાથી મધ્ય ગુજરાતમાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર તથા સરદાર સરોવર જળાશયમાંથી અંદાજે રૂ.૨૫૦૦ કરોડના ખર્ચે ઉદવહન પાઇપ લાઇન યોજના કરી વડોદરા, પંચમહાલ અને દાહોદ જીલ્લાઓમાં આવેલ હયાત જળાશયો તથા તેની નહેરોમાં પાણી નાખી ૭૫૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ માટે પાણી પૂરૂ પાડવાનું આયોજન છે.આ કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી દેવામાં આવી છે.
 • નર્મદા મુખ્ય નહેર આધારીત પંચમહાલ જીલ્લાની ઉદવહન સિંચાઇ યોજનાની કામગીરી માટે રૂ.૫૨૫ કરોડની અંદાજીત રકમ માટે વહીવટી મંજૂરી આપેલ છે. જેમાંથી રૂ. ૮૭ કરોડની અંદાજીત રકમની કામગીરીના નકશા અંદાજો બનાવેલ  વડોદરા અને દાહોદ જીલ્લાની કામગીરી માટે કન્સલ્ટન્ટે સર્વે અને વૈકલ્પીક લાઇનદોરીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. અને આ બંને જીલ્લાના પ્રોજેક્ટ રીપોર્ટકન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ છે.
 • ઉપરોક્ત ત્રણે જીલ્લાની કામગીરી આગામી બજેટની ઉપલબ્ધી અનુસાર પૂર્ણ કરવાનું આયોજન છે.

આ ઉપરાંત આ વિસ્તારમાં સિંચાઇ ક્ષેત્રે નીચે મુજબની કામગીરી થયેલ છે.

વનબંધુ યોજના હેઠળ થયેલ કામગીરી :

 • હયાત જળસ્ત્રોતોની સુધારણા - ૨૭૨૬ તળાવો ઉંડા કરી ૧૮૦૦૭ હેક્ટર વિસ્તારને સિંચાઇ હેઠળ લવાયો.
 • ૧૩૫૮૬ નાના ચેકડેમો બાંધી ૫૩૯૯૨ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ.
 • ૨૧૮ મોટા ચેકડેમો બાંધી ૧૨૧૧૬ હેક્ટરને સિંચાઇ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.
 • ત્રણ સિંચાઇ યોજનાઓ સંતરોડ વીયર, કેલીયા (ડેમ ઉંચાઇ વધારવાનું કામ) અને
 • કાલી-૨ દ્વારા ૫૨૦૦ હેક્ટર વિસ્તારમાં સિચાઇનો લાભ છે.
  • ૧૩ જીલ્લાઓમાં ૬૮૧ જેટલી નાની ઉદવહન સિ6ચાઇ યોજનાઓના બાંધકામ પૂર્ણ કરેલ છે, જેનાથી ૩૧,૬૧૬ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ. છેલ્લા બે વર્ષમાં ૨૫૬ ઉદવહન સિંચાઇ યોજનાઓ પૂર્ણ. જેમાંથી ૪૨ જળાશય આધારીત મોટી યોજનાઓ.( ઉકાઇ-૨૪, કડાણા-૫, કરજણ-૨, પાનમ-૧૧) આ ઉપરાંત ચાર જળાશય આધારીત ૧૫ મોટી યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. હાલમાં ૧૯૦ ઉદવહન સિંચાઇ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ. જેનાથી વધુ ૧૨,૦૦૦ હેક્ટર વિસ્તારને લાભ થશે.
  • આદિવાસી વિસ્તારમા જળાશયના કમાન્ડ વિસ્તારમાંન આવતા વંચિત આદિવાસી લોકોને લાભ આપવા માટે કડાણા હાઇ લેવલ કેનાલ , પાનમ હાઇ લેવલ કેનાલ, ઉકાઇ-પૂર્ણા હાઇ લેવલ કેનાલ કામગીરી પ્રગતિ હેઠળ છે
   • ૧૩ જીલ્લાઓમાં ૬૮૧ જેટલી નાની ઉદવહન સિ6ચાઇ યોજનાઓના બાંધકામ પૂર્ણ કરેલ છે, જેનાથી ૩૧,૬૧૬ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ. છેલ્લા બે વર્ષમાં ૨૫૬ ઉદવહન સિંચાઇ યોજનાઓ પૂર્ણ. જેમાંથી ૪૨ જળાશય આધારીત મોટી યોજનાઓ.( ઉકાઇ-૨૪, કડાણા-૫, કરજણ-૨, પાનમ-૧૧) આ ઉપરાંત ચાર જળાશય આધારીત ૧૫ મોટી યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. હાલમાં ૧૯૦ ઉદવહન સિંચાઇ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ. જેનાથી વધુ ૧૨,૦૦૦ હેક્ટર વિસ્તારને લાભ થશે. • આદિવાસી વિસ્તારમા જળાશયના કમાન્ડ વિસ્તારમાંન આવતા વંચિત આદિવાસી લોકોને લાભ આપવા માટે કડાણા હાઇ લેવલ કેનાલ , પાનમ હાઇ લેવલ કેનાલ, ઉકાઇ-પૂર્ણા હાઇ લેવલ કેનાલ કામગીરી પ્રગતિ હેઠળ છે.

