অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્લોબલ વોર્મિંગ

પૃથ્વીના તાપમાનમા થઇ રહેલા સતત વધારાને "'ગ્લોબલ વોર્મિંગ"' કહેવામાં આવે છે. ઔદ્યોગિકરણને પરિણામે મોટાપાયાના ઉદ્યોગો શરૂ થયા, વાહનવ્યવહારનો વ્યાપ વધ્યો, પેટ્રોલ- ડીઝલ વગેરે ધૂમાડા વાળા બળતણથી પ્રદૂષણમાં સતત વધારો થવા લાગ્યો. સૂર્યની ગરમીને ઓછી કરતા ઓઝોન વાયુના પડમાં ગાબડા પડવાની શરૂઆત થઇ, પરિણામે સૂર્યના કિરણો સીધાં જમીન પર પડવા લાગ્યાં. જેને કારણે દુનિયાનાં તાપમાનમાં સતત વધારો થતો આવ્યો, જેને કારણે ગ્લોબલ વોર્મિંગ થઇ રહ્યું છે. અને ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાન અને તાપમાનમાં ધરખમ ફેરફાર થવા લાગ્યો છે.

જવાબદાર અને સંભવિત અસરો

ચોક્કસ વાતાવાતારણ ઘટનાઓને ગ્લોબલ વોર્મિંગ સાથે જોડવાનું મુશ્કેલ હોવા છતાં, વૈશ્વિક તાપમાનમાં થયેલો વધારો બરફશિલાઓમાં ઘટાડો (glacial retreat), આર્કટિક સંકોચન (Arctic shrinkage) અને વિશ્વસ્તરે સમુદ્રી સ્તર (sea level rise)માં વધારા સહિત વ્યાપક ફેરફારો (changes)માં પરિણમે છે. પ્રેસિપીટેશન (precipitation)ના જથ્થા અને પદ્ધતિમાં ફેરફારો પૂર (flood) અને દુષ્કાળ (drought)માં પરિણમે છે. ભારે વાતાવરણ (extreme weather) ઘટનાઓનું આવર્તન અને ઉગ્રતામાં ફેરફારો થવાની શક્યતા છે. અન્ય અસરોમાં કૃષિ ઉપજમાં ફેરફાર, નવા વેપાર માર્ગમાં વધારો, ઓછો ઉનાળું સ્ટ્રીમફ્લો (streamflow), સ્પેસીઓનો લોપ (extinctions) અને વિવિધ પ્રકારના રોગો વેક્ટર (disease vectors)માં વધારો થવો તેનો સમાવેશ થાય છે.
કુદરતી પર્યાવરણ (natural environment) અને માનવ જીવન (human life) એમ બન્ને પર કેટલીક અસરો થોડી થોડી હોય છે, જે ગ્લોબલ વોર્મિંગને આભારી હોય છે. આઇપીપીસીનો 2001નો અહેવાલ એવું સુચવે છે કે બરફશીલાઓનું ઓગળવું (glacier retreat), આઇસ શેલ્ફ અંતરાય (ice shelf disruption) જેમ કે લાર્સન આઇસ શેલ્ફ (Larsen Ice Shelf), દરિયાઇ સ્તરમાં વધારો (sea level rise), વરસાદની પદ્ધતિમાં ફેરફાર અને ભારે વાતાવરણ ઘટનાઓ (extreme weather events)ની ઉગ્રતા અને ફ્રીક્વન્સીમાં થયેલો વધારો થોડા ઘણા અંશે ગ્લોબલ વોર્મિંગને આભારી છે. અન્ય સંભવિત અસરોમાં કેટલાક પ્રદેશોમાં પાણીની તંગી અને અન્ય પ્રદેશોમાં પ્રેસિપિટેશનમાં વધારો, પર્વતીય બરફજથ્થમાં ફેરફારો અને હૂંફાળા તાપમાનને કારણે આરોગ્ય પર વિપરિત અસરનો સમાવેશ થાય છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં વધતી જતી વસતી (growing population)ની માત્રાને કારણે ગ્લોબલ વોર્મિંગની સામાજિક અને આર્થિક અસરો વધુ ખરાબ બની શકે છે. સાધારણ વાતાવરણ વાળા પ્રદેશોમાં કેટલાક ફાયદાઓ જેમ કે ઠંડીને કારણે થોડી માત્રમાં મૃત્યુઓ થવાની ધારણા સેવાય છે.શક્ય અસરો અને તાજેતરની સમજૂતિઓનો સંક્ષિપ્ત સાર આઇપીસીસી થર્ડ એસેસમેન્ટ રિપોર્ટ (IPCC Third Assessment Report)માં વર્કીંગ ગ્રુપ II દ્વારા તૈયાર કરવામા આવેલા અહેવાલમાં શોધી શકાય છે. નવો આઇપીસીસી ફોર્થ એસેસમેન્ટ રિપોર્ટ (IPCC Fourth Assessment Report) સંક્ષિપ્ત સાર એવો અહેવાલ આપે છે કે 1970થી ઉત્તર એટલાન્ટિક સમુદ્ર (Atlantic Ocean)માં ઉગ્ર ટ્રોપીકલ વાવાઝોડા (tropical cyclone) ગતિવિધિમાં વધારો થયો હતો તેવા નિરીક્ષણયુક્ત પૂરાવાઓ છે, જે સમુદ્રની સપાટીના તાપમાન (જુઓ એટલાન્ટિક મલ્ટીડેકેડલ ઓસીલેશન (Atlantic Multidecadal Oscillation)))માં થતા વધારાની સાથ સહસંબંધ ધરાવે છે, પરંતુ નિયમિત ઉપગ્રહ (satellite) નિરીક્ષણોના રેકોર્ડ પૂર્વે લાંબા ગાળાના વલણો શોધી કાઢવા તે જટિલ છે. સંક્ષિપ્તસાર એવું પણ સુચવે છે કે વિશ્વભરમાં ટ્રોપીકલ વાવાઝોડાઓની વાર્ષિક સંખ્યામાં કોઇ સ્પષ્ટ વલણ નથી.
વધારાની ધારેલી અસરોમાં 1980-1999 સાથે સંબંધિત 2090-2100માં સમુદ્રી સ્તર0.18 to 0.59 meters (0.59 to 1.9 ft)માં વધારો , કૃષિ ક્ષેત્રે સંકટ (repercussions to agriculture), થર્મોહેલાઇન સર્ક્યુલેશનનું સંભવિત ધીમા પડવું (possible slowing of the thermohaline circulation), ઓઝોન સ્તરમાં ઘટાડો (ozone layer), ઉગ્રતામાં વધારો (પરંતુ ઓછુ ફ્રિક્વન્ટ) વાવાઝોડાઓ અને ભારે વાતાવરણ ઘટનાઓ (hurricanes and extreme weather events), સમુદ્ર પીએચ (pH)નું સ્તર નીચુ આવવું (lowering), સમુદ્રમાં ઓક્સીજનમાં ઘટાડો, અને વિવિધ રોગોનો ફેલાવો જેમ કે મેલેરીયા (malaria)અને ડેન્ગ્યુ તાવ (dengue fever),તેમજ લીમ રોગ (Lyme disease), હેન્ટાવાયરસ ચેપ (hantavirus infections), ડેન્ગ્યુ તાવ (dengue fever), બૂબોનીક પ્લેગ (bubonic plague) અને કોલેરા (cholera)નો સમાવેશ થાય છેભવિષ્યના ક્લાયમેટ અંદાજોને આધારે એક અભ્યાસમાં 1,103 પ્રાણીઓ પ્લાન્ટ સ્પેશીના નમૂનાઓમાંથી 18 ટકાથી 35 ટકાનો 2050ની સાલ સુધીમાં લોપ (extinct) થશે તેવી ધારણા સેવવામાં આવી છે. જોકે, બહુ ઓછા અભ્યાસોએ તાજેતરના ક્લાયમેટ ફેરફાર ને કારણે લોપ થશે તેવી ધારણા સેવી છે અને એક અભ્યાસ સુચવે છે કે લોપના અંદાજિત દરો અનિશ્ચિત છે.

‘ગ્લોબલ વોર્મિંગ’ને રોકવું છે?

ગ્લોબલ વોર્મિંગ એ કોઇ સાયન્સ ફિકશન નથી. આ વખતે શિયાળામાં ગાત્રો ધ્રુજાવી દે, હિમાળે હાડ ગાળવા જેવી નોબત સર્જાઇ છે ત્યારે આવનારા ઉનાળામાં ભયંકર ગરમીનું મોજું આવશે એવી આગાહી હવામાનશાસ્રીઓ કરી રહ્યા છે. સમગ્ર દુનિયાનાં તાપમાન અને વાતાવરણમાં અણધાર્યોફેરફાર આવી રહ્યો છે. ભારતને આ ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ ભારે પડવાનું છે. હિમાલયનાં શિખરો આગામી ઉનાળામાં ઝડપથી ઓગળશે, નદીઓમાં ભારે પૂર આવશે, ઇશાન એશિયામાં ખાસ કરીને ભારતમાં ૩૦ ટકા પાક ઓછો ગશે, ખેતીની જમીન ઘટશે, ખાધ પદાર્થોની ભારે તંગી સર્જાશે વગેરે બાબતોને હવે દીવાલ પર લખાયેલા સત્યની માફક ઠેર ઠેર ટાંકવામાં આવે છે. ભારતમાં ઘાસિયાં મેદાનો ઘટી રહ્યાં છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વધી રહ્યા છે. કૂવાઓમાં પાણીનાં તળ પાતળે પહોંચી ચૂકયાં છે. દરિયાની સપાટી વધી રહી છે. આપણે માત્ર એક શિયાળાની કાતિલ ઠંડીથી ફફડી ઠયા છીએ, પરંતુ તજ્જ્ઞનો કહે છે કે, પૃથ્વીના સાડા છ લાખ વર્ષના ઇતિહાસમાં છેલ્લાં ૨૫૦ વર્ષમાં ઔધોગિકીકરણને પગલે પર્યાવરણની પથારી ફરી ગઇ છે. ગરમીનો પારો માનવ ઇતિહાસમાં સૌથી વધુ ચાઇએ ગયો હોય એવી ૧૨ પૈકીની ૧૧ ઘટનાઓ ૧૯૯૫થી ૨૦૦૬ સુધીનાં ૧૧ વર્ષમાં ઘટી છે.
પૃથ્વીના તાપમાન પર એક વ્યકિતનો પ્રભાવ મહત્ત્વનો નથી અને છતાં છે. એક વ્યકિત આખરે તો સામાન્ય પ્રાણી છે. પૃથ્વી પર વસતાં અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવ શી રીતે વધુ ખતરનાક છે? માણસમાં રહેલી જાનવર વૃત્તિએ પૃથ્વીના હયાત કુદરતી સ્રોતોનું નિકંદન કાઢયું છે. સંયુકત રાષ્ટ્રસંઘનો અભ્યાસ કહે છે કે, ૧૭૫૦ બાદ ઔધોગિકીકરણની સાથોસાથ પૃથ્વી પર કાર્બનડાયોકસાઇડનો ધોધ વછૂટવાની પ્રક્રિયા વધી ગઇ છે. વાતાવરણમાં કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ અત્યારે સૌથી વધુ નોંધાયું છે. જળવિજ્ઞાનીઓ કહી રહ્યા છે કે, પૃથ્વીના પતનની લટઘડી (કાઉન્ટડાઉન) આવી ગઇ છે. છેલ્લાં ૧૦ વર્ષમાં સમગ્ર વિશ્વમાં ભૂકંપનું પ્રમાણ, તીવ્રતા અને સંખ્યા વધી રહ્યાં છે. ટેકટોનિક પ્લેટ્સ ભયજનક રીતે સરકી રહી છે. આગામી ૫૦ વર્ષમાં પૃથ્વીનું તાપમાન ૨થી ૩ સેન્ટિગ્રેડ વધશે ત્યારે દરિયાની સપાટી ઠેર ઠેર વધશે, ૨૫થી ૩૦ ટકા વન્યજીવનનો સફાયો બોલી જશે, મુંબઇનું નરિમાન પોઇન્ટ ડૂબી જશે, હિમાલયનાં ૪૦ ટકા શિખરો ખતમ થઇ જશે, માઉન્ટ એવરેસ્ટ સર્વોરચ શિખરનો ખિતાબ ગુમાવશે, ભારતમાં ડેન્ગ્યુ, કોલેરા અને મેલેરિયાનો રોગચાળો બારેમાસ ચાલુ રહેશે, એમ કહી સંયુકત રાષ્ટ્રસંઘનો અહેવાલ ઉમેરે છે કે, ગંગાનો તટ પ્રદેશ અને ડેલ્ટા ક્ષેત્ર પોતાની ફળદ્રુપતા ગુમાવશે.
પૃથ્વીના પ્રલયની આ સત્યકથા સામે શું માનવી લાચાર છે? જી ના! કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે? આશાવાદી વિજ્ઞાનીઓ, બુદ્ધિજીવીઓ, વહીવટકર્તાઓ કહે છે કે, હજી પણ કાંઇ મોડું થયું નથી, માનવી ધારે તો કાર્બનડાયોકસાઇડની રાસાયણિક પ્રક્રિયાને લટાવી શકે છે. આ દિશામાં દુનિયાભરના વિજ્ઞાનીઓ સેંકડો પ્રયોગો કરી રહ્યા છે, પરંતુ શું આપ વ્યકિતગત રીતે ગ્લોબલ વોર્મિંગની બાદબાકીમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું યોગદાન આપવા તૈયાર છો? કાર્બન એમિશન પર કાપ મૂકવાના વિકલ્પો યોગ્ય લાગે તો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવા જેવા છે.
સૌપ્રથમ ઘરના ઇલેકિટ્રક બલ્બથી શરૂઆત કરો. કોમ્પેકટ ફલોરોસન્ટ લાઇટબલ્બ (ધ્જન્)સામાન્ય બલ્બ કરતાં ૩થી ૪ ગણો મોંઘો હોય છે, પરંતુ વીજળીની ખપત ઓછી કરે છે અને વધુ ચાલે છે. પરિણામે એકંદરે તે સસ્તો છે. એક આર્કિટેકટ ઘરની ડિઝાઇન કરે ત્યારે ફી થોડી મોંઘી લાગે પરંતુ એ તજ્જ્ઞ યોગ્ય રીતે ઘરમાં લાઇટિંગ એડજસ્ટ કરે તો વીજળીનું બિલ ૪૦ ટકા ઘટી જાય છે. ૨૧મી સદીમાં ૧૮મી સદીના પ્રશ્નો અને ૨૪મી સદીના ઉકેલોની ચર્ચા વાહિયાત છે. કુદરતી પ્રકાશ અને હવાની અવર-જવર એ શ્રેષ્ઠ વિકલ્પ છે. અમેરિકા અને યુરોપના કેટલાક દેશો હવે વ્યકિતની માથાદીઠ આવક સામે કાર્બન ફૂટપ્રિન્ટનો હિસાબ માંડે છે. આવનારા દિવસોમાં કાર્બન ક્રેડિટનો ધંધો સૌથી મલાઇદાર પુરવાર થવાનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટ પર ટેકસ આકારશે એવી કલ્પના દાયકા પહેલાં કોઇએ કરી નહોતી. આવનારા દિવસોમાં મહાનગરોમાં કાર્બનટેકસ આવશે. કાર્બન ફ્રી પ્લેનેટના વૈશ્વિક મિશનને અનુસરવા માટે હવે દુનિયાભરમાં જનજાગૃતિ આવી રહી છે. કેમ્બિ્રજ યુનિવર્સિટીનો સરવે કહે છે કે, ફેશનેબલ યુવાન ખાવા કરતાં કપડાં પાછળ વધુ પ્રદૂષણ ફેલાવે છે. એક ટી-શર્ટ એક વર્ષમાં ૪૦ વખત ધોવાય તો વાતાવરણમાં ૪ કિલો કાર્બન વધે છે, આ જ ટી-શર્ટ લોન્ડ્રીના બદલે ઇકોફ્રેન્ડલી મશીનમાં ધોવાય તો ૯૦ ટકા કાર્બનડાયોકસાઇડ બચી શકે. ન્યૂયોર્ક સિટીમાં બેન્ક ઓફ અમેરિકાનું સ્કાયસ્ક્રેપર બનાવવામાં એનર્જી સેવિંગ અભિગમ અપનાવાયો છે. આ પ્રોજેકટની ખૂબી એ છે કે ગટરમાં જતાં તમામ પ્રકારના જળનું રિસાઇકલિંગ કરીને બિિલ્ડંગની સફાઇમાં વપરાશે. આ પ્રોજેકટ ન્યૂયોર્કના ગ્રીનેસ્ટ બિિલ્ડંગ તરીકે ઓળખાશે, જેમાં કુદરતી સંસાધનોનો ઇમારતને ભરપૂર લાભ મળે. એસી, હીટર તથા લાઇટનો વપરાશ ન્યૂનતમ રહે એવું આયોજન હાથ ધરાયું છે. વિકસતા દેશોમાં કર્મચારીઓ ધેર બેઠા કામ કરે અથવા નજીકની ઓફિસમાં જાય એવી ગોઠવણ કરાય છે. કેટલાક પર્યાવરણપ્રેમીઓ અઠવાડિયામાં એક દિવસ પોતાની કાર વાપરવાને બદલે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરે છે. આપણે આપણી માનસિકતા કેળવવાની છે. ગાડી ખરીદતી વખતે આપણે એવરેજ પૂછીએ છીએ પરંતુ ઘરવપરાશમાં કેટલી ર્જાનો દુરુપયોગ થાય છે એની કદી કલ્પના કરી છે? ઇલેકિટ્રક ઉપકરણની ખરીદીમાં માત્ર કિંમત મહત્ત્વની નથી વીજળીનો વપરાશ ચેક કરવો જૉઇએ. વોટરહીટરમાં થર્મોસ્ટેટનું લેવલ સરખું જળવાય તો એક મોસમમાં તમે ૨૦૦ કિલો કાર્બનડાયોકસાઇડનું પ્રદૂષણ નિવારી શકો. પાંચ વર્ષ વપરાયેલા હીટરમાં ઇન્ટરનલ ઇન્સ્યુલેશન ન બદલાય તો વધુ વીજ વપરાશ થાય છે. વિદેશોમાં હવે પર્યાવરણપ્રેમીઓ લગ્નના પ્રસંગે તમામ ખરીદી અને કેટરિંગ આસપાસમાંથી કરી બળતણ બચાવે છે. સાંજ પછી સમગ્ર ઇમારતની લાઇટ્સ સ્વિચ ઓફ કરવાની ફેશન આવી રહી છે કારણ કે ભુલકણા કર્મચારીઓ ૪ કલાક કોમ્પ્યૂટર પર કામ કરે છે અને ૨૪ કલાક કોમ્પ્યૂટર ચાલુ રાખે છે. સ્ક્રીનસેવર પર કોમ્પ્યૂટરને રાખે તો એનર્જી સેવ થતી નથી, ટીવી, વીસીઆર, કોમ્પ્યૂટર સ્ક્રીનમાં વર્ષે ૮૩ ટકા કાર્બનડાયોકસાઇડ એમિશન અને ૬૫૦૦ રૂપિયાની વીજળી બચી શકે છે. એક ટન કાગળના વપરાશથી ૪૪૦૦ કિલો વોટ વીજળી, ૩૦,૦૦૦ લિટર પાણી અને ૧૯ વૃક્ષોનો ખાતમો બોલાય છે. અમેરિકામાં ૩૮ મિલિયન ટન પેપર રિસાઇકલ થાય છે અર્થાત્ અમેરિકાનો ૫૦ ટકા પેપર વપરાશ. વોલમાર્ટ કંપનીએ પોતાના પેકેજિંગમાં પાંચ ગ્રામ પ્લાસ્ટિક ઓછું વાપરવાનો નિર્ણય લઇ ૬ લાખ ટન કાર્બનડાયોકસાઇડની બચત કરી છે. ન્યૂયોર્કનો વિશાળ સેન્ટ્રલ પાર્ક સમગ્ર શહેર માટે ફેફસાંની ગરજ સારે છે. લંડનમાં નવો ગ્રીન ઝોન ભો કરવામાં આવ્યો છે. વિજ્ઞાનીઓ હવે દુનિયાભરના રણપ્રદેશોમાં જંગલ ઉગાડવાના, કાર્બનડાયોકસાઇડના વાયુને દરિયાના પેટાળમાં પધરાવવાના, સૌર ર્જાનો મહત્તમ ઉપયોગ વધારવામાં વ્યસ્ત છે ત્યારે લાગે છે કે હિન્દુસ્તાનમાં આપણા વડવાઓ અને પૂર્વજો કેટલા દૂરંદેશી હતા! કપડાંની થેલી હવે દુનિયાભરમાં શ્રેષ્ઠ પેકેજિંગ વિકલ્પ મનાય છે. સુપર માર્કેટમાં અપાતી પ્લાસ્ટિકની કોથળીઓ એક હજાર વર્ષ સુધી માટીના રજકણમાં ભળતી નથી અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે. દર વર્ષે પાંચ હજાર અબજ પ્લાસ્ટિક બેગ્સ વપરાય છે. આ આંકડાની ત્રિરાશી કાળજું કંપાવી દે છે કારણ કે સમગ્ર પૃથ્વીને છ વખત આવરી લેવાય એટલો પ્લાસ્ટિક વેસ્ટ આજે ઠેર ઠેર પથરાયેલો છે અને તે બાયોડિગ્રેડેબલ નથી. આપણા વડીલો વાંસની વંડીઓ બનાવતા હતા.
આધુનિક આર્કિટેકટ થોડું ડિઝાઇનનું તત્ત્વ ઉમેરીને બામ્બુ ફેન્સ બનાવે છે. વડીલોના જમાનામાં ઘરની વાડીઓ અને વાડાઓમાં શાકભાજી અને લીલોતરી વાવવામાં આવતી હતી. હવે દુનિયાભરના પર્યાવરણશાસ્રીઓ ઘરની આસપાસ ઝાડપાન, વેલા, છોડવા વગેરે ઉછેરવા સલાહ આપે છે. જાપાન જેવા દેશે પર્યાવરણને બચાવવા પોતાના વર્કકલ્ચરમાં આમૂલ પરિવર્તન કર્યું છે. જાપાનમાં ગત ઉનાળામાં દરેક ઓફિસમાં ૨૮ ડિગ્રી તાપમાન જાળવી કર્મચારીઓને સૂટ-બૂટ અને ટાઇને બદલે સાદાં કપડાં પહેરવાની છૂટ આપીને સાત લાખ ટન કાર્બનડાયોકસાઇડનું પ્રદૂષણ નિવાર્યું હતું. અમેરિકાની લાઇફ સ્ટાઇલમાં ઠંડીમાં હોટેલમાં તાપમાન ઉનાળા જેટલું રાખીને યુવાનો બર્મુડામાં ફરે છે અને ઉનાળામાં ૧૫ ડિગ્રી તાપમાન રાખીને સૂટ પહેરવાની ફેશન છે. આવી કહેવાતી ધી લાઇફ સ્ટાઇલની ફેશન દુનિયાભરમાં વિનાશક પુરવાર થઇ છે. વાહનના ટાયરમાં પૂરતી હવા ભરાય અને એરફિલ્ટર નિયમિત ચેક થાય તો ગાડીની એવરેજ ૧૦થી ૧૫ ટકા સુધરે અને કાર્બનડાયોકસાઈડ એમિશનમાં નોંધપાત્ર ઘટાડો થાય. અમેરિકાની યુનાઇટેડ પાર્સલ સર્વિસ નામની કંપનીએ ન્યૂયોર્કના મેટ્રોમાં ડ્રાઇવરોને ઓછામાં ઓછા ટર્ન મારવા પડે અને ટ્રાફિક સિગ્નલમાં ન ભુ રહેવું પડે એવી યોજના અમલમાં મૂકી માત્ર એક વર્ષમાં એક હજાર ટન પ્રદૂષણ નિવાર્યું છે. પ્રદૂષણ બચાવવાના આવા હજારો કીમિયા ઉપલબ્ધ છે અને મળી રહેશે. પર્યાવરણના જતનની આપણે પ્રતિજ્ઞા લઇશું તો ધરતીમાતા કદાચ બચી જશે અન્યથા ગ્લોબલ વોિર્મંગ નામનો રાક્ષસ આખી પૃથ્વીને ઓહિયાં કરી જશે. ભગવાન બુદ્ધ, મહાવીર, ઇશુ, પયગમ્બરથી માંડીને તમામ મહાનુભાવોએ પૃથ્વીને માતા, સૂરજને દાદાનું બિરુદ શા માટે આપ્યું છે? પડોશીને પ્રેમ કરો, જરૂર પડે માગો અને માગે તેને આપોની કરકસરયુકત ફિલસૂફીમાં અંતે તો પર્યાવરણ બચાવોની ઝુંબેશ ચાલતી હતી. સાડા છ લાખ વર્ષનો સિલસિલો છેલ્લાં ૨૫૦ વર્ષમાં તૂટયો છે અને પૃથ્વીના પર્યાવરણને પાર વિનાનું નુકસાન થઇ ચૂકયું છે. સુધારાની ઝુંબેશ આપ પણ શરૂ કરી શકો. લાંબી મજલની શરૂઆત માત્ર એક નાના ડગલાથી થાય છે. જસ્ટ ડુ ઇટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate