অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લોકા સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પધ્ધતિઓ

  • પિયત વિસ્તારમાં આવતા ખેડૂતોની મંડળી રચી સહભાગી સિંચાઇ વ્યવસ્થા અંતગૃત તેમને જાતે જ પાણી વિતરણનો વહીવટ આપવો.
  • પાણીની ઉપલબ્ધિ ઓછી હોય ત્યારે પીવાના હેતુ માટે પ્રથમ પ્રાધાન્ય આપ્યા પછી બચત રહેતા જથ્થામાંથી સિ઼ચાઇ માટે પા આપવાની ગોઠવણ.
  • તળાવ ઉંડા કરવાના કામો તથા ચેકડેમના કામો લોકભાગીદારીથી કરવામાં આવે છે જેમાં લોકજૂથ દ્વારા આવી જળસંચયની યોજના માટે અરજીના નમૂના લેવામાં આવે છે.
  • ચેકડેમના કામોની ગુણવત્તા તેમજ અન્ય સધળી કામગીરીનું ચેકીંગ માટે ચેકડેમના સ્થળ પર એક રજિસ્ટર રાખવામાં આવે છે. જેમાં વિભાગના અધિકારીશ્રી, અન્ય એજન્સી તથા ક્ષેત્રિય અધિકારીશ્રીઓ દ્વારા થતા ચેકીંગની વિગતો દર્શાવવામાં આવે છે.
  • ચેકડેમ અથવા તળાવ ઉંડા કરવાના કામોમાં ગેરરીતિ/ભ્રષ્ટ્રાચાર/કામની ગુણવત્તા અંગેની ફરિયાદ/રજૂઆત સંબંધિત અધિક્ષક ઇજનેરશ્રીને કરી શકાશે.
  • સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના અંતર્ગત ચેકડેમ/તળાવો ઉંડા કરવાના કામ માટે જે તે વિસ્તારના નાયબ કાર્યપાલક ઇજનેર/કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કરવાનો રહે છે.
  • કુદરતી સ્થિતિ અનુસાર જયાં ચેકડેમનું બાંધકામ શકય નથી તેવા સ્થળોએ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના અંતર્ગત નવા તળાવોનું બાંધકામ હાથ ધરી શકાશે.
  • ચેકડેમ બાંધકામ માટે તાંત્રિક મંજૂરી મળેલ અંદાજિત રકમના ૮૦ ટકા જેટલો ફાળો સરકારશ્રી ભોગવશે.
  • જેના તળાવો ઉંડા કરવાની તથા નવા તળાવો બનાવવાની કામગીરીમાં સરકારશ્રીનો ફાળો ૯૦ ટકા જેટલો રહેશે.
  • મોટી નદીઓ ઉપરના ચેકડેમોની અંદાજિત કિંમત મોટી હોય છે તેથી આવા ચેકડેમો લાભાર્થી ખેડૂતોને બાંધવા પરવડે નહીં તે ધ્યાને લઇને સ્વૈચ્છિક સંસ્થાનો, ટ્રસ્ટો, ઔઘોગિક ગૃહો વગેરેનો સહકાર લેવામાં આવે છે.

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના અંતર્ગત સહભાગી ધોરણે સમગ્ર રાજયમાં ચેકડેમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ યોજનાનો ચોથો તબકકો વિભાગના તા. ૧-૪-૦૫ના ઠરાવથી અમલમાં આવેલ છે, જે અન્વયે સમગ્ર રાજયમાં ચેકડેમોની કામગીરી માટે સરકારી ફાળા અને લોકફાળાનું ધોરણ ૮૦  ૨૦ નિયત કરાયેલ છે. વધુમાં ચોથા તબકકામાં માત્ર સીમેન્ટ કોંક્રીટના ચેકડેમ બાંધવાનો નિર્ણય લેવાયેલ છે.

ચોથા તબકકા અંતર્ગત ચેકડેમોને તેની અંદાજીત કિંમત તથા ચેકડેમના સ્થળને આધારે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવેલ છે.

રૂ. ૩ લાખ સુધીની અંદાજીત કિંમતના ચેકડેમો

આવા ચેકડેમો માત્ર ખેડૂત લોકજૂથો સ્થાનિક વોંકળા ઉપર બાંધી શકે છે. તે માટે ખેડૂત લોકજૂથોએ નિયત નમૂનામાં વિભાગ હેઠળની સબ ડીવીઝન કચેરીઓ ખાતે અરજી કરવાની રહે છે. આવી દરખાસ્તોને જરૂરી મંજુરીની પ્રક્રિયા વિભાગ હેઠળની વર્તુળ કચેરીઓના અધિક્ષક ઇજનેરશ્રીઓએ દ્વારા આપવાની રહે છે. મંજૂરી મળ્યા બાદ ખેડૂત લોકજૂથો ચેકડેમની કામગીરી કરી શકે છે.

રૂ. ૩ લાખથી રૂ. ૧૫ લાખ સુધીની અંદાજીત કિંમતના ચેકડેમો

આવા ચેકડેમો ખેડૂત લોકજૂથો, ઔઘોગિક ગૃહો, બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાનો, નગર પાલીકા, મહાનગર પાલીકા માર્કેટીંગ યાર્ડ, એપીએમસી કરી શકે છે. આવા ચેકડેમો સ્થાનિક વોંકળા ઉપર બાંધી શકાય છે.

સંસ્થાનોએ પ્રથમ નિયત ધારા અનુસાર સબડીવીઝન કચેરી ખાતે સંસ્થાની નોંધણી સારૂ અરજી કરવાની રહે છે. આવી અરજીઓની ચકાસણી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી/કાર્યપાલક ઇજનેરશ્રી/અધિક્ષક ઇજનેરશ્રી દ્વારા થયા બાદ ભલામણ સહ દરખાસ્ત મંજુરી અર્થે સરકારશ્રીમાં કરવામાં આવે છે.

ઉપર મુજબની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અથવા ખેડૂત લોકજૂથોએ નિયત નમુનામાં અરજી કર્યા બાદ જે તે સ્થળ ઉપર ચેકડેમ બાંધવાની સૈધ્ધાંતિક મંજુરી અને તાંત્રિક મંજુરી મેળવવાની રહે છે. આવી મંજુરી મેળવ્યા બાદ ચેકડેમની કામગીરી હાથ ધરી શકાય છે.

મોટી નદી પરના ચેકડેમો

આવા ચેકડેમો ઔઘોગિક ગૃહો, સ્વૈચ્છિક સંસ્થાનો, બિનસરકારી સંસ્થાનો, નગર પાલીકા, મહાનગર પાલીકા, માર્કેટીંગ યાર્ડ, એપીએમસી કરી શકે છે. આવા ચેકડેમો માત્ર મોટી નદીઓ અથવા જળસંપત્તિ વિભાગ દ્વારા આઇડેન્ટી ફાઇડ ગણાતી નદીઓ પર બાંધી શકાય છે.

ઉપર જણાવેલ સંસ્થાનોએ મુદ્દા ક્રમાંક-૨માં જણાવ્યા અનુસારની સંસ્થાની નોંધણીની પ્રક્રિયા, ચેકડમની સૈધ્ધાંતિક મંજુરીની પ્રક્રિયા અને તાંત્રિક મંજુરીની પ્રક્રિયાઓ પુર્ણ થયા બાદ ચેકડેમની કામગીરી હાથ ધરી શકે છે.


સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/1/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate