વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉત્તર ગુજરાતની જમીનની લાક્ષણીક્તાઓ

ઉત્તર ગુજરાતની જમીનની લાક્ષણીક્તાઓ

ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જીલ્લાઓ ઉત્તર ગુજરાત પ્રદેશમાં સમાવેલ છે.

આ પ્રદેશના મોટા ભાગના વિસ્તારમાં 'ઘણી ઉંડી' જમીન આવેલ છે. અમદાવાદ તથા પાટણ જીલ્લાના થોડાક વિસ્તારમાં 'ઉંડી' જમીન આવેલ છે. પાટણ અને અમદાવાદ જીલ્લાના થોડાક વિસ્તારમાં તથા સાબરકાંઠા જીલ્લાના ઉત્તર પૂર્વના વિસ્તારમાં 'મધ્યમ ઉંડી' જમીન આવેલ છે. પ્રદેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં (સાબરકાંઠા જીલ્લો) અને દક્ષિણ- પશ્ચિમ (અમદાવાદ જીલ્લો) ના થોડા ઘણા વિસ્તાર માં 'છીછરી' થી 'ઘણી છીછરી' જમીન આવેલ છે. પ્રદેશ ના ઉત્તર-પૂર્વ (બનાસકાંઠા અને સાબરકાઠા જીલ્લો) અને દક્ષિણ- પશ્ચિમ વિસ્તાર (અમદાવાદ જીલ્લો) ના થોડા વિસ્તારમાં ખડકાળ જમીન જોવા મળે છે. 

આ પ્રદેશની મોટા ભાગની જમીનનું પોત 'ગોરાડુ' છે. દક્ષિણ - પશ્ચિમ ભાગ (અમદાવાદ જીલ્લામાં) ના થોડાક વિસ્તારમાં કાળી જમીન આવેલ છે . પ્રદેશના ઉત્તર ભાગમાં (બનાસકાંઠા જીલ્લામાં) થોડા વિસ્તારમાં 'રેતાળ' જમીન આવેલ છે 

આ પ્રદેશના મોટા ભાગના વિસ્તારમાં 'સારો'  નિતાર ધરાવતી જમીન આવેલ છે. પ્રદેશના મદય ભાગમાં (મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જીલ્લાને જોડતો વિસ્તાર) અને બનાસકાંઠા જીલ્લાનો પૂર્વ ભાગ અને અમદાવાદ જીલ્લાનો પશ્ર્ચિમ ભાગ ના થોડાક વિસ્તારમાં  'થોડીક  વધુ પડતી નિતાર ધરાવતી જમીન આવેલ છે. પ્રદેશના દક્ષિણ ભાગમાં(અમદાવાદ અને સુરેન્દ્રનગર  જીલ્લાને જોડતો વિસ્તાર) અને પશ્ચિમ ભાગ (પાટણ જીલ્લો) ના ધણા થોડા વિસ્તારમાં  'મધ્યમ' નિતાર ધરાવતી જમીન આવેલ છે.

અમદાવાદ જીલ્લાના મધ્ય ભાગના થોડા વિસ્તારમાં 'સાધારણ' ખારાશ વાળી જમીન છે.પાટણ જીલ્લાના પૂર્વ ભાગ અને મહેસાણા જીલ્લાના પશ્ચિમ ભાગ, અમદાવાદ જીલ્લાનો દક્ષિણ ભાગ અને બનાશકાંઠા જીલ્લાનો ઉત્તર-પશ્ચિમ ભાગની જમીન 'મધ્યમ' ખારાશ ધરાવે છે. બનાશકાંઠાના દક્ષિણ - પશ્ચિમ ભાગમાં અને પાટણ જીલ્લાના પશ્ચિમ ભાગમાં 'તીવ્ર' ખારાશ ધરાવતી જમીન જોવા મળે છે. અમદાવાદ જીલ્લાના દક્ષિણ ભાગની ઘણા થોડા વિસ્તારની જમીન 'અતિ તીવ્ર' ખારાશ ધરાવે છે. આ પ્રદેશ ના મધ્ય ભાગમાં (પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં) 'સાધારણ' ભાસ્મિક્તા જોવા મળે છે. પ્રદેશના પશ્ચિમ ભાગમાં (બનાસકાંઠા, પાટણ અને અમદાવાદ જીલ્લામાં) 'મધ્યમ' થી 'તીવ્ર' ભાસ્મિક્તા ધરાવતી જમીન છે

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

3.27586206897
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top