অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળ શુદ્ધિકરણ તરફ એક પ્રસંશનીય પગલું

જળ શુદ્ધિકરણ તરફ એક પ્રસંશનીય પગલું

શુદ્ધ જળ અર્થે સમગ્ર વિશ્વ અને ભારતભરમાંથી વિવિધ ક્ષેત્રોના લોકોને એકછત્ર હેઠળ લાવી પ્રત્યક્ષ મુલાકાતો, ઉત્પાદનોનું જીવંત નિદર્શન, મહત્વપૂર્ણ જ્ઞાનનું આદાનપ્રદાન માટે સેમિનારો તેમજ અતૂટ સંકલન ઉભું કરાશે વેપટેગ-WAPTAG એ એક એવું પ્રસંશનીય પગલું છે જે તમામ સભ્યો અને ઉદ્યોગજગતને એક છત્ર હેઠળ લાવશે અને તેમને નફાકારકતા તેમજ સમૃદ્ધિસભર ઉજ્જળ ભાવી તરફ દોરી જશે. આ એક્સપોનો એક ઉદ્દેશ સરકાર, શૈક્ષણિક સંસ્થઆનો, વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો જેવા કે વોટર કોમ્પોનન્ટ્સ, જળ શુદ્ધિકરણ, એન્જીનીયરિંગ, પમ્પસ એન્ટ પાઇપ્સ, રસાયણો, સ્વચ્છતા, વાયુમિશ્રણ અને વર્ગીકરણ, ઈકો-સીસ્ટમ, જળપ્રદુષણ નિવારણની પદ્ધતિઓ, જળસંરક્ષણ, જળશુદ્ધિકરણની વધુ સારી પદ્ધિતિ માટેની સીસ્ટમસ સાથે સંલગ્ન ભારતભરના ઉદ્યોગોને એકછત્ર હેઠળ લાવવાનો છે. તેની સાથે સાથે તેઓ સાથે પ્રત્યક્ષરૂપે માહિતીનું આદનપ્રદાન થાય, ચીજવસ્તુઓના ઉપયોગનું જીવંત નિદર્શન થાય, સેમિનારના માધ્યમથકી મહત્વપૂર્ણ જ્ઞાનની આપ-લે થાય તેમજ પ્રબળ જોડાણ-સંકલન સધાય એવો પણ તેનાં આયોજનમાં હેતુ સમાયેલો છે.

માત્ર ભારત જ નહીં પરંતુ જળ શુદ્ધિકરણ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં સમગ્ર વિશ્વના મહત્તમ લોકો તેમાં સહભાગી બનાવાના છે. તેઓ એકબીજાના અનુભવો, ઉત્પાદનો, નાવીન્યસભર શોધો તેમજ વિચારોનું આદાનપ્રદાન કરશે. અંદાજે 100થી વધુ કંપનીઓ પોતાનાં ઉત્પાદનો તેમજ 10,000થી વધુ ઉદ્યોગસાહસીકો આગામી વેપટેગ-WAPTAG વોટર એક્સપોમાં સહભાગી બનશે તેવી અપેક્ષા સેવાઇ રહી છે. ત્યારે જળ શુદ્ધિકરણસાથે સંકળાયેલા વેપટેગ-WAPTAGના સભ્યો એવા સુરત, વડોદરા, કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, નડીયાદ, જુનાગઢ, વલસાડ, અમદાવાદ સહિત દરેક જિલ્લા અને ગામડાઓના પ્રતિનિધિઓ પણ એક્સપોમાં જોડાનાર છે. વેપટેગ-WAPTAG સર્વીસ પ્રોવાઈડરો તેમજ છેવટના વપરાશકારો સુધી ઉત્તમ ગુણવત્તાનું ઉત્પાદન પહોંચે તે માટે અથાક પ્રયાસો કરી રહ્યું છે. પૃથ્વી ઉપર જ્યારે તાજા પાણીનો મર્યાદીત જથ્થોની સામે સમગ્ર વિશ્વની અબજોની વસતી વપરાશકાર હોય ત્યારે માત્ર પાણીની બચત કરવાનું જ મહત્વનું નથી પરંતુ પાણીનો પુનઃવપરાશ કેવી રીતે કરવો તેની વિવિધ પદ્ધતિઓ શોધવી એ પણ એટલું જ મહત્વનું છે. વેપટેગ-WAPTAG એ એક એવું સંગઠન છે જે ભારતમાં સામાજિક ઉદ્દેશથી કાર્ય કરી રહ્યું છે અને તેની મહત્વકાંક્ષા ગુજરાતને દેશનું વોટર-હબ(જળ કેન્દ્ર) બનાવવાની છે.  — ગરિમા માલવણકર (પૂરક માહિતી- દીપીકા રાઠી)
પૃથ્વી પર જીવન માટે સૌથી મહત્વનું અને મૂળભૂત તત્વ હોય તો તે છે પાણી, પૃથ્વીના કુલ બે તૃત્યાંશ ભૂમંડળ ઉપર પાણી છે તો માનવશરીરના 75 ટકા ભાગમાં પણ પાણી જ છે. પાણીની એક બૂંદ પણ બચાવવી એ મહામૂલ્યવાન જીવન બચાવવા બરોબર છે કારણ કે માનવશરીરમાં રહેલા કુલ 42 લિટર પાણીમાંથી જો 2.7 લિટર પાણી ઓછું થઇ જાય તો ડિહાઇડ્રેશનનો ભોગ બની જવાય છે. માત્ર જળ જ નહીં સ્વચ્છ જળ પણ એટલું જ મહત્વનું છે. આજે દુકાનો હોય કે ઘરો કે પછી હોસ્પિટલો, હોટલો, શાળાઓ, ટ્રસ્ટો કે પછી યાત્રાધામો તમામ સ્થળોએ સ્વચ્છ જળની સુવિધા ઉપર ભાર મુકવામાં આવે છે. જ્યારે ફાર્માસ્યુટિકલ, ફૂડ એન્ડ બેવરેજીસ, ટેક્સટાઈલ્સ સહિતની મોટાભાગની ઈન્ડસ્ટ્રીઓમાં ચીજવસ્તુઓની ઉત્પાદન પડતર કિંમત તથા તેની ગુણવત્તાનો આધાર સ્વચ્છ જળની ઉપલબ્ધતા ઉપર અવલંબે છે. 

ભાવીનો વર્તારો અને વર્તમાન પરિસ્થિતિનું આંકલન કરતાં પાણીનો વપરાશ વિવેકબુદ્ધિથી પ્રેરાઈને કરવામાં જ શાણપણ રહેલું છે અને ભૂમંડળ ઉપર ઉપલબ્ધ તાજા પાણીના કુલ 2.5 ટકા સ્ત્રોતોના મહત્તમ ઉપયોગ માટેના વિવિધ માર્ગો અપનાવવા જોઈએ. તો અસ્વચ્છ પાણીનું શુદ્ધિકરણ કરી તેને પીવાલાયક બનાવી ઉપયોગ કરવો એ વર્તમાન સંજોગોની પ્રબળ માગ છે. જે માટે ડોમેસ્ટિક આરઓ પ્લાન્ટ, ઈસ્ડસ્ટ્રીઅલ આરઓ પ્લાન્ટ, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત અન્ય ઉપકરણોનો ઉપયોગ કારગત સાબીત થઇ શકે છે. અને તેથી જ વેપટેગ-WAPTAG (વોટર પ્યુરીફીકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસીએશન ઓફ ગુજરાત)ના સભ્યો સમાજ અને ઉદ્યોગજગતને લાભકારી હોય એવાં અત્યાધુનીક ઉપકરણો ઉપલબ્ધ કરાવવા રોજેરોજ ખંતપૂર્વક જહેમત ઉઠાવી રહ્યાં છે. રાજ્યનું ઉદ્યોગ જગત તેની સાથે ગાઢ રીતે સંકળાઇ રહ્યું છે. 

વેપટેગ-WAPTAG એ ઉત્પાદકો, વ્યાપારીઓ, આયાતકારો તેમજ સર્વીસ પ્રોવાઈડરોનું એક મજબૂત સંગઠન છે જે પ્યુરીફીકેશન ઇન્ડસ્ટ્રીનો જ એક ભાગ છે. જેમાં 1200થી વધુ ઉદ્યોગસાહસીક સભ્યો છે. જેઓ સ્થાનિક સ્તરે જળ શુદ્ધિકરણના ક્ષેત્રની સાથે સાથે ઇન્ડસ્ટ્રીઅલ ફીલ્ટરેશન પ્લાન્ટ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, ડોમેસ્ટીક અને ઈન્ડસ્ટ્રીઅલ આરઓ પ્લાન્ટ્સ, વોટર પ્યુરીફીકેશન પ્લાન્ટસના પુર્જાઓ તેમજ કેમિકલ્સ સહિતની પીવાલાયક, ખેતી તેમજ ઉત્પાદન માટે જરૂરી સ્વચ્છ અને સુરક્ષિત પાણીને લગતી તમામ પ્રવૃત્તિઓ સાથે સાથે સંકળાયેલા છે. 

આ જુથનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વિપુલ માત્રામાં પાણી ઉપલબ્ધ કરાવવાનો છે અને તેથી જ તેઓ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે તેમજ ગુજરાતને ભારતનું જળકેન્દ્ર બનાવવા માટે અથાક પ્રયાસો નિરંતર કરી રહ્યાં છે. સભ્યોની બેઠકો, ટેકનિકલ સેમિનારો, વાર્ષિક બેઠકો અને એક્સપોનું નિયમિત સમયે આયોજન કરવામાં આવે છે. જેથી તેના સભ્યોને જળ શુદ્ધિકરણની અદ્યતન ટેકનોલોજી અને વિશેષ જ્ઞાનથી માહિતીગાર કરાવી શકાય. આગામી 4થી 6 ફેબ્રુઆરી 2016 દરમ્યાન પણ વેપટેગ-WAPTAG વોટર એક્સપોનું આયોજન અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

છેલ્લી આવૃત્તિ
ગત વર્ષે વોટર એક્સપોને સાર્થક કરવામાં વેપટેગ-WAPTAGની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી હતી. અને તેને ઉચ્ચ કોટીના એક્ઝિબિટર્સ, જવાબદારી સમજતાં સહભાગીઓ તેમજ પ્રબુદ્ધ મુલાકાતીને પ્રતાપે ઇતિમહત્વનો વોટર એક્સપો ગણવામાં આવ્યો હતો. દ્વીતીય આવૃત્તિ પણ વ્યાપાર માટેની ઉત્તમ તક સમાન રહેશે અને તે જળ શુદ્ધીકરણ તથા વેસ્ટવોટર ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો માટે એક શ્રેષ્ઠ નેટવર્કીંગ પ્લેટફાર્મનું રૂપ લઇ લેશે. વળી તે નફો અને જવાબદેહીતાના બેવડા સર્વસામાન્ય હેતુ માટે કાર્ય કરતાં નિષ્ણાંતો તેમજ ઉદ્યોગસાહસીકો માટે પણ એક ઉત્તમ માધ્યમ બની રહેશે.

સ્ત્રોત: નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/28/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate