অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉર્જા સંવર્ધન

ઉર્જા સંવર્ધન

બચત લેમ્પ યોજના

દેશની કુલ વિદ્યુત ખપતના લગભગ 20% માટેનું કારણ પ્રકાશ છે.દેશની મોટાભાગની પ્રકાશની જરૂરિયાતો તાપદીપ્ત બલ્બો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે,ખાસ કરીને પારિવારીક વિભાગોમાં.તાપદીપ્ત બલ્બો ખૂબ જ ઉર્જા બિનકાર્યક્ષમ હોય છે કારણકે વિદ્યુતના 90% ઉષ્ણતામાં રૂપાંતરિત થાય છે,અને માત્ર 10% નો પ્રકાશ માટે ઉપયોગ થાય છે.

સંહત પ્રતિદિપ્તિક્ષમ લેમ્પો (CFLs) ઝગમગાટના સમાન સ્તરને પ્રદાન કરવા માટે તાપદીપ્ત દિવાઓ જેટલી વિજળીના એક-પંચમ ભાગનો ઉપયોગ કરવા દ્વારા તાપદીપ્ત દિવાઓનો ઉર્જા-કાર્યક્ષણ વિકલ્પ પ્રદાન કરે છે. CFLs એ લગભગ સંપૂર્ણપણે વ્યાપારીક બજારમાં પ્રવેશ કર્યો છે,અને ભારતમાં CFLsનું વેચાણ 2003ના 20 મિલીયનથી 2008માં અંદાજે 200 મિલીયન સુધી વધ્યું છે.પ્રકાશ સંગઠન દ્વારા બતાવેલા આંકડાઓ સૂચવે છે કે પારિવારીક વિભાગમાં CFLsનો પ્રવેશ માત્ર 5% - 10% સુધીનો જ છે. તુલનાત્મક રીતે નિમ્ન પ્રવેશ દર એ ખાસ કરીને CFLsની ઉંચી કિંમતોને કારણે છે, જે તાપદીપ્ત બલ્બો કરતાં 8-10 ગણી વધારે છે.

એવું અનુમાન કરવામાં આવ્યું છે કે વર્તમાનમાં ભારતમાં અંદાજે 400 મિલીયન પ્રકાશ સ્થળો તાપદીપ્ત બલ્બો દ્વારા પ્રકાશિત થાય છે; CFLsથી તેમનું સ્થળાંતર ઉર્જાની ખપતમાં 10,000 MW થી પણ વધારેના ઘટાડા તરફ દોરશે.

"બચત લેમ્પ યોજના" નો ઉદ્દેશ મોટાપાયે પરિવારોમાંના તાપદીપ્ત દીવાઓનું સ્થળાંતર CFLs દ્વારા કરવાનો છે.તે તાપદીપ્ત દીવાઓની સમાન કિંમતે પરિવારોને CFLs પૂરા પાડવાનો પ્રયાસ કરે છે. CFLs ની બજાર કિંમત અને તેઓ પરિવારોને જે કિંમતે વેચાય છે તે કિંમતો વચ્ચેના તફાવતને પહોંચી વળવા ક્યોટો પ્રોટોકોલની સ્વચ્છ વિકાસ કાર્યપદ્ધતિ(CDM)નો ઉપયોગ કરવા માટેની યોજના છે.બચત લેમ્પ યોજનાને ફેબ્રુઆરી 2009માં પ્રસ્થાપિત કરવામાં આવી હતી.

ખાનગી વિભાગના CFL ઉપલબ્ધકર્તાઓ અને રાજ્ય સ્તરીય વિદ્યુત વિતરક કંપનીઓ(DISCOMs),ભારત સરકાર વચ્ચે જાહેર-ખાનગી ભાગીદારી તરીકે બચત લેમ્પ યોજનાને નિર્દિષ્ટ કરવામાં આવી છે.CFL ઉપલબ્ધકર્તાઓ પ્રક્રિયાના DISCOM પ્રદેશમાંના નિર્દિષ્ટ પ્રકલ્પ વિસ્તારની અંદર Rs. 15 પ્રતિ CFLની કિંમતે પરિવારોને ઉચ્ચ ગુણવત્તાસભર CFLs વહેંચી શકશે. BEE દ્વારા યાદીમાં દાખલ કરાયેલા CFL ઉપલબ્ધકર્તાઓની યાદીમાંથી નિયત કર્તવ્યપરાયણ પ્રક્રિયા મારફતે DISCOM દ્વારા CFL ઉપલબ્ધકર્તાઓને પસંદ કરવામાં આવશે.રૂપરેખા હેઠળ અનુક્રમે 11-15 વોટ અને 20-25 વોટ CFLs સાથે માત્ર 60 વોટ અને 100 વોટના તાપદીપ્ત લેમ્પો સ્થળાંતરિત કરવામાં આવશે.BEE દરેક પ્રકલ્પ વિસ્તારની વિદ્યુત બચતોની દેખરેખ કરશે.

અંદાજે 50 લાખ CFLs દરેક DISCOM વિસ્તારમાં સ્થળાંતરિત કરવામાં આવશે તેવું અપેક્ષિત છે.

સ્ત્રોત: Bureau of Energy Efficiency

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate