પૃષ્ઠભૂમિ :
દરિયાકિનારાનાં વિસ્તારોનાં રક્ષણ અને સુરક્ષાનાં ઉદ્દેશને ધ્યાનમાં રાખઈને પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે વર્ષ 1991માં દરિયાકિનારાનાં નિયમન ઝોનનું જાહેરનામું જાહેર કર્યું હતું, જેને વર્ષ 2011માં સંશોધિત કરવામાં આવ્યું હતું. આ સંબંધમાં સમયે-સમયે થયેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને જાહેરનામામાં સંશોધન કરવામાં આવ્યું હતું.
દરિયાઈ અને દરિયાકિનારાની ઇકોસિસ્ટમનાં વ્યવસ્થાપન અને રક્ષણ, દરિયાકિનારાનાં વિકાસ, ઇકો ટૂરિઝમ, દરિયાકિનારાનાં સમુદાયોની આજીવિકા સાથે જોડાયેલા વિકલ્પ અને સતત વિકાસ વગેરે સાથે સંબંધિત જોગવાઈઓની વ્યાપક સમીક્ષા માટે દરિયાકિનારો ધરાવતાં વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે સાથે અન્ય હિતધારકો તરફથી પ્રાપ્ત અનેક જાણકારીઓને આધારે આ જાહેરનામામાં વિસ્તૃત સંશોધન કરવાની જરૂર અનુભવવામાં આવી છે. એને ધ્યાનમાં રાખીને પર્યાવરણ, જંગલ અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે ડૉ. શૈલેષ નાયક (પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં સચિવ)ની અધ્યક્ષતામાં જૂન, 2014માં એક સમિતિની રચના કરી હતી, જેને સીઆરઝેડ જાહેરનામું, 2011માં ઉપર્યુક્ત ફેરફારોની ભલામણ કરવા માટે દરિયાકિનારાનાં રાજ્યો/કેન્દ્રશાસિત વિસ્તારો અને અન્ય હિતધારકોની ચિંતાઓ સાથે સાથે વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવાની જવાબદારી સુપરત કરવામાં આવી હતી.
શૈલેષ નાયક સમિતિએ રાજ્ય સરકારો અને અન્ય હિતધારકોની સાથે વ્યાપક ચર્ચાવિચારણા કર્યા પછી વર્ષ 2015માં પોતાની ભલામણો રજૂ કરી હતી. દરિયાકિનારાનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસદો સાથે સાથે ભારત સરકાર સાથે સંબંધિત મંત્રાલયોની સાથે ચર્ચાવિચારણા કરી આ ભલામણો પર ફરીથી વિચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલ, 2018માં એક જાહેરનામું જાહેર કરીને સામાન્ય જનતા પાસેથી એમનાં સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. સરકારને મોટી સંખ્યામાં સૂચનો અને ટિપ્પણી પ્રાપ્ત થઈ હતી. દરિયાકિનારાનાં વિસ્તારોનાં સતત વિકાસની સંપૂર્ણ જરૂરિયાત અને દરિયાકિનારાનાં વિસ્તારોનાં રક્ષણની જરૂરિયાતનાં આધારે સરકારે દરિયાકિનારાનું નિયમન કરવા માટે ઝોન જાહેરનામું 2018ને મંજૂરી આપી દીધી છે, જે દરિયાકિનારે વસતાં સમુદાયોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને સમાજનાં ગરીબ અને નબળાં તબક્કાઓનું કલ્યાણ સુનિશ્ચિત કરવામાં ઘણી મદદગાર સાબિત થવાની આશા છે.
સીઆરઝેડનાં જાહેરનામામાં થયેલા પરિવર્તનોથી સસ્તાં મકાન માટે વધારાની તકો ઊભી કરવામાં મદદ મળશે. એનાથી ફક્ત મકાનની સાથે આશ્રય શોધતા લોકોને પણ લાભ થશે. આ જાહેરનામું કેટલીક વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. એની સાથે સંબંધિત જરૂરિયાતોમાં એવી રીતે ઉચિત સંતુલન સ્થાપિત થાય છે, જેથી બંને હેતુ પાર પડી જાય છે. પર્યટનને પણ રોજગારી અને આજીવિકા ઊભી કરતાં મોટાં ક્ષેત્રોમાં સામેલ કરવામાં આવે છે. નવું જાહેરનામું વધારે પ્રવૃત્તિઓ, વધારે મૂળભૂત માળખાગત સુવિધાઓ અને વધારે તકોની દ્રષ્ટિએ પર્યટનને પ્રોત્સાહન આપશે અને સાથે સાથે આ પર્યટનનાં વિવિધ પાસાંઓમાં રોજગારની તકોનું સર્જન કરવામાં ચોક્કસ સ્વરૂપે ઘણી મદદગાર સાબિત થશે. એનાથી એ લોકોનો ઉત્સાહ પણ ઘણો વધશે, જે સતત દરિયાનું અવલોકન કરવા અને એની સુંદરતાનો આનંદ ઉઠાવવા ઇચ્છે છે.
કેન્દ્રીય મંત્રીમંડળે દરિયાકિનારા નિયમન ઝોન (સીઆરઝેડ) જાહેરનામું, 2018ને મંજૂરી આપી દીધી છે, જેની અગાઉ સમીક્ષા વર્ષ 2011માં કરવામાં આવી હતી અને પછી એ જ વર્ષે એનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. એની કેટલીક જોગવાઈમાં સમયે-સમયે સુધારા-વધારા પણ થતાં રહ્યાં છે. સીઆરઝેડ જાહેરનામું, 2011ની જોગવાઈઓ, ખાસ કરીને દરિયાઈ અને દરિયાકિનારાની ઇકોસિસ્ટમનાં વ્યવસ્થાપન અને રક્ષણ, દરિયાકિનારાનાં વિસ્તારોનો વિકાસ, ઇકો ટૂરિઝમ, દરિયાકિનારાનાં સમુદાયોની આજીવિકા સાથે જોડાયેલા વિકલ્પ અને સતત વિકાસ વગેરે સાથે સંબંધિત જોગવાઈઓની વ્યાપક સમીક્ષા માટે દરિયાકિનારા પર સ્થિતિ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે સાથે અન્ય હિતધારકો તરફથી પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયને પ્રાપ્ત થયેલાં અનેક સૂચનોને ધ્યાનમાં રાખીને આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
લાભ:
પ્રસ્તાવિત સીઆરઝેડ જાહેરનામા, 2018થી દરિયાકિનારાનાં વિસ્તારોમાં કામગીરીઓ ઘણી વધી જશે, જેનાં પરિણામે આર્થિક વિકાસની ઝડપ વધશે. એની સાથે સાથે દરિયાકિનારાનાં વિસ્તારોનાં રક્ષણ સંબંધિત સિદ્ધાંતોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. એનાથી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થવાની સાથે, ગુણવત્તાયુક્ત જીવનની સાથે સાથે ભારતની અર્થવ્યવસ્થામાં મૂલ્ય સંવર્ધન પણ સુનિશ્ચિત થશે. નવા જાહેરનામાથી દરિયાકિનારાનાં વિસ્તારોની અતિ સંવેદનશીલતામાં ઘટાડો થવાની સાથે સાથે તેનો જીર્ણોદ્ધાર પણ થવાની આશા છે.
મુખ્ય વિશેષતાઓ:
- સીઆરઝેડ વિસ્તારોમાં વર્તમાન માપદંડો અનુસાર એફએસઆઈની મંજૂરી : સીઆરઝેડ જાહેરનામું, 2011 અનુસાર સીઆરઝેડ-II (શહેરી) વિસ્તારો માટે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) અથવા ફ્લોર એરિયા રેશિયો (એફએઆર)ને વર્ષ 1991નાં વિકાસ નિયંત્રણ નિયમન (ડીસીઆર)નાં સ્તરો અનુસાર યથાવત્ રાખવામાં આવ્યો હતો. સીઆરઝેડ જાહેરનામું 2018માં આ સ્તરોને યથાવત્ ન રાખવા અને નિર્માણ યોજનાઓ માટે એફએસઆઈ નક્કી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો, જે નવા જાહેરનામાની તારીખ પર માન્ય કે પ્રચલિત હશે. એનાથી નવી નવી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આ વિસ્તારોનો પુનર્વિકાસ સંભવ થશે.
- ગીચ વસતિ ધરાવતાં વિસ્તારોનાં વિકાસ માટે વધારે તકો પ્રદાન કરવામાં આવશેઃ સીઆરઝેડ-III (ગ્રામીણ) વિસ્તારો માટે હવે બે જુદી જુદી કેટેગરીઓ નિર્ધારિત કરવામાં આવી છે, જેનો ઉલ્લેખ નીચે કરવામાં આવ્યો છેઃ
- સીઆરઝેડ-III એ – આ વર્ષ 2011ની જનગણના અનુસાર દર ચોરસ કિલોમીટર દીઠ 2161ની જનસંખ્યાની ઘનતા ધરાવતાં વધુ વસતિ ધરાવતાં ગ્રામીણ વિસ્તારો છે. આ પ્રકારનાં વિસ્તારોમાં હાઈ ટાઇડ લાઇન (એચટીએલ)થી 50 મીટરનો ‘એનડીઝેડ’ (કોઈ વિકાસ ઝોન નહીં) હોય, ત્યારે સીઆરઝેડ જાહેરનામું, 2011માં એચટીએલથી 200 મીટરનાં ‘એનડીઝેડ’ (કોઈ વિકાસ ઝોન નહીં) માટે સૂચન કરવામાં આવ્યું હતું, કારણ કે આ પ્રકારનાં વિસ્તારોમાં શહેરી વિસ્તારોની જ જેમ સમાન વિશેષતાઓ છે.
- સીઆરઝેડ-III બી વર્ષ-2011ની જનગણના અનુસાર દર ચોરસ કિલોમીટર 2161થી ઓછી જનસંખ્યા ધરાવતા ગ્રામીણ વિસ્તાર. આ પ્રકારનાં વિસ્તારોમાં ભવિષ્યમાં પણ એચટીએલથી 200 મીટરનો ‘એનડીઝેડ’ હશે.
- મૂળભૂત સુવિધાઓ માટે પર્યટન સાથે સંબંધિત મૂળભૂત માળખાને પ્રોત્સાહન આપવામાં આવશેઃ દરિયાકિનારા (સી-બીચ) પર હવે પર્યટન સાથે જોડાયેલી અસ્થાયી સુવિધાઓ જેમ કે, કુટિર કે નાનાં ઓરડાં, શૌચાલય, બ્લોક, વસ્ત્રો બદલવાનાં ઓરડા (ચેન્જ રૂમ)ની સાથે સાથે પીવાનાં પાણીની સુવિધાઓ વગેરેની પણ મંજૂરી આપવામાં આવી છે. જાહેરનામા અનુસાર, પર્યટન સાથે જોડાયેલી આ પ્રકારની કામચલાઉ સુવિધાને મંજૂરી હવે સીઆરઝેડ-III ક્ષેત્રોને ‘એનડીઝેડ’ (કોઈ વિકાસ ઝોન નહીં)માં પણ આપવામાં આવી છે. જોકે આ પ્રકારની સુવિધાઓની સ્થાપના માટે એચટીએલ પાસેથી 10 મીટરની લઘુતમ અંતર જાળવવું પડશે.
- સીઆરઝેડ મંજૂરીની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવામાં આવીઃ સીઆરઝેડ મંજૂરીઓ સાથે સંબંધિત પ્રક્રિયાને સરળને સરળ કરવામાં આવી છે. ફક્ત સીઆરઝેડ-I (પારિસ્થિતિક દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતાં વિસ્તાર) અને સીઆરઝેડ-IV (નીચી ભરતી રેખા અને દરિયા તરફ 12 દરિયાઈ માઇલ વચ્ચે સ્થિત ક્ષેત્ર)માં સ્થિત આ પ્રકારની યોજનાઓ/કામગીરીઓ માટે સીઆરઝેડ મંજૂરી મેળવવા પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલય સાથે સંપર્ક કરવો પડશે. સીઆરઝેડ-II અને સીઆરઝેડ-IIનાં સંબંધમાં મંજૂરીનો અધિકાર જરૂરી માર્ગદર્શન સાથે રાજ્ય સ્તરે આપવામાં આવ્યો છે.
- તમામ ટાપુઓ માટે 20 મીટર ‘એનડીઝેડ (કોઈ વિકાસ ઝોન નહીં)’ નિયત કરવામાં આવ્યાં છેઃ મુખ્ય જમીન કિનારાની નજીક સ્થિત ટાપુઓ અને મુખ્ય જમીન પર સ્થિત તમામ ‘બેકવોટર ટાપુઓ’ માટે 20 મીટર ‘એનડીઝેડ’ નિયત કરવામાં આવ્યાં છે. ઉપલબ્ધ સ્થળ મર્યાદિત રહેવાની સાથે સાથે આ પ્રકારનાં ક્ષેત્રોની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખવાનાં આ આશયનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રકારનાં ક્ષેત્રોની બાબતમાં એકરૂપતા લાવવા માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- પારિસ્થિતિક દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતાં તમામ ક્ષેત્રોને સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છેઃ સીઆરઝેડ જાહેરનામાનાં એક હિસ્સા સ્વરૂપે એમનાં સંરક્ષણ અને વ્યવસ્થાપન યોજનાઓ સાથે સંબંધિત વિશિષ્ટ સૂચન તૈયાર કરવામાં આવ્યાં છે.
- પ્રદૂષણમાં ઘટાડો કરવા વિશેષ સ્વરૂપે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે: દરિયાકિનારાનાં ક્ષેત્રોમાં પ્રદૂષણની સમસ્યાનું સમાધાન કરવા માટે સીઆરઝેડ-1બી ક્ષેત્રમાં સંશોધન સંબંધિત સુવિધાઓને સ્વીકાર્ય કામગીરી માનવામાં આવી છે. જોકે આ સંબંધમાં કેટલીક જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખવી પડશે.
- રક્ષણ અને વ્યૂહાત્મક યોજનાઓને જરૂરી છૂટ આપવામાં આવી છે.
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો