હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / જળ / પાણીનું શુદ્ધિકરણ અને બચત
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પાણીનું શુદ્ધિકરણ અને બચત

પાણીનું શુદ્ધિકરણ અને બચત વિશેની માહિતી આપવમાં આવી છે

પાણીનું શુદ્ધિકરણ અને પાણીની બચતનો શ્રેષ્ટ સમન્વય

પાણી, કુદરતે માનવજાતને આપેલ અમુલ્ય ભેટ છે. શુભિષિતકારોએ જગતમા ત્રણ રત્નો  કહ્યા છે પ્રથમ પાણી, બીજુ અન્ન અને ત્રીજું શુભાષિત છે. પાણી વગર માનવિનુ જીવન,પ્રાણી જીવન કે વનસ્પતિ જીવન શક્ય નથી. આજનાં યુગમાં વિશ્વના વૈજ્ઞાનિકોને સૌથી મોટો પ્રશ્નો પાણીની અછતનો છે અને વૈજ્ઞાનિકો આ માટે સમગ્ર વિશ્વ ને વારંવાર ચેતવે છે.

તે સાથે જ બીજો પ્રશ્ન છે પીવાના પાણીની ક્વોલિટીનો. આજે બધીજ જગ્યાએ નદી, સરોવર કે તળાવનું પાણી પીવા માટે પહોંચાડી શકાતું નથી. તેથી લોકોએ બોરવેલનાં પાણી નો આશરો લેવો પડે છે. બોરવેલના પાણીનાં તળ ખૂબ જ ઊંડા છે, જેનાથી તેમાં હવે મેટલ્સ જેવી અનેક અશુદ્ધિઓ પાણીમા ભળે છે.બીજીબાજુ પાણી નાં ઔદ્યોગિક નિકાલને કારણે પાણી વધું કેમિકલયુક્ત અને દૂષિત થયું છે. પાણીમા જૈવિક અશુદ્ધિઓ ભળે છે.

તો હવે પ્રશ્ન થાય કે એકબાજુ પાણી ની અછત છે અને બીજી બાજુ શુદ્ધ પાણી પણ શરીર માટે અત્યંત આવશ્યક છે.

 • 70% રોગો પાણીજન્ય છે. કોલેરા, ઝાડા, ઉલટી, મલેરિયા, ટાઇફોઈડ, હીપેટાઇટીસ A,.  લીડ પોઇઝનીંગ અને ફ્લોરોસીસ જેવા અનેક રોગો અશુદ્ધ અને દૂષિત પાણી થી થાય છે. જેનાં એક માત્ર વિકલ્પ છે, RO Technology.
 • RO Technology નાં રિજેક્ટમા નીકળતું અશુદ્ધ પાણીને અન્ય જગ્યાને વાપરીને તેનો ફરી ઉપયોગ કરી શકાય છે.
 • RO Technologyના વેસ્ટમા નીકળતું અશુદ્ધ પાણીને આપણે ટોયલેટ ક્લીનીંગ તેમજ બગીચા માં કરી શકીયે અને તેં કરવો જ જોઇયે તેનો આગ્રહ રાખવો જોઇયે.
 • જે પાણીમા ઓછા ક્ષાર(TDS) હોય ત્યાં UV કે  UF technology વાપરી શકાય જેનાથી પાણી શુદ્ધ પણ થાય અને પાણી નો બગાડ ન થાય.
 • આધુનિક વોટર technology ના ફ્ળ સ્વરુપ water recycle કરવું અત્યંત સહેલું થયું છે, તેં દ્રારા આપણે લાખો ગેલન પાણી બચાવી શકાય.
 • વરસાદ એ કુદરતની અમુલ્ય ભેટ છે. ઇઝરાયલ જેવા દેશમાં વાર્ષિક સરેરાશ વરસાદ 6 ઇંચ પડે છે તો પણ તે લોકોએ હરિયાળી ક્રાંતિ કરી છે. તો આપણે પણ સજાગ થવું પડશે. વરસાદી પાણી ને ટાંકામા સંગ્રહ કરીને આખું વર્ષ પીવાના પાણી તરીકે વાપરી શકાય અને વરસાદી પાણી ને જમીનમાં ઉતારી શકાય અને આ રીતે ભગવાનના પ્રસાદ રૂપ પાણી નો સંગ્રહ કરી શકીયે.

ટેવોમા ફેરફાર

દરરોજના રોજિંદી ટેવોમા ફેરફાર કરીને પણ પાણીની બચત કરી શકાય.

 1. બ્રશ કે શેવ કરતી વખતે પાણીનો નળ ચાલુ ન રહે.
 2. નળમાંથી પાણી નું લીકેજ અટકાવવું.
 3. લો ફ્લશ કે ડ્યુઅલ ફ્લશ ટોયલેટ લગાવવું.
 4. વોશિંગ મશીન ફુલ લોડ કપડા થાય ત્યારે વાપરવું.
 5. ગાર્ડનીન્ગ માટે સ્માર્ટ વોટરિંગ ટેકનીકનો ઉપયોગ કરવો.
 6. દરેક ઘરમાં વોટર મીટર લગાવવું.

સ્ત્રોત : જસ્ટ થિન્ક

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top