કડાણા ડાબાકાંઠા હાઇ લેવલ કેનાલ :

સુજલામ સુફલામ યોજના હેઠળ કડાણા ડાબા કાંઠા હાઇ લેવલ કેનાલ ધ્વારા સંતરામપુર કડાણા અને લુણાવાડા તાલુકાના સિંચાઇથી વંચિત એવા ગામોમાં ૫૦૦૦ હેકટર વિસ્તારમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે, આ કામગીરી ખૂબજ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. જેમાં કડાણા તાલુકાના૧૭ ગામોની ૨૨૫૩ હેકટર જમીન, સંતરામપુર તાલુકાના ૯ ગામોની ૧૧૭૯ હે જમીન તથા લુણાવાડા તાલુકાના ૧૮ ગામોની ૧૬૧૮હેકટર જમીન આમ બધી મળી કુલ-૫૦૦૦ હેકટર જમીનને સિંચાઇ હેઠળ આવરી લેવાનું આયોજન છે. હાઇ લેવલ નહેર, નહેર વિતરણ વ્યવસ્થા (ફેઝ-૧) ભૂગર્ભ પાઇપલાઇનના કામો અને પંમ્પિીગ સ્ટેશનના કામો પૂર્ણ થયેલ છે. હાલમાં કડાણા ડાબા કાંઠા ઉચ્ચતરીય નહેર બાંધકામની વિતરણ વ્યવસ્થા (ફેઝ-ર)ના કામો પ્રગતિ હેઠળ છે.

પાનમ હાઇ લેવલ કેનાલ:

પંચમહાલ જિલ્લામાં શહેરા, ગોધરા, તથા લુણાવાડા તાલુકાના અંતરિયાળ ગામો ઉચા લેવલે હોઇ સિંચાઇથી વંચિત વિસ્તાર છે. પાનમ હાઇ લેવલ કેનાલની કામગીરી પણ આગળ ધપી રહી છે. આ યોજના અંતર્ગત પહાડમાંથી પસાર થતી, પર્વતથી સરેરાશ ૧૧૫ ફૂટ નીચે ઇજનેરી કૌશલ્યવાળી ૩.૨ કિ.મી. લાંબી ટનલ, મુખ્ય નિયંત્રક, એપ્રોચ ચેનલ, લીન્ક કેનાલ અને કોતર ટ્રેઇનીગનું કામ પૂર્ણ થયેલ છે. જયારે ડાબાકાંઠા મુખ્ય નહેર જમણા કાંઠા મુખ્ય નહેરની ૮૦ ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. વિતરણ વ્યવસ્થાના કામો પ્રગતિ હેઠળ છે. કામ પૂર્ણ થયેથી પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા અને લુણાવાડા તાલુકાના ૭૫ આદિજાતિ ગામોના ૧૮,000 હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે.

રાજ્યના ઉત્તર-પૂર્વ અને પૂર્વ વિસ્તાર ના આદિવાસી કે જ્યાં ઓછો, છૂટી છવાયો અને  અનિયમિત વરસાદ ને ધ્યાન માં રાખી ત્યાંની સિચાઇ ક્ષમતા વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા સિંચાઇ ક્ષમતાના વિકાસ અને વિસ્તાર ને ઉચ્ચ પ્રાથમિકતા આપેલ છે. આદિજાતિ વિસ્તારમાં સિંચાઇ સુવિધા વધારવા માટે જળસંપત્તિ વિભાગ દ્વારા નીચે પ્રમાણે ના કામો હાથ ધરવામાં આવેલ છે. ઠ મધ્યમ અને નાની સિંચાઇ યોજનાઓનો અમલ - ચિંચાઈ ઉદવહન યોજના થકી ૪૪૨૭ હે, સિંચાઈશક્તિ ઉત્પન્ન કરેલ છે.

ઉકાઇ પૂર્ણા હાઇ લેવલ કેનાલ

 • ઉકાઇ જળાશય આધારીત રુ. ૧પ૯ કરોડની અંદાજીત ખર્ચવાળી પૂર્ણા નદી સુધીની હાઇ લેવલ કેનાલનું કામ પૂર્ણતાના આરે.
 • પૂર્ણા થી અંબિકા નદી સુધી નહેર લંબાવવાનો લીધેલ નિર્ણય.
 • કુલ ૧૩૩૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ.
 • સોનગઢ તાલુકાના ર૧ ગામો અને વ્યારા તાલુકાના પ૧ ગામોને સિંચાઇ સુવિધાનો લાભ મળશે. ઉકાઇ જમણાં કાંઠા લીન્ક કેનાલ
 • ઉકાઇ જળાશયના જમણાં કાંઠામાંથી રુ. ૧૯૬ કરોડના અંદાજીત ખર્ચવાળી માંડવી તાલુકાના
 • ગોરધા વીયર સુધી ૩૬ કી.મી. લંબાઇમાં લીન્ક નહેર બનાવવાનું આયોજન. જેનાથી ૮૩૦૦ હેકટર વિસ્તારને સિંચાઇ સુવિધાનો લાભ
 • કુલ ૧,૨૮,૯૩૧ હેક્ટર વિસ્તારમાં વિવિધ કામો થવાથી સિંચાઇ વિસ્તારમાં વધારો થયો છે.
 • હયાત નહેરોની સુધારણા થકી ૧,૪૪,૨૧૯ હેક્ટર વિસ્તાર જે સિંચાઇથી વંચિત હતો તે ફરી
 • સિંચાઇનું પાણી મેળવતો થયો છે. તેમજ ૪૦,૮૨૧ હેક્ટર વિસ્તારમાં સહભાગી સિંચાઈ વ્યવસ્થાપનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

2.92307692308
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top