অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બનાસ

બનાસ

બનાસ નદી અરવલ્લીનનના ડુંગરોમાંથી નીકળે છે. તે દક્ષીણ-પશ્ચીમ દિશામાં વહી રાજસ્થાવન રાજયમાં થઇ કચ્છરના નાના રણને મળે તે પહેલા ગુજરાત રાજયના બનાસકાંઠા અને મહેસાણા જીલ્લાન માંથી પસાર થાય છે. બનાસ પરિસર તે ઉત્ત રીય પરિસર છે. જે લગભગ ઉ.અ.૨૩° ૩૦° થી ૨૪° પપ° અને પૂ.રે. ૭૧° ૧પ° થી ૭૩° ૧પ° ની વચ્ચે૨ આવેલ છે. સરસ્વ્તી અને લૂણી પરિસર અનુક્રમે તેની દક્ષિ‍ણ અને ઉત્ત રીય સરહદો છે. અને તેની પૂર્વ સરહદે અરવલ્લીલના ડંગરો આવેલા છે. તેનો સ્ત્રારવક્ષેત્ર ૮૬૭ ચો.કી.મી છે, તે પૈકીનો ૩૭.૬૯ ટકા રાજસ્થાઅન રાજયમાં અને બાકીના ૬૨.૩૧ ગુજરાત રાજયમાં છે. રાજયવાર અને જીલ્લાાવાર સ્ત્રા વક્ષેત્ર વિસ્તાલરની વિગતો નીચે મુજબ છે.

અનુ નં.

રાજયનું નામ

જીલ્‍લાનું નામ

નદીની લંબાઇ(કી.મી)

સ્‍ત્રાવક્ષેત્ર(ચો.કી.મી)

ટકા (કુલ સ્‍ત્રવક્ષેત્રની સાપેક્ષમાં)

રાજસ્‍થાન

શિહોરી

૭૮

૩૨૬૯

૩૭.૬૯

ગુજરાત

બનાસકાંઠા

૧૧૯

૪૬૩૮

૫૩.૪૭

ગુજરાત

મહેસાણા

૬૯

૭૬૭

૮.૮૪

બનાસ નદી સમુદ્રની સપાટીથી ૩૭૨.૫૧ મી. ઉંચાઇએથી રાજસ્થાકનના શિહોરી જીલ્લાસના પીંડવારા ગામેથી નીકળી છેલ્લે્ કચ્છર ના નાના રણમા ભળી જાય છે. સીપુ એકમાત્ર જમણા કાંઠે મળતી બનાસની ઉપનદી છે. બનાસના ડાબા કાંઠે છ ઉપનદીઓ જેવી કે બત્રીયા, સુકરી, સેવારણ, સુકેત, બાલારામ અને ખારી છે. જે મુખ્યઉ પ્રવાહમા ભળે છે. જેથી જમણા કાંઠાની સરખામણીએ ડાબા કાંઠાની સ્ત્રા વ સંરચના વધારે વિસ્તૃુત છે.સીપુ અને ખારી બે મહત્વરની ઉપ્નમદીઓ અનુક્રમે જમણા અને ડાબા કાંઠે મળે છે, જે સંયુકતપણે ૩૭ ટકા જેટલો સ્ત્રા વક્ષેત્ર વિસ્તાતર ધરાવે છે.

બનાસ નદી

સીપુ નદી

સુકલી નદી

બાલારામ નદી

સુકેત નદી

સેવરણ નદી

બાત્રિયા નદી

ખારી(બનાસ) નદી

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate