অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાતનું ભૂસ્તરશાસ્ત્ર

ગુજરાતનું ભૂસ્તરશાસ્ત્ર

ગુજરાત રાજ્ય ૨૦° ૧૦° થી ૨૪°૫૦° ઉ. અક્ષાંશ અને ૬૮°૪૦° થી ૭૪°૪૦° પૂર્વઆશરે વચ્ચે આવેલ છે, અને આશરે ૧,૯૬,૦૦૦ ચો. કિ.મી. વિસ્તાર ધરાવે છે.ગુજરાત રાજ્યની ભૂસ્તરીય સંરચના વિશાળ પટલ પર વિસ્તરાયેલ છે જેમાં જુદી જુદી વય ના ખડકો આવેલા છે, જેમાં ઉત્તર-પૂર્વ ભાગમાં અરવલ્લીના ૨૫,૦૦૦ લાખ વર્ષ જુના ખડકો, જ્યારે મધ્ય અને પશ્ચિમ ભાગમાં કેટલાક હજારો વર્ષ જુના છુટ્ટા એલ્યુવીયમ અને દરિયાકાંઠાના સ્તરો મળે છે. ગુજરાતમાં અગ્નિકૃત, જળકૃત અને વિકૃત પ્રકારની મુખ્ય ભૂસ્તરીય સંરચના ના ખડક મળે છે.

ભૂપૃષ્ઠ રીતે ગુજરાત રાજ્ય મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે.
૧) ગુજરાત નો મુખ્ય ભાગ
૨) સૌરાષ્ટ્ર અને
૩)કચ્છ

ગુજરાત રાજ્યમાં, પૂર્વ કેમ્બ્રીયન, મેસોજોઇક અને સેનોજોઇક યુગોના ખડકો દ્રષ્યમાન થયેલ છે. સખત ખડકો થી ૪૯% વિસ્તાર છવાયેલો છે અને બાકી ના વિસ્તારમાં ક્વાર્ટનરી સમયના નિક્ષેપો આવેલા છે. સખત ખડકો માં કેમ્બ્રીયન પૂર્વે ના વિકૃત અને અતિક્રમણ અંત: કૃત ખડકો, મેસોઝોઈક અને સેનોઝોઈક એરાના જળકૃત ખડકો અને ક્રીટેસીયસ-ઈયોસીન સમયકાળના લાવા કૃત ‘ડેક્કન ટ્રેપ’ પ્રકારના ખડકો મળે છે. ગુજરાત રાજ્યમાં મળતી જુદી જુદી ભૂસ્તરીય સંરચના ગુજરાત રાજ્યના ભૂસ્તરીય નકશામાં દર્શાવેલ છે. (નકશો). ગુજરાત રાજ્યની સામાન્ય સ્તર રચના નીચે મુજબ છે.

 

 

 

યુગ

અલ્પ યુગ

અનુ યુગ

સમુહ/રચના

સ્થળ

કાળ
(
દસ લાખ વર્ષ)

સેનોઝોઈક સેનોઝોઈક

ક્વાટ

રનરી

હોલોસીન

અવર્ગીકૃત અને રણ ના સ્તરો

ગુજરાતના કાંપના મેદાનો, રણ,
બન્ની અને દરિયા કાંઠા ના સ્તરો


0.0૧

પ્લાયસ્ટોસીન

છાયા રચના મીલીયોલાઈટ રચના

૧)ગોપનાથ ના ઉત્તરથી પોરબંદર પછીના સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો
૨)કચ્છનો વિસ્તાર

૧.૦

ટરસરી

પ્લાયોસીન

સંધાણ રચના

 

 

માયો- પ્લાયોસીન

દ્વારકા અને ઝઘડીયા રચના

દ્વારકા, ઓખા અને ઝઘડીયા

૧૨

માયોસીન

ગજ રચના
કંદ રચના
બાબાગુરૂ રચના

પીરમ ટાપુ, સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો,કચ્ચ,

ઝઘડીયા અને અંકલેશ્વર નજીક કંદ

૨૫

ઓલીગોસીન

મણિયાર ફોર્ટ રચના

કચ્છ

૪૦

ઓલીગોસીન-માયોસીન

ખારી નદી રચના

કચ્છ

 

ઈયોસીન ઓલીગોસીંન

તારકેશ્વર રચના

તારકેશ્વર (સૂરત જિલ્લો)

 

ઈયોસીન

ફુલરા રચના
કાકડી નદી રચના 
ન્યુમીલીટીક રચના
વાગલખોડ રચના

કચ્છ


૬૦

પેલીયોસીન- ઈયોસીન

ભાટિયા રચના સલોડ રચના

જામનગર,ભરૂચ,સૂરત,વલસાડ,ખેડા,

સાબરકાંઠા,કચ્છ,સૌરાસ્ટ્ર

 

પેલીયોસીન

માતાનો મઢ

કચ્છ

 

મેસોઝોઇક- સેનોઝોઇક

 

ક્રીટેસીયો-ઈયોસીન

ડેક્કન ટ્રેપ

સાબરકાંઠાનો ભાગ,પંચમહાલ,વડોદરા,

ભરૂચ,સૂરત, વલસાડ અને ડાંગના મુખ્ય ભાગો,

સૌરાસ્ટ્રના મુખ્ય ભાગો,કચ્છનો અમુક ભાગ

૧૧૦

મેસોઝોઈક

 

અપર ક્રીટેસીયસ

લામેટા રચના બાઘ રચના

ખેડા,પંચમહાલ,નર્મદા,સાબરકાંઠા, 
વડોદરા

 

 

લોઅર-મીડલ ક્રીટેસીયસ

વઢવાણ સમૂહ

સૌરાસ્ટ્ર

 

ભૂજ રચના

કચ્છ

 

ધ્રાંગધ્રા સમૂહ

સૌરાસ્ટ્ર

 

 

લોઅર- ક્રીટેસીયસ

હિંમત્તનગર રચના

સાબરકાંઠા

 

જ્યુરાસીક્સ- ક્રીટેસીયસ

કટ્રોલ(ઝુરાન)રચના

કચ્છ

૧૫૦

અપર જ્યુરાસીક્સ

ચારી(જુમરાન)રચના

મીડલ જ્યુરાસીક્સ

પચ્છમ(ઝુરીયો)રચના

પ્રોટેરોઝોઈક

 

નીઓ-પ્રોટેરોઝોઈક

દિલ્હી પછીના અંત:કૃતોને સમકાલીન

પાલનપુર,દાંતા,ઈડર,મોડાસા,તારંગા,ધરોઈ,

વીરપુર,વણાકબોરી,ગોધરા

પેલીયો-મેસો- પ્રોટેરોઝોઈક (દિલ્હી સુપર ગૃપ)

સીરોહી સમૂહ

બનાસકાઠાં

૧૫૦૦

કુંભલગઢ સમૂહ

દાંતા,અંબાજી,પાલનપુર

ગોગુંડા સમૂહ

ખેડબ્રહ્મા,શામળાજી

પેલીયો-પ્રોટેરોઝોઈક (અરવલ્લી સુપર ગૃપ)

ચાંપાનેર સમૂહ

છોટા ઉદેપુર,શિવરાજપુર,જાંબુઘોડા

લુણાવાડા સમૂહ

મોડાસા,શામળાજી,લુણાવાડા,બારિયા

ઝારોલ સમૂહ

મોડાસા,શામળાજી

ઉદેપુર સમૂહ

ગુજરાતનો ઉત્તર ભાગ

આર્કીય 
ન-પ્રોટેરોઝોઈક

 

 

પૂર્વ લુણાવાડાના જટિલ નીસ

કંજેટા,નાડાતોડ,છોટા ઉદેપુર

૪૦૦૦

પૂર્વ ચાંપાંનેર જટિલ નીસ

જેતપુર,સાબરકાંઠા,પંચમહાલ,

બનાસકાંઠા,વડોદરા

 

ઈજનેરી ભૂસ્તરીય વિભાગ અમદાવાદની કામગીરી

ઇજનેરી ભુસ્તરીય વિભાગ,અમદાવાદ નું કાર્યક્ષેત્ર ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા સાબરકાંઠા, મહેસાણા, પાટણ ,ગાંધીનગર ,અમદાવાદ ખેડા, આણંદ,દાહોદ તથા પંચમહાલ જિલ્લાની મોટી, મધ્યમ સિંચાઇ યોજનાઓ તથા મોટી નદી પરના મોટા ચૅકડૅમ ની પથરેખા ના પાયા ,વિસીનીટી તથા સબમર્જંન્સ વિસ્તાર નું સરફેશ અને સબ સરફેશ ભુસ્તરીય અને ભૂજલીય સંશોધન અને સર્વેક્ષણ ની કામગીરી હાથ ધરી તેના વિગતે ભુસ્તરીય અહેવાલો અને નકશાઓ તૈયાર કરી લગત પ્રોજેક્ટ ઓથોરીટી ને સાદર કરવાની કામગીરી. ઉક્ત સંશોધન ની કામગીરી યોજનાકીય અહેવાલ ના સ્તરે વિગતે સંશોધન અંગે શારકામ , ટ્રેન્ચીસ અને ટ્રાયલ પીટસ , ભુભૌતિક સંશોધન અને વધુમાં બાંધકામ મટીરિયલ્સ ની ક્વોરી સાઇટ ના સંશોધન તેમજ સેમ્પલિંગ કરી પૂર્ણ કરવામાં આવે છે. આ ઉપરાંત કચ્છ જિલ્લાની પણ વિવિધ સિંચાઇ યોજનાઓ ના ભુસ્તરીય સંશોધન અને અહેવાલો ની ચકાસણી અને ફાઇનલ કરવાની કામગીરી અત્રેના વિભાગ દ્વારા કરવામાં આવે છે.

આ વિભાગ હસ્તકના ઇજનેરી ભુસ્તરીય એકમ - અમદાવાદ, ગોધરા તથા હિંમતનગર ઉક્ત જિલ્લાઓ ની વિવિધ સિંચાઇ યોજનાઓ ની સર્વેક્ષણ અને સંશોધન ની કામગીરી વિભાગના માર્ગદર્શન અને સંકલન હેઠળ હાથ ધરી પૂર્ણ કરે છે. આ ઉપરાંત વિવિધ યોજનાઓ ના શારછિદ્ર ના અને મશીનરી અને વાહનો ના નિભાવ ની કામગીરી આ વિભાગ હેઠળ ની યાંત્રિક શાખા, અમદાવાદ દ્વારા કરવામાં આવે છે.

રેફરન્સીસ:

૧) “જીઓલોજી ઓફ ગુજરાત” એસ.એસ.મેઢ ની અંગ્રેજી આવૃતિ, પ્રકાશક જીઓલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડીયા

૨) “જીઓલોજી ઓફ ગુજરાત” વી.એન.કુલકર્ણી (૧૯૮૫), સિંચાઇ, મા અને મ વિભાગ, ગુજરાત રાજ્ય “નવનિર્માણ” જર્નલ નુ વોલ્યુમ. નં.૨૭ નં. ૨

૩) “જીઓલોજી એન્ડ મીનરલ રીસોર્સીસ ઓફ ગુજરાત, દમણ અને દીવ” પ્રકાશક જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા પ્રકાશન નં ૩૦ ભાગ-૧૪, ૨૦૦૧

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate