હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / જળ / પાણી ક્યાંય નહીં હોય તો?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પાણી ક્યાંય નહીં હોય તો?

પાણી ક્યાંય નહીં હોય તો?

તાજા પાણીની અછત વૈશ્વિક સમસ્યા બનીને ઉભરી રહી છે ત્યારે કેવા પગલાં લેવા જોઇએ, આવો જાણીએ
વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ પાણીની અછત અનુભવી રહ્યું છે. ત્યારે પીવાનું પાણી એ કોઇપણ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે પરંતુ અનેક લોકો એવા છે જેઓને સ્વચ્છ, ચોખ્ખુ અને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ નથી. ગુજરાત શુષ્ક ઝોનમાં આવે છે અને પ્રમાણમાં ઓછો વરસાદ થતો હોવાથી મહદઅંશે દુષ્કાળગ્રસ્ત રહે છે કે દુકાળનો ભય સતત રહે છે. વિશ્વ પર્યાવરણ દિવસથી જ આપણે પાણીની તંગી-અછત નિવારવાની દિશામાં ધીમે ડગલે પણ મક્કમ શરૂઆત કરી શકીએ તેમ છીએ.

કંપનીઓની ભૂમિકા

સૌથી મહત્વની જરૂરિયાત તો એ છે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે. શહેરોના પ્રત્યેક આવાસ-મકાનમાં વરસાદી પાણીના સંગ્રહની યોગ્ય સુવિધા હોવી જોઇએ. ઔદ્યોગિક કચરાનો પાણી વાટે નિકાલ કરવાની પ્રવૃત્તિને કારણે પણ સ્વચ્છ અને સુરક્ષિત પીવાના પાણીની અછત વર્તાઇ રહી છે. આજે પ્રદૂષિત પાણીની સમસ્યાની વિકરાળતા અને ગંભીરતા બખૂબી સમજી ચૂકેલાં ઔદ્યોગિક ક્ષેત્રો કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા તનતોડ મહેનત કરી રહ્યાં છે. પાણીની અછતને નિવારવા પાણીનું શુદ્ધીકરણ એક અસરકારક ઉપાય છે. પ્રત્યેક ઘરોમાં વોટર પ્યુરીફાયર હોવું જોઇએ જેથી સ્વચ્છ પાણીનો લાભ મેળવી શકાય. વોટર પ્યુરીફાયર સિવાય પણ અનેક રસ્તાઓ થકી સ્વચ્છ પાણી મેળવી શકાય છે.

પ્રત્યેક રહેવાસીની ભૂમિકા પણ મહત્વની

પાણીનો વ્યય અટકાવવો જોઇએ. દૈનિક હજારો ગેલન પાણીનો વ્યય થતો હોય ત્યારે પાણીની અછત માટે બીજાને દોષિત ઠેરવવા સરળ છે, પરંતુ આપણે પોતાના વ્યવહારની પણ જાતતપાસ કરતાં રહેવું જોઇએ. ગળતા પ્રવાહીને તુરત જ બંધ કરવું જોઇએ. જરૂર ન હોય તો નળ બંધ રાખવા અને જ્યારે બહાર જાવ ત્યારે તો ખાસ બાથરૂમના નળો તપાસી લેવાં. તમારાં વાહનને ડોલમાં પાણી ભરીને સાફ કરો નહીં કે પાઇપના પાણીથી. શૌચાલયમાં પણ લો ફ્લો ટોયલેટ બેસાડો, તે ફ્લશ ટોયલેટ કરતાં ઓછા પાણીનો ઉપયોગ કરે છે. જો તમારી પાસે પાણીના ફૂવારાં હોય તો તેનો અવારનવાર ઉપયોગ ન કરો.
પાણીની અછત એ ગંભીર સમસ્યા છે અને માત્ર વિશ્વ પર્યાવરણ દિવસે પુરતી જ તેને લક્ષ્યમાં ન લેવી જોઇએ, પાણીની બચત માટે સામુહિક અને અસરકારક પ્રયાસ કરવા જોઇએ. વળી આ બાબતે દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવા જોઇએ.
સ્ત્રોત : નવગુજરાત સમય
3.03571428571
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top