હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / ગ્‍લોબલ વોર્મિંગ / ગ્લોબલ વોર્મિંગ : કલાઈમેટ ચેન્જ માટે પહેલ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્લોબલ વોર્મિંગ : કલાઈમેટ ચેન્જ માટે પહેલ

કલાઈમેટ ચેન્જ માટે પહેલ વિશેની માહિતી આવરી લેવમાં આવી છે

ગુજરાત સરકારનો પર્યાવરણ વિભાગ સુદ્ઢ વિકાસ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ માટે કાર્યરત છે. આ વિભાગ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત ઈકોલોજી કમિશન, ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી અને ગુજરાત એન્વા ર્યમેન્ટલ મેનેજમેન્ટ  ઇન્સ્ટીટ્યુટ એમ મુખ્ય ચાર સંસ્થાાઓ કામ કરે છે.

રાજ્ય્માં કેટલાક મહત્વિના ક્ષેત્રોને અલગ તારવી તેના પર વિશેષ ધ્યા ન કેન્દ્રિ ત કરવામાં આવ્યું છે. એન્વાાર્યમેન્ટા મેનેજમેન્ટા અને સસ્ટેધનેબલ ડેવલપમેન્ટક ( સુદ્ઢ વિકાસ) માટે વિવિધ અભ્યાદસ હાથ ધરવામાં આવ્યાન છે. તદુપરાંત, રાજ્ય માં ગ્રીન કવર(વૃક્ષ વિસ્તાવર)ની જાળવણી માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાા છે. ગુજરાતના વન્યા વિસ્તામરોમાં વસતા લોકોને ધ્યાનમાં રાખી વન અને પર્યાવરણ વિભાગે સાઈઠ ટકાથી વધુ યોજનાઓ આ વિસ્તાજરોમાં અમલી બનાવી છે. રાજ્યસ સરકારે ગ્રામીણ વિસ્તાારોમાં પડતર અને બિનઉપજાઉ રહેતી જમીનને નવસાધ્ય કરવાના કામને પણ અગ્રતા આપી સુદ્ઢ વિકાસની દિશામાં મહત્વઅપૂર્ણ કામગીરી કરી છે.

રાજ્યેના વન વિભાગે સામાજીક વનીકરણ કાર્યક્રમ હેઠળ બિનજંગલની જમીનમાં વૃક્ષ-ઉછેરની પ્રવૃત્તિને વેગવંતી બનાવી રાજ્યીને હરિયાળુ બનાવવાની દિશામાં કદમ માંડયા છે. આ કાર્યક્રમનો મુળભુત હેતુ રાજ્યતમાં વૃક્ષનું વાવેતર વધારવાનો, આ ક્ષેત્રે લોકભાગીદારી વધારવાનો અને આ માટે પ્રવૃત્ત લોકો અને સંસ્થાવઓને પ્રોત્સાાહિત કરવાનો છે. વૈશ્વિક પર્યાવરણ બદલાવ એ માનવજાત સામેનો સૌથી મોટો પડકાર છે. આ પડકારને ઝીલવા ગુજરાતે ‘ડિપાર્ટમેન્ટ ફોર ક્લાપયમેન્ટ. ચેન્જન' ના નામે અલગ જ વ્યવસ્થા તંત્ર કાર્યાન્વિત કર્યું છે. રાજ્યત સરકારે આ વિભાગ શરુ કરી નોખો ચીલો ચાતર્યો છે. માત્ર ભારત જ નહિ પણ એશિયાના દેશો માટે પણ ગુજરાત સરકારનું આ પગલું અનુકરણીય છે. ગુજરાત એશિયામાં એવું પહેલું રાજ્યન છે જેને ક્લાસયમેન્ટ ચેન્જ્ માટે જુદો જ વિભાગ શરૂ કર્યો હોઈ. વિશ્વમાં માત્ર ચાર જ દેશ- પ્રદેશ એવા છે જેમણે ક્લા્યમેન્ટે ચેન્જે માટે જુદો વિભાગ શરુ કર્યો છે.

ફેબ્રુઆરી, ૨૦૦૯માં આ વિભાગનો પ્રારંભ થયો. ક્લા યમેન્ટશ ચેન્જષના પડકારને પહોંચી વળવા માટે શરુ થયેલા આ વિભાગના અધ્યમક્ષ તરીકે શ્રી નરેન્દ્ર મોદી માર્ગદર્શન પુરું પાડશે. રાજ્યડ સરકારની આ પહેલ પર્યાવરણના મુદ્દાને માનવીય સ્વકરૂપ આપવામાં મદદરૂપ બનશે. આ વિભાગનો હેતુ પ્રજાને જાગૃત કરી આ પડકારને પહોંચી વળવા સહભાગી બનાવવાનો અને પર્યાવરણના મુદ્દે લોકોના દ્રષ્ટીકકોણમાં પરિવર્તન લાવવાનો છે. આ પહેલથી ભાવિ ગુજરાત વધુ સમૃદ્ધ થશે, સલામત બનશે. રાજ્યા સરકારના ઉર્જા અને પેટ્રો-કેમિકલ, શહેરી-પરિવહન,વન અને પર્યાવરણ, ગ્રામીણ વિકાસ, ઉદ્યોગ અને ખાણ-ખનીજ જેવા વિવિધ વિભાગોમાં સ્વલચ્છા ઊર્જા માટે ઓગણચાળીસથી વધુ કદમ ઉઠાવાયા છે. રાજ્યજના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર ગ્લોઓબલ વોર્મિંગની અસરો અંગે પણ અભ્યાછસ કરવામાં આવશે. સમગ્ર દેશની કાર્બન ક્રેડીટનો ૨૯ ટકા હિસ્સોબ ગુજરાત પાસે છે. રાજ્ય્ સરકારનો ઈરાદો કાર્બન ક્રેડીટની જેમ જ ‘ગ્રીન ક્રેડીટ મુવમેન્ટ્' શરુ કરવાનો છે. જો કોઈ ઉદ્યોગ સ્થાખપવા માટે વૃક્ષો કાપશે તો તે ઉદ્યોગ ગૃહે તેણે કાપ્યાુ હશે તેટલા જ વૃક્ષો ઉછેરવા પડશે.

વન અને પર્યાવરણઃ વર્ષ ૨૦૦૮-૨૦૦૯ માટેના સ્માગર્ટ ગોલ

 • ક્‍લાયમેન્‍ટ ચેન્‍જ અંગે જાગૃત્તિ લાવવી તેમ જ તે સંદર્ભમાં પગલાં ભરવા
 • ગીરના સિંહની જાણવણી માટે વિશેષ પ્રયાસો હાથ ધરવા
 • વન વિસ્‍તારમાંથી વિસ્‍થાપિત થયેલા લોકોની સમસ્‍યાઓ ઉકેલવી અને તેમના હક્કોનું રક્ષણ કરવું
 • વનીકરણ માટે જેબીઆઈસીના ભંડોળનો ઉપયોગ કરવો
 • જોઈન્‍ટ ફોરેસ્‍ટ મેનેજમેન્‍ટનું નેટવર્ક વિસ્‍તારવું અને ઈકો-ક્‍લબોની સંખ્‍યા વધારવી
 • સર્વે હાથ ધરી પર્યાવરણ માટે જોખમ સર્જાયુ હોય તેવા વિસ્‍તારો નક્કી કરવા
 • ઈકો- બેઝ્‍ડ ટુરિઝમ સ્‍પોટ અને નવા વન વિસ્‍તારો વિકસાવવા.
 • છારી ઢાંઢને આરક્ષિત વિસ્‍તાર જાહેર કરવો
 • માલધારીઓને વસાવવા વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ઉભી કરવી
 • વાયબ્રન્‍ટ ગુજરાત અંતર્ગત આવેલી દરખાસ્‍તોને ધ્‍યાનમાં રાખી આગામી દસ વર્ષ માટે ઉદ્યોગો અને કંપનીઓ માટે એન્‍વાર્યમેન્‍ટ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પ્‍લાન તૈયાર કરવા અને પ્રદૂષણ અટકાવવા માટે પગલાં લેવા
 • પ્રદુષણ નિયંત્રણ માટેના કાયદાઓના વધુ ચોક્કસ અમલ માટે પબ્‍લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ અમલી બનાવવી.
 • ઔદ્યોગિક વિસ્‍તારોને ગ્રીન ઝોન તરીકે વિકસાવવાના ઉદ્દેશથી જોખમી કચરાના નિકાલ માટે એફલ્‍યુએન્‍ટ લાઈન નાંખવી.

ડી સી સીની પ્રાથમિકતા

 • પર્યાવરણને અનુકુળ ટેકનોલોજી વિકસાવવી
 • મહત્તમ કાર્બન ક્રેડિટ મેળવવી
 • વીજ બચત કરવી
 • ભૂગર્ભ જળની જાળવણી કરવી
 • સી.એન.જી. નેટવર્કને પ્રોત્‍સાહિત કરવું
 • મેન્‍ગ્રોવ વિસ્‍તાર વધારવો
 • પર્યાવરણ ટેકનિકીના સંશોધન માટે ભંડોળ વધારવું.
 • ગુજરાતે બહુઆયામી ક્‍લાયમેન્‍ટ ચેન્‍જ પોલિસી ઘડવી. આ પોલિસી દ્વારા જમીન, જળ અને હવાની જાળવણી કરવી.
 • વિવિધ વિભાગો સાથે સંકલન સાધી ક્‍લાયમેટ ચેન્‍જ અંગે અભ્‍યાસક્રમ તૈયાર કરવો અને દાખલ કરવો
 • યુનિવર્સિટી ક્‍લાયમેન્‍ટ ચેન્‍જ અંગે સંશોધન અને વિકાસ કાર્યક્રમો હાથ ધરશે. આ વૈશ્વિક સમસ્‍યા અંગે અભ્‍યાસ લઈને નવા અભ્‍યાસક્રમ ઘડવા, શિક્ષકો માટે ટ્રેઈનિંગ મોડયુલ તૈયાર કરવા
 • ક્‍લાયમેન્‍ટ ચેન્‍જની સમસ્‍યાને પહોંચી વળવા જનતાની ભાગીદારી વધારવી તેમ જ જનતામાં જાગૃત્તિ ઉભી કરવી
 • રાષ્‍ટ્રીય અને આંતર રાષ્‍ટ્રીય સંસ્‍થાઓ સાથે સહકાર સાધવો. નેશનલ ક્‍લીન ડેવલપમેન્‍ટ ઓથોરિટી અને યુનાઈટેડ નેશન્‍સની સંસ્‍થાઓ સાથે સતત વિચારોનુ આદાન પ્રદાન કરવું.

પર્યાવરણની સુરક્ષા માટે ગુજરાતના પ્રયાસો

 1. સૌર ઉર્જાના ૫૦૦ મેગાવોટના ઉત્‍પાદનના ધ્‍યેય સાથે ગતિશીલ અને રોકાણકારોને અનુકુળ સૌર ઊર્જા નીતિ.
 2. રાજ્‍યમાં પવન ઉર્જાની ઉત્‍પાદન ક્ષમતા ૧૩૦૦ મેગાવોટથી વધારી ૮,૦૦૦ મેગાવોટ કરવા માટે પ્રો-એક્‍ટિવ પવન ઉર્જા નીતિ.
 3. એનર્જી અને પેટ્રોકેમિકલ, શહેરી પરિવહન, વન અને પર્યાવરણ, ગ્રામીણ વિકાસ, ઉદ્યોગ અને ખાણ-ખનિજ જેવા ખાતાઓમાં ૩૯ ક્‍લિન ડેવલપમેન્‍ટ મિકેનિઝમ (સીએમડી) વિકસાવવામાં આવ્‍યા.
 4. દેશના ક્‍લિન ડેવલપમેન્‍ટ મિકેનિઝમ(સીએમડી) માર્કેટનું નેતૃત્ત્વ ગુજરાત કરે છે. પહેલી ફેબ્રુઆરી, ૨૦૦૯ સુધીમાં ભારતના કુલ સર્ટીફાઈડ એમિશન રીડકશન(સીઈઆર)ના ૪૦ ટકા ગુજરાતને ફાળે જાય છે.
 5. એનર્જી કન્‍ઝર્વેશન પ્રોગ્રામ (ઉર્જા બચત કાર્યક્રમ) અને તેના સીડીએમ પ્રોજેક્‍ટ અંતર્ગત ગાંધીનગર સોલર એનર્જી પ્રોજેક્‍ટ અમલીકરણના તબક્કામાં છે.
 6. બસ રેપિડ ટ્રાન્‍સિટ સિસ્‍ટમ (બીઆરટીએસ)ની શરુઆતના પગલે પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટ (જાહેર પરિવહન)ના ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો. અંદાજે ચાળીસ ટકા મુસાફરો ખાનગી પરિવહનના બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરતા થયા.
 7. ભારતના શહેરી સત્તા વિકાસમંડળના કુલ ૯૬ કોમ્‍પોસ્‍ટ પ્‍લાન્‍ટમાંથી ૭૦ પ્‍લાન્‍ટ ગુજરાતમાં કાર્યરત છે.
 8. અર્બન એફિસિઅન્‍સી પ્રોગ્રામ (શહેરી કાર્યક્ષમતા કાર્યક્રમ) હેઠળ ગુજરાતની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ઊર્જા બચત અભિયાન હાથ ધરવામાં આવ્‍યું. જેના પગલે અંદાજે ત્રીસ ટકા ઊર્જા બચત થઈ.
 9. રાજ્‍યમાં ૨૨૦૦ કિલોમીટર ગેસ ગ્રીડનો અમલ થઈ રહ્યો છે. ૮,૦૦૦ કરોડ રૂપિયાના માસ્‍ટર પ્‍લાનમાં ૨૦ લાખ ઘરેલું જોડાણ અપાશે તેમ જ વાહનો માટે સી.એન.જી. સ્‍ટેશન ઊભાં થશે. મોટી ઔદ્યોગિક વસાહતોને ઈંધણ તરીકે ગેસ પુરો પાડવામાં આવશે.
 10. ભારતનું પ્રથમ લિક્‍વીફાઈડ નેચરલ ગેસ (એલ.એન.જી) ટર્મિનલ ઊભું કરવાનું ગૌરવ ગુજરાતને ફાળે જાય છે. ગુજરાતમાં આવેલા દહેજ અને હજીરા એ દેશના માત્ર બે જ એલ.એન.જી. ટર્મિનલ છે. આગામી સમયમાં મુંદ્રા અને પીપાવાવમાં વધુ બે એલ.એન.જી. ટર્મિનલ સ્‍થપાશે.
 11. રાજ્‍યમાં છેલ્લા સાત વર્ષમાં ૩.૬ લાખ વાહનો સ્‍વચ્‍છ ઈંધણનો વપરાશ કરતા થયા. પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોમાં સી.એન.જી. - એલ.એન.જી.નો વપરાશ થાય છે. અમદાવાદ એક સમયે દેશનું ચોથા નંબરનું પ્રદૂષિત શહેર ગણાતું હતું. સ્‍વચ્‍છ ઈંધણના કારણે છેલ્લા ચાર વર્ષમાં તેનો ક્રમ ૬૬એ પહોંચ્‍યો છે.
 12. ગુજરાતના દરિયાકાંઠે ૨૫,૦૦૦ હેક્‍ટર વિસ્‍તારમાં મેન્‍ગ્રોવનો જંગલ વિસ્‍તાર વધ્‍યો છે. મેન્‍ગ્રોવ હેક્‍ટરદીઠ પચાસ ટન કાર્બન શોષે છે, જેના કારણે પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો થયો છે.
 13. સામાજીક વનીકરણમાં ગુજરાતે સિમાચિહનરૂપ કાર્ય કર્યુ છે. હાલ રાજ્‍યમાં હેક્‍ટરે ૧૪ વૃક્ષનું પ્રમાણ છે.
 14. રાજ્‍યની વોટર ગ્રીડનો લાભ પંચોતેર ટકાથી વધુ પ્રજાને મળે છે. આ ગ્રીડના કારણે ભૂગર્ભજળ પરનું અવલંબન ઘટયું છે. પ્રજાને પીવાના શુદ્ધ પાણીનો નિયમિત પુરવઠો મળે છે.
 15. રાજ્‍યમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ લાખથી વધુ વોટર હાર્વેસ્‍ટિંગ સ્‍ટ્રક્‍ચર (જળસંચયના માળખા) બનાવવામાં આવ્‍યા છે, જેના કારણે કૃષિ આવકમાં ચાર ગણી વૃદ્ધિ થઈ છે.
 16. રાજ્‍યમાં જળસંચય માટે એકવીસ નદીઓનું જોડાણ કરાયું. જળના અસરકારક વપરાશ માટે ડ્રીપ ઈરિગેશન સિસ્‍ટમ દાખલ કરાઈ.

ફેક્ટોરપિડીયા ગ્લોુબલ વોર્મિંગ

ગ્‍લોબલ વોર્મિંગ અંગે સમગ્ર વિશ્વ ચિંતાતુર છે. ઔદ્યોગિક પ્રદુષણ અને ઈંધણના આડેધડ વપરાશના કારણે પૃથ્‍વીનું તાપમાન વધી રહ્યું છે. આ પ્રક્રિયાના કારણે વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસ( કાર્બન ડાયોક્‍સાઈડ, મિથેન, નાઈટ્રસ ઓક્‍સાઈડ અને ક્‍લોરોફલોરોકાર્બન)નું પ્રમાણ વધી રહ્યું છે.એ વાત સૌ જાણે છે કે ૧૮૯૬થી કાર્બન ડાયોક્‍સાઈડ સૂર્યના કિરણોને પૃથ્‍વી પર સીધા પડતા રોકવામાં મદદરૂપ નીવડે છે, આ પ્રક્રિયા પૃથ્‍વીના તાપમાનને નિયંત્રિત કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવે છે.આ પ્રક્રિયાને ગ્રીનહાઉસ ઈફેક્‍ટ કહે છે.

દુનિયાના મોટા વૈજ્ઞાનિકોએ આ વિષે ઝડપથી કામ કરવા માટે આગ્રહ કરે છે અને આ સમસ્‍યા સામે આંતરરાષ્‍ટ્રીય સહયોગ બોલાવવામાં આવેલ છે. ઘણા વૈજ્ઞાનિકો એમ માને છે કે તાપમાનમાં વધારાને લીધે ધ્રુવીય પ્રવેશના બરફના પીગળવાને લીધે સમુદ્રની જળસપાટી વધશે અને કિનારાના શહેરો ડૂબી જશે. વર્ષ ૨૦૩૦ સુધી ૧૩૦ થી ૩૦૦ મી.મી. જળસ્‍તરમાં વધારા થવાનો અંદાજ છે. જેના કારણે દુનિયાભરના દેશો માટે ખતરનાક છે. પરમાણું વિસ્‍ફોટોના ખતરાએ પણ પર્યાવરણમાં અસંતુલિત બનાવ્‍યું છે. જેના કારણે પણ તાપમાનમાં વધારો થાય છે.

સ્ત્રોત:  ગુજરાત રાજ્ય સરકારનું પોર્ટલ

 

3.08333333333
કિશન પટેલ Oct 26, 2017 05:08 PM

નમસ્કાર
ગ્લોબલ વોર્મિંગ વિષે વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૭ ની નવી માહિતી હોય તો આપવા વિનતી

જગદીશ ડી ચાડ May 13, 2015 12:45 PM

સરકાર શ્રી દ્વારા મોટા પ્રમાણમાં સામુહિક ,પડતર જમીનમાં મનરેગા માંથી વ્રુક્ષો નું વાવેતર કરવું જોઈએ જે આવતી જનરેશન માટે ખુબ ઉપયોગી થશે ,સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મોટું કામ કરીશકે fes સંસ્થા આણંદ દ્વારા મોડેલ ઉભા કરવામાં આવેલછે.જેમાંથી શીખવું જોયેએ સરકાર બહોળા પ્રમાણ માં લઈ શકે .

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top