অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્લોબલ વોર્મિંગની વિઘાતક અસરો

સાંપ્રત સમયની વિવિધ વૈશ્વિક સમસ્યાઓ પૈકી સૌથી ચિંતાજનક એક એવી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનાર ઉષ્ણતામાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે પૃથ્વીના વાતાવરણ તથા સમગ્ર જીવનસૃષ્ટિ પર તેની વિઘાતક અસરો વર્તાઈ રહી છે. એક જાગૃત વિશ્વનાગરીક તરીકે આપણે ગ્લોબલ વોર્મિંગની વિઘાતક અસરો જાણવી પડશે અને આ વિઘાતક અસરો દૂર કરવા વિશ્વસ્તરે સરકારો મોટા પગલાં ભરે તેના કરતા આપણે વ્યક્તિગત ધોરણે વધુ અસરકારક પગલાં ભરવા પડશે.

ગ્લોબલ :

ગ્લોબલ એટલે વિશ્વવ્યાપી અર્થાત્ સમગ્ર વિશ્વમાં વ્યાપક રીતે પ્રસાર પામેલ. વોર્મિંગ : ઉષ્મા વધવાની પ્રક્રિયા અર્થાત્ ઉષ્ણતામાનમાં સતત વધારો અસર : છાપ કે પ્રભાવ અર્થાત્ પરિણામો, નિપજ. ગ્લોબલ વોર્મિંગ એટલે કાર્બન ડાયોક્સાઈડના અતિરેક વધારાના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય છે અને તેના કારણે સૂર્યના કિરણો દ્વારા આવેલ ગરમીનાં અધરોક્ત કિરણો તાત્કાલીક અંતરિક્ષમાં પરાવર્તન પામતા નથી. જેના લીધે સૂર્યના કિરણો સાથે વરસતી ગરમી વાતાવરણમાં કેદ થઈને સમગ્ર પૃથ્વીના વાતાવરણના ઉષ્ણતામાનમા ઉત્તરોતર વધારો કરે છે. ગ્લોબલ વોર્મિંગ સમસ્યા માટે જવાબદાર મુખ્ય વાયુ કાર્બન ડાયોક્સાઈડ છે. જેનું પ્રમાણ ૬૪ ટકા જેટલું છે. કાબર્નના વિવિધ સ્વરૂપોના ઉદભવ સ્થાનો, જથ્થો અને ટકાવારી પરથી ખ્યાલ આવે છે કે, કાર્બન ડાયોક્સાઈડ વાયુનું અતિરકેપણ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને વિકરાળ સ્વરૂપ આપવા માટે જવાબદાર છે.

ઋતુચક્રમાં પરિવર્તન

ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્રમાં ભારે પરિવર્તન જોવા મળે છે. શિયાળો, ઉનાળો, ચોમાસુ અસ્થિર બની રહ્યા છે. ઉનાળામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૫૦ વર્ષમાં ઉષ્ણતામાનમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૦૫માં ગરમીના કારણે ૫૦૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતાં, વર્ષ ૨૦૦૫ સદીનું સૌથી ગરમ વર્ષ સાબિત થયું છે. શિયાળામાં ઠંડીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ચાલુ વર્ષે યુ.એસ.એ. અને યુરોપમાં વિક્રમસર્જક હિમવર્ષા થઈ છે. એક અંદાજ મુજબ યુ.એસ.એ. માં છેલ્લા ૭૦ વર્ષમાં સૌથી વધુ એટલી ૧૭ ઇંચ જેટલી હિમવર્ષા ચાલુ વર્ષે થઈ હતી. ચોમાસું અનિશ્ચિત બનતા વારંવાર અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ સર્જાઈ રહ્યા છે.

અન્ન સમસ્યા

ઋતચુક્ર અનિશ્ચિત બનતા ઋતુ મુજબ લેવાતા પાકો નિષ્ફળ જઈ રહ્યાં છે. તેના કારણે અનાજની અછત સજાર્તા માઘેંવારી અને ભખૂમરો જેવી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. અકે અંદાજ મજુબ ૨૦૫૦મા વિશ્વની વસ્તીમા ૫૦ ટકાનાનો વધારો થશે અને લગભગ વિશ્વની વસ્તી ૯.૧ અબજ જટેલી થશે તો આજની તલુનામા ૭૦ ટકા વધુ અનાજની જરૂરિયાત ઊભી થશે. જા જો ઉપરોકત પરિસ્થિતિ યથાવત રહેશે તો વિશ્વવ્યાપી ભખૂમરો ફરી વળશે તવેા અણસાર લાગી રહ્યો છે.

આહારશ્રૃંખલા ખોરવાઈ જશે

ગ્લોબલ વોર્મિંગના કારણે જળચર, ભૂચર, પ્રાણીસૃષ્ટિની આહાર શ્રૃંખલા ખોરવાઈ જશે, કારણ કે વારંવાર અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાવાના કારણે હરિયાળી લુપ્ત થતાં તેના પર આધાર રાખતા પ્રાણી તથા પક્ષીઓની જીવનસૃષ્ટિ જોખમાશે. મહાસાગોરની જળ સપાટી વધવાને કારણે, દરિયામાં આંતરિક પ્રવાહો બદલાશે તથા ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને કારણે જળચર પ્રાણીઓની આહાર શ્રૃંખલા જોખમાશે અને તેના લીધે જળચર સૃષ્ટિની કેટલીક પ્રજાતિયો લૃપ્ત થશે.

કૃષિ અને ઔદ્યોગિક વિકાસ પર માઠી અસરો

ઋતુચક્ર અસ્થિર બનતા કૃષિ વિકાસ અવરોધાશે જેના લીધે કૃષિ સાથે સંલગ્ન એવા પૂરક ઉદ્યોગો જેવા કે ડેરી, પશુપાલન અને કૃષિ પર આધારીત ઉદ્યોગો જેવા કે કપાસ, શણ, ખાંડ વગેરે ઉનાળાનો વિકાસ અવરોધતા અર્થતંત્ર પર તેની માઠી અસરો પડશે.

આર્થિક સમસ્યાઓ પેચીદી બનશે

કૃષિ અને ઔદ્યોગિક વિકાસ મંદ પડતા આર્થિક વિકાસ પર બ્રેક વાગશે અને તેના કારણે અનેક આર્થિક સમસ્યાઓ જેવી કે બેકારી, ગરીબી, મંદિ, ફુગાવો, ઉદ્ભવશે અને તેના કારણે વિશ્વના વિવિધ રાષ્ટ્રોનો વિકાસ અવરોધાશે.

જમીનનું પ્રમાણ ઘટશે સ્થળાંતર અને વસવાટની સમસ્યા ઉદ્ભવશે.

ઠંડા પ્રદેશોનો બરફ ઓગળવાને કારણે મહાસાગરોનું જળસ્તર વધશે એક અંદાજ મુજબ ૨૧ સદીના અંતસુધી દરિયાની જળસપાટીમાં સ્વરમાં ૧૮ થી ૫૯ સેન્ટીમિટર જેટલો વધારો થશે. જેના કારણે સમુદ્ર કિનારે આવેલા પ્રદેશો અને ટાપુઓની જમીન ગુમાવવી પડશે અને તેના કારણે ત્યાં વસવાટ કરતા લોકો માટે રહેઠાણની સમસ્યાઓ સર્જાશે. જેના લીધે સ્થળાંતરનું પ્રમાણી વધતા વિકસીત વિસ્તારોમાં વસ્તીનું ભારણ વધશે.

કુદરતી આફતોમાં વધારો

મહાસાગરોની જળ સપાટી વધવાને કારણે જળપ્રલયનું પ્રમાણ વધશે. પર્વતમાળાઓને બરફ પીગળવાના કારણે પર્વતમાળાઓમાંથી નીકળતી નદીઓના જળસ્તરમાં વધારો થતા મેદાન પ્રદેશોમાં પૂરની પરિસ્થિતિ સર્જાશે. વાતાવરણમાં ગરમી વધતાં હરીક્રેન, કેટરીના, ટોરનેડો, ફ્યાન જેવા વાવાઝોડાઓની સંખ્યાઓમાં વધારો થશે. આ ઉપરાંત ગરમીના કારણે બાષ્પીભવનની પ્રક્રિયાનું પ્રમાણ વધતા તેના કારણે ભેજવાળુ વાતાવરણ, બફારો, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ વાતાવરણમાં વારંવાર સર્જાશે.

રોગનું પ્રમાણ વધશે

વાતાવરણમાં ગરમી સતત વધવાને કારણે ભેજનુંપ્રાણ વધશે જેના કારણે મેલેરીયા, ડેન્ગ્યુલ, ફ્લૂ જેવા રોગોનું પ્રમાણ વધતા રોગચાળો વારંવાર ફાટી નીકળતા લાખો લોકો મૃત્યુ પામશે.

મનોવૈજ્ઞાનિક અસરો

ગ્લોબલ વોર્મિંગના કારણે માનવજાતનો સર્વાંગીણ વિકાસ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અવરોધાશે. આ ઉપરાતં કુદરતી અને આર્થિક સમસ્યાઓનું પ્રમાણ વધવાને કારણે માનવીના વર્તનનેલગતી સમસ્યાઓ જેવી કે તાણ, હતાશા, દુરાનુકૂલન, સંઘર્ષો વગેરે જેવી સમસ્યાઓ વધશે. આ ઉપરાંત માનવસર્જિત સમસ્યાઓ જેવી કે ચોરી, લૂટ, કોમવાદ, પ્રદેશવાદ, જ્ઞાતિવાદ, યુદ્ધ જેવી સમસ્યાઓ વિકરાળ બનશે.

અન્ય અસર

તાપમાન સતત વધવાના કારણે અને અનાવિૃષ્ટના કારણે જંગલો મૃતપાય બનશે. જંગલોમાં દાવાનળનું પ્રમાણ વધશે તેને કારણે જંગલો નાસ પામશે. સાથે- સાથે દાવાનળના કારણે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વાતાવરણમાં વધવાના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધુ પેચીદી બનશે. જંગલોનું પ્રમાણ ઘટતા જંગલસિૃષ્ટ નાશ પામશે તથા વાતાવરણમા વૃક્ષોના માધ્યમથી મળતા ઓક્સીજનના પ્રમાણમાં ઘટાડો થશે.

ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વ સમક્ષ આવી પડનાર અનેક પડકારોમાં વધારો થશે. વિશ્વમાં બદથી બદતર પરિસ્થિતિનું નિર્માણ થશે. સમગ્ર માનવજાત અને પ્રાણીસૃષ્ટિના અસ્તિત્વ પર સંકટના વાદળો મંડાશે. માનવીએ જ ધરતીની અર્થીની સામગ્રી તૈયાર કરી છે. માનવીના હાથમાં જ આ સમસ્યાનો ઉકેલ મેળવવાની ચાવી પણ છે, હવે તે આવતીકાલે પ્રગતિ જોવા માગે છે કે પ્રલય તે વિચારવાનું રહ્યું.

મલેક મોહંમદ સલીમ અબ્દુલ સમદ(લેખક મુન્સી મહિલા બી.એડ્. કૉલેજમાં વ્યાખ્યાતા છે.)

સંકલન: વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate