વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સિધ્ધિઓ

સિધ્ધિઓ વિશેની માહિતી આપવામાં આવે છે

જળ સંરક્ષણ અને ભૂગર્ભ રિચાર્જ

 • રાજય સરકારે જળ સંરક્ષણ અને ભૂગર્ભજળ રિચાર્જ માટે ઘનિષ્ઠિ ઝૂંબેશ આરંભીને જમીનના પ્રકાર, ભૂપૃષ્ઠા રચના અને જળની ઉપલબ્ધિશને લક્ષમાં રાખીને ૬ લાખ જેટલા જળ સંગ્રાહકો બાંધેલ છે, જેમાં ૧.૫૯ લાખ ચેકડેમ અને બંધારા, ૨.૪૯ લાખ ખેતતલાવડીઓ, ૧.૨૫ લાખ બોરીબંધો, અગણિત ટેરેસ તલાવડીઓ, વન તલાવડીઓ, સીમ તલાવડીઓનો સમાવિષ્ટ છે. આમ થતાં, ભૂગર્ભજળ નીચે ઉતરતાં રોકી રોકી શકાયા છે અને સુધારો નોંધપાત્ર બનેલ છે. જળસંપત્તિ વિભાગે ઉપરોકત પૈકી ૮૮,૩૧૨ ચેકડેમ બાંધેલ છે.
 • આશરે ૨૪,૪૯૭ જેટલા તળાવો ઉંડા કરી તેમની જળસંગ્રહ ક્ષમતા વધારવામાં આવેલ છે.
  • ભૂગર્ભજળનો જથ્થો અને વિસ્તાર આકારવા માટે ૧૨૦૦ જેટલા ભૂગર્ભજળ માપન કેન્દ્રો સ્થાપવામાં આવેલ છે.

સૂક્ષ્મ સિંચાઇનું અમલીકરણ

રાજય સરકારે ઉત્તર ગુજરાતના, રાજય દ્વારા સંચાલિત તમામ પાતાળ કૂવાઓ ઉપર સૂક્ષ્મ સિંચાઇ અમલી બનાવવા નિર્ણય કરેલ છે, જેથી ભૂગર્ભજળનું સંરક્ષણ થઇ શકે. અત્યાર સુધીમાં ૨૪૫ પાતાળ કૂવાઓ ઉપર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે અને બીજા ૬૦૦ પાતાળ કૂવાઓ ઉપર કામગીરી પ્રગતિમાં છે.

સહભાગી સિંચાઇ વ્યવસ્થા

 • રાજયની તમામ મોટી અને મધ્યામ સિંચાઇ યોજનાઓની કુલ સિંચાઇ ક્ષમતા (૧૭.૦૭ લાખ હેકટર) પૈકી ૪.૫ લાખ હેકટર વિસ્તાર (૨૫%) સહભાગી સિંચાઇ વ્યુવસ્થા પન હેઠળ આવરી લેવામાં આવેલ છે.
 • સહભાગી સિંચાઇ વ્યલવસ્થાછપન માટેનો કાયદો અમલી બન્યો છે અને તેને અંતર્ગત નિયમો પણ ઘડવામાં આવ્યા છે.

જળ વપરાશ માટે વધુ સારી ક્ષમતા હાંસલ કરવા તરફ

 • તમામ હયાત નહેરોની સુધારણા હાથ ધરવામાં આવી છે, જે પૈકી અત્યાર સુધી ૨.૫૦ લાખ હેકટર વિસ્તારમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
 • સિંચાઇ ક્ષમતાનું પુર્નમૂલ્યાંમકન અને કામગીરીનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવેલ છે.
 • ઉપરના તમામ મૂલ્યાંકનો પૂર્ણ થાય અને નહેર સુધારણા પૂર્ણ થાય ત્યાળરબાદ પાણીના વપરાશનું ઓડિટ હાથ ધરવાનું આયોજન છે, જેથી સિંચાઇ સાથે સંકળાયેલ ક્ષેત્રિય કર્મચારીઓમાં જવાબદારીની ભાવના ઉત્પન્ન થાય.

સુજલામ્ સુફલામ્ યોજના

 • પૂર્ણ થવાને આરે આવેલ સુજલામ્ સુફલામ્ યોજના ઉત્તર ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારરોમાં ૭૦,૦૦૦થી વધુ વિસ્તારને સિંચાઇ હેઠળ લાવનાર છે.
 • નર્મદા મુખ્યમ નહેરથી ધરોઇ, હાથમતી અને ગુહાઇ જળાશયોને જોડતી તેમજ સુજલામ્ સુફલામ્ નહેરને જોડતી ૮ પાઇપલાઇનોનું કામ પૂર્ણ થયેલ છે અને તેના થકી ૧૭૦ તળાવો જોડી પાણી પહોંચાડવામાં આવે છે. બનાસકાંઠા જીલ્લાના શીપુ અને દાંતીવાડા જળાશયો તેમજ સાબરકાંઠા જીલ્લાંના વાત્રક, માઝમ અને મેશ્વોલ જળાશયોને જોડતી પાઇપલાઇન નાંખવાનું કામ પ્રગતિમાં છે.
 • ૩.૨ કી.મી. લાંબી પાનમ ઉચ્ચસ્તરીય નહેરની રાજયની સૌ પ્રથમ સિંચાઇ ટનલનું બાંધકામ પૂર્ણ થયેલ છે.
 • પંચમહાલ જીલ્લા.ના આદિજાતિ વિસ્તાબરોમાં ૫ હજાર હેકટર પિયત વિસ્તાર ધરાવતી કડાણા ઉચ્ચસ્ત રીય નહેર કાર્યાન્વિત થયેલ છે.

ક્ષારપ્રવેશ નિયંત્રણ

કચ્છ અને સૌરાષ્ટ્ર ના સમુદ્રકાંઠાના વિસ્તા રોમાં સુધારાત્મોક પગલાં લઇ ખારાશ આગળ વધતી અટકાવવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧૦ ભરતી નિયંત્રકો, ૨૩ બંધારા, ૬૪૫ ચેકડેમ, ૩૯૭ રિચાર્જ કૂવાઓ, ૧૨ રિચાર્જ જળાશયો, ૧૭ રિચાર્જ તળાવો અને ૧૦૦ કી.મી. લાંબી વિસ્તારણ નહરેો બાંધવામાં આવી છે અને ૫૮૬૭ હેકટર વિસ્તારમાં વનીકરણ કરવામાં આવેલ છે તથા ૪૪૮૭ જેટલા નળા પ્લગ કરવામાં આવેલ છે. વધુ કામગીરી પણ પ્રગતિમાં છે.

દરિયાઇ ધોવાણ સામે સંરક્ષણ

દક્ષિણ ગુજરાતમાં ૨૬ કી.મી. લંબાઇમાં દરિયાઇ ધોવાણ સામે રક્ષણ આપતા કામો પૂર્ણ કરી ૪૫૭૭ ઘરોમાં વસતાં ૯૨,૩૦૦ લોકોને તેનો લાભ આપવામાં આવ્યો છે.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

3.05660377358
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top