વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સૌર શક્તિ

સૌર ઊર્જા ઉત્પાદન કરનારું ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર

દેશની ૬૬ ટકા સૌર ઊર્જા ઉત્પાદન કરનારું ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર કલાયમેટ ચેન્જનાં પડકારનો સામનો કરવા ગુજરાતે જે ભગીરથ પ્રયાસો કર્યા છે તેમાંનો એક પ્રયાસ એટલે પ્રદૂષણમૂક્ત સૌર ઊર્જાનું ઉત્પાદન. ગુજરાત રાજ્યેા સૌર ઊર્જાના ઉત્પાદન માટે ખાસ આયોજન કર્યું છે. જેના કારણે આજે દેશમાં ઉત્પાદિત થતી કુલ સૌર ઊર્જા જે ૯૦૦ મે.વો. છે તેમાં ર/૩ હિસ્સો એકલા ગુજરાત રાજ્યનો છે. જે દર્શાવે છે કે, સૌર ઊર્જાના ઉત્પાેદન થકી ઊર્જાવાન ભાવિના પંથે ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે

રાજ્યની ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડને રાજ્ય સરકારે વિશાળ સોલાર પાર્ક વિકસાવવા માટે નોડલ એજન્સી જાહેર કરી હતી. કંપનીએ  ચારણકા ખાતે સોલાર પાર્ક વિકસાવવાની કામગીરી હાથ ધરી હતી. મુખ્યહમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આ સોલાર પાર્કને સ્વરર્ણિમ સૂર્યતીર્થ તરીકે ઓળખાવ્યો  છે. આ જ રીતે આ કંપની દ્વારા બીજા તબક્કાનો સોલાર પાર્ક બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં સ્થાપવામાં આવે તે માટેનું જરૂરી આયોજન શરૂ કરી દીધું છે.

સમગ્ર દેશમાં સૌર ઊર્જાના ઉત્‍પાદનમાં અગ્રેસર ગુજરાત રાજ્‍યમાં સૌર ઊર્જા ઉત્‍પાદન માટે અનેકવિધ નાવિન્‍યસભર પ્રોજેકટ કાર્યાન્‍વિત કર્યા છે. જેમાં સૌર છતનો પ્રોજેકટ મહત્‍વનો છે. ગુજરાત સરકારના ક્‍લીન કલાયમેન્‍ટ ઇનીસીયટીવ હેઠળ ગાંધીનગર ખાતે છત આધારિત રૂફ ટોપ ગ્રીડ કનેકટેડ સૌર ઊર્જા યોજના હાથ ધરવામાં આવી છે જે દેશની સર્વ પ્રથમ યોજના છે. સરકારી અને ખાનગી મકાનોની છતનો ઉપયોગ કરી પાંચ મેગાવોટ જેટલી સૌર ઊર્જાનું ઉત્‍પાદન કરવાનું આયોજન હાથ ધરાયું છે. રાજ્‍ય સરકારે ગુજરાતના પાટનગર ગાંધીનગરને મોડેલ સોલાર સીટી બનાવવાનું બીડું ઝડપ્‍યું છે તેના ભાગરૂપે આ યોજના અમલમાં આવી છે. આ યોજના અંતર્ગત પ્રારંભિક તબક્કે રાજ્‍ય સરકારના પ૦ મકાનો ઉપર તથા અંદાજે પ૦૦ ખાનગી મકાનો કે કોમર્શિયલ સેન્‍ટર્સ ઉપરની છતમાં રૂફટોપ સોલાર એનર્જી ઉત્‍પાદિત થાય તે માટે આયોજન કરાયું છે. આ પ્રોજેકટ વર્ષ ર૦૧ર-૧૩માં રાજકોટ, સુરત, ભાવનગર અને વડોદરા સુધી વિસ્‍તારવાનું આયોજન છે.

આ જ રીતે સૌર ઊર્જાના ઉત્‍પાદન માટે ગુજરાતે પોતાનો આગવો માર્ગ કંડાર્યો છે રૂફટોપની જેમ જ કેનાલ આધારિત સૌર પ્રોજેકટ સ્‍થાપવા ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. આણંદ તાલુકાના ચંદ્રાસણ પાસેની નર્મદા કેનાલ ઉપર એક મેગાવોટ સોલાર પાવર પ્‍લાન્‍ટ સ્‍થાપવામાં આવ્‍યો છે જેના પરિણામે ૯૦ હજાર લિટર નર્મદાનું પાણી બાષ્‍પીભવન થતું અટકાવી શકાયું છે.

સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતની આ સિદ્ધિ માટે રાજ્યા સરકારના દૂરંદેશીભર્યા પગલાં કારણભૂત છે. જાન્યુ્આરી-ર૦૦૯માં ગુજરાત સરકારે સૌર ઊર્જા નીતિની  જાહેરાત કરી સૌર ઊર્જા ઉત્પાદન કરનારાને પ્રથમ બાર વર્ષ માટે કિલોવોટ પ્રતિ કલાકના રૂા. ૧પ અને પછીના  તેર વર્ષ માટે રૂા. પાંચનો પ્રોત્સાહક દર નક્કી કર્યો હતો. જેના કારણે સૌરઊર્જા ઉત્પાદકોને રાજ્યમાં એકમો સ્થાપવા આકર્ષી શકાયા છે. સૌર ઊર્જા ઉત્પાદન માટેના એકમો સ્થાપવા સંબંધે સરળ અને પારદર્શી વહીવટી પ્રક્રિયા માટે રાજ્ય  સરકારે દરકાર લીધી છે તેના પરિણામે રોકાણકારોને એકમો સ્થાપવા સરળતા રહે છે. આ તમામ સવલતો અને સહાયકારી પગલાંને કારણે ગુજરાતે સૌર ઊર્જા ઉત્પા્દન ક્ષેત્રે લક્ષ્યાંક આધારિત અમલીકરણની કાર્યવાહી હાથ ધરી સમગ્ર દેશમાં પહેલ કરી છે. સૌર ઊર્જા ઉત્પાેદન ક્ષેત્રે તજજ્ઞોની ભાવિ જરૂરિયાતોને ધ્યા ને લઇ રાજ્ય  સરકારે મહેસાણા જિલ્લામાં મેવડ ખાતે ગુજરાત પાવર એન્જિનીયરીંગ એન્ડર રીસર્ચ ઇન્ટીટયુટની સ્થાાપના કરી છે. જે બિન પરંપરાગત ઊર્જાને લગતા વિશેષ અભ્યાસક્રમો અને સંશોધનોને પ્રોત્સા‍હન આપશે. ગુજરાતે સૌર ઊર્જા ઉપરાંત સમુદ્રી મોજા આધારિત ઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જા જેવા વિવિધ બિન પરંપરાગત ઊર્જા ઉત્પાાદન ક્ષેત્રે જે અભિયાન ચલાવ્યું  છે તે જોતાં જ ખ્યાાલ આવી શકે કે પર્યાવરણ રક્ષા માટે ગુજરાત રાજ્યનની પ્રતિબધ્ધલતા કયા સ્તરે છે અને એટલે જ પર્યાવરણની ચિંતા કરીને રાજ્ય  સરકારે અલાયદા કલાયમેન્ટ ચેન્જ વિભાગની રચના કરી છે.
મુખ્યેમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી ૬૦૦ મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાચદન ક્ષમતા રાષ્ટ્રિને અર્પણ કરશે. સોલાર પાવર ક્ષેત્રે લક્ષ્યાંક આધારિત અમલીકરણની કાર્યવાહી કરનારું ગુજરાત દેશમાં પ્રથમ રાજ્યત  સોલાર સીટી ગાંધીનગર બાદ રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગરમાં રૂફ ટોપ સોલાર સ્કી મનો અમલ થશે.

સ્ત્રોત: www.narendramodi.in

3.22641509434
માળી નાનજીભાઈ સુખાભાઈ Feb 08, 2019 01:35 PM

મારે પણ સોલર સિસ્ટમ લગાવી છે તો માહીતી આપૌ
મૌ.૮૧૨૮૩૧૮૮૨૧

બળદેવ મુંધવા Dec 09, 2015 01:39 PM

મારે સૌર પેનલ બનાવવી છે તો માહિતી આપશો.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